Samadhitantra (Gujarati). Gatha: 34-45.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 10

 

Page 52 of 170
PDF/HTML Page 81 of 199
single page version

ननु परमतपोऽनुष्ठायिनां महादुःखोत्पत्तितो मनः खेदसद्भावात्कथं निर्वाणप्राप्तिरिति वदन्तं प्रत्याह

आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृतः
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ।।३४।।

टीकाआत्मा च देहश्च तयोरन्तरज्ञानं भेदज्ञानं तेन जनितश्चासावाह्लादश्च परमप्रसत्तिस्तेन निर्वृतः सुखीभूतः सन् तपसा द्वादशविधेन कृत्वा दुष्कृतं घोरं भुञ्जानोऽपि दुष्कर्मणो रौद्रस्य विपाकमनुभवन्नपि न खिद्यते न खेदं गच्छति ।।३४।।

આત્મભાન વિના અજ્ઞાની જે તપાદિ કરે છે તે બધો કાયક્લેશ છે. તેનાથી ચૈતન્યની શાંતિનું વેદન નથી. તે ખરેખર તપ નથી પણ ‘તાપ’ છેક્લેશ છે. તેનાથી મુક્તિની પ્રાપ્તિ કદી થતી નથી, પરંતુ જેનાથી ચૈતન્યનું પ્રતપન હોય, ચૈતન્યના આનંદનો અનુભવ હોય તે જ ખરું તપ છે. તેનાથી જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.

માટે પ્રથમ ભેદજ્ઞાન દ્વારા સ્વાત્માનું જ અવલંબન કરી તેમાં જ લીનતા કરવી તે જ એક નિર્વાણપ્રાપ્તિનો ઉપાય છે. બીજા બધા ઉપાય જૂઠા છે, દુઃખદાયક છે અને સંસારનું કારણ છે. ૩૩.

પરમ તપ કરનારાઓને મહાદુઃખની ઉત્પત્તિ થવાથી તથા મનમાં ખેદ થવાથી નિર્વાણની પ્રાપ્તિ કેમ સંભવે? એવી શંકા કરનાર પ્રતિ કહે છેઃ

શ્લોક ૩૪

અન્વયાર્થ : (आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृत्तः) આત્મા અને દેહના ભેદ વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આહ્લાદથી જે આનંદિત છે તે (तपसा) તપદ્વારા (घोरं दुष्कृतं) ભયાનક દુષ્કર્મો (भुंजानः अपि) ભોગવતો હોવા છતાં (न खिद्यते) ખેદ પામતો નથી.

ટીકા : આત્મા અને દેહતે બંનેના અંતરજ્ઞાનભેદજ્ઞાનથી જે આહ્લાદ અર્થાત્ પરમ પ્રસન્નતા (પ્રશાન્તિ) ઉત્પન્ન થાય છે તેનાથી આનંદિત એટલે સુખી થઈને, બાર પ્રકારના તપે કરી ઘોર દુષ્કર્મને ભોગવતો છતાં અર્થાત્ ભયાનક દુષ્કર્મના વિપાકને (ફલને) અનુભવતો હોવા છતાં, તે ખિન્ન થતો નથીખેદ પામતો નથી.

આતમ-દેહવિભાગથી ઊપજ્યો જ્યાં આહ્લાદ,
તપથી દુષ્કૃત ઘોરને વેદે પણ નહિ તાપ. ૩૪.


Page 53 of 170
PDF/HTML Page 82 of 199
single page version

ભાવાર્થ : જેને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન વર્તે છે, તે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ અતીન્દ્રિય આનંદમાં ઝૂલતો હોવાથી તેને સહેજે ઉપવાસાદિ બાર પ્રકારનાં તપ હોય છે. તેનાથી તેને મનમાં ખેદ થતો નથી અને તપશ્ચરણના કાળે ઘોર દુષ્કર્મના ફલસ્વરૂપ બાહ્ય રોગાદિ કે ઉપસર્ગાદિનાં કારણો ઉપસ્થિત હોવા છતાં, તેના આનંદમાં બાધા આવતી નથી, અર્થાત્ તે ખેદખિન્ન થતો નથી.

વિશેષ

જેમ સુવર્ણ, અગ્નિથી તપ્ત હોવા છતાં, તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત હોવા છતાં પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી.

સાધકની નીચલી દશામાં સમ્યગ્દ્રષ્ટિને રોગ, ઉપસર્ગાદિ આવી પડે તો અસ્થિરતાના કારણે તેને થોડી આકુલતા થાય છે અને તેના પ્રતિકારની પણ તે ઇચ્છા કરે છે, પરંતુ શ્રદ્ધા જ્ઞાનમાં શરીર પ્રત્યેના મમત્વભાવનો અભાવ હોઈ તેને તેનું સ્વામીત્વ હોતું નથી. તે તો ફક્ત તેનો જ્ઞાતાદ્રષ્ટા રહે છે; તેથી સ્વભાવદ્રષ્ટિના બળે તે જેમ જેમ આત્મસ્વરૂપમાં સ્થિરતા પામે છે, તેમ તેમ તેને વીતરાગતા વધતી જાય છે અને રાગદ્વેષાદિનો અભાવ થતો જાય છે; એટલે જેટલે અંશે વીતરાગતા પ્રગટે છે તેટલે અંશે આકુલતાનો અભાવ થાય છે એમ સમજવું.

સ્વરૂપમાં ઠરવું અને ચૈતન્યનું નિર્વિકલ્પપણે પ્રતપવું અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયમાં વીર્યનું ઉગ્ર પ્રતપન તે તપે છે. આવી સમજણ અને સ્વરૂપાચરણના કારણે જ્ઞાની ઉદયમાં આવેલા પ્રતિકૂળ સંયોગોથી ખેદખિન્ન થતો નથી.

મુનિ મનવચનકાયની નિશ્ચલ ગુપ્તિદ્વારા આત્મધ્યાનમાં એટલા લીન થઈ જાય છે કે તેમની સ્થિર મુદ્રા દેખી, પશુઓ તેમના શરીરને પથ્થર સમજી ખૂજલી ખંજવાળે છે, છતાં તેઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે.

માટે અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા જ્ઞાનીઓને તપશ્ચર્યાદિનું કષ્ટ લાગતું નથી. ૩૪. ૧. જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે,

ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે.(શ્રી સમયસાર, ગુ. આ.ગાથા ૧૮૪)

૨. ‘સહજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચલ

સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે.’ (શ્રી નિયમસાર, ગાથા૫૧૫૫ની ટીકા)

૩. ‘સમ્યક્પ્રકાર નિરોધ મનવચકાયઆતમ ધ્યાવતે,

તિન સુથિર મુદ્રા દેખિ, મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે’ (છહઢાલા//4)
//
/


Page 54 of 170
PDF/HTML Page 83 of 199
single page version

खेदं गच्छतामात्मस्वरूपोपलम्भाभावं दर्शयन्नाह

रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम्
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ।।३५।।

टीकारागद्वेषादय एव कल्लोलास्तैरलोलमचञ्जलमकलुषं वा यन्मनोजलं मन एव जलं मनोजलं यस्य मनोजलम् यन्मनोजलम् स आत्मा पश्यति आत्मनस्तत्त्वमात्मनः स्वरूपम् स तत्त्वम् स आत्मदर्शी तत्त्वं परमात्मस्वरूपम् नेतरो जनः (रागादिपरिणतः जनः) तत्त्वं न भवति ।।३५।।

ખેદ પામનારાઓને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો અભાવ દર્શાવતાં કહે છે કેઃ

શ્લોક ૩૫

અન્વયાર્થ : (यन्मनोजलम्) જેનું મનરૂપી જલ (रागद्वेषादिकल्लोलैः) રાગદ્વેષાદિ તરંગોથી (अलोलं) ચંચલ થતું નથી, (सः) તે (आत्मनः तत्त्वं) આત્માના યથાર્થ સ્વરૂપને (पश्यति) દેખે છેઅનુભવે છે. (तत् तत्त्वं) તે આત્મતત્ત્વને (इतरः जनः) બીજો માણસ રાગદ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો માણસ (न पश्यति) દેખી શકતો નથી.

ટીકા : રાગદ્વેષાદિ જે કલ્લોલો (તરંગો) છે, તેનાથી અલોલઅચંચલઅકલુષ જેનું મનરૂપી જલ છે [મન એ જ જલ તે મનોજલ, જેનું મનોજલ છે] તે આત્મા, આત્માના તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને દેખે છે (અનુભવે છે,) અર્થાત્ [તે તત્ત્વને] તે એટલે આત્મદર્શી તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને (અનુભવે છે,) બીજો કોઈ જન અર્થાત્ રાગાદિપરિણત અન્ય [अनात्मदर्शी] જન તત્ત્વને અનુભવી શકતો નથી.

ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકલ્પોથી આકુલિતચલિત થતું નથી તે આત્માના યથાર્થ સ્વરૂપનેપરમાત્મસ્વરૂપને અનુભવે છે; બીજો કોઈ રાગદ્વેષાદિથી આકુલિત અનાત્મદર્શી જન તેને અનુભવી શકતો નથી.

જેમ તરંગોથી ઊછળતા પાણીમાં અંદર રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ રાગ દ્વેષાદિરૂપ તરંગોથીવિકલ્પોથી ચંચલ બનેલા મનરૂપી જલમાં અર્થાત્ જ્ઞાનજલમાં આત્મ તત્ત્વ દેખાતું નથી. નિર્વિકલ્પ દશામાં જ આત્મદર્શન થાય છે; સવિક્લ્પ દશામાં આત્માનુભવ થતો નથી.

રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય,
તે દેખે ચિદ્તત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫.
૧૧


Page 55 of 170
PDF/HTML Page 84 of 199
single page version

किं पुनस्तत्त्वशब्देनोच्यत इत्याह

अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः
धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ।।३६।।

टीकाअविक्षिप्तं रागाद्यपरिणतं देहादिनाऽऽत्मनोऽभेदाध्यवसायपरिहारेण स्वस्वरूप एव निश्चिलतां गतम् इत्थं भूतं मनः तत्त्वं वास्तवं रूपमात्मनः विक्षिप्तं उक्तविपरीतं

વિશેષ

વસ્તુસ્વરૂપ સમજી અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખ થતાં રાગદ્વેષાદિ વિકલ્પો સ્વયં શાન્ત થઈ જાય છે. તેને શમાવવા માટે આત્મસન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ અંતર્મુખ થતાં રાગદ્વેષાદિનો અભાવ થાય છે, નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને પરમાત્મતત્ત્વનો આનંદ અનુભવમાં આવે છે. તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો પણ ચિત્ત મલિન થતું નથી. આવો જીવ સ્વરૂપમાં લીન થઈ અકથ્ય આનંદશાન્તિ અનુભવે છે, પરંતુ બાહ્ય પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટની કલ્પના કરી જેનું ચિત્ત રાગદ્વેષાદિ કષાયોથી આકુલિત થાય છે તેને શુદ્ધાત્માનો આનંદ આવતો નથી; અર્થાત્ તેને શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૩૫.

વળી તત્ત્વ શબ્દથી શું કહેવા માગે છે તે કહે છેઃ

શ્લોક ૩૬

અન્વયાર્થ : (अविक्षिप्तं) અવિક્ષિપ્ત (मनः) મન છે તે (आत्मनः तत्त्वं) આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે અને (विक्षिप्तं) વિક્ષિપ્ત મન છે તે (आत्मनः भ्रान्तिः) આત્મવિભ્રમ છે (ततः) તેથી (तम् अविक्षिप्तं) તે અવિક્ષિપ્ત મનને (धारयेत्) ધારણ કરવું અને (विक्षिप्तं) વિક્ષિપ્ત મનનો (न आश्रयेत्) આશ્રય કરવો નહિ.

ટીકા : અવિક્ષિપ્ત એટલે રાગાદિથી અપરિણતદેહાદિ સાથે આત્માના અભેદ (એકરૂપ)ના અધ્યવસાય (મિથ્યા અભિપ્રાય)નો પરિહાર કરીને સ્વસ્વરૂપમાં જ નિશ્ચલ (સ્થિર) થઈ ગએલું એવું મન તે આત્મતત્ત્વ એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.

વિક્ષિપ્ત એટલે ઉપર કહ્યું તેનાથી વિપરીત (અર્થાત્ રાગાદિથી પરિણત તથા દેહ અને

અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત;
અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. ૩૬.


Page 56 of 170
PDF/HTML Page 85 of 199
single page version

मनोभ्रान्तिरात्मस्वरूपं न भवति यत एवं तस्मात् धारयेत् किं तत् ? मनः कथम्भूतम् ? अविक्षिप्तम् विक्षिप्तं पुनस्तत् नाश्रयेन्न धारयेत् ।।३६।। આત્માના ભેદજ્ઞાનથી રહિત) મન તે (આત્મ) ભ્રાન્તિ છે, તે આત્માનું સ્વરૂપ નથી; માટે (તેનેઅવિક્ષિપ્ત મનને) ધારણ કરવું. તેને એટલે કોને? મનને; કેવા (મનને)? અવિક્ષિપ્ત (મનને); પરંતુ તે વિક્ષિપ્ત (મનને) ધારણ કરવું નહિતેનો આશ્રય કરવો નહિ.

ભાવાર્થ : જે મન રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું નથીઆકુલિત થતું નથી, દેહાદિમાં આત્મબુદ્ધિ કરતું નથી અને આત્મસ્વરૂપમાં નિશ્ચલ રહે છે તે આત્મતત્ત્વ છેઆત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જે મન રાગદ્વેષાદિકરૂપે પરિણમે છેતેનાથી વિક્ષિપ્ત થાય છે; દેહ અને આત્માના ભેદજ્ઞાનથી રહિત છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતું નથી તે આત્મભ્રાન્તિ છે, આત્માનું નિજરૂપ નથી. માટે અવિક્ષિપ્ત મન આત્મતત્ત્વ હોવાથી પ્રગટ કરવા યોગ્ય છે અને વિક્ષિપ્ત મન આત્મઆત્મતત્ત્વ નહિ હોવાથી હેય છેત્યાગવા યોગ્ય છે.

જ્યારે જ્ઞાનસ્વરૂપ ભાવ મન રાગાદિ વિભાવ ભાવોથી છૂટી આત્માને, શરીરાદિ બાહ્ય પદાર્થોથી ભિન્ન, ચૈતન્યમય, એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવરૂપ અનુભવ કરવા લાગે છે તથા તેમાં તન્મય થઈ જાય છે ત્યારે તે અવિક્ષિપ્ત અર્થાત્ નિર્વિકલ્પ ભાવ મનને ‘આત્મતત્ત્વ કહે છે, પરંતુ જ્યારે તેમાં વિકલ્પો ઊઠવા લાગે ત્યારે તે વિક્ષિપ્ત અર્થાત્ સવિકલ્પ મનને આત્માનું તત્ત્વ કહેતા નથી. તે આસ્રવ છે. માટે આત્માર્થીએ સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ મનને જઅવિક્ષિપ્ત મનને જ ધારણ કરવું જોઈએ. તેનાથી જ આત્મલાભ છે.

વિશેષ

પ્રથમ સ્વપરનું ભેદજ્ઞાન કરી પર પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણાની કલ્પનાનો ત્યાગ કરવો, રાગદ્વેષાદિનાં કારણો તરફ ઉપેક્ષાબુદ્ધિ કરવી અને ભાવશ્રુતજ્ઞાનને અંતર્મુખ કરવું. આથી પર પદાર્થો સંબંધીના સંકલ્પવિકલ્પો બધા શમી જશે, મન અવિક્ષિપ્ત બનશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થશે. આવા અવિક્ષિપ્ત ભાવ મનને જ પ્રગટ કરવા આચાર્યે ઉપદેશ આપ્યો છે, કારણ કે તે આત્મતત્ત્વ છે અને તે મોક્ષનું કારણ છે.

જે જ્ઞાનનો ઉપયોગ રાગાદિ વિકારોમાં તથા પર પદાર્થોમાં રોકાય છે તે જ્ઞાન નથી, પણ જે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે તે જ વાસ્તવિક જ્ઞાન છેઆત્મતત્ત્વ છે; માટે તે ઉપાદેય છે.

જે ઉપયોગ પરમાં જ અટકેલો રહેવાથી આત્મસન્મુખ વળતો નથી, તે પરના વલણવાળું તત્ત્વ છે, આત્માના વલણવાળું તત્ત્વ નથી, તેનાથી સંસાર છે, માટે તે હેય છે. ૩૬.


Page 57 of 170
PDF/HTML Page 86 of 199
single page version

कुतः पुनर्मनसो विक्षेपो भवति कुतश्चाविक्षेप इत्याह

अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः
तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।।३७।।

टीकाशरीरादौ शुचिस्थिरात्मीयादिज्ञानान्यविद्यास्तासामभ्यासः पुनः पुनः प्रवृत्तिस्तेन जनिताः संस्कारा वासनास्तैः कृत्वा अवशं विषयेन्द्रियाधीनमनात्मायत्तमित्यर्थः क्षिप्यते विक्षिप्तं भवति मनः तदेव मनः ज्ञानसंस्कारैरात्मनः शरीरादिभ्यो भेदज्ञानाभ्यासैः स्वतः स्वयमेव तत्त्वे आत्मस्वरूपे अवतिष्ठते ।।३७।।

વળી કયા કારણથી મનનો વિક્ષેપ થાય છે અને કયા કારણે તેનો અવિક્ષેપ થાય છે તે કહે છેઃ

શ્લોક ૩૭

અન્વયાર્થ : (अविद्याभ्याससंस्कारैः) અવિદ્યાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારો (मनः) મન (अवशं) અવશપણેસ્વાધીન નહિ રહેવાથી (क्षिप्यते) વિક્ષિપ્ત થાય છે. (तत् एव) તે જ મન (ज्ञानसंस्कारैः) ભેદજ્ઞાનના સંસ્કારો દ્વારા (स्वतः) સ્વતઃ (तत्त्वे) આત્મસ્વરૂપમાં (अवतिष्ठते) સ્થિર થાય છે.

ટીકા : શરીર વગેરેને પવિત્ર, સ્થિર અને આત્મીય (પોતાનું) આદિ માનવારૂપ જે અવિદ્યા (અજ્ઞાન) તેનો અભ્યાસ અર્થાત્ તેની વારંવાર પ્રવૃત્તિ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એટલે વાસનાઓતે વડે કરીને અવશઅર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન એટલે આત્માને આધીન તે મન વિક્ષેપ પામે છે; એટલે વિક્ષિપ્ત થાય છે. તે જ મન, જ્ઞાનસંસ્કારો વડે અર્થાત્ આત્માને શરીરાદિથી ભિન્ન જાણવારૂપ અભ્યાસ વડે, સ્વતઃ એટલે સ્વયં જ તત્ત્વમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

ભાવાર્થ : શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી તે અજ્ઞાન છેઅવિદ્યા છે. તેના પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી મન પરવશ થઈનેપરાધીન થઈને રાગીદ્વેષી બની જાય છેવિક્ષિપ્ત થાય છે. આ જ મન ભેદજ્ઞાનના સંસ્કારોથી સ્વતઃ એટલે પોતાની મેળે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય;
જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭.


Page 58 of 170
PDF/HTML Page 87 of 199
single page version

શરીર જડ છે, અપવિત્ર છે, અસ્થિર છે ને પર છે. તેમાં આત્માની કલ્પના કરી તેને પવિત્ર, સ્થિર ને પોતાનું માનવું તથા જ્ઞાન અને રાગને એક માનવા અર્થાત્ શુભ ભાવથી લાભ માનવો તે અવિદ્યા છેઅજ્ઞાન છે. આ અજ્ઞાનતાનેઊંધી માન્યતા અને ઊંધા જ્ઞાનને વારંવાર અંદર ઘૂંટવાથી અને તદનુસાર આચરણ કરવાથી વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારોથી મન પોતાને વશસ્વાધીન વર્તતું નથી, પરંતુ પરવશ બને છેઅર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન થઈ ક્ષુબ્ધ થાય છેવિક્ષિપ્ત થાય છે. આવુંરાગદ્વેષ આકુલિત મન બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે, જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી.

હું શરીરાદિથી અને રાગદ્વેષાદિ વિકારોથી ભિન્ન, પવિત્ર, સ્થિર અને જ્ઞાયકસ્વરૂપ છુંએવા સ્વપરના ભેદવિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનસંસ્કારોથી તે જ મન સ્વયં સ્વાધીનપણેપોતાની જ મેળે રાગદ્વેષાદિથી રહિત થાય છેઅવિક્ષિપ્ત થાય છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

વિશેષ

શુદ્ધાત્માની વારંવાર ભાવનાથી જ્ઞાનના સંસ્કારો ઉત્પન્ન થાય છે. તેનાથ મન રાગ દ્વેષ રહિત થઈ સમાધિમાં ઠરે છે.

‘હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું; શરીરમનવાણીરૂપ હું નથી. હું તેનાથી ભિન્ન છું’એવી વારંવાર ભાવના ભાવવાથી તેના સંસ્કારો દ્રઢ થાય છે અને તેવા સંસ્કારોથી ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.

માટે જ્ઞાનસંસ્કાર સમાધિનું કારણ છે અને અવિદ્યાના સંસ્કાર અસમાધિનું કારણ છે.

જ્ઞાનસંસ્કારો દ્વારા જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ રાગ દ્વેષાદિ ભાવો છૂટતા જાય છે અને વીતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી મન (જ્ઞાનનો ઉપયોગ) બાહ્ય વિષયોથી છૂટી આત્મસ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મતત્ત્વની ભાવના કર્યા જ કરવી.

શ્રી સમયસાર કલશ૧૩૦માં કહ્યું છે કેઃ

भावयेद्भेदविज्ञानमिदमछिन्नधारया।
तावद्यावत् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।

૧. જુઓસમાધિતંત્ર શ્લોક ૨૮૨


Page 59 of 170
PDF/HTML Page 88 of 199
single page version

चित्तस्य विक्षेपेऽविक्षेपे च फलं दर्शयन्नाह

अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः
नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ।।३८।।

टीकाअपमानो महत्त्वखंडनं अवज्ञा च स आदिर्येषां मदेर्ष्यामात्सर्यादिनां ते अपमानादयो भवन्ति यस्य चेतसो विक्षेपो रागादिपरिणतिर्भवति यस्य पुनश्चेतसो न क्षेपो विक्षेपो

‘‘આ ભેદવિજ્ઞાન અછિન્નધારાથીઅર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપેત્યાં સુધી ભાવવું, કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ઠરી જાય.’’

અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો, મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.’’

આ શ્લોકમાં ‘स्वतः’ શબ્દ એ સૂચવે છે કે જીવ સ્વયં પોતાના સમ્યક્ પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, બીજા કોઈ કારણે નહિ. ૩૭.

મનના વિક્ષેપનું અને અવિક્ષેપનું ફલ બતાવી કહે છેઃ

શ્લોક ૩૮

અન્વયાર્થ : (यस्य चेतसः) જેના મનમાં (विक्षेपः) વિક્ષેપરાગાદિ પરિણામ થાય છે, (तस्य) તેને (अपमानादयः) અપમાનાદિક હોય છે, પણ (यस्य चेतसः) જેના મનમાં (क्षेपः न) ક્ષેપરાગાદિરૂપ પરિણામ થતાં નથી (तस्य) તેને (अपमानादयः न) અપમાન તિરસ્કારાદિ હોતાં નથી.

ટીકા : જેનું મન વિક્ષેપ પામે છે અર્થાત્ રાગાદિરૂપે પરિણમે છે, તેને અપમાનાદિ અર્થાત્ અપમાન એટલે પોતાના મહત્ત્વનું ખંડનઅવજ્ઞા, મદ, ઇર્ષ્યા, માત્સર્ય, વગેરે થાય ૧. જુઓઃ શ્રી સમયસાર કલશ૧૩૦. ગુ. આવૃત્તિમાં ભાવાર્થ

અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ;
અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮.


Page 60 of 170
PDF/HTML Page 89 of 199
single page version

नास्ति तस्य नापमानादयो भवन्ति ।।३८।।

अपमानादिनां चापगम उपायमाह છે, પરંતુ જેના મનમાં વિક્ષેપ થતો નથી, તેને અપમાનાદિ થતાં નથી.

ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકારોથી વિક્ષિપ્ત થાય છે, તેને જ માન અપમાનાદિની લાગણી થાય છે, પરંતુ જેનું મન રાગદ્વેષરૂપે પરિણમતું નથી તેને અપમાનાદિની લાગણી ઉદ્ભવતી નથી. તે માનઅપમાનમાં સમભાવે વર્તે છે.

મોહરાગદ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માનઅપમાનની કલ્પનાથી દુઃખી થાય છે, પરંતુ જેનું ચિત્ત રાગદ્વેષમોહાદિ વિભાવોથી રહિત થઈ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થાય છે તેને માનઅપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી, કારણ કે જ્ઞાનાનંદમાં લીન થતાં કોણ બહુમાન કરે છે કોણ અપમાન કરે છેએવો વિકલ્પ જ ઊઠતો નથી. તે જ્ઞાતાદ્રષ્ટાપણે રહે છે.

વિશેષ

જ્ઞાનીને શત્રુમિત્ર પ્રત્યે, માનઅપમાનના પ્રસંગે, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં સમભાવસમદર્શિતા વર્તે છે.

‘‘જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માનઅપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જેને જ્ઞાનસ્વભાવની ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માનઅપમાનરૂપ પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માનઅપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક રાગદ્વેષની વૃત્તિ થાય, ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે.’’ ૩૮.

અપમાનાદિને દૂર કરવાનો ઉપાયઃ ૧. ‘‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,

માનઅમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ
મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો......અપૂર્વ૦’’......૧૦
(શ્રીમદ્ રાજચંદ્ર‘અપૂર્વ અવસર’)

૨. જુઓ‘આત્મધર્મ’.


Page 61 of 170
PDF/HTML Page 90 of 199
single page version

यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।।

टीकामोहान्मोहनीयकर्मोदयात् यदा प्रजायेते उत्पद्येते कौ ? रागद्वेषौ कस्य ? तपस्विनः तदैव रागद्वेषोदयकाल एव आत्मानं स्वस्थं बाह्यविषयाद्व्यावृत्तस्वरूपस्थं भावयेत् शाम्यत उपशमं गच्छतः रागद्वेषौ क्षणात् क्षणमात्रेण ।।३९।।

શ્લોક ૩૯

અન્વયાર્થ : (यदा) જે સમયે (तपस्विनः) તપસ્વી અન્તરાત્માને (मोहात्) મોહવશાત્ (रागद्वेषौ) રાગ અને દ્વેષ (प्रजायेते) ઉત્પન્ન થાય (तदा एव) તે જ સમયે તે તપસ્વીએ (स्वस्थं आत्मानं) શુદ્ધસ્વરૂપની (भावयेत्) ભાવના કરવી. એમ કરવાથી રાગ દ્વેષાદિ (क्षणात्) ક્ષણવારમાં (शाम्यतः) શાન્ત થઈ જાય છે.

ટીકા : મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે, જ્યારે પેદા થાયઉત્પન્ન થાય, કોણ (બે)? રાગ અને દ્વેષ. કોને (ઉત્પન્ન થાય)? તપસ્વીને, ત્યારે જ અર્થાત્ રાગદ્વેષના ઉદયકાલે જ સ્વસ્થ આત્માનીઅર્થાત્ બાહ્ય વિષયોથી વ્યાવૃત્ત થઈ (પાછો હઠી) સ્વરૂપમાં સ્થિત થયેલા આત્માનીભાવના કરવી. તેમ કરવાથી રાગદ્વેષ ક્ષણમાંક્ષણમાત્રમાં ઉપશમે છે એટલે શાંત થઈ જાય છે.

ભાવાર્થ : અસ્થિરતાના કારણે મોહવશ જ્યારે અંતરાત્માને રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય ત્યારે ચિત્તને પર પદાર્થોથી હઠાવી સ્વસન્મુખ વાળી શુદ્ધાત્માને ભાવવો. તેમ કરવાથી ક્ષણવારમાં રાગદ્વેષાદિ શાન્ત થઈ જાય છે.

ભેદવિજ્ઞાન દ્વારા આત્મા અને શરીરાદિને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધાત્માની ભાવના કરવી તે જ રાગદ્વેષાદિ વિકારોને નાશ કરવાનો ઉપાય છે.

વિશેષ

સમ્યગ્દ્રષ્ટિ જીવને ભૂમિકાનુસાર રાગદ્વેષ થાય છે. પણ તેને તે વખતે અંતરમાં આત્માનું ભેદજ્ઞાન છે. તે બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન માને છે. તે માટે તેને આદર નથી. અવશપણેઅસ્થિરતાને લીધે જે રાગદ્વેષ થાય છે તેને તે

યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય;
સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯.


Page 62 of 170
PDF/HTML Page 91 of 199
single page version

तत्र रागद्वेषयोर्विषयं विपक्षं च दर्शयन्नाह

यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम्
बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ।।४०।।

टीकायत्रात्मीये परकीये वा काये शरीरे इन्द्रियविषयसङ्घाते मुनेः प्रेम स्नेहः ततः कायात्प्रच्याव्य व्यावर्त्य देहिनं आत्मानम् कया ? बुद्धया विवेकज्ञानेन पश्चात्तदुत्तमे काये तस्माद् प्रागुक्तकायादुत्तमे चिदानन्दमये काये आत्मस्वरूपे योजयेत् कया कृत्वा ? बुद्धया પોતાનું સ્વરૂપ માનતો નથી. તેને તો પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. તે અસ્થિરતાના રાગ દ્વેષને ટાળવા માટે ચૈતન્યસ્વભાવની જ ભાવના ભાવે છે.

માટે આચાર્ય સમ્યગ્દ્રષ્ટિઓને ઉદ્દેશી કહે છે કેજ્યારે ચારિત્રની નબળાઈથી રાગ દ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય, ત્યારે આત્મસ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગદ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવનાએ એક રામબાણ ઉપાય છે. ૩૯.

હવે રાગદ્વેષના વિષયને તથા વિપક્ષને દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૪૦

અન્વયાર્થ : (यत्र काये) શરીરમાં (मुनेः) મુનિનેઅન્તરાત્માને (प्रेम) પ્રેમ હોય (ततः) તેનાથી એટલે શરીરાદિથી (बुद्धया) ભેદવિજ્ઞાન દ્વારા (देहिनम्) આત્માને (प्रच्याव्य) વ્યાવૃત્ત કરીનેપાછો હઠાવીને (तदुत्तमे काये) તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાંઆત્મસ્વરૂપમાં (योजयेत्) લગાવવો. એમ કરવાથી (प्रेम नश्यति) બાહ્ય શરીર અને ઇન્દ્રિયવિષયો તરફનો પ્રેમ (રાગનો વિકલ્પ) નાશ પામે છે.

ટીકા : જ્યાં પોતાની વા પારકી કાયમાં એટલે શરીરમાંઅર્થાત્ ઇન્દ્રિયવિષયના સમૂહમાં મુનિનો પ્રેમસ્નેહ હોય, ત્યાંથી એટલે શરીરથી દેહીને એટલે આત્માને વ્યાવૃત્ત કરીનેપાછો વાળીને, શા વડે? બુદ્ધિ વડેવિવેકજ્ઞાન વડે, પછી ઉત્તમ કાયમાંઅર્થાત્ અગાઉ કહેલી કાય કરતાં ઉત્તમ કાયમાંચિદાનન્દમય કાયમાં એટલે આત્મસ્વરૂપમાં તેને (પ્રેમને) જોડવો. શા વડે કરીને? બુદ્ધિ વડેઅન્તદ્રષ્ટિવડે. પછી શું થાય છે? પ્રેમ નાશ પામે છે એટલે શરીર પ્રત્યેનો પ્રેમ રહેતો નથી.

તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત,
શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦.
૧૨


Page 63 of 170
PDF/HTML Page 92 of 199
single page version

अन्तर्दृष्टया ततः किं भवति ? प्रेम नश्यति कायस्नेहो न भवति ।।४०।।

तस्मिन्नष्टे किं भवतीत्याह

ભાવાર્થ : અન્તરાત્માને ચારિત્ર મોહવશ બાહ્ય શરીરાદિ તથા ઇન્દ્રિયોના વિષયોમાં રાગ થાય તો ભેદવિજ્ઞાન દ્વારા ઉપયોગને ત્યાંથી હઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં જોડવો. તેમ કરવાથી શરીરાદિ પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે.

જેનો ઉપયોગ ચૈતન્યના આનંદમાં લાગે છે તેને જગતના બધાય પદાર્થો નીરસ લાગે છે, શરીરાદિ બાહ્ય પદાર્થો પ્રત્યેનો ઉત્સાહ ઉડી જાય છે અને તે તરફ તે ઉદાસીન રહે છે.

વિશેષ

‘‘ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગદ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય પદાર્થો તરફ વલણ રાખીને રાગદ્વેષ ટાળવા માગે તો તે કદી ટળી શકે નહિ. પહેલાં તો દેહાદિથી ભિન્ન ને રાગાદિથી પણ પરમાર્થે ભિન્નએવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય તેને જ તેમાં ઉપયોગની લીનતા થાય, પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય કે રાગથી લાભ માનતો હોય, તેનો ઉપયોગ તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને કેમ ખસેડે? ન જ ખસેડે.

માટે ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા ઇચ્છનારે પ્રથમ તો પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય વિષયોમાં કે તે તરફના રાગમાં ક્યાંય સ્વપ્નેય મારું સુખ કે શાન્તિ નથી, અનંતકાલ બહારના ભાવો કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્યું. જગતમાં ક્યાંય મારું સુખ હોય તો તે મારા નિજ સ્વરૂપમાં જ છે, બીજે ક્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું. આવા દ્રઢ નિર્ણયપૂર્વક, ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંતર સ્વરૂપમાં જોડે છે.

‘‘ચૈતન્યસ્વભાવની મહત્તા અને બાહ્ય ઇન્દ્રિયવિષયોની તુચ્છતા જાણીને પોતાના ઉપયોગને વારંવાર ચૈતન્યભાવનામાં જોડવાથી પર પ્રત્યેનો પ્રેમ નાશ પામે છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે........’’ ૪૦.

તે (પ્રેમ) નાશ પામતાં શું થાય છે તે કહે છેઃ ૧. આત્મધર્મ.


Page 64 of 170
PDF/HTML Page 93 of 199
single page version

आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति
नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ।।४१।।

टीकाआत्मविभ्रमजं आत्मनो विभ्रमोऽनात्मशरीरादावात्मेति ज्ञानं तस्माज्जातं यत् दुःखं तत्प्रशाम्यति कस्मात् ? आत्मज्ञानात् शरीरादिभ्यो भेदेनात्मस्वरूपवेदनात् ननु दुर्धरतपोऽनुष्ठानान्मुक्तिसिद्धेरतस्तद्दुःखोपशमो न भविष्यतीति वदन्तं प्रत्याहनेत्यादि तत्र आत्मस्वरूपे अयताः अयत्नपराः न निर्वान्ति न निर्वाणं गच्छंति सुखिनो वा न भवन्ति किं कृत्वापि तप्त्वाऽपि किं तत् परमं तपः दुर्द्धरानुष्ठानम् ।।४१।।

શ્લોક ૪૧

અન્વયાર્થ : (आत्मविभ्रमजं) આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું (दुःख) દુઃખ (आत्मज्ञानात्) આત્મજ્ઞાનથી (प्रशाम्यति) શાન્ત થાય છે. (तत्र) તેમાં એટલે ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં (अयताः) જે પ્રયત્ન કરતા નથી તે (परमं) ઉત્કૃષ્ટ દુર્દ્ધર (तपः) તપ (कृत्वा अपि) કરવા છતાં (न निर्वान्ति) નિર્વાણને પ્રાપ્ત કરતા નથી.

ટીકા : આત્મવિભ્રમથી ઉત્પન્ન થયેલુંઅર્થાત્ અનાત્મરૂપ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ તે આત્મવિભ્રમ, તેનાથી ઉત્પન્ન થયેલું જે દુઃખ તે શાન્ત થાય છે. શાનાથી? આત્મજ્ઞાનથી એટલે શરીરાદિથી ભેદ કરીને આત્મસ્વરૂપનું વેદન કરવાથી.

દુર્દ્ધર તપના અનુષ્ઠાન (આચરણ)થી તો મુક્તિની સિદ્ધિ થવાથી તે દુઃખનો ઉપશમ થશે નહિએવી આશંકા કરનારને કહે છેન ઇત્યાદિ.....તેમાં એટલે આત્મસ્વરૂપને વિષે યત્ન નહિ કરનારા નિર્વાણ પામતા નથી અર્થાત્ સુખી થતા નથી. શું કરીને પણ?તપીને પણ. શું તપીને? પરમ તપ એટલે દુર્દ્ધર અનુષ્ઠાન. (અર્થાત્ દુર્દ્ધર તપ તપીને પણ તેઓ મોક્ષ પામતા નથી.)

ભાવાર્થ : આત્મભ્રાન્તિથી એટલે શરીરાદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતા નથી, તે ઘોર તપ કરવા છતાં મોક્ષમાર્ગની કે નિર્વાણની પ્રાપ્તિ કરી શકતા નથી.

વિશેષ

શરીરાદિ અને રાગાદિમાં આત્મબુદ્ધિ કરવી તે વિભ્રમ છેઆત્મભ્રાન્તિ છે. તે દુઃખનું

આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય;
તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. ૪૧.


Page 65 of 170
PDF/HTML Page 94 of 199
single page version

तच्च कुर्वाणो बहिरात्मा अन्तरात्मा च किं करोतीत्याह કારણ છે. શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનો અનુભવ કરવાથીસ્વપરનું ભેદજ્ઞાન કરવાથી અર્થાત્ દેહાદિથી અને શુભભાવથી પણ ભિન્ન જ્ઞાનદર્શન સ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથીએવા આત્મજ્ઞાનથી આ દુઃખરૂપ ભ્રાન્તિ દૂર થાય છે. આવા ભેદવિજ્ઞાનના પ્રયત્ન વગર ઘોર તપ કરે તો પણ જીવ સાચો ધર્મ પામતો નથી.

મુક્તિપ્રાપ્તિ માટે આત્મજ્ઞાનપૂર્વક કરેલું ઇચ્છાનિરોધરૂપ તપ જ કાર્યકારી છે. આત્મજ્ઞાનથી શૂન્ય તપ તે તપ નથી. તે તો સંસારપરિભ્રમણનું જ કારણ છે. તેનાથી આત્મા કદી પણ સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી અને કર્મબંધનથી છૂટી શકતો નથી. તેની દુઃખ પરંપરા ચાલુ જ રહે છે.

પં. શ્રી ટોડરમલ્લજીએ કહ્યું છે કેઃ

‘‘જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે; માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન વડે સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.......’’

મિથ્યાદ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન વિના કરોડો જન્મ સુધી તપ કરીને જેટલાં કર્મોનો અભાવ કરે તેટલાં કર્મોનો નાશ, જ્ઞાની પોતાના મનવચનકાયનો નિરોધ કરી ક્ષણવારમાં સહજ કરી દે છે. આત્મજ્ઞાન વિના પંચ મહાવ્રત પાળીનેમુનિ થઈને તે નવમી ગ્રૈવેયક સુધી દેવલોકમાં અનંત વાર ગયો પણ જરાય સુખ ન પામ્યો.

અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે ને મોક્ષને માટે નિષ્ફળ છે અને જ્ઞાનીની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે અને મોક્ષને માટે સફળ છે. ૪૧.

તે (તપશ્ચર્યા) કરનાર બહિરાત્મા અને અન્તરાત્મા શું કરે છે તે કહે છેઃ ૧. મોક્ષમાર્ગ પ્રકાશક ૨. પં. શ્રી દૌલતરામજી કૃત ‘છહઢાલા’//5 // /

કોટિ જન્મ તપ તપૈં, જ્ઞાન વિન કર્મ ઝરૈં જે,
જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિતૈં સહજ ટરૈં તે;
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.......(૪
//5)
//
/

૩. જુઓ. શ્રી પ્રવચનસારગાથા ૧૧૬ની ટીકા.


Page 66 of 170
PDF/HTML Page 95 of 199
single page version

शुभं शरीर दिव्यांश्च विषयानभिवांछति
उत्पन्नात्ममतिर्देहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४२।।

टीकादेहे उत्पन्नात्ममतिर्बहिरात्मा अभिवांछति अभिलषति किं तत् ? शुभं शरीरं दिव्याश्च उत्तमान् स्वर्गसम्बंधिनो वा विषयान् अन्तरात्मा किं करोतीत्याहतत्त्वज्ञानी ततश्च्युतिम् तत्त्वज्ञानी विवेकी अन्तरात्मा ततः शरीरादेः च्युतिं व्यावृत्तिं मुक्तिरूपां अभिवांछति ।।४२।।

શ્લોક ૪૨

અન્વયાર્થ : (देहे उत्पन्नात्ममतिः) દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા (તપ દ્વારા) (शुभ शरीरं) સુન્દર શરીર (दिव्यान् विषयान् च) અને સ્વર્ગના વિષયભોગોની (अभिवांछति) વાંછા કરે છે અને (तत्त्वज्ञानी) જ્ઞાની અંતરાત્મા (ततः) તેનાથી એટલે શરીરાદિ અને વિષયભોગોથી (च्युतिम्) છૂટવાની ભાવના કરે છે.

ટીકા : દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા વાંછા કરે છે અભિલાષા કરે છે. કોની (વાંછા કરે છે)? શુભ (સુંદર) શરીર અને દિવ્ય એટલે ઉત્તમ સ્વર્ગસંબંધી વિષયોની (દિવ્ય વિષયભોગોની) અભિલાષા કરે છે.

અંતરાત્મા શું કરે છે તે કહે છેતત્ત્વજ્ઞાની તેનાથી ચ્યુતિ વાંછે છેઅર્થાત્ તત્ત્વજ્ઞાની એટલે વિવેકી અન્તરાત્મા, તેનાથી એટલે શરીરાદિથી મુક્તિરૂપ (છૂટકારારૂપ) ચ્યુતિની એટલે વ્યાવૃત્તિની વાંછા કરે છે.

ભાવાર્થ : શરીરાદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા તપાદિ દ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષયભોગોની વાંછા કરે છે અને ભેદજ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીરવિષયાદિની વાંછાથી ચ્યુત થઈ, એટલે તેનાથી વ્યાવૃત્ત થઈ, આત્મસ્વરૂપમાં ઠરવા માગે છે.

વિશેષ

જે અજ્ઞાની ઇન્દ્રિયોના વિષયોની અને સ્વર્ગનાં સુખની ઇચ્છાથી વ્રતતપાદિ આચરે છે, તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણ કે તેના અભિપ્રાયમાં શુભ રાગના ફલસ્વરૂપ વિષયોની જ વાંછના છે. તેનાં વ્રતતપાદિ ભોગહેતુએ જ છે.

‘‘તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ.

દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય;
તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨.


Page 67 of 170
PDF/HTML Page 96 of 199
single page version

तत्त्वज्ञानीतरयोर्बन्धकत्वाबन्धकत्वे दर्शयन्नाह

परत्राहम्मतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम्
स्वस्मिन्नहम्मतिच्युत्वा परस्मान्मुच्यते बुधः ।।४३।।

.......‘‘તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધતો ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મમાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે, પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી.......’’

જ્ઞાની તો શુદ્ધાત્મસ્વરૂપની જ ભાવના કરે છે. તે વિષયસુખોની સ્વપ્ને પણ ભાવના કરતો નથી. તેને વ્રતતપાદિનો શુભ રાગ ભૂમિકાનુસાર આવે, પણ તેને તેની વાંછના નથી, અભિપ્રાયમાં તેનો નિષેધ વર્તે છે. જેને રાગની ભાવના જ ન હોય તેને રાગના ફલરૂપ વિષયોની પણ ઇચ્છા કેમ હોય? ન જ હોય.

‘‘જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ માને છે; તેમ સમ્યગ્દ્રષ્ટિને પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિને તો દંડ સમાન તથા મિથ્યાદ્રષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.’’

૪૨.

તત્ત્વજ્ઞાની (અન્તરાત્મા) અને ઇતર (બહિરાત્મા)માં (અનુક્રમે) કર્મનું અબંધપણું અને કર્મનું બંધપણું દર્શાવી કહે છેઃ ૧. તે ધર્મને શ્રદ્ધે, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,

તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને.......(૨૭૫)(શ્રી સમયસાર ગુજ. ગા. ૨૭૫ અને ટીકા)

૨. મોક્ષમાર્ગ પ્રકાશકગુ. આવૃત્તિપૃ. ૨૫૨

પરમાં નિજમતિ નિયમથી સ્વચ્યુત થઈ બંધાય;
નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરચ્યુત થઈ મુકાય. ૪૩.


Page 68 of 170
PDF/HTML Page 97 of 199
single page version

टीकापरत्र शरीरादौ अहम्मतिरात्मबुद्धिर्बहिरात्मा स्वस्मादात्मस्वरूपात् च्युतो भ्रष्टः सन् बध्नाति कर्मबन्धनबद्धं करोत्यात्मानं असंशयं यथा भवति तथा नियमेन बध्नातीत्यर्थः स्वस्मिन्नात्मस्वरूपे अहम्मतिः बुद्धोऽन्तरात्मा परस्माच्छरीरादेः च्युत्वा पृथग्भूत्वा मुच्यते सकलकर्मबन्धरहितो भवति ।।४३।।

શ્લોક ૪૩

અન્વયાર્થ : (परत्र अहम्मतिः) શરીરાદિ પર પદાર્થોમાં જેને આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા (स्वस्मात्) પોતાના આત્મસ્વરૂપથી (च्युतः) ભ્રષ્ટ થઈ (असंशयम्) નિઃસંદેહ (बध्नाति) કર્મ બાંધે છે અને (स्वस्मिन् अहम्मतिः) જેને પોતાના આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે (बुधः) અન્તરાત્મા (परस्मात्) શરીરાદિ પરના સંબંધથી (च्युत्वा) ચ્યુત થઈ (मुच्यते) કર્મબંધનથી મુક્ત થાય છે.

ટીકા : પરમાં એટલે શરીરાદિમાં અહંબુદ્ધિ આત્મબુદ્ધિ કરના બહિરાત્મા, સ્વથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) થઈને બાંધે છેઆત્માને કર્મબંધનથી બાંધે છે, નિઃસંશયપણે અર્થાત્ નિયમથી બાંધે છેએવો અર્થ છે.

પોતાનામાં એટલે આત્મસ્વરૂપમાં અહંબુદ્ધિવાળો બુધ એટલે અંતરાત્મા, પરથી એટલે શરીરાદિથી ચ્યુત થઈને અર્થાત્ પૃથક્ થઈને મુક્ત થાય છે અર્થાત્ સર્વકર્મબંધનથી રહિત થાય છે.

ભાવાર્થ : બહિરાત્મા પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ભૂલીને શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, તેથી તેને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે અને અંતરાત્મા શરીરાદિ પર પદાર્થો સાથેનો સંબંધ તોડી પોતાના ચિદાનંદસ્વરૂપ સાથે આત્મબુદ્ધિપૂર્વક સંબંધ જોડે છે, તેથી તે કર્મબંધનથી છૂટી જાય છે.

વિશેષ

અજ્ઞાનતાવશ જીવ શરીરાદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ, મમકાર બુદ્ધિ, કર્તા ભોકતાબુદ્ધિ આદિ કરી, રાગદ્વેષ કરે છે અને રાગદ્વેષના નિમિત્તે તેને કર્મનો બંધ થાય છે, બાહ્ય પદાર્થો બંધનું કારણ છે જ નહિ. તેમાં મિથ્યાભ્રાન્તિજનિત મમત્વભાવ એ જ સંસારબંધનું કારણ છે. અજ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વરૂપની અસાવધાની છે, તેથી તેને પર પદાર્થોમાં આત્મભ્રાન્તિ ચાલુ રહે છે અને તેના ફલરૂપે કર્મબંધ પણ થયા જ કરે છે.

જ્ઞાનીને રાગદ્વેષાદિ અને આત્મસ્વભાવનું ભેદવિજ્ઞાન છે, તેથી તે ઉપયોગમાં રાગ સાથે એકતા નહિ હોવાથી તે અબંધ છે.


Page 69 of 170
PDF/HTML Page 98 of 199
single page version

अत्राहम्मतिर्बहिरात्मनो जाता तत्तेन कथमध्यवसीयते ? यत्र चान्तरात्मनस्तत्तेन कथमित्याशंक्याह

दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ।।४४।।

टीकादृश्यमानं शरीरादिकं किं विशिष्टं ? त्रिलिंङ्गं त्रीणि स्त्रीपुंनपुंसकलक्षणानि लिङ्गानि यस्य तत् दृश्यमानं त्रिलिंङ्गं सत् मूढो बहिरात्मा इदमात्मतत्त्वं त्रिलिङ्गं मन्यते

‘‘બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે.’’

જ્ઞાની પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે સ્વસમય છે અને પર પદાર્થો પ્રત્યેના રાગાદિ ભાવોથી મુક્ત છે. તેથી તેને કર્મબંધ નથી. અજ્ઞાની આત્મસ્વરૂપથી ચ્યુત છે અર્થાત્ પર પદાર્થોમાં આત્મબુદ્ધિએ સ્થિત છે એટલે પર સમય છે અને રાગાદિ ભાવોથી યુક્ત છે, તેથી તે કર્મોથી બદ્ધ છે. ૪૩.

જ્યાં (જે પદાર્થોમાં) બહિરાત્માને આત્મબુદ્ધિ થઈ તેને તે કેવા માને છે? અને અંતરાત્મા તેને (પદાર્થને) કેવા માને છે? તેવી આશંકા કરી કહે છેઃ

શ્લોક ૪૪

અન્વયાર્થ : (मूढः) અજ્ઞાની બહિરાત્મા, (दृश्यमानं) દેખવામાં આવતા (त्रिलिङ्गं) સ્ત્રીપુરુષનપુંસકના ભેદથી ત્રિલિંગરૂપ શરીરને (इदं अवबुध्यते) આત્મ તત્ત્વ (અર્થાત્ મારાં) માને છે કે, જ્યારે (अवबुद्धः) અન્તરાત્મા, (इदं) ‘આ આત્મ તત્ત્વ છે તે ત્રિલિંગરૂપ નથી, (तु) પણ તે (निष्पन्नं) અનાદિ સંસિદ્ધ તથા (शब्दवर्जितं इति) નામાદિ વિકલ્પોથી રહિત છે,’ એમ સમજે છે.

ટીકા : દ્રશ્યમાન (દેખવામાં આવતા) શરીરાદિકનેકેવા (શરીરાદિકને)? ત્રિલિંગરૂપઅર્થાત્ સ્ત્રીપુરુષનપુંસક એ ત્રણ લિંગ જેને છે તેવા ત્રિલિંગરૂપ દેખાતા શરીરાદિકને, મૂઢ એટલે બહિરાત્મા દ્રશ્યમાન (શરીરાદિક) સાથે અભેદરૂપ (એકરૂપ)ની ૧. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,

જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! (૨૯૩) (શ્રી સમયસાર ગુ. આવૃત્તિગા. ૨૯૩)
નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ;
સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. ૪૪.


Page 70 of 170
PDF/HTML Page 99 of 199
single page version

दृश्यमानादभेदाध्यवसायेन यः पुनरवबुद्धोऽन्तरात्मा स इदमात्मतत्त्वमित्येवं मन्यते पुनस्त्रिलिङ्गत्तया तस्याः शरीरधर्मतया आत्मस्वरूपत्वाभावात् कथम्भूतमिदमात्मस्वरूपं निष्पन्नमनादिसंसिद्धम् तथा शब्दवर्जितं विकल्पाभिधानाऽगोचरम् ।।४४।।

ननु यद्यन्तरात्मैवात्मानं प्रतिपद्यते तदा कथं पुमानहं गौरोऽहमित्यादिरूपा तस्य कदाचिदभेदभ्रांतिः स्यात् इति वदन्तं प्रत्याह

जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि
पूर्वविभ्रमसंस्काराद् भ्रान्तिं भूयोपि गच्छति ।।४५।।

માન્યતાને લીધે આ આત્મતત્ત્વને ત્રિલિંગરૂપ માને છે;

પણ જે જ્ઞાની અન્તરાત્મા છે, તે ‘આ આત્મતત્ત્વ છે, તે ત્રિલિંગરૂપે નથી’ એવું માને છે, કારણ કે શરીરધર્મપણાના કારણે તેનો (ત્રિલિંગપણાનો) આત્મસ્વરૂપપણામાં અભાવ છે. આ આત્મસ્વરૂપ કેવું છે? તે નિષ્પન્ન અર્થાત્ અનાદિ સંસિદ્ધ છે તથા શબ્દવર્જિત એટલે નામાદિ વિકલ્પોથી અગોચર છે.

ભાવાર્થ : બહિરાત્માને શરીરાદિ સાથે એકતાબુદ્ધિઅભેદબુદ્ધિ હોવાથી, સ્ત્રીપુરુષ નપુંસક એ ત્રિલિંગરૂપ શરીર જે દ્રષ્ટિગોચર છે તેને આત્મા માને છે; પરંતુ અન્તરાત્મા માને છે કે, ‘‘આ આત્મા તો અનાદિ સંસિદ્ધ તથા નામાદિ વિકલ્પોથી રહિત છે. સ્ત્રીપુરુષાદિ ત્રિલિંગ એ શરીરના ધર્મ છે, અર્થાત્ પૌદ્ગલિક છે. તે આત્મસ્વરૂપમાં નથી.’’

અજ્ઞાની જીવને શરીરથી ભિન્ન આત્મતત્ત્વની પ્રતીતિ નથી; તે સ્ત્રીપુરુષનપુંસકરૂપ ત્રિલિંગાત્મક દ્રશ્યમાન શરીરને જ આત્મા માને છે.

સમ્યગ્દ્રષ્ટિને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે અને શરીરથી ભિન્ન ચૈતન્યરૂપ આત્મતત્ત્વની પ્રતીત છે, તેથી તે પોતાના આત્માને તદ્રૂપ જ અનુભવે છે, પણ તેને ત્રિલિંગરૂપ અનુભવતો નથી, તેને તો તે અનાદિ સિદ્ધ તથા નિર્વિકલ્પ સમજે છે.

એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની શરીર સંબંધી માન્યતા એકબીજાથી વિપરીત છે. ૪૪. જો અન્તરાત્મા જ આત્માને અનુભવે છે, તો પછી ‘હું પુરુષ, હું ગોરો’ ઇત્યાદિ અભેદરૂપ ભ્રાન્તિ તેને કદાચિત્ કેમ થાય છે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ

યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય,
પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. ૪૫.
૧૩


Page 71 of 170
PDF/HTML Page 100 of 199
single page version

टीकाआत्मनस्तत्त्वं स्वरूपं जानन्नपि तथा विविक्तं शरीरादिभ्योभिन्नं भावयन्नपि उभयत्राऽपिशब्दः परस्परसमुच्चये भूयोऽपि पुनरपि भ्रान्तिं गच्छति कस्मात् ? पूर्वविभ्रमसंस्कारात् पूर्वविभ्रमो बहिरात्मावस्थाभावी शरीरादौ स्वात्मविपर्यासस्तेन जनितः संस्कारो वासना तस्मात् ।।४५।।

શ્લોક ૪૫

અન્વયાર્થ : અન્તરાત્મા (आत्मनः तत्त्वं) પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ (जानन् अपि) જાણતો હોવા છતાં, (विविक्तं भावयन् अपि) અને તેને શરીરાદિથી ભિન્ન ભાવવા છતાં (पूर्वविभ्रमसंस्कारात्) પૂર્વે એટલે બહિરાત્માવસ્થામાં ઉત્પન્ન થયેલા ભ્રાન્તિના સંસ્કારોને લીધે (भूयः अपि) ફરીથી તે (भ्रान्तिं गच्छति) ભ્રાન્તિ પામે છે.

ટીકા : આત્માનું તત્ત્વ એટલે સ્વરૂપ જાણવા છતાં તથા તેને વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન ભાવતો હોવા છતાં [બંને ઠેકાણે अपि શબ્દ પરસ્પર સમુચ્ચયના અર્થમાં છે] ફરીથી પણપુનઃ અપિ તે (અન્તરાત્મા) ભ્રાન્તિ પામે છે. શાથી (ભ્રાન્તિ પામે છે?) પૂર્વવિભ્રમના સંસ્કારથીઅર્થાત્ પૂર્વવિભ્રમ એટલે બહિરાત્માવસ્થામાં શરીરાદિને વિષે પોતાનો આત્મા માનવારૂપ વિપર્યાસ (વિભ્રમ), તેનાથી થયેલો સંસ્કારવાસના, તેને લીધે (તે ફરીથી ભ્રાન્તિ પામે છે.)

ભાવાર્થ : અન્તરાત્મા આત્મતત્ત્વને દેહથી ભિન્ન જાણે છે તથા તેની તેવી ભાવના પણ કરે છે, તેમ છતાં પૂર્વે એટલે બહિરાત્માવસ્થામાં શરીરાદિને આત્મા માનવારૂપ ભ્રાન્તિથી ઉત્પન્ન થયેલા સંસ્કારને લીધે, તેને સમ્યક્ શ્રદ્ધા રહેવા છતાં, ચારિત્રદોષરૂપ ભ્રાન્તિ થાય છે. તે ચારિત્રદોષ કેમ ટાળવો તે હવે પછીના શ્લોકમાં બતાવશે.

આત્મજ્ઞાની પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને તેને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન પણ અનુભવે છે, છતાં પૂર્વના લાંબા વખતના સંસ્કારોનો સર્વથા અભાવ નહિ હોવાથી તેને કોઈ કોઈ વખતે બાહ્ય પદાર્થોમાં અસ્થિરતાના કારણે ભ્રમ થઈ જાય છે.

વિશેષ

ધર્મીને અસ્થિરતાને લીધે રાગદ્વેષ થઈ જાય, પણ શ્રદ્ધાજ્ઞાનમાં તેને તેનું સ્વામીપણું નથી એકત્વબુદ્ધિ નથી. શ્રદ્ધા જ્ઞાનના બળથી અને ભેદજ્ઞાનની ભાવનાથી પૂર્વના સંસ્કારોને નષ્ટ કરવા તે સદા પ્રયત્નશીલ હોય છે. જો તે રાગદ્વેષને શ્રદ્ધા જ્ઞાનમાં ભલા માને તો તે ફરીથી બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય.

અવિરત સમ્યગ્દ્રષ્ટિને અંદર જ્ઞાનચેતનાનું પરિણમન છે, છતાં અસ્થિરતાને લીધે