Page 12 of 170
PDF/HTML Page 41 of 199
single page version
तच्च प्रतिपद्यमानो मनुष्यादिचतुर्गतिसम्बन्धिशरीराभेदेन प्रतिपद्यते तत्र —
અને તેનું પ્રતિપાદન કરી મનુષ્યાદિ ચતુર્ગતિ સંબંધી શરીરભેદથી જીવભેદનું તેમાં પ્રતિપાદન કરે છે.
અન્વયાર્થ : (अविद्वान्) મૂઢ બહિરાત્મા (नरदेहस्थ) મનુષ્યદેહમાં રહેલા (आत्मानं) આત્માને (नरम्) મનુષ્ય, (तिर्यङ्गस्थं) તિર્યંચના શરીરમાં રહેલા આત્માને (तिर्यंचम्) તિર્યંચ, (सुरांङ्गस्थं) દેવના શરીરમાં રહેલા આત્માને (सुरं) દેવ (तथा) અને........
અન્વયાર્થ : (नारकांङ्गस्थं) નારકીના શરીરમાં રહેલા આત્માને (नारकं) નારકી (मन्यते) માને છે. (तत्त्वतः) વાસ્તવિક રીતે (स्वयं) સ્વયં આત્મા (तथा न) તેવો નથી – અર્થાત્ તે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકીરૂપ નથી; પરંતુ વાસ્તવિક રીતે આ આત્મા (अनंतांतधीशक्ति) અનંતાનંત જ્ઞાન અને અનંતાનંત શક્તિ (વીર્ય) રૂપ છે, (स्वसंवेद्यः) સ્વાનુભવગમ્ય છે – પોતાના અનુભવગોચર છે અને (अचलस्थितिः) પોતાના સ્વરૂપમાં સદા નિશ્ચલ – સ્થિર રહેવાવાળો છે....... ✽
Page 13 of 170
PDF/HTML Page 42 of 199
single page version
टीका — नरस्य देहो नरदेहः तत्र तिष्ठतीति नरदेहस्थस्तमात्मानं नरं मन्यते । कोऽसौ ? अविद्वान् बहिरात्मा । तिर्यंचमात्मानं मन्यते । कथंभूतं ? तिर्यगङ्गस्थं तिरश्चामङ्गं तिर्यगङ्गं तत्र तिष्ठतीति तियङ्गस्थस्तं । सुराङ्गस्थं आत्मानं सुरं तथा मन्यते ।।८।। नारकमात्मानं मन्यते । किं विशिष्टं ? नारकाङ्गस्थं । न स्वयं तथा नरादिरूप आत्मा स्वयं कर्मोपाधिमंतरेण न भवति । कथं ? तत्त्वतः परमार्थतो न भवति । व्यवहारेण तु यदा भवति तदा भवतु । कर्मोपाधिकृता हि जीवस्य मनुष्यादिपर्यायास्तन्निवृतौ निवर्तमानत्वात् न पुनः वास्तवा इत्यर्थः । परमार्थतस्तर्हिकीदृशोऽसावित्याहअनन्तानन्तधीशक्तिः धीश्च शक्तिश्च धीशक्ति अनन्तानन्ते धीशक्ति यस्य । तथाभूतोऽसौकुतः परिच्छेद्य इत्याह – स्वसंवेद्यो निरुपाधिकं हि रूपं वस्तुनः स्वभावोऽभिधीयते । कर्माद्यपाये चानन्तान्तधीशक्तिपरिणत आत्मा स्वसंवेदनेनैव वेद्यः । तद्विपरीतपरिणत्यनुभवस्य संसारावस्थायां कर्मोपाधिनिर्मितत्वात् । अस्तु नाम तथा स्वसंवेद्यः
ટીકા : નરનો દેહ તે નરદેહ. તેમાં રહે છે તેથી નરદેહસ્થ. તે (નરના દેહમાં રહેનાર) આત્માને નર માને છે. કોણ તે (આવું માને છે)? અવિદ્વાન – બહિરાત્મા (એવું માને છે); તિર્યંચને આત્મા માને છે, કેવા (તિર્યંચ)ને? તિર્યંચોના શરીરમાં રહેનારને – તિર્યંચોનું શરીર તે તિર્યંચશરીર – તેમાં રહે છે તેથી તિર્યંગસ્થ – તેને (આત્મા માને છે). તેવી રીતે દેવોના શરીરમાં રહેનાર (આત્મા)ને દેવ માને છે.
નારકને આત્મા માને છે. કેવા (નારકને)? નારકીના શરીરમાં રહેનારને. આત્મા સ્વયં નરાદિરૂપ નથી; કર્મોપાધિ વિના તે સ્વયં થતો નથી. કેવી રીતે? તત્ત્વતઃ એટલે પરમાર્થે તે (તેવો) નથી, પણ વ્યવહારે તે હોય તો ભલે હોય. જીવની મનુષ્યાદિ પર્યાયો કર્મોપાધિથી થયેલી છે. તે (કર્મોપાધિ) નિવૃત્ત થતાં (મટતાં) તે (પર્યાય) નિવૃત્ત થતી હોવાથી વાસ્તવમાં (તે પર્યાયો જીવની) નથી – એમ અર્થ છે.
ત્યારે પરમાર્થે તે (આત્મા) કેવો છે? તે કહે છે. તે અનંતાનંત ધીશક્તિ – અર્થાત્ અનંતાનંત જ્ઞાન અને શક્તિ – વાળો છે. તેવો તે કેવી રીતે જાણી શકાય (અનુભવી શકાય)? તે કહે છે. તે સ્વસંવેદ્ય છે. નિરુપાધિક રૂપ જ વસ્તુનો સ્વભાવ કહેવાય છે. કર્માદિનો વિનાશ થતાં, અનંતાનંત જ્ઞાન – શક્તિરૂપે પરિણત આત્મા સ્વસંવેદનથી જ વેદી શકાય છે. સંસાર – અવસ્થામાં તે કર્મોપાધિથી નિર્મિત (નિર્માયેલો) હોવાથી તેનાથી વિપરીત પરિણતિનો અનુભવ થાય છે.
તેવો સ્વસંવેદ્ય (આત્મા) ભલે હો, પણ તે કેટલો કાલ? સર્વદા તો નહિ હોય, કારણ કે પાછળથી તેના રૂપનો નાશ થાય છે. (આવી શંકાનો પરિહાર કરતાં) કહે છે કે – તેની
Page 14 of 170
PDF/HTML Page 43 of 199
single page version
कियत्कालमसौ न तु सर्वदा । पश्चात् तद्रूपविनाशादित्याह – अचलस्थितिः अनंतांतधीशक्ति- स्वभावेनाचलास्थितिर्यस्य सः । यैः पुनर्योगसांख्यैर्मुक्तौ तत्प्रच्युतिरात्मनोऽभ्युपगता ते प्रमेयकमलमार्तण्डे न्यायकुमुदचन्द्रे च मोक्षविचारे विस्तरतः प्रत्याख्याताः ।।९।। (આત્માની) અચળ સ્થિતિ છે, કારણ કે અનંતાનંત ધીશક્તિના સ્વભાવના કારણે તે અચલ સ્થિતિવાળો છે. જે યોગ અને સાંખ્યમતવાળાઓએ, મુક્તિના વિષયમાં આત્માની તેનાથી (મુક્તિથી) પ્રચ્યુતિનો (પતનનો) સંભવ માન્યો છે, તેના સંબંધી (ખંડનરૂપે) પ્રમેયકમલમાર્તણ્ડ અને ન્યાયકુમુદચન્દ્રમાં મોક્ષવિચાર – પ્રસંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે.
ભાવાર્થ : નરનારકાદિ જે પર્યાયોને જીવ ધારણ કરે છે તે પર્યાયોરૂપ અજ્ઞાની પોતાને માને છે. વાસ્તવમાં જીવ તે પર્યાયોરૂપ નથી, પણ તે સ્વાનુભવગમ્ય, શાશ્વત અને અનંતાનંતજ્ઞાન – વીર્યમય છે. મુક્ત – અવસ્થામાં (મોક્ષમાં) તેની સ્થિતિ અચલ છે; ત્યાંથી (મુક્તિથી) તેનું કદી પણ પતન થતું નથી – અર્થાત્ જીવ મુક્ત થયા પછી કદી ફરીથી સંસારમાં આવતો નથી. યોગ અને સાંખ્યમતવાળાની માન્યતા તેનાથી વિપરીત છે.
બહિરાત્મા નરનારકાદિ પર્યાયોને જ પોતાની સાચી અવસ્થા માને છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન, કર્મોપાધિરહિત, શુદ્ધ, ચૈતન્યમય, ટંકોત્કીર્ણ એક જ્ઞાતા – દ્રષ્ટા છે, અભેદ્ય છે, અનંતજ્ઞાન તથા અનંતવીર્યથી યુક્ત છે અને અચલસ્થિતિરૂપ છે – આવું ભેદજ્ઞાન (વિવેકજ્ઞાન) તેને હોતું નથી, તેથી તે સંસારના પર પદાર્થોમાં તથા મનુષ્યાદિ પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે – તેને આત્મા માને છે.
જીવ જે જે ગતિમાં જાય છે તે તે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ (વેષ) ધારણ કરે છે. આ સ્વાંગ અચેતન છે, જડ છે અને ક્ષણિક છે. તે વેષને ધારણ કરનાર જીવ, તેનાથી ભિન્ન, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ ચેતન દ્રવ્ય છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, તેથી તે બાહ્ય વેષને જ જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે છે.
‘‘.......અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે (આત્મા) છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવાં શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે – એ બન્નેના સંયોગરૂપ નાના પ્રકારના મનુષ્ય – તિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ ધારી રહ્યો છે, સ્વપરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેનેજ પોતાપણે માને છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે તે પોતાને
Page 15 of 170
PDF/HTML Page 44 of 199
single page version
स्वदेहे एवमध्यवसायं कुर्वाणो बहिरात्मा परदेहे कथंभूतं करोतीत्याह –
टीका — व्यापार – व्याहाराकारादीना स्वदेहसदृशं परदेहं दृष्ट्वा । कथंम्भूतं ? परात्मनाधिष्ठितं कर्मवशात्स्वीकृतं अचेतनं चेतनेन संगतं । मूढो बहिरात्मा परत्वेन परात्मत्वेन अध्यवस्यति ।।१०।। કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે; વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે; શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે. એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. તેને સ્વભાવ – પરભાવનો વિવેક થઈ શકતો નથી.’’૧ ૮ – ૯
સ્વદેહમાં આવો અધ્યવસાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અધ્યવસાય કરે છે, તે કહે છે –
અન્વયાર્થ : (मूढः) અજ્ઞાની બહિરાત્મા, (परमात्माधिष्ठितं) બીજાના આત્મા સાથે રહેલા (अचेतनं) અચેતન – ચેતનારહિત (परदेहं) બીજાના શરીરને, (स्वदेहसदृशं) પોતાના શરીર સમાન (दृष्ट्वा) જોઈને (परत्वेन) બીજાના આત્મારૂપે (अध्यवस्यति) માને છે.
ટીકા : વ્યાપાર, વ્યાહાર (વાણી, વચન) આકારાદિવડે પરદેહને પોતાના દેહ સમાન જોઈને – કેવો (જોઈને)? કર્મવશાત્ બીજાના આત્માથી અધિષ્ઠિત – સ્વીકૃત અચેતન (પરના દેહને) ચેતનાયુક્ત જોઈને બહિરાત્મા તેને (દેહને) પરપણારૂપ – અર્થાત્ પરના આત્મારૂપે માને છે. ✽
૧. મોક્ષમાર્ગપ્રકાશક ગુ. આવૃત્તિ – પૃ. ૪૨.
Page 16 of 170
PDF/HTML Page 45 of 199
single page version
एवंविधाध्यवसायात्किं भवीत्याह –
टीका – विभ्रमो विपर्यासः पुंसां वर्तते ? किं विशिष्टानां ? अविदितात्मनां अपरिज्ञातात्मस्वरूपाणां । केन कृत्वाऽसौ वर्तते ? स्वपराध्यवसायेन । क्व ? देहेषु । कथम्भूतो
ભાવાર્થ : અજ્ઞાની બહિરાત્મા, જેવી રીતે પોતાના શરીરને પોતાનો આત્મા માને છે તેવી રીતે બીજાના (સ્ત્રી – પુત્ર – મિત્રાદિકના) અચેતન શરીરને તેમનો (સ્ત્રી – પુત્ર – મિત્રાદિકનો આત્મા) માને છે.
જેમ પોતાના શરીરનો નાશ થતાં, બહિરાત્મા પોતાનો નાશ સમજે છે, તેમ સ્ત્રી – પુત્ર – મિત્રાદિના શરીરનો નાશ થતાં તે તેમના આત્માનો નાશ સમજે છે. એમ તે પોતાના શરીરમાં આત્મબુદ્ધિ – આત્મકલ્પના – કરી દુઃખી થાય છે, અને બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાના કારણે દુઃખી થાય છે એમ માને છે. ૧૦.
એવા પ્રકારના અધ્યવસાયથી શું થાય છે તે કહે છે —
અન્વયાર્થ : (अविदितात्मनां पुंसां) આત્માના સ્વરૂપથી અજ્ઞાન પુરુષોને, (देहेषु) (स्वपराध्यवसायेन) પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે (पुत्रभार्यादिगोचरः) પુત્ર – સ્ત્રી – આદિકના વિષયમાં (विभ्रमः वर्तते) વિભ્રમ વર્તે છે.
ટીકા : પુરુષોને વિભ્રમ અર્થાત્ વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) વર્તે છે. કેવા પુરુષોને? આત્માથી અજાણ – આત્મસ્વરૂપને નહિ જાણનારા – પુરુષોને. શાથી કરીને તે (વિભ્રમ) વર્તે છે? સ્વપરના અધ્યસાયથી. (વિભ્રમ) ક્યાં થાય છે? શરીરો વિષે. કેવો વિભ્રમ થાય છે? પુત્ર – ✽
Page 17 of 170
PDF/HTML Page 46 of 199
single page version
विभ्रमः ? पुत्रभार्यादिगोचरः परमार्थतोऽनात्मीयमनुपकारकमपि पुत्रभार्याधनधान्यादिकमात्मीयमुपकारकं च मन्यते । तत्सम्पत्तौ संतोषं तद्वियोगे च महासन्तापमात्मवधादिकं च करोति ।।११।। ભાર્યાદિ વિષયક (વિભ્રમ થાય છે.) – પરમાર્થે (વાસ્તવમાં) પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ આત્મીય (પોતાનાં) તેમજ ઉપકારક નહિ હોવા છતાં, તે (વિભ્રમિત પુરુષ) તેમને આત્મીય તથા ઉપકારક માને છે, તેમની સંપત્તિમાં (આબાદીમાં) તે સંતોષ તથા તેના વિયોગમાં મહાસંતાપ અને આત્મવધાદિક કરે છે.
ભાવાર્થ : જે પુરુષોને આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેઓ પોતાના શરીરમાં પોતાના આત્માની અને પરના શરીરમાં પરના આત્માની કલ્પના કરી, સ્ત્રી – પુત્રાદિકના વિષયમાં વિભ્રાન્ત રહે છે – અર્થાત્ પોતાના શરીરની સાથે સ્ત્રી – પુત્રાદિકના શરીર – સંબંધને જ પોતાના આત્માનો સંબંધ માને છે.
બહિરાત્મા સ્ત્રી – પુત્ર – મિત્રાદિ અનાત્મીય અર્થાત્ પર હોવા છતાં તેમને આત્મીય માને છે અને પોતાને અનુપકારક હોવા છતાં તેમને ઉપકારક માની તેમની રક્ષાનો પ્રયત્ન કરે છે, તેના સંયોગાદિમાં સુખી થાય છે અને તેમના વિયોગાદિમાં મહાસંતાપ માને છે અને આત્મવધ પણ કરે છે.
‘‘........શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ – મરણ હોય છે તેને પોતાનાં જન્મ – મરણ માની ‘‘હું ઊપજ્યો, હું મરીશ’’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે, જેમકે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા – પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીરવડે નીપજ્યાં તેને પોતાનાં દીકરા – દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, ઇત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકારવડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.......’’૧
‘‘........વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઊતર્યાં; તે સર્વને આ બહાવરો પોતાનાં જાણવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે – એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય (શરીર) ધારણ કરે છે ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે તેને આ જીવ પોતાનાં ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ – પૃ. ૮૩.
Page 18 of 170
PDF/HTML Page 47 of 199
single page version
एवंविधविभ्रामाच्च किं भवतीत्याह –
टीका — तस्माद्विभ्रमाद्बहिरात्मनि संस्कारो वासना दृढोऽविचलो जायते । किन्नामा ? अविद्यासंज्ञितः अविद्या संज्ञाऽस्य संजातेति ‘‘तारकादिभ्य इतच्’’ येन संस्कारेण कृत्वालोको- ऽविवेकिजनः । अंगमेव च शरीरमेव । स्वं आत्मानं । पुनरपि जन्मान्तरेऽपि । अभिमन्यते ।।१२।। જાણે છે, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે – એમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની આ જીવ ખેદખિન્ન થાય છે.’’૨ ૧૧.
એવા પ્રકારના વિભ્રમથી શું થાય છે? તે કહે છેઃ –
અન્વયાર્થ : (तस्मात्) એ વિભ્રમથી (अविद्यासंज्ञितः) અવિદ્યા નામનો (संस्कारः) (दृढः) દ્રઢ – મજબૂત (जायते) થાય છે, (येन) જે કારણથી (लोकः) અજ્ઞાની જીવ (पुनः अपि) જન્માન્તરમાં પણ (अंगम् एव) શરીરને જ (स्वं अभिमन्यते) આત્મા માને છે.
ટીકા : તે વિભ્રમથી બહિરાત્મામાં સંસ્કાર એટલે વાસના દ્રઢ – અવિચલ થાય છે. કયા નામનો (સંસ્કાર)? અવિદ્યા નામનો (સંસ્કાર) – અવિદ્યા સંજ્ઞા જેની છે તે – જે સંસ્કારને લીધે અવિવેકી (અજ્ઞાની) જન અંગને જ એટલે શરીરને જ ફરીથી પણ, અર્થાત્ અન્ય જન્મમાં પણ પોતાનો આત્મા માને છે.
ભાવાર્થ : આ જીવને અજ્ઞાનજનિત અવિદ્યા સંસ્કાર અનાદિકાલથી છે, સ્ત્રી – પુત્રાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવાથી આ સંસ્કાર દ્રઢ થાય છે અને તેને લીધે અન્ય જન્મમાં પણ જીવ શરીરને જ આત્મા માને છે. ✽
૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૨.
Page 19 of 170
PDF/HTML Page 48 of 199
single page version
एवमभिमन्यमानश्चासौ किं करोतीत्याह —
टीका – देहे स्वबुद्धित्मबुद्धिरार्बहिरात्मा किं करोति ? आत्मानं युनक्ति सम्बद्धं करोति
અનાદિ અજ્ઞાનતાના કારણે આ જીવને જે પર્યાય (શરીર) પ્રાપ્ત થાય છે તેને તે પોતાનો આત્મા સમજી લે છે અને તેનો આવો અજ્ઞાનાત્મક સંસ્કાર જન્મ – જન્માન્તરોમાં પણ બન્યો રહેવાથી તે દ્રઢ થતો જાય છે. જેમ રસ્સીના ઘસારાથી કૂવાના પત્થરમાં કાપો વધુ ને વધુ ઊંડો પડતો જાય છે, તેમ અવિદ્યાના સંસ્કારો પણ અજ્ઞાની જીવમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.
અવિદ્યાના સંસ્કારોથી પ્રેરાઈ આ જીવ શરીરાદિ પર પદાર્થો વિષે આત્મબુદ્ધિ કરે છે. પોતાને પરનો કર્તા – ભોક્તા માને છે, પર પ્રત્યે અહંકાર – મમકાર બુદ્ધિ ને એકતાબુદ્ધિ કરે છે. આ કારણથી તેને રાગ – દ્વેષ થાય છે અને રાગ – દ્વેષથી તેનું સંસાર – ચક્ર ચાલુ જ રહે છે. ૧૨.
એવી રીતે માનીને તે શું કરે છે? તે કહે છેઃ –
અન્વયાર્થ : (देहे स्वबुद्धिः) શરીરમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા (निश्चयात्) નિશ્ચયથી (आत्मानं) પોતાના આત્માને (एतेन) તેની સાથે – શરીરની સાથે (युनक्ति) જોડે છે – સંબંધ કરે છે, અર્થાત્ બંનેને એકરૂપ માને છે, પરંતુ (स्वात्मनि एव आत्मधीः) પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા (देहिनं) પોતાના આત્માને (तस्मात्) તેનાથી – શરીરથી (वियोजयति) પૃથક્ – અલગ કરે છે.
ટીકા : શરીરમાં ૧સ્વબુદ્ધિ – આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા શું કરે છે? તે (પોતાના) ૧. પાટણ – જૈન ભંડારની પ્રત આધારે ‘સમાધિશતક’ની ટીકાના અનુવાદમાં શ્રીયુત મણિલાલ નભુભાઈ
રાખે છે, અર્થાત્ દીર્ઘ સંસારતાપમાં પાડે છે......’’
Page 20 of 170
PDF/HTML Page 49 of 199
single page version
दीर्धसंसारिणं करोतीत्यर्थः । केन ? एतेन देहेन । निश्चयात् परमार्थेन । स्वात्मन्येव जीवस्वरूपे एव आत्मधीरन्तरात्मा । निश्चयाद्वियोजयति असम्बद्धं करोति देहिनं ।।१३।। આત્માને (શરીર સાથે) જોડે છે – (તેની સાથે) સંબંધ કરે છે; તેને દીર્ઘ સંસારી કરે છે – એવો અર્થ છે. કોની સાથે (જોડે છે)? નિશ્ચયથી એટલે નક્કી તે શરીર સાથે (જોડે છે); પણ આત્મામાં જ એટલે જીવસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો અંતરાત્મા નિશ્ચયથી તેને (આત્માને) તેનાથી (શરીરથી) પૃથક્ (અલગ) કરે છે – (શરીર સાથે) અસંબંધ કરે છે.
ભાવાર્થઃ અજ્ઞાની બહિરાત્મા પોતાના શરીરમાં સ્વ-બુદ્ધિ-આત્મબુદ્ધિ કરે છે અર્થાત્ શરીર અને આત્માને એકરૂપ માને છે, જ્યારે જ્ઞાની અંતરાત્મા પોતાના આત્માને શરીરથી ભિન્ન સમજે છે.
‘‘........આ જીવ એ શરીરને પોતાનું અંગ જાણી પોતાને અને શરીરને એકરૂપ માને છે, પણ શરીર તો કર્મોદય આધીન કોઈ વેળા કૃશ થાય, કોઈ વેળા સ્થૂલ થાય, કોઈ વેળા નષ્ટ થાય અને કોઈ વેળા નવીન ઊપજે, ઇત્યાદિ ચરિત્ર થાય છે. એ પ્રમાણે તેની પરાધીન ક્રિયા થવા છતાં આ જીવ તેને પોતાને આધીન જાણી મહા ખેદખિન્ન થાય છે.....’’૧
દેહાધ્યાસથી મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા શરીરને જ આત્મા માનતો હોવાથી તેને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે અને તેથી તે અનંતકાલ સુધી આ ગહન સંસારવનમાં ભટકતો ફરે છે તથા સંસારના તીવ્ર તાપથી સદા બળતો રહે છે.
અન્તરાત્માને શરીરાદિમાં આત્મબુદ્ધિ (મમત્વબુદ્ધિ) હોતી નથી; પણ તેને પોતાના જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે; તેથી તે શરીરને, પોતાના ચૈતન્યસ્વરૂપથી ભિન્ન, પુદ્ગલનો પિંડ સમજે છે. ભેદ – જ્ઞાનના બળે તે ધ્યાનદ્વારા – સ્વરૂપલીનતા દ્વારા પોતાના આત્માને શરીરાદિના બંધનથી સર્વથા પૃથક્ કરે છે અને સદાને માટે મુક્ત થઈ જાય છે.
આવી રીતે દ્રષ્ટિફેરને લીધે બહિરાત્મા પર સાથે એકત્વબુદ્ધિ કરી સંસારમાં રખડે છે, જ્યારે અંતરાત્મા પર સાથેનો સંબંધ તોડી તથા સ્વ સાથે સંબંધ જોડી અંતે સંસારના દુઃખોથી સર્વથા મુક્ત થાય છે.
અનાદિ કાલથી શરીરને આત્મા માનવાની ભૂલ જીવે પોતે જ પોતાની અજ્ઞાનતાથી કરી છે અને આત્મજ્ઞાન વડે તે જ પોતાની ભૂલ સુધારી શકે છે.
‘શરીરાદિમાં આત્મબુદ્ધિરૂપ વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ શાન્ત થાય છે’૨ ૧૩. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૨ ૨. જુઓઃ ‘સમાધિતંત્ર’ – શ્લોક ૪૧.
Page 21 of 170
PDF/HTML Page 50 of 199
single page version
देहेष्वात्मानं योजयतश्च बहिरात्मनो दुर्विलसितोपदर्शनपूर्वकमाचार्योऽनुशयं कुर्वन्नाह —
टीका – जाताः प्रवृत्ताः । काः ? पुत्रभार्यादिकल्पनाः । क्व ? देहेषु । कया ? आत्मधिया । क्व आत्मधीः ? देहेष्वेव । अयमर्थः – पुत्रादिदेहं जीवत्वेन प्रतिपद्यमानस्य मत्पुत्रो भार्येतिकल्पना विकल्पा जायन्ते । ताभिश्चानात्मनीयाभिरनुपकारिणीभिश्च सम्पत्तिं पुत्रभार्यादिविभूत्यतिशयं आत्मानो मन्यते जगत्कर्तृ हा हतं नष्टं स्वस्वरूप – परिज्ञानाद् बहिर्भूतं जगत् बहिरात्मा प्राणिगणः ।।१४।।
શરીરોમાં આત્માનો સંબંધ જોડનાર બહિરાત્માના નિન્દનીય વ્યાપારને બતાવીને આચાર્ય ખેદ પ્રગટ કરતાં કહે છેઃ –
અન્વયાર્થ : (देहेषु) શરીરોમાં (आत्मधिया) આત્મબુદ્ધિના કારણે (पुत्रभार्यादि- कल्पनाः जाताः) મારો પુત્ર, મારી સ્ત્રી, ઇત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. (हा) ખેદ છે કે (जगत्) બહિરાત્મ – સ્વરૂપ પ્રાણિગણ (ताभिः) એ કલ્પનાઓના કારણે (सम्पत्तिम्) સ્ત્રી – પુત્રાદિની સમૃદ્ધિને (आत्मनः) પોતાની સમૃદ્ધિ (मन्यते) માને છે. એવી રીતે આ જગત્ (हतं) હણાઈ રહ્યું છે.
ટીકા : ઉત્પન્ન થઈ – પ્રવર્તી. શું (પ્રવર્તી)? પુત્ર – સ્ત્રી આદિ સંબંધી કલ્પનાઓ. શાને વિષે? શરીરો વિષે. કયા કારણે? આત્મબુદ્ધિના કારણે. શામાં આત્મબુદ્ધિ? શરીરોમાં જ. અર્થ એ છે કે – પુત્ર વગેરેના દેહને જીવરૂપે માનનારને, ‘મારો પુત્ર, સ્ત્રી – એવી કલ્પનાઓ – વિકલ્પો થાય છે. અનાત્મરૂપ અને અનુપકારક એવી તે કલ્પનાઓથી પુત્ર – ભાર્યાદિરૂપ વિભૂતિના અતિશય સ્વરૂપ સંપત્તિને જગત્ પોતાની માને છે. અરે! સ્વસ્વરૂપના પરિજ્ઞાનથી બહિર્ભૂત (રહિત) બહિરાત્મારૂપ જગત્ – પ્રાણિગણ – હણાઈ રહ્યું છે.
ભાવાર્થ : દેહમાં આત્મબુદ્ધિના કારણે આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત બહિરાત્માઓ, સ્ત્રી – પુત્રાદિ સંબંધોમાં મારાપણાની કલ્પનાઓ કરે છે અને તેમની સમૃદ્ધિને પોતાની સમૃદ્ધિ માને છે. આમ આ જગત્ હણાઈ રહ્યું છે – એ ખેદની વાત છે.
Page 22 of 170
PDF/HTML Page 51 of 199
single page version
इदानीमुक्तमर्थमुपसंहृत्यात्मन्यन्तरात्मनोऽनुप्रवेशं दर्शयन्नाह —
જ્યાંસુધી જીવને શરીરમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાંસુધી તેને પોતાના નિરાકુલ નિજાનન્દરસનો સ્વાદ આવતો નથી અને પોતાની અનંતચતુષ્ટયરૂપ સમ્પત્તિથી અજ્ઞાત રહે છે. તે સ્ત્રી – પુત્ર – ધન – ધાન્યાદિ બાહ્ય સમ્પત્તિઓને પોતાની માની તેના સંયોગ – વિયોગમાં હર્ષ – વિષાદ કરે છે. તેના ફલસ્વરૂપ તેનું સંસાર – પરિભ્રમણ ચાલુ રહે છે. તેથી આચાર્ય ખેદ દર્શાવતાં કહે છે કે, ‘‘હાય! આ જગત્ માર્યું ગયું! ઠગાઈ ગયું! તેને પોતાનું કાંઈ પણ ભાન રહ્યું નહિ!’’
‘‘........વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ આ જીવ એ શરીર – પુત્રાદિકમાં અહંકાર – મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે......’’૧
‘‘.......મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર (મકાન) અને નોકર – ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે. સદાકાળ પોતાને આધીન નથી – એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર૨ કરે છે, પુત્રાદિકમાં ‘‘આ છે તે હું જ છું’’ — એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે.......’’૩ ૧૪.
હવે કહેલા અર્થનો ઉપસંહાર કરીને આત્મામાં અન્તરાત્માનો અનુપ્રવેશ દર્શાવતાં કહે છેઃ — ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૫૩. २. वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः ।
૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૮૩.
Page 23 of 170
PDF/HTML Page 52 of 199
single page version
टीका — मूलं कारणं । कस्य ? संसारदुःखस्य । काऽसौ ? देहएवात्मधीः । देहः कायः स एवात्म इति धीः । यत एवं ततस्तस्मात्कारणात् । एनां देहएवात्मबुद्धिं त्यक्त्वा अन्तः प्रविशेत् आत्मनि आत्मबुद्धिं कुर्यात् अन्तरात्मा भवेदित्यर्थः । कथं भूतः सन् ? बहिरव्यापृतेन्द्रियः बहिर्बाह्यविषयेषु अव्यापृतान्यप्रवृत्तानीन्द्रियाणि यस्य ।।१५।।
અન્વયાર્થ : (देहे) શરીરમાં (आत्मधीः एव) આત્મબુદ્ધિ હોવી તે જ (संसारदुःखस्य) સંસારના દુઃખનું (मूलं) કારણ છે (ततः) તેથી (एनां) તેને – શરીરમાં આત્મબુદ્ધિને – (त्यक्त्वा) છોડીને તથા (बहिः अव्यापृतेन्द्रियः) બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને (अन्तः) અંતરંગમાં – આત્મામાં (प्रविशेत्) પ્રવેશ કરવો.
ટીકા : મૂલ એટલે કારણ, કોનું? સંસારદુઃખનું તે (કારણ) કયું? દેહમાં જ આત્મબુદ્ધિ અર્થાત્ દેહ – કાય તે જ આત્મા એવી બુદ્ધિ (માન્યતા) તે. તે કારણને લીધે તેનો, એટલે દેહમાં જ આત્મબુદ્ધિનો, ત્યાગ કરીને અંતરમાં પ્રવેશ કરવો – આત્મામાં આત્મબુદ્ધિ કરવી – અંતરાત્મા થવું – એવો અર્થ છે. કેવો થઈને? બાહ્યમાં અવ્યાપૃત ઇન્દ્રિયોવાળો થઈને – અર્થાત્ બાહ્ય વિષયોમાં જેની ઇન્દ્રિયો અવ્યાપૃત એટલે અપ્રવૃત્ત થઈ છે (રોકાઈ ગઈ છે – અટકી ગઈ છે) તેવો થઈને.
ભાવાર્થ : શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ સંસારનું મૂળ (એક જ સાચું) કારણ છે, માટે તેને છોડીને તથા ઇન્દ્રિયોની બાહ્ય વિષયોમાં થતી પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત્ પર તરફથી હઠીને સ્વસન્મુખ થવું.
સંસારમાં જેટલાં દુઃખ છે તે બધા શરીરમાં એકતાબુદ્ધિના કારણે જ હોય છે. જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાંસુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે અને તેથી તેને સંસારમાં ઘોર દુઃખ ભોગવવાં પડે છે.
જ્યારે જીવને શરીરાદિ પર પદાર્થો તરફનો મમત્વભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર – મમકારબુદ્ધિ હોતી નથી. તે પરથી મુખ મોડી સ્વસન્મુખ ઢળે છે અને આત્મિક આનંદ અનુભવે છે; તેથી ગ્રન્થકારે સમસ્ત દુઃખોનું મૂળ કારણ જે શરીરમાં આત્મબુદ્ધિ છે તેનો ત્યાગ કરી, અન્તરાત્મા થવાની જીવને પ્રેરણા કરી છે, જેથી તે ઘોર સાંસારિક દુઃખોથી છુટકારો પામી સાચા નિરાકુલ સુખની પ્રાપ્તિ કરે.
Page 24 of 170
PDF/HTML Page 53 of 199
single page version
अन्तरात्मा आत्मन्यात्मबुद्धि कुर्वाणोऽलब्धलाभात्संतुष्ट आत्मीयां बहिरात्मावस्थामनुस्मृत्य विषादं कुर्वन्नाह —
‘‘......આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ થાય છે, તેથી તે પોતાને અને શરીરને એકરૂપ જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને અણરુચતી એવી અનિષ્ટ અવસ્થામાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે......કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાના કારણરૂપ નથી, છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે.’’૧
‘‘પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા – જ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળો જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખે – જાણે છે તેમાં ઇષ્ટ – અનિષ્ટપણું માને છે અને તેથી રાગીદ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે, પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કર્તા છે જ નહિ,૨ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે; માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે.
વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી, પણ જેમ ચાલતા ગાડાને ધકેલી બાળક એમ માને કે, ‘‘આ ગાડાને હું ચલાવું છું’’ – એ પ્રમાણે તે અસત્ય માને છે.૩........
માટે શરીરાદિ મારાં છે અને તેની ક્રિયા હું કરી શકું છું એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાનચેતના છે. તેનો ત્યાગ કરી ‘આત્મા એ જ મારો છે’ — એવી આત્મામાં આત્મબુદ્ધિરૂપ જ્ઞાયકસ્વભાવનું અવલંબન કરી અંતરાત્મા થવા, આચાર્યે અજ્ઞાની જીવને ઉપદેશ કર્યો છે. ૧૫.
અંતરાત્મા આત્મામાં આત્મબુદ્ધિ કરતો, અલબ્ધ (પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા એવા) લાભથી સંતોષ પામી, પોતાની બહિરાત્માવસ્થાનું સ્મરણ કરીને વિષાદ (ખેદ) કરે છે. તે કહે છેઃ — ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૯૨ ૨. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ – પૃ. ૯૦.
Page 25 of 170
PDF/HTML Page 54 of 199
single page version
टीका — मत्त आत्मस्वरूपात् । च्युत्वा व्यावृत्य । अहं पतितः अत्यासक्त्या प्रवृत्तः । क्व ? विषयेषु । कैः कृत्वा ? इन्द्रियद्वारैः इन्द्रियमुखैः । ततस्तान् विषयान् प्रपद्य ममोपकारका एते इत्यतिगृह्यानुसृत्य । मां आत्मानं । न वेद न ज्ञातवान् । कथं ? अहमित्युल्लेखेन अहमेवाहं न शरीरादिकमित्येवं तत्त्वतो न ज्ञातवानित्यर्थः । कदा ? पुरा पूर्वं अनादिकाले ।।१६।।
અન્વયાર્થ : (अहं) હું (पुरा) અનાદિકાલથી (मत्तः) આત્મસ્વરૂપથી (च्युत्वा) ચ્યુત થઈને (इन्द्रियद्वारेः) ઇન્દ્રિયોદ્વારા (विषयेषु) વિષયોમાં (पतितः) પતિત થયો, (ततः) તેથી (तान्) તે વિષયોને (प्रपद्य) પ્રાપ્ત કરી (तत्त्वतः) વાસ્તવમાં (मां) મને – પોતાને (अहं इति न वेद) હું તે જ છું આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ.
ટીકા : મારાથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત થઈ – પાછો હઠી, હું પતિત થયો અર્થાત્ અતિ આસક્તિથી પ્રવર્ત્યો. ક્યાં (પ્રવર્ત્યો)? વિષયોમાં. કોના દ્વારા? ઇન્દ્રિયોરૂપ દ્વારોથી – ઇન્દ્રિય – મુખેથી. પછી તે વિષયોને પ્રાપ્ત કરીને, તે મારા ઉપકારક છે એમ સમજી તેને અતિપણે ગ્રહી – અનુસરી મેં પોતાને આત્માને – ઓળખ્યો નહિ – જાણ્યો નહિ. કેવા પ્રકારે (ન જાણ્યો)? ‘હું’ એવા ઉલ્લેખથી હું જ પોતે (આત્મા) છું, શરીરાદિરૂપ નથી. એમ તત્ત્વતઃ (વાસ્તવમાં) મેં જાણ્યું નહિ – એવો અર્થ છે. ક્યારે? પૂર્વે – અનાદિકાલે.
ભાવાર્થ : અંતરાત્મા વિચાર કરે છે કે, ‘હું અનાદિકાલથી આત્મસ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો; તેમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહિ.’
જ્યાંસુધી જીવને પોતાના અસલી ચૈતન્યસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, ત્યાંસુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક – ઉપકારક સમજી તેમાં અતિ આસક્તિ રહે છે – તેમાં આત્મબુદ્ધિ કરે છે, પણ જ્યારે તેને ચૈતન્ય અને પર જડ પદાર્થોનું ઇન્દ્રિયોના વિષયોનું ભેદવિજ્ઞાન થાય છે અને પોતાનાં નિરાકુલ ચિદાનંદ – સુધારસનો સ્વાદ આવે
Page 26 of 170
PDF/HTML Page 55 of 199
single page version
अथात्मो ज्ञप्तावुपायं दर्शयन्नाह —
टीका – एवं वक्ष्यमाणन्यायेन । बहिर्वाचं पुत्रभार्याधनधान्यादिलक्षणान्बहिरर्थ-वाचकशब्दान् । त्यक्त्वा । अशेषतः साकल्येन । पश्चात् अन्तर्वाचं अहं प्रतिपादकः, प्रतिपाद्यः, सुखी, दुःखी, चेतनो वेत्यादिलक्षणमन्तर्जल्पं त्यजेदशेषतः । एष बहिरन्तर्जल्पत्यागलक्षणः योगः स्वरूपे चित्तनिरोधलक्षणः समाधिः । प्रदीपः स्वरूपप्रकाशकः । कस्य ? परमात्मनः । कथं ? समासेन संक्षेपेण झटिति परमात्मस्वरूपप्रकाशक इत्यर्थः ।।१७।। છે ત્યારે તેને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલા – બૂરા લાગતા નથી, ફક્ત તેઓ તેને જ્ઞેયરૂપ ભાસે છે. આ કારણથી અંતરાત્મા પહેલાં બહિરાત્માવસ્થામાં વિષય – ભોગોને સુખરૂપ માની સેવતો હતો તે હવે ભોગવેલા વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે છે કે, ‘અરે! અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયમાં ફસાઈ મેં મારું ચૈતન્યસ્વરૂપ ઓળખ્યું નહિ!’ ૧૬.
હવે આત્માને જાણવાનો ઉપાય બતાવતાં કહે છેઃ —
અન્વયાર્થ : (एवं) આગળના શ્લોકમાં કહેવામાં આવતી વિધિ અનુસાર (बहिर्वाचं) બાહ્ય અર્થવાચક વચન – પ્રવૃત્તિનો (त्यक्त्वा) ત્યાગ કરીને (अन्तः) અંતરંગ વચન – પ્રવૃત્તિને પણ (अशेषतः) સંપૂર્ણપણે (त्यजेत्) તજવી. (एषः) આ (योगः) યોગ અર્થાત્ સમાધિ (समासेन) (परमात्मनः) પરમાત્મસ્વરૂપનો (प्रदीपः) પ્રકાશક દીવો છે.
ટીકા : એવી રીતે અર્થાત્ આગળ કહેવામાં આવતા ન્યાયથી, બાહ્ય વચન – અર્થાત્ પુત્ર – સ્ત્રી – ધન-ધાન્યાદિરૂપ બાહ્યાર્થ વાચક શબ્દોને, અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને, પછી અંતરંગ વચનને – અર્થાત્ હું પ્રતિપાદક (ગુરુ), હું પ્રતિપાદ્ય (શિષ્ય), સુખી, દુઃખી, ચેતન ઇત્યાદિરૂપ અંતર્જલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવો. એ બહિર્જલ્પ – અંતર્જલ્પના ત્યાગ – સ્વરૂપ યોગ — અર્થાત્ સ્વરૂપમાં ચિત્તનિરોધલક્ષણ સમાધિ – પ્રદીપ અર્થાત્ સ્વરૂપપ્રકાશક છે. કોનો? પરમાત્માનો. કેવી રીતે? સમાસથી એટલે સંક્ષેપથી શીઘ્રપણે તે પરમાત્મસ્વરૂપનો પ્રકાશક છે
Page 27 of 170
PDF/HTML Page 56 of 199
single page version
कुतः पुनर्बहिरन्तर्वाचस्त्यागः कर्तव्य इत्याह — એવો અર્થ છે.
ભાવાર્થ : બાહ્ય વચન – પ્રવૃત્તિના વિકલ્પો તેમ જ અંતરંગ વિકલ્પોનો સર્વથા ત્યાગ કરીને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થવું તે યોગ છે સમાધિ છે. આ યોગ પરમાત્માનો પ્રકાશક પ્રદીપ છે.
‘સ્ત્રી, પુત્ર, ધન, ધાન્યાદિ મારાં છે’ એવો મિથ્યા પ્રલાપ તે બાહ્ય વચન – વ્યાપાર – બહિર્જલ્પ છે અને ‘હું સુખી, હું દુઃખી, હું રંક, હું રાય, હું ગુરુ, હું શિષ્ય’ ઇત્યાદિ અંતરંગ વચનપ્રવૃત્તિ તે અંતર્જલ્પ છે. તે બંને બહિરંગ અને અંતરંગ વચન – પ્રવૃત્તિને છોડી આત્મસ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરવી તે યોગ અથવા સમાધિ છે. આ યોગ જ પરમાત્મસ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન છે.
આચાર્યે યોગને પ્રદીપ કહ્યો છે, કારણ કે જેમ દીવો નિશ્ચયથી પોતાના સ્વરૂપને પ્રકાશે છે, તે યોગ અંદર બિરાજેલા નિજ આત્માના સ્વરૂપને પ્રકાશે છે.
જે સમયે આત્મા આ બાહ્ય – અભ્યન્તર સંકલ્પ – વિકલ્પોનો પરિત્યાગ કરે છે તે સમયે તે ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી હઠી નિજ સ્વરૂપમાં લીન થઈ જાય છે અને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે.
‘હું સિદ્ધ સમાન છું, હું કેવલજ્ઞાનમય છું, વગેરે’ — એવા વિકલ્પો મનમાં કર્યા કરે અને ઉપયોગને શુદ્ધાત્મસ્વરૂપમાં ન જોડે તો તે કલ્પના – જાળ છે. તેમાં જ ફસાઈ રહે તો શુદ્ધ સ્વાત્માનો અનુભવ થાય નહિ, કારણ કે આવું અંતર્જલ્પન આત્માનુભવમાં બાધક છે. જ્યાં સુધી અંતર્જલ્પનરૂપ અંતરંગ પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સવિકલ્પ દશા છે. અતીન્દ્રિય જ્ઞાન – સ્વરૂપમાં ઉપયોગને જોડવા માટે જ્ઞાની સવિકલ્પ દશાનો ત્યાગ કરે છે. નિર્વિકલ્પ દશામાં જ – સમાધિમાં જ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. તેથી ગ્રન્થકારે અંતર્જલ્પરૂપ સવિકલ્પ દશાનો પણ પૂર્ણપણે ત્યાગ કરવાનું સૂચવ્યું છે.
‘અંતરંગમાં જે વચન – વ્યાપારવાળી અનેક પ્રકારની કલ્પના – જાળ છે તે આત્માને દુઃખનું મૂલ કારણ છે. તેનો નાશ થતાં હિતકારી પરમ પદની પ્રાપ્તિ થાય છે.૧ ૧૭.
વળી અંતરંગ અને બહિરંગ વચન – પ્રવૃત્તિનો ત્યાગ કેવી રીતે કરવો? તે કહે છે — ૧. જુઓ – પ્રસ્તુત ગ્રન્થનો શ્લોક ૮૫.
Page 28 of 170
PDF/HTML Page 57 of 199
single page version
टीका — रूपं शरीरादिरूपं यद् दृश्यते इन्द्रियैः परिच्छिद्यते मया तदचेतनत्वात् उक्तमपि वचनं सर्वथा न जानाति । जानता च समं वचनव्यवहारो युक्तो नान्येनातिप्रसङ्गात् । यच्च जानद् रूपं चेतनमास्वरूपं तन्न दृश्यते इन्द्रियैर्न परिच्छिद्यते । तत एवं ततः केन सह ब्रवीम्यहम् ।।१८।।
અન્વયાર્થ : (मया) મારાવડે (यत् रूपं) જે રૂપ – શરીરાદિરૂપી પદાર્થ (दृश्यते) દેખાય છે (तत्) તે – અચેતન પદાર્થ (सर्वथा) સર્વથા (न जानाति) કોઈને જાણતો નથી અને (जानत् रूपं) જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે (न दृश्यते) દેખાતો નથી. (ततः) તો (अहं) હું (केन) કોની સાથે (बव्रीमि) બોલું – વાતચીત કરું?
ટીકા : રૂપ એટલે શરીરાદિરૂપ જે દેખાય છે અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા મારાથી જણાય છે, તે અચેતન (જડ) હોવાથી (મારા) બોલેલા વચનને પણ સર્વથા જાણતું નથી; જે જાણતો હોય (સમજતો હોય) તેની સાથે વચન – વ્યવહાર યોગ્ય છે; બીજાની સાથે (વચન – વ્યવહાર) યોગ્ય નથી કારણ કે અતિ પ્રસંગ આવે છે, અને જે રૂપ અર્થાત્ ચેતન – આત્મસ્વરૂપ – જાણે છે તે તો ઇન્દ્રિયોદ્વારા દેખાતું નથી – જણાતું નથી; જો એમ છે તો હું કોની સાથે બોલું?
ભાવાર્થ : જે શરીરાદિરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી દેખાય છે તે અચેતન હોવાથી બોલેલું વચન સર્વથા જાણતા નથી – સમજતા નથી અને જેનામાં જાણવાની શક્તિ છે તે ચૈતન્યસ્વરૂપ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયોદ્વારા દેખાતો નથી; તેથી અંતરાત્મા વિચારે છે કે ‘કોઈની સાથે બોલવું યા વચન – વ્યવહારની પ્રવૃત્તિ કરવી તે નિરર્થક છે, કારણ જે પરનું જાણવાવાળું ચૈતન્ય – દ્રવ્ય છે તે તો મને દેખાતું નથી અને ઇન્દ્રિયોદ્વારા જે રૂપી શરીરાદિક જડ પદાર્થો દેખાય છે તે ચેતનારહિત હોવાથી કાંઈ પણ જાણતા નથી; તો હું કોની સાથે વાત કરું? કોઈની પણ સાથે વાતચીત કરવાનું બનતું નથી, માટે હવે તો મારે મારા સ્વરૂપમાં રહેવું ✽
Page 29 of 170
PDF/HTML Page 58 of 199
single page version
एवं बहिर्विकल्पं परित्यज्यान्तर्विकल्पं परित्याजयन्नह –
એ યોગ્ય છે, પરંતુ બોલવાનો વિકલ્પ (રાગ) કરવો તે યોગ્ય નથી.’’
આ શ્લોકમાં આચાર્યે વિભાવ – ભાવરૂપ બાહ્ય વિકલ્પ – જાળથી છૂટવા માટે એક ઉત્તમ ઉપાય દર્શાવ્યો છે.
કોઈની સાથે બોલવું એ વ્યવહાર કથન છે. નિશ્ચયનયની દ્રષ્ટિએ કોઈ જીવ બોલી શકતો જ નથી. જે વાણી નીકળે છે તે ભાષાવર્ગણારૂપ પુદ્ગલોનું વચનરૂપ પરિણમન છે. તે આત્માનું કાર્ય નથી. તે કાર્યમાં અજ્ઞાન દશામાં જીવનો બોલવાનો વિકલ્પ (ઇચ્છા) નિમિત્તમાત્ર છે. વિકલ્પ અને વાણી એ બંનેમાં નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે. વિકલ્પના કારણે વાણી નીકળે છે એમ નથી અને વાણી નીકળી એટલે વિકલ્પ થયો એમ પણ નથી. અજ્ઞાનીને આ વાતની સમજણ નથી, તેથી તે એમ માને છે કે, ‘મેં બોલવાની ઇચ્છા કરી એટલે વાણી નીકળી,’ પરંતુ તાત્ત્વિક દ્રષ્ટિએ વિચારતાં એ સત્ય નથી. ભાષાવર્ગણાનું વાણીરૂપે પરિણમન તેના કારણે છે, સ્વતંત્ર છે; ઇચ્છાથી તે નિરપેક્ષ છે; છતાં ‘હું બોલું છું’ એમ માનવામાં તે જીવ અને અજીવ તત્ત્વોની એકતા – બુદ્ધિ કરે છે. આવી ઊંધી માન્યતાને લીધે તેને અનંત સંસારના કારણભૂત અનંતાનુબંધી કષાય થયા વગર રહેતો નથી.
જ્ઞાનીને અસ્થિરતાના કારણે બોલવાનો વિકલ્પ આવે, પણ સ્વભાવની દ્રષ્ટિએ તેના અભિપ્રાયમાં તે વિકલ્પનો તેને નિષેધ વર્તે છે, કારણ કે તે જાણે છે કે વિકલ્પ એ રાગ છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે તેનાથી ભિન્ન છે.
માટે કોઈની સાથે વાત કરવાનો વિકલ્પ કરવો તે દોષ છે. આવી સમજણપૂર્વક જે સ્વરૂપમાં લીનતારૂપ મૌન સેવે છે તેને જ સાચી વચન – ગુપ્તિ છે. આવી વચન – ગુપ્તિથી અંતર્બાહ્ય વચનપ્રવૃત્તિનો સ્વયં નાશ થાય છે. ૧૮.
એવી રીતે બાહ્ય વિકલ્પોનો પરિત્યાગ કરીને આભ્યન્તર વિકલ્પોને છોડાવતાં કહે છેઃ —
Page 30 of 170
PDF/HTML Page 59 of 199
single page version
टीका – परैरुपाध्यायादिभिरहं यत्प्रतिपाद्यः परान् शिष्यादीनहं यत्प्रतिपादये तत्सर्वं मे उन्मत्तचेष्टितं मोहवशादुन्मत्तस्येवाखिलं विकल्पजालात्मकं विजृम्भितमित्यर्थः । कुत एतत् ? यदहं निर्विकल्पको यद्यस्मादहमात्मा निर्विकल्पक एतैर्वचनविकल्पैरग्राह्यः ।।१९।।
અન્વયાર્થ : (अहं) હું (परैः) બીજાઓથી – અધ્યાપકાદિથી (यत् प्रतिपाद्यः) જે કાંઈ શીખવવા યોગ્ય છું તથા (परान्) બીજાઓને શિષ્યાદિકને (यत् प्रतिपादये) હું જે કાંઈ શીખવું (तत्) તે (मे) મારી (उन्मत्तचेष्टितं) ઉન્મત્ત (પાગલ) ચેષ્ટા છે; (यद् अहं) કારણ કે (વાસ્તવમાં) હું (निर्विकल्पकः) નિર્વિકલ્પક અર્થાત્ વચન – વિકલ્પોથી અગ્રાહ્ય છું.
ટીકા : પર વડે અર્થાત્ ઉપાધ્યાયાદિ વડે મને જે શીખવાડવામાં આવે છે અને બીજાઓને – શિષ્યો વગેરેને હું જે શીખવું છું તે બધી મારી ઉન્મત્ત (પાગલ) ચેષ્ટા છે – મોહવશાત્ ઉન્મત્તના (પાગલના) જેવી જ તે બધી વિકલ્પજાલરૂપ ચેષ્ટા પ્રવર્તે છે, એવો અર્થ છે. શાથી તે (ઉન્મત્ત ચેષ્ટા) છે? કારણ કે હું (આત્મા) તો નિર્વિકલ્પક અર્થાત્ વચનવિકલ્પોથી અગ્રાહ્ય છું.
ભાવાર્થ : અધ્યાપકાદિ મને શીખવે છે તથા હું શિષ્યાદિ બીજાઓને શીખવું છું – એવો સંકલ્પ કરું તે મારું ઉન્મત્તપણું – પાગલપણું છે, કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો નિર્વિકલ્પ છે અર્થાત્ બધા વિકલ્પોથી હું અગ્રાહ્ય છું – પર છું.
આત્માનો સ્વભાવ તો જ્ઞાતા – દ્રષ્ટા છે. કોઈને શીખવવું યા તેનું ભલું – બૂરું કરવું એ વાસ્તવમાં આત્માનો સ્વભાવ નથી, કારણ કે ‘કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવે પરિણમે છે’ એમ વિચારી સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા અંતરના વિકલ્પોને તોડી સ્વરૂપમાં લીન થવા પ્રયત્ન કરે છે.
વિકલ્પો દૂર કરી પરમાત્મતત્ત્વમાં લીન થવા માટે ઉપદેશ આપતાં શ્રી અમિતગતિ આચાર્ય કહે છે કે —
‘‘સંસારરૂપી ભયાનક જંગલમાં પટકવાના હેતૂભૂત સર્વ વિકલ્પોને દૂર કરીને તારા આત્માને સર્વથી (દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી) ભિન્ન અનુભવ કરતાં તું પરમાત્મતત્ત્વમાં લીન થઈ જઈશ.’’૧ १. सर्वं निराकृत्य विकल्पजालं, संसारकान्तारनिपातहेतुम् ।
Page 31 of 170
PDF/HTML Page 60 of 199
single page version
तदेव विकल्पातीतं स्वरूपं निरूपयन्नाह –
ઉન્મત્તતા બે પ્રકારની છે – એક શ્રદ્ધા અપેક્ષાએ અને બીજી ચારિત્ર અપેક્ષાએ.
(૧) શ્રી તત્ત્વાર્થસૂત્રમાં૨ જે ઉન્મત્તતા દર્શાવી છે તે શ્રદ્ધા અપેક્ષાએ છે. મિથ્યાદ્રષ્ટિ સત અને અસત્નો ભેદ જાણતો નથી. તે ઉન્મત્ત પુરુષની માફક પોતાની રુચિ અનુસાર વસ્તુને સમજે છે. જેમ મદિરા પીને ઉન્મત્ત થયેલો પુરુષ માતા – પત્નીનો ભેદ જાણતો નહિ હોવાથી કદી માતાને પત્ની અને પત્નીને માતા કહે છે અને કોઈ વખત તે પત્નીને પત્ની અને માતાને માતા કહે છે, છતાં તે ઠીક સમજીને તેમ કહે છે એમ નથી. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિને પણ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહિ હોવાથી તેના વિકલ્પો મિથ્યા માન્યતાના કારણે ઉન્મત્ત પુરુષના જેવા હોય છે.
(૨) પ્રસ્તુત શ્લોકમાં જે ઉન્મત્તતા દર્શાવી છે તે અંતરાત્માની ચારિત્ર અપેક્ષાએ છે, શ્રદ્ધા અપેક્ષાએ નથી; કેમકે જ્ઞાનીને પણ અસ્થિરતાના કારણે તેવા વિકલ્પો ઊઠે છે, પણ અભિપ્રાયમાં તેને તેનો આદર નથી. જ્યાં સુધી વિકલ્પ ઊઠે ત્યાં સુધી નિર્વિકલ્પ થઈ શકાતું નથી. તેથી આચાર્યે વિકલ્પ તોડીને આત્મસ્વરૂપમાં લીન થવા માટે નિર્દેશ કર્યો છે; અને અંતરાત્માની ભૂમિકાના વિકલ્પોને ચારિત્ર અપેક્ષાએ ઉન્મત્તપણું કહ્યું છે. ૧૯.
તે જ વિકલ્પાતીત (નિર્વિકલ્પ) સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છેઃ –
અન્વયાર્થ : (यत्) જે એટલે શુદ્ધ આત્મસ્વરૂપ (अग्राह्यं) અગ્રાહ્યને અર્થાત્ ક્રોધાદિસ્વરૂપને (न गृह्णाति) ગ્રહણ કરતું નથી અને (गृहीतं अपि) ગ્રહણ કરેલાને અર્થાત્ ૨. જુઓ – તત્ત્વાર્થસૂત્ર – અ. ૧, સૂત્ર ૩૨. ❈
//
/