Page -8 of 170
PDF/HTML Page 21 of 199
single page version
તેના પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારનયે સંયોગરૂપ કે નિમિત્તરૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે.
આ દ્રષ્ટિએ પર દ્રવ્યો સાથેનો સંબંધ અસદ્ભૂત – અસત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘વ્યવહારનય’ કહેવામાં આવે છે અને જીવના દ્રવ્ય – ગુણ – પર્યાય પોતાના હોવાથી તે સદ્ભૂત – સત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને ‘નિશ્ચયનય’ કહેવામાં આવે છે.
પણ પહેલા પ્રકારનું ભેદજ્ઞાન કરવા માત્રથી જ સમ્યગ્દર્શનજ્ઞાન થતું નથી. અનાદિથી જીવનો પર્યાય અશુદ્ધ છે. તેને પોતામાં થતો હોવાની અપેક્ષાએ ‘નિશ્ચયનય’નો વિષય કહે છે, તો પણ તે પરના આશ્રયે થતો હોવાથી તેને વ્યવહારનયનો પણ વિષય કહેવાય છે. વળી શુદ્ધ પર્યાયો પણ જીવનું ત્રિકાલી સ્વરૂપ નથી, તેમ જ તેના આશ્રયે તથા ગુણભેદના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે અને જીવ દ્રવ્યનું ત્રિકાલી શુદ્ધસ્વરૂપ કે જે ધ્રુવ છે તેને ‘નિશ્ચય’ કહેવામાં આવે છે કેમ કે તેને આશ્રયે જ ધર્મની શરૂઆત – તેનું ટકવું
‘‘.......સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના (પ્રતિબિંબના) સ્થાને છે – જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, તેમના જેવા થઈ જાય છે.....’’
‘‘સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવા ઉચિત છે......’’
વળી શ્રી મોક્ષમાર્ગપ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૩માં સિદ્ધ૨ ભગવાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે –
‘‘.......જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય – પરદ્રવ્યનું ઉપાધિક ભાવ તથા ૧. જુઓઃ શ્રી સમયસાર – શ્રી રાયચંદ્ર ગ્રન્થમાળા – શ્રી જયસેનાચાર્ય ટીકા – ગાથા ૫૭; પૃ. ૧૦૧; ગાથા
૨. શ્રી સમયસાર – નવી ગુ. આવૃત્તિ પૃ. ૬, ૭.
Page -7 of 170
PDF/HTML Page 22 of 199
single page version
अथोक्तप्रकारसिद्धस्वरूपस्य तत्प्राप्त्युपायस्य चोपदेष्टारं सकलात्मानमिष्टदेवताविशेषं स्तोतुमाह — સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ, તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો......’’
પ્રશ્નઃ પંચપરમેષ્ઠીમાં પહેલા અરિહંત દેવ છે; તો તેમના બદલે અહીં સિદ્ધ ભગવાનને પ્રથમ નમસ્કાર કેમ કર્યા?
ઉત્તરઃ સિદ્ધ દશા તે આત્માનું પરમ ધ્યેય છે. તે જ આત્માને ઇષ્ટ છે. ગ્રન્થકર્તા વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના છે, તેથી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી કર્તાએ ગ્રન્થની શરૂઆત કરી છે. જેને જે ગુણની પ્રાપ્તિની ભાવના હોય તે તે ગુણધારીનું બહુમાન કરી તેને નમસ્કાર કરે એ સ્વાભાવિક છે. જેમ ધનુર્વિદ્યાની પ્રાપ્તિનો અભિલાષી પુરુષ ધનુર્વિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ સિદ્ધપદની પ્રાપ્તિની ભાવનાવાળો જીવ, સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને શુદ્ધાત્માનો આદર કરે છે.
વળી આ અધ્યાત્મ શાસ્ત્ર છે તેથી તેમાં પ્રથમ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવા તે ઉચિત છે.૧
શ્રી કુન્દકુન્દાચાર્યે પણ શ્રી સમયસારની શરૂઆત કરતાં પ્રથમ ‘‘वंदित्तु सव्वसिद्धे.......’ કહીને સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા છે.
અરહંતાદિને એકદેશ સિદ્ધપણું પ્રગટ થયું છે, માટે સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરતાં પંચપરમેષ્ઠી ભગવંતોને પણ તેમાં નમસ્કાર આવી જાય છે.
આ કારણથી શાસ્ત્રકર્તાએ મંગલાચરણમાં પ્રથમ સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. ૧. હવે ઉક્ત પ્રકારના સિદ્ધસ્વરૂપના તથા તેની પ્રાપ્તિના ઉપાયના ઉપદેશદાતા ઇષ્ટદેવતા વિશેષ ‘સકલાત્મની’ (અરહંત ભગવાનની) સ્તુતિ કરતાં કહે છેઃ – ૧. જુઓઃ બૃ. દ્રવ્યસંગ્રહ-ગાથા ૧ની ટીકા.
Page -6 of 170
PDF/HTML Page 23 of 199
single page version
टीका — यस्य भगवतो जयन्ति सर्वोत्कर्षेण वर्तन्ते । काः ? भारतीविभूतयः भारत्याः वाण्याः विभूतयो बोधितसर्वात्महितत्वादिसम्पदः । कथंभूतस्यापि जयन्ति ? अवदतोऽपि ताल्वोष्ठपुटव्यापारेण वचनमनुच्चारयतोऽपि । उक्तं च –
नो वांछाकलितं न दोषमलिनं न श्वासरुद्धक्रमं ।
અન્વયાર્થ : — (यस्य अनीहितुः अपि) જેમને ઇચ્છા પણ નથી, (अवदतः अपि) જેમને તાલુ, ઓષ્ઠાદિદ્વારા શબ્દોચ્ચારણ પણ નથી, (तीर्थकृतः) જેઓ તીર્થના કરનાર છે અને જેમની (भारतीविभूतयः) વાણીની (સર્વ પ્રાણીઓને હિત ઉપદેશવારૂપ) વિભૂતિઓ (जयन्ति) જયવંત વર્તે છે, (तस्मै) તે (शिवाय) શિવને (धात्रे) વિધાતાને – બ્રહ્માને, (सुगताय) સુગતને, (विष्णवे) વિષ્ણુને, (जिनाय) જિનને અને (सकलात्मने) સશરીર શુદ્ધાત્માને (અરહંત પરમાત્માને) (नमः) નમસ્કાર હો.
ટીકા : જે ભગવાનની જયવંત વર્તે છે અર્થાત્ સર્વોત્કર્ષરૂપે વર્તે છે – શું (જયવંત વર્તે છે)? ભારતીની વિભૂતિઓ – ભારતીની એટલે વાણીની અને વિભૂતિઓ એટલે સર્વ આત્માઓને હિતનો ઉપદેશ દેવો ઇત્યાદિરૂપ સંપદાઓ – (જયવંત વર્તે છે).
કેવા હોવા છતાં (તેમની વાણીની વિભૂતિઓ) જયવંત વર્તે છે? નહિ બોલતા હોવા છતાં અર્થાત્ તાલુ – ઓષ્ઠના સંપુટરૂપ (સંયોગસમ) વ્યાપારદ્વારા વચનોચ્ચાર કર્યા વિના પણ (તેમની વાણી પ્રવર્તે છે).
વળી કહ્યું છે કે —
‘‘જે સર્વ આત્માઓને હિતરૂપ છે, વર્ણરહિત નિરક્ષરી છે, બંને હોઠના પરિસ્પંદન
Page -5 of 170
PDF/HTML Page 24 of 199
single page version
तन्नः सर्वविदः प्रणष्टविपदः पायादपूर्वं वचः’’ ।।१।।
अथवा भारती च विभूतयश्च छत्रत्रयादयः । पुनरपि कथम्भूतस्य ? तीर्थकृतोऽप्यनीहितुः ईहा वाञ्छा मोहनीयकर्मकार्यं, भगवति च तत्कर्मणः प्रक्षयात्तस्याः सद्भावानुपपत्तिरतोऽनीहितुरपि तत्करणेच्छारहितस्यापि, तीर्थकृतः संसारोरत्तणहेतुभूतत्त्वात्तीर्थमिव तीर्थमागमः तत्कृतवतः । किं नाम्ने तस्मै सकलात्मने ? शिवाय शिवं परमसौख्यं परमकल्याणं निर्वाणं चोच्यते तत्प्राप्ताय । धात्रे असिमषिकृष्यादिभिः सन्मार्गोपदेशकत्वेन च सकललोकाभ्युद्धारकाय । सुगताय शोभनं गतं ज्ञानं यस्यासौ सुगतः, सुष्ठु वा अपुनरावर्त्यगतिं गतं सम्पूर्णं वा अनन्तचतुष्टयं गतः प्राप्तः सुगतस्तस्मै । (હલનચલનરૂપ વ્યાપારથી) રહિત છે, વાંછારહિત છે, કોઈ દોષથી મલિન નથી, તેના (ઉચ્ચારણમાં) શ્વાસનું રૂંધન નહિ હોવાથી અક્રમ (એક સાથે) છે અને જેને શાન્ત તથા ક્રોધરૂપી વિષથી રહિત (મુનિગણ) સાથે પશુગણે પણ કર્ણદ્વારા (પોતાની ભાષામાં) સાંભળી છે તે દુઃખવિનાશક સર્વજ્ઞની અપૂર્વ વાણી અમારી રક્ષા કરો.’’
અથવા ‘भारतीविभूतयः’નો અર્થ ‘ભારતી એટલે વાણી અને વિભૂતિઓ એટલે ત્રણ છત્રાદિ’ એમ પણ થાય.
વળી કેવા ભગવાનની? તીર્થના કર્તા હોવા છતાં ઇચ્છા – રહિતની – ઇહા એટલે વાંછા જે મોહનીયકર્મનું કાર્ય છે, તે કર્મનો ભગવાનને ક્ષય હોવાથી તેમનામાં તેનો (વાંછાનો) અસદ્ભાવ (અભાવ) છે; તેથી તેઓ ઇચ્છારહિત હોવા છતાં – તે કરવાની ઇચ્છા રહિત હોવા છતાં ‘તીર્થકૃત્’ છે અર્થાત્ સંસારથી તારવાના (પાર કરાવવાના) કારણભૂતપણાને લીધે તીર્થ સમાન અર્થાત્ તીર્થ એટલે આગમ – તેના કરનાર છે – તેમની (વાણી જયવંત વર્તે છે).
કેવા નામવાળા તેમને (નમસ્કાર)? સકલાત્માને, ‘શિવ’ને૧ – શિવ એટલે પરમ સુખ, પરમ કલ્યાણ અને જે નિર્વાણ કહેવાય છે તે જેમણે પ્રાપ્ત કર્યું તેવાને, ‘ધાતાને’ – અસિ – મસિ- કૃષિ આદિદ્વારા સન્માર્ગના ઉપદેશક હોવાના કારણે જેઓ સકલ લોકના અભ્યુદ્ધારક (તારણહાર) તેમને, ‘સુગતને’ – સારું છે ગત એટલે જ્ઞાન જેમનું અથવા જે સારી રીતે અપુનરાવર્ત્યગતિને (મોક્ષને) પામ્યા છે તેમને, અથવા સંપૂર્ણ કે અનંતચતુષ્ટયને જેમણે પ્રાપ્ત १. शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयं ।
Page -4 of 170
PDF/HTML Page 25 of 199
single page version
विष्णवे केवलज्ञानेनाशेषवस्तुव्यापकाय । जिनाय अनेकभवगहनप्रापहेतून् कर्मारातीन् जयतीति जिनस्तस्मै । सकलात्मे सह कलया शरीरेण वर्तत इति सकलः सचासावात्मा च तस्मै नमः ।।२।। કર્યું છે તેવા સુગતને, ‘વિષ્ણુને૧ – જેઓ કેવળજ્ઞાન દ્વારા અશેષ (સમસ્ત) વસ્તુઓમાં વ્યાપક છે એવાને, ‘જિને’૨ – અનેક ભવરૂપી અરણ્યને (વનને) પ્રાપ્ત કરાવવાના કારણભૂત કર્મશત્રુઓને જેમણે જીત્યા છે તે જિનને – એવા સકલાત્માને – કલ એટલે શરીર સહિત જે વર્તે છે તે સકલ; અને સકલ અર્થાત્ સશરીર આત્મા તે ‘સકલાત્મા’ – તેમને નમસ્કાર હો! (૨)
ભાવાર્થ : જેઓ તીર્થંકર છે, શિવ છે, વિધાતા છે, સુગત છે, વિષ્ણુ છે તથા સમવરણાદિ વૈભવ સહિત છે અને ભવ્ય જીવોને કલ્યાણરૂપ જેમની દિવ્ય વાણી (દિવ્ય ધ્વનિ) મુખેથી નહિ પણ સર્વાંગેથી ઇચ્છા વગર છૂટે છે અને જયવંત વર્તે છે તે સશરીર શુદ્ધાત્માને અર્થાત્ જીવનમુક્ત અરહંત પરમાત્માને અહીં નમસ્કાર કર્યા છે.
આ પણ માંગલિક શ્લોક છે. તેમાં ગ્રન્થકારે શ્રી અરહંત ભગવાનને અને તેમની દિવ્ય ધ્વનિને નમસ્કાર કર્યા છે.
તાળુ – ઓષ્ઠ વગેરેની ક્રિયારહિત અને ઇચ્છારહિત તેમની વાણી જયવંત વર્તે છે, તેઓ તીર્થના કર્તા છે અર્થાત્ જીવોને મોક્ષનો માર્ગ બતાવનારા છે – હિતોપદેશી છે, તેમને મોહના અભાવને લીધે કોઈ પણ પ્રકારની ઇચ્છા શેષ રહી નથી અર્થાત્ તેઓ વીતરાગ છે અને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયાં કર્મોનો નાશ થવાથી તેમને અનંતજ્ઞાનાદિ ગુણો પ્રગટ થયા છે અર્થાત્ તેઓ ‘સર્વજ્ઞ’ છે.
વળી તેઓ શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલાત્મા છે. આ બધાં તેમનાં ગુણવાચક નામો છે.
તે દિવ્ય વાણી છે. તે ભગવાનના સર્વાંગેથી ઇચ્છા વિના છૂટે છે, સર્વ પ્રાણીઓને હિતરૂપ છે અને નિરક્ષરી છે.
વળી ભગવાનના દિવ્યધ્વનિને દેવ, મનુષ્ય, તિર્યંચાદિ સર્વ જીવો પોતપોતાની ભાષામાં १. विश्वं हि द्रव्यपर्यायं विश्वं त्रैलोक्यगोचरम् ।
२. रागद्वेषादयो येन जिताः कर्म-महाभटाः ।
Page -3 of 170
PDF/HTML Page 26 of 199
single page version
ननु निष्कलेतररूपमात्मानं नत्वा भवान् किं करिष्यतीत्याह —
श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक् ।
समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ।।३।। પોતાના જ્ઞાનની યોગ્યતાનુસાર સમજે છે. તે નિરક્ષર ધ્વનિને ‘ૐકાર ધ્વનિ’ કહે છે. શ્રોતાઓના કર્ણપ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે અને જ્યારે તે શ્રોતાઓના કર્ણો વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે.૧
‘‘.......જેમ સૂર્યને એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું પરંતુ સ્વાભાવિક જ તેનાં કિરણો ફેલાય છે, જેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવલી ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રકાશિત કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતિકર્મના ઉદયથી તેમનાં શરીરરૂપ પુદ્ગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે, જેનાથી મોક્ષમાર્ગનું સહજ પ્રકાશન થાય છે.....’’૨
ભગવાનની દિવ્ય ધ્વનિ દ્રવ્યશ્રુત વચનરૂપ છે. તે સરસ્વતીની મૂર્તિ છે, કારણ કે વચનોદ્વારા અનેક ધર્મવાળા આત્માને તે પરોક્ષ બતાવે છે. કેવળજ્ઞાન અનંત ધર્મસહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ અને વચનરૂપ અનેકાન્તમયી સરસ્વતીની મૂર્તિ છે. સરસ્વતીનાં વાણી, ભારત, શારદા, વાગ્દેવી ઇત્યાદિ ઘણાં નામ છે.૩ ૨.
નિષ્કલથી અન્યરૂપ આત્માને (નિષ્કલ નહિ એવા સકલ આત્માને) નમસ્કાર કરીને આપ શું કરશો? તે કહે છે –
અન્વયાર્થ : (अथ) હવે પરમાત્માને નમસ્કાર કર્યા બાદ (अहं) હું – પૂજ્યપાદ ૧. જુઓઃ ગોમ્મટસાર – જીવકાંડ ગાથા ૨૨૭ની ટીકા. ૨. જુઓઃ મોક્ષમાર્ગપ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૨ ૩. જુઓઃ શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ પૃ. ૪.
Page -2 of 170
PDF/HTML Page 27 of 199
single page version
टीका — अथ इष्टदेवतानमस्कारकरणानन्तरं । अभिधास्ये कथयिष्ये । कं ? विविक्तमात्मानं कर्ममलरहितं जीवस्वरूपं । कथभिधास्ये ? यथात्मशक्ति आत्मशक्तेरनतिक्रमेण । किं कृत्वा ? समीक्ष्य तथाभूतमात्मानं सम्यग्ज्ञात्वा । केन ? श्रुतेन —
इत्याद्यागमेन । तथा लिंगेन हेतुना । तथा हि – शरीरादिरात्मभिन्नोभिन्नलक्षणलक्षितत्त्वात् । ययोर्भिन्नलक्षणलक्षितत्वं तयोर्भेदो यथाजलानलयोः । भिन्नलक्षणलक्षितत्वं चात्मशरीरयोरिति । न चानयोर्भिन्नलक्षणलक्षितत्वमप्रसिद्धम् । आत्मनः उपयोगस्वरूपोपलक्षितत्वात् – शरीरादेस्तद्विपरीतत्त्वात् । समाहितान्तः करणेन समाहितमेकाग्रीभूतं तच्च तदन्तःकरणं च मनस्तेन । सम्यक् – समीक्ष्य આચાર્ય (विविक्तं आत्मानं) પરથી ભિન્ન એવા આત્માના શુદ્ધસ્વરૂપને (श्रुतेन) શ્રુતદ્વારા (लिंगेन) અનુમાન અને હેતુદ્વારા, (समाहितान्तः करणेन) એકાગ્ર મનદ્વારા (सम्यक्समीक्ष्य) સમ્યક્ પ્રકારે જાણીને – અનુભવીને (कैवल्यसुखस्पृहाणां) કેવલ્યપદ – વિષયક અથવા નિર્મલ અતીન્દ્રિયસુખની ભાવનાવાળાઓને (यथाशक्ति) શક્તિ અનુસાર (अभिधास्ये) કહીશ.
ટીકા : હવે ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા પછી હું કહીશ. શું (કહીશ)? વિવિક્ત આત્માને અર્થાત્ કર્મમલરહિત જીવસ્વરૂપને (કહીશ). કેવી રીતે કહીશ? યથાશક્તિ – આત્મશક્તિનું ઉલ્લંઘન કર્યા વગર – કહીશ. શું કરીને (કહીશ)? સમીક્ષા કરીને અર્થાત્ તેવા આત્માને (વિવિક્ત આત્માને) સમ્યક્ પ્રકારે જાણીને (કહીશ). શા વડે (કયા સાધન વડે)? શ્રુતદ્વારા –
‘‘જ્ઞાનદર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.’’ ઇત્યાદિ આગમદ્વારા તથા લિંગ અર્થાત્ હેતુદ્વારા (કહીશ). તે આ પ્રમાણેઃ –
શરીરાદિ આત્માથી ભિન્ન છે, કારણ કે તેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે. જેઓ ભિન્ન લક્ષણોથી લક્ષિત છે, તેઓ બંને (એકબીજાથી) ભિન્ન છે; જેમ જલ અને અગ્નિ (એક બીજાથી) ભિન્ન છે તેમ. આત્મા અને શરીર (બંને) ભિન્ન લક્ષણોથી લક્ષિત છે અને તે બંનેનું ભિન્ન લક્ષણોથી લક્ષિતપણું અપ્રસિદ્ધ નથી (અર્થાત્ પ્રસિદ્ધ છે). કારણ કે આત્મા ઉપયોગસ્વરૂપથી ઉપલક્ષિત છે અને શરીરાદિક તેનાથી વિપરીત લક્ષણવાળાં છે.
સમાહિત અન્તઃકરણથી – સમાહિત એટલે એકાગ્ર થયેલા અને અંતઃકરણ એટલે
Page -1 of 170
PDF/HTML Page 28 of 199
single page version
सम्यग्ज्ञात्वा अनुभूयेत्यर्थः । केषां तथा भूतमात्मानमभिधास्ये ? कैवल्यसुखस्पृहाणां कैवल्ये सकलकर्मरहितत्त्वे सति सुखं तत्र स्पृहा अभिलाषो येषां, कैवल्ये विषयाप्रभवे वा सुखे; कैवल्यसुखयो स्पृहा येषाम् ।।३।। મન – એકાગ્ર થયેલા મન વડે, સમ્યક્પ્રકારે સમીક્ષા કરીને – (વિવિક્ત આત્માને) જાણીને – અનુભવીને (કહીશ) એવો અર્થ છે. હું કોને તેવા પ્રકારના આત્માને કહીશ? કૈવલ્ય સુખની સ્પૃહાવાળાઓને – કૈવલ્ય અર્થાત્ સકલ કર્મોથી રહિત થતાં જે સુખ (ઊપજે) તેની સ્પૃહા (અભિલાષા) કરનારાઓને – (કહીશ). કૈવલ્ય અર્થાત્ વિષયોથી ઉત્પન્ન નહિ થયેલા એવા સુખની – અથવા કૈવલ્ય અને સુખની – સ્પૃહાવાળાઓને (કહીશ). (૩)
ભાવાર્થ : શ્રી પૂજ્યપાદ સ્વામી પ્રતિજ્ઞારૂપે કહે છે કે, ‘હું શ્રુત વડે, યુક્તિઅનુમાન વડે અને ચિત્તની એકાગ્રતા વડે શુદ્ધાત્માને યથાર્થ જાણીને તથા તેનો અનુભવ કરીને, નિર્મળ અતીન્દ્રિય સુખની ભાવનાવાળા ભવ્ય જીવોને મારી શક્તિ અનુસાર શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
કહ્યું છે કેઃ —
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ પરિણમેલો આત્મા જાણે છે કે – ‘નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પર દ્રવ્ય – પરમાણુમાત્ર પણ મારું નથી. એ નિશ્ચય છે.’૧
શરીર અને આત્મા એકબીજાથી ભિન્ન છે કારણ કે તે બંનેનાં લક્ષણ૨ ભિન્ન ભિન્ન છે. આત્મા જ્ઞાન – દર્શન લક્ષણવાળો છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ લક્ષણવાળાં છે – અર્થાત્ અચેતન જડ છે. જેમનાં લક્ષણ ભિન્ન ભિન્ન હોય છે તે બધાં એકબીજાથી ભિન્ન હોય ૧. શ્રી સમયસાર – ગુ. આવૃત્તિ – ગાથા ૩૮ ૨. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. (જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા)
Page 0 of 170
PDF/HTML Page 29 of 199
single page version
कतिभेदः पुनरात्मा भवति ? येन विविक्तमात्मानमिति विशेष उच्यते । तत्र कुतः છે; જેમ કે જલનું લક્ષણ શીતલપણું અને અગ્નિનું લક્ષણ ઉષ્ણપણું છે. એમ બંનેના લક્ષણ ભિન્ન છે, તેથી જલથી અગ્નિ ભિન્ન છે.
જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેનાં પીળાશાદિ લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લાદિ લક્ષણ વડે – બંને જુદાં છે – એમ જાણી શકાય છે, તેમ જીવ અને કર્મ – નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં તેમનાં લક્ષણો વડે તેઓ એકબીજાથી ભિન્ન જાણી શકાય છે.૧
વળી અંતરંગ રાગ – દ્વેષાદિ વિકારી પરિણામો પણ વાસ્તવમાં આત્માના જ્ઞાન લક્ષણથી ભિન્ન છે, કારણ કે રાગ – દ્વેષાદિ ભાવો ક્ષણિક અને આકુળતા લક્ષણવાળા છે; તે સ્વ – પરને જાણતા નથી; જ્યારે જ્ઞાનસ્વભાવ તો નિત્ય ને શાન્ત-અનાકુળ છે, સ્વ – પરને જાણવાનો તેનો સ્વભાવ છે. આ રીતે ભિન્ન લક્ષણદ્વારા જ્ઞાનમય આત્મા રાગાદિકથી ભિન્ન છે – એમ નક્કી થાય છે.૨ માટે આત્મા પરમાર્થે પર – ભાવોથી અર્થાત્ શરીરાદિક બાહ્ય પદાર્થોથી તથા રાગ – દ્વેષાદિ અંતરંગ પરિણામોથી વિવિક્ત છે – ભિન્ન છે.
આગમ અને યુક્તિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણી પોતાના ત્રિકાળ શુદ્ધાત્માની સન્મુખ થતાં આચાર્યને જે શુદ્ધાત્માનો અનુભવ થયો તે અનુભવથી તેઓ વિવિક્ત આત્માનું સ્વરૂપ બતાવવા માગે છે.
આચાર્ય આત્માનું સ્વરૂપ કોને બતાવવા માગે છે? આત્માના અતીન્દ્રિય સુખની જ જેને સ્પૃહા છે – ઇન્દ્રિય – વિષયસુખની જેને સ્પૃહા નથી, તેવા (જિજ્ઞાસુ) ભવ્ય જીવોને જ આચાર્ય વિવિક્ત આત્માનું (શુદ્ધાત્માનું) સ્વરૂપ કહેવા માગે છે.
આ રીતે શ્રી પૂજ્યપાદ આગમ, યુક્તિ અને અનુભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ૩.
આત્માના વળી કેટલા ભેદ છે. જેથી ‘વિવિક્ત આત્મા’ – એમ વિશેષ કહ્યું છે? અને ૧. જુઓઃ સમયસાર ગાથા – ૨૭ – ૨૮ ૨. જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
Page 1 of 170
PDF/HTML Page 30 of 199
single page version
कस्योपादानं कस्य वा त्यागः कर्तव्य इत्याशंक्याह —
टीका — बहिर्बहिरात्मा, अन्तः अन्तरात्मा, परश्च परमात्मा इति त्रिधा आत्मा त्रिप्रकार आत्मा । क्वा ? सर्वदेहिषु सकलप्राणिषु । ननु अभव्येषु बहिरात्मन एव सम्भवात् कथं सर्वदेहिषु त्रिधात्मा स्यात् ? इत्यप्यनुपपन्नं, तत्रापि द्रव्यरूपतया त्रिधात्मसद्भावोपपत्तेः कथं पुनस्तत्र એ આત્માના ભેદોમાં શા વડે કોનું ગ્રહણ અને કોનો ત્યાગ કરવા યોગ્ય છે? એવી આશંકા કરી કહે છે –
અન્વયાર્થ : (सर्वदेहिषु) સર્વ પ્રાણીઓમાં (बहिः) બહિરાત્મા, (अन्त) અન્તરાત્મા (च परः) અને પરમાત્મા (इति) એમ (त्रिधा) ત્રણ પ્રકારે (आत्मा अस्ति) આત્મા છે. (तत्र) તેમાં (मध्योपायात्) અંતરાત્માના ઉપાયદ્વારા (परमं) પરમાત્માને (उपेयात्) અંગીકાર કરવો જોઈએ અને (बहिः) બહિરાત્માને (त्यजेत्) છોડવો જોઈએ.
ટીકા : બહિઃ એટલે બહિરાત્મા, અંતઃ એટલે અંતરાત્મા અને પરઃ એટલે પરમાત્મા – એમ ત્રિધા એટલે ત્રણ પ્રકારે આત્મા છે. તે (પ્રકારો) શામાં છે? સર્વ દેહીઓમાં – સકલ પ્રાણીઓમાં.
અભવ્યોમાં બહિરાત્માનો જ સંભવ હોવાથી સર્વ દેહીઓમાં ત્રણ પ્રકારનો આત્મા છે એમ કેવી રીતે હોઈ શકે?
એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે ત્યાં પણ (અભવ્યમાં પણ) દ્રવ્યરૂપપણાથી ત્રણ પ્રકારના આત્માનો સદ્ભાવ ઘટે છે. વળી ત્યાં પાંચ જ્ઞાનાવરણ (કર્મો)ની ઉપપત્તિ કેવી ✾तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं ।
Page 2 of 170
PDF/HTML Page 31 of 199
single page version
पंचज्ञानावरणान्युपपद्यन्ते ? केवलज्ञानाद्याविर्भावसामग्री हि तत्र कदापि न भविष्यतित्यभव्यत्वं, न पुनः तद्योग्यद्रव्यस्याभावादिति । भव्यराश्यपेक्षया वा सर्वदेहिग्रहणं । आसन्नदूरदूरतरभव्येषु भव्यसमानअभव्येषु च सर्वेषु त्रिधाऽऽत्मा विद्यत इति । तर्हि सर्वज्ञे परमात्मन एव सद्भावाद्बहिरन्तरात्मोरभावात्त्रिधात्मनो विरोध इत्यप्ययुक्तम् । भूतपूर्वप्रज्ञापननयापेक्षया तत्र तद्विरोधासिद्धेः घृतघटवत् । यो हि सर्वज्ञावस्थायां परमात्मा सम्पन्नः स पूर्वबहिरात्मा अन्तरात्मा चासीदिति । घृतघटवदन्तरात्मनोऽपि बहिरात्मत्वं परमात्मत्वं च भूतभाविप्रज्ञापन – नयापेक्षया दृष्टव्यम् । तत्र कुतः कस्योपादानं कस्य वात्यागः कर्तव्य इत्याह – उपेयादिति । तत्र तेषु त्रिधात्मसु मध्ये उपेयात् स्वीकुर्यात् । परमं परमात्मानं । कस्मात् ? मध्योपायात् मध्योऽन्तरात्मा स एवोपायस्तस्मात् । तथा बहिः बहिरात्मानं मध्योपायादेव त्यजेत् ।।४।। રીતે ઘટી શકે? કેવલજ્ઞાનાદિના પ્રગટ થવારૂપ સામગ્રી જ તેમને કદાપિ થવાની નથી તેથી તેમનામાં અભવ્યપણું છે, પણ નહિ કે તદ્યોગ્ય દ્રવ્યના અભાવથી (અભવ્યપણું છે); અથવા ભવ્યરાશિની અપેક્ષાએ સર્વ દેહીઓનું ગ્રહણ સમજવું. આસન્ન ભવ્ય, દૂર ભવ્ય, દૂરતર ભવ્યમાં તથા અભવ્ય જેવા ભવ્યોમાં – સર્વેમાં ત્રણ પ્રકારનો આત્મા છે.
તો સર્વજ્ઞમાં પરમાત્માનો જ સદ્ભાવ હોવાથી અને (તેમાં) બહિરાત્માનો અને અંતરાત્માનો અસદ્ભાવ હોવાથી તેમાં (સિદ્ધમાં) ત્રણ પ્રકારના આત્માનો વિરોધ આવશે?
એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે ભૂતપૂર્વ૧ પ્રજ્ઞાપન – નયની અપેક્ષાએ તેમાં ઘૃતઘટવત્ તે વિરોધની અસિદ્ધિ છે (તેમાં વિરોધ આવતો નથી). જે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા, તે પૂર્વે બહિરાત્મા તથા અંતરાત્મા હતા.
ઘૃતઘટની જેમ ભૂત – ભાવિ પ્રજ્ઞાપન – નયની અપેક્ષાએ અંતરાત્માને પણ બહિરાત્મપણું અને પરમાત્મપણું સમજવું.
એ ત્રણેમાંથી કોનું શા વડે ગ્રહણ કરવું કે કોનો ત્યાગ કરવો તે કહે છે. ગ્રહણ કરવું એટલે તેમાં તે ત્રણ પ્રકારના આત્માઓને વિષે પરમાત્માનો સ્વીકાર (ગ્રહણ) કરવો. કેવી રીતે? મધ્ય ઉપાયથી – મધ્ય એટલે અન્તરાત્મા તે જ ઉપાય છે તે દ્વારા (પરમાત્માનું ગ્રહણ કરવું) તથા મધ્ય (અંતરાત્મારૂપ) ઉપાયથી જ બહિરાત્માનો ત્યાગ કરવો. (૪)
ભાવાર્થ : સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – એ ત્રણ પ્રકારની ૧. જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ કહે તે જ્ઞાનને (અથવા વચનને) ભૂતનૈગમનય (અથવા
Page 3 of 170
PDF/HTML Page 32 of 199
single page version
અવસ્થાઓ હોય છે. તેમાં બહિરાત્માવસ્થા છોડવા યોગ્ય છે; અંતરાત્માવસ્થા, પરમાત્મપદની પ્રાપ્તિનું સાધન છે, માટે તે પ્રગટ કરવા યોગ્ય છે અને પરમાત્માવસ્થા જે આત્માની સ્વાભાવિક પરમ વીતરાગી અવસ્થા છે તે સાધ્ય છે માટે તે પરમ ઉપાદેય (પ્રગટ કરવા યોગ્ય) છે.
પ્રશ્નઃ સર્વ પ્રાણીઓમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે એમ શ્લોકમાં કહ્યું છે પણ અભવ્યને તો એક બહિરાત્માવસ્થા જ સંભવિત છે, તો સર્વ પ્રાણીઓને આત્માની ત્રણ અવસ્થાઓ કેમ બની શકે?
ઉત્તરઃ જે જીવ અજ્ઞાની બહિરાત્મા છે તેમાં પણ અંતરાત્મા અને પરમાત્મા થવાની શક્તિ છે. ભવ્ય અને અભવ્ય જીવોમાં પણ કેવલજ્ઞાનાદિરૂપ પરમાત્મશક્તિ છે. જો તે શક્તિ તેમનામાં ન હોય, તો તેને પ્રગટ ન થવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણાદિ કર્મ પણ ન હોવાં જોઈએ, પણ બહિરાત્માને (અભવ્યને પણ) કેવલજ્ઞાનાવરણાદિ કર્મ તો છે; તેથી સ્પષ્ટ છે કે બહિરાત્મામાં (ભવ્ય કે અભવ્યમાં) કેવલજ્ઞાનાદિ શક્તિપણે છે. અભવ્યને તે શક્તિ પ્રગટ કરવા જેટલી યોગ્યતા નથી.
અનાદિથી બધા જીવોમાં કેવલજ્ઞાનાદિરૂપ પરમસ્વભાવ શક્તિરૂપે છે. તે સ્વભાવનાં શ્રદ્ધાજ્ઞાન કરી તેમાં લીન થાય તો તે કેવલજ્ઞાનાદિ શક્તિઓ પ્રગટ થઈ જાય અને કેવલજ્ઞાનાવરણાદિ કર્મો સ્વયં છૂટી જાય.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે –
બધાય જીવો શક્તિપણે પરિપૂર્ણ સિદ્ધ ભગવાન જેવા છે, પણ જે પોતાની ત્રિકાલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વભાવશક્તિને સમ્યક્ પ્રકારે સમજે, તેની પ્રતીત કરે અને તેમાં સ્થિરતા કરે, તે પરમાત્મદશા પ્રગટ કરી શકે.
વર્તમાનમાં જે ધર્મી અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાન દશામાં બહિરાત્મપણું હતું ને હવે અલ્પ કાળમાં પરમાત્મપણું પ્રગટ થશે.
પરમાત્મપદને પ્રાપ્ત થયેલા શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને પણ પૂર્વે બહિરાત્મદશા હતી. તેઓ પોતાની સ્વાભાવિક શક્તિની પ્રતીતિ કરી જે સમયે સ્વભાવસન્મુખ થયા તે સમયે તેમનું બહિરાત્મપણું ટળી ગયું અને અંતરાત્મદશા પ્રગટ થઈ અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી સ્વભાવમાં લીન થઈ પરમાત્મા થયા.
એ રીતે, અપેક્ષાએ દરેક જીવમાં ત્રણ પ્રકારો લાગુ પડે એમ સમજવું.
Page 4 of 170
PDF/HTML Page 33 of 199
single page version
तत्र बहिरन्तः परमात्मनां प्रत्येकं लक्षणमाह —
બહિરાત્મા
બાહ્ય શરીરાદિ, વિભાવભાવ તથા અપૂર્ણદશામાં જે આત્મબુદ્ધિ કરે છે અર્થાત્ તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે તે બહિરાત્મા છે. તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી બહારમાં કાયા અને કષાયોમાં મારાપણું માને છે, તેને ભાવકર્મ અને દ્રવ્યકર્મ સાથે એકતાબુદ્ધિ છે; તેનાથી જ પોતાને લાભ – હાનિ માને છે. તે મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિકાલથી સંસારપરિભ્રમણનાં દુઃખોથી પિડાય છે. અંતરાત્મા
જેને શરીરાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન છે તે અંતરાત્મા છે. તેને સ્વ – પરનું ભેદજ્ઞાન છે. તેને એવો વિવેક વર્તે છે કે ‘હું જ્ઞાન – દર્શનરૂપ છું; એક શાશ્વત આત્મા જ મારો છે, બાકીના સંયોગલક્ષણરૂપ અર્થાત્ વ્યવહારરૂપ જે ભાવો છે તે બધા મારાથી ભિન્ન છે – મારાથી બાહ્ય છે.’ આવો સમ્યગ્દ્રષ્ટિ આત્મા મોક્ષમાર્ગમાં સ્થિત છે. પરમાત્મા
જેણે અનંતજ્ઞાન – દર્શનાદિરૂપ ચૈતન્ય – શક્તિઓને પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે પરમાત્મા છે. ૪.
ત્યાં બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા – પ્રત્યેકનું લક્ષણ કહે છે –
અન્વયાર્થ : (शरीरादौ जातात्मभ्रान्तिः बहिरात्मा) શરીરાદિમાં જેને આત્મ – ભ્રાન્તિ ✾अक्खाणि बाहिरप्पा अंतरप्पा हु अप्पसंकप्पो ।
Page 5 of 170
PDF/HTML Page 34 of 199
single page version
टीका — शरीरादौ शरीरे आदिशब्दाद्वाङ्मनसोरेव ग्रहणं तत्र जाता आत्मेतिभ्रान्तिर्यस्य स बहिरात्मा भवति । आन्तरः अन्तर्भवः । तत्र भव इत्यणष्टेर्भमात्रे टि लोपमित्यस्याऽनित्यत्वं येषां च विरोधः शाश्वतिक इति निर्देशात् अन्तरे वा भव आन्तरोऽन्तरात्मा । स कथं भूतो भवति ? चित्तदोषात्मविभ्रान्तिः चित्तं च विकल्पो, दोषाश्च रागादयः, आत्मा च शुद्धं चेतनाद्रव्यं तेषु विगता विनष्टा भ्रान्तिर्यस्य । चित्तं चित्तत्वेन बुध्यते दोषाश्च दोषत्वेन आत्मा आत्मत्वेनेत्यर्थः । चित्तदोषेषु वा विगता आत्मेति भ्रान्तिर्यस्य । परमात्मा भवति किं विशिष्टः ? अतिनिर्मलः प्रक्षीणाशेषकर्ममलः ।।५।। ઉત્પન્ન થઈ છે તે ‘બહિરાત્મા’ છે; (चित्तदोषात्मविभ्रातिः अन्तरः) ચિત્ત (વિકલ્પો), રાગાદિ દોષો અને આત્મા (શુદ્ધ ચેતનાદ્રવ્ય)ના વિષયમાં જેને ભ્રાન્તિ નથી (અર્થાત્ જે ચિત્તને ચિત્તરૂપે, દોષોને દોષરૂપે અને આત્માને આત્મારૂપે જાણે છે) તે ‘અન્તરાત્મા’ છે; (अतिनिर्मलः परमात्मा) જે સર્વ કર્મમલથી રહિત અત્યંત નિર્મળ છે તે ‘પરમાત્મા’ છે.
ટીકા : શરીર આદિમાં – શરીરમાં અને ‘આદિ’ શબ્દથી વાણી અને મનનું જ ગ્રહણ સમજવું, તેમાં જેને ‘આત્મા’ એવી ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા છે. અન્તર્ભવ અથવા અંતરે ભવ તે આન્તર અર્થાત્ અન્તરાત્મા. તે (અન્તરાત્મા) કેવો છે? તે ચિત્ત, દોષ અને આત્મા સંબંધી ભ્રાન્તિ વિનાનો છે – ચિત્ત એટલે વિકલ્પ, દોષ એટલે રાગાદિ અને આત્મા એટલે શુદ્ધ ચેતના દ્રવ્ય – તેમાં જેની ભ્રાન્તિ નાશ પામી છે તે – અર્થાત્ જે ચિત્તને ચિત્તરૂપે, દોષને દોષરૂપે અને આત્માને આત્મારૂપે જાણે છે તે અન્તરાત્મા છે, અથવા ચિત્ત અને દોષોમાં ‘આત્મા’ માનવારૂપ ભ્રાન્તિ જેને જતી રહી છે તે (અન્તરાત્મા) છે.
પરમાત્મા કેવા હોય છે? અતિ નિર્મળ છે અર્થાત્ જેનો અશેષ (સમસ્ત) કર્મમલ નાશ પામ્યો છે તે (પરમાત્મા) છે. (૫)
ભાવાર્થ : જે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં આત્માની ભ્રાન્તિ કરે છે – તેને જ આત્મા માને છે – તે ‘બહિરાત્મા’ છે; વિકલ્પો, રાગાદિ દોષો અને ચૈતન્યસ્વરૂપ આત્માના વિષયમાં જેને ભ્રાન્તિ નથી, અર્થાત્ જે વિકારને વિકારરૂપે અને આત્માને આત્મારૂપે – એકબીજાથી ભિન્ન સમજે છે તે ‘અંતરાત્મા’ છે; જે રાગાદિ દોષોથી સર્વથા રહિત છે – અત્યંત નિર્મળ છે અને સર્વજ્ઞ છે તે ‘પરમાત્મા’ છે.
જે શરીરાદિ (શરીર, વાણી, મન વગેરે) અજીવ છે તેમાં જીવની કલ્પના કરે છે
Page 6 of 170
PDF/HTML Page 35 of 199
single page version
તથા જીવમાં અજીવની કલ્પના કરે છે, દુઃખદાયી રાગદ્વેષાદિક વિભાવભાવોને સુખદાયી સમજે છે, જ્ઞાન-વૈરાગ્યાદિ જે આત્માને હિતકારી છે તેને અહિતકારી જાણી તેમાં અરુચિ યા દોષ કરે છે, શુભ કર્મફલને સારાં અને અશુભ કર્મફલને બૂરાં માની તે પ્રત્યે રાગ – દ્વેષ કરે છે, શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે તે મિથ્યાદ્રષ્ટિ ‘બહિરાત્મા’ છે.
વળી આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથી – આત્માથી પર (ભિન્ન) જ છે, છતાં તેને પોતાના માનવા, તેમજ શરીરની બોલવાચાલવા વગેરેની ક્રિયા હું કરું છું, મને તેનાથી લાભ – અલાભ થાય છે; આ શરીર મારું, હું પુરુષ, હું સ્ત્રી, હું રાજા, હું રંક, હું રાગી, હું દ્વેષી, હું ધોળો, હું કાળો – એમ બાહ્ય પદાર્થોથી પોતાના આત્માને ભિન્ન નહિ જાણતો તે પર પદાર્થોને જ આત્મા માને છે અને મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવ અજીવાદિ તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાન્તિથી પ્રવર્તે છે તે જીવ ‘બહિરાત્મા’ છે.
પર પદાર્થોમાં આત્મભ્રાન્તિને લીધે આ અજ્ઞાની જીવ વિષયોની ચાહરૂપ દાવાનલમાં રાતદિન જલતો રહે છે, આત્મશાન્તિ ખોઈ બેસે છે, અતીન્દ્રિય ચૈતન્ય આત્માને ભૂલી બાહ્ય ઇન્દ્રિય – વિષયોમાં મૂર્છાઈ જાય છે અને આકુલતા રહિત મોક્ષ – સુખની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતો નથી.
ચૈતન્ય લક્ષણવાળો જીવ છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અજીવ છે; આત્માનો સ્વભાવ જ્ઞાતા – દ્રષ્ટા છે, અમૂર્તિક છે અને શરીરાદિક પરદ્રવ્ય છે, પુદ્ગલપિંડરૂપ છે, જડ છે, વિનાશીક છે; તે મારાં નથી અને હું તેનો નથી – એવું ભેદજ્ઞાન કરનાર સમ્યગ્દ્રષ્ટિ ‘અંતરાત્મા’ છે.
વળી તે જાણે છે કે, ‘હું દેહથી ભિન્ન છું, દેહાદિક મારા નથી, મારો તો એક જ્ઞાનદર્શન લક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે, બાકીના સંયોગ લક્ષણવાળા (વ્યાવહારિક ભાવો) જે કોઈ ભાવો છે તે બધાય મારાથી ભિન્ન છે; આત્માના આશ્રયે જે જ્ઞાન – વૈરાગ્યરૂપ ભાવ પ્રગટે છે તે સંવર – નિર્જરા – મોક્ષનું કારણ હોઈ મને હિતરૂપ છે અને બાહ્ય પદાર્થોને આશ્રયે જે રાગાદિ ભાવો થાય છે તે આસ્રવ – બંધરૂપ હોઈ સંસારનું કારણ છે, મને તે અહિતરૂપ છે.’ આ રીતે જીવાદિ તત્ત્વોને જેમ છે તેમ જાણીને તેની સાચી પ્રતીતિ કરીને જે પોતાના જ્ઞાનાનંદ – સ્વરૂપ આત્મામાં જ અંતર્મુખ થઈને વર્તે છે તે ‘અંતરાત્મા’ છે.
Page 7 of 170
PDF/HTML Page 36 of 199
single page version
અંતરાત્માના ત્રણ ભેદ છે – ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જઘન્ય અંતરાત્મા.
અંતરંગ – બહિરંગ પરિગ્રહોથી રહિત શુદ્ધોપયોગી આત્મધ્યાની દિગમ્બર મુનિ ‘ઉત્તમ અંતરાત્મા’ છે. ‘આ મહાત્મા સોળ કષાયોના અભાવદ્વારા ક્ષીણમોહ પદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે.’
ચોથા ગુણસ્થાનવર્તી વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ આત્મા ‘જઘન્ય અંતરાત્મા’ કહેવાય છે. આ બેની (જઘન્ય અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્માની) મધ્યમાં રહેલા સર્વે ‘મધ્યમ અંતરાત્મા’ છે, અર્થાત્ પાંચમાંથી અગિયારમા ગુણસ્થાનવર્તી જીવો મધ્યમ અંતરાત્મા છે.૧
જેમણે અનંતજ્ઞાન – દર્શનાદિરૂપ ચૈતન્ય શક્તિઓનો પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે તે ‘પરમાત્મા’ છે.
પરમાત્માના બે પ્રકાર છે — સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા.
અરહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા તે નિકલ પરમાત્મા છે, તેઓ કેવલજ્ઞાનાદિ અનંતચતુષ્ટયથી સહિત છે.
અરહંત પરમાત્માને ચાર અઘાતિ કર્મો બાકી છે. તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. તેમને બહારમાં સમવસરણાદિ દિવ્ય વૈભવ હોય છે. તેમને ઇચ્છા વિના ભવ્ય જીવોને કલ્યાણરૂપ દિવ્ય ધ્વનિ છૂટે છે. તેઓ પરમ હિતોપદેશક છે. પરમ ઔદારિક શરીરના સંયોગ સહિત હોવાથી તેઓ સકલ (કલ – શરીર સહિત) પરમાત્મા કહેવાય છે.
જે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિ નોકર્મથી રહિત છે, શુદ્ધજ્ઞાનમય છે, ઔદારિક શરીર (કલ) રહિત છે, તે નિર્દોષ અને પરમ પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી ‘નિકલ પરમાત્મા’ કહેવાય છે. તેઓ અનંતકાળ સુધી અનંત સુખ ભોગવે છે.
‘આત્મામાં પરમાનંદની શક્તિ ભરી પડી છે. બાહ્ય ઇન્દ્રિય – વિષયોમાં વાસ્તવિક સુખ નથી. એમ અંતર પ્રતીતિ કરીને ધર્મી જીવ અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે. જેમ લીંડીપીપરના દાણે દાણે ચોસઠ પહોરી તીખાશની તાકાત ભરી છે તેમ પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન – આનંદથી ભરેલો છે, પણ તેનો વિશ્વાસ કરી અંતર્મુખ ૧. જુઓ – નિયમસાર, ગુ. આવૃત્તિ – પૃ. ૨૯૫
Page 8 of 170
PDF/HTML Page 37 of 199
single page version
तद्वाचिकां नाममालां दर्शयन्नाह —
टीका – निर्मलः कर्ममलरहितः । केवलः शरीरादिनां सम्बन्धरहितः । शुद्धः द्रव्यभावकर्मणामभावात् परमविशुद्धिसमन्वितः । विविक्तः शरीरकर्मादिभिरसंस्पृष्टः । प्रभुरिन्द्रादीनां स्वामी । अव्ययो लब्धानंतचतुष्टयस्वरूपादप्रच्युतः । परमेष्ठी परमे इन्द्रादिवंद्ये पदे तिष्ठतीति परमेष्ठी થઈને તેમાં એકાગ્ર થાય તો તે જ્ઞાન-આનંદનો સ્વાદ અનુભવમાં આવે. આત્માથી ભિન્ન બાહ્ય વિષયોમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ધર્માત્મા પોતાના આત્મા સિવાય બહારમાં ક્યાંય – સ્વપ્નમાં ય આનંદ માનતો નથી. આવો અંતરાત્મા પોતાના અંતરસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે......’’ ‘આત્મધર્મ’માંથી)
પરમાત્માનાં નામ – વાચક નામાવલિ દર્શાવતાં કહે છેઃ –
અન્વયાર્થ : (निर्मलः) નિર્મળ – મલ રહિત, (केवलः) કેવળ – શરીરાદિ પર દ્રવ્યના સંબંધથી રહિત, (शुद्धः) શુદ્ધ – રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી પરમ વિશુદ્ધિવાળા, (विविक्तः) વિવિક્ત – શરીર અને કર્માદિકના સ્પર્શથી રહિત, (प्रभुः) પ્રભુ – ઇન્દ્રાદિકના સ્વામી, (अव्ययः) અવ્યય – પોતાના અનંતચતુષ્ટયરૂપ સ્વભાવથી ચ્યુત નહિ થવાવાળા, (परमेष्ठी) પરમેષ્ઠી – ઇન્દ્રાદિથી વન્દ્ય પરમ પદમાં સ્થિત, (परात्मा) પરાત્મા – સંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્મા, (ईश्वरः) ઈશ્વર – અન્ય જીવોમાં અસંભવ એવી વિભૂતિના ધારક – અર્થાત્ અંતરંગ અનંતચતુષ્ટય અને બાહ્ય સમવસરણાદિ વિભૂતિથી યુક્ત, (जिनः) જિન – જ્ઞાનાવરણાદિ સંપૂર્ણ કર્મશત્રુઓને જીતનાર (इति परमात्मा) — એ પરમાત્માનાં નામ છે.
ટીકા : નિર્મલ એટલે કર્મમલરહિત, કેવલ એટલે શરીરાદિના સંબંધરહિત, શુદ્ધ એટલે દ્રવ્યકર્મ – ભાવકર્મના અભાવના કારણે પરમ વિશુદ્ધિવાળા, વિવિક્ત એટલે શરીર – કર્માદિથી નહિ સ્પર્શાયેલા, પ્રભુ એટલે ઇન્દ્રાદિના સ્વામી, અવ્યય એટલે પ્રાપ્ત થયેલ અનંતચતુષ્ટયમય સ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) નહિ થયેલા, પરમેષ્ઠી એટલે પરમ અર્થાત્ ઇન્દ્રાદિથી
Page 9 of 170
PDF/HTML Page 38 of 199
single page version
स्थानशीलः । परात्मा संसारिजीवेभ्य उत्कृष्ट आत्मा । इति शब्दः प्रकारार्थे । एवंप्रकारा ये शब्दास्ते परमात्मनो वाचकाः । परमात्मेत्यादिना तानेव दर्शयति । परमात्मा सकलप्राणिभ्य उत्तम आत्मा । ईश्वर इंद्राद्यसम्भविना अन्तरङ्गबहिरङ्गेण परमैश्वर्येण सदैव सम्पन्नः । जिनः सकलकर्मोन्मूलकः ।।६।।
इदानीं बहिरात्मनो देहस्यात्मत्वेनाध्यवसाये कारणमुपदर्शयन्नाह — વન્દ્ય – એવું મોટું પદ – તેમાં જે રહે છે તે સ્થાનશીલ પરમેષ્ઠી, પરાત્મા એટલે સંસારી જીવોથી ઉત્કૃષ્ટ આત્મા – એવા પ્રકારના જે શબ્દો છે તે પરમાત્માના વાચક છે,
‘પરમાત્મા’ ઇત્યાદિથી તેમને જ દર્શાવાય છે. પરમાત્મા એટલે સર્વ પ્રાણીઓમાં ઉત્તમ આત્મા, ઈશ્વર એટલે ઇન્દ્રાદિને અસંભવિત એવા અંતરંગ – બહિરંગ પરમ ઐશ્વર્યથી સદાય સંપન્ન; જિન – સર્વકર્મોનો મૂલમાંથી નાશ કરનાર — (ઇત્યાદિ પરમાત્માનાં અનંત નામ છે).
ભાવાર્થ : નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિક્ત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરમાત્મા, ઈશ્વર, જિન વગેરે નામો પરમાત્મા – વાચક છે.
આ નામો પરમાત્માના સ્વરૂપને બતાવે છે. તે સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે ચિંતવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
આત્મામાં શક્તિરૂપે રહેલા ગુણોનું જીવને ભાન થાય તેટલા માટે ભિન્ન ભિન્ન ગુણવાચક નામોથી પરમાત્માની ઓળખાણ કરાવી છે.
આત્મા ચૈતન્યાદિ અનંત ગુણોનો પિંડ છે. આ ગુણો ભગવાનમાં પૂર્ણપણે વિકસિત થઈ ગયા છે, તેથી તે ગુણોની અપેક્ષાએ તેઓ અનેક નામોથી ઓળખાય છે.
પરમાત્માને ગુણ અપેક્ષાએ જેટલાં નામ લાગુ પડે છે તે બધાંય નામો આ આત્માને પણ સ્વભાવ અપેક્ષાએ લાગુ પડે છે, કારણ કે શક્તિ અપેક્ષાએ બંને આત્માઓ સમાન છે; તેમાં કાંઈ ફેર નથી. જે પરમાત્માના ગુણોને૧ બરાબર ઓળખે છે તે પોતાના આત્માના સ્વરૂપને જાણ્યા વગર રહે નહિ. જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો દરેક આત્મામાં છે. પોતાના ત્રિકાલી આત્માની સન્મુખ થઈને તેમનો પૂર્ણપણે વિકાસ કરીને આ આત્મા પણ પરમાત્મા થઈ શકે છે. ૬.
હવે બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા કયા કારણે થાય છે તે બતાવતાં કહે છે — ૧. જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
Page 10 of 170
PDF/HTML Page 39 of 199
single page version
टीका — इन्द्रियद्वारैरिन्द्रियमुखैः कृत्वा स्फु रितो बहिरर्थग्रहणे व्यापृतः सन् बहिरात्मा मूढात्मा । आत्मज्ञानपराङ्मुखो जीवस्वरूपज्ञानाद्वहिर्भूतो भवति । तथाभूतश्च सन्नसौ किं करोति ? स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति आत्मीयशरीरमेवाहमिति प्रतिपद्यते ।।७।।
અન્વયાર્થ : (बहिरात्मा) બહિરાત્મા (इन्द्रियद्वारैः) ઇન્દ્રિય દ્વારોથી (स्फु रित) બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત હોવાથી (आत्मज्ञानपराङ्मुखः) આત્મજ્ઞાનથી પરાઙ્મુખ – વંચિત હોય છે; તેથી તે (आत्मनः देह) પોતાના શરીરને (आत्मत्वेन अध्यवस्यति) મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપ સમજે છે.
ટીકા : ઇન્દ્રિયોરૂપ દ્વારોથી અર્થાત્ ઇન્દ્રિયોરૂપ મુખથી બહારના પદાર્થોના ગ્રહણમાં રોકાયેલો હોવાથી તે બહિરાત્મા – મૂઢાત્મા છે. તે આત્મજ્ઞાનથી પરાઙ્મુખ અર્થાત્ જીવસ્વરૂપના જ્ઞાનથી બહિર્ભૂત છે. તેવો થયેલો તે (બહિરાત્મા) શું કરે છે? પોતાના દેહને આત્મારૂપે માને છે અર્થાત્ પોતાનું શરીર જે ‘હું છું’ એવી મિથ્યા માન્યતા કરે છે.
ભાવાર્થ : બહિરાત્મા ઇન્દ્રિયોદ્વારા જે બાહ્ય મૂર્તિક પદાર્થો ગ્રહણ કરે છે તેને મોહવશાત્ પોતાના માને છે. તેને અંદર આત્મતત્ત્વનું કંઈ પણ જ્ઞાન નથી; તેથી તે પોતાના શરીરને જ આત્મા સમજે છે – અર્થાત્ શરીર, મન અને વાણીની ક્રિયા જે જડની ક્રિયા છે તેને પોતે કરી શકે છે અને તેનો પોતે સ્વામી છે એમ માને છે.
જીવ ત્રિકાલી જ્ઞાનસ્વરૂપ છે. તેને બહિરાત્મા અજ્ઞાનવશ જાણતો નથી અને બાહ્ય ઇન્દ્રિયગોચર પદાર્થો જે માત્ર જ્ઞેયરૂપ છે તેમાં ઇષ્ટ – અનિષ્ટની કલ્પના કરી પોતાને સુખી – દુઃખી, ધનવાન – નિર્ધન, બલવાન – નિર્બલ, સુરૂપ – કુરૂપ, રાજા – રંક વગેરે હોવાનું માને છે. ✽
Page 11 of 170
PDF/HTML Page 40 of 199
single page version
મિથ્યા અભિપ્રાયવશ અજ્ઞાની માને છે કે, ‘શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરની ભૂખ, તરસ, આદિરૂપ અવસ્થા થતાં મને ભૂખ – તરસ લાગી, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો, વગેરે.’ એ રીતે અજીવની અવસ્થાને તે પોતાના આત્માની અવસ્થા માને છે.
‘‘........આપને આપરૂપ જાણી તેમાં પરનો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો – એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ – ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે...... વળી પર્યાયમાં જીવ – પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વેને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે – એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી.......’’૧
‘જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવા જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમ જ ધન – ધાન્યાદિ અબદ્ધ પુદ્ગલ દ્રવ્ય મારું છે.’૨
વળી શરીરાદિ બાહ્ય પદાર્થોમાં એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાનીને ભ્રમ થાય છે કે રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દનું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોથી થાય છે તથા ઘટપટાદિનું જે જ્ઞાન થાય છે તે બાહ્ય પદાર્થોથી થાય છે, પણ તેને ખબર નથી કે જીવને જે જ્ઞાન થાય છે તે પોતાના જ્ઞાનગુણરૂપ ઉપાદાન શક્તિથી થાય છે. ઇન્દ્રિયો અને ઘટ – પટાદિ પદાર્થો તો જડ છે. તેનાથી જ્ઞાન થાય નહિ. તે તો જ્ઞાન થવામાં નિમિત્તમાત્ર છે.
એ રીતે બહિરાત્મા પોતાના જ્ઞાનાત્મક સ્વભાવને ભૂલી શરીરાદિ પર પદાર્થોથી પોતાનું અસ્તિત્વ માને છે અર્થાત્ શરીરાદિ પર પદાર્થોમાં તે આત્મબુદ્ધિ કરે છે. ૭. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ પૃ. ૨૩૦. ૨. અજ્ઞાનથી મોહિતમતિ, બહુ ભાવસંયુત જીવ જે,