Page 177 of 297
PDF/HTML Page 201 of 321
single page version
છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે, તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર – તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.
ભાવાર્થઃ — સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થાને જાણે છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે, પણ તેમાં હીનાધિક કાંઈ થતું નથી એમ સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે.
હવે ‘એવો તો સમ્યગ્દ્રષ્ટિ છે પણ તેમાં સંશય કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે – શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા – સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ છે – પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
હવે કહે છે કે જે વિશેષ તત્ત્વને ન જાણતો હોય પણ જિન-વચનમાં આજ્ઞામાત્ર શ્રદ્ધાન કરે છે તેને પણ શ્રદ્ધાવાન કહીએ છીએઃ —
અર્થઃ — જે જીવ જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધાન કરે છે કે – ‘જિનેન્દ્રદેવે જે તત્ત્વ કહ્યું છે
Page 178 of 297
PDF/HTML Page 202 of 321
single page version
તે બધુંય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું’. એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે.
ભાવાર્થઃ — જે જિનેશ્વરના વચનોની શ્રદ્ધા કરે છે કે ‘સર્વજ્ઞદેવે કહ્યું છે તે સર્વ મને ઇષ્ટ છે’, એવી સામાન્ય શ્રદ્ધાથી પણ તેને આજ્ઞાસમ્યક્ત્વી કહ્યો છે.
હવે ત્રણ ગાથામાં સમ્યક્ત્વનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે, વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં (સમ્યક્ત્વ) ઉત્તમ યોગ છે; કારણ કે – સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ૠદ્ધિઓમાં પણ (સમ્યક્ત્વ) મહાન ૠદ્ધિ છે. ઘણું શું કહીએ? સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે.
અર્થઃ — સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇન્દ્રોથી, મનુષ્યોના ઇન્દ્ર ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે, અને વ્રતરહિત હોય તોપણ નાના પ્રકારના ઉત્તમ સ્વર્ગાદિકનાં સુખ પામે છે.
ભાવાર્થઃ — જેનામાં સમ્યગ્દર્શન ગુણ છે તે પ્રધાનપુરુષ છે. તે ઇન્દ્રાદિ દેવોથી પૂજ્ય થાય છે. સમ્યક્ત્વસહિત (જીવ) દેવનું જ આયુ બાંધે છે, તેથી વ્રતરહિતને પણ સ્વર્ગગતિમાં જવું મુખ્ય કહ્યું છે. વળી
Page 179 of 297
PDF/HTML Page 203 of 321
single page version
સમ્યક્ત્વગુણપ્રધાનનો આવો પણ અર્થ થાય છે કે – પચ્ચીસ મળદોષ રહિત હોય, પોતાના નિઃશંકિતાદિ અને સંવેગાદિ ગુણો સહિત હોય એવા સમ્યક્ત્વના ગુણોથી જે પ્રધાનપુરુષ હોય તે દેવેન્દ્રાદિ દ્વારા પૂજનીય થાય છે – સ્વર્ગને પ્રાપ્ત થાય છે.
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિજીવ દુર્ગતિના કારણરૂપ અશુભકર્મોને બાંધતો નથી, પરંતુ પૂર્વે ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે.
ભાવાર્થઃ – સમ્યગ્દ્રષ્ટિ મરણ કરીને પ્રથમ નરક વિનાનાં બાકીનાં નરકોમાં જતો નથી, જ્યોતિષ, વ્યંતર અને ભવનવાસી દેવ થતો નથી, સ્ત્રીપર્યાયમાં ઊપજતો નથી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય (બે – ત્રણ – ચાર ઇન્દ્રિયધારી), અસંજ્ઞી, નિગોદ, મ્લેચ્છ તથા કુભોગભૂમિમાં ઊપજતો નથી; કારણ કે તેને અનંતાનુબંધીકષાયના ઉદયના અભાવથી દુર્ગતિના કારણરૂપ કષાયોના સ્થાનકરૂપ પરિણામો થતા નથી. અહીં તાત્પર્ય એ જાણવું કે – ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગ્દર્શન સમાન કલ્યાણરૂપ અન્ય કોઈ પદાર્થ નથી અને મિથ્યાદર્શન સમાન કોઈ શત્રુ નથી, એટલા માટે શ્રી ગુરુનો ઉપદેશ છે કે પોતાના સર્વસ્વ ઉપાય - ઉદ્યમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું. એ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના બાર ભેદોમાં સમ્યક્ત્વ – સહિતપણારૂપ પ્રથમ ભેદનું નિરૂપણ કર્યું.
હવે પ્રતિમાના અગિયાર ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ જ દાર્શનિક શ્રાવકનું સ્વરૂપ કહે છેઃ —
Page 180 of 297
PDF/HTML Page 204 of 321
single page version
અર્થઃ — ઘણા ત્રસજીવોના ઘાતથી ઉત્પન્ન તથા એ સહિત મદિરાને તથા અતિનિંદ્ય એવાં માંસાદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી – ભક્ષણ કરતો નથી તે દાર્શનિક શ્રાવક છે.
ભાવાર્થઃ — મદિરા – માંસ તથા આદિ શબ્દથી મધુ અને પાંચ ઉદંબરફળ કે જે ત્રસજીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે તે ભક્ષણ કરતો નથી. મદ્ય તો મનને મૂર્ચ્છિત કરે છે – ધર્મને ભુલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી. મધુની ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસઘાતનું સ્થાન જ છે. પીપળ – વડ – પીલુ આદિ ફળોમાં ત્રસજીવો ઊડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે, અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે તેમનો ત્યાગ એ શ્રાવકના આઠ મૂળગુણો છે. વળી એમને ત્રસહિંસાનાં ઉપલક્ષણ કહ્યા છે. એટલા માટે જે વસ્તુઓમાં ત્રસહિંસા ઘણી હોય તે, શ્રાવકને અભક્ષ્ય છે – ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાયપ્રવૃત્તિના મૂળરૂપ છે એવાં સાત વ્યસનનો ત્યાગ પણ અહીં કહ્યો છે. જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસન છે, ‘વ્યસન’ નામ આપદા વા કષ્ટનું છે. એનું સેવન કરનારને આપદા આવે છે, રાજા વા પંચોના દંડને યોગ્ય થાય છે તથા એનું સેવન પણ આપદા વા કષ્ટરૂપ છે. તેથી શ્રાવક એવાં અન્યાયરૂપ કાર્યો કરતો નથી. અહીં ‘દર્શન’ નામ સમ્યક્ત્વનું છે તથા જે વડે ‘ધર્મની મૂર્તિ છે’ એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય
તો સમ્યક્ત્વને મલિન કરે તથા જિનમતને લજાવે; માટે એને નિયમથી છોડતાં જ દર્શનપ્રતિમાધારી શ્રાવક થાય છે.
Page 181 of 297
PDF/HTML Page 205 of 321
single page version
અર્થઃ — નિદાન અર્થાત્ આલોક – પરલોકના ભોગની વાંચ્છા રહિત બની ઉપર પ્રમાણે (વ્રતમાં) દ્રઢચિત્ત થયો થકો વૈરાગ્યથી ભાવિત (આર્દ્ર – કોમળ) થયું છે ચિત્ત જેનું એવો થયો થકો જે સમ્યગ્દ્રષ્ટિપુરુષ વ્રત કરે છે તેને દાર્શનિકશ્રાવક કહે છે.
ભાવાર્થઃ — પ્રથમની ગાથામાં શ્રાવક કહ્યા તેનાં આ ત્રણ વિશેષ વિશેષણ જાણવાં. પ્રથમ તો દ્રઢચિત્ત હોય અર્થાત્ પરિષહાદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહિ, બીજું નિદાનરહિત હોય અર્થાત્ આ લોકસંબંધી યશ – સુખ – સંપત્તિ વા પરલોકસંબંધી શુભગતિ આદિની વાંચ્છા રહિત હોય તથા ત્રીજું વૈરાગ્યભાવનાથી જેનું ચિત્ત આર્દ્ર અર્થાત્ સિંચાયેલું હોય. અભક્ષ અને અન્યાયને અત્યન્ત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે પણ એમ જાણીને નહિ કે ‘શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કહ્યાં છે માટે ત્યાગવાં’. પણ પરિણામમાં તો રાગ મટ્યો નથી. (ત્યાં શું ત્યાગ્યું?) ત્યાગના અનેક આશય હોય છે. આ દાર્શનિકશ્રાવકને તો અન્ય કોઈ આશય નથી, માત્ર તીવ્ર કષાયના નિમિત્તરૂપ મહાપાપ જાણી ત્યાગે છે અને એને ત્યાગવાથી જ આગળની (વ્રતાદિ) પ્રતિમાઓના ઉપદેશને લાયક થાય છે. નિઃશલ્યને વ્રતી કહ્યો છે તેથી શલ્યરહિત ત્યાગ હોય છે. એ પ્રમાણે દર્શનપ્રતિમાધારી શ્રાવકનું સ્વરૂપ કહ્યું.
હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે પાંચ અણુવ્રતનો ધારક હોય, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત સહિત હોય, દ્રઢચિત્તવાન હોય, શમભાવથી યુક્ત હોય તથા
Page 182 of 297
PDF/HTML Page 206 of 321
single page version
જ્ઞાનવાન હોય તે વ્રતપ્રતિમાધારક શ્રાવક છે.
ભાવાર્થઃ — અહીં ‘અણુ’ શબ્દ અલ્પતા વાચક છે. પાંચ પાપમાં અહીં સ્થૂળ પાપોનો ત્યાગ છે, તેથી તેની ‘અણુવ્રત’ સંજ્ઞા છે. ગુણવ્રત – શિક્ષાવ્રત છે તે આ અણુવ્રતોની રક્ષા કરવાવાળાં છે તેથી અણુવ્રતી તેમને પણ ધારણ કરે છે. આ જીવ વ્રતની પ્રતિજ્ઞામાં દ્રઢચિત્ત છે. કષ્ટ – ઉપસર્ગ – પરિષહ આવવા છતાં પણ શિથિલ થતો નથી. અપ્રત્યાખ્યાનાવરણકષાયના અભાવથી તથા પ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયથી આ વ્રત થાય છે, તેથી ‘ઉપશમભાવસહિતપણું’ એવું વિશેષણ આપ્યું છે. જોકે દર્શનપ્રતિમાધારીને પણ અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ તો થયો છે, પરંતુ પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર સ્થાનકોના ઉદયથી તેને અતિચારરહિત પાંચ અણુવ્રત હોતાં નથી તેથી ત્યાં ‘અણુવ્રત’ સંજ્ઞા નથી, પણ સ્થૂલ અપેક્ષાએ તેને પણ ત્રસઘાત ને અભક્ષ-ભક્ષણના ત્યાગથી અણુવ્રત-અણુત્વ છે. વ્યસનોમાં ચોરીનો ત્યાગ છે એટલે અસત્ય પણ તેમાં ગર્ભિત છે, પરસ્ત્રીનો ત્યાગ છે, અને વૈરાગ્યભાવના છે એટલે પરિગ્રહની મૂર્છાનાં સ્થાનક પણ ઘટતાં છે – તેમાં પ્રમાણ પણ તે કરે છે, પરંતુ નિરતિચાર બનતું નથી તેથી તે ‘વ્રતપ્રતિમા’ નામ પામતું નથી. વળી ‘જ્ઞાની’ વિશેષણ છે તે પણ યોગ્ય જ છે, કારણ કે – સમ્યગ્દ્રષ્ટિ બની વ્રતનું સ્વરૂપ જાણી શ્રીગુરુની આપેલી પ્રતિમાને ધારણ કરે છે માટે તે જ્ઞાની જ કહેવાય છે એમ જાણવું.
હવે પાંચ અણુવ્રતોમાં પ્રથમ અણુવ્રત કહે છેઃ —
Page 183 of 297
PDF/HTML Page 207 of 321
single page version
અર્થઃ — જે શ્રાવક બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસજીવોનો મન-વચન-કાયા દ્વારા પોતે ઘાત કરે નહિ, બીજાની પાસે કરાવે નહિ તથા કોઈ બીજો કરતો હોય તો તેને ભલો માને નહિ તેને પ્રથમ અહિંસાણુવ્રત હોય છે. તે શ્રાવક કેવો છે? વ્યાપારાદિ કાર્યોમાં દયા સહિત પ્રવર્તે છે, પ્રાણીમાત્રને પોતા સમાન માને છે, વ્યાપારાદિ કાર્યોમાં હિંસા થાય છે તે બદલ પોતાના દિલમાં પોતાની નિંદા કરે છે, ગર્હાપૂર્વક ગુરુની આગળ પોતાનું પાપ કહે છે, જે પાપ લાગે છે તેનું ગુરુની આજ્ઞા પ્રમાણે આલોચન, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્તાદિક લે છે તથા જેમાં ઘણી હિંસા થતી હોય એવાં મહાઆરંભયુક્ત મોટા વ્યાપારાદિ કાર્યોને છોડતો થકો પ્રવર્તે છે.
ભાવાર્થઃ — ત્રસજીવનો ઘાત પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને એમ કરનારને ભલો જાણે નહિ. પરજીવોને પોતા સમાન જાણે એટલે પરઘાત કરતો નથી. જેમાં ત્રસજીવનો ઘાત ઘણો થાય એવા મોટા આરંભને છોડે અને અલ્પ આરંભમાં ત્રસઘાત થાય તેમાં પણ પોતાની નિંદા – ગર્હાપૂર્વક આલોચન – પ્રતિક્રમણ – પ્રાયશ્ચિત્તાદિ કરે. અન્ય ગ્રંથોમાં તેના અતિચારો કહ્યા છે તે ટાળે. અહીં ગાથામાં અન્ય જીવોને પોતાસમાન કહ્યા છે તેમાં અતિચાર ટાળવાના પણ આવી ગયા, કારણ કે પરજીવને વધ, બંધન, અતિભારઆરોપણ, અન્નપાનનિરોધનમાં દુઃખ થાય છે, હવે પરજીવોને જો પોતાસમાન જાણે તો તે એમ શા માટે કરે? (ન જ કરે)
હવે બીજું સત્યાણુવ્રત કહે છેઃ —
Page 184 of 297
PDF/HTML Page 208 of 321
single page version
અર્થઃ — જે હિંસાનું વચન ન કહે, કર્કશવાક્ય ન કહે, નિષ્ઠુરવચન ન કહે તથા પરનાં ગુહ્યવચન ન કહે; (તો કેવાં વચન કહે?) સ્વ – પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સદ્ધર્મને પ્રકાશવાવાળાં વચન કહે તે પુરુષ બીજા સત્યાણુવ્રતનો ધારક થાય છે.
ભાવાર્થઃ — અસત્યવચન અનેક પ્રકારનાં છે. તેમનો સર્વથા ત્યાગ તો સકલચારિત્રધારક મુનિને હોય છે અને અણુવ્રતમાં તો સ્થૂલ (અસત્ય)નો જ ત્યાગ હોય છે. જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવાં હિંસાનાં વચન ન કહે, જે વચન બીજાને કડવું લાગે – સાંભળતાં જ ક્રોધાદિ ઉત્પન્ન થાય એવાં કર્કશવચન ન કહે, બીજાને ઉદ્વેગ, ભય, શોક અને કલહ ઊપજી આવે એવાં નિષ્ઠુરવચન ન કહે, અન્યના ગુપ્તકર્મના પ્રકાશક વચન ન કહે તથા ઉપલક્ષણથી અન્ય એવાં કે જેમાં અન્યનું અહિત થાય એવાં વચન ન કહે. ત્યારે કેવાં વચન કહે? કહે તો હિત – મિત વચન કહે, સર્વ જીવોને સંતોષ ઊપજે, તથા જેનાથી સદ્ધર્મનો પ્રકાશ થાય એવાં કહે, વળી મિથ્યાઉપદેશ, રહોભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્ર- ભેદ એ પાંચે અતિચારો ગાથામાં વિશેષણ કહ્યાં તેમાં આવી જાય છે.* અહીં તાત્પર્ય એ છે કે — જેથી અન્ય જીવોનું બૂરું થાય, પોતાના ઉપર આપદા આવી પડે તથા વૃથા પ્રલાપવાક્યોથી પોતાને પણ પ્રમાદ વધે એવાં સ્થૂલ અસત્યવચન અણુવ્રતી શ્રાવક કહે નહિ, બીજા પાસે કહેવરાવે નહિ તથા કહેવાવાળાને ભલો જાણે નહિ. તેને આ બીજું અણુવ્રત હોય છે. * ૧. સ્વર્ગમોક્ષના સાધક ક્રિયાવિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું,
૨. સ્ત્રી – પુરુષના એકાંતમાં થયેલા ક્રિયા – આચરણનો બહાર પ્રકાશ કરવો તે
Page 185 of 297
PDF/HTML Page 209 of 321
single page version
હવે ત્રીજું અચૌર્યાણુવ્રત કહે છેેઃ —
અર્થઃ — જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પમૂલ્યમાં ન લે, કપટથી – લોભથી – ક્રોધથી – માનથી પરનું દ્રવ્ય ન લે, તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. કેવો છે તે? દ્રઢ છે ચિત્ત જેનું, કારણ પામવા છતાં પ્રતિજ્ઞા બગાડતો નથી તથા શુદ્ધ છે – ઉજ્જ્વળ છે બુદ્ધિ જેની (એવો છે).
ભાવાર્થઃ — સાત વ્યસનના ત્યાગમાં ચોરીનો ત્યાગ તો કર્યો જ છે. તેમાં આ વિશેષ છે કે – બહુમૂલ્યની વસ્તુ અલ્પમૂલ્યમાં લેવાથી ઝગડો ઉત્પન્ન થાય છે. કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? વળી પરની ભૂલી ગયેલી વસ્તુ તથા માર્ગમાં પડેલી વસ્તુ પણ ન લે, એમ ન જાણે કે પેલો નથી જાણતો પછી તેનો ડર ૩. પરને ઠગવા માટે અછતા – જૂઠા લેખ લખવા, એવો એવો બધો, કુટલેખક્રિયા
૪. કોઈ રૂપિયા – મહોર – આભરણાદિ પોતાને સોપીં ગયો હોય અને પાછળથી
આ છે તે લઈ જાઓ’ એમ કહેવું તે ન્યાસાપહાર – અતિચાર છે.
૫. અંગવિકાર ભૃકુટીક્ષેપાદિકથી અન્યનો અભિપ્રાય જાણી ઇર્ષાભાવથી લોકમાં
અતિચારદોષ છે તે છોડવા યોગ્ય છે. (અર્થપ્રકાશિકા ટીકા, પા. ૨૮૫)
Page 186 of 297
PDF/HTML Page 210 of 321
single page version
શો? વ્યાપારમાં થોડા જ નફાથી સંતોષ ધારણ કરે, કારણ ઘણાં લાલચ -લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે, કપટ – પ્રપંચથી કોઈનું ધન લે નહિ, કોઈને પોતાની પાસે (જમા) ધર્યું હોય તો તેને ન આપવાના ભાવ રાખે નહિ, લોભથી – ક્રોધથી પરનું ધન ખૂંચવી લે નહિ, માનથી કહે કે ‘અમે મોટા જોરાવર છીએ, લીધું તો શું થઈ ગયું?’ એ પ્રમાણે પરનું ધન લે નહિ. એ જ પ્રમાણે પરની પાસે લેવરાવે નહિ તથા કોઈ લેનારને ભલો જાણે નહિ. વળી અન્ય ગ્રંથોમાં તેના પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણેઃ (૧) ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, (૨) તેનું લાવેલું ધન લેવું, (૩) રાજ્યવિરુદ્ધ કાર્ય કરવું, (૪) વેપારમાં તોલ – બાટ ઓછાં અધિકાં રાખવા, (૫) અલ્પમૂલ્યની વસ્તુ બહુમૂલ્યવાન બતાવી તેનો વ્યવહાર કરવો. એ પાંચ અતિચાર છે. એ ગાથામાં કહેલાં વિશેષણોમાં આવી જાય છે. એ પ્રમાણે નિરતિચારરૂપે સ્તેય (ચોરી) – ત્યાગવ્રતને જે પાળે છે તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક હોય છે.
હવે બ્રહ્મચર્યાણુવ્રતનું વ્યાખ્યાન કરે છેઃ —
અર્થઃ — જે શ્રાવક સ્ત્રીના દેહને અશુચિમય – દુર્ગંધ જાણતો થકો તેના રૂપ – લાવણ્યને પણ (માત્ર) મનને મોહ ઉપજાવવાના કારણરૂપ જાણે છે અને તેથી તેનાથી વિરક્ત થઈ પ્રવર્તે છે, જે પરસ્ત્રી મોટી હોય ૧ विरज्जमाणो એવો પણ પાઠ છે.
Page 187 of 297
PDF/HTML Page 211 of 321
single page version
તેને માતા બરાબર, બરાબર ઉંમરવાળી હોય તેને બહેન બરાબર તથા નાની હોય તેને દીકરી તુલ્ય મન – વચન – કાયથી જાણે છે તે સ્થૂલ બ્રહ્મચર્યાણુવ્રતધારી શ્રાવક છે. પરસ્ત્રીને તો મન – વચન – કાય, કૃત – કારિત – અનુમોદનાથી ત્યાગ કરે, સ્વસ્ત્રીમાં સંતોષ ધરે, તીવ્રકામવશ વિનોદ – ક્રિડારૂપ ન પ્રવર્તે, સ્ત્રીના શરીરને અપવિત્ર – દુર્ગંધ જાણી વૈરાગ્યભાવનારૂપ ભાવ રાખે તથા કામની તીવ્રવેદના આ સ્ત્રીના નિમિત્તથી થાય છે તેથી તેની રૂપ – લાવણ્યાદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં જ્ઞાનને ભુલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે તે ચોથા અણુવ્રતધારી હોય છે. (૧) પરના વિવાહ કરવા, (૨ – ૩) પરની પરિણીત – અપરિણીત સ્ત્રીનો સંસર્ગ રાખવો, (૪) કામક્રીડા, (૫) કામનો તીવ્ર અભિપ્રાય — એ તેના પાંચ અતિચાર* છે. તે, ‘સ્ત્રીના દેહથી વિરક્ત રહેવું’ એ વિશેષણમાં આવી જાય છે. પરસ્ત્રીનો ત્યાગ તો પહેલી પ્રતિમામાં સાત વ્યસનના ત્યાગમાં આવી ગયો છે, અહીં તો અતિ તીવ્ર કામવાસનાનો પણ ત્યાગ છે, તેથી અતિચાર રહિત વ્રત પળાય છે, પોતાની સ્ત્રીમાં પણ તીવ્રપણું હોતું નથી. એ પ્રમાણે બ્રહ્મચર્યાણુવ્રતનું કથન કર્યું.
હવે પરિગ્રહપરિમાણ નામના પાંચમા અણુવ્રતનું કથન કરે છેઃ —
* પરવિવાહકરણ, અપરિગૃહિતઇત્વરિકાગમન, પરિગૃહિતઇત્વરિકાગમન,
Page 188 of 297
PDF/HTML Page 212 of 321
single page version
અર્થઃ — જે પુરુષ લોભકષાયને અલ્પ કરી સંતોષરૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો સર્વ ધન – ધાન્યાદિક પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે, તથા ધન – ધાન્ય – સુવર્ણ – ક્ષેત્રાદિ પરિગ્રહનું, પોતાના ઉપયોગસામર્થ્યને અને કાર્યવિશેષને જાણી તેના અનુસાર, પરિમાણ કરે છે તેને આ પાંચમું અણુવ્રત હોય છે. અંતરંગપરિગ્રહ તો લોભ – તૃષ્ણા છે તેને ક્ષીણ કરે છે તથા બાહ્યપરિગ્રહનું પરિમાણ કરે છે. દ્રઢચિત્તથી પ્રતિજ્ઞાભંગ ન કરે તે અતિચાર* રહિત પંચમઅણુવ્રતી છે. એ પ્રમાણે પાંચ અણુવ્રત નિરતિચાર પાલન કરે છે તે વ્રતપ્રતિમાધારી શ્રાવક છે. એ પ્રમાણે પાંચ અણુવ્રતનું વ્યાખ્યાન કર્યું.
હવે તે વ્રતોની રક્ષા કરવાવાળાં સાત શીલ છે. તેનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ત્રણ ગુણવ્રતમાં પહેલું ગુણવ્રત કહે છેઃ —
અર્થઃ — લોભનો નાશ કરવા અર્થે જીવને પરિગ્રહનું પરિમાણ * ક્ષેત્રવાસ્તુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસીદાસ અને કુપ્યભાંડ આ વસ્તુઓના
Page 189 of 297
PDF/HTML Page 213 of 321
single page version
હોય છે; તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. તેથી પૂર્વ વગેરે પ્રસિદ્ધ દશ દિશાઓ છે તેમનું પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી, પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પહેલાં કહેલાં પાંચે અણુવ્રતનું ઉપકારી આ ગુણવ્રત છે. અહીં ‘ગુણ’ શબ્દ ઉપકારવાચક સમજવો. જેમ લોભનો નાશ કરવા માટે પરિગ્રહનું પરિમાણ કરે છે તેમ લોભનો નાશ કરવા માટે દિશાઓનું પણ પરિમાણ કરે છે. જ્યાં સુધીનું પરિમાણ કર્યું હોય તે ઉપરાંતની પેલી બાજુ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી હોય તો પણ ત્યાં જાય નહિ. એ પ્રમાણે લોભને ઘટાડ્યો, તથા પરિમાણથી પેલી બાજુ ન જવાથી એ બાજુ સંબંધીનું હિંસાનું પાપ પણ લાગતું નથી તેથી એ બાજુ સંબંધી (ગુણવ્રત પણ) મહાવ્રત બરાબર થયાં.
હવે બીજું અનર્થદંડવિરતિ ગુણવ્રત કહે છેઃ —
कार्यं किमपि न साधयति नित्यं पापं करोति यः अर्थः ।
सः खलु भवेत् अनर्थः पंचप्रकारः अपि सः विविधः ।।३४३।।
અર્થઃ — જે કાર્યથી પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એવું હોય તેને અનર્થ કહે છે. તે પાંચ વા અનેક પ્રકારના હોય છે.
ભાવાર્થઃ — પ્રયોજન વિના પાપ ઉપજાવે તે અનર્થદંડ છે. તેના અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદચર્યા, હિંસાપ્રદાન તથા દુઃશ્રુતિશ્રવણ એ પાંચ પ્રકાર વા અનેક પ્રકાર પણ છે.
તેમાં પ્રથમ ભેદ કહે છેઃ —
Page 190 of 297
PDF/HTML Page 214 of 321
single page version
અર્થઃ — બીજાના દોષ ગ્રહણ કરવા, અન્યની લક્ષ્મી – ધન – સંપદાની વાંચ્છા કરવી, પરની સ્ત્રીને રાગ સહિત નિરખવી (તાકી તાકીને જોવી) તથા પરના કલહ જોવા ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રથમ અનર્થદંડ છે.
ભાવાર્થઃ — પરના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે છે પણ પોતાનું પ્રયોજન કાંઈ પણ સિદ્ધ થતું નથી, પરનું બૂરું થાય અને પોતાનું દુષ્ટપણું માત્ર ઠરે છે. બીજાની સંપદા દેખી પોતે તેની વાંચ્છા કરે તો તેથી કાંઈ પોતાની પાસે તે આવી જતી નથી એટલે એથી પણ નિષ્પ્રયોજન ભાવ જ બગડે છે. બીજાની સ્ત્રીને રાગરહિત (તાકી તાકીને) જોવામાં પણ પોતે ત્યાગી થઈને નિષ્પ્રયોજન ભાવ શા માટે બગાડે? વળી પરના કલહ જોવામાં પણ કાંઈ પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી, પરંતુ ઊલટી કદાચિત્ પોતાના ઉપર આફત આવી પડે છે. એ પ્રમાણે એ આદિથી માંડી જે જે કાર્યોમાં પોતાના ભાવ બગડે તે તે બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થદંડ છે અને તે અણુવ્રતભંગના કારણરૂપ છે. તેને છોડતાં જ વ્રત દ્રઢ ટકે છે.
હવે બીજો પાપોપદેશ નામનો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું તથા સ્ત્રી – પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપસહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેનું વિધાન (રીત) બતાવવું કે જેમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહિ પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય તે બીજો
Page 191 of 297
PDF/HTML Page 215 of 321
single page version
પાપોપદેશ નામનો અનર્થદંડ છે. બીજાને પાપનો ઉપદેશ કરવામાં પોતાને કેવળ પાપબંધ જ થાય છે અને તેથી વ્રતભંગ થાય છે, એને છોડતાં વ્રતની રક્ષા થાય છે. વ્રત ઉપર ગુણ કરે છે – ઉપકાર કરે છે, તેથી તેનું નામ ગુણવ્રત છે.
હવે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — અફળ – નિષ્પ્રયોજન એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી તથા નિષ્પ્રયોજન હરિત (લીલોતરી) વનસ્પતિકાયનું છેદન-ભેદન કરવું તે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ છે.
ભાવાર્થઃ — પ્રમાદવશ બની પૃથ્વી – જળ – અગ્નિ – વાયુ અને હરિતકાયની વિના પ્રયોજન વિરાધના કરે ત્યાં ત્રસ – સ્થાવરજીવોનો ઘાત તો થાય છે જ અને પોતાનું કાર્ય કાંઈ પણ સધાતું નથી, તેથી એ કરવામાં વ્રતભંગ થાય છે; એને છોડતાં જ વ્રતની રક્ષા થાય છે.
હવે હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — બિલાડાં વગેરે હિંસક જીવોને પાલન કરવા, લોખંડનો વા લોખંડ આદિના આયુધોનો વ્યાપાર કરવો – લેણ દેણ કરવી, લાખ – ખલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિની લેણ – દેણ, વણજ – વ્યાપાર કરવો, એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે.
Page 192 of 297
PDF/HTML Page 216 of 321
single page version
ભાવાર્થઃ — હિંસક જીવોનું પાલન તો નિષ્પ્રયોજન અને પાપરૂપ પ્રગટ જ છે તથા હિંસાના કારણરૂપ શસ્ત્ર – લોહ – લાખ આદિનો વણજવ્યાપાર – લેણદેણ કરવાં; તેમાં પણ ફળ તો અલ્પ છે – પાપ ઘણું છે માટે તે પણ અનર્થદંડ જ છે. એમાં પ્રવર્તતાં વ્રતભંગ થાય છે અને એને છોડતાં વ્રતની રક્ષા થાય છે.
હવે દુઃશ્રુતિ નામનો પાંચમો અનર્થદંડ કહે છેઃ —
અર્થઃ — જે સર્વથા એકાન્તવાદીઓનાં કહેલાં શાસ્ત્રો કે જે શાસ્ત્ર જેવાં દેખાય છે એવાં કુશાસ્ત્રો, ભાંડક્રિયા – હાસ્ય – કુતૂહલ – કથનનાં શાસ્ત્રો, વશીકરણ – મંત્રપ્રયોગનાં શાસ્ત્રો, સ્ત્રીઓની ચેષ્ટાના વર્ણનરૂપ કામશાસ્ત્રો એ બધાનું સાંભળવું ઉપલક્ષણથી વાંચવું – શીખવું – સંભળાવવું તથા પરના દોષોની કથા કરવી – સાંભળવી તે દુઃશ્રુતિશ્રવણ નામનો છેલ્લો પાંચમો અનર્થદંડ છે.
ભાવાર્થઃ — ખોટાં શાસ્ત્રો સાંભળવાં – વાંચવાં – સંભળાવવાં – રચવાં એમાં આપણું કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, માત્ર પાપ જ થાય છે. વળી આજીવિકા અર્થે પણ એનો વ્યવહાર કરવો શ્રાવકને ઉચિત નથી. માત્ર વ્યાપારાદિ વડે યોગ્ય આજીવિકા જ શ્રેષ્ઠ છે. જેમાં વ્રતભંગ થાય તેવું તે શા માટે કરે? વ્રતની રક્ષા કરવી યોગ્ય છે.
હવે અનર્થદંડના કથનને સંકોચે છેઃ —
Page 193 of 297
PDF/HTML Page 217 of 321
single page version
અર્થઃ — જે જ્ઞાની શ્રાવક આ પ્રમાણે અનર્થદંડને નિરંતર દુઃખનાં ઉપજાવવાવાળાં જાણીને છોડે છે તે બીજા ગુણવ્રતનો ધારવાવાળો શ્રાવક થાય છે.
ભાવાર્થઃ — આ અનર્થદંડત્યાગ નામનું ગુણવ્રત, અણુવ્રતોનું ઘણું ઉપકારી છે તેથી શ્રાવકોએ તેનું અવશ્ય પાલન કરવું યોગ્ય છે.
હવે ભોગોપભોગપરિમાણ નામનું ત્રીજું ગુણવ્રત કહે છેઃ —
અર્થઃ — જે પોતાની સંપદા અને સામર્થ્ય જાણી (વિચારી) ભોજન – તાંબૂલ – વસ્ત્ર આદિનું પરિમાણ – મર્યાદા કરે તે શ્રાવકને ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત હોય છે.
ભાવાર્થઃ — ભોજન – તાંબૂલ આદિ જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. તથા વસ્ત્ર – ઘરેણાં વગેરે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. તેમનું પરિમાણ યમરૂપ (જાવજીવ) પણ હોય છે તથા હરરોજના નિયમરૂપ પણ હોય છે. ત્યાં યથાશક્તિ પોતાનાં સાધન – સામગ્રીનો વિચાર કરી તેમનો યમરૂપ વા નિયમરૂપ પણ ત્યાગ કરે છે. તેમાં હરરોજ જરૂરિયાત જાણી તે અનુસાર (નિયમરૂપ) ત્યાગ કર્યા કરે, તે અણુવ્રતને ઘણો ઉપકારક છે.
હવે છતી (મોજૂદ) ભોગોપભોગની વસ્તુને છોડે છે તેની પ્રશંસા કરે છેઃ —
Page 194 of 297
PDF/HTML Page 218 of 321
single page version
અર્થઃ — જે પુરુષ છતી (પ્રાપ્ત – મોજૂદ) વસ્તુનો ત્યાગ કરે છે તેના વ્રતને દેવોના ઇન્દ્રો પણ અભિનંદે છે – પ્રશંસે છે, તથા અપ્રાપ્ત વસ્તુનો ત્યાગ તો એવો છે કે જેમ લાડુ તો હોય નહિ અને મનમાં સંકલ્પમાત્ર લાડુની કલ્પના કરી લાડુ ખાય તેવો છે. અહીં અણછતી વસ્તુ સંકલ્પમાત્ર છોડવી એ વ્રત તો છે, પરંતુ અલ્પ સિદ્ધિદાતા છે અર્થાત્ તેનું ફળ અલ્પ છે.
પ્રશ્નઃ — ભોગોપભોગપરિમાણને અહીં ત્રીજા ગુણવ્રતમાં ગણ્યું પણ તત્ત્વાર્થસૂત્રમાં ત્રીજું ગુણવ્રત, તો દેશવ્રત કહ્યું છે અને ભોગોપભોગપરિમાણવ્રતને ત્રીજા શિક્ષાવ્રતમાં ગણ્યું છે તેનું શું કારણ? તેનું સમાધાનઃ —
એ આચાર્યોની વિવક્ષાનું વિચિત્રપણું છે. સ્વામી સમંતભદ્રાચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં પણ અહીં કહ્યું છે તેમ જ કહ્યું છે – એમાં વિરોધ નથી. અહીં તો અણુવ્રતના ઉપકારકની અપેક્ષા લીધી છે અને ત્યાં (તત્ત્વાર્થસૂત્રમાં) સચિત્તાદિ ભોગ છોડવાની અપેક્ષા – મુનિવ્રતની શિક્ષા આપવાની અપેક્ષા લીધી છે એટલે એમાં કાંઈ વિરોધ નથી, એ પ્રમાણે ગુણવ્રતનું વ્યાખ્યાન કર્યું.*
अनुबृंहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः ।।६७।।
દિગ્વ્રત, અનર્થદંડવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત એ ત્રણ વ્રતો અણુવ્રતોને વધારવાના હેતુરૂપ હોવાથી તેને ગુણવ્રત કહે છે (રત્નકરંડશ્રાવકાચાર)
Page 195 of 297
PDF/HTML Page 219 of 321
single page version
હવે શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ સામાયિકશિક્ષાવ્રત કહે છેઃ —
અર્થઃ — પ્રથમ સામાયિક કરવામાં ક્ષેત્ર, કાળ, આસન, લય, મનશુદ્ધતા, વચનશુદ્ધતા અને કાયશુદ્ધતા એ સાત સામગ્રી જાણવા યોગ્ય છે.
હવે સામાયિકનું ક્ષેત્ર કહે છેઃ —
અર્થઃ — જ્યાં કલકલાટ શબ્દ હોય નહિ, જ્યાં ઘણા લોકોનું સંઘટ્ટન – આવરોજાવરો ન હોય, જ્યાં ડાંસ – મચ્છર – કીડી – ભ્રમરાદિ શરીરને
દિગ્વ્રત, દેશવ્રત, અનર્થદંડવિરત એ ત્રણ તથા સામાયિક, પ્રોષધોપવાસ, ભોગોપભોગપરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત વ્રતો સહિત ગૃહસ્થ વ્રતી હોય છે.(તત્ત્વાર્થસૂત્ર અ૦ ૭ સૂત્ર ૨૧)
Page 196 of 297
PDF/HTML Page 220 of 321
single page version
બાધાકારક જીવો ન હોય, એવું ક્ષેત્ર સામાયિક કરવા માટે યોગ્ય છે.
ભાવાર્થઃ — જ્યાં ચિત્તમાં ક્ષોભ ઉપજાવવાવાળાં કોઈ કારણો ન હોય ત્યાં સામાયિક કરવી.
હવે સામાયિકનો કાળ કહે છેઃ —
અર્થઃ — પૂર્વાહ્ન એટલે પ્રભાતકાળ, મધ્યાહ્ન એટલે દિવસનો મધ્ય વખત અને અપરાહ્ન એટલે દિવસનો પાછલો વખત (સંધ્યાસમય) એ ત્રણે કાળમાં છ છ ઘડીનો કાળ સામાયિકનો છે એમ વિનયસહિત નિઃસ્વ એટલે પરિગ્રહરહિતના ઇશ્વર ગણધરદેવે કહ્યું છે.
ભાવાર્થઃ — ત્રણ ઘડી પાછલી રાત્રિનો તથા ત્રણ ઘડી દિવસ ઊગ્યા પછીનો એમ છ ઘડીનો કાળ પૂર્વાહ્નકાળ છે, બીજા પહોરની પાછળની ત્રણ ઘડીથી માંડી ત્રીજા પહોરની શરૂઆતની ત્રણ ઘડી સુધી છ ઘડીનો મધ્યાહ્નકાળ છે તથા દિવસની છેલ્લી ત્રણ ઘડીથી માંડી રાત્રિની ત્રણ ઘડી સુધીનો છ ઘડીનો અપરાહ્નકાળ છે. એ સામાયિકનો ઉત્કૃષ્ટ કાળ છે. વળી (પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળ) એમ ત્રણે કાળમાં બબ્બે ઘડીનું સામાયિક પણ કહ્યું છે. એ પ્રમાણે ત્રણ કાળમાં છ ઘડી થાય છે.
હવે આસન, લય, તથા મન – વચન – કાયાની શુદ્ધતા કહે છેઃ —