Pravachan Ratnakar (Gujarati). Gatha: 56-60.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 33 of 210

 

PDF/HTML Page 641 of 4199
single page version

પુદ્ગલના પરિણામ છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આત્મા અખંડ, અભેદ શુદ્ધચૈતન્યઘનવસ્તુ છે. વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ ઢાળતાં અભેદ વસ્તુ જણાય છે પણ આ વિશુદ્ધિસ્થાનના ભેદો તેમાં દેખાતા નથી. અહાહા! શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવતાં જે નિર્મળ ધ્યાનની વર્તમાન પર્યાય ઉદિત થઈ એમાં આ વ્યવહારરત્નત્રયના શુભભાવ દેખાતા નથી. શુભભાવ ધ્યાનની અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે શુભરાગ જીવના નથી. તેથી તે લક્ષ કરવા યોગ્ય નથી. વર્તમાન અવસ્થા અંદર ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય તરફ વળતાં, ભલે તે અવસ્થામાં ‘આ ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય છે’-એવો વિકલ્પ નથી પણ એવું જ્ઞાન- શ્રદ્ધાનનું નિર્મળ પરિણમન છે અને તે અનુભૂતિ છે. એ અનુભૂતિમાં શુભભાવના ભેદો આવતા નથી પણ ભિન્ન રહી જાય છે. તેથી શુભભાવ જીવને નથી એમ અહીં કહ્યું છે.

૨૭. હવે જે ચારિત્રની પ્રાપ્તિ છે, સંયમલબ્ધિનાં સ્થાન છે તે બધાંય જીવને નથી એમ કહે છે. ચારિત્રની-સંયમની જે નિર્મળ પર્યાયો છે તે ભેદરૂપ છે. જ્યારે આત્મા અખંડ અભેદ દ્રવ્ય છે. તેથી અભેદ દ્રવ્યસ્વરૂપ જીવમાં આ ચારિત્રના ભેદો નથી એમ કહ્યું છે. અહીં નિમિત્ત, રાગ અને ભેદનું પણ લક્ષ કરવા યોગ્ય નથી એમ કહેવું છે. અંદર પૂર્ણ પરમાત્મા ચૈતન્યદેવ સાક્ષાત્ સ્વસ્વરૂપે બિરાજમાન છે. તેના તરફ ઢળતાં, વર્તમાન પર્યાયને તેમાં ઢાળી એકાગ્ર કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે તે સ્વાનુભૂતિમાં સંયમના ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે. કોઈને લાગે કે આ તો એકાંત છે, એકલું નિશ્ચય-નિશ્ચય છે. પણ બાપુ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર તો ઉપચાર છે. આ તો સમ્યક્ એકાંત છે. વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ આવો જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવી પ્રગટ થતી ધ્યાનની દશામાં ‘આ ધ્યાન અને આ ધ્યેય’ એવો ભેદ-વિકલ્પ પણ રહેતો નથી. દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા તેમાં સંયમલબ્ધિનાં સ્થાનો નથી તથા શુદ્ધ આત્માને વિષય કરનારી દ્રષ્ટિ જે અનુભૂતિ તેમાં પણ તે સંયમલબ્ધિના ભેદો જણાતા નથી, ભિન્ન જ રહી જાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. તેમાં વાદવિવાદ કરે કાંઈ પાર પડે એમ નથી. ભગવાન! અંદર ભગવાનની પાસે જવું છે ત્યાં વાદવિવાદ કેવા?

અહીં સંયમલબ્ધિનાં સ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. તેમાં ક્ષયોપશમ ચારિત્ર પણ આવી ગયું. પર્યાય તરફનું લક્ષ છોડાવવા અને ત્રિકાળી વસ્તુ છે ત્યાં લક્ષ-પર્યાયને ઢાળવા અહીં સંયમલબ્ધિના પરિણામને પુદ્ગલના કહ્યા છે. અથવા બીજી રીતે કહીએ તો તે સંયમનાં- નિર્મળ પરિણામનાં સ્થાનો ઉપર લક્ષ જતાં વિકલ્પ થાય છે. માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અંતર્મુખ પુરુષાર્થ વધવાથી ક્રમે ક્રમે સંયમની દશા વધે છે. પરંતુ અહીં કહે છે કે તે દશા જીવને નથી. કેમ? કારણ કે જે અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં ઢળે છે તેમાં તે દશા-સ્થાનો-ભેદો રહેતા નથી, એટલે કે અનુભવમાં આવતા નથી.


PDF/HTML Page 642 of 4199
single page version

જેમ નિમિત્ત પર ચીજ છે, તે ‘આ જીવ’ નહિ હોવાથી અજીવ છે. તથા જેમ રાગમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે અજીવ છે, તેમ આ ભેદને પણ અજીવ કહ્યા છે. કેમ કે ભેદનું લક્ષ કરતાં રાગ જ એટલે અજીવ જ ઉત્પન્ન થાય છે તેથી ભેદને અજીવ પુદ્ગલના પરિણામ કહ્યા છે. આ અજીવ અધિકાર છે. તેથી જે જીવ નથી, જીવમાં નથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! બહાર ડોકિયાં મારે છે તો અંદર જા ને! અંદર આનંદનો નાથ અનાદિ-અનંત, અવિચળ, ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન છે તેને જો ને! તેને જોતાં સંયમલબ્ધિના ભેદો જણાશે નહિ. આવી વાત છે.

સંયમલબ્ધિનાં સ્થાનો એટલે કે ક્રમે ક્રમે નિર્મળતાની પ્રાપ્તિનાં સ્થાનો, ક્રમે ક્રમે રાગની નિવૃત્તિ અને વીતરાગ સંયમના પરિણામોની પ્રાપ્તિનાં જે સ્થાનો, ભેદો છે તે બધાય જીવદ્રવ્યને નથી. કેમ? તો કહે છે કે શુદ્ધ દ્રવ્ય ઉપર પર્યાય વાળતાં અનુભૂતિમાં તે આવતા નથી.

પ્રશ્નઃ– આ તો આપે કોઈ નવો માર્ગ કાઢયો છે?

ઉત્તરઃ– પ્રભુ! આ તો અનાદિનો માર્ગ છે. અનાદિનો આ જ માર્ગ છે; નવો નથી. અરે! આ માર્ગના ભાન વિના તું ૮૪ના અવતાર કરીને મરી ગયો છે. તને પરિચય નથી તેથી નવો લાગે છે; પણ શું થાય? બાપુ! નિમિત્તની દ્રષ્ટિથી, શુભરાગની દ્રષ્ટિથી અને ભેદની દ્રષ્ટિથી તો વિકાર જ ઉત્પન્ન થાય છે. અને તેના ફળમાં ચાર ગતિમાં રખડવાનું-રઝળવાનું જ થાય છે. અહીં તો કહે છે કે શુદ્ધ જીવદ્રવ્યના આશ્રયે જે નિર્મળતાનાં પરિણામો, સંયમલબ્ધિનાં પરિણામો ઉત્પન્ન થાય છે તે પર્યાયરૂપે તો છે પણ તે દ્રવ્યમાં નથી. અહા! આવો માર્ગ અનાદિનો છે. જેને હિત કરવું હોય તેને સમજવો પડશે. ભેદ દ્રવ્યમાં નથી, પણ કોને એનું સાચું જ્ઞાન થાય? જેને દ્રવ્યદ્રષ્ટિ થાય, દ્રવ્ય અનુભૂતિમાં જણાય તેને એમ જણાય કે ભેદ દ્રવ્યમાં નથી. ભાઈ! આ અનુભવની ચીજ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી.

પ્રશ્નઃ– તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એમ બન્ને રીતથી થાય છે. છતાં આપ કહો છો કે એક (નિસર્ગ)થી જ થાય છે. એ કેવી રીતે?

સમાધાનઃ– પ્રભુ! ધ્યાન દઈને સાંભળને ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાય, વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં પ્રગટ થાય છે. ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સમક્તિ થાય છે એવો અર્થ નથી. વર્તમાન પરિણામ અંતઃતત્ત્વમાં વળે છે ત્યારે સમ્યગ્દર્શનના પરિણામ થાય છે. અને ત્યારે ભેદરૂપ ભાવ (જે પરિણામમાં છે) તે પણ સમ્યગ્દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. તે અધિગમ


PDF/HTML Page 643 of 4199
single page version

સમ્યગ્દર્શન પણ સ્વભાવની દ્રષ્ટિથી જ થાય છે, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે.

પ્રશ્નઃ– જો નિમિત્તથી કાંઈ ન થાય તો અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ શા માટે કહ્યું છે?

ઉત્તરઃ– એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે-‘અહો! તું શુદ્ધાત્મા છો’ એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલાં લક્ષ હતું. પણ પછી તે લક્ષ છોડીને જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન કર્યું છે. બાકી જેને સમ્યગ્દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે જ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ.

૨૮. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી. ગજબ વાત છે! બધાંય જીવસ્થાનો જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે તેથી અનુભૂતિથી ભિન્ન છે. અભેદ શુદ્ધ વસ્તુમાં ભેદ નથી. કેમકે અભેદના ધ્યાનમાં તે ભેદ અંદર આવતા નથી.

શંકાઃ– શાસ્ત્ર વાંચતાં જ્ઞાન થાય છે એમ નથી. એટલે કે નિમિત્તથી જ્ઞાન થતું નથી તો આપ શાસ્ત્ર શા માટે વાંચો છો? શાસ્ત્ર તો નિમિત્ત છે, પરદ્રવ્ય છે. અને આ જ (સમયસાર જ) કેમ વાંચો છો? બીજાં શાસ્ત્રો કેમ વાંચતા નથી? માટે નિમિત્તમાં કાંઈક વિશેષતા તો છે જ.

સમાધાનઃ– ભગવાન! નિમિત્તથી કાંઈ ન થાય. ભાઈ! તને નિમિત્તથી થાય છે એમ કેમ સૂઝે છે? નિમિત્તથી લાભ થવાનું તો દૂર રહો, અહીં તો કહે છે કે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાંસુધી વિકલ્પ છે અને તે વિકલ્પ પુદ્ગલના પરિણામમય છે, કારણ કે અંતરમાં લક્ષ જાય છે ત્યારે તે વિકલ્પના પરિણામ અનુભૂતિમાં આવતા નથી. અહાહા! જે સાંભળ્‌યું છે તે પોતાની જ્ઞાનની પર્યાય છે અને તે પર્યાય પોતાથી (જીવથી) થઈ છે, નિમિત્તથી કે વાણીથી થઈ નથી. છતાં તે પરલક્ષી જ્ઞાનની પર્યાય પણ, નિર્મળ પર્યાયને અંતરમાં વાળતાં, પર તરીકે રહી જાય છે. ભાઈ! આ તો જેને અંતરની વાત સમજવી હોય તેને માટે છે. તે સમજવા પણ કેટલો પુરુષાર્થ જોઈએ!

૨૯. મિથ્યાદ્રષ્ટિ અર્થાત્ વિપરીત દ્રષ્ટિના પરિણામ તે પહેલું ગુણસ્થાન, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ તે બીજું ગુણસ્થાન, સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ મિશ્ર તે ત્રીજું ગુણસ્થાન, અસંયત


PDF/HTML Page 644 of 4199
single page version

સમ્યગ્દ્રષ્ટિ તે ચોથું ગુણસ્થાન છે. અહા! પરિણામને દ્રવ્યમાં વાળતાં તે અસંયત સમ્યગ્દ્રષ્ટિના પરિણામ પણ લક્ષમાં રહેતા નથી. અવિરત સમ્યગ્દ્રષ્ટિપણું-સમ્યક્ત્વ પણ પર્યાય છે. અને પર્યાય ઉપર લક્ષ જતાં તો રાગ જ થાય છે. તેથી અહીં કહે છે કે અસંયતસમ્યગ્દ્રષ્ટિપણું પણ પુદ્ગલના પરિણામ છે. અહાહા! પરિણામ જ્યારે અંતરમાં વળે છે ત્યારે અસંયત સમ્યક્ત્વના પરિણામ પણ અનુભૂતિમાં આવતા નથી. એકમાત્ર અભેદ વસ્તુ અનુભૂતિમાં આવે છે, જણાય છે.

સંયતાસંયત તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન, પ્રમત્તસંયત તે છઠ્ઠું ગુણસ્થાન, અપ્રમત્તસંયત તે સાતમું ગુણસ્થાન, અપૂર્વકરણ તે આઠમું ગુણસ્થાન છે. તેમાં ઉપશમ અને ક્ષપક બન્નેય લેવાં. અનિવૃત્તિકરણ-ઉપશમ અને ક્ષપક તે નવમું ગુણસ્થાન, સૂક્ષ્મસાંપરાય-ઉપશમ અને ક્ષપક તે દશમું ગુણસ્થાન, ઉપશાંતકષાય તે અગિયારમું ગુણસ્થાન, ક્ષીણકષાય તે બારમું ગુણસ્થાન, સયોગ કેવળી તે તેરમું અને અયોગ કેવળી તે ચૌદમું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનો છે તે મોહ અને યોગના ભેદથી બને છે. આવા ભેદલક્ષણવાળા જે ગુણસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવદ્રવ્યમાં ભેદ નથી અને દ્રવ્યનો અનુભવ કરતાં તેમાં પણ ભેદ આવતો નથી. માટે ભેદ બધોય પુદ્ગલનો છે. ભાઈ! આ તો અલૌકિક અદ્ભુત માર્ગ છે! બાપુ! ભવસિંધુને તરવાનો આ ઉપાય છે. ૪૮ના અવતાર એ મોટો ભવસિંધુ છે. ચૈતન્યસિંધુ ભગવાન આત્માને આશ્રયે જતાં એ ભવસિંધુ તરી જવાય છે. પર્યાયના આશ્રયે તરાય એમ નથી.

વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિ જડપણું તો જીવને નથી, પણ શુભરાગ પણ જીવને નથી કેમકે રાગમાં ચૈતન્યનો અભાવ છે. અહીં તો વિશેષ કહે છે કે ભેદમાં પણ ચૈતન્યનો અભાવ હોવાથી ભેદ પણ જીવને નથી. ત્રિકાળી ભગવાન આત્મામાં તે સઘળા ભેદો નથી. તથા આત્માના આશ્રયે પ્રગટ થતી અનુભૂતિમાં પણ તે ભેદો આવતા નથી. આવી વાત છે, ભાઈ. એક અક્ષર ફરતાં આખી વાત ફરી જાય એમ છે. બાપુ! આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની દિવ્યધ્વનિ છે. અનુભૂતિની જે પર્યાય દ્રવ્ય ઉપર ઢળી છે તે અભેદ એકરૂપ આત્માને જ જુએ છે, એને અભેદમાં ભેદ ભાસતો નથી. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા છે.

આ પ્રમાણે ઉપરોક્ત બધાય ભાવો પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી જીવને નથી. જીવ તો પરમાત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ-સ્વભાવમાત્ર છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૩૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

वर्ण–आद्याः જે રંગ, ગંધ આદિ બાહ્ય પદાર્થો वा અથવા राग–मोह–आदयः वा રાગ-મોહાદિક અભ્યંતર भावाः પરિણામો છે તે सर्वे एव બધાય अस्य पुंसः


PDF/HTML Page 645 of 4199
single page version

પુરુષથી-આત્માથી भिन्नाः ભિન્ન છે. આ બધાય ભાવો ભગવાન આત્માને નથી. तेन एव તેથી अन्तः तत्त्वतः पश्यतः અંતર્દ્રષ્ટિ વડે જોનારને, શુદ્ધ અંતઃતત્ત્વની અનુભૂતિ કરનારને अमी नो द्रष्टाः स्युः એ બધા દેખાતા નથી. અહા! આવું તત્ત્વ પકડાય-સમજાય નહિ એટલે અજ્ઞાની બાહ્ય વ્રત-તપને, ક્રિયાકાંડને ધર્મ માની લે છે. પરંતુ ભાઈ! તું ભૂલો પડયો છે. જે માર્ગે જવાનું હતું તે માર્ગે ગયો નહિ અને જે માર્ગથી ખસવાનું હતું તે ખોટા માર્ગે તું ચઢી ગયો છે. અંદર ભગવાન આનંદનો નાથ પૂર્ણ સ્વરૂપે જ્યાં છે ત્યાં જવું છે, નાથ! તેને પ્રાપ્ત કરવો છે, પ્રભુ! તો તે જ્યાં છે ત્યાં જા ને! તને તે અવશ્ય પ્રાપ્ત થશે. શું તે પર્યાયમાં, રાગમાં, નિમિત્તમાં કે ભેદમાં છે કે ત્યાં તું શોધે છે? (ત્યાં નથી, ભાઈ!)

જ્ઞાયકભાવને અર્થાત્ ચૈતન્યશક્તિ-સ્વભાવભાવને અંતર્દ્રષ્ટિ વડે જોતાં તે બધા ભેદ ભાવો દેખાતા નથી. અહાહા! વર્તમાન પર્યાય અંતર્મુખ થઈ ચિદાનંદઘનમય શુદ્ધ અંતઃ તત્ત્વને જ્યાં જુએ છે ત્યાં એ બધા ભેદો અનુભૂતિમાં જણાતા નથી. આવો માર્ગ છે, પ્રભુ!

પ્રશ્નઃ– પણ તેનું (માર્ગ પ્રાપ્ત કરવાનું) કાંઈ સાધન છે કે નહીં? કે એમ ને એમ પ્રાપ્ત થાય છે?

ઉત્તરઃ– સાધન છે ને. પ્રજ્ઞાછીણી વા આત્માનુભવ એ સાધન છે. વ્યવહારના વિકલ્પ જે છે એ કોઈ એનું સાધન છે જ નહિ. રાગથી ભિન્ન પડવાનું સાધન બહાર નથી. અંતર્દ્રષ્ટિ એ સાધન છે. અહા! સાંસારિક ધંધામાં કેટકેટલી સાવધાની રાખે? એમાં કેટલા ઉલ્લસિત પરિણામ હોય છે? અને અહીં જ્યાં ભગવાનમાં જવું છે ત્યાં ઉલ્લાસ ન મળે, સાવધાની ન મળે તો માર્ગ કેમ પ્રાપ્ત થાય?

અહીં કહે છે કે શુદ્ધ અંતઃતત્ત્વમાં ભેદો નથી. શુભરાગ અને નિમિત્તની વાત તો કયાંય દૂર રહી ગઈ. એ તો સ્થૂળ બહિર્તત્ત્વ છે. અંતઃતત્ત્વ એવું જે દ્રવ્ય અર્થાત્ ચૈતન્યસ્વભાવ તેને જોનાર-અનુભવનાર પર્યાયને એમાં ભેદ ભાસતા નથી, एकं परं द्रष्टं स्यात् માત્ર એક સર્વોપરિ તત્ત્વ જ દેખાય છે. એટલે કે કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદ આત્મા જ દેખાય છે. ભાઈ! આ તો એકલા માખણની વાત છે!

અહો! શું સમયસારની શૈલી! શું તેની અગાધતા! શું તેની ભાષા! કોઈને એમ થાય કે એકલા સમયસારની જ પ્રશંસા કરે છે. બાપુ! એમ અર્થ ન થાય, ભાઈ. અમને તે સર્વ ભાવલિંગી સંતોનાં શાસ્ત્ર પૂજ્ય છે. દર્શનસારમાં દિગંબર મુનિરાજ શ્રી દેવસેનાચાર્ય કહે છે કે- પ્રભો! (કુંદકુંદાચાર્યદેવ) આપ મહાવિદેહક્ષેત્રમાં જઈને જો આ વસ્તુ ન લાવ્યા હોત તો અમે ધર્મ કેમ પામત? એટલે શું એમના ગુરુ પાસે કાંઈ ન હતું એમ અર્થ થાય? ભાઈ! એમ નથી. અહા! સાક્ષાત્ અરિહંત પરમાત્મા બિરાજે છે ત્યાં પ્રભુ આપ ગયા અને આ વાત લાવ્યા-એમ ત્યાં પ્રમોદ બતાવ્યો છે. એથી કરીને (આ વચન વડે) પોતાના ગુરુનો


PDF/HTML Page 646 of 4199
single page version

અનાદર કર્યો છે વા પોતાના ગુરુની પરંપરામાં કાંઈ ન હતું એવો અર્થ ન થાય. શ્રી કુંદકુંદાચાર્યની અધિક્તા-વિશેષતા ભાસી છે તેથી બહુમાનથી એમ કહ્યું છે. કવિ શ્રી વૃંદાવનદાસજીએ પણ કહ્યું છે કે-કુંદકુંદાચાર્ય સમાન થયા નથી, છે નહિ અને થશે નહિ. ‘હુએ, ન હૈં, ન હોંહિંગે મુનિંદ કુંદકુંદસે.’ એટલે શું બીજા મુનિઓનો એમાં અનાદર કરે છે એવો અર્થ છે? જે વિશેષતા દ્વારા પોતાનો ઉપકાર થયો તેને તે વર્ણવે છે.

અહીં કહે છે કે-દ્રષ્ટિ અંતર્મુખ થતાં એક ઉત્કૃષ્ટ વસ્તુ, અભેદ ચૈતન્યસામાન્ય જ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. અલબત, તે અભેદને અવલોકે છે તો વર્તમાન પર્યાય, પણ તે પર્યાય ભેદને અવલોક્તી નથી, એક અભેદને જ અવલોકે છે.

* કળશ ૩૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

પરમાર્થનય અભેદ જ છે. તેથી તે દ્રષ્ટિથી જોતાં ભેદ દેખાતો નથી. પરમાર્થનયની દ્રષ્ટિમાં આત્મા એક ચૈતન્યમાત્ર જ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. એટલે વ્યવહારનય છે જ નહિ એમ નથી. નય છે તે જ્ઞાન છે અને જો જ્ઞાન છે તો તેનો વિષય કેમ ન હોય? માટે વ્યવહારનયનો વિષય જે ભેદ તે છે. પરંતુ ભાઈ! તે આશ્રય કરવા લાયક નથી. માટે તેનો અહીં નિષેધ કર્યો છે.

આ શાસ્ત્રની ટીકાના ચોથા કળશમાં આવે છે કે-નિશ્ચયનય અને વ્યવહારનયને વિષયની અપેક્ષાએ વિરોધ છે. તથા ભગવાને તો એક શુદ્ધ ત્રિકાળી જીવને જ ઉપાદેય કહ્યો છે. जिन वचसि रमन्ते-એનો અર્થ કળશટીકાકારે આવો કર્યો છે કે-‘આસન્નભવ્ય જીવો દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ-શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે.’ જિનવચનમાં રમવું એમ જે કહ્યું છે તેનો અર્થ એ થાય છે કે જિનવચનમાં જે ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને ઉપાદેય કહી છે તેમાં રમવું; પરંતુ ઉભયનયમાં-વિરુદ્ધ બન્ને નયોમાં રમવું એવો અર્થ નથી. જિનવચનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને નય કહ્યા છે. પરંતુ બન્ને નયમાં ન રમાય. કાં તો અજ્ઞાનપણે વ્યવહારનયના વિષયમાં રમાય અથવા જ્ઞાનપણે અંતરના વિષયમાં રમાય.

મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં આવે છે કે-‘જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે એ બન્ને નયોનો અંગીકાર કરવો, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે; જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? કારણ બન્ને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાં કોઈને છોડયો પણ જતો નથી તેથી


PDF/HTML Page 647 of 4199
single page version

ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.’ બહુ સરસ ખુલાસો છે.

અહીં કહે છે કે નિશ્ચયનયની દ્રષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા! અંતર્દ્રષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દ્રષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દ્રષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહારનો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ના ચક્કરમાં રખડી રહ્યો છે.

અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથી- આત્માથી ભિન્ન જ છે.

આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે તેમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. [પ્રવચન નં. ૯૯ થી ૧૦૪ * દિનાંક ૧૮-૬-૭૬ થી ૨૩-૬-૭૬]


PDF/HTML Page 648 of 4199
single page version

ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत्–

ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया।
गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।। ५६ ।।

व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः।
गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य।। ५६ ।।

_________________________________________________________________

હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ-

વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬.

ભાવાર્થઃ– [एते] [वर्णाद्याः गुणस्थानान्ताः भावाः] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [व्यवहारेण तु] વ્યવહારનયથી તો [जीवस्य भवन्ति] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [तु] પરંતુ [निश्चयनयस्य] નિશ્ચયનયના મતમાં [केचित् न] તેમનામાંના કોઈ પણ જીવના નથી.

ટીકાઃ– અહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ (-લાલ રંગ)ની જેમ, પુદ્ગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ (-વર્ણાદિક) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું (ભગવાનનું સ્યાદ્વાદવાળું) કથન યોગ્ય છે.

* શ્રી સમયસાર ગાથા પ૬ઃ મથાળું *

હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તત્ત્વાર્થસૂત્રમાં તો રાગ-દ્વેષ આદિ ઉદયભાવને જીવના કહ્યા છે. અને આપ કહો છો કે તે જીવને નથી. તો એ કેવી રીતે છે? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ-


PDF/HTML Page 649 of 4199
single page version

* ગાથા પ૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

વ્યવહારનય પર્યાયાશ્રિત છે. એટલે કે પર્યાયના આશ્રયે વ્યવહારનય હોય છે. જેમ સફેદ રૂનું બનેલું વસ્ત્ર સફેદ જ છે, પરંતુ કસુંબા વડે રંગાયેલું તે (લાલ) રંગસહિત છે. (લાલ) રંગ છે તે જેમ વસ્ત્રનો ઔપાધિક ભાવ છે, તેમ અનાદિકાળથી પુદ્ગલના સંયોગવશે જીવને બંધપર્યાય પ્રસિદ્ધ છે, તે જીવનો ઔપાધિક ભાવ છે. જીવ તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. પરંતુ અનાદિકાળથી કર્મ પુદ્ગલના સંયોગવશે તેને બંધ પર્યાય છે, રાગાદિ સહિત અવસ્થા છે. એ જીવનો ઔપાધિક ભાવ છે. આવા ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય, બીજાના ભાવને બીજાનો કહે છે. જેમકે-સફેદ વસ્ત્ર કસુંબાના રંગે રંગાયું હોય ત્યારે રંગ તે વસ્ત્રનો ઔપાધિકભાવ છે, તે ભાવ બીજાનો (કસુંબાનો) છે છતાં વ્યવહારનય તે ભાવને- વસ્ત્રનો ભાવ છે-એમ કહે છે. તેમ જીવ તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે અને આ વર્ણાદિ ભાવો છે તે ઔપાધિક ભાવ છે અને તે બીજાના-અજીવના છે. છતાં વ્યવહારનય, તે વર્ણાદિભાવને જીવના ભાવ કહે છે. આ પ્રમાણે ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.

જ્યારે નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે છે. જોયું? પહેલાં વ્યવહારનયને પર્યાયાશ્રિત કહ્યો હતો, અને હવે નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે-ત્રિકાળી વસ્તુના આશ્રયે છે એમ કહ્યું. અર્થાત્ નિશ્ચયનય, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તે છે એમ કહ્યું. ત્રિકાળી જ્ઞાયકભાવ તે જીવનો કેવળ એક સ્વભાવભાવ છે. આવા જીવના કેવળ એક સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી નિશ્ચયનય, બીજાના ભાવને જરાપણ બીજાનો કહેતો નથી. નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે પ્રવર્તતો હોવાથી ઔપાધિકભાવનો નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના જે ભાવો છે તે બધાય વ્યવહારનયથી તો જીવના છે, પરંતુ નિશ્ચયથી તેઓ જીવને નથી. આવું ભગવાનનું જે સ્યાદ્વાદયુક્ત કથન છે તે યોગ્ય છે.

પ્રશ્નઃ– બે નય છે તો બન્ને આદરવા જોઈએ ને?

ઉત્તરઃ– ના, એમ નથી. વ્યવહારનય જાણવા લાયક છે. જ્યારે નિશ્ચયનય આદરવા લાયક છે.

(પહેલાં ૨૯ બોલ દ્વારા કહ્યા તે) વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે બધાય પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જીવના છે. છતાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં નિશ્ચયથી તે જીવમાં નથી. આનું નામ સ્યાદ્વાદ છે. इति युक्ता प्रज्ञप्तिः એમ પાઠમાં છે ને? એટલે કે વ્યવહારથી (પર્યાયમાં) છે, પરંતુ નિશ્ચયથી જીવવસ્તુમાં નથી એવું વીતરાગનું (સ્યાદ્વાદવાળું) કથન છે તે યોગ્ય છે, બરાબર છે, યથાર્થ છે.

[પ્રવચન નં. ૧૦૪ (શેષ) ૧૦પ * દિનાંક ૨૩-૬-૭૬ અને ૨૪-૬-૭૬]

PDF/HTML Page 650 of 4199
single page version

कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत्–

एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो।
ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।। ५७ ।।
एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः।
न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।। ५७ ।।

_________________________________________________________________

હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-

આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. પ૭.

ગાથાર્થઃ– [एतैः च सम्बन्धः] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [क्षीरोदकं यथा एव] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ज्ञातव्यः] જાણવો [च] અને [तानि] તેઓ [तस्य तु न भवन्ति] તે જીવના નથી [यस्मात्] કારણ કે જીવ [उपयोगगुणाधिकः] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે).

ટીકાઃ– જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદ્રાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે-વર્ણાદિક પુદ્ગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી.


PDF/HTML Page 651 of 4199
single page version

* શ્રી સમયસાર ગાથા–પ૭ મથાળું *

હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી? એ રંગ, ગંધ અને ગુણસ્થાન આદિ નિશ્ચયથી કેમ જીવના નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-

* ગાથા પ૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ છે. એટલે કે પાણીમાં દૂધ અને દૂધમાં પાણી એમ પરસ્પર ભેગા રહેવાનો અવગાહરૂપ સંબંધ છે. છતાં સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધનું સ્વલક્ષણ દૂધપણું જે ગુણ છે તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી ભિન્ન પ્રતીતમાં આવે છે એમ કહે છે. અધિક એટલે જુદું, ભિન્ન. તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નથી. જળને તથા દૂધને પરસ્પર અવગાહસંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. માટે નિશ્ચયથી જળ, દૂધનું નથી.

તેવી રીતે-આત્મા અને રંગ-ગંધ આદિ પુદ્ગલ, રાગ-દ્વેષાદિ વિકાર તથા ગુણસ્થાન આદિ ભેદ-ને પરસ્પર એકબીજાને અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વથી અધિક એટલે જુદો પ્રતીતિ થાય છે. ભગવાન આત્મા જાણન-દેખનરૂપ ઉપયોગગુણ વડે બીજાથી અધિક એટલે જુદો છે. જેમ દૂધપણા વડે દૂધ, જળથી ભિન્ન છે તેમ ઉપયોગગુણ વડે આત્મા સર્વ અન્યભાવોથી ભિન્ન છે. જેમ અગ્નિ અને ઉષ્ણતાનો તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેમ ભગવાન આત્માને વર્ણથી માંડી ગુણસ્થાનાંત ભાવો સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. બન્ને વચ્ચે અવગાહ સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ નથી. માટે નિશ્ચયથી વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભાવો, આત્માના નથી. જાણવું, જાણવું, જાણવું એવો જે જીવનો સ્વભાવ છે તે વડે જીવ રાગ, દ્વેષ તથા ગુણસ્થાન આદિ ભેદના ભાવોથી ભિન્ન છે. અહાહા! ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેનું પર્યાયમાં લક્ષ થતાં, ઉપયોગ વડે તે પરથી જુદો પડે છે.

નિશ્ચયથી ત્રિકાળ ઉપયોગ અર્થાત્ જ્ઞાનગુણ તે જીવનું સ્વભાવભૂત લક્ષણ છે. ગાથા ૩૧માં આવી ગયું છે કે-જ્ઞાનસ્વભાવ વડે આત્મા અધિક છે. પરંતુ ત્રિકાળ જ્ઞાનસ્વભાવ વડે તે પરથી જુદો છે એનો નિર્ણય કોણ કરે છે? સ્વભાવ તરફ ઢળેલી પર્યાય એમ નિર્ણય કરે છે કે આ આત્મા જ્ઞાનગુણ વડે પરથી અધિક-જુદો છે. ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે, પણ ઉપયોગલક્ષણ જીવ છે એમ જાણે છે કોણ? ત્રિકાળ ઉપયોગ કાંઈ ન જાણે. (એ તો અક્રિય છે). પરંતુ એમાં ઢળેલી પર્યાય જાણે છે કે ઉપયોગલક્ષણ જીવ છે. અહાહા! આ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.


PDF/HTML Page 652 of 4199
single page version

શાસ્ત્રમાં આવે છે કે-જીવનું ઉપયોગલક્ષણ નિત્ય છે. પણ નિત્ય ઉપયોગ-લક્ષણનો નિર્ણય કરનાર પર્યાય છે. ઉપયોગ અર્થાત્ જાણવાના સ્વભાવ વડે ભગવાન આત્મા રાગાદિ ભાવોથી ભિન્ન છે, જુદો છે. પરંતુ રાગાદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી, પણ અનુભૂતિની પર્યાય છે. ૪૯ મી ગાથામાં અવ્યક્તના બોલમાં આવ્યું હતું કે-‘ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે.’ ભગવાન આત્મામાં પર્યાયો અંતર્લીન છે. પરંતુ પર્યાયો જેમાં અંતર્લીન છે એવા અવ્યક્તનો નિર્ણય તો વ્યક્ત પર્યાય જ કરે છે.

અહીં કહે છે કે દૂધ અને જળ એક જગ્યાએ પરસ્પર વ્યાપીને અવગાહ સંબંધ હોવા છતાં, દૂધના ગુણથી-લક્ષણથી જોઈએ તો જળથી દૂધ જૂદું છે એમ જણાય છે. તેમ આત્મા અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, આદિના વિકલ્પો અવગાહ સંબંધની અપેક્ષાએ એક જગ્યાએ વ્યાપેલા હોવા છતાં, સ્વભાવની શક્તિથી જોઈએ તો, આત્મા જ્ઞાનગુણ વડે રાગાદિથી જુદો છે, અધિક છે, એમ જણાય છે. રાગથી ભિન્ન પડીને પરિણતિ જ્યારે જ્ઞાયક ઉપર લક્ષ માંડે છે ત્યારે તે ઉદ્ધત (સ્વતંત્ર) પરિણતિ વડે આત્મા રાગથી ભિન્ન ખરેખર અનુભવાય છે. આ રાગથી-પરથી ભિન્ન-અધિક છું એવો અનુભવ ગુણમાં કયાં છે? એવો અનુભવ તો પર્યાયમાં છે.

જેમ દ્રષ્ટાંતમાં ‘સ્વલક્ષણભૂત દૂધપણું-ગુણ’ એમ લીધું હતું તેમ સિદ્ધાંતમાં ‘સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણ એમ લીધું છે. આ આત્મા અને પુણ્ય-પાપ, ગુણસ્થાન આદિ ભાવો એક અવગાહનાએ વ્યાપેલા હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણથી જોતાં, અર્થાત્ પરિણતિ અંતરમાં ઢળે છે ત્યારે, તે ભાવો જ્ઞાનથી-આત્માથી ભિન્ન જણાય છે. તેથી આ સર્વ અન્ય ભાવો પર્યાયમાં છે છતાં દ્રવ્યમાં નથી એમ કહે છે. આવી વાતો છે! આમ આત્મા સર્વ દ્રવ્યોથી અને સર્વ ભાવોથી અધિકપણે પ્રતીત થાય છે.

જેમ દૂધના મીઠાશ ગુણ વડે, દૂધ તથા જળ એક જગ્યાએ વ્યાપેલાં હોવા છતાં, દૂધ જળથી ભિન્ન જણાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન-ઉપયોગ ગુણ વડે, સ્વભાવભાવ વડે પરથી ભિન્ન દેખાય છે. પણ તે જાણે છે તો પર્યાય. અર્થાત્ આત્મા પરથી જુદો છે એવો નિર્ણય પર્યાય કરે છે. આ જ્ઞાનગુણ વડે ભગવાન આત્મા પરથી જુદો છે એવો જેને અનુભૂતિની પર્યાયમાં નિર્ણય થયો છે તેને આત્મા જુદો છે એમ ખરેખર જાણવામાં આવે છે, કારણ કે ત્રિકાળ જે ઉપયોગ ગુણ છે એમાં જાણવું કયાં થાય છે? દ્રવ્ય-ગુણ તો ધ્રુવ, કૂટસ્થ છે, અક્રિય છે. એમાં કોઈ ક્રિયા, પરિણમન, બદલવું નથી. ક્રિયા તો


PDF/HTML Page 653 of 4199
single page version

પરિણતિ-પર્યાયમાં છે. રાગની ક્રિયા તો દ્રવ્ય-ગુણમાં નથી. પણ નિર્મળતાની ક્રિયા પણ દ્રવ્ય- ગુણમાં નથી. ક્રિયા પર્યાયમાં છે, તેથી જે પર્યાય અંદર દ્રવ્યસ્વભાવ તરફ વળે છે તે પર્યાય એમ નક્કી કરે છે કે ઉપયોગગુણ વડે આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે, અધિક છે. આવી માખણ-માખણની વાત છે.

અજ્ઞાનીને તો બહારની હો-હામાંથી ધર્મ પ્રાપ્ત કરવો છે. થોડું દાન આપે કે એકાદ મંદિર બનાવી ભગવાનની પ્રતિષ્ઠા કરે એટલે જાણે કે ધર્મ થઈ ગયો. તેને અહીં કહે છે કે-ભાઈ! બહારનું તો થવા કાળે ત્યાં (બહાર) થાય છે, એનાથી તારો ભાવ જુદો છે અને વર્તમાનમાં તને થયેલા વિકલ્પ-રાગથી તું ભગવાન જુદો છો. અહાહા! પોતાનું લક્ષણ જે જાણક ઉપયોગ છે એવા ગુણ વડે આત્મા વ્યાપ્ત હોવાને લીધે તે સર્વદ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. આત્માને વર્ણાદિ સાથે અવગાહ સંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાત્મ્યમ સંબંધ નથી. અહાહા! આ જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેની સાથે આત્માને અવગાહ સંબંધ છે પણ તાદાત્મ્ય સંબંધ નથી. તેથી સ્વલક્ષણભૂત જ્ઞાન-ગુણથી જોવામાં આવે તો આત્મા વર્ણાદિથી અને વ્યવહારરત્નત્રયના રાગથી અધિક એટલે ભિન્ન જણાય છે. પર્યાય જ્યાં સ્વભાવ તરફ ઢળી ત્યાં સ્વભાવનું, ગુણસ્થાન આદિ ભેદથી ભિન્નપણું ભાસે છે. આ પ્રમાણે રાગાદિ સાથે આત્માને તાદાત્મ્યપણું નહિ હોવાથી નિશ્ચયથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે, પરંતુ આત્માના પરિણામ નથી. ભાઈ! આ કોઈ ધારી રાખે એની વાત નથી, પણ અનુભવ કરે એની વાત છે.

અહીં બે પ્રકારના સંબંધની વાત કરી છે. (૧) અવગાહ સંબંધ. (૨) તાદાત્મ્ય સંબંધ. ભગવાન આત્માને રાગાદિ સાથે અવગાહ સંબંધ છે, પણ આત્માને જેવો જ્ઞાનગુણ સાથે તાદાત્મ્ય સંબંધ છે તેવો રાગાદિ સાથે સંબંધ નથી. બીજી રીતે કહીએ તો આત્માને રાગાદિ સાથે એકરૂપતા નથી અર્થાત્ બન્ને વચ્ચે સાંધ-સંધિ છે. તેથી જ્ઞાનની પર્યાયને સ્વભાવમાં વાળતાં બન્ને જુદા પડી જાય છે. આ દયા, દાન, વ્રત, આદિ જે વિકલ્પો છે એની સાથે આત્માને એક્તા નથી, સંધિ છે. માટે જ્ઞાનની પર્યાય જ્યાં સ્વરૂપનું લક્ષ કરી અંદર ઢળી ત્યાં તે વિકલ્પો ભિન્ન પડી જાય છે. પર્યાયમાં આવો અનુભવ થવો તે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.

આ પ્રમાણે વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો પુદ્ગલના પરિણામો છે પણ આત્માના નથી. વ્યવહારથી પર્યાયનયે તેઓ જીવના છે છતાં નિશ્ચયથી દ્રવ્યનયે તેઓ જીવના નથી એવો સ્યાદ્વાદ છે. આનું નામ સ્યાદ્વાદ છે. વ્યવહારનયે જીવના છે અને નિશ્ચયથી પણ જીવના છે-એ સ્યાદ્વાદ નથી. તથા વ્યવહાર જૂઠો છે કારણ કે તે વસ્તુમાં નથી. કળશટીકામાં અનેક સ્થાન પર વ્યવહારને જૂઠો કહ્યો છે. સત્ય વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચિત્સ્વરૂપ આત્મા છે. એની અપેક્ષાએ આ સર્વ વ્યવહારના ભાવો જૂઠા


PDF/HTML Page 654 of 4199
single page version

છે કેમકે તે મૂળ વસ્તુભૂત નથી. વસ્તુના અંતરમાં-સ્વરૂપમાં વિકારી ભાવો છે જ નહિ. માટે તેઓ જૂઠા છે. પરંતુ એ ભેદો વાસ્તવિકપણે જૂઠા કયારે થાય? કે જ્યારે જ્ઞાનની પર્યાય સ્વરૂપ તરફ વળી અંતર્નિમગ્ન થાય ત્યારે.

પર્યાય તરીકે તો એ ભેદો છે, પણ આત્માના ચૈતન્યસ્વરૂપમાં તેઓ નથી. તેથી વર્ણાદિ ભાવો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી આત્માના નથી એવો યથાર્થ સ્યાદ્વાદ છે. તે પ્રમાણે નિમિત્ત છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થતું નથી એ સ્યાદ્વાદ છે. બનારસીદાસે કહ્યું છે ને કે- ‘નહિ નિમિત્તકો દાવ.’-નિમિત્તનો કદી દાવ આવતો જ નથી. કાર્તિકેય સ્વામીએ એક ગાથામાં કહ્યું છે કે-પૂર્વ-પરિણામયુક્ત દ્રવ્ય તે કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય તે કાર્ય છે તો પછી નિમિત્ત (પર દ્રવ્ય) કારણ છે એ કયાં રહ્યું? વ્યવહારથી કહેવું હોય તો પૂર્વ પરિણામ કારણ અને ઉત્તર પરિણામ કાર્ય કહેવાય. તથા નિશ્ચયથી જોઈએ તો, એ જ પરિણામ કારણ અને એ જ પરિણામ કાર્ય છે.

[પ્રવચન નં ૧૦પ (ચાલુ) * દિનાંક ૨૪-૬-૭૬]

PDF/HTML Page 655 of 4199
single page version

कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत्–

पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी।
मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।। ५८ ।।

तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं।
जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।। ५९ ।।

गंधरसफासरूवा देहो संठाणमाइया जे य।
सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।। ६० ।।
पथि मुष्यमाणं द्रष्टवा लोका भणन्ति व्यवहारिणः।
मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।। ५८ ।।

तथा जीवे कर्मणां नोकर्मणां च द्रष्टवा वर्णम्।
जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः।। ५९ ।।

गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च।
सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।। ६० ।।

_________________________________________________________________

હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ-

દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’–
બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; પ૮.
એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો,
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. પ૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.

ગાથાર્થઃ– [पथि मुष्यमाणं] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [द्रष्ट्वा]


PDF/HTML Page 656 of 4199
single page version

દેખીને [एषः पन्था] આ માર્ગ [मृष्यते] લૂંટાય છે’ એમ [व्यवहारिणः] વ્યવહારી [लोकाः] લોકો [भणन्ति] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [कश्चित् पन्था] કોઈ માર્ગ તો [न च मुष्यते] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [तथा] તેવી રીતે [जीवे] જીવમાં [कर्मणां नोकर्मणां च] કર્મોનો અને નોકર્મોનો [वर्णम्] વર્ણ [द्रष्ट्वा] દેખીને [जीवस्य] જીવનો [एषः वर्णः] આ વર્ણ છે’ એમ [जिनैः] જિનદેવોએ [व्यवहारतः] વ્યવહારથી [उक्तः] કહ્યું છે. [गन्धरसस्पर्शरूपाणि] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, [देहः संस्थानादयः] દેહ, સંસ્થાન આદિ [ये च सर्वे] જે સર્વ છે, [व्यवहारस्य] તે સર્વ વ્યવહારથી [निश्चयद्रष्टारः] નિશ્ચયના દેખનારા [व्यपदिशन्ति] કહે છે.

ટીકાઃ– જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને, સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલો (રહેલો) કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, (કર્મ-નોકર્મના) વર્ણની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘જીવનો આ વર્ણ છે’ એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો) વ્યવહારથી અર્હંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધનો અભાવ છે.

ભાવાર્થઃ– આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.

અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક


PDF/HTML Page 657 of 4199
single page version

અભેદદ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.

અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજ્યે જ સમ્યગ્જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.

* શ્રી સમયસાર ગાથા પ૮–પ૯–૬૦ મથાળું *

એક નય કહે છે કે વર્ણાદિ ભાવો જીવના છે અને બીજો નય કહે છે કે તે જીવના નથી. આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કેવી રીતે કહેવામાં આવે છે? અમારે તેનો નિર્ણય શી રીતે કરવો? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ-

* ગાથા પ૮–પ૯–૬૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જેમ-વ્યવહારી લોકો માર્ગે નીકળેલા સંઘને લૂંટાતો દેખીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે. સંઘની માર્ગમાં તેટલી વાર ઉપસ્થિતિ હોય છે તેથી તેનો ઉપચાર કરીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ લૌકિકમાં કહે છે. ‘સંઘ લૂંટાય છે’ એમ કહેવાને બદલે ‘માર્ગ લૂંટાય છે’ એમ કેમ કહ્યું? એ તો સંઘની માર્ગમાં થોડો કાળ સ્થિતિ છે તે દેખીને, તેનો ઉપચાર કરીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહ્યું છે. તોપણ જો નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી. માર્ગ શું લૂંટાય? લૂંટાય છે તો માણસો. તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલા કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, વ્યવહારથી જણાવે છે કે-‘જીવનો આ વર્ણ છે.’ રાગનો તથા કર્મનો જીવ સાથે સંબંધ દેખી અર્થાત્ જીવમાં તે પ્રકારે સ્થિતિ હોવાથી, ઉપચાર કરીને કહે છે કે ‘જીવનો આ વર્ણ છે.’

અહા! કેવો સરસ દાખલો આપ્યો છે! માર્ગ તો લૂંટાતો નથી, પણ માર્ગમાં તેટલો કાળ રહેલો સંઘ લૂંટાય છે; અને તેનો ઉપચાર કરીને ‘માર્ગ લૂંટાય છે’ એમ કહેવાય છે. તેમ ભગવાન આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ ધ્રુવ છે. અને તે ચૈતન્ય ધ્રુવ પ્રવાહ સદાકાળ એવો ને એવો જ છે. પરંતુ તેની પર્યાયમાં, રાગ અને કર્મનો સંબંધ છે. તે સમય પૂરતો પર્યાયનો સંબંધ દેખીને, તેનો ઉપચાર કરીને, કર્મ અને રાગ જીવના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે.


PDF/HTML Page 658 of 4199
single page version

આ કર્મ, નોકર્મ અને રાગાદિ બંધપર્યાયથી જીવમાં સ્થિતિ પામેલ છે. એટલે કે એ કર્મ અને રાગાદિનો સંબંધ પર્યાયમાં એક સમય પૂરતો છે. વર્તમાન પર્યાયમાં એક સમય માટે કર્મ અને રાગનો સંબંધ છે. તે સંબંધ એક સયમનો જ છે. બીજે સમયે બીજો સંબંધ થાય છે, અને ત્રીજે સમયે ત્રીજો; પણ તે એક સમય પૂરતો જ સંબંધ થાય છે. તેથી આટલો સંબંધ દેખીને, જેમ માર્ગ લૂંટાતો નથી છતાં માર્ગ લૂંટાય છે એમ આરોપથી કહેવાય છે તેમ, ભગવાન આત્માને કર્મ અને રાગાદિ નથી છતાં વ્યવહારથી તે આત્માને છે એમ કહેવાય છે. નિશ્ચયથી તો આત્મા સદાય અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે, જુદો છે. તેથી અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક એવા જીવને કોઈ પણ વર્ણ આદિ નથી. નિશ્ચયથી અંદર પરમાર્થ વસ્તુને-ચૈતન્ય ધ્રુવ પ્રવાહને જોતાં તેમાં વર્ણ આદિ કાંઈ નથી.

માર્ગ તો માર્ગમાં છે, આકાશમાં છે. તે માર્ગ (આકાશ) કાંઈ લૂંટાય છે? (ના). પણ સંઘ જે થોડો કાળ માર્ગમાં ઊભો છે તે કાળે લૂંટાય છે તેથી ‘માર્ગ લૂંટાય છે’ એમ આરોપથી કહ્યું છે. તેવી રીતે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ જ્ઞાયક ધ્રુવ એવો ને એવો છે. એનો-ધ્રુવ ચૈતન્યનો પ્રવાહ તો અનાદિ-અનંત એમ ને એમ જ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં રાગ તથા કર્મનો સંબંધ દેખી, તે રાગ અને કર્મ તેના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પરંતુ મૂળ ચીજમાં-આત્મામાં તેઓ નિશ્ચયથી નથી. આત્માને અન્ય કોઈ પણ વસ્તુ સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ સંબંધ છે. શરીર, કર્મ, રાગ, ગુણસ્થાનના ભેદ ઇત્યાદિ સાથે પણ એક સમય પૂરતો જ સંબંધ છે. અહા! વસ્તુ તો વસ્તુપણે ત્રિકાળ છે. તેની એક સમયની પર્યાયમાં વર્ણાદિ સાથે એક સમય પૂરતો સંબંધ દેખી તે વર્ણાદિ જીવના છે એમ વ્યવહારથી કહેવાય છે, છતાં પરમાર્થે તેઓ વસ્તુભૂત નહિ હોવાથી જીવના નથી.

જેવી રીતે ‘જીવને વર્ણ નથી’ એમ કહ્યું તેવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, પ્રત્યય એટલે આસ્રવ, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન અને સંયમલબ્ધિનાં સ્થાન પણ જીવને નથી. તથા પર્યાપ્ત, અપર્યાપ્ત, સંજ્ઞી, અસંજ્ઞી આદિ જે જીવસ્થાન છે તે જીવને નથી, પહેલાં ૨૯ બોલ દ્વારા જે ભાવો કહ્યા તે સઘળાય એક સમય પૂરતા જીવની પર્યાયમાં છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં તેઓ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યના ધ્રુવ પ્રવાહે ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એમ ને એમ જ અનાદિઅનંત રહેલો છે. તેને આ બધા ભાવો સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ જે સંબંધ છે તે દેખીને તેઓ જીવના છે એમ અર્હંતદેવો વ્યવહારથી કહે છે. તોપણ નિશ્ચયથી ત્રિકાળી દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ તેઓ જીવના છે જ નહિ.


PDF/HTML Page 659 of 4199
single page version

નિશ્ચયથી, સદાય જેનો અમૂર્તસ્વભાવ છે અને જે ઉપયોગ ગુણ વડે અન્યથી અધિક છે એવા આત્માને તે સર્વ ભાવો નથી. જોયું? ઉપરોક્ત બધાય ભાવો મૂર્ત કહ્યા અને ભગવાન આત્મા અરૂપી-અમૂર્ત વસ્તુ છે એમ કહ્યું. અહાહા! આત્મા જાણવાના સ્વભાવવાળું અરૂપી ચૈતન્યતત્ત્વ છે અને તે સર્વ ભેદની પર્યાયથી ભિન્ન છે એમ કહે છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિની, એક સમયની પર્યાયમાં સ્થિતિ દેખીને, તેઓ જીવના છે એમ વ્યવહારથી કહ્યું, છતાં સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે એવા ચૈતન્યભગવાનમાં તેઓ નથી. આ ભાવો તો પહેલાં પુદ્ગલના પરિણામમય કહ્યા છે. તેથી તેઓ મૂર્ત છે. અને ભગવાન આત્મા અરૂપી- અમૂર્ત છે. તેથી ત્રિકાળ અમૂર્તસ્વભાવી આત્મા તે મૂર્તભાવોથી ભિન્ન છે, જુદો છે. અહાહા! શું સમયસાર છે! કહે છે કે-ભેદ, નિમિત્ત, સંસાર, ભૂલનો સંબંધ તો એક સમય પૂરતો જ છે. ભેદમાં, ભૂલમાં, સંસારમાં તે એક સમય પૂરતો જ અટકેલો છે. બસ, આટલો જ એક સમયનો સંબંધ જોઈને તે જીવના છે એમ વ્યવહારથી કહેલ છે. નિશ્ચયથી, ઉપયોગગુણ વડે જે સર્વ અન્યથી અધિક છે તે આત્મામાં ભેદ આદિ છે જ નહિ.

અનંતકાળથી-અનાદિથી આત્માની સાથે રાગ, મિથ્યાત્વ છે. તેથી અજ્ઞાનીને એમ લાગે છે કે સંસાર તો જાણે અનંતકાળથી છે. તેને અહીં કહે છે કે-ભાઈ! સંસાર અનાદિથી છે તે પ્રવાહની અપેક્ષાએ છે. બાકી ખરેખર તો જીવને સંસારની સાથે એક સમય પૂરતો જ સંબંધ છે. ૮૪ના અનંત અવતાર કર્યા તોપણ સંબંધ એક સમયનો જ છે. આ સંયમલબ્ધિના ભેદરૂપ ભાવ પણ એક સમય પૂરતા જ છે. તેઓ વસ્તુમાં કયાં છે? અહા! કેવી શૈલી લીધી છે! આત્માનો સદાય અમૂર્ત સ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્ય ભાવોથી ભિન્ન છે. માટે વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં, ઉપયોગ ગુણ વડે તે જુદો પડી જાય છે, અર્થાત્ ભેદ સાથે સંબંધ રહેતો નથી.

અનંતકાળથી પ્રવાહરૂપ સંસાર ભલે હો, તોપણ તેની સાથે જીવને અનંતકાળનો સંબંધ નથી, પણ એક સમયનો જ સંબંધ છે. ત્રિકાળી ભગવાન આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે. તેને ગમે તેટલો લાંબો સંસાર હો, અરે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ કર્મની સ્થિતિ હો, પણ સંબંધની સ્થિતિ તો એક સમય પૂરતી છે. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરની છે એમ જે કહ્યું છે એ તો આખો સરવાળો કરીને કહ્યું છે. બાકી સંબંધ તો એક સમય પૂરતો જ છે. રાગ હો, મિથ્યાત્વ હો, ગુણસ્થાનના ભેદ હો કે જીવસ્થાનના ભેદ હો, એ સર્વ સાથે એક સમયનો જ સંબંધ છે. વર્તમાન એક સમયનો સંબંધ છે તેથી તે અપેક્ષાએ તે ભેદો જીવના છે એમ વ્યવહારથી કહ્યું; તથાપિ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં, તે ભેદો નિશ્ચયથી જીવને નથી. એક સમયની પર્યાયના સંબંધમાં અટકેલી દ્રષ્ટિ ગુલાંટ ખાઈને, જ્ઞાનગુણે હું અધિક છું એમ જ્યારે સ્વભાવ પર સ્થિર થાય છે ત્યારે, તે એક સમયનો સંબંધ રહેતો નથી.


PDF/HTML Page 660 of 4199
single page version

આત્માનો સદાય અમૂર્તસ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્યથી જુદો છે. માટે એક સમયની પર્યાયમાં અટકેલા ભાવોથી તે જુદો છે. અર્થાત્ તે સર્વ ભાવો જીવના નથી. અહા! નિમિત્ત કાઢી નાખ્યું, રાગ કાઢી નાખ્યો અને ભેદરૂપ પર્યાય પણ કાઢી નાખી. (અર્થાત્ તે જીવમાં નથી). નિમિત્તનો સંબંધ એક સમયનો, રાગનો સંબંધ એક સમયનો અને ભેદરૂપ પર્યાયનો સંબંધ પણ એક સમયનો આખો ઉકરડો-આ ૨૯ બોલ દ્વારા કહેલા ભાવોનો આખો ઉકરડો એક સમયના સંબંધે છે. આ સંબંધ પણ પર્યાયદ્રષ્ટિથી જોતાં છે; પરંતુ વસ્તુદ્રષ્ટિથી જોવામાં આવે તો તે સંબંધ પણ નથી કેમકે સંયોગ સંબંધ હોવા છતાં આત્માને તે સર્વ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ નથી. વર્ણાદિ ભાવો અને જીવને તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. કાળો રંગ આદિ નિમિત્તભાવ, વિકાર આદિ રાગભાવ અને લબ્ધિસ્થાન આદિ ભેદ-ભાવ-તે સર્વ એક સમયના ભાવો છે. તેમને અને આત્માને એક સમયની પર્યાયમાં સંબંધ હોવાથી તે જીવના છે એમ વ્યવહારથી કહ્યું છે તોપણ તે ભેદો, વસ્તુદ્રષ્ટિથી જોઈએ તો, દ્રવ્યની સાથે એકરૂપ થયા જ નથી તેથી નિશ્ચયથી તે જીવના નથી. આ પ્રમાણે બે વાત કરી છે. વ્યવહારથી આ ભાવો જીવના કહ્યા છે, પણ નિશ્ચયથી તે જીવના નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજવું જોઈએ.

* ગાથા પ૮–પ૯–૬૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. જુઓ, ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેની વર્તમાન પર્યાયમાં એક સમય પૂરતો આ વર્ણ, રાગ, ગુણસ્થાન આદિ ભેદનો સંબંધ છે. તેથી વ્યવહારનયથી તેઓ જીવના છે એમ કહ્યું છે કેમકે વર્તમાન પર્યાયમાં તેમનું અસ્તિત્વ છે. પરંતુ નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. અહાહા! ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે ગુણસ્થાન આદિ ભેદો સાથે જીવને તદ્રૂપપણું નથી, તાદાત્મ્ય નથી. તેથી તે સર્વ ભાવો વ્યવહારથી જીવના કહ્યા છે છતાં નિશ્ચયથી જીવના નથી. આવી વાત છે.

અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે સર્વથા અસત્યાર્થ છે. શું કહે છે? કે આ રાગ, કર્મનો સંબંધ, ગુણસ્થાન આદિના ભેદ જે છે તે પર્યાયમાં પણ નથી એમ ન સમજવું. પર્યાયપણે તો તે સર્વ સત્યાર્થ છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એક સમયની દશાને અસત્યાર્થ કહી છે, પણ વર્તમાન પર્યાયની અપેક્ષાથી તો તે વ્યવહાર સત્ય છે. માટે તેને (વ્યવહારનયને) કથંચિત્ અસત્યાર્થ જાણવો.