Samadhitantra (Gujarati). Gatha: 21-33 ; Samadhitantra Gathas 26 to 50.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 10

 

Page 32 of 170
PDF/HTML Page 61 of 199
single page version

टीकायत् शुद्धात्मस्वरूपं अग्राह्यं कर्मोदयनिमित्तं क्रोधादिस्वरूपं न गृह्णाति आत्मस्वरूपतया न स्वीकरोति गृहीतमनन्तज्ञानादिस्वरूपं नैव मुञ्चति कदाचिन्न परित्यजति तेन च स्वरूपेण सहितं शुद्धात्मस्वरूपं किं करोति ? जानाति किं विशिष्टं तत् ? सर्वं चेतनमचेतनं वा वस्तु कथं जानाति ? सर्वथा द्रव्यपर्यायादिसर्वप्रकारेण तदित्थम्भूतं स्वरूपं स्वसंवेद्यं स्वसंवेदनग्राह्यम् अहमात्मा अस्मि भवामि ।।२०।। અનંતજ્ઞાનાદિ ગુણોને (न मुञ्चति) છોડતું નથી તથા (सर्वं) સંપૂર્ણ પદાર્થોને (सर्वथा) સર્વ પ્રકારે એટલે દ્રવ્યગુણપર્યાયરૂપે (जानाति) જાણે છે, (तत् स्वसंवेद्यं) તે પોતાના અનુભવમાં આવવા યોગ્ય ચૈતન્ય દ્રવ્ય (अहं अस्मि) હું છું.

ટીકા : જે એટલે શુદ્ધાત્મસ્વરૂપ છે, તે અગ્રાહ્યને અર્થાત્ કર્મોદય નિમિત્તે (થયેલા) ક્રોધાદિરૂપને ગ્રહતું નથી એટલે તેને આત્મસ્વરૂપપણે સ્વીકારતું નથી અને ગ્રહણ કરેલા અનન્તજ્ઞાનાદિ સ્વરૂપને છોડતું જ નથી એટલે ક્યારેય પણ તેનો પરિત્યાગ કરતું નથી. આવા સ્વરૂપવાળું શુદ્ધાત્મસ્વરૂપ શું કરે છે? જાણે છે. શું જાણે છે? સર્વ ચેતન યા અચેતન વસ્તુને (જાણે છે). કેવી રીતે જાણે છે? તે સર્વથા અર્થાત્ દ્રવ્યપર્યાયાદિ સર્વ પ્રકારે (જાણે છે). તેથી આવું સ્વસંવેદ્ય સ્વરૂપ એટલે સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હુંઆત્મા છું.

ભાવાર્થ : શુદ્ધાત્મા એ અનુભવગમ્ય ચૈતન્ય દ્રવ્ય છે. તે નહિ ગ્રહણ કરવા યોગ્ય રાગદ્વેષાદિને ગ્રહણ કરતું નથી, અને ગ્રહણ કરેલા આત્મિક ગુણોનેઅનંતજ્ઞાનાદિ ગુણોને છોડતું નથી. તે સંપૂર્ણ પદાર્થોને સર્વથાદ્રવ્યગુણપર્યાય સહિતજાણે છે.

‘જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણેદેખે છે, તે હું છુંએ જ્ઞાન ચિંતવે છે.’

વિશેષ

આત્મા પરદ્રવ્યને જરા પણ ગ્રહતો નથી તથા છોડતો નથી કારણ કે પર નિમિત્તના આશ્રયે થયેલાપ્રાયોગિક ગુણના સામર્થ્યથી તેમ જ સ્વાભાવિકવૈસ્રસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. १. णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केइं

जाणदि पस्सदि सव्वं सोहं इदि चिंतए णाणी ।।९७।। (श्री नियमसार, गाथा ९७)

૨. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,

એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે. (શ્રી સમયસાર ગુ. આવૃત્તિગાથા ૪૦૬)

જુઓઃ શ્રી પ્રવચનસાર ગાથા૩૨ અને શ્રી સમયસાર કલશ૨૩૬


Page 33 of 170
PDF/HTML Page 62 of 199
single page version

इत्थंभूतात्मपरिज्ञानात्पूर्वं कीदृशं मम चेष्टितमित्याह

उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम्
तद्वन्मे चेष्टितं पूर्वं देहादिष्वात्मविभ्रमात् ।।२१।।

આત્માને પર દ્રવ્યનો ગ્રહણત્યાગ કહેવો એ તો વ્યવહારનયનું કથનમાત્ર છે. નિશ્ચયનયે તો તે પર દ્રવ્યનો ગ્રહણત્યાગ કરી શકતો જ નથી. જ્યારે જીવ આત્મસ્વરૂપમાં લીન થાય છે, ત્યારે રાગાદિ વિકારો સ્વયં છૂટી જાય છે; તેને છોડવા પડતા નથી. અને આત્મિક ગુણો સ્વયં પ્રગટ થાય છે.

વળી આત્મસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થાય ત્યારે આત્માના જ્ઞાનગુણની પર્યાય પણ કેવળજ્ઞાનરૂપે પ્રગટે છે. આ કેવળજ્ઞાનનો એવો અનંત મહિમા છે કે તે અનંત દ્રવ્યોના અનંત ગુણોને અને તેમની ત્રિકાલવર્તી વિકારીઅવિકારી અનંત પર્યાયોને સંપૂર્ણપણે એક જ સમયમાં સર્વથા પ્રત્યક્ષ જાણે છે.

જ્ઞાન પર પદાર્થોને જાણે છેએમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પર પદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા સ્વચ્છતા છે.

વળી તે આત્મસ્વરૂપ સ્વસંવેદ્ય છે અર્થાત્ પોતાના આત્માના જ અનુભવમાં આવે તેવું છે. ગુરુ, તેમની વાણી કે તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ પણ તેનો અનુભવ કરાવી શકે તેમ નથી. જીવ અનુભવ કરે તો તે નિમિત્તમાત્ર કહેવાય. તે સ્વાનુભવગોચર છે. આત્મા પોતે જ તેને ઓળખી, અનુભવ કરી શકે.

એ રીતે વાસ્તવમાં આત્માને પરદ્રવ્યનાં તથા રાગાદિનાં ગ્રહણત્યાગ નથી; તે સર્વજ્ઞ છે અને માત્ર સ્વાનુભવગોચર છે. ૨૦.

આવા આત્મપરિજ્ઞાનની પૂર્વે મારી ચેષ્ટા કેવી હતી તે કહે છેઃ

શ્લોક ૨૧

અન્વયાર્થ : (स्थाणौ) ઝાડના ઠૂંઠામાં (उत्पन्नपुरुषभ्रान्तेः) જેને પુરુષની ભ્રાન્તિ ૧. જુઓઃ શ્રી પ્રવચનસાર ગાથા૩૭, ૩૮, ૩૯, ૪૧, ૪૭, ૪૮, ૪૯, ૫૧.

સ્થાણુ વિષે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ;
આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧.


Page 34 of 170
PDF/HTML Page 63 of 199
single page version

टीकाउत्पन्नपुरुषभ्रान्तेः पुरुषोऽयमित्युत्पन्ना भ्रान्तिर्यस्य प्रतिपत्तुस्तस्य स्थाणौ स्थाणुविषये यद्वद्यत्प्रकारेण विचेष्टितंविविधमुपकारापकारादिरूपं चेष्टितं विपरीतं वा चेष्टितं तद्वत् तत्प्रकारेण मे चेष्टितं क्व ? देहादिषु कस्मात् आत्मविभ्रमात् आत्मविपर्यासात् कदा ? पूर्वम् उक्तप्रकारात्मस्वरूपपरिज्ञानात् प्राक् ।।२१।। ઉત્પન્ન થઈ તેવા મનુષ્યને (यद्वत्) જેવી (विचेष्टितम्) વિપરીત યા વિવિધ ચેષ્ટા હોય છે (तद्वत्) તેવી (देहादिषु) શરીરાદિમાં (आत्मविभ्रमात्) આત્મવિભ્રમને લીધે (पूर्वं) પહેલાં (मे) મારી (चेष्टितम्) ચેષ્ટા હતી.

ટીકા : પુરુષની ભ્રાન્તિ જેને ઉત્પન્ન થઈ છેતેની અર્થાત્ ‘આ પુરુષ છે’ એવી જેને ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તેનીએવું માનનારનીસ્થાણુમાં (ઠૂંઠાના વિષયમાં) જે રીતે જે પ્રકારે વિચેષ્ટા થાય છેવિવિધ પ્રકારની ચેષ્ટા થાય છેઅર્થાત્ ઉપકારઅપકારાદિરૂપ ચેષ્ટા વા વિપરીત ચેષ્ટા થાય છેતે પ્રમાણેતે પ્રકારે મેં ચેષ્ટા કરી. કોના વિષે? દેહાદિ વિષે. શા કારણથી? આત્મવિભ્રમઆત્મવિપર્યાસના કારણે. ક્યારે? પૂર્વે અર્થાત્ ઉક્ત પ્રકારના આત્મસ્વરૂપના પરિજ્ઞાન પૂર્વે.

ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, ‘જેવી રીતે કોઈ પુરુષ ભ્રમથી વૃક્ષના ઠૂંઠાને પુરુષ સમજી તેનાથી પોતાને ઉપકારઅપકારાદિની કલ્પના કરી સુખીદુઃખી થાય છે, તેવી રીતે હું પણ મિથ્યાત્વાવસ્થામાં ભ્રમથી શરીરાદિને આત્મા સમજી તેનાથી પોતાને ઉપકાર અપકારાદિની કલ્પના કરી સુખીદુઃખી થયોએ મારી મૂર્ખાઈ ભરેલી ચેષ્ટા હતી. કોઈ ઠૂંઠાને પુરુષ માને અને હું શરીરાદિને આત્મા માનુંએમ બંનેના વિભ્રમમાં અને ચેષ્ટામાં કાંઈ ફેર નથી.’

વિશેષ

‘‘જેમ એક નારીએ કાષ્ટની પૂતળી બનાવીને તેને અલંકારવસ્ત્ર પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવાડી રાખી અને લૂગડાંથી ઢાંકી દીધી. ત્યાં, તે નારીનો પતિ આવ્યો. એણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે. તે તેને હલાવે, પવન નાખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ. આખી રાત બહુ સેવા કરી; પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે આ તો કાષ્ટની પૂતળી છે, ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ અનાદિથી આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે જાણે છે કે જડ છે, ત્યારે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી થઈ સુખ પામે છે.’’ ૨૧. ૧. ‘અનુભવ પ્રકાશક’ગુ. બીજી આવૃત્તિ, પૃ. ૨૨૨૩.


Page 35 of 170
PDF/HTML Page 64 of 199
single page version

साम्प्रतं तु तत्परिज्ञाने सति कीदृशं मे चेष्टितमित्याह

यथाऽसौ चेष्टते स्थाणौ निवृत्ते पुरुषाग्रहे
तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ।।२२।।

टीकाअसौ उत्पन्नपुरुषभ्रान्तिः पुरुषाग्रहे पुरुषाभिनिवेशे निवृत्ते विनष्टे सति यथा येन पुरुषाभिनिवेशजनितोपकारापकाराद्युद्यमपरित्यागप्रकारेण चेष्टते प्रवर्तते तथाचेष्टोऽस्मि तथा तदुद्यमपरित्यागप्रकारेण चेष्टा यस्यासौ तथाचेष्टोऽस्मि भवाम्यहम् क्व ? देहादौ किं विशिष्टः ? विनिवृत्तात्मविभ्रमः विशेषेण निवृत्त आत्मविभ्रमो यस्य क्व ? देहादौ ।।२२।।

વર્તમાનમાં તેનું (આત્માનું) પરિજ્ઞાન થતાં મારી કેવી ચેષ્ટા થઈ ગઈ તે કહે છેઃ

શ્લોક ૨૨

અન્વયાર્થ : (स्थाणौ) વૃક્ષના ઠૂંઠામાં (निवृत्ते पुरुषाग्रहे) ‘આ પુરુષ છે’ એવી ભ્રાન્તિ દૂર થતાં, (यथा)। જેવી રીતે (असौ) તે (પૂર્વે ભ્રાન્તિવાળો મનુષ્ય) (चेष्टते) ચેષ્ટા કરે છે અર્થાત્ તેનાથી ઉપકારાદિની કલ્પનાનો ત્યાગ કરે છે, (देहादौ) શરીરાદિમાં (विनिवृत्तात्मविभ्रमः) જેનો આત્મવિભ્રમ દૂર થયો છે તેવો હું (तथा चेष्टः अस्मि) તેવી રીતે ચેષ્ટા કરું છું.

ટીકા : (ઠૂંઠામાં) પુરુષાગ્રહ અર્થાત્ પુરુષાભિનિવેશ નિવૃત્ત થતાંનાશ પામતાં, જેને (ઠૂંઠામાં) પુરુષની ભ્રાન્તિ થઈ ગઈ હતી તે (મનુષ્ય). જેવી રીતે પુરુષાભિનિવેશજનિત ઉપકારઅપકારાદિથી તે પ્રવૃત્તિનો પરિત્યાગ કરવારૂપ ચેષ્ટા કરે છેપ્રવર્તે છે તેવી રીતે મેં ચેષ્ટા કરી છેઅર્થાત્ તે પ્રવૃત્તિના પરિત્યાગ અનુરૂપ જેને જેવી રીતે ચેષ્ટા થાય તેવી ચેષ્ટાવાળો હું બની ગયો છું.

ક્યાં (ક્યા વિષયમાં)? દેહાદિમાં. કેવો (થયો છું)? જેનો આત્મવિભ્રમ વિનિવૃત્ત થયો છે તેવોઅર્થાત્ જેનો આત્મવિભ્રમ વિશેષ કરી નિવૃત્ત થયો છે તેવોથયો છું. ક્યાં (ક્યા વિષયમાં)? દેહાદિમાં.

ભાવાર્થ : જ્યારે માણસ ઠૂંઠાને ઠૂંઠું સમજે છે, ત્યારે પહેલાં તેમાં પુરુષની કલ્પના

સ્થાણુ વિષે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ;
ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. ૨૨.


Page 36 of 170
PDF/HTML Page 65 of 199
single page version

अथेदानीमात्मनि स्त्र्यादिलिङ्गैकत्वादिसंख्याविभ्रमनिवृत्त्यर्थतद्विविक्तासाधारणस्वरूपं दर्शयन्नाह

येनात्मनाऽनुभूयेहमात्मनैवात्मनात्मनि
सोऽहं न तन्न सा नासौ नैका न द्वौ वा बहुः ।।२३।।

કરી જે ઉપકારઅપકારાદિની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો તે બંધ થઈ જાય છે; તેમ અન્તરાત્માને ભેદવિજ્ઞાન દ્વારા શરીર અને આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં શરીરાદિમાં ઉપકારઅપકારરૂપ બુદ્ધિ રહેતી નથી અને તેથી તેના પ્રત્યે ઉદાસીન રહે છે.

વિશેષ

જ્ઞાની પોતાના આત્માને શરીરથી ભિન્ન અને તદ્દન જુદી જાતનો માને છે; કારણ કે શરીર રૂપી, આત્મા અરૂપી; શરીર જડ, આત્મા ચેતન; શરીર સંયોગી, આત્મા અસંયોગી; શરીર વિનાશી, આત્મા અવિનાશી; શરીર આંધળું, આત્મા દેખતો; શરીર ઇન્દ્રિયગ્રાહ્ય, આત્મા અતીન્દ્રિયગ્રાહ્ય; શરીર બાહ્ય પરતત્ત્વ, આત્મા અંતરંગ સ્વતત્ત્વ, ઇત્યાદિ પ્રકારે બંને એકબીજાથી ભિન્ન છે.

આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જીવને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે શરીરાદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે, શરીરના સુધારબગાડથી આત્મા સુધરેબગડે એવો ભ્રમ ટળી જાય છે. દેહાદિ પર પદાર્થો પ્રત્યે કર્તાબુદ્ધિના સ્થાને જ્ઞાતાબુદ્ધિ ઊપજે છે અને તે આત્મ સન્મુખ વળી ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થવા લાગે છે.

આમ જીવને જ્યારે ભેદવિજ્ઞાનદ્વારા સ્વપરનું ભાન થાય છે, ત્યારે તે પર ભાવથી હટી સ્વસન્મુખ થાય છે. ૨૨

હવે આત્મામાં સ્ત્રી આદિ લિંગ ને એકત્વાદિ સંખ્યા સંબંધી વિભ્રમની નિવૃત્તિ માટે તેનાથી વિવિક્ત (ભિન્ન) અસાધારણ સ્વરૂપ બતાવતાં કહે છેઃ

શ્લોક ૨૩

અન્વયાર્થ : (येन आत्मना) જે આત્માથીચૈતન્યસ્વરૂપથી (अहम्) હું (आत्मनि) પોતાના આત્મામાં (आत्मना) આત્માદ્વારાસ્વસંવેદનજ્ઞાનદ્વારા (आत्मना एव) પોતાના

જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી,
તે હું, નર-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ. ૨૩.


Page 37 of 170
PDF/HTML Page 66 of 199
single page version

टीकायेनात्मना चैतन्यस्वरूपेण इत्थंभावे तृतीया अहमनुभूये केन कर्त्रा ? आत्मनैव अनन्येन केन करणभूतेन ? आत्मना स्वसंवेदस्वभावेन क्व ? आत्मनि स्वस्वरूपे सोऽहं इत्थंभूतस्वरूपोऽहं न तत् न नपुंसकं न सा न स्त्री नासौ न पुमान् अहं तथा नैको न द्वौ न वा बहुरहं स्त्रीत्वादिधर्माणां कर्मोत्पादितदेहस्वरूपत्वात् ।।२३।। આત્માને પોતે (अनुभूये) અનુભવું છું. (सः) તેશુદ્ધાત્મસ્વરૂપ (अहं) હું (न तत्) ન તો નપુંસક છું, (न सा) ન સ્ત્રી છું, (न असौ) ન પુરુષ છું; (न एकः) ન એક છું (न द्वै) ન બે છું, (वा) અથવા (न बहुः) ન બહુ છું.

ટીકા : જે આત્મા વડેચૈતન્ય સ્વરૂપ વડે હું અનુભવમાં આવું છુંકોનાથી? આત્માથી જબીજા કોઈથી નહિ, કયા કરણ (સાધન) દ્વારા? આત્માદ્વારાસ્વસંવેદન સ્વભાવ દ્વારા, ક્યાં? આત્મામાંસ્વસ્વરૂપમાં, તે હું છુંએવા સ્વરૂપવાળો છું. ન તો હું નપુંસક છું, ન સ્ત્રી છું, ન પુરુષ છું; તથા ન હું એક છું, ન બે છું કે ન હું બહુ છું; કારણ કે સ્ત્રીત્વાદિ ધર્મો છે તે તો કર્મોપાદિત દેહસ્વરૂપવાળા છે.

ભાવાર્થ : હું સ્વસંવેદનજ્ઞાનદ્વારા પોતે જ મારા આત્મસ્વરૂપને મારા આત્મામાં અનુભવું છુંઅર્થાત્ હું ચૈતન્યસ્વરૂપ સ્વસંવેદનગમ્ય છું. તેમાં સ્ત્રીપુરુષાદિ લિંગનો તથા એક, બે, વગેરે સંખ્યાના વિકલ્પોનો અભાવ છે.

અન્તરાત્મા વિચારે છે કે જીવમાં સ્ત્રીપુરુષાદિનો વ્યવહાર કેવળ શરીરને લીધે છે. એક, બે અને બહુવચનનો વ્યવહાર પણ શરીરાશ્રિત છે. જ્યારે શરીર મારું રૂપ જ નથી અને મારું શુદ્ધસ્વરૂપ નિર્વિકલ્પ છે, ત્યારે મારામાં લિંગભેદ અને વચનભેદના વિકલ્પો કેવી રીતે ઘટી શકે? આ સ્ત્રીત્વાદિ ધર્મો તો કર્મોપાદિત દેહનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. મારું ચૈતન્યસ્વરૂપ તો તે બધાંથી પર છે.

વિશેષ

આત્મા શુદ્ધ આનંદસ્વભાવી છે, એક છેએવો રાગમિશ્રિત વિચાર પણ સ્વભાવમાં નથી. ગુણગુણી તરીકે બે છે ને જ્ઞાનદર્શનના ઉપયોગે બે છેએવો ભેદ સ્વરૂપમાં નથી.

આત્માનું શુદ્ધ સ્વરૂપ અભેદ, ગુણગુણીના ભેદ વિનાનું છે. તેમાં લિંગભેદ, વચન ભેદ, વિકલ્પભેદાદિ કંઈ નથી.

અહીં આચાર્યનું લક્ષ અભેદઅખંડ આત્માના સ્વરૂપ ઉપર છે; તેથી તેમણે કહ્યું છે કે, વાસ્તવમાં આત્માને સ્ત્રી, પુરુષ, નપુંસકાદિ અવસ્થાઓ નથી, ગુણોના ભેદરૂપ અને કારકોના ભેદરૂપ કલ્પના નથી.


Page 38 of 170
PDF/HTML Page 67 of 199
single page version

येनात्मना त्वमनुभूयसे स कीदृशः इत्याह

यदभावे सुषुप्तोऽहं यद्भवे व्युत्थितः पुनः
अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२४।।

टीकायस्य शुद्धस्य स्वसंवेद्यस्य रूपस्य अभावे अनुपलम्भे सुषुप्तो यथावत्पदार्थपरिज्ञानाभावलक्षणनिद्रया गाढाक्रान्तः यद् भावे यस्य तत्स्वरूपस्य भावे उपलम्भे पुनर्व्युत्थितः विशेषेणोत्थितो जागरितोऽहं यथावत्स्वरूपपरिच्छित्तिपरिणत इत्यर्थः किं विशिष्टं तत्स्वरूपं ? अतीन्द्रियं इन्द्रियैरजन्यमग्राह्यं च अनिर्देश्यं शब्दविकल्पागोचरत्वादिदंतयाऽनिदन्तया वा निर्देष्टुमशक्यम् तदेवंविधं स्वरूपं कुतः सिद्धमित्याह-तत्स्वसंवेद्यं तदुक्तप्रकारंस्वरूपं स्वसंवेद्य स्वसंवेदनग्राह्यं अहमस्मीति ।।२४।।

આવી સમજણથી જ્ઞાની ભેદવિજ્ઞાન કરી આત્મસ્વરૂપમાં એકાગ્ર થવાની નિરંતર ભાવના ભાવે છે. ૨૩.

જે આત્માથી તું અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છેઃ

શ્લોક ૨૪

અન્વયાર્થ : (यत् अभावे) જેનાશુદ્ધાત્મસ્વરૂપનાઅભાવે (अहं) હું (सुषुप्तः) સૂતો પડી રહ્યો હતોઅજ્ઞાન અવસ્થામાં હતો, (पुनः) વળી (यत् भावे) જેનાશુદ્ધાત્મસ્વરૂપના સદ્ભાવમાં હું (व्युत्थितः) જાગી ગયોયથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, (तत्) તે શુદ્ધાત્મસ્વરૂપ (अतीन्द्रियम्) ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય (अनिर्देश्यम्) વચનોથી અગોચર (વચનોથી ન કહી શકાય તેવું) અને (स्वसंवेद्यम्) સ્વાનુભવગમ્ય છે; તે (अहं अस्मि) હું છું.

ટીકા : જે શુદ્ધ સ્વસંવેદ્યરૂપના અભાવે એટલે તેની અનુપલબ્ધિમાંઅપ્રાપ્તિમાં હું સૂતો હતોઅર્થાત્ યથાવત્ પદાર્થપરિજ્ઞાનનો અભાવ જેનું લક્ષણ છે એવી નિદ્રામાં હું ગાઢ ઘેરાયેલો હતો (લપેટાયેલો હતો) અને જેના સદ્ભાવમાં અર્થાત્ જેના તત્સ્વરૂપના સદ્ભાવમાંપ્રાપ્તિમાં (જે સ્વરૂપનો અનુભવ થતાં) હું જાગ્યોવિશેષપણે જાગૃત થયો, અર્થાત્ યથાવત્ સ્વરૂપના પરિજ્ઞાનસ્વરૂપે હું પરિણમ્યોએવો અર્થ છે.

નહિ પામ્યે નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત,
તે નિજવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪.


Page 39 of 170
PDF/HTML Page 68 of 199
single page version

तत्स्वरूपं स्वसंवेदयतो रागादिप्रक्षयान्न क्वविच्छत्रुमित्रव्यवस्था भवतीति दर्शयन्नाह

क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः
बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ।।२५।।

टीकाअत्रैव नकेवलमग्रे किन्तु अत्रैव जन्मनि क्षीयन्ते के ते ? रागाद्याः आदौ भवः

તત્સ્વરૂપ કેવા પ્રકારનું છે? તે અતીન્દ્રિય છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને વચનઅગોચર અર્થાત્ શબ્દવિકલ્પોથી અગોચર હોવાથી (શબ્દો દ્વારા કહેવામાં નહિ આવતું હોવાથી) આ કે તે સ્વરૂપાદિરૂપે કહી શકાય તેવું નથી. તો એવા પ્રકારનું સ્વરૂપ ક્યાંથી સિદ્ધ થાય તે કહે છે‘‘તે સ્વસંવેદ્ય સ્વરૂપ અર્થાત્ તે ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું છું.’’

ભાવાર્થ : જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય, વચનઅગોચર અને સ્વાનુભવગમ્ય છે તે હું છુંએવું જ્યાં સુધી જીવને જ્ઞાન ન હતું ત્યાં સુધી તે અજ્ઞાનનિદ્રામાં સૂતો હતો, પરંતુ જ્યારે તેને પોતાના ઉક્ત પ્રકારના સ્વરૂપનું યથાવત્ ભાન થયું ત્યારે તે વાસ્તવમાં જાગૃત થયો અર્થાત્ તેના પરિજ્ઞાનરૂપે પરિણમ્યો.

જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે ઊંઘે છે. જ્યારથી તે ચિદાનંદસ્વરૂપને સ્વસંવેદન દ્વારા અનુભવે છે, ત્યારથી તે સદાય જાગૃત જ છે એમ સમજવું. ૨૪

તે સ્વરૂપનું સ્વસંવેદન કરનારને રાગાદિનો વિશેષ ક્ષય થવાથી ક્વચિત્ પણ શત્રુમિત્રની વ્યવસ્થા (કલ્પના) રહેતી નથી તે દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૨૫

અન્વયાર્થ : (यतः) કારણ કે (बोधात्मानं) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવા (मां) અનેમારા આત્માને (तत्त्वतः प्रपश्यतः) વાસ્તવમાં અનુભવ કરનાર જીવને (अत्र एव) અહીં જ (रागाद्याः) રાગાદિ દોષો (क्षीयन्ते) નાશ પામે છે; (ततः) તેથી (मे) મારો (न कः चित्) ન કોઈ (शत्रुः) શત્રુ છે (न च) અને ન કોઈ (प्रियः) મિત્ર છે.

ટીકા : અહીં જનહીં કે કેવળ આગળ (બીજા જન્મમાં) જ પરંતુ આ જ જન્મમાં

જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય,
ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫.


Page 40 of 170
PDF/HTML Page 69 of 199
single page version

आद्यः राग आद्यो येषां द्वेषादिनां ते तथोक्ताः किं कुर्वन्तस्ते क्षीयन्ते ? तत्त्वतो मां प्रपश्यतः कथम्भूतं मां ? बोधात्मानं ज्ञानस्वरूपं तत इत्यादियतो यथावदात्मानं पश्यतो रागादयः प्रक्षीणास्ततस्तस्मात् कारणात् न मे कश्चिच्छत्रुः न च नैव प्रियो मित्रम् ।।२५।। (તેઓ) ક્ષય પામે છે. કોણ તે? રાગાદિઅર્થાત્ રાગ જેની આદિમાં છે તેવા દ્વેષાદિ (દોષો). શું કરતાં તે ક્ષીણ થાય છે? તત્ત્વતઃ (પરમાર્થપણે) મને દેખતાં (અનુભવતાં). કેવા મને? બોધાત્મા એટલે જ્ઞાનસ્વરૂપ (એવા મને). યથાવત્ આત્માનો અનુભવ કરતાં રાગાદિ ક્ષીણ થાય છે; તે કારણથી ન કોઈ મારો શત્રુ છે અને કોઈ મારો પ્રિય એટલે મિત્ર છે.

ભાવાર્થ : જ્ઞાનસ્વરૂપ આત્માને યથાર્થસ્વરૂપે અવલોકતાંઅનુભવતાં રાગદ્વેષાદિ દોષોનો (ભૂમિકાનુસાર) અહીં જ અભાવ થાય છે; તેથી જ્ઞાની કહે છે કે, ‘‘આ જગતમાં મને કોઈ શત્રુમિત્રરૂપે ભાસતો નથીઅર્થાત્ વાસ્તવમાં કોઈ કોઈનો શત્રુમિત્ર થઈ શકતો નથી.’’

જ્યારે આત્મા પ્રબુદ્ધ થઈ યથાર્થ વસ્તુસ્થિતિનો અનુભવ કરે છે, ત્યારે તેની રાગ દ્વેષરૂપ ઇષ્ટઅનિષ્ટની કલ્પના મટી જાય છે અને બાહ્ય સામગ્રીના બાધકસાધક મનાતા જીવો પ્રત્યે તેને ઉપેક્ષાબુદ્ધિ રહે છે; તેથી તે ન કોઈને શત્રુ સમજે છે કે ન તો કોઈને મિત્ર માને છે. એ રીતે આત્મસ્વરૂપની ભાવનાના બળે તેના રાગદ્વેષાદિનો નાશ થતાં તેને કોઈ પ્રત્યે શત્રુ-મિત્રપણું રહેતું નથી.

વિશેષ

જ્ઞાનભાવનારૂપે પરિણમેલો જ્ઞાની વિચારે છે કેઃ

‘‘નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાંતે ચૈતન્યઅનુભવમાં લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસ્રવોને ક્ષય પમાડું છું.’’

સારાંશ એ છે કે જ્યારે જ્ઞાની પોતાના આત્મસ્વરૂપને યથાર્થપણે જાણી તેમાં લીન થાય છે, ત્યારે તેના આસ્રવભાવો રાગદ્વેષાદિ વિકારો સ્વયં ઉત્પન્ન થતા નથી. આવી સ્થિતિમાં તેને કોઈ શત્રુમિત્ર ભાસતો નથી; તેને સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. ૨૫. ૧.હું એક શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.

(શ્રી સમયસારગુ. આવૃત્તિ, ગાથા૭૩)


Page 41 of 170
PDF/HTML Page 70 of 199
single page version

यदि त्वमन्यस्य कस्यचिन्न शत्रुर्मित्रं वा तथापि तवान्यः कश्चिद्भविष्यतीत्याशंक्याह

मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः
मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ।।२६।।

टीकाआत्मस्वरूपे प्रतिपन्नेवाऽयंलोको मयि शत्रुमित्रभावं प्रतिपद्यते ? न तावद् प्रतिपन्ने यतः मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः अप्रतिपन्ने हि वस्तुस्वरूपे रागाद्युत्पत्तावतिप्रसङ्गः नापि प्रतिपन्ने यतः मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः आत्मस्वरूपप्रतीतौ रागादिकप्रक्षयात् कथं क्व चिदपि शत्रुमित्रभावः स्यात् ।।२६।।

ભલે તું બીજા કોઈનો શત્રુમિત્ર ન હો, તો પણ બીજો કોઈ તો તારો શત્રુમિત્ર હશે ને? એવી આશંકા કરી તેનું સમાધાન કરે છેઃ

શ્લોક ૨૬

અન્વયાર્થ : (मां) મનેમારા આત્મસ્વરૂપને (अपश्यन्) નહિ દેખતો (अयं लोकः) આ લોકઅજ્ઞાની પ્રાણિગણ (न मे शत्रुः) મારો શત્રુ નથી (न च प्रियः) અને મિત્ર નથી, તથા (मां) મનેમારા આત્મસ્વરૂપને (प्रपश्यन्) યથાર્થપણે દેખતો (अयं लोकः) આ લોક જ્ઞાની જીવગણ (न मे शत्रुः) ન મારો શત્રુ છે (न च प्रियः) અને ન મિત્ર છે.

ટીકા : આત્મસ્વરૂપ સમજાય કે ન સમજાય તો પણ આ લોક મારા પ્રત્યે શત્રુ મિત્રભાવ કેમ કરે? પ્રથમ તો (આત્મસ્વરૂપ) ન સમજાય તો પણ તે ન કરે, કારણ કે આ લોક મને દેખતો નથી તેથી તે મારો શત્રુ નથી ને મારો મિત્ર નથી; જ્યાં વસ્તુસ્વરૂપ ન સમજાય ત્યાં પણ રાગાદિની ઉત્પત્તિ થાય તો અતિપ્રસંગ આવે.

(વસ્તુસ્વરૂપ) સમજવામાં આવતાં પણ ન (કોઈ મારો શત્રુમિત્ર છે), કારણ કે આ (જ્ઞાની) લોક મને દેખતો (જાણતો) હોવાથી, તે નથી મારો શત્રુ ને નથી મારો મિત્ર.

આત્મસ્વરૂપની પ્રતીતિ થતાં રાગાદિનો ક્ષય (અભાવ) થવાથી ક્વચિત્ પણ શત્રુ મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?

ભાવાર્થ : અંતરાત્મા સમાધાન કરે છે કે, ‘અજ્ઞાની જનો તો મારા આત્માને દેખતા

દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર;
દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬.


Page 42 of 170
PDF/HTML Page 71 of 199
single page version

अन्तरात्मनो बहिरात्मत्वत्यागे परमात्मत्वप्राप्तौ चोपायत्वं दर्शयन्नाह

त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः
भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ।।२७।।

टीकाएवमुक्तप्रकारेणान्तरात्मव्यवस्थितः सन् बहिरात्मानं त्यक्त्वा परमात्मानं भावयेत् कथंभूतं ? सर्वसंकल्पवर्जितं विकल्पजालरहितं अथवा सर्वसंकल्पवर्जितः सन् भावयेत् ।।२७।। જાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી તેમની ઇન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષયમાં શત્રુમિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ મારા જડ શરીરને જ દેખે છે, શરીરથી અત્યંત ભિન્ન એવો મારો આત્મા તો દેખાતો નથી, તો ભલે તેઓ મારા શરીરને શત્રુમિત્ર માને; મને (મારા આત્માને) તેથી શું?

જ્ઞાની જનો મારા શુદ્ધાત્મસ્વરૂપને યથાવત્ જાણતા હોવાથી તેમનામાં રાગદ્વેષાદિનો અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુમિત્રભાવ કેવી રીતે હોઈ શકે?

આ રીતે જ્ઞાની કે અજ્ઞાનીકોઈ જીવ મારો શત્રુ નથી કે મિત્ર નથી. ૨૬.

અન્તરાત્માને બહિરાત્મપણાના ત્યાગનો અને પરમાત્મપણાની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૨૭

અન્વયાર્થ : (एवं) આવી રીતે (बहिरात्मानं) બહિરાત્માને (त्यक्त्वा) તજી (अंतरात्मव्यवस्थितः) અંતરાત્મામાં વ્યવસ્થિત થઈ તથા (सर्वसंकल्पवर्जितं) સર્વ સંકલ્પોથી રહિત થઈને (परमात्मानं) પરમાત્માને (भावयेत्) ભાવવો.

ટીકા : એવી રીતે એટલે ઉક્ત પ્રકારે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી, કેવા થઈને? સર્વ સંકલ્પોથી રહિત થઈનેવિકલ્પજાલરહિત થઈને અર્થાત્ સર્વ સંકલ્પોથી મુક્ત થઈને (પરમાત્માની ભાવના કરવી). (૨૭).

ભાવાર્થ : પ્રથમ જીવ બહિરાત્મપણાને છોડી આત્મસ્વરૂપની સન્મુખ થતાં અંતરાત્મા

એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ;
સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭.


Page 43 of 170
PDF/HTML Page 72 of 199
single page version

तद्भावनायाः फलं दर्शयन्नाह

सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः
तत्रैव दृढ़संस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ।।२८।।

टीकायोऽनन्तज्ञानाद्यात्मकः प्रसिद्धः परमात्मा सोऽहमित्येवमात्तसंस्कारः आत्तो गृहीतः संस्कारो वासना येन कया कस्मिन् ? भावनया तस्मिन् परमात्मनि भावनया सोऽहमित्यभेदाभ्यासेन पुनरित्यन्तर्गर्भितवीप्सार्थः पुनः पुनस्तस्मिन् भावनया तत्रैव परमात्मन्यैव दृढ़संस्कारात् अविचभावनावशात् लभते प्राप्नोति ध्याता हि स्फु टम् आत्मनि स्थितिं થાય છે. ત્યારબાદ ક્રમે ક્રમે પુરુષાર્થ વધારી સર્વ વિકલ્પોથી રહિત થઈ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માની આરાધના કરે છે, અર્થાત્ તેમાં લીન થઈ તદ્રૂપ બનવાની ભાવના ભાવે છે. એ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે. ૨૭.

તે ભાવનાનું ફળ દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૨૮

અન્વયાર્થ : (तस्मिन्) તેમાંપરમાત્મપદમાં (भावनया) ભાવના કરતા રહેવાથી (सः अहं) તેઅનન્તજ્ઞાનસ્વરૂપ પરમાત્મા‘હું છું’ (इति) એવા (आत्तसंस्कारः) સંસ્કાર પામેલો તેજ્ઞાની પુરુષ(पुनः) વારંવાર (तत्र एव) તેમાં જઆત્મસ્વરૂપમાં જ (दृढ संस्कारात्) દ્રઢ સંસ્કારને લીધે (हि) નિશ્ચયથી (आत्मनि) આત્મામાં (स्थितिं लभते) સ્થિરતા પ્રાપ્ત કરે છે.

ટીકા : જે અનંતજ્ઞાનાદિસ્વરૂપ પ્રસિદ્ધ પરમાત્મા છે તે ‘હું છું’ એવો સંસ્કાર પામી અર્થાત્ એવો સંસ્કાર એટલે વાસના ગ્રહીને, શા વડે? શામાં? તેની ભાવના વડે અર્થાત્ પરમાત્માની ભાવના વડે તે ‘હું છું’ એવા અભેદ અભ્યાસ વડે, તેની વારંવાર ભાવનાથી તેના જ એટલે પરમાત્માના જદ્રઢ સંસ્કારને લીધે અવિચલ ભાવનાને લીધેધ્યાતા ખરેખર આત્મામાં સ્થિતિ પામે છેપ્રાપ્ત કરે છેઅર્થાત્ આત્મામાં અચલતા વા અનંતજ્ઞાનાદિચતુષ્ટયરૂપતા પ્રાપ્ત કરે છે.

તે ભાવ્યે ‘સોહમ્’ તણા જામે છે સંસ્કાર;
તદ્ગત દ્રઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. ૨૮.


Page 44 of 170
PDF/HTML Page 73 of 199
single page version

आत्मन्यचलतां अनन्तज्ञानादिचतुष्टयरूपतां वा ।।२८।।

नन्वात्मभावनाविषये कष्टपरम्परासद्भावेन भयोत्पत्तेः कथं कस्यचित्तत्र प्रवृत्तिरित्याशङ्कां निराकुर्वन्नाह

मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम्
यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ।।२९।।

ભાવાર્થ : અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા તે જ ‘હું છું’ એવી વારંવાર અભેદ ભાવના ભાવવાથી તેના સંસ્કાર દ્રઢ થાય છે અને તેવા સંસ્કારને લીધે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જીવ અનંતચતુષ્ટયરૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે.

વિશેષ

જ્યારે અંતરાત્મા સ્વસન્મુખ થઈ પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સુખ ધામ અને અનંતચતુષ્ટયાદિરૂપ ધ્યાવે છેવારંવાર ભાવે છે, ત્યારે અભેદ અવિચલ ભાવનાના બળે તે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે. તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપમાં લીન થતાં તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. આ પરમાત્મસ્વરૂપની દ્રઢ ભાવનાનું ફલ છે.

‘‘જે પરમાત્મા છે તે જ હું છુંએવી વારંવાર ભાવના ભાવતાં શુદ્ધસ્વાત્મામાં જે લીનતા થાય છે, તે કોઈ વચનઅગોચર યોગ છેસમાધિરૂપ ધ્યાન છે.’’

આવી રીતે પરમાત્મભાવનાના દ્રઢ સંસ્કારથી આત્મા પરમાત્મા થઈ જાય છે. ૨૮. આત્મભાવનાના વિષયમાં કષ્ટપરંપરાના સદ્ભાવને લીધે ભયની ઉત્પત્તિની સંભાવના રહે છે, તો તેમાં કોઈની કેવી રીતે પ્રવૃત્તિ થાય? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છેઃ

શ્લોક ૨૯

અન્વયાર્થ : (मूढात्मा) અજ્ઞાની બહિરાત્મા (यत्र) જેમાંશરીરપુત્રમિત્રાદિ બાહ્ય પદાર્થોમાં (विश्वस्तः) વિશ્વાસ કરે છે (ततः) તેનાથીશરીરાદિ બાહ્ય પદાર્થોથી (अन्यत्) બીજું કો (भयास्पदं न) ભયનું સ્થાન નથી અને (यतः) જેનાથીપરમાત્મસ્વરૂપના અનુભવથી ૧. જુઓઃ ‘અધ્યાત્મરહસ્ય’શ્લોક ૫૭.

મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન;
જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯.


Page 45 of 170
PDF/HTML Page 74 of 199
single page version

टीकामूढात्मा बहिरात्मा यत्र शरीरपुत्रकलत्रादिषु विश्वस्तोऽवंचकाभिप्रायेण विश्वासं प्रपिपन्नः मदीया एते अहमेतेषामितिअभेदबुद्धिं गत इत्यर्थः ततो नान्यद्भयास्पदं ततः शरीरादेर्नान्यद्भयास्पदं संसारदुःखात्रसस्यास्पदं स्थानम् यतो भीतः यतः परमात्मस्वरूपसंवेदनाद्भीतः त्रस्त ततो नान्यदभयस्थानं ततः स्वसंवेदनात् नान्यत् अभयस्य संसारदुःखत्रासाभावस्य स्थानमास्पदम् सुखास्पदं ततो नान्यदित्यर्थः ।।२९।। (भीतः) તે ડરે છે (ततः अन्यत्) તેનાથી બીજું કાંઈ (आत्मनः) આત્માને (अभयस्थानं न) નિર્ભયતાનું સ્થાન નથી.

ટીકા : મૂઢાત્મા એટલે બહિરાત્મા જ્યાં એટલે શરીરપુત્રભાર્યાદિમાં વિશ્વાસ કરે છેઅવંચક અભિપ્રાયથી (તેઓ મને ઠગશે નહિ એવા અભિપ્રાયથી) વિશ્વાસ પામે છે‘તે મારાં છે અને હું તેમનો છું’ એવી અભેદબુદ્ધિ કરે છેએવો અર્થ છે. તેનાથી બીજું કોઈ ભયનું સ્થાન નથીતેનાથી એટલે શરીરાદિથી બીજું ભયનું સ્થાનઅર્થાત્ સંસારદુઃખના ત્રાસનું સ્થાન નથી.

જેનાથી ભય પામે છેજેનાથી એટલે પરમાત્મસ્વરૂપના સંવેદનથી ભય પામે છેત્રાસે છે, તેનાથી બીજું કોઈ અભયસ્થાન નથીતેનાથી એટલે સ્વસંવેદનથી બીજું અભયનું સંસારદુઃખના ત્રાસના અભાવનું સ્થાન નથી. તેનાથી બીજું સુખનું સ્થાન નથીએવો અર્થ છે.

ભાવાર્થ : શરીરપુત્રાદિ જે ભયનું સ્થાન છેદુઃખનું કારણ છે તેમાં બહિરાત્મા આત્મબુદ્ધિ કરી વિશ્વાસ કરે છે અને પરમાત્મસ્વરૂપ જે નિર્ભય સ્થાન છે, પરમશરણરૂપ છે અને સુખનું કારણ છે, તેના સંવેદનને કષ્ટરૂપ માની ડરે છે.

અજ્ઞાની બાહ્ય શરીરાદિમાં સુખ માની તેમાં નિઃશંકપણે પ્રવર્તે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ સમાન છે. તેમાં કાંઈ સુખ નથી; તે કોઈનું શરણ નથી કે કોઈનું વિશ્વાસનું અભયનું સ્થાન નથી. એક શુદ્ધાત્મસ્વરૂપ જ અભયરૂપ છે, તે જ શરણનું સ્થાન છે અને તે જ જગતના જીવોને ભવભયમાંથી રક્ષા કરનાર પરમ તત્ત્વ છે.

વિશેષ

જેમ પિત્તજ્વરવાળા રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે, તેમ બહિરાત્માને પરમ સુખદાયી પરમાત્મસ્વરૂપની ભાવના પણ કષ્ટદાયી લાગે છે; તેથી તે આત્મસ્વરૂપની ભાવનાને ભાવતો નથી પણ વિષયકષાયની જ ભાવના ભાવે છે.

વળી, ‘‘રાગાદિ પ્રગટ એ દુઃખ દૈન, તિનહીકો સેવત ગિનત ચૈન;

.... ...... ..... .... .......(૨/૫)


Page 46 of 170
PDF/HTML Page 75 of 199
single page version

तस्यात्मनः कीदृशः तत् प्रतिपत्त्युपाय इत्याह

सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना
यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः ।।३०।।

આત્મહિતહેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકું કષ્ટદાન.’’(૨/૬)

રાગાદિ વિષયકષાયો આત્માને અહિતરૂપ છેદુઃખદાયક છે, છતાં અજ્ઞાની તેમાં હિત માનીસુખ માનીપ્રવર્તે છે અને જ્ઞાનવૈરાગ્ય જે આત્માને હિતકર છે તેને અહિતકર કષ્ટરૂપ માને છે.

વળી અજ્ઞાની જીવને ઉદ્દેશીને શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે‘‘અરે જીવ!

‘‘અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા,
અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા!
ઉઘાડ ન્યાય
નેત્રને, નિહાળ રે! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.’’

‘‘અહા! જે અનંતસુખનું ધામ છે એવા ચૈતન્યસ્વભાવમાં તો તને મિત્રતા ન રહી તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયોતેમાં તને સુખબુદ્ધિ થઈપ્રેમ આવ્યોઉત્સાહ આવ્યો, એ કેવી વિચિત્રતા છે! અરે જીવ! હવે તારાં જ્ઞાનચક્ષુને ઉઘાડીને જો, રે જો, કે, ‘તારો સ્વભાવ દુઃખરૂપ નથી, પણ બાહ્ય વિષયો તરફનું તારું વલણ એકાંત દુઃખરૂપ છે. તેમાં સ્વપ્નેય સુખ નથી.’ આમ વિવેકથી વિચારી તારા અંતર સ્વભાવ તરફ વળ અને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા, નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે.’’

તેથી શુદ્ધાત્મસ્વરૂપના સ્વસંવેદન સિવાય અન્ય કોઈ અભય સ્થાન નથી. સંસાર દુઃખના ત્રાસના અભાવનું તે એક જ સ્થાન છે, અર્થાત્ સુખનું એ એક જ સ્થાન છે, શરીર પુત્રાદિ બાહ્ય પદાર્થોકોઈ સુખનું સ્થાન નથી. ૨૯.

તે આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કેવો છે તે કહે છેઃ ૧. જુઓઃ શ્રી દૌલતરામજીકૃત ‘છહઢાલા’ ૨// // /

૫; ૨//
//
/
ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ,
ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦.
૧૦


Page 47 of 170
PDF/HTML Page 76 of 199
single page version

टीकासंयम्य स्वविषये गच्छन्ति निरुध्य कानि ? सर्वेन्द्रियाणि पञ्चापीन्द्रियाणि तदनन्तरं स्तिमिते स्थिरीभूतेन अन्तरात्मना मनसा यत्स्वरूपं भाति किं कुर्वतः ? क्षणं पश्यतः क्षणमात्रमनुभवतः बहुतरकालं मनसा स्थिरीकर्तुमशक्यत्वात् स्तोककालं मनोनिरोधं कृत्वा पश्यतो यच्चिदानन्दस्वरूपं प्रतिभाति तत्तत्त्वं तद्रूपं तत्त्वं स्वरूपं परमात्मनः ।।३०।।

कस्मिन्नाराधिते तत्स्वरूपप्राप्तिर्भविष्यतीत्याशङ्कयाह

શ્લોક ૩૦

અન્વયાર્થ : (सर्वेन्द्रियाणि) સર્વ ઇન્દ્રિયોને (संयम्य) રોકીને (स्तिमितेन) સ્થિર થયેલા (अन्तरात्माना) અન્તરાત્મા દ્વારા (क्षणं प्रपश्यतः) ક્ષણ માત્ર જોનારનેઅનુભવ કરનાર જીવને (यत्) જેચિદાનંદસ્વરૂપ (भाति) પ્રતિભાસે છે (तत्) તે (परमात्मनः तत्त्वम्) પરમાત્માનું સ્વરૂપ છે.

ટીકા : પોતપોતાના વિષયોમાં જતીપ્રવર્તતીકોણ (પ્રવર્તતી)? સર્વ ઇન્દ્રિયો, એટલે પાંચે ઇન્દ્રિયો, તેને રોકીનેનિરોધીને, ત્યારબાદ સ્થિર થએલા અન્તરાત્મા વડે એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણ વાર જોતાંક્ષણમાત્ર અનુભવતાંઅર્થાત્ બહુ કાલ સુધી મનને સ્થિર કરવું અશક્ય હોવાથી થોડા કલાક સુધી મનનો નિરોધ કરીને દેખતાં જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે પરમાત્માનું તત્ત્વતદ્રૂપ તત્ત્વસ્વરૂપ છે.

ભાવાર્થ : સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં ભમતીપ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત્ અન્તર્જલ્પાદિ સંકલ્પવિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.

પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પવિકલ્પો તોડી જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થવુંસ્થિર થવું તે પરમાત્મપ્રાપ્તિનો ઉપાય છે.

વિશેષ

આત્મા અતીન્દ્રિય સુખનો ભંડાર છે એવી દ્રષ્ટિ થતાં રાગનીવિકારની રુચિ તથા ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ અટકી જાય છે. પર તરફની વૃત્તિ રોકાઈ જતાં, ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અને આત્માના આનંદકંદનો અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન છે ને તે જ સમાધિ છે. તે વડે જ પરમાત્મપદ પમાય છે. ૩૦.

કોની આરાધના કરવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય? એવી આશંકા કરી કહે છેઃ


Page 48 of 170
PDF/HTML Page 77 of 199
single page version

यः परमात्मा स एवाऽहं योऽहं स परमस्ततः
अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थितिः ।।३१।।

टीकायः प्रसिद्धः पर उत्कृष्ट आत्मा स एवाहं योऽहं यः स्वसंवेदनेन प्रसिद्धोऽलमन्तरात्मा स परमः परमात्मा ततो यतो मया सह परमात्मनोऽभेदस्ततोऽहमेव मया उपास्य आराध्यः नान्यः कश्चिन्मयोपास्य इति स्थितिः एवं स्वरूप एवाराध्याराधकभाव- व्यवस्था ।।३१।।

શ્લોક ૩૧

અન્વયાર્થ :(यः) જે (परमात्मा) પરમાત્મા છે (सः एव) તે જ (अहं) હું છું, તથા (यः) જે (अहं) હું છું (सः) તે (परमः) પરમાત્મા છે; (ततः) તેથી (अहं एव) હું (मया) મારા વડે (उपास्यः) ઉપાસવા યોગ્ય છું, (कः चित् अन्यः न) બીજો કોઈ (ઉપાસ્ય) નથી, (इति स्थितिः) એવી વસ્તુસ્થિતિ છે.

ટીકા : જે પ્રસિદ્ધ પર એટલે ઉત્કૃષ્ટ આત્મા છે તે જ હું છું. જે હુંઅર્થાત્ જે સ્વસંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્માતે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે, તેથી હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્યઆરાધવા યોગ્ય છું, બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છેઅર્થાત્ એવું સ્વરૂપ જ છેએવી આરાધ્ય આરાધકની વ્યવસ્થા છે.

ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, ‘‘મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વાસ્તવમાં તે અરિહંત અને સિદ્ધ સમાન છે અર્થાત્ પરમાત્મા છે. તેની અભેદપણે ઉપાસના કરવાથી હું પોતે જ પરમાત્મા થઈ શકું તેમ છું. માટે હું જ (મારો શુદ્ધાત્મા જ) મારે પોતાને ઉપાસ્ય છું; બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. હું પોતે જ ઉપાસ્ય અને ઉપાસક છું.’

વિશેષ

‘‘ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બન્નેમાં નિશ્ચયથી તફાવત નથી.’’

૧. જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. (૮૦) (જુઓઃ ટીકાશ્રી પ્રવ.સાર, ગુ. આવૃત્તિ - ગા.૮૦)
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧.


Page 49 of 170
PDF/HTML Page 78 of 199
single page version

एतदेव दर्शयन्नाह

प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम्
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ।।३२।।

टीकामामात्मानमहं प्रपन्नोऽस्मि भवामि किं कृत्वा ? प्रच्याव्य व्यावृत्य केभ्यः ? विषयेभ्यः केन कृत्वा ? मयैवात्मस्वरूपेणैव करणात्मना क्व स्थितं माम् प्रपन्नोऽहं ? मयि स्थितं

જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાતાદ્રષ્ટારૂપ અનુભવે છે અને અભેદ ભાવનાના બળે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે ત્યારે તે સર્વ કર્મબંધનથી મુક્ત થઈ પરમાત્મા બની જાય છે તેટલા માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ઉપાસ્ય છે, એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માની ઉપાસના કરવી તે પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.

‘સિદ્ધ સમાન સદા પદ મેરો’સિદ્ધના જેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ શક્તિરૂપે છે. પરમાત્મપદ બહારમાં નથી. તે તો મારામાં જ છે, એવી નિરંતર ભાવનાના બળથી આત્મા પરમાત્મા બની શકે છે. તેવી તેની શક્તિ છે. જે આ શક્તિનું શ્રદ્ધાજ્ઞાન કરે છે તે જ પોતાના શુદ્ધાત્મામાં રમણતા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.

આ જ આરાધ્યઆરાધક ભાવની વ્યવસ્થાનું સ્વરૂપ છે. ૩૧.

તે જ બતાવીને કહે છેઃ

શ્લોક ૩૨

અન્વયાર્થ : (मां) મનેમારા આત્માને (विषयेभ्यः) પંચેન્દ્રિયના વિષયોથી (प्रच्याव्य) હઠાવીને (मया एव) મારા જ વડેપોતાના જ આત્મા વડે (अहं) હું (मयि स्थितं) મારામાં સ્થિત (परमानंतनिर्वृत्तम्) પરમ આનંદથી નિર્વૃત્ત (રચાયેલા) (बोधात्मानं) જ્ઞાનસ્વરૂપ આત્માને (प्रपन्नोऽस्मि) પ્રાપ્ત થયો છું.

ટીકા : હું મને એટલે મારા આત્માને પ્રાપ્ત થયો છું. શું કરીને? (મારા આત્માને) છોડાવીનેપાછો વાળીને, શાનાથી? વિષયોથી. શા વડે કરીને? મારા જ વડે એટલે કરણ

વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત,
મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨.


Page 50 of 170
PDF/HTML Page 79 of 199
single page version

आत्मस्वरूप एव स्थितम् कथम्भूतं मां ? बोधात्मानं ज्ञानस्वरूपम् पुनरपि कथम्भूतम् ? परमानन्दनिर्वृतं परमश्चासावानन्दश्च सुखं तेन निर्वृतं सुखीभूतम् अथवा परमानन्दनिर्वृतोऽहम् ।।३२।।

एवमात्मानं शरीराद्भिन्नं यो न जानाति तं प्रत्याह (સાધન)રૂપ આત્મસ્વરૂપ વડે જ; ક્યાં રહેલા એવા મને હું પ્રાપ્ત થયો છું? મારામાં રહેલાને અર્થાત્ આત્મસ્વરૂમાં જ રહેલાને. કેવા મને? બોધાત્માને એટલે જ્ઞાનસ્વરૂપને. વળી કેવા મને? પરમ આનંદથી નિર્વૃત્ત (રચાયેલા)નેપરમ આનંદ એટલે સુખ, તેનાથી નિર્વૃત્ત (રચાયેલા)સુખ થયેલાને (એવા મને એટલે આત્માને પ્રાપ્ત થયો છું); અથવા, હું પરમ આનંદથી નિર્વૃત્ત (પરિપૂર્ણ) છું.

ભાવાર્થ : બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી મારા આત્માને છોડાવીને મારામાં રહેલા પરમ આનંદથી પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને, હું મારા જ પુરુષાર્થથી પામ્યો છું.

વિશેષ

આ શ્લોકમાં ‘मया एव’ અને ‘मयि स्थितं’એ શબ્દો બહુ અર્થસૂચક છે તે બતાવે છે કે પરમાત્મપદ મારામાંઆત્મામાં છે, બીજે બહાર કોઈ ઠેકાણે નથી અને તે પદ હું આત્મ સન્મુખ થઈને પુરુષાર્થ કરું તો જ પ્રાપ્ત થાય, બીજા કોઈ બાહ્ય સાધનથી કે કોઈની કૃપાથી તે પ્રાપ્ત થાય નહિ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે તે સ્વાવલંબનનું ગ્રહણ અને પરાવલંબનનો ત્યાગ સૂચવે છે.

વળી આચાર્યે દર્શાવ્યું છે કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ મેં મારા આત્મબળ વડે જ કરી છે. એમ પોતાનો આત્મવૈભવ બતાવી મુમુક્ષુ જીવોને પ્રેરણા કરી છે કે, ‘તમે પણ સ્વતઃ એટલે પોતાના આત્મસામર્થ્યથી જ પરમ પદની પ્રાપ્તિ કરો.’

આત્મા અને પરપદાર્થોને (ઇન્દ્રિયોના વિષયોને) ભિન્ન કરવામાં અને આત્માને ગ્રહણ કરવામાં કરણ (સાધન) જુદાં નથી; પ્રજ્ઞે એક જ કરણ છે, તે વડે જ આત્માને ભિન્ન કરાય છે અને તે વડે જ તેને ગ્રહણ કરાય છે.

અહીં સાધ્ય સાધન એક જ છે ‘ભિન્ન ભિન્ન નથી’એમ બતાવ્યું છે. ૩૨.

એવી રીતે આત્માને શરીરથી ભિન્ન જે જાણતો નથી તેના પ્રતિ કહે છેઃ ૧. જુઓઃ શ્રી સમયસાર ગુ. આવૃત્તિગાથા ૨૯૪, ૨૯૬

‘પ્રજ્ઞા છીણી થકી છેદતાં, બન્ને જુદા પડી જાય છે.’ (૨૯૪)
.... ...... ......
‘પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે.’ (૨૯૬)


Page 51 of 170
PDF/HTML Page 80 of 199
single page version

यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम्
लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ।।३३।।

टीकायः प्रतिपन्नाद्देहात्परं भिन्नमात्मानमेवमुक्तप्रकारेण न वेत्ति किं विशिष्टम् ? अव्ययं अपरित्यक्तानन्तचतुष्टयस्वरूपम् स प्रतिपन्नान निर्वाणं लभते किं कृत्वा ? तप्त्वाऽपि किं तत् ? परमं तपः ।।३३।।

શ્લોક ૩૩

અન્વયાર્થ : (एवं) ઉક્ત પ્રકારે (यः) જે (अव्ययं) અવિનાશી (आत्मानं) આત્માને (देहात्) શરીરથી (परं न वेत्ति) ભિન્ન જાણતા નથી (सः) તે (परमं तपः तप्त्वापि) ઘોર તપશ્ચરણ કરવા છતાં (निर्वाणं) મોક્ષ (न लभते) પ્રાપ્ત કરતો નથી.

ટીકા : જે પ્રાપ્ત થયેલા દેહથી આત્માને, એ રીતેઉક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, કેવા આત્માને? અવ્યય અર્થાત્ જેણે અનંતચતુષ્ટય સ્વરૂપનો ત્યાગ કર્યો નથી તેવા (આત્માને), તે પ્રાપ્ત થયેલા દેહથી નિર્વાણ પામતો નથી. શું કરીને? તપ્યા છતાં, શું તપીને? પરમ તપને.

ભાવાર્થ : જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથીઅનુભવતો નથી, તે ઘોર તપ કરે તો પણ સમ્યક્ત્વ કે નિર્વાણને પામતો નથી.

આત્મા અવિનાશી ચૈતન્યસ્વરૂપ જ્ઞાનાનંદમય છે અને શરીર ઇન્દ્રિયાદિ અચેતનજડ છે. બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, સ્વપરના ભેદવિજ્ઞાનથી રહિત છે. શરીરાદિની જડ ક્રિયાને જીવ કરી શકે છે એમ માની તે રાગદ્વેષ કરે છે અને તેથી ઘોર તપ કરવા છતાં તે ધર્મ પામતો નથી.

વિશેષ

જ્ઞાનસ્વરૂપ આત્માના ભાન વિના જીવ ભલે વ્રતતપનિયમશીલાદિ આચરે તો પણ તે કર્મબંધનથી છૂટશે નહિનિર્વાણ પામશે નહિ. ૧. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,

સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. (૧૫૨)
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય, તે નિર્વાણપ્રાપ્તિ નહિ કરે. (૧૫૩) (શ્રી સમયસાર ગુ. આવૃત્તિ)
એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ;
તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ૩૩.