Page 197 of 297
PDF/HTML Page 221 of 321
single page version
અર્થઃ — પર્યંકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપાર નહિ થવા અર્થે જિનવચનમાં એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક – વંદનાના પાઠના અર્થને ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી સર્વ સાવદ્યયોગ જે ઘર – વ્યાપારાદિ પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થઃ — આ શિક્ષાવ્રત છે. ત્યાં એ અર્થ સૂચિત છે કે જે સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ શિક્ષા શ્રાવકને પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોષધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેઃ —
Page 198 of 297
PDF/HTML Page 222 of 321
single page version
અર્થઃ — જે જ્ઞાની શ્રાવક એક પક્ષનાં આઠમ – ચૌદશ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રીસંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગોપભોગની વસ્તુને છોડી વૈરાગ્યભાવનારૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી ઉપવાસ વા એકભુક્તિ વા નીરસ આહાર કરે અથવા આદિશબ્દથી કાંજી કરે વા માત્ર ભાત – પાણી જ લે તેને પ્રોષધોપવાસ નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થઃ — જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપયોગથી નિવૃત્ત થઈ એકાન્તસ્થાનમાં ધર્મધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે સર્વ ઘરકાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગોપભોગસામગ્રી છોડી સાતમ અને તેરસના બે પહોર દિવસ પછી એકાન્તસ્થાનમાં બેસી ધર્મધ્યાન કરતો થકો સોળ પહોર સુધી મુનિની માફક રહે, તથા નોમ અને પૂર્ણિમા – અમાસના બે પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ત્યારે ઘરકાર્યમાં જોડાય તેને પૌષધવ્રત હોય છે. વળી આઠમ – ચૌદશના દિવસોમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એકવાર ભોજન કરે વા નીરસ કાંજી આદિ અલ્પ આહાર કરી ધર્મધ્યાનમાં સમય વીતાવે. એ પ્રમાણે આગળ પ્રોષધપ્રતિમામાં સોળ પહોર કહ્યું છે તેમ કરે. પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી તેથી સોળ પહોરનો નિયમ ન જાણવો. આ પણ મુનિવ્રતની શિક્ષા જ છે.
હવે અતિથિસંવિભાગ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છેઃ —
Page 199 of 297
PDF/HTML Page 223 of 321
single page version
અર્થઃ — જે જ્ઞાનીશ્રાવક, ઉત્તમ – મધ્યમ – જઘન્ય એ ત્રણ પ્રકારના પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધાઆદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી નવધાભક્તિસહિત થઈને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું અતિથિસંવિભાગશિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે? આહાર, અભય, ઔષધ અને શાસ્ત્રદાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક ધનાદિકના દાન કરતાં આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે. સર્વ સિદ્ધિસુખનું ઉપજાવવાવાળું છે.
ભાવાર્થઃ — ત્રણ પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ તો મુનિ, મધ્યમ અણુવ્રતીશ્રાવક તથા જઘન્ય અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે. વળી દાતારના શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ સાત ગુણો છે. વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે — આ લોકના ફળની વાંચ્છા વિનાનો, ક્ષમાવાન, કપટરહિત, અન્યદાતાની ઇર્ષારહિત, આપ્યા પછી તે સંબંધી વિષાદવિનાનો, આપ્યાના હર્ષવાળો, અને ગર્વવિનાનો એ પ્રમાણે પણ સાત ગુણો કહ્યા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદપ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ તથા આહારશુદ્ધિ એ પ્રમાણે નવધાભક્તિ છે. એ રીતે દાતારના ગુણોસહિત નવધાભક્તિપૂર્વક૧ પાત્રને રોજ ચાર પ્રકારનાં દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષાવ્રત હોય છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે — કે આપવાનું શીખે તે પ્રમાણે ૧. આ દાતારના સાત ગુણો તથા નવધાભક્તિ સંબંધી વિશેષ વર્ણન માટે જુઓ
Page 200 of 297
PDF/HTML Page 224 of 321
single page version
પોતાને મુનિ થયા પછી લેવાનું થશે.
હવે આહારાદિ દાનનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધદાનપૂર્વક શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમદાન છે.
ભાવાર્થઃ — અહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે.
હવે બે ગાથામાં આહારદાનનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — ભોજનદાન આપતાં ત્રણે દાન આપવા બરાબર થાય છે, કારણ કે પ્રાણીઓને ક્ષુધા – તૃષા નામનો રોગ દરરોજ લાગ્યા જ કરે છે. ભોજનના બળથી સાધુપુરુષ રાત્રિ-દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, ભોજન આપવાથી પ્રાણરક્ષા પણ થાય છે, એ પ્રમાણે ભોજનદાનથી
Page 201 of 297
PDF/HTML Page 225 of 321
single page version
ઔષધ – શાસ્ત્ર – અભય એ ત્રણે દાન આપ્યાં એમ સમજવું.
ભાવાર્થઃ — ભૂખ – તરસરોગ મટવાથી આહારદાન જ ઔષધદાન તુલ્ય થયું, આહારના બળથી સુખપૂર્વક શાસ્ત્રાભ્યાસ થવાથી જ્ઞાનદાન પણ એ જ (ભોજનદાન) થયું, તથા આહારથી જ પ્રાણોની રક્ષા થાય છે માટે એ જ અભયદાન થયું. એ પ્રમાણે એક ભોજનદાનમાં ત્રણે દાન ગર્ભિત થાય છે.
હવે ફરીથી દાનનું માહાત્મ્ય કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ (શ્રાવક) આલોક – પરલોકના ફળની વાંચ્છા- રહિત બની પરમભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે તે પુરુષ સર્વ સંઘને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રમાં સ્થાપ્યો. વળી ઉત્તમપાત્રવિશેષના અર્થે ઉત્તમભક્તિપૂર્વક એક દિવસ પણ આપેલું ઉત્તમદાન ઉત્કૃષ્ટ ઇન્દ્રપદનાં સુખને આપે છે.
ભાવાર્થઃ — દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે એટલે દાન આપવાવાળાએ મોક્ષમાર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમપાત્ર, દાતાની ઉત્તમભક્તિ અને ઉત્તમદાન એ બધી વિધિ મળી જતાં તેનું ઉત્તમ જ ફળ થાય છે – ઇન્દ્રાદિપદનું સુખ પ્રાપ્ત થાય છે.
Page 202 of 297
PDF/HTML Page 226 of 321
single page version
હવે ચોથું દેશાવકાશિક શિક્ષાવ્રત કહે છેઃ —
અર્થઃ — શ્રાવકે પહેલાં સર્વ દિશાઓનું પ્રમાણ કર્યું હતું તેમાં સંવરણ કરે – સંકોચ કરે તથા પહેલાં ઇન્દ્રિયોના વિષયો સંબંધી ભોગોપભોગપરિમાણ કર્યું હતું તેમાં પણ સંકોચ કરે. કેવી રીતે? તે કહે છે – વર્ષ આદિ, તથા દિવસ – દિવસ પ્રત્યે કાળની મર્યાદા સહિત કરે. તેનું પ્રયોજન કહે છે – અંતરંગમાં તો લોભ તથા કામ – ઇચ્છાના શમન એટલે ઘટાડવા અર્થે તથા બાહ્ય પાપ – હિંસાદિકને છોડવા અર્થે કરે તે શ્રાવકને આ ચોથું દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થઃ — પહેલાં દિગ્વ્રતમાં જે મર્યાદા કરી હતી તે તો નિયમરૂપ હતી અને હવે અહીં તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક ઘર – હાટ – ગામ વગેરે સુધીની ગમનાગમનની મર્યાદા કરે, તથા ભોગોપભોગવ્રતમાં પણ પહેલાં યમરૂપ ઇન્દ્રિયવિષયોની મર્યાદા કરી હતી તેમાં પણ કાળની મર્યાદાપૂર્વક નિયમ કરે. અહીં સત્તર નિયમ કહ્યા છે તેનું પાલન કરે, પ્રતિદિન મર્યાદા કર્યા કરે. આથી લોભ – તૃષ્ણા – વાંચ્છાનો સંકોચ (હાનિ) થાય છે તથા બાહ્ય હિંસાદિ પાપોની પણ હાનિ થાય છે. એ પ્રમાણે ચાર શિક્ષાવ્રત કહ્યાં. આ ચારે વ્રત શ્રાવકને યત્નથી અણુવ્રત તથા મહાવ્રત પાલન કરવાની શિક્ષારૂપ છે
Page 203 of 297
PDF/HTML Page 227 of 321
single page version
હવે અંત સંલ્લેખના સંક્ષેપમાં કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક, બાર વ્રતો સહિત અંત સમયે ઉપશમભાવોથી યુક્ત થઈ સંલેખના કરે છે તે સ્વર્ગનાં સુખ પામી અનુક્રમથી ઉત્કૃષ્ટ સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — કષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. ત્યાં શ્રાવક, બાર વ્રતોના પાલન સહિત પાછળથી મરણ સમય જાણતાં પ્રથમ સાવધાન થઈ, સર્વ વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડી કષાયોને ક્ષીણ કરી ઉપશમભાવરૂપ મંદકષાયી થાય તથા કાયાને અનુક્રમથી અનશન – ઊણોદર – નીરસાદિ તપોથી ક્ષીણ કરે. પ્રથમ એ પ્રમાણે કાયાને ક્ષીણ કરે તો શરીરમાં મળ – મૂત્રના નિમિત્તથી જે રોગ થાય છે તે ન થાય, અંતસમયમાં અસાવધાનતા ન થાય. એ પ્રમાણે સંલેખના કરે. અંતસમયે સાવધાન બની પોતાના સ્વરૂપમાં વા અરહંત – સિદ્ધપરમેષ્ઠિના સ્વરૂપચિંત્વનમાં લીન થઈ વ્રતરૂપ – સંવરરૂપ પરિણામ સહિત બન્યો થકો પર્યાયને છોડે, તો તે સ્વર્ગસુખને પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ આ જ વાંચ્છા રહે છે કે ‘મનુષ્ય થઈ વ્રત પાલન કરું’. એ પ્રમાણે અનુક્રમથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિજીવ દ્રઢચિત્ત બની એક પણ વ્રત અતિચાર
Page 204 of 297
PDF/HTML Page 228 of 321
single page version
રહિત નિર્મળ પાલન કરે તો તે નાના પ્રકારની ૠદ્ધિઓથી યુક્ત ઇન્દ્રપણાને નિયમથી પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — અહીં એક પણ વ્રત અતિચાર રહિત પાળવાનું ફળ ઇન્દ્રપણું નિયમથી કહ્યું. ત્યા એવો આશય જણાય છે કે સર્વ વ્રતોના પાલનના પરિણામ સમાનજાતિના છે; જ્યાં એક વ્રત દ્રઢચિત્તથી પાલન કરે ત્યાં તેના અન્ય સમાનજાતીય વ્રત પાલનનું અવિનાભાવિપણું એટલે ‘બધાંય વ્રત પાળ્યાં’ કહે છે. વળી આમ પણ છે કે — જો એક ત્યાગની આખડીને અંતસમયે દ્રઢચિત્તથી પકડી તેમાં પરિણામ લીન થતાં પર્યાય છૂટે તો તે કાળમાં અન્ય ઉપયોગના અભાવથી મહાન ધર્મધ્યાન સહિત અન્ય ગતિમાં ગમન થાય તો ઉચ્ચગતિમાં જ થાય એવો નિયમ છે. એવા આશયથી એક વ્રતનું માહાત્મ્ય કહ્યું છે, પણ અહીં એમ ન જાણવું કે એક વ્રત તો પાલન કરે અને અન્ય પાપ સેવ્યા કરે તો તેનું પણ ઉચ્ચફળ થાય છે. એ પ્રમાણે તો ચોરી છોડે અને પરસ્ત્રી સેવ્યા કરે
પરંતુ એમ નથી. એ પ્રમાણે બીજી વ્રતપ્રતિમાનું નિરૂપણ કર્યું. બાર ભેદોની અપેક્ષાએ આ ત્રીજો ભેદ થયો.
હવે ત્રીજી સામાયિકપ્રતિમાનું નિરૂપણ કરે છે.ઃ —
Page 205 of 297
PDF/HTML Page 229 of 321
single page version
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક બાર આવર્ત સહિત, ચાર પ્રણામ સહિત, બે નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે. આત્મા જેનો એવો ધીર – દ્રઢચિત્ત બનીને કાયોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્યમાત્ર શુદ્ધસ્વરૂપને ધ્યાવતો – ચિંતવતો રહે છે, વા જિનબિંબને ચિંતવતો રહે છે વા પરમેષ્ઠિવાચક પાંચ નમોકારને ચિંતવતો રહે છે, વા કર્મોદયના રસની જાતિને ચિંતવતો રહે છે તેને સામાયિકવ્રત હોય છે.
ભાવાર્થઃ — સામાયિકનું વર્ણન પહેલાં શિક્ષાવ્રતમાં કર્યું હતું કે ‘રાગદ્વેષ છોડી સમભાવપૂર્વક ક્ષેત્ર – કાળ – આસન – ધ્યાન – મનશુદ્ધિ – વચનશુદ્ધિ – કાયશુદ્ધિ સહિત કાળની મર્યાદા કરી એકાન્તસ્થાનમાં બેસી સર્વે સાવદ્યયોગનો ત્યાગ કરી ધર્મધ્યાનરૂપ પ્રવર્તે; એમ કહ્યું હતું. અહીં વિશેષ એ કહ્યું કે ‘કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે ત્યાં આદિ – અંતમાં બે નમસ્કાર કરે, ચાર દિશા સન્મુખ થઈ ચાર શિરોનતિ કરે, એક એક શિરોનતિમાં મન-વચન-કાયની શુદ્ધતાની સૂચનારૂપ ત્રણ ત્રણ એમ બાર આવર્ત કરે. એ પ્રમાણે કરી કાયાથી મમત્વ છોડી નિજસ્વરૂપમાં લીન થાય, વા જિનપ્રતિમામાં ઉપયોગને લીન કરે, વા પંચપરમેષ્ઠિવાચક અક્ષરોનું ધ્યાન કરે તથા (એમ કરતાં) ઉપયોગ કોઈ હરકત તરફ જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિંતવે કે આ શાતાવેદનીયનું ફળ છે, વા આ અશાતાવેદનીયની જાતિ છે, વા આ અંતરાયના ઉદયની જાતિ છે ઇત્યાદિ કર્મના ઉદયને ચિંતવે? આટલું વિશેષ કહ્યું. વળી આ પ્રમાણે પણ વિશેષ જાણવું કે — શિક્ષાવ્રતમાં તો મન-વચન-કાય સંબંધી કોઈ અતિચાર પણ લાગે છે, વા કાળની મર્યાદા આદિ ક્રિયામાં હીન-અધિક પણ થાય છે, અને અહીં પ્રતિમાની પ્રતિજ્ઞા છે તે તો અતિચાર રહિત શુદ્ધ પળાય છે, ઉપસર્ગાદિના નિમિત્તથી પ્રતિજ્ઞાથી ચળતો નથી એમ જાણવું. આના પાંચ અતિચાર છે. મન-વચન-કાયનું અસ્થિર થવું, અનાદર કરવો, ભૂલી જવું એ (પાંચ) અતિચાર ન લગાવે. એ પ્રમાણે બાર ભેદની અપેક્ષાએ આ સામાયિકપ્રતિમા ચોથો ભેદ થયો.
Page 206 of 297
PDF/HTML Page 230 of 321
single page version
હવે પ્રોષધપ્રતિમાનો ભેદ કહે છેઃ —
અર્થઃ — સાતમ અને તેરસના દિવસે બે પહોર પછી જિન- ચૈત્યાલયમાં જઇ સાયંકાળમાં સામાયિકાદિ ક્રિયાકર્મ કરી ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ઉપવાસ ગ્રહણ કરે, ઘરનો સમસ્ત વ્યાપાર છોડી ધર્મધ્યાનપૂર્વક સાતમ અને તેરશની રાત્રિ વ્યતીત કરે, આઠમ અને ચતુર્દશીના પ્રભાતમાં ઊઠી સામાયિક ક્રિયાકર્મ કરે અને તે દિવસ શાસ્ત્રાભ્યાસાદિ કરી ધર્મધ્યાનમાં વિતાવે. સાયંકાળમાં સામાયિકાદિ ક્રિયાકર્મ કરી રાત્રિ પણ એ જ પ્રમાણે ધર્મધ્યાનમાં ગાળે, નોમ અને
Page 207 of 297
PDF/HTML Page 231 of 321
single page version
પૂર્ણિમાના પ્રભાતકાળમાં સામાયિક, વંદનાદિ કરી – જિનપૂજનવિધાન કરી, ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે.
ભાવાર્થઃ — પહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે અહીં પણ જાણવી. ગૃહવ્યાપાર – ભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ કહ્યો નહોતો – અતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છે ઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી – મૂકવી, સૂવા – બેસવાનું સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર – અપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે.)
હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે.ઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ, આરંભનો ત્યાગ કરી ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા ભવોનાં સંચિત કરેલાં – બાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે.
ભાવાર્થઃ — કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક -પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક
Page 208 of 297
PDF/HTML Page 232 of 321
single page version
પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી નથી, એમ કહે છેઃ —
અર્થઃ — જે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે, પણ તેને લેશમાત્ર કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થઃ — જે વિષય – કષાય છોડ્યા વિના કેવળ આહારમાત્ર જ ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ સચિત્તને ભક્ષણ કરતો નથી, તેને સચિત્તવિરતિશ્રાવક કહે છે.
ભાવાર્થઃ — જીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય
Page 209 of 297
PDF/HTML Page 233 of 321
single page version
તો તે સચિત્તવિરતપ્રતિમા ધારક શ્રાવક છે.*
અર્થઃ — વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી, કારણ કે ખાવાવાળા અને ખવડાવવાવાળામાં કાંઈ વિશેષ (ભેદ) નથી. કૃત તથા કારિતનું ફળ એકસરખું છે તેથી જે વસ્તુ પોતે ન ખાય તે અન્યને પણ નહિ ખવડાવતાં જ સચિત્તત્યાગવ્રતનું પાલન થાય છે.
અર્થઃ — જે શ્રાવક સચિત્તનો ત્યાગ કરે છે તેણે, જેને જીતવી
અર્થ :—સૂકાવેલી, પકાવેલી, ખટાશ વા લવણથી મેળવેલી, યંત્રથી છિન્ન-ભિન્ન કરેલી તથા શોધેલી એવી બધીય લીલોતરી (હરિતકાય) પ્રાસુક એટલે જીવરહિત અચિત્ત થાય છે – કહેવાય છે.
Page 210 of 297
PDF/HTML Page 234 of 321
single page version
કઠણ છે એવી જીહ્વાઇન્દ્રિયને જીતી, દયાભાવ પ્રગટ કર્યો તથા જિનેશ્વરદેવના વચનનું પાલન કર્યું.
ભાવાર્થઃ — સચિત્તના ત્યાગમાં મોટો ગુણ છે, તેનાથી જીહ્વાઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પળાય છે તથા ભગવાનનાં વચનનું પાલન થાય છે; કારણ કે હરિતકાયાદિ સચિત્તમાં ભગવાને જીવ કહ્યા છે એ આજ્ઞા પાલન થઈ. સચિત્તમાં મળેલી વા સચિત્તથી બંધ – સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિક તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહિ તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાનું પાલન થાય છે. ભોગોપભોગવ્રત અને દેશાવકાશિકવ્રતમાં પણ સચિત્તનો ત્યાગ કહ્યો છે, પરંતુ ત્યાં નિરતિચાર – નિયમરૂપ (ત્યાગ) નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત્તત્યાગ નામની પાંચમી પ્રતિમાનું વા બાર ભેદોમાં છઠ્ઠા ભેદનું વર્ણન કર્યું.
હવે રાત્રિભોજનત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક રાત્રિ વિષે ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારને ભોગવતો નથી-ખાતો નથી તથા બીજાને તેવું ભોજન કરાવતો નથી તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી હોય છે.
ભાવાર્થઃ — માંસભક્ષણદોષ તથા બહુઆરંભી ત્રસઘાતદોષની અપેક્ષાએ રાત્રિભોજનનો ત્યાગ તો પહેલી – બીજી પ્રતિમામાં કરાવ્યો છે. પરંતુ ત્યાં તો કૃત-કારિત-અનુમોદના તથા મન-વચન-કાયાના કોઈ દોષ લાગે છે, તેથી શુદ્ધ ત્યાગ નથી અને અહીં તો (એ બધા દોષો ટાળી) શુદ્ધ ત્યાગ થાય છે, માટે તેને પ્રતિમા કહી છે.
Page 211 of 297
PDF/HTML Page 235 of 321
single page version
संवत्सरस्य मध्ये आरम्भं त्यजति रजन्याम् ।।३८३।।
અર્થઃ — જે પુરુષ રાત્રિભોજન છોડે છે તે એક વરસદહાડે છ માસના ઉપવાસ કરે છે, રાત્રિભોજનના ત્યાગથી ભોજનસંબંધી આરંભ પણ ત્યાગે છે તથા વ્યાપારાદિ સંબંધી આરંભ પણ છોડે છે. તેથી મહાન દયાપાલન કરે છે.
ભાવાર્થઃ — જે રાત્રિભોજન ત્યાગે છે તે વરસદહાડે છ માસના ઉપવાસ કરે છે તથા અન્ય આરંભનો પણ રાત્રિમાં ત્યાગ કરે છે. વળી અન્ય ગ્રન્થોમાં આ પ્રતિમામાં દિવામૈથુનત્યાગ એટલે દિવસમાં મન -વચન-કાય, કૃત-કારિત-અનુમોદના પૂર્વક સ્ત્રીસેવનનો ત્યાગ પણ કહ્યો છે. એ પ્રમાણે રાત્રિભોજનત્યાગ પ્રતિમાનું નિરૂપણ કર્યું. આ પ્રતિમા છઠ્ઠી છે તથા બાર ભેદોમાં સાતમો ભેદ છે.
હવે બ્રહ્મચર્યપ્રતિમાનું નિરૂપણ કરે છે.ઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક દેવાંગના, મનુષ્યણી, તિર્યંચણી અને ચિત્રામણની ઇત્યાદિ ચારે પ્રકારની બધીય સ્ત્રીઓનો મન
Page 212 of 297
PDF/HTML Page 236 of 321
single page version
-વચન-કાયાથી અભિલાષ ન કરે તે બ્રહ્મચર્યવ્રતનો ધારક થાય છે. કેવો છે તે? દાયનો પાલન કરવાવાળો છે
ભાવાર્થઃ — સર્વ સ્ત્રીઓનો મન-વચન-કાય તથા કૃત-કારિત -અનુમોદનાથી સર્વથા ત્યાગ કરે તે બ્રહ્મચર્યપ્રતિમા છે.
હવે આરંભવિરતિપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક ગૃહકાર્યસંબંધી કાંઈ પણ આરંભ કરતો નથી, અન્ય પાસે કરાવતો નથી તથા કોઈ કરતો હોય તેને ભલો જાણતો નથી તે નિશ્ચયથી આરંભત્યાગી હોય છે. કેવો છે તે? હિંસાથી ભયભીત છે મન જેનું એવો છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયાથી તથા કૃત-કારિત-અનુમોદનાથી ગૃહકાર્યના આરંભનો ત્યાગ કરે છે તે આરંભત્યાગ પ્રતિમાધારી શ્રાવક હોય છે. આ પ્રતિમા આઠમી છે અને બાર ભેદોમાં આ નવમો ભેદ છે.
હવે પરિગ્રહત્યાગપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક અભ્યંતર તથા બાહ્ય એવા બે પ્રકારના પરિગ્રહ, કે જે પાપના કારણરૂપ છે એમ માનતો થકો, આનંદપૂર્વક છોડે છે તે પરિગ્રહત્યાગી શ્રાવક હોય છે.
Page 213 of 297
PDF/HTML Page 237 of 321
single page version
ભાવાર્થઃ — આભ્યંતરપરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધીકષાય તથા અપ્રત્યાખ્યાનાવરણકષાય તો પહેલાં છૂટી ગયા છે, હવે પ્રત્યાખ્યાનાવરણ અને તેની સાથે લાગેલ હાસ્યાદિક તથા વેદને ઘટાડે છે, વળી બાહ્યથી ધન-ધાન્યાદિ સર્વનો ત્યાગ કરે છે, પરિગ્રહત્યાગમાં ઘણો આનંદ માને છે, કારણ કે જેને સાચો વૈરાગ્ય હોય છે તે પરિગ્રહને પાપરૂપ તથા મોટી આપદારૂપ દેખે છે અને તેના ત્યાગમાં ઘણું સુખ માને છે.
અર્થઃ — બાહ્યપરિગ્રહરહિત તો દરિદ્રમનુષ્ય સ્વભાવથી જ હોય છે એટલે એવા ત્યાગમાં આશ્ચર્ય નથી પણ આભ્યંતરપરિગ્રહને છોડવા માટે કોઈ પણ સમર્થ થતું નથી.
ભાવાર્થઃ — જે આભ્યંતરપરિગ્રહને છોડે છે તેની જ મહત્તા છે. સામાન્યપણે આભ્યંતરપરિગ્રહ મમત્વભાવ છે, એને જે છોડે છે તેને પરિગ્રહનો ત્યાગી કહીએ છીએ. એ પ્રમાણે પરિગ્રહત્યાગ પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. આ પ્રતિમા નવમી છે તથા બાર ભેદોમાં આ દશમો ભેદ છે.
હવે અનુમોદનવિરતિપ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક, પાપના મૂળ જે ગૃહસ્થનાં કાર્યો તેમાં, અનુમોદના ન કરે – કેવી રીતે? ‘જે ભવિતવ્ય છે તેમ જ થાય છે’ એવી ભાવના કરતો થકો — તે અનુમોદનવિરતિપ્રતિમાધારી શ્રાવક છે.
Page 214 of 297
PDF/HTML Page 238 of 321
single page version
ભાવાર્થઃ — આહારના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય – મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો’. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે.
અર્થઃ — જે પ્રયોજન વિના રાગ-દ્વેષ સહિત બની શુભ -અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃ — પોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન પુત્રજન્મપ્રાપ્તિ – વિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો, બાંધવો ઇત્યાદિક અશુભકાર્યો — એમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે રાગ-દ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે ‘જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે’. એવા પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર ભેદમાં અગિયારમો ભેદ કહ્યો.
હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ —
Page 215 of 297
PDF/HTML Page 239 of 321
single page version
અર્થઃ — જે શ્રાવક મન-વચન-કાયા તથા કૃત-કારિત -અનુમોદનાજન્ય નવ પ્રકારના દોષરહિત અર્થાત્ નવ કોટિએ શુદ્ધ આહાર ભિક્ષાચરણપૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચનારહિત ગ્રહણ કરે પણ યાચના પૂર્વક ન ગ્રહણ કરે, તેમાં પણ યોગ્ય (નિર્દોષ) ગ્રહણ કરે પણ સચિત્તાદિ દોષસહિત અયોગ્ય હોય તો ન ગ્રહણ કરે, તે ઉદ્દિષ્ટઆહારનો ત્યાગી છે.
ભાવાર્થઃ — જે ઘર છોડી મઠ – મંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહાર ન લે, યાચનાપૂર્વક ન લે તથા માંસાદિક વા સચિત્ત એવો અયોગ્ય આહાર ન લે, તે ઉદ્દિષ્ટવિરતિ શ્રાવક છે.
હવે ‘અંતસમયમાં શ્રાવક આરાધના કરે’ એમ કહે છેઃ —
અર્થઃ — જે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે તથા અંતસમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અચ્યુત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે.
ભાવાર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિશ્રાવક નિરતિચારપણે અગિયાર પ્રતિમારૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંતસમયે મરણકાળમાં દર્શન – જ્ઞાન – ચારિત્ર – તપ (એ ચાર) આરાધનાને આરાધે છે તે અચ્યુતસ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ, ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના બે ભેદ કહ્યા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્તરાથી સોરાવે (ક્ષૌર કરાવે), પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે વા પાત્રમાં પણ કરે,
Page 216 of 297
PDF/HTML Page 240 of 321
single page version
ત્યારે બીજા ભેદવાળો કેશોનો લોચ કરે. પ્રતિ-લેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે તથા કોપિન ધારણ કરે ઇત્યાદિક. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી. એ પ્રમાણે પ્રતિમા તો અગિયાર થઈ તથા બાર ભેદ કહ્યા હતા તેમાં આ શ્રાવકનો બારમો ભેદ થયો.
હવે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર શ્રાવકસંબંધી થોડુંક કથન લખ્યું છે, તે સંક્ષેપમાં લખીએ છીએઃ —
છઠ્ઠી પ્રતિમા સુધી તો જઘન્ય શ્રાવક કહ્યો છે, સાતમી, આઠમી અને નવમી પ્રતિમાધારકને મધ્યમ શ્રાવક કહ્યો છે, તથા દશમી – અગિયારમી પ્રતિમાધારકને ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યો છે. વળી કહ્યું છે કે સમિતિ સહિત પ્રવર્તે તો અણુવ્રત સફળ છે. પણ સમિતિ રહિત પ્રવર્તે તો વ્રતપાલન કરતો હોવા છતાં અવ્રતી છે.
પ્રશ્નઃ — ગૃહસ્થને અસિ, મસિ, કૃષિ, વાણિજ્યના આરંભમાં ત્રસ – સ્થાવર જીવોની હિંસા થાય છે, તો ત્રસહિંસાનો ત્યાગ તેનાથી કેવી રીતે બને? તેનું સમાધાનઃ —
પક્ષ, ચર્યા અને સાધકતા એમ શ્રાવકની ત્રણ પ્રવૃત્તિ કહી છે. ત્યાં પક્ષનો ધારક છે તેને પાક્ષિક શ્રાવક કહે છે. ચર્યાના ધારકને નૈષ્ઠિક શ્રાવક કહે છે, તથા સાધકતાના ધારકને સાધક શ્રાવક કહે છે. ત્યાં પક્ષ તો આ પ્રમાણે છે કે — જૈનમાર્ગમાં ત્રસહિંસાના ત્યાગીને શ્રાવક કહ્યો છે તેથી હું મારા પ્રયોજનને માટે વા પરના પ્રયોજનને માટે ત્રસજીવોને હણું નહિ, ધર્મને માટે, દેવતાને માટે, મંત્રસાધનને માટે, ઔષધને માટે, આહારને માટે તથા અન્ય ભોગોને માટે હણું નહિ એવો પક્ષ જેને હોય તે પાક્ષિક છે. અસિ – મસિ – કૃષિ અને વાણિજ્યાદિ કાર્યોમાં તેનાથી હિંસા તો થાય છે તોપણ મારવાનો અભિપ્રાય નથી, માત્ર પોતાના કાર્યનો અભિપ્રાય છે, ત્યાં જીવઘાત થાય છે તેની આત્મનિંદા કરે છે. એ પ્રમાણે ત્રસહિંસા નહિ કરવાના પક્ષમાત્રથી તેને પાક્ષિક કહીએ છીએ. અહીં અપ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયના પરિણામ છે માટે તે અવ્રતી જ છે, વ્રતપાલનની ઇચ્છા છે