Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 145-192 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 21

 

Page 75 of 378
PDF/HTML Page 101 of 404
single page version

background image
દર્શનનું કૌતૂહલ હોય તો નકામા કોલાહલ (બકવાદ)થી શું? પોતાની સમસ્ત
ઇન્દ્રિયોનો નિરોધ કરીને તું પરિગ્રહ પિચાશને છોડી દે. એનાથી સ્થિરચિત્ત થઈને
તું કેટલાક દિવસોમાં એકાન્તમાં તે અંતરાત્માનું અવલોકન કરી શકીશ. ૧૪૪.
(शार्दूलविक्रीडित)
हे चेतः किमु जीव तिष्ठसि कथं चिन्तास्थितं सा कुतो
रागद्वेषवशात्तयोः परिचयः कस्माच्च जातस्तव
इष्टानिष्टसमागमादिति यदि श्वभ्रं तदावां गतौ
नोचेन्मुञ्च समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम्
।।१४५।।
અનુવાદ : અહીં જીવ પોતાના ચિત્તને કેટલાક પ્રશ્ન કરે છે અને તે પ્રમાણે
ચિત્ત તેમનો ઉત્તર આપે છેહે ચિત્ત! એવું સંબોધન કરતાં ચિત્ત કહે છે કે હે જીવ
શું છે? ત્યારે જીવ તેને પૂછે છે કે તું કેવી રીતે રહે છે? હું ચિન્તામાં સ્થિત રહું
છું. તે ચિન્તા કોનાથી ઉત્પન્ન થઈ છે? તે રાગદ્વેષના વશે ઉત્પન્ન થઈ છે. તે રાગ-
દ્વેષનો પરિચય તને ક્યા કારણે થયો? તેમની સાથે મારો પરિચય ઇષ્ટ અને અનિષ્ટ
વસ્તુઓના સમાગમથી થયો. અંતે જીવ કહે છે કે હે ચિત્ત! જો એમ હોય તો આપણે
બન્નેય નરક પ્રાપ્ત કરીશું. તે જો તને ઇષ્ટ ન હોય તો આ સમસ્ત ઇષ્ટ-અનિષ્ટની
કલ્પના શીઘ્રતાથી છોડી દે. ૧૪૫.
(शार्दूलविक्रीडित)
ज्ञानज्योतिरुदेति मोहतमसो भेदः समुत्पद्यते
सानन्दा कृतकृत्यता च सहसा स्वान्ते समुन्मीलति
यस्यैकस्मृतिमात्रतो ऽपि भगवानत्रैव देहान्तरे
देवस्तिष्ठति मृग्यतां सरभसादन्यत्र किं धावत
।।१४६।।
અનુવાદ : જે ભગવાન આત્માના કેવળ સ્મરણમાત્રથી પણ જ્ઞાનરૂપી તેજ
પ્રગટ થાય છે, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ થાય છે તથા કૃતકૃત્યતા અકસ્માત્ જ
આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે; તે ભગવાન આત્મા આ જ શરીરમાં
બિરાજમાન છે. તેનું શીઘ્ર અન્વેષણ કરો. બીજી જગ્યાએ (બાહ્ય પદાર્થો તરફ) કેમ
દોડી રહ્યા છો. ૧૪૬.

Page 76 of 378
PDF/HTML Page 102 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
जीवाजीवविचित्रवस्तुविविधाकारर्द्धिरूपादयो
रागद्वेषकृतो ऽत्र मोहवशतो
द्रष्टाः श्रुताः सेविताः
जातास्ते द्रढबन्धनं चिरमतो दुःखं तवात्मन्निदं
नूनं जानत एव किं बहिरसावद्यापि धीर्धावति ।।१४७।।
અનુવાદ : હે આત્મન્! અહીં જે જીવ અને અજીવરૂપ વિચિત્ર વસ્તુઓ,
અનેક પ્રકારના આકાર, ૠદ્ધિઓ અને રૂપ આદિ રાગ-દ્વેષ ઉત્પન્ન કરનાર છે. તે
તેમને મોહને વશ થઈને જોયા છે, સાંભળ્યા છે તથા તેમનું સેવન પણ કર્યું છે. તેથી
તેઓ તારા માટે ચિરકાળથી દ્રઢ બંધનરૂપ થયા છે કે જેથી તને દુઃખ ભોગવવું પડે
છે. આ બધું જાણવા છતાં પણ તારી તે બુદ્ધિ આજે ય કેમ બાહ્ય પદાર્થો તરફ
દોડી રહી છે? ૧૪૭.
(शार्दूलविक्रीडित)
भिन्नोऽहं वपुषो बहिर्मलंकृतान्नानाविकल्पौघतः
शब्दादेश्च चिदेकमूर्तिरमलः शान्तः सदानन्दभाक्
इत्यास्था स्थिरचेतसो द्रढतरं साम्यादनारम्भिणः
संसाराद्भयमस्ति किं यदि तदप्यन्यत्र कः प्रत्ययः ।।१४८।।
અનુવાદ : હું બાહ્ય મળથી (રજવીર્યથી) ઉત્પન્ન થયેલા આ શરીરથી,
અનેક પ્રકારના વિકલ્પોના સમુદાયથી તથા શબ્દાદિકથી પણ ભિન્ન છું. સ્વભાવથી
હું ચૈતન્યરૂપ, અદ્વિતીય શરીરથી સંપન્ન, કર્મમળ રહિત, શાન્ત અને સદા આનંદનો
ઉપભોક્તા છું. આ પ્રકારના શ્રદ્ધાનથી જેનું ચિત્ત સ્થિરતા પામી ગયું છે તથા જે
સમતાભાવ ધારણ કરીને આરંભરહિત થઈ ગયું છે તેને સંસારનો શો ભય છે? કાંઈ
પણ નહિ. અને જો ઉપર્યુક્ત દ્રઢ શ્રદ્ધાન હોવા છતાં પણ સંસારનો ભય છે તો પછી
બીજે ક્યાં વિશ્વાસ કરી શકાય? ક્યાંય નહિ. ૧૪૮.
(शार्दूलविक्रीडित)
किं लोकेन किमाश्रयेण किमथ द्रव्येण कायेन किं
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि

Page 77 of 378
PDF/HTML Page 103 of 404
single page version

background image
सर्वे पुद्गलपर्यया बत परे त्वत्तः प्रमत्तो भवन्-
नात्मन्नेभिरभिश्रयस्यति तरामालेन किं बन्धनम्
।।१४९।।
અનુવાદ : હે આત્મન્! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્ચર્યનું શું પ્રયોજન
છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે?
ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે
શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈપણ પ્રયોજન નથી કારણ કે તે બધી
પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાદને વશ થઈને વ્યર્થ જ
આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે. ૧૪૯.
(अनुष्टुप)
सतताभ्यस्तभोगानामप्यसत्सुखमात्मजम्
अप्यपूर्वं सदित्यास्था चित्ते यस्य स तत्त्ववित् ।।१५०।।
અનુવાદ : જે જીવોએ નિરંતર ભોગોનો અનુભવ કર્યો છે તેમનું તે ભોગોથી
ઉત્પન્ન થયેલું સુખ અવાસ્તવિક (કલ્પિત) છે પરંતુ આત્માથી ઉત્પન્ન સુખ અપૂર્વ
અને સમીચીન છે; એવો જેના હૃદયમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે તે તત્ત્વજ્ઞ છે. ૧૫૦.
(पृथ्वी)
प्रतिक्षणमयं जनो नियतमुग्रदुःखातुरः
क्षुधादिभिरभिश्रयंस्तदुपशान्तये ऽन्नादिकम्
तदेव मनुते सुखं भ्रमवशाद्यदेवासुखं
समुल्लसति कच्छुकारुजि यथा शिखिस्वेदनम्
।।१५१।।
અનુવાદ : આ પ્રાણી સમયે સમયે ક્ષુધાતૃષા આદિ દ્વારા અત્યંત તીવ્ર દુઃખથી
વ્યાકુળ થઈને તેમને શાન્ત કરવા માટે અન્ન અને પાણી આદિનો આશ્રય લે છે અને
તેને જ ભ્રમ વશે સુખ માને છે. પરંતુ વાસ્તવમાં તે દુઃખ જ છે. આ સુખની કલ્પના
આ જાતની છે જેમ કે ખુજલીના રોગમાં અગ્નિના શેકથી થતું સુખ. ૧૫૧.
(शार्दूलविक्रीडित)
आत्मा स्वं परमीक्षते यदि समं तेनैव संचेष्टते
तस्मायेव हितस्ततो ऽपि च सुखी तस्यैव संबन्धभाक्

Page 78 of 378
PDF/HTML Page 104 of 404
single page version

background image
तस्मिन्नेव गतो भवत्यविरतानन्दामृताम्भोनिधिः
किंचान्यत्सकलोपदेशनिवहस्यैतद्रहस्यं परम्
।।१५२।।
અનુવાદ : જો આત્મા પોતાની જાતને ઉત્કૃષ્ટ દેખે, તેની સાથે ક્રીડા કરે,
તેના જ માટે હિતસ્વરૂપ રહે, તેનાથી જ તે સુખી થાય, તેનો જ સંબંધ તે પામે
અને તેમાં જ તે સ્થિત થાય; તો તે આનંદરૂપ અમૃતનો સમુદ્ર બની જાય છે.
અધિક શું કહેવુ? સમસ્ત ઉપદેશોનું કેવળ આ જ રહસ્ય છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે બાહ્ય સર્વ પદાર્થોથી મમત્વબુદ્ધિ છોડીને
એક માત્ર પોતાના આત્મામાં લીન થવાથી અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે અવસ્થામાં કર્તા કર્મ
આદિ કારકોનો કાંઈ પણ ભેદ રહેતો નથી
તે જ આત્મા કર્તા અને તે જ કર્મ આદિ સ્વરૂપ
હોય છે. એ જ કારણે ગ્રન્થકર્તાએ આ શ્લોકમાં ક્રમશઃ તેના માટે સાતે વિભક્તિઓ (आत्मा,
स्वम्, तेन, तस्मै, ततः, तस्य, तस्मिन् ) ઉપયોગ કર્યો છે. ૧૫૨.
(आर्या)
परमानन्दाब्जरसं सकलविकल्पान्यसुमनसस्त्यक्त्वा
योगी स यस्य भजते स्तिमितान्तःकरणषट्चरणः ।।१५३।।
અનુવાદ : જેનો શાન્ત અંતઃકરણરૂપી ભ્રમર સમસ્ત વિકલ્પોરૂપ અન્ય
પુષ્પોને છોડીને કેવળ ઉત્કૃષ્ટ આનંદરૂપ કમળના રસનું સેવન કરે છે તે યોગી કહેવાય
છે. ૧૫૩.
(शार्दूलविक्रीडित)
जायन्ते विरसा रसा विघटते गोष्ठीकथाकौतुकं
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च
जोषं वागपि धारयत्यविरतानन्दात्मशुद्धात्मनः
चिन्तायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम्
।।१५४।।
અનુવાદ : નિત્ય આનંદસ્વરૂપ શુદ્ધ આત્માનો વિચાર કરતાં રસ નીરસ થઈ
જાય છે, પરસ્પરના સંલાપરૂપ કથાનું કુતૂહલ નષ્ટ થઈ જાય છે, વિષય નષ્ટ થઈ
જાય છે, શરીરના વિષયમાં પણ પ્રેમ રહેતો નથી, વચન પણ મૌન ધારણ કરી લે
છે તથા મન દોષો સાથે મૃત્યુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે . ૧૫૪.

Page 79 of 378
PDF/HTML Page 105 of 404
single page version

background image
(स्रग्धरा)
आत्मैकः सोपयोगो मम किमपि ततो नान्यदस्तीति चिन्ता-
भ्यासास्ताशेषवस्तोः स्थितपरममुदा यद्गतिर्नो विकल्पे
ग्रामे वा कानने वा जनजनितसुखे निःसुखे वा प्रदेशे
साक्षादाराधना सा श्रुतविशदमतेर्बाह्यमन्यत्समस्तम्
।।१५५।।
અનુવાદ : ઉપયોગ (જ્ઞાન-દર્શન) યુક્ત એક આત્મા જ મારો છે, તેના
સિવાય બીજું કાંઈ પણ મારું નથી; આ જાતના વિચારના અભ્યાસથી સમસ્ત બાહ્ય
પદાર્થો તરફથી જેનો મોહ હટી ગયો છે તથા જેની બુદ્ધિ આગમના અભ્યાસથી નિર્મળ
થઈ ગઈ છે એવા સાધુ પુરુષના મનની પ્રવૃત્તિ વિકલ્પોમાં હોતી નથી. તે ગ્રામ અને
વનમાં તથા પ્રાણી માટે સુખ ઉત્પન્ન કરનારા સ્થાનમાં અને તે સુખ રહિત સ્થાનમાં
પણ સમબુદ્ધિ રહે છે અર્થાત્ ગ્રામ અને સુખયુક્ત સ્થાનમાં તે હર્ષિત થતો નથી
તથા એનાથી વિપરીત વન અને દુઃખયુક્ત સ્થાનમાં તે ખેદ પણ પામતો નથી. આને
જ સાક્ષાત્ આરાધના કહેવામાં આવે છે, બીજું બધું બાહ્ય છે. ૧૫૫.
(शार्दूलविक्रीडित)
यद्यन्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
यद्यन्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
।।१५६।।
અનુવાદ : જો ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ હોય તો પછી વ્યર્થના બાહ્ય
તપથી કાંઈ પ્રયોજન નથી અને જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો
પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો
અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્યમાં તપથી શું
પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય
વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? અર્થાત્
કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મસન્મુખ હોય તો ઇષ્ટ

Page 80 of 378
PDF/HTML Page 106 of 404
single page version

background image
પ્રયોજન એટલા માત્રથી જ સિદ્ધ થઈ જાય છે, પછી તેને માટે બાહ્ય તપશ્ચરણની કાંઈ પણ
આવશ્યકતા નથી રહેતી. પરંતુ ઉક્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મોન્મુખ ન હોતાં જો બાહ્ય પદાર્થો તરફ
જઈ રહી હોય તો બાહ્ય તપ કરવા છતાં પણ યથાર્થ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી આ
અવસ્થામાં પણ બાહ્ય તપ વ્યર્થ જ ઠરે છે. એ જ રીતે જો અંતરંગમાં અને બાહ્યમાં પર વસ્તુ
પ્રત્યે અનુરાગ રહ્યો ન હોય તો બાહ્ય તપનું પ્રયોજન આ સમતાભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે,
તેથી તેની આવશ્યકતા રહેતી નથી. અને જો અંતરંગ અને બાહ્યમાં પરપદાર્થો પ્રત્યેનો અનુરાગ
હટ્યો ન હોય તો ચિત્ત રાગ-દ્વેષથી દૂષિત કહેવાને કારણે બાહ્ય તપનું આચરણ કરવા છતાં પણ
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. તેથી આ અવસ્થામાં પણ બાહ્ય તપની આવશ્યકતા રહેતી
નથી. તાત્પર્ય એ છે કે બાહ્ય તપશ્ચરણ પહેલાં ઇન્દ્રિયદમન, રાગ-દ્વેષનું શમન અને મન, વચન
તથા કાયાની સરળ પ્રવૃત્તિ થવી અત્યાવશ્યક છે. એ થતાં જ તે બાહ્ય તપશ્ચરણ સાર્થક થઈ શકશે,
અન્યથા તેની નિરર્થકતા અનિવાર્ય છે. ૧૫૬.
(शार्दूलविक्रीडित)
शुद्धं वागतिवर्तितत्त्वमितरद्वाच्यं च तद्वाचकं
शुद्धादेश इति प्रभेदजनकं शुद्धेतरत्कप्लितम्
तत्राद्यं श्रवणीयमेव सुद्रशा शेषद्वयोपायतः
सापेक्षा नयसंहतिः फलवती संजायते नान्यथा ।।१५७।।
અનુવાદ : શુદ્ધ તત્ત્વ વચન અગોચર છે, એનાથી વિપરીત અશુદ્ધ તત્ત્વ
વચન ગોચર છે અર્થાત્ શબ્દ દ્વારા કહી શકાય છે. શુદ્ધ તત્ત્વને જે ગ્રહણ કરે
છે તે શુદ્ધાદેશ કહેવાય છે અને જે ભેદને પ્રગટ કરે છે તે શુદ્ધથી ઇતર અર્થાત્
અશુદ્ધનય કલ્પિત કરાયો છે. સમ્યગ્દ્રષ્ટિએ શેષ બે ઉપાયોમાંથી પ્રથમ શુદ્ધ તત્ત્વનો
આશ્રય લેવો જોઈએ. બરાબર છે
નયોનો સમુદાય પરસ્પર સાપેક્ષ હોવાથી જ
પ્રયોજનભૂત થાય છે. પરસ્પરની અપેક્ષા ન કરવાથી તે નિષ્ફળ જ રહે છે. ૧૫૭.
(शार्दूलविक्रीडित)
ज्ञानं दर्शनमव्यशेषविषयं जीवस्य नार्थान्तरं
शुद्धादेशविवक्षया स हि ततश्चिद्रूप इच्युच्यते
पर्यायैश्च गुणैश्च साधु विदिते तस्मिन् गिरा सद्गुरो-
र्ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः
।।१५८।।

Page 81 of 378
PDF/HTML Page 107 of 404
single page version

background image
અનુવાદ : શુદ્ધનયની અપેક્ષાએ સમસ્ત પદાર્થોનો વિષય કરનાર જ્ઞાન અને
દર્શન જ જીવનું સ્વરૂપ છે જે તે જીવથી પૃથક્ નથી. આથી ભિન્ન બીજું કોઈ જીવનું
સ્વરૂપ હોઈ શકતું નથી. માટે તે ‘ચિદ્રૂપ’ અર્થાત્ ચેતનસ્વરૂપ એમ કહેવાય છે. ઉત્તમ
ગુરુના ઉપદેશથી પોતાના ગુણો અને પર્યાયો સાથે તે જ્ઞાન-દર્શન સ્વરૂપ જીવને સારી
રીતે જાણી લેતાં યોગીઓએ શું નથી જાણ્યું, શું નથી દેખ્યું અને શું નથી પ્રાપ્ત કર્યું?
અર્થાત્ ઉપર્યુક્ત જીવનું સ્વરૂપ જાણી લેતાં બીજું બધું જ જાણી લીધું, જોઈ લીધું
અને પ્રાપ્ત કરી લીધું છે એમ સમજવું જોઈએ. ૧૫૮.
(शार्दूलविक्रीडित)
यन्नान्तर्न बहिः स्थितं न च दिशि स्थूलं न सूक्ष्मं पुमान्
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम्
कर्मस्पर्शशरीरगन्धगणनाव्याहारवर्णोज्झितं
स्वच्छं ज्ञान
द्रगेकमूर्ति तदहं ज्योतिः परं नापरम् ।।१५९।।
અનુવાદ : હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું જે ન અંદર સ્થિત છે, ન બહાર
સ્થિત છે, ન દિશામાં સ્થિત છે, ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, ન પુરુષ છે, ન સ્ત્રી
છે, ન નપુંસક છે, ન ગુરુ છે, ન લઘુ છે; તથા જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના,
શબ્દ અને વર્ણ રહિત થઈને નિર્મળ અને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર ધારણ કરે
છે. એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી. ૧૫૯.
(शार्दूलविक्रीडित)
जानन्ति स्वयमेव यद्विमनसश्चिद्रूपमानन्दवत्
प्रोच्छिन्ने यदनाद्यमन्दमसकृन्मोहान्धकारे हठात्
सूर्याचन्द्रमसावतीत्य यदहो विश्वप्रकाशात्मकं
तज्जीयात्सहजं सुनिष्कलमहं शब्दाभिधेयं महः
।।१६०।।
અનુવાદ : જેને અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નષ્ટ થઈ
જવાથી મનરહિત થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે, જે ચેતનસ્વરૂપ છે, આનંદસંયુક્ત
છે, અનાદિ છે, તીવ્ર છે, નિરંતર રહેનાર છે અને જે આશ્ચર્યની વાત છે કે સૂર્ય
તથા ચન્દ્રમાને પણ તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે; તે
‘अहम्’

Page 82 of 378
PDF/HTML Page 108 of 404
single page version

background image
શબ્દથી કહેવાતું શરીર રહિત સ્વાભાવિક તેજ જયવંત હો. ૧૬૦.
(वसंततिलका)
यज्जायते किमपि कर्मवशादसातं
सातं च यत्तदनुयायि विकल्पजालम्
जातं मनागपि न यत्र पदं तदेव
देवेन्द्रवन्दितमहं शरणं गतो ऽस्मि
।।१६१।।
અનુવાદ : કર્મના ઉદયથી જે કાંઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું
અનુસરણ કરનાર જે વિકલ્પ સમૂહ પણ થાય છે તે જે પદમાં જરાય રહેતો નથી,
હું દેવેન્દ્રોથી વંદિત તે જ (મોક્ષ) પદના શરણે જાઉં છું. ૧૬૧.
(शार्दूलविक्रीडित)
धिक्कान्तास्तनमण्डलं धिगमलप्रालेयरोचिः करान्
धिक्कर्पूरविमिश्रचन्दनरसं धिक् ताञ्जलादीनपि
यत्प्राप्तं न कदाचिदत्र तदिदं संसारसंतापहृत्
लग्नं चेदतिशीतलं गुरुवचोदिव्यामृतं मे हृदि
।।१६२।।
અનુવાદ : જે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું સંસારનો સંતાપ નષ્ટ કરનાર
અત્યંત શીતળ ગુરુના ઉપદેશરૂપ દિવ્ય અમૃત જો મારા હૃદયમાં સંલગ્ન છે તો પછી
પત્નીના સ્તનમંડળને ધિક્કાર છે, નિર્મળ ચંદ્રમાના કિરણોને ધિક્કાર છે, કપૂર મિશ્રિત
ચંદનરસને ધિક્કાર છે તથા અન્ય જળ આદિ શીતળ વસ્તુઓને પણ ધિક્કાર છે.
વિશેષાર્થ : સ્ત્રીનું સ્તનમંડળ, ચંદ્રકિરણ, કપૂર સાથે મળેલો ચંદનરસ, અને બીજા પણ
જે જળ આદિ શીતળ પદાર્થો લોકમાં દેખવામાં આવે છે તે બધા પ્રાણીના બાહ્ય શારીરિક સંતાપને
જ થોડા સમય માટે દૂર કરી શકે છે, નહિ કે અભ્યંતર સંસાર સંતાપને. તે સંસાર સંતાપને જો
કોઈ દૂર કરી શકે તો તે સદ્ગુરુના વચન જ દૂર કરી શકે છે. અમૃત સમાન અતિશય શીતળતા
ઉત્પન્ન કરનાર જો તે ગુરુનો દિવ્ય ઉપદેશ પ્રાણીને પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી લોકમાં શીતળ
ગણાતા તે સ્ત્રીનાં સ્તનમંડળ આદિને ધિક્કાર છે, કારણ કે આ બધા પદાર્થ તે સંતાપ નષ્ટ કરવામાં
સર્વથા અસમર્થ છે. ૧૬૨.

Page 83 of 378
PDF/HTML Page 109 of 404
single page version

background image
(मन्दाक्रान्ता)
जित्वा मोहमहाभटं भवपथे दत्तोग्रदुःखश्रमे
विश्रान्ता विजनेषु योगिपथिका दीर्घे चरन्तः क्रमात्
प्राप्ता ज्ञान धनाश्चिरादभिमतस्वात्मोपलम्भालयं
नित्यानन्दकलत्रसंगसुखिनो ये तत्र तेभ्यो नमः
।।१६३।।
અનુવાદ : અત્યંત તીવ્ર દુઃખ અને પરિશ્રમ ઉત્પન્ન કરનાર લાંબા સંસારના
માર્ગમાં ક્રમશઃ ગમન કરનાર જે યોગીરૂપ પથિક મોહરૂપી મહાન યોદ્ધાને જીતીને એકાન્ત
સ્થાનમાં વિશ્રામ પામે છે. ત્યાર પછી જે જ્ઞાનરૂપી ધનથી સંપન્ન થયા થકા
સ્વાત્મોપલબ્ધિના સ્થાનભૂત પોતાના ઇષ્ટ સ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થઈને ત્યાં અવિનશ્વર-
સુખ (મુક્તિ) રૂપી સ્ત્રીનાં સંગથી સુખી થઈ જાય છે તેમને નમસ્કાર હો. ૧૬૩.
(स्रग्धरा)
इत्यादिर्धर्म एषः क्षितिपसुरसुखानर्ध्यमाणिक्यकोशः
पाथो दुःखानलानां परमपदलसत्सौधसोपानराजिः
एतन्माहात्म्यमीशः कथयति जगतां केवली साध्वधीता
सर्वस्मिन् वाङ्मये ऽथ स्मरति परमहो मा
द्रशस्तस्य नाम ।।१६४।।
અનુવાદ : ઇત્યાદિ (ઉપર્યુક્ત) આ ધર્મ, રાજા અને દેવોના સુખરૂપ અમૂલ્ય
રત્નોનો ખજાનો છે, દુઃખરૂપ અગ્નિને શાંત કરવા માટે જળ સમાન છે તથા ઉત્તમ
પદ અર્થાત્ મોક્ષરૂપ મહેલની સીડીઓની પંક્તિ સમાન છે. તેના મહિમાનું વર્ણન
તે કેવળી જ કરી શકે છે જે ત્રણે લોકના અધિપતિ હોવાથી સમસ્ત આગમમાં નિષ્ણાત
છે. મારા જેવો અલ્પજ્ઞ મનુષ્ય તો કેવળ તેનું નામસ્મરણ કરે છે. ૧૬૪.
(शार्दूलविक्रीडित)
शाश्वज्जन्मजरान्तकालविलसद्दुःखौघसारीभवत्-
संसारोग्रमहारुजोपहृतये ऽनन्तप्रमोदाय च
एतद्धर्मरसायनं ननु बुधाः कर्तुं मतिश्चेत्तदा
मिथ्यात्वाविरतिप्रमादनिकरक्रोधादि संत्यज्यताम्
।।१६५।।

Page 84 of 378
PDF/HTML Page 110 of 404
single page version

background image
અનુવાદ : હે વિદ્વાનો! નિરંતર જન્મ, જરા અને મરણરૂપ દુઃખોના સમૂહમાં
સારભૂત એવા સંસારરૂપ તીવ્ર મહારોગને દૂર કરીને અનંત સુખ પ્રાપ્ત કરવા માટે
જો આપની આ ધર્મરૂપી રસાયણ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તો મિથ્યાત્વ, અવિરતિ
અને પ્રમાદના સમૂહનો તથા ક્રોધાદિ કષાયોનો પરિત્યાગ કરો. ૧૬૫.
(शार्दूलविक्रीडित)
नष्टं रत्नमिवाम्बुधौ निधिरिव प्रभ्रष्टदृष्टेर्यथा
योगो यूपशलाकयोश्च गतयोः पूर्वापरौ तोयधी
संसारे ऽत्र तथा नरत्वमसकृद्दुःखप्रदे दुर्लभं
लब्धे तत्र च जन्म निर्मलकुले तत्रापि धर्मे मतिः
।।१६६।।
અનુવાદ : જેમ સમુદ્રમાં વિલીન થયેલા રત્નનું ફરીથી પ્રાપ્ત થવું દુર્લભ છે.
આંધળાને નિધિ મળવાનું દુર્લભ છે તથા જુદી જુદી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત
થયેલ યૂપ (યજ્ઞમાં પશુને બાંધવાનું લાકડું) અને શલાકા (યજ્ઞમાં ખોડવામાં આવેલી
ખીલી) નો ફરી સંયોગ થવો દુર્લભ છે; તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ
સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત્ આ
મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ પણ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ
ધર્મમાં બુદ્ધિ લાગવી, એ ઘણું જ દુર્લભ છે. ૧૬૬.
(शार्दूलविक्रीडित)
न्यायादन्धकवर्तकीयकजनाख्यानस्य संसारिणां
प्राप्तं वा बहुकल्पकोटिभिरिदं कृच्छ्रान्नरत्वं यदि
मिथ्यादेवगुरूपदेशविषयव्यामोहनीचान्वय-
प्रायैः प्राणभृतां तदेव सहसा वैफल्यमागच्छति
।।१६७।।
અનુવાદ : સંસારી પ્રાણીઓને આ મનુષ્ય પર્યાય ‘अन्धकवर्तकीयक’ રૂપ જન
આખ્યાનના ન્યાયે કરોડો કલ્પ કાળોમાં મહા કષ્ટે પ્રાપ્ત થઈ છે, અર્થાત્ જેવી રીતે
આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે આ મનુષ્ય
પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્પકાળમાં કોઈ પ્રકારે

Page 85 of 378
PDF/HTML Page 111 of 404
single page version

background image
પ્રાપ્ત પણ થઈ ગઈ તો તે મિથ્યા દેવ અને મિથ્યા ગુરુના ઉપદેશ, વિષય અનુરાગ
અને નીચ કુળમાં ઉત્પત્તિ આદિ દ્વારા સહસા નિષ્ફળ જાય છે. ૧૬૭.
(वसंततिलका)
लब्धे कथं कथमपीह मनुष्यजन्म-
न्यङ्ग प्रसंगवशतो हि कुरु स्वकार्यम्
प्राप्तं तु कामपि गतिंकुमते तिरश्चां
कस्त्वां भविष्यति विबोधयितुं समर्थः
।।१६८।।
અનુવાદ : હે દુર્બુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્ય જન્મ
પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (આત્મહિત) કરી લે. નહિ
તો જો તું મરીને કોઈ તિર્યંચ પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ
સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. ૧૬૮.
(शार्दूलविक्रीडित)
जन्म प्राप्य नरेषु निर्मलकुले क्लेशान्मतेः पाटवं
भक्तिं जैनमते कथं कथमपि प्रागर्जितश्रेयसः
संसारार्णवतारकं सुखकरं धर्मं न ये कुर्वते
हस्तप्राप्तमनर्ध्यरत्नमपि ते मुञ्चन्ति दुर्बुद्धयः
।।१६९।।
અનુવાદ : જે મનુષ્યો મનુષ્ય પર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક
બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઈપણ પ્રકારે
જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રનો પાર
કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતા નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો
હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૧૬૯.
(शार्दूलविक्रीडित)
तिष्ठत्या युरतीव दीर्घमखिलान्यङ्गानि दूरं द्रढा-
न्येषा श्रीरपि मे वशं गतवती किं व्याकुलत्वं मुधा
आयत्यां निरवग्रहो गतवया धर्मं करिष्ये भरा-
दित्येवं बत चिन्तयन्नपि जडो यात्यन्तकग्रासताम्
।।१७०।।

Page 86 of 378
PDF/HTML Page 112 of 404
single page version

background image
અનુવાદ : મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હાથ પગ વગેરે બધા અવયવો ખૂબ
મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે
થાઉં? ઉત્તર કાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિંત થઈને ખૂબ ધર્મ
કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો
કોળિયો બની જાય છે. ૧૭૦
(आर्या)
पलितैकदर्शनादपि सरति सतश्चित्तमाशु वैराग्यम्
प्रतिदिनमितरस्य पुनः सह जरया वर्धते तृष्णा ।।१७१।।
અનુવાદ : સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્વેત) વાળ દેખવાથી જ શીઘ્ર
વૈરાગ્ય પામી જાય છે. પરંતુ એનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન
વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ
તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૧૭૧.
(मन्दाक्रान्ता)
आजातेर्नस्त्वमसि दयिता नित्यमासन्नगासि
प्रौढास्याशे किमथ बहुना स्त्रीत्वमालम्बितासि
अस्मत्केशग्रहणमकरोदग्रतस्ते जरेयं
मर्षस्येतन्मम च हतके स्नेहलाद्यापि चित्रम्
।।१७२।।
અનુવાદ : હે તૃષ્ણા! તું અમને જન્મથી માંડીને જ પ્રિય છો, સદા પાસે
રહેનારી છો, અને વૃદ્ધિ પામેલી છો. ઘણું શું કહીએ? તું અમારી પત્નીની અવસ્થાને
પામી છો. આ જરા (ઘડપણ) રૂપ બીજી સ્ત્રી તારી સામે જ અમારા વાળ પકડી
ચૂકી છે. હે ઘાતક તૃષ્ણા! તું મારા આ વાળ ગ્રહણરૂપ અપમાનને સહન કરતી થકી
આજે પણ સ્નેહ રાખનાર બની રહો છો એ આશ્ચર્યની વાત છે.
વિશેષાર્થ : લોકમાં જોવામાં આવે છે કે જો કોઈ પુરુષ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ
કરે છે તો ચિરકાળથી પ્રેમ કરનારી પણ તેની સ્ત્રી તેના તરફ વિરક્ત થઈ જાય છેતેને છોડી
દે છે. પણ ખેદની વાત છે કે તે તૃષ્ણારૂપ સ્ત્રી પોતાના પ્રિયતમને અન્ય જરારૂપ નારીમાં આસક્ત
જોવા છતાં પણ તેને છોડતી નથી અને તેના પ્રત્યે અનુરાગ જ કરે છે. તાત્પર્ય એ છે કે વૃદ્ધાવસ્થા
પ્રાપ્ત થતાં પુરુષનું શરીર શિથિલ થઈ જાય છે અને સ્મૃતિ પણ ક્ષીણ થઈ જાય છે. છતાં પણ

Page 87 of 378
PDF/HTML Page 113 of 404
single page version

background image
તે વિષયતૃષ્ણા છોડીને આત્મહિતમાં પ્રવૃત્ત થતો નથી, એ કેટલા ખેદની વાત છે. ૧૭૨.
(वसंततिलका)
रङ्कायते परिद्रढोऽपि द्रढोऽपि मृत्यु-
मभ्येति दैववशतः क्षणतोऽत्र लोके
तत्कः करोति मदमम्बुजपत्रवारि-
बिन्दूपमैर्धनकलेवरजीविताद्यैः
।।१७३।।
અનુવાદ : અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા
પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદયથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે.એવી
અવસ્થામાં ક્યો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન વિનાશ પામનાર
ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ
પદાર્થોના વિષયમાં વિવેકી જન કદી પણ અભિમાન કરતા નથી. ૧૭૩.
(शार्दूलविक्रीडित)
प्रातर्दर्भदलाग्रकोटिघटितावश्यायबिन्दूत्कर-
प्रायाः प्राणधनाङ्गजप्रणयिनीमित्रादयो देहिनाम्
अक्षाणां सुखमेतदुग्रविषवद्धर्मं विहाय स्फु टं
सर्वं भङ्गुरमत्र दुःखदमहो मोहः करोत्यन्यथा
।।१७४।।
અનુવાદ : પ્રાણીઓના પ્રાણ, ધન, પુત્ર, સ્ત્રી અને મિત્ર આદિ પ્રાતઃકાળમાં
દર્ભ ઘાસના પાંદડાની અણી ઉપર રહેલ ઝાકળના ટીપાઓ સમાન અસ્થિર છે. આ
ઇન્દ્રિયજન્ય સુખ તીક્ષ્ણ વિષ સમાન પરિણામે દુઃખદાયક છે. તેથી એ સ્પષ્ટ છે કે
અહીં ધર્મ સિવાય અન્ય સર્વ પદાર્થો વિનશ્વર અને કષ્ટદાયક છે પરંતુ આશ્ચર્ય છે
કે આ સંસારી પ્રાણી મોહવશ થઈને આ વિનશ્વર પદાર્થોને સ્થિર માનીને તેમાં
અનુરાગ કરે છે અને સ્થાયી ધર્મને ભૂલી જાય છે. ૧૭૪.
(शार्दूलविक्रीडित)
तावद्वल्गति वैरिणां प्रति चमूस्तावत्परं पौरुषं
तीक्ष्णस्तावदसिर्भुजौ
द्रढतरौ तावच्च कोपोद्गमः

Page 88 of 378
PDF/HTML Page 114 of 404
single page version

background image
भूपस्यापि यमो न यावददयः क्षुत्पीडितः सन्मुखं
धावत्यन्तरिदं विचिन्त्य विदुषा तद्रोधको मृग्यते
।।१७५।।
અનુવાદ : જ્યાં સુધી ભૂખથી પિડાયેલ નિર્દય યમરાજ (મૃત્યુ) સામે આવતા
નથી ત્યાં સુધી રાજાની પણ સેના શત્રુઓ ઉપર આક્રમણ કરવા પ્રસ્થાન કરે છે,
ત્યાં સુધી ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ રહે છે, ત્યાં સુધી તીક્ષ્ણ તરવાર પણ સ્થિર રહે છે,
ત્યાં સુધી બન્ને હાથ પણ અતિશય દ્રઢ રહે છે અને ત્યાં સુધી ક્રોધ પણ ઉદય
પામે છે. આમ વિચાર કરીને વિદ્વાન પુરુષ ઉક્ત યમરાજનો નિગ્રહ કરનાર તપ
આદિની ખોજ કરે છે. ૧૭૫.
(मालिनी)
रतिजलरममाणो मृत्युकैवर्तहस्त-
प्रसृतधनजरोरुप्रोल्लसज्जालमध्ये
निकटमपि न पश्यत्यापदां चक्रमुग्रं
भवसरसि वराको लोकमीनौघ एषः
।।१७६।।
અનુવાદ : જેની મધ્યમાં મૃત્યુરૂપી નાવિકે પોતાને હાથે સઘન જરારૂપી
વિસ્તૃત જાળ ફેલાવી દીધી છે એવા સંસારરૂપી સરોવરમાં રાગરૂપી જળમાં રમણ
કરનાર આ બિચારા જનરૂપી માછલીઓનો સમુદાય સમીપમાં આવેલી મહાન
આપત્તિઓનો સમૂહ દેખતો નથી. ૧૭૬.
(शार्दूलविक्रीडित)
क्षुद्भुक्तेस्तृडपीह शीतलजलाद्भूतादिका मन्त्रतः
सामादेरहितो गदाद्गदगणः शान्तिं नृभिर्नीयते
नो मृत्युस्तु सुरैरपीति हि मृते मित्रे ऽपि पुत्रे ऽपि वा
शोको न क्रियते बुधैः परमहो धर्मस्ततस्तज्जयः
।।१७७।।
અનુવાદ : સંસારમાં મનુષ્ય ભોજનથી ક્ષુધાને, જળથી તરસને, મંત્રથી ભૂત
પિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાન્ત
કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાન્ત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને
વિદ્વાન્ મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું

Page 89 of 378
PDF/HTML Page 115 of 404
single page version

background image
જ આચરણ કરે છે અને તેનાથી જ તે મત્યુ ઉપર વિજય મેળવે છે. ૧૭૭.
(मन्दाक्रान्ता)
त्यक्त्वा दूरं विधुरपयसो दुर्गतिक्लिष्टकृच्छ्रान्
लब्ध्वानन्दं सुचिरममरश्रीसरस्यां रमन्ते
एत्यैतस्या नृपपदसरस्यक्षयं धर्मपक्षा
यान्त्येतस्मादपि शिवपदं मानसं भव्यहंसा
।।१७८।।
અનુવાદ : ધર્મરૂપી પાંખો ધારણ કરનાર ભવ્ય જીવરૂપ હંસ નરકાદિક
દુર્ગતિઓના ક્લેશયુક્ત દુઃખોરૂપ પાણી વિનાના જળાશયોને દૂરથી જ છોડીને
આનંદપૂર્વક દેવોની લક્ષ્મીરૂપ સરોવરમાં ચિરકાળ સુધી રમણ કરે છે. ત્યાંથી આવીને
તેઓ રાજ્યપદ રૂપ સરોવરમાં રમણ કરે છે. અંતે તેઓ ત્યાંથી પણ નીકળીને
અવિનશ્વર મોક્ષપદરૂપી માનસ સરોવરને પ્રાપ્ત કરે છે.
વિશેષાર્થ : જેમ ઉત્તમ, પુષ્ટ પાંખોવાળા હંસ પક્ષી જળથી ખાલી થયેલા જળાશયો છોડી
દઈને કોઈ અન્ય સરોવરમાં ચાલ્યા જાય છે અને પછી અંતે તેને પણ છોડી માનસ સરોવરમાં
જઈ પહોંચે છે તેવી જ રીતે ધર્માત્મા ભવ્યજીવ તે ધર્મના પ્રભાવથી નરકાદિ દુર્ગતિઓના કષ્ટથી
બચીને ક્રમશઃ દેવપદ અને રાજપદના સુખ ભોગવતા થકા અંતે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. ૧૭૮.
(शार्दूलविक्रीडित)
जायन्ते जिनचक्रवर्तिबलभृद्भोगीन्द्रकृष्णादयो
धर्मादेव दिगङ्गनाङ्गविलसच्छश्वद्यशश्चन्दनाः
तद्धीना नरकादियोनिषु नरा दुःखं सहन्ते ध्रुवं
पापेनेति विजानता किमिति नो धर्मः सता सेव्यते
।।१७९।।
અનુવાદ : જેમનું યશરૂપી ચંદન સદા દિશાઓરૂપ સ્ત્રીઓના શરીરમાં
સુશોભિત રહે છે અર્થાત્ જેમની કીર્તિ સમસ્ત દિશાઓમાં ફેલાયેલી છે એવા
તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, નાગેન્દ્ર અને કૃષ્ણ (નારાયણ) આદિ પદ ધર્મથી જ
પ્રાપ્ત થાય છે. ધર્મ રહિત મનુષ્ય નિશ્ચયથી પાપના પ્રભાવથી નરકાદિક
દુર્ગતિઓમાં દુઃખ સહન કરે છે. આ વાતને જાણતા થકા સજ્જન પુરુષ ધર્મની
આરાધના કેમ નથી કરતા? ૧૭૯.

Page 90 of 378
PDF/HTML Page 116 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
स स्वर्गः सुखरामणीयकपदं ते ते प्रदेशाः पराः
सारा सा च विमानराजिरतुलप्रेङ्खत्पताकापटा
ते देवाश्च पदातयः परिलसत्तन्नन्दनं ताः स्त्रियः
शक्रत्वं तदनिन्द्यमेतदखिलं धर्मस्य विस्फू र्जितम्
।।१८०।।
અનુવાદ : સુખ વડે રમણીયપણું પામેલ તે સ્વર્ગનું પદ, તે તે ઉત્કૃષ્ટ
સ્થાન, લહેરાતા અનુપમ ધ્વજવસ્ત્રોથી સુશોભિત તે શ્રેષ્ઠ વિમાનપંક્તિ, તે દેવ, તે
પાયદળ સૈનિકો, શોભાયમાન તે નંદનવન, તે સ્ત્રીઓ તથા તે અનિન્દ્ય ઇન્દ્રપદ;
આ બધું ધર્મના પ્રકાશમાં પ્રાપ્ત થાય છે. ૧૮૦.
(शार्दूलविक्रीडित)
यत्षट्खण्डमही नवोरुनिधयो द्विःसप्तरत्नानि यत्
तुङ्गा यद्द्विरदा रथाश्च चतुराशीतिश्च लक्षाणि यत्
यच्चाष्टादशकोटयश्च तुरगा योषित्सहस्त्राणि यत्
षड्युक्ता नवतिर्यदेकविभुता तद्धमि धर्मप्रभोः ।।१८१।।
અનુવાદ : છ ખંડ (પૂર્ણ ભરત, ઐરાવત અથવા કચ્છા આદિ ક્ષેત્રે) રૂપ
પૃથ્વીનો ઉપભોગ; મહાન નવનિધિ, બે વાર સાત (७×ર) અર્થાત્ ચૌદ રત્ન, ઉન્નત
ચોરાસી લાખ હાથી અને એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, છન્નુહજાર સ્ત્રીઓ
અને એક છત્ર રાજ્ય; આ જે ચક્રવર્તીપણાની સંપત્તિ પ્રાપ્ત થાય છે તે બધી
ધર્મપ્રભુના જ પ્રતાપે પ્રાપ્ત થાય છે. ૧૮૧.
(शार्दूलविक्रीडित)
धर्मो रक्षति रक्षितो ननु हतो हन्ति ध्रुवं देहिनां
हन्तव्यो न ततः स एव शरणं संसारिणां सर्वथा
धर्मः प्रापयतीह तत्पदमपि ध्यायन्ति यद्योगिनो
नो धर्मात्सुहृदस्ति नैव च सुखी नो पण्डितो धार्मिकात्
।।१८२।।
અનુવાદ : જો ધર્મની રક્ષા કરવામાં આવે તો તે પણ ધર્માત્મા પ્રાણીની

Page 91 of 378
PDF/HTML Page 117 of 404
single page version

background image
નરકાદિથી રક્ષા કરે છે. એનાથી વિપરીત જો તે ધર્મનો ઘાત કરવામાં આવે
તો તે પણ નિશ્ચયથી પ્રાણીઓનો ઘાત કરે છે અર્થાત્ તેમને નરકાદિ યોનિઓમાં
પહોંચાડે છે. તેથી ધર્મનો ઘાત ન કરવો જોઈએ કારણ કે તે સંસારી પ્રાણીઓનું
સર્વ પ્રકારે રક્ષણ કરનાર તે જ છે. ધર્મ અહીં તે (મોક્ષ) પદને પણ પ્રાપ્ત
કરાવે છે કે જેનું ધ્યાન યોગીઓ કરતા રહે છે. ધર્મ સિવાય બીજો કોઈ મિત્ર
(હિતેચ્છક) નથી તથા ધાર્મિક પુરુષની અપેક્ષાએ બીજો કોઈ ન તો સુખી હોઈ
શકે અને ન પંડિત. ૧૮૨.
(शार्दूलविक्रीडित)
नानायोनिजलौघलङ्घितदिशि क्लेशोर्मिजालाकुले
प्रोद्भुताद्भुतभूरिकर्ममकरग्रासीकृतप्राणिनि
दुःपर्यन्तगभीरभीषणतरे जन्माम्बुधौ मज्जतां
नो धर्मादपरो ऽस्ति तारक इहाश्रान्तं यतध्वं बुधाः
।।१८३।।
અનુવાદ : જેણે અનેક યોનિરૂપ જળના સમૂહથી દિશાઓનું અતિક્રમણ કરી
નાખ્યું છે, જે ક્લેશરૂપી લહેરોના સમૂહથી વ્યાપ્ત થઈ રહ્યો છે, જ્યાં પ્રાણી પ્રગટ
થયેલ આશ્ચર્યજનક અનેક કર્મરૂપી મગરોના કોળિયા બની જાય છે, જેનો પાર ઘણી
કઠિનતાથી પ્રાપ્ત કરી શકાય છે તથા જે ગંભીર અને અતિશય ભયાનક છે; એવા
જન્મરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી.
તેથી હે વિદ્વાનો! આપ નિરંતર ધર્મના વિષયમાં પ્રયત્ન કરો. ૧૮૩.
(शार्दूलविक्रीडित)
जन्मोच्चैःकुल एव संपदधिके लावण्यवारांनिधि-
र्नीरोगं वपुरादिरायुरखिलं धर्माद्ध्रुवं जायते
सा न श्रीरथवा जगत्सु न सुखं तत्ते न शुभ्रा गुणाः
यैरुत्कण्ठितमानसैरिव नरो नाश्रीयते धार्मिकः
।।१८४।।
અનુવાદ : નિશ્ચયથી ધર્મના પ્રભાવે અધિક સંપત્તિશાળી ઊંચ કુળમાં જ જન્મ
થાય છે, સૌન્દર્યરૂપી સમુદ્ર પ્રાપ્ત થાય છે, નીરોગ શરીર આદિ પ્રાપ્ત થાય છે તથા
આયુષ્ય પરિપૂર્ણ થાય છે અર્થાત્ અકાળ મરણ થતું નથી. અથવા સંસારમાં એવી
કોઈ લક્ષ્મી નથી, એવું કોઈ સુખ નથી અને એવો કોઈ નિર્મળ ગુણ નથી કે જે

Page 92 of 378
PDF/HTML Page 118 of 404
single page version

background image
ઉત્કંઠાપૂર્વક ધાર્મિક પુરુષનો આશ્રય લેતા ન હોય. અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત
સમસ્ત સુખની સામગ્રી એક માત્ર ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી જીવોએ
સદાય તે ધર્મનું આચરણ કરવું જોઈએ. ૧૮૪.
(शार्दूलविक्रीडित)
भृङ्गाः पुष्पितकेतकीमिव मृगा वन्यामिव स्वस्थलीं
नद्यः सिन्धुमिवाम्बुजाकरमिव श्वेतच्छदाः पक्षिणः
शौर्यत्यागविवेकविक्रमयशःसंपत्सहायादयः
सर्वे धार्मिकमाश्रयन्ति न हितं धर्मं विना किंचन
।।१८५।।
અનુવાદ : જેવી રીતે ભમરા ફૂલેલા કેતકી વૃક્ષનો આશ્રય લે છે, મૃગ જેવી
રીતે પોતાના જંગલી સ્થાનનો આશ્રય લે છે, નદીઓ જેવી રીતે સમુદ્રનો સહારો લે
છે અને જેવી રીતે હંસ પક્ષી સરોવરનું આલંબન લે છે; તેવી જ રીતે વીરતા, ત્યાગ,
વિવેક, પરાક્રમ, કીર્તિ, સંપત્તિ અને સહાયક આદિ બધું ધાર્મિક પુરુષનો આશ્રય લે
છે. બરાબર છે
ધર્મ સિવાય બીજું કોઈ પ્રાણીને હિતકારક નથી. ૧૮૫.
(शार्दूलविक्रीडित)
सौभागीयसि कामिनीयसि सुतश्रेणीयसि श्रीयसि
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रीयसि
यद्वानन्तसुखामृतम्बुधिपरस्थानीयसीह ध्रुवं
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्
।।१८६।।
અનુવાદ : હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઇચ્છા રાખતા હો, સુંદર
સ્ત્રીની ઇચ્છા રાખતા હો, પુત્રોની ઇચ્છા કરતા હો, લક્ષ્મીની ઇચ્છા કરતા હો,
મહેલની ઇચ્છા કરતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો,
પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન
(મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુઃખદાયક આપત્તિઓનો નાશ
કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૮૬.
(शार्दूलविक्रीडित)
संछन्नं कर्मलैर्मरावपि सरः सौधं वने ऽप्युन्नतं
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च

Page 93 of 378
PDF/HTML Page 119 of 404
single page version

background image
जायन्ते ऽपि च लेप [प्य] काष्ठघटिताः सिद्धिप्रदा देवताः
घर्मश्चेदिह वाञ्छितं तनुभृतां किं किं न संपद्यते
।।१८७।।
અનુવાદ : ધર્મના પ્રભાવથી મરુભૂમિમાં પણ કમળોથી વ્યાપ્ત સરોવર પ્રાપ્ત
થઈ જાય છે, જંગલમાં પણ ઉન્નત મહેલ બની જાય છે, પર્વતના શિખર પર પણ
આનંદોત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રત્ન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉક્ત
ધર્મના જ પ્રભાવથી ભીંત ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક
થાય છે. બરાબર છે
ધર્મ અહીં પ્રાણીઓને ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ પ્રાપ્ત કરાવતો
નથી? બધું જ પ્રાપ્ત કરાવે છે. ૧૮૭.
(वसंततिलका)
दूरादभीष्टभिगच्छति पुण्ययोगात्
पुण्याद्विना करतलस्थमपि प्रयाति
अन्यत्परं प्रभवतीह निमित्तमात्रं
पात्रं बुधा भवत निर्मलपुण्यराशेः
।।१८८।।
અનુવાદ : પુણ્યના યોગથી અહીં દૂરવર્તી ઇષ્ટ પદાર્થ પણ પ્રાપ્ત થઈ જાય
છે અને પુણ્ય વિના હાથમાં રહેલા પદાર્થ પણ ચાલ્યા જાય છે. બીજા પદાર્થ તો
કેવળ નિમિત્તમાત્ર થાય છે. તેથી હે પંડિતજનો! નિર્મળ પુણ્ય રાશિના ભાજન થાવ,
અર્થાત્ પુણ્યનું ઉપાર્જન કરો. ૧૮૮.
(शार्दूलविक्रीडित)
कोप्यन्धोऽपि सुलोचनो ऽपि जरसा ग्रस्तो ऽपि लावण्यवान्
निःप्राणोऽपि हरिर्विरूपतनुरप्याधुष्यते मन्मथः
उद्योगोज्झितचेष्टितोऽपि नितरामालिङ्ग्यते च श्रिया
पुण्यादन्यमपि प्रशस्तमखिलं जायेत यद्दुर्घटम्
।।१८९।।
અનુવાદ : પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક
થઈ જાય છે, વૃદ્ધાવસ્થા યુક્ત મનુષ્ય પણ લાવણ્યયુક્ત (સુંદર) થઈ જાય છે, નિર્બળ
પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે, વિકૃત શરીરવાળો પણ કામદેવ સમાન
સુંદર ગણવામાં આવે છે તથા ઉદ્યોગહીન ચેષ્ટાવાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે

Page 94 of 378
PDF/HTML Page 120 of 404
single page version

background image
આલિંગાય છે અર્થાત્ ઉદ્યોગ રહિત મનુષ્ય પણ અત્યંત સંપત્તિવાન્ બની જાય છે.
જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે તે બધા પુણ્યના
ઉદયથી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૯.
(शार्दूलविक्रीडित)
बन्धस्कन्धसमाश्रितां सृणिभृतामारोहकाणामलं
पृष्ठे भारसमर्पणं कृतवतां संचालनं ताडनम्
दुर्वाचं वदतामपि प्रतिदिनं सर्वं सहन्ते गजा
निःस्थाम्नां बलिनो ऽपि यत्तदखिलं दुष्टो विधिश्चेष्टते
।।१९०।।
અનુવાદ : જે મહાવત હાથીને બાંધીને તેના સ્કંધ (કાંધ) ઉપર બેસે છે,
અંકુશ ધારણ કરે છે, પીઠ ઉપર ભારે બોજો લાદે છે, સંચાલન અને તાડન કરે
છે, તથા દુષ્ટ વચનો પણ બોલે છે, એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત
દુર્વ્યવહારને પણ જે હાથી બળવાન હોવા છતાં પણ પ્રતિદિન સહન કરે છે એ
બધી દુર્દૈવની લીલા છે, અર્થાત્ એને પાપકર્મનું જ ફળ સમજવું જોઈએ. ૧૯૦.
(शार्दूलविक्रीडित)
सर्पो हारलता भवत्यसिलता सत्पुष्पदामायते
संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः
देवा यान्ति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति
।।१९१।।
અનુવાદ : ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તલવાર સુંદર
ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા
માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની
પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૯૧.
(शार्दूलविक्रीडित)
उग्रग्रीष्मरविप्रतापदहनज्वालाभितप्तश्चिरं
यः पित्तप्रकृतिर्मरौ मृदुतरः पान्थः पथा पीडितः