Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 193-198 (1. Dharmopadeshamrut),1 (2. Danopadeshana),2 (2. Danopadeshana),3 (2. Danopadeshana),4 (2. Danopadeshana),5 (2. Danopadeshana),6 (2. Danopadeshana),7 (2. Danopadeshana),8 (2. Danopadeshana),9 (2. Danopadeshana),10 (2. Danopadeshana),11 (2. Danopadeshana),12 (2. Danopadeshana),13 (2. Danopadeshana),14 (2. Danopadeshana),15 (2. Danopadeshana),16 (2. Danopadeshana),17 (2. Danopadeshana),18 (2. Danopadeshana),19 (2. Danopadeshana),20 (2. Danopadeshana),21 (2. Danopadeshana),22 (2. Danopadeshana),23 (2. Danopadeshana),24 (2. Danopadeshana),25 (2. Danopadeshana),26 (2. Danopadeshana),27 (2. Danopadeshana),28 (2. Danopadeshana),29 (2. Danopadeshana),30 (2. Danopadeshana),31 (2. Danopadeshana),32 (2. Danopadeshana),33 (2. Danopadeshana),34 (2. Danopadeshana),35 (2. Danopadeshana),36 (2. Danopadeshana); 2. Danopadeshana.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 21

 

Page 95 of 378
PDF/HTML Page 121 of 404
single page version

background image
तद् द्राग्लब्धहिमाद्रिकुञ्जरचितप्रोद्दामयन्त्रोल्लसद्-
धारावेश्मसमो हि संसृतिपथे धर्मो भवेद्देहिनः
।।१९२।।
અનુવાદ : મરુભૂમિ (મારવાડ)માં ચાલનાર જે પિત્તપ્રકૃતિવાળો સુકુમાર
મુસાફર ગ્રીષ્મ ૠતુના તીક્ષ્ણ સૂર્યના પ્રકૃષ્ટ તાપરૂપ અગ્નિની જ્વાળાથી સંતપ્ત થઈને
લાંબા સમયથી માર્ગના શ્રમથી પીડા પામ્યો છે તેને જેમ તરત જ હિમાલયની
લત્તાઓથી બનેલ અને ઉત્કૃષ્ટ ફુવારાઓથી શોભાયમાન ધારાગૃહ પ્રાપ્ત થતાં અપૂર્વ
સુખનો અનુભવ થાય છે તેવી જ રીતે સંસારમાર્ગમાં ચાલતા પ્રાણીને ધર્મથી અભૂતપૂર્વ
સુખનો અનુભવ થાય છે. ૧૯૨.
(शार्दूलविक्रीडित)
संहारोग्रसमीरसंहतिहतप्रोद्भूतनीरोल्लसत्-
तुङ्गोर्मिभ्रमितोरुनक्रमकरग्राहादिभिर्भीषणे
अम्भोधौ विधुतोग्रबाडवशिखिज्वालाकराले पत-
ज्जन्तोःखे ऽपि विमानमाशु कुरुते धर्मः समालम्बनम्
।।१९३।।
અનુવાદ : જે સમુદ્ર ઘાતક તીક્ષ્ણ વાયુ (પ્રલય પવન)ના સમૂહથી
આઘાત પામીને જળમાં ઉત્પન્ન થનાર ઉન્નત લહરીઓથી આમતેમ ઉછળતા નક્ર,
મગર અને ગ્રાહ આદિ હિંસક જળજંતુઓથી ભય ઉત્પન્ન કરનાર છે તથા કંપિત
તીક્ષ્ણ વાડવાગ્નિની જ્વાળાથી ભયાનક છે એવા તે સમુદ્રમાં પડતા જીવોને ધર્મ
શીઘ્રતાથી આકાશમાં પણ આલંબનભૂત વિમાન કરી દે છે. ૧૯૩.
(स्रग्धरा)
उह्यन्ते ते शिरोभिः सुरपतिभिरपि स्तूयमानाः सुरौधै-
र्गीयन्ते किन्नरीभिर्ललितपदलसद्गीतिभिर्भक्तिरागात्
बम्भ्रम्यन्ते च तेषां दिशि दिशि विशदाः कीर्तयः का न वा स्यात्
लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम्
।।१९४।।
અનુવાદ : જે મનુષ્ય સદા અદ્વિતીય ધર્મનો આશ્રય લે છે તેમને ઇન્દ્રો

Page 96 of 378
PDF/HTML Page 122 of 404
single page version

background image
પણ મસ્તક ઉપર ધારણ કરે છે, દેવોનો સમૂહ તેમની સ્તુતિ કરે છે, કિન્નરીઓ
લલિત પદોથી શોભાયમાન ગીતો દ્વારા તેમના ભક્તિપૂર્વક ગુણગાન કરે છે તથા
તેમનો યશ પ્રત્યેક દિશામાં વારંવાર ભ્રમણ કરે છે અર્થાત્ તેમની કીર્તિ બધી
જ દિશામાં ફેલાઈ જાય છે. અથવા તેમને કઈ પ્રશસ્ત લક્ષ્મી પ્રાપ્ત થતી નથી?
અર્થાત્ તેમને બધા જ પ્રકારની શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. ૧૯૪.
(शार्दूलविक्रीडित)
धर्मः श्रीवशमन्त्र ऐष परमो धर्मश्च कल्पद्रुमो
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्
धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो
धर्मो भ्रातरुपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः
।।१९५।।
અનુવાદ : આ ઉત્કૃષ્ટ ધર્મ લક્ષ્મીને વશ કરવા માટે વશીકરણ મન્ત્ર
સમાન છે, આ ધર્મ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત પદાર્થ આપનાર છે, તે કામધેનુ
અથવા ચિન્તામણિ સમાન ઇષ્ટ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ
સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત
સમાન છે. તેથી હે ભાઈ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની
આરાધના કરો. ૧૯૫.
(शार्दूलविक्रीडित)
आस्तामस्य विधानतः पथि गतिर्धर्मस्य वार्तापि यैः
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः संपदः
दूरे सज्जलपानमज्जनसुखं शीतैः सरोमारुतैः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्
।।१९६।।
અનુવાદ : આ ધર્મના અનુષ્ઠાનથી જે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તે તો
દૂર રહો, પરંતુ જે મનુષ્ય તે ધર્મની વાત પણ સાંભળીને ચિત્તમાં ધારણ કરે છે
તેમને ત્રણ લોકમાં કઈ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી? યોગ્ય જ છે. ઉત્તમ જળ પીવા
અને તેમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારૂં સુખ તો દૂર રહો, પરંતુ તળાવના શીતળ

Page 97 of 378
PDF/HTML Page 123 of 404
single page version

background image
અને સુગંધી વાયુ દ્વારા પ્રાપ્ત થતી કમળની રજ પણ થાકેલા મનુષ્યને આનંદિત
બનાવી દે છે. ૧૯૬.
(वसंततिलका)
यत्पादपङ्कजरजोभिरपि प्रणामात्
लग्नैः शिरस्यमलबोधकलावतारः
भव्यात्मनां भवति तत्क्षणमेव मोक्षं
स श्रीगुरुर्दिशतु मे मुनिवीरनन्दी
।।१९७।।
અનુવાદ : નમસ્કાર કરતી વખતે મસ્તકમાં લાગેલ જેમના ચરણ-કમળોની
ધૂળથી ભવ્ય જીવોને તત્કાળ જ નિર્મળ સમ્યગ્જ્ઞાનરૂપ કળાની પ્રાપ્તિ થાય છે તે
શ્રીમુનિ વીરનન્દી ગુરુ મને મોક્ષ પ્રદાન કરો. ૧૯૭.
(वसंततिलका)
दत्तानन्दपारसंसृतिपथश्रान्तश्रमच्छेदकृत्
प्रायो दुर्लभमत्र कर्णपुटकैर्भव्यात्मभिः पीयताम्
निर्यातं मुनिपद्मनन्दिवदनप्रालेयरश्मेः परं
स्तोकं यद्यपि सारताधिकमिदं धर्मोपदेशामृतम्
।।१९८।।
इति धर्मोपदेशामृतं समाप्तम् ।।।।
અનુવાદ : જે ધર્મોપદેશરૂપ અમૃત આનંદ આપનાર છે, અપાર સંસારના
માર્ગમાં થાકેલા મુસાફરનો પરિશ્રમ દૂર કરનાર છે તથા ઘણું દુર્લભ છે, તેને ભવ્ય
જીવ કાનોરૂપ અંજલિથી પીઓ અર્થાત્ કાનો દ્વારા તેનું શ્રવણ કરો. મુનિ
પદ્મનન્દિના મુખરૂપ ચંદ્રમાંથી નીકળેલ આ ઉપદેશામૃત જો કે અલ્પ છે તોપણ
શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે અધિક છે.
વિશેષાર્થ : જેમ અમૃતનું પાન કરવાથી પથિકનો માર્ગનો થાક દૂર થઈ જાય છે
અને તેને અતિશય આનંદ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ ધર્મોપદેશ સાંભળવાથી ભવ્ય
જીવોના સંસાર પરિભ્રમણનું દુઃખ દૂર થઈ જાય છે અને તેમને અનંત સુખનો લાભ થાય

Page 98 of 378
PDF/HTML Page 124 of 404
single page version

background image
છે. જેવી રીતે અમૃત દુર્લભ છે તેવી જ રીતે આ ઉપદેશ પણ દુર્લભ છે. અમૃત જો ચંદ્રમાંથી
ઉત્પન્ન થાય છે તો આ ઉપદેશ તે ચન્દ્રમા સમાન મુનિ પદ્મનન્દીના મુખમાંથી ઉત્પન્ન થયો
છે તથા જેમ અમૃત થોડું હોય તોપણ તે અધિક લાભકારી થાય છે તેવી જ રીતે જ આ
ગ્રંથપ્રમાણની અપેક્ષાએ આ ઉપદેશ જો કે થોડો છે છતાં પણ તે લાભપ્રદ અધિક છે. આ
રીતે આ ઉપદેશને અમૃત સમાન હિતકારી જાણીને ભવ્ય જીવોએ તેનુ નિરન્તર મનન કરવું
જોઈએ. ૧૯૮.
આ રીતે ધર્મોપદેશામૃત સમાપ્ત થયું. ૧.

Page 99 of 378
PDF/HTML Page 125 of 404
single page version

background image
૨. દાનનો ઉપદેશ
[२. दानोपदेशम् ]
(वसंततिलका)
जीयाज्जिनो जगति नाभिनरेन्द्रसूनुः
श्रेयो नृपश्च कुरुगोत्रगृहप्रदीपः
याभ्यां बभूवतुरिह व्रतदानतीर्थे
सारक्रमे परमधर्मरथस्य चक्रे
।।।।
અનુવાદ : જેમના દ્વારા ઉત્તમ રીતે ચાલનારા શ્રેષ્ઠ ધર્મરૂપી રથના ચક્ર
સમાન વ્રત અને દાનરૂપ બે તીર્થ અહીં પ્રગટ થયા છે તે નાભિરાજાના પુત્ર આદિ
જિનેન્દ્ર અને કુરુવંશરૂપ ગૃહના દીપક સમાન રાજા શ્રેયાંસ પણ જયવંત હો.
વિશેષાર્થ : આ ભરત ક્ષેત્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કાળમાં ભોગભૂમિની અવસ્થા
હોય છે. તે સમયે આર્ય કહેવાતા પુરુષો અને સ્ત્રીઓમાં ન તો વિવાહાદિ સંસ્કાર હતા કે ન વ્રતાદિક
તેઓ દસ પ્રકારના કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા યથેચ્છ ભોગ ભોગવતા થકા કાળ
નિર્ગમન કરતા હતા, કાળક્રમે જ્યારે તૃતીય કાળમાં પલ્યનો આઠમો ભાગ
બાકી રહ્યો ત્યારે
તે કલ્પવૃક્ષોની દાનશક્તિ ક્રમશઃ ક્ષીણ થવા લાગી હતી. તેથી જે સમયે તે આર્યોને મુશ્કેલીઓનો
અનુભવ થયો તેને યથાક્રમે ઉત્પન્ન થનાર પ્રતિશ્રુતિ આદિ ચૌદ કુલકરોએ દૂર કર્યો હતો. તેમાં
અંતિમ કુલકર નાભિરાજ હતા. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ તેમના જ પુત્ર હતા. અત્યાર
સુધી જે વ્રતોનો પ્રચાર નહોતો તેને ભગવાન આદિનાથે પોતે જ પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરીને
પ્રચલિત કર્યો. એ જ પ્રમાણે અત્યાર સુધી કોઈને દાનવિધિનું પણ પરિજ્ઞાન નહોતું. એ જ કારણે
છ માસના ઉપવાસ પરિપૂર્ણ કરીને ભગવાન આદિ જિનેન્દ્રને પારણાના નિમિત્તે બીજા પણ છ માસ
પર્યંત ઘૂમવું પડ્યું. અંતે રાજા શ્રેયાંસને જાતિસ્મરણ દ્વારા આહાર-દાનની વિધિનું પરિજ્ઞાન થયું.

Page 100 of 378
PDF/HTML Page 126 of 404
single page version

background image
તે પ્રમાણે ત્યારે તેણે ભક્તિપૂર્વક ભગવાન આદિનાથને શેરડીના રસનો આહાર આપ્યો. બસ અહીંથી
આહારાદિ દાનોની વિધિનો પણ પ્રચાર શરૂ થઈ ગયો. આ રીતે ભગવાન આદિનાથે વ્રતોનો પ્રચાર
કરીને તથા શ્રેયાંસ રાજાએ દાનવિધિનો પણ પ્રચાર કરીને જગતનું કલ્યાણ કર્યું છે. તેથી ગ્રંથકાર
શ્રી પદ્મનંદી મુનિએ અહીં તીર્થના પ્રવર્તક સ્વરૂપે ભગવાન આદિ જિનેન્દ્રનું તથા દાનતીર્થના પ્રવર્તક
સ્વરૂપે શ્રેયાંસ રાજાનું સ્મરણ કર્યું છે. ૧.
(शार्दूलविक्रीडित)
श्रेयोभिधस्य नृपतेः शरदभ्रशुभ्र-
भ्राम्यद्यशोभृतजगत्रितयस्य तस्य
किं वर्णयामि ननु सद्मनि यस्य भुक्तं
त्रैलोक्यवन्दितपदेन जिनेश्वरेण
।।।।
અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ત્રણે લોકોથી વન્દિત ચરણોવાળા ભગવાન
ૠષભદેવ જિનેન્દ્રે આહાર ગ્રહણ કર્યો અને તેથી જેનો શરદૠતુના વાદળા સમાન
ધવળ યશ ત્રણે લોકમાં ફેલાયો તે શ્રેયાંસ રાજાનું કેટલું વર્ણન કરવું? ૨.
(शार्दूलविक्रीडित)
श्रेयान् नृपो जयति यस्य गृहे तदा खादेकाद्यमुनिपुंगवपारणायाम्
सा रत्नवृष्टिरभवज्जगदेकचित्रहेतुर्यया वसुमतीत्वमिता धरित्री ।।।।
અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ઇન્દ્રાદિકો દ્વારા વન્દનીય એક પ્રથમ
મુનિપુંગવ (તીર્થંકર)ના આહાર લેવાના સમયે લોકોને અભૂતપૂર્વ આશ્ચર્યમાં નાખનારી
આકાશમાંથી તે રત્નવૃષ્ટિ થઈ કે જેના દ્વારા આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવી
સાર્થક સંજ્ઞા પામી હતી; તે શ્રેયાંસ રાજા જયવંત હો.
વિશેષાર્થ : આ આગમમાં સારી રીતે પ્રસિદ્ધ છે કે જેના ઘેર કોઈ તીર્થંકરનું પ્રથમ
પારણું થાય છે તેમને ત્યાં પાંચ આશ્ચર્ય થાય છે. (૧) રત્નવર્ષા (૨) દુંદુભીવાદન (૩) જય
જય શબ્દનો પ્રસાર (૪) સુગંધી વાયુનો સંચાર અને (૫) પુષ્પોની વર્ષા. (જુઓ તિ. પ.
ગાથા ૪, ૬૭૧ થી ૬૭૪). તે પ્રમાણે ભગવાન આદિનાથે જ્યારે રાજા શ્રેયાંસને ઘેર પ્રથમ
પારણું કર્યું હતું. ત્યારે તેના ઘરમાં પણ રત્નોનો વરસાદ વરસ્યો હતો. તેનો જ નિર્દેશ અહીં
શ્રી પદ્મનંદી મુનિએ કર્યો છે. ૩.

Page 101 of 378
PDF/HTML Page 127 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
प्राप्तेऽपि दुर्लभतरेऽपि मनुष्यभावे
स्वप्नेन्द्रजालस
द्रशेऽपि हि जीवितादौ
ये लोभकूपकु हरे पतिताः प्रवक्ष्ये
कारुण्यतः खलु तदुद्धरणाय किंचित्
।।।।
અનુવાદ : જે મનુષ્ય પર્યાય અતિશય દુર્લભ છે તે પ્રાપ્ત થવા છતાં પણ
તથા જીવન આદિ સ્વપ્ન અને ઇન્દ્રજાળ સમાન વિનશ્વર હોવા છતાં પણ જે પ્રાણી
લોભરૂપ અંધકારયુક્ત કૂવામાં પડેલા છે તેમના ઉદ્ધાર માટે દયાળુ બુદ્ધિથી અહીં
કેટલુંક દાનનું વર્ણન કર્યું છે. ૪.
(शार्दूलविक्रीडित)
कान्तात्मजद्रविणमुख्यपदार्थसार्थप्रोत्थातिघोरघनमोहमहासमुद्रे
पोतायते गृहिणि सर्वगुणाधिकत्वाद्दानं परं परमसात्त्विकभावयुक्त म् ।।।।
અનુવાદ : જે ગૃહસ્થ જીવન સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થોના સમૂહથી
ઉત્પન્ન થયેલ અત્યંત ભયાનક અને વિસ્તૃત મોહના વિશાળ સમુદ્ર સમાન છે તે
ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત
ગુણોમાં શ્રેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે.
વિશેષાર્થ : આ ગૃહસ્થ જીવનમાં પ્રાણીને, સ્ત્રી, પુત્ર અને ધન આદિથી સદા મોહ રહ્યા
કરે છે; કે જેથી તે અનેક પ્રકારના આરંભોમાં પ્રવૃત્ત થઈને પાપનો સંચય કર્યા કરે છે. આ પાપને
નષ્ટ કરવાનો જો તેની પાસે કોઈ ઉપાય હોય તો તે દાન જ છે. આ દાન સંસારરૂપી સમુદ્રથી
પાર થવાને માટે જહાજ સમાન છે. ૫.
(शार्दूलविक्रीडित)
नानाजनाश्रितपरिग्रहसंभृतायाः
सत्पात्रदानविधिरेव गृहस्थतायाः
हेतुः परः शुभगतेर्विषमे भवेऽस्मिन्
नावः समुद्र इव कर्मठकर्णधारः
।।।।

Page 102 of 378
PDF/HTML Page 128 of 404
single page version

background image
અનુવાદ : આ વિષમ સંસારમાં જુદા જુદા કુટુંબી આદિ જનોના આશ્રયે
પરિગ્રહથી પરિપૂર્ણ એવી ગૃહસ્થ અવસ્થાના શુભ પ્રવર્તનનું કારણ એક માત્ર
સત્પાત્રદાનની વિધિ જ છે જેમ સમુદ્રથી પાર થવા માટે ચતુર નાવિકથી સંચાલિત
નાવ કારણ છે.
વિશેષાર્થ : જે દાન દેવાને યોગ્ય છે તેને પાત્ર કહેવાય છે. તે ઉત્તમ, મધ્યમ અને
જઘન્યના ભેદથી ત્રણ પ્રકારના છે. એમાં સકળ ચારિત્ર (મહાવ્રત) ધારણ કરનાર મુનિને ઉત્તમ
પાત્ર, વિકળ ચારિત્ર (દેશવ્રત) ધારણ કરનાર શ્રાવકને મધ્યમ પાત્ર અને વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિને
જઘન્ય પાત્ર સમજવા જોઈએ. આ પાત્રોને જો મિથ્યાદ્રષ્ટિ જીવ આહારાદિ આપે છે તો તે યથાક્રમે
(ઉત્તમ પાત્ર આદિ અનુસાર) ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભોગભૂમિના સુખ ભોગવીને ત્યાર પછી
યથા સંભવ દેવપર્યાયને પ્રાપ્ત કરે છે, પણ જો ઉપર્યુક્ત પાત્રોને જ સમ્યગ્દ્રષ્ટિ જીવ આહાર આદિ
આપે છે તો તે નિયમથી ઉત્તમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ એ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને
એક માત્ર દેવાયુનો જ બંધ થાય છે. આમના સિવાય જે જીવ સમ્યગ્દર્શનથી રહિત હોવા છતાં
પણ વ્રતોનું પરિપાલન કરે છે તે કુપાત્ર કહેવાય છે. કુપાત્રદાનના પ્રભાવથી પ્રાણી કુભોગભૂમિઓ
(અંતરદ્વીપો)માં કુમનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. જે પ્રાણી ન તો સમ્યગ્દ્રષ્ટિ છે, અને ન વ્રતોનું
પણ પાલન કરે છે તે અપાત્ર કહેવાય છે અને એવા અપાત્રને આપવામાં આવેલું દાન વ્યર્થ જાય
છે
તેનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી જેમ કે ઉજ્જડ ભૂમિમાં વાવેલું બીજ. એટલું અવશ્ય છે કે અપાત્ર
હોવા છતાં પણ જે પ્રાણી વિકલાંગ (લંગડા, આંધળા વગેરે) અથવા અસહાય છે તેમને દયાપૂર્વક
આપવામાં આવેલું દાન (દયાદત્તિ) વ્યર્થ નથી જતું. પરંતુ તેનાથી ય યથાયોગ્ય પુણ્ય કર્મનો બંધ
અવશ્ય થાય છે. ૬.
(वसंततिलका)
आयासकोटिभिरुपार्जितमङ्गजेभ्यो
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
वित्तस्य तस्य सुगतिः खलु दानमेक-
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
।।।।
અનુવાદ : કરોડો પરિશ્રમોથી સંચિત કરેલું જે ધન પ્રાણીઓને પુત્રો અને
પોતાના પ્રાણોથી પણ અધિક પ્રિય લાગે છે તેનો સદુપયોગ કેવળ દાન દેવામાં
જ થાય છે, એનાથી વિરુદ્ધ દુર્વ્યસનાદિમાં તેનો ઉપયોગ કરવાથી પ્રાણીને કષ્ટ
જ ભોગવવા પડે છે; એવું સાધુજનોનું કહેવું છે. ૭.

Page 103 of 378
PDF/HTML Page 129 of 404
single page version

background image
(वसंततिलका)
भुक्त्यादिभिः प्रतिदिनं गृहिणो न सम्यङ्-
नष्टा रमापि पुनरेति कदाचिदत्र
सत्पात्रदानविधिना तु गताप्युदेति
क्षेत्रस्थबीजमिव कोटिगुणं वटस्थ
।।।।
અનુવાદ : લોકમાં પ્રતિદિન ભોજન આદિ દ્વારા નાશ પામેલી ગૃહસ્થની
લક્ષ્મી (સંપત્તિ) અહીં ફરીથી કદી પણ પ્રાપ્ત થતી નથી. પરંતુ ઉત્તમ પાત્રોને
આપવામાં આવેલ દાનની વિધિથી વ્યય પામેલી સંપત્તિ ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય
છે. જેમ ઉત્તમ ભૂમિમાં વાવેલું વડવૃક્ષનું બીજ કરોડગણું ફળ આપે છે. ૮.
(वसंततिलका)
यो दत्तवानिह मुमुक्षुजनाय भुक्तिंं
भक्त्याश्रितः शिवपथे न धृतः स एव
आत्मापि तेन विदधत्सुरसद्म नून-
मुच्चैः पदं व्रजति तत्सहितोऽपि शिल्पी
।।।।
અનુવાદ : જે શ્રાવકે અહીં મોક્ષાભિલાષી મુનિને ભક્તિપૂર્વક આહાર આપ્યો
છે તેણે કેવળ તે મુનિને જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત નથી કર્યા પણ પોતાની જાતને પણ
તેણે મોક્ષમાર્ગમાં લગાવી છે. બરાબર જ છે
મંદિર બનાવનાર કારીગર પણ નિશ્ચયથી
તે મંદિરની સાથે જ ઊંચા સ્થાન ઉપર ચાલ્યો જાય છે.
વિશેષાર્થ : જેમ દેવાલયને બનાવનાર કારીગર જેમ જેમ દેવાલય ઊંચું થતું જાય છે
તેમ તેમ તે પણ ઊંચા સ્થાને ચઢતો જાય છે. બરાબર એવી જ રીતે મુનિને ભક્તિપૂર્વક આહાર
આપનાર ગૃહસ્થ પણ ઉક્ત મુનિની સાથે જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. ૯.
(वसंततिलका)
यः शाकपिण्डमपि भक्ति रसानुविद्ध-
बुद्धिः प्रयच्छति जनो मुनिपुंगवाय
स स्यादनन्तफलभागथ बीजमुप्तं
क्षेत्रे न किं भवति भूरि कृषीवलस्य
।।१०।।

Page 104 of 378
PDF/HTML Page 130 of 404
single page version

background image
અનુવાદ : ભક્તિરસથી અનુરંજિત બુદ્ધિવાળો જે ગૃહસ્થ શ્રેષ્ઠ મુનિને શાકનો
આહાર પણ આપે છે તે અનંત ફળ ભોગવનાર થાય છે. યોગ્ય છેઉત્તમ ખેતરમાં
વાવેલું બીજ શું ખેડૂતને ઘણું ફળ નથી આપતું? અવશ્ય આપે છે. ૧૦.
(वसंततिलका)
साक्षान्मनोवचनकायविशुद्धिशुद्धः
पात्राय यच्छति जनो ननु भुक्ति मात्रम्
यस्तस्य संसृतिसमुत्तरणैकबीजे
पुण्ये हरिर्भवति सोऽपि कृताभिलाषः
।।११।।
અનુવાદ : મન, વચન અને કાયાની શુદ્ધિથી વિશુદ્ધ થયેલ જે મનુષ્ય સાક્ષાત્
પાત્ર (મુનિ આદિ)ને કેવળ આહાર જ આપે છે તેના સંસારથી પાર ઉતારવામાં અદ્વિતીય
કારણસ્વરૂપ પુણ્યના વિષયમાં તે ઇન્દ્ર પણ અભિલાષા યુક્ત હોય છે. અભિપ્રાય એમ
છે કે એનાથી જે તેને પુણ્યની પ્રાપ્તિ થવાની છે તેને ઇન્દ્ર પણ ઇચ્છે છે. ૧૧.
(वसंततिलका)
मोक्षस्य कारणमभिष्टुतमत्र लोके
तद्धार्यते मुनिभिरङ्गबलात्तदन्नात्
तद्दीयते च गृहिणा गुरुभक्ति भाजा
तस्माद्धृतो गृहिजनेन विमुक्ति मार्गः
।।१२।।
અનુવાદ : લોકમાં મોક્ષના કારણભૂત જે રત્નત્રયની સ્તુતિ કરવામાં આવે
છે તે મુનિઓ દ્વારા શરીરની શક્તિથી ધારણ કરવામાં આવે છે, તે શરીરની શક્તિ
ભોજનથી પ્રાપ્ત થાય છે અને તે ભોજન અતિશય ભક્તિપૂર્વક ગૃહસ્થ દ્વારા આપવામાં
આવે છે. એ જ કારણે વાસ્તવમાં તે મોક્ષમાર્ગ ગૃહસ્થોએ જ ધારણ કર્યો છે. ૧૨.
(वसंततिलका)
नानागृहव्यतिकरार्जितपापपुञ्जैः
खञ्जीकृतानि गृहिणो न तथा व्रतानि
उच्चैः फलं विदधतीह यथैकदापि
प्रीत्यातिशुद्धमनसा कृतपात्रदानम्
।।१३।।

Page 105 of 378
PDF/HTML Page 131 of 404
single page version

background image
અનુવાદ : લોકમાં અત્યંત વિશુદ્ધ મનવાળા ગૃહસ્થદ્વારા પ્રીતિપૂર્વક પાત્રને
એક વાર પણ આપવામાં આવેલું દાન જેવું ઉન્નત ફળ આપે છે તેવું ફલ ગૃહની
અનેક ઝંઝટોથી ઉત્પન્ન થયેલ પાપ સમૂહો દ્વારા કૂબડા અર્થાત્ શક્તિહીન કરવામાં
આવેલા ગૃહસ્થના વ્રત કરતા નથી. ૧૩.
(वसंततिलका)
मूले तनुस्तदनु धावति वर्धमाना
यावच्छिवं सरिदिवानिशमासमुद्रम्
लक्ष्मीः सद्रष्टिपुरुषस्य यतीन्द्रदान
पुण्यात्पुरः सह यशोभिरतीद्धफे नैः ।।१४।।
અનુવાદ : સમ્યગ્દ્રષ્ટિ પુરુષની લક્ષ્મી મૂળમાં અલ્પ હોવા છતાં પણ ત્યાર
પછી મુનિરાજને આપવામાં આવેલ દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યના પ્રભાવથી કીર્તિ
સાથે નિરંતર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી થકી મોક્ષપર્યંત જાય છે
જેમનદી મૂળમાં કૃશ
હોવા છતાં પણ અતિશય તેજસ્વી ફીણ સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમુદ્ર સુધી જાય
છે.
વિશેષાર્થ : જેમ નદીને ઉદ્ગમસ્થાનમાં તેનો વિસ્તાર જો કે બહુ જ થોડો હોય છે,
છતાં પણ તે સમુદ્રપર્યંત પહોંચતા ઉત્તરોત્તર વધતો જ જાય છે. એની સાથે નદીના ફીણ પણ તે
જ ક્રમે વધતા જાય છે. તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવની ધન
સંપત્તિ પણ જો કે શરૂઆતમાં બહુ
થોડી હોય છે તોપણ તે આગળ ભક્તિપૂર્વક કરવામાં આવેલા પાત્રદાનથી જે પુણ્યબંધ થાય છે
તેના પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થવા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામતી જાય છે. તેની સાથે જ ઉક્ત
દાતા શ્રાવકની કીર્તિનો પ્રસાર પણ વધતો જાય છે. ૧૪.
(वसंततिलका)
प्रायः कुतो गृहगते परमात्मबोधः
शुद्धात्मनो भुवि यतः पुरुषार्थसिद्धिः
दानात्पुनर्ननु चतुर्विधतः करस्था
सा लीलयैव कृतपात्रजनानुषंगात्
।।१५।।
અનુવાદ : જગતમાં જે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપના જ્ઞાનથી શુદ્ધ આત્માના
પુરુષાર્થની સિદ્ધિ થાય છે તે આત્મજ્ઞાન ગૃહમાં સ્થિત મનુષ્યને પ્રાયઃ ક્યાંથી થઈ

Page 106 of 378
PDF/HTML Page 132 of 404
single page version

background image
શકે? અર્થાત્ થઈ શકતું નથી. પણ તે પુરુષાર્થની સિદ્ધિ પાત્ર જનોને આપવામાં
આવેલ ચાર પ્રકારના દાનથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. ૧૫.
(वसंततिलका)
नामापि यः स्मरति मोक्षपथस्य साधो-
राशु क्षयं व्रजति तद्दुरितं समस्तम्
यो भक्त भेषजमठादिकृतोपकारः
संसारमुत्तरति सोऽत्र नरो न चित्तम्
।।१६।।
અનુવાદ : જે મનુષ્ય મોક્ષમાર્ગમાં સ્થિત સાધુનું કેવળ નામસ્મરણ પણ કરે
છે તેના સમસ્ત પાપ શીઘ્ર જ નાશ પામી જાય છે. વળી જે મનુષ્ય ઉક્ત સાધુને
ભોજન, ઔષધ અને મઠ (ઉપાશ્રય) આદિ દ્વારા ઉપકાર કરે છે તે જો સંસારથી
પાર થઈ જાય છે તો તેમાં ભલા આશ્ચર્ય જ શું છે? કાંઈ પણ નહિ. ૧૬.
(वसंततिलका)
किं ते गृहाः किमिह ते गृहिणो नु येषा
मन्तर्मनस्सु मुनयो न हि संचरन्ति
साक्षादथ स्मृतिवशाच्चरणोदकेन
नित्यं पवित्रितधराग्रशिरःप्रदेशाः
।।१७।।
અનુવાદ : જે મુનિઓ સાક્ષાત્ પોતાના પાદોદકથી ગૃહગત પૃથ્વીના
અગ્રભાગને સદા પવિત્ર કરતા રહે છે એવા મુનિઓ જે ગૃહોમાં સાક્ષાત્ સંચાર કરતા
નથી તે ઘર શું છે? અર્થાત્ એવા ગૃહોનું કાંઈ પણ મહત્ત્વ નથી. એ જ રીતે સ્મરણ
વશે પોતાના ચરણ જળ દ્વારા શ્રાવકોના શિર પ્રદેશોને પવિત્ર કરનાર તે મુનિઓ
જે શ્રાવકોનાં મનમાં સંચાર કરતા નથી તે શ્રાવક પણ શું છે? અર્થાત્ તેમનું કાંઈ
પણ મહત્ત્વ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એવો છે કે જે ઘરોમાં આહારાદિના નિમિત્તે મુનિઓનું
આવાગમન થતું રહે છે તે જ ઘર વાસ્તવમાં સફળ છે. એ જ રીતે જે ગૃહસ્થ તે મુનિઓનું
મનથી ચિંતન કરે છે તથા તેમને આહારાદિ આપવામાં સદા ઉત્સુક રહે છે તે જ ગૃહસ્થ
પ્રશંસાને યોગ્ય છે. ૧૭.

Page 107 of 378
PDF/HTML Page 133 of 404
single page version

background image
(वसंततिलका)
देवः स किं भवति यत्र विकारभावो
धर्मः स किं न करुणाङ्गिषु यत्र मुख्या
तत् किं तपो गुरुरथास्ति न यत्र बोधः
सा किं विभूतिरिह यत्र न पात्रदानम्
।।१८।।
અનુવાદ : જેમને ક્રોધાદિ વિકારભાવ વિદ્યમાન છે તે શું દેવ હોઈ શકે?
અર્થાત્ તે કદાપિ દેવ હોઈ શકે નહિ. જ્યાં પ્રાણીઓની બાબતમાં દયા મુખ્ય નથી
તેને શું ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જેમાં સમ્યગ્જ્ઞાન નથી તે શું તપ અને
ગુરુ હોઈ શકે છે? હોઈ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું
નથી તે સંપત્તિ શું સફળ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૮.
(वसंततिलका)
किं ते गुणाः किमिह तत्सुखमस्ति लोके
सा किं विभूतिरथ या न वशं प्रयाति
दानव्रतादिजनितो यदि मानवस्य
धर्मो जगत्त्रयवशीकरणैकमन्त्रः
।।१९।।
અનુવાદ : જો મનુષ્યની પાસે ત્રણે લોકને વશીભૂત કરવા માટે અદ્વિતીય
વશીકરણમંત્ર સમાન દાન અને વ્રત આદિથી ઉત્પન્ન થયેલ ધર્મ વિદ્યમાન હોય તો
એવા ક્યા ગુણ છે જે તેના વશ ન થઈ શકે? તે ક્યું સુખ છે જે તેને પ્રાપ્ત ન
થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા
મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેવ પ્રાપ્ત
થઈ જાય છે. ૧૯.
(वसंततिलका)
सत्पात्रदानजनितोन्नतपुण्यराशि-
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः
आद्यात्परस्तदपि दुर्गत एव यस्मा-
दागामिकालफलदायि न तस्य किंचित्
।।२०।।

Page 108 of 378
PDF/HTML Page 134 of 404
single page version

background image
અનુવાદ : એક મનુષ્ય પાસે ઉત્તમ પાત્રને આપેલ દાનથી ઉત્પન્ન
પુણ્યનો સમૂહ છે અને બીજા મનુષ્ય પાસે રાજ્યલક્ષ્મી વિદ્યમાન છે. છતાં પણ
પ્રથમ મનુષ્યની અપેક્ષાએ દ્વિતીય મનુષ્ય દરિદ્ર જ છે કારણ કે તેની પાસે
આગામી કાળમાં ફળ આપનાર કાંઈ પણ બાકી નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે સુખનું કારણ એક માત્ર પુણ્યનો સંચય જ હોય છે.
એ જ કારણે જે વ્યક્તિએ પાત્રદાનાદિ દ્વારા એવા પુણ્યનો સંચય કરી લીધો છે તે આગામી કાળમાં
સુખી રહેશે. પણ જે વ્યક્તિએ એવા પુણ્યનો સંચય કર્યો નથી તે વર્તમાનમાં રાજ્યલક્ષ્મીથી સંપન્ન
હોવા છતાં પણ ભવિષ્યમાં દુઃખી જ રહેશે. ૨૦.
(वसंततिलका)
दानाय यस्य न धनं न वपुर्व्रताय
नैवं श्रुतं च परमोपशमाय नित्यम्
तज्जन्म केवलमलं मरणाय भूरि-
संसारदुःखमृतिजातिनिबन्धनाय
।।२१।।
અનુવાદ : જેનું ધન દાન માટે નથી, શરીર વ્રત માટે નથી એ જ રીતે
શાસ્ત્રાભ્યાસ કષાયોના ઉત્કૃષ્ટ ઉપશમ માટે નથી; તેનો જન્મ કેવળ સાંસારિક દુઃખ,
મરણ અને જન્મના કારણભૂત મરણ માટે જ હોય છે.
વિશેષાર્થ : જે મનુષ્ય પોતાના ધનનો સદુપયોગ દાનમાં કરતો નથી, શરીરનો સદુપયોગ
વ્રત ધારણમાં કરતો નથી તથા આગમમાં નિપુણ હોવા છતાં પણ કષાયોનું દમન કરતો નથી તે
વારંવાર જન્મ-મરણ ધારણ કરતો સાંસારિક દુઃખ જ સહન કર્યા કરે છે. ૨૧.
(वसंततिलका)
प्राप्ते नृजन्मनि तपः परमस्तु जन्तोः
संसारसागरसमुत्तरणैकसेतुः
मा भूद्विभूतिरिह बन्धनहेतुरेव
देवे गुरौ शमिनि पूजनदानहीना
।।२२।।
અનુવાદ : મનુષ્યજન્મ પ્રાપ્ત થતાં જીવે ઉત્તમ તપ ગ્રહણ કરવું જોઈએ
કેમ કે તે સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે અપૂર્વ પુલ સમાન છે. તેની પાસે

Page 109 of 378
PDF/HTML Page 135 of 404
single page version

background image
દેવ, ગુરુ અને મુનિની પૂજા અને દાનથી રહિત વૈભવ ન હોવો જોઈએ, કેમકે
એવો વૈભવ એક માત્ર બંધનું જ કારણ થાય છે. ૨૨.
(वसंततिलका)
भिक्षा वरं परिहृताखिलपापकारि-
कार्यानुबन्धविधुराश्रितचित्तवृत्तिः
सत्पात्रदानरहिता विततोग्रदुःख-
दुलँङ्घदुर्गतिकरी न पुनविभूतिः
।।२३।।
અનુવાદ : પાપ ઉત્પન્ન કરનાર સમસ્ત કાર્યોના સંબંધ રહિત એવી
ચિત્તવૃત્તિનો આશ્રય કરનારી ભિક્ષા ક્યાંય શ્રેષ્ઠ છે પણ સત્પાત્રદાન રહિત થઈને
વિપુલ અને તીવ્ર દુઃખોથી પરિપૂર્ણ દુર્લંઘ્ય નરકાદિરૂપ દુર્ગતિ કરનારી વિભૂતિ શ્રેષ્ઠ
નથી. ૨૩.
(वसंततिलका)
पूजा न चेज्जिनपतेः पदपङ्कजेषु
दानं न संयतजनाय च भक्ति पूर्वम्
नो दीयते किमु ततः सदनस्थितायाः
शीघ्रं जलाञ्जलिरगाधजले प्रविश्य
।।२४।।
અનુવાદ : જે ગૃહસ્થાવસ્થામાં જિનેન્દ્ર ભગવાનના ચરણકમળોની પૂજા
કરવામાં આવતી નથી તથા ભક્તિપૂર્વક સંયમીજનોને દાન આપવામાં આવતું નથી
તે ગૃહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીઘ્ર ડૂબાડી ન દેવી જોઈએ?
અર્થાત્ અવશ્ય ડૂબાડી દેવી જોઈએ. ૨૪.
(वसंततिलका)
कार्यं तपः परमिह भ्रमता भवाब्धौ
मानुष्यजन्मनि चिरादतिदुःखलब्धे
संपद्यते न तदणुव्रतिनापि भाव्यं
जायेत चेदहरहः किल पात्रदानम्
।।२५।।

Page 110 of 378
PDF/HTML Page 136 of 404
single page version

background image
અનુવાદ : અહીં સંસારરૂપ સમુદ્રમાં પરિભ્રમણ કરતાં જો ઘણાં કાળે મહાન
દુઃખથી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ ગઈ છે તો તેને પામીને ઉત્કૃષ્ટ તપ કરવું જોઈએ.
જો કદાચ તે તપ ન કરી શકાય તો અણુવ્રતી જ થઈ જવું જોઈએ કે જેથી પ્રતિદિન
પાત્રદાન થઈ શકે. ૨૫.
(वसंततिलका)
ग्रामान्तरं व्रजति यः स्वगृहाद्गृहीत्वा
पाथेयमुन्नततरं स सुखी मनुष्यः
जन्मान्तरं प्रविशतो ऽस्य तथा व्रतेन
दानेन चार्जितशुभं सुखहेतुरेकम्
।।२६।।
અનુવાદ : જે મનુષ્ય પોતાના ઘેરથી ઘણો નાસ્તો (માર્ગમાં ખાવા યોગ્ય
પકવાન્ન વગેરે) લઈને બીજા કોઈ ગામ જાય છે તે જેમ સુખી રહે છે તેવી જ રીતે
બીજા જન્મમાં પ્રવેશવાને માટે પ્રવાસ કરનાર આ જીવને વ્રત અને દાનથી કમાયેલું
એક માત્ર પુણ્ય જ સુખનું કારણ થાય છે. ૨૬.
(वसंततिलका)
यत्नः कृतोऽपि मदनार्थयशोनिमित्तं
दैवादिह व्रजति निष्फलतां कदाचित्
संकल्पमात्रमपि दानविधौ तु पुण्यं
कुर्यादसत्यपि हि पात्रजने प्रमोदात्
।।२७।।
અનુવાદ : અહીં કામ, અર્થ અને યશ માટે કરવામાં આવેલો પ્રયત્ન
ભાગ્યવશ કદાચ નિષ્ફળ પણ થઈ જાય છે. પરંતુ પાત્રજનના અભાવમાં પણ હર્ષપૂર્વક
દાનના અનુષ્ઠાનમાં કરવામાં આવેલો કેવળ સંકલ્પ પણ પુણ્ય કરે છે. ૨૭.
(वसंततिलका)
सद्मागते किल विपक्षजने ऽपि सन्तः
कुर्वन्ति मानमतुलं वचनासनाद्यैः
यत्तत्र चारुगुणरत्न निधानभूतै
पात्रे मुदा महति किं क्रियते न शिष्टैः
।।२८।।

Page 111 of 378
PDF/HTML Page 137 of 404
single page version

background image
અનુવાદ : પોતાના ઘેર શત્રુઓ આવે તો પણ સજ્જન મનુષ્ય વચન અને
આસનદાન વગેરે દ્વારા તેનો અનુપમ આદરસત્કાર કરે છે. તો પછી શું ઉત્તમ ગુણોરૂપ
રત્નોના આશ્રયભૂત ઉત્કૃષ્ટ પાત્ર ત્યાં પહોંચતા સજ્જન હર્ષથી આદરસત્કાર નથી
કરતા? અર્થાત્ તેઓ અવશ્યમેવ દાનાદિ દ્વારા તેનું યથાયોગ્ય સન્માન કરે છે. ૨૮.
(वसंततिलका)
सूनोर्मृतेरपि दिनं न सतस्तथा स्याद्
बाधाकरं बत यथा मुनिदानशून्यम्
दुर्वारदुष्टविधिना न कृते ह्यकार्ये
पुंसा कृते तु मनुते मतिमाननिष्टम्
।।२९।।
અનુવાદ : સજ્જન મનુષ્યને માટે પોતાના પુત્રના મૃત્યુનો દિવસ પણ એટલો
બાધક નથી હોતો જેટલો મુનિદાનથી રહિત દિવસ તેમને માટે બાધક હોય છે.
બરાબર છે
દુર્નિવાર દુષ્ટ દૈવ દ્વારા કુત્સિત કાર્ય કરવામાં આવતા બુદ્ધિમાન મનુષ્ય
તેને અનિષ્ટ નથી માનતા પરંતુ મનુષ્ય દ્વારા એવું કોઈ કામ કરવામાં વિવેકી પ્રાણી
તેને અનિષ્ટ માને છે.
વિશેષાર્થ : જો કોઈ વિવેકી મનુષ્યના ઘરમાં પુત્રનું મરણ થઈ જાય તો તે શોકાકુળ
થતા નથી કારણ કે તે જાણે છે કે આ પુત્ર વિયોગ પોતાના પૂર્વોપાર્જિત કર્મના ઉદયથી થયો છે
કે જે કોઈ પણ પ્રકારે ટાળી શકાતો નથી. પરંતુ તેને ત્યાં જો કોઈ દિવસ સાધુ પુરુષને આહારદાન
આપવામાં આવતું નથી તો તે એના માટે પશ્ચાત્તાપ કરે છે. એનું કારણ એ છે કે તે તેની
અસાવધાનીથી થયું છે, એમાં દૈવ કાંઈ બાધક થયું નથી. જો તેણે સાવધાન રહીને દ્વાર પાસે પ્રતીક્ષા
આદિ કરી હોત તો મુનિદાનનો સુયોગ તેને પ્રાપ્ત થઈ શક્યો હોત. ૨૯.
(वसंततिलका)
ये धर्मकारणसमुल्लसिता विकल्पा-
स्त्यागेन ते धनयुतस्य भवन्ति सत्याः
स्पृष्टाः शशाङ्ककिरणैरमृतं क्षरन्त-
श्चन्द्रोपलाः किल लभन्त इह प्रतिष्ठाम्
।।३०।।
અનુવાદ : ધર્મના સાધન માટે જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે ધનવાન

Page 112 of 378
PDF/HTML Page 138 of 404
single page version

background image
મનુષ્યના દાન દ્વારા સત્ય બને છે. બરાબર છેચન્દ્રકાન્તમણિ ચન્દ્રના કિરણોનો સ્પર્શ
પામીને અમૃત વહેવરાવીને જ અહીં પ્રતિષ્ઠા પામે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પાત્રને દાન આપનાર શ્રાવક આ ભવમાં ઉક્ત
દાન દ્વારા લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જેમ કેચન્દ્રકાન્તમણિથી બનાવેલ ભવનને જોવા છતાં
પણ સાધારણ મનુષ્ય ઉક્ત ચન્દ્રકાન્ત મણિનો પરિચય પામતો નથી. પણ ચન્દ્રમાનો ઉદય થતાં
જ્યારે ઉક્ત ભવનમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ
એમ સમજી લે છે કે ઉક્ત ભવન ચન્દ્રકાન્ત મણિથી બનાવેલ છે, તેથી તે તેમની પ્રશંસા કરે
છે. બરાબર એ જ રીતે વિવેકી દાતા જિનમંદિર આદિનું નિર્માણ કરાવીને પોતાની સંપત્તિનો
સદુપયોગ કરે છે. તે જો કે પોતે પોતાની પ્રતિષ્ઠા ઇચ્છતા નથી છતાં પણ ઉક્ત જિનમંદિર
આદિનું અવલોકન કરનાર અન્ય મનુષ્યો તેની પ્રશંસા કરે છે. આ તો થઈ આ જન્મની વાત.
આની સાથે જ પાત્રદાનાદિ ધર્મકાર્યો દ્વારા જે તેને પુણ્યલાભ થાય છે તેનાથી તે પર જન્મમાં
પણ સંપન્ન અને સુખી થાય છે. ૩૦.
(वसंततिलका)
मन्दायते य इह दानविधौ धने ऽपि
सत्यात्मनो वदति धार्मिकतां च यत्तत्
माया हृदि स्फु रति सा मनुजस्य तस्य
या जायते तडिदमुत्र सुखाचलेषु
।।३१।।
અનુવાદ : જે મનુષ્ય ધન હોવા છતાં પણ દાન દેવામાં ઉત્સુક તો થતો
નથી પરંતુ પોતાની ધાર્મિકતા પ્રગટ કરે છે તેના હૃદયમાં જે કુટિલતા રહે છે તે
પરલોકમાં તેના સુખરૂપી પર્વતોના વિનાશ માટે વીજળીનું કામ કરે છે. ૩૧.
(वसंततिलका)
ग्रासस्तदर्धमपि देयमथार्धमेव
तस्यापि संततमणुव्रतिना यथर्द्धि
इच्छानुरूपमिह कस्य कदात्र लोके
द्रव्यं भविष्यति सदुत्तमदानहेतुः
।।३२।।
અનુવાદ : અણુવ્રતી ગૃહસ્થે નિરંતર પોતાની સંપત્તિ પ્રમાણે એક ગ્રાસ,
અડધો ગ્રાસ અથવા તેનો પણ અડધો ભાગ અર્થાત્ ગ્રાસનો એક ચતુર્થાંશ પણ દેવો

Page 113 of 378
PDF/HTML Page 139 of 404
single page version

background image
જોઈએ. કારણ એ કે અહીં લોકમાં પોતાની ઇચ્છાનુસાર દ્રવ્ય કોને ક્યારે મળશે કે
જે ઉત્તમ પાત્રદાનનું કારણ થઈ શકે, એ કાંઈ પણ કહી શકાતું નથી.
વિશેષાર્થ : જેમની પાસે અધિક દ્રવ્ય હોતું નથી તેઓ ઘણું કરીને વિચાર કર્યા
કરે છે કે જ્યારે પૂરતું ધન મળશે ત્યારે આપણે દાન કરીશું. એવા જ મનુષ્યોને લક્ષમાં
રાખીને અહીં એમ કહેવામાં આવ્યું છે કે ઘણું કરીને ઇચ્છાનુસાર દ્રવ્ય કદી કોઈને પણ
પ્રાપ્ત થતું નથી માટે પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય છે તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે પ્રતિદિન થોડું
દાન આપવું જ જોઈએ. ૩૨.
(वसंततिलका)
मिथ्याद्रशो ऽपि रुचिरेव मुनीन्द्रदाने
दद्यात् पशोरपि हि जन्म सुभोगभूमौ
कल्पाङ्ध्रिपा ददति यत्र सदेप्सितानि
सर्वाणि तत्र विदधाति न किं सु
द्रष्टेः ।।३३।।
અનુવાદ : મિથ્યાદ્રષ્ટિ પશુને પણ મુનિરાજને દાન આપવામાં જે કેવળ રુચિ
હોય છે તેનાથી જ તે, ઉત્તમ ભોગભૂમિમાં જન્મ લે છે કે જ્યાં કલ્પવૃક્ષ સદા તેને
સર્વ પ્રકારના ઇચ્છિત પદાર્થો આપે છે. તો પછી જો સમ્યગ્દ્રષ્ટિ તે પાત્રદાનમાં રુચિ
રાખે તો તેને શું પ્રાપ્ત ન થાય? અર્થાત્ તેને તો નિશ્ચિતપણે જ વાંછિત ફળ પ્રાપ્ત
થાય છે. ૩૩.
(वसंततिलका)
दानाय यस्य न समुत्सहते मनीषा
तद्योग्यसपदि गृहाभिमुखे च पात्रे
प्राप्तं खनावतिमहार्ध्यतरं विहाय
रत्नं करोति विमतिस्तलभूमिभेदम्
।।३४।।
અનુવાદ : દાન યોગ્ય સંપત્તિ હોવા છતાં અને પાત્ર પણ પોતાના ઘર
સમીપે આવવા છતાં જે મનુષ્યની બુદ્ધિ દાન માટે ઉત્સાહિત થતી નથી તે
દુર્બુદ્ધિ ખાણમાંથી પ્રાપ્ત થયેલ અતિશય મૂલ્યવાન રત્ન છોડી દઈને પૃથ્વીનું
તળિયું વ્યર્થ ખોદે છે. ૩૪.

Page 114 of 378
PDF/HTML Page 140 of 404
single page version

background image
(वसंततिलका)
नष्टा मणीरिव चिराज्जलधौ भवे ऽस्मि-
न्नासाद्य चारुनरतार्थजिनेश्वराज्ञाः
दानं न यस्य स जडः प्रविशेत् समुद्रं
सच्छिद्रनावमधिरुह्य गृहीतरत्नः
।।३५।।
અનુવાદ : ઘણા લાંબા સમયથી સમુદ્રમાં નષ્ટ થયેલ મણિ સમાન આ
ભવમાં ઉત્તમ મનુષ્ય પર્યાય, ધન અને જિનવાણી પામીને જે દાન કરતો નથી તે
મૂર્ખ રત્નો લઈને છિદ્રવાળી નૌકામાં બેસીને સમુદ્રમાં પ્રવેશ કરે છે.
વિશેષાર્થ : જેવી રીતે સમુદ્રમાં પડેલું મણિનું ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે તેવી
જ રીતે મનુષ્ય પર્યાય આદિનું પણ ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે, તે જો ભાગ્યવશે કોઈને
પ્રાપ્ત થઈ જાય અને છતાં પણ જો તે દાનાદિ શુભ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તો સમજવું જોઈએ
કે જેવી રીતે કોઈ મનુષ્ય ખૂબ મૂલ્યવાન રત્નો સાથે લઈને છિદ્રવાળી નાવમાં બેસે છે અને તેથી
તે તે રત્નો સાથે પોતે પણ સમુદ્રમાં ડૂબી જાય છે, આવી જ અવસ્થા ઉક્ત મનુષ્યની પણ થાય
છે. કારણ કે ભવિષ્યમાં સુખી થવાનું સાધન જે દાનાદિ કાર્યોથી ઉત્પન્ન થનારું પુણ્ય હતું તેને તેણે
મનુષ્ય પર્યાયની સાથે તેને યોગ્ય સંપત્તિ મેળવીને પણ કર્યું જ નહિ. ૩૫.
(वसंततिलका)
यस्यास्ति नो धनवतः किल पात्रदान-
मस्मिन् परत्र च भवे यशसे सुखाय
अन्येन केनचिदनूनसुपुण्यभाजा
क्षिप्तः स सेवकनरो धनरक्षणाय
।।३६।।
અનુવાદ : જે પાત્રદાન આ ભવમાં યશનું કારણ તથા પરભવમાં સુખનું
કારણ છે તેને જે ધનવાન મનુષ્ય કરતો નથી તે મનુષ્ય જાણે કોઈ બીજા અતિશય
પુણ્યશાળી મનુષ્ય દ્વારા ધનના રક્ષણ માટે સેવકના રૂપમાં જ રાખવામાં આવ્યો છે.
વિશેષાર્થ : જો ભાગ્યવશ ધનસંપત્તિની પ્રાપ્તિ થઈ તો તેનો સદુપયોગ પોતાની
યોગ્ય આવશ્યકતાની પૂર્તિ કરતા થકા પાત્રદાનમાં કરવો જોઈએ. પરંતુ જે મનુષ્ય પ્રાપ્ત
સંપત્તિનો ન તો સ્વયં ઉપભોગ કરે છે અને ન પાત્રદાન પણ કરે છે તે મનુષ્ય અન્ય ધનવાન
મનુષ્ય દ્વારા પોતાના ધનની રક્ષા માટે રાખવામાં આવેલ નોકર સમાન જ છે. કારણ કે જેવી