Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 392-412.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 17

 

Page 217 of 297
PDF/HTML Page 241 of 321
single page version

પણ નિરતિચાર વ્રત પાલન થતાં નથી, તેથી તેને પાક્ષિક જ કહ્યો છે.
વળી નૈષ્ઠિક થાય છે ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પળાય છે.
આને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થયો છે તેથી પાંચમા
ગુણસ્થાનની પ્રતિમા અતિચાર રહિત પળાય છે. ત્યાં
પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર
મંદ ભેદોથી અગિયાર પ્રતિમાના ભેદ છે.
જેમ જેમ કષાય મંદ થતો જાય તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા
થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામિપણું છોડી ગૃહકાર્ય
તો પુત્રાદિકને સોંપે તથા પોતે કષાયહાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા
અંગીકાર કરતો જાય. જ્યાં સુધી સકલસંયમ ન ગ્રહણ કરે ત્યાં સુધી
અગિયારમી પ્રતિમા સુધી નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જ્યારે મરણકાળ
આવ્યો જાણે ત્યારે આરાધન સહિત થઈ, એકાગ્રચિત્ત કરી, પરમેષ્ઠીના
ચિંતવનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું
વ્યાખ્યાન છે.
વળી કહ્યું છે કે ગૃહસ્થ, દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના છ ભાગ
કરે. એક ભાગ તો ધર્મના અર્થે આપે, એક ભાગ કુટુંબના પોષણમાં
આપે, એક ભાગ પોતાના ભોગમાં ખરચ કરે, એક ભાગ પોતાના
સ્વજનસમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડાર
તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન વા પ્રભાવનામાં અથવા કાળ
દુકાળમાં કામ આવે. એ પ્રમાણે કરવાથી ગૃહસ્થને આકુળતા ઊપજે
નહિ અને ધર્મ સાધી શકાય. અહીં સંસ્કૃતટીકાકારે ઘણું કથન કર્યું છે
તથા પહેલાંની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોનાં કથન સધાય છે. કથન
ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું, અહીં તો ગાથાનો જ અર્થ
સંક્ષેપમાં લખ્યો છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે રયણસાર,
વસુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકરંડશ્રાવકાચાર, પુરુષાર્થસિદ્ધિયુપાય,
અમિતગતિશ્રાવકાચાર અને પ્રાકૃતદોહાબંધશ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી
જાણવું. અહીં સંક્ષેપમાં કથન કર્યું છે. એ પ્રમાણે બારભેદરૂપ
શ્રાવકધર્મનું વર્ણન કર્યું.

Page 218 of 297
PDF/HTML Page 242 of 321
single page version

હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છેઃ
जो रयणत्तयजुत्तो खमादिभावेहिं परिणदो णिच्चं
सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ।।३९२।।
यः रत्नत्रययुक्तः क्षमादिभावैः परिणतः नित्यम्
सर्वत्र अपि मध्यस्थः सः साधुः भण्यते धर्मः ।।३९२।।
અર્થઃજે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચયવ્યવહારરૂપ
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ
ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્યનિરંતર પરિણત હોય, સુખ
દુઃખ, તૃણકંચન, લાભઅલાભ, શત્રુમિત્ર, નિન્દાપ્રસંશા અને
જીવનમરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગ-
દ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કારણ કે
જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે.
ભાવાર્થઃઅહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર
છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરન્તુ
અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું
વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છેઃ
सो चेव दहपयारो खमादिभावेहिं सुक्खसारेहिं
ते पुण भणिज्जमाणा मुणियव्वा परमभत्तीए ।।३९३।।
सः च एव दशप्रकारः क्षमादिभावैः सौख्यसारैः
ते पुनः भण्यमानाः ज्ञातव्याः परमभक्त्या ।।३९३।।
અર્થઃતે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે
તે? સૌખ્યસાર એટલો તેનાથી સુખ થાય છે અથવા તેનામાં સુખ છે
અથવા સુખથી સારરૂપ છે
એવો છે. હવે કહેવામાં આવનાર દસ
પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.

Page 219 of 297
PDF/HTML Page 243 of 321
single page version

ભાવાર્થઃઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ,
તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યએવા દસ પ્રકારના મુનિધર્મ છે.
તેમનું જુદું જુદું વ્યાખ્યાન હવે કરે છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમાધર્મ કહે છેઃ
कोहेण जो ण तप्पदि सुरणरतिरिएहिं कीरमाणे वि
उवसग्गे वि रउद्दे तस्स खमा णिम्मला होदि ।।३९४।।
क्रोधेन यः न तप्यते सुरनरतिर्यग्भिः क्रियमाणे अपि
उपसर्गे अपि रौद्रै तस्य क्षमा निर्मला भवति ।।३९४।।
અર્થઃજે મુનિ દેવમનુષ્યતિર્યંચાદિ દ્વારા રૌદ્ર ભયાનક ઘોર
ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તપ્તાયમાન ન થાય તે મુનિને નિર્મલ
ક્ષમા હોય છે.
ભાવાર્થઃજેમ શ્રીદત્તમુનિ વ્યંતરદેવકૃત ઉપસર્ગને જીતી
કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, ચિલાતીપુત્રમુનિ વ્યંતરકૃત ઉપસર્ગને
જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, સ્વામિકાર્તિકેયમુનિ ક્રોંચરાજાકૃત ઉપસર્ગને જીતી
દેવલોક ગયા, ગુરુદત્તમુનિ કપિલબ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા,
શ્રીધન્યમુનિ ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા,
પાંચસો મુનિ દંડકરાજાકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને (મોક્ષને) પ્રાપ્ત થયા,
ગજસુકુમારમુનિ પાંશુલશ્રેષ્ઠિકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા,
ચાણક્ય આદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા,
સુકુમાલમુનિ શિયાલણીકૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા, શ્રેષ્ઠિના
બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભધ્યાન કરી મરીને દેવ થયા,
સુકૌશલમુનિ વાઘણકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા તથા
શ્રીપણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, તેમ દેવ
મનુષ્યપશુ
અને અચેતનકૃત ઉપસર્ગ સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ
ક્ષમા થઈ. એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઊપજે
ત્યારે ઉત્તમ ક્ષમા હોય છે.

Page 220 of 297
PDF/HTML Page 244 of 321
single page version

ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા
દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે?
એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી એ તો જાણ્યા
વિના કહે છે ત્યાં અજ્ઞાની ઉપર કોપ શો કરવો?એમ વિચારી ક્ષમા
કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ
પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ
પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને
આ તો કુવચન જ કહે છે
તાડતો નથી એ જ ભલું છે, વળી જો
તાડન કરે તો આમ વિચારવું કેબાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે
અને આ તો માત્ર તાડન જ કરે છે, પણ પ્રાણઘાત તો નથી કર્યો
એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો એમ વિચારવું કે અજ્ઞાની તો
ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે, પણ
ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ
ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગ
ફળ છે. આ મારો જ અપરાધ
છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના
નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.
હવે ઉત્તમ માર્દવધર્મ કહે છેઃ
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि
अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।।३९५।।
उत्तमज्ञानप्रधानः उत्तमतपश्चरणक रणशीलः अपि
आत्मानं यः हीलति मार्दवरत्नं भवेत् तस्य ।।३९५ ।।
અર્થઃજે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ
તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ પોતાના આત્માને મદરહિત
કરે
અનાદરરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.
ભાવાર્થઃસકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ
જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ

Page 221 of 297
PDF/HTML Page 245 of 321
single page version

મનઃપર્યયજ્ઞાની છે, કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું?
અલ્પજ્ઞ છું. વળી ઉત્તમતપ કરે તોપણ તેનો મદ ન કરે, પોતે સર્વ
જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય અને તપ આદિ વડે સર્વથી મોટો છે
તોપણ પરકૃત અપમાનને પણ સહન કરે છે, પરંતુ ત્યાં ગર્વ કરી કષાય
ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હવે ઉત્તમ આર્જવધર્મ કહે છેઃ
जो चिंतेइ ण वंकं कुणदि ण वंकं ण जंपए वंकं
ण य गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।।३९६।।
यः चिन्तयति न वक्रं करोति न वक्रं न जल्पते वक्रम्
न च गोपायति निजदोषं आर्जवधर्मः भवेत् तस्य ।।३९६।।
અર્થઃજે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે,
વચનથી વક્રતા ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિછુપાવે નહિ
તે મુનિને ઉત્તમ આર્જવધર્મ હોય છે.
ભાવાર્થઃમન-વચન-કાયામાં સરળતા હોય અર્થાત્ જે મનમાં
વિચારે, તે જ વચનથી કહે અને તે જ કાયાથી કરે, પણ બીજાને
ભુલવણીમાં નાખવા-ઠગવા અર્થે વિચાર તો કાંઈ કરવો અને કહેવું બીજું
તથા કરવું વળી કાંઈ બીજું, ત્યાં માયાકષાય પ્રબળ હોય છે. એમ ન
કરે પણ નિષ્કપટ બની પ્રવર્તે, પોતાનો દોષ છુપાવે નહિ પણ જેવો હોય
તેવો બાળકની માફક ગુરુની પાસે કહે ત્યાં ઉત્તમ આર્જવધર્મ હોય છે.
હવે ઉત્તમ શૌચધર્મ કહે છેેઃ
समसंतोसजलेण य जो धोवदि तिह्णलोहमलपुंजं
भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।।३९७।।
समसन्तोषजलेन च यः धोवति तृष्णालोभमलपुंजम्
भोजनगृद्धिविहीनः तस्य शौचं भवेत् विमलम् ।।३९७।।
અર્થઃજે મુનિ સમભાવ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણામ અને

Page 222 of 297
PDF/HTML Page 246 of 321
single page version

સંતોષ અર્થાત્ સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને
ધોવે છે, ભોજનની ગૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું
ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થઃતૃણકંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા
સંતોષસંતુષ્ટપણુંતૃપ્તભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું
એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત
દ્રવ્યાદિકમાં અતિ લિપ્તપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ
ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય
જ છે, પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહના રાખે નહિ, લાભ
અલાભ, સરસનીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે.
વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો
લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ
છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન
મિત્રાદિ સંબંધી એમ
બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે.
જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છેઃ
जिणवयणमेव भासदि तं पालेदुं असक्कमाणो वि
ववहारेण वि अलियं ण वददि जो सच्चवाई सो ।।३९८।।
जिनवचनं एव भाषते तत् पालयितुं अशक्यमानः अपि
व्यवहारेण अपि अलीकं न वदति यः सत्यवादी सः ।।३९८।।
અર્થઃજે મુનિ જિનસૂત્રઅનુકૂળ જ વચન કહે, વળી તેમાં
જે આચારાદિ કહ્યાં છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ
અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે
તે મુનિ સત્યવાદી છે અને તે જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થઃજૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય
તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય, એટલે

Page 223 of 297
PDF/HTML Page 247 of 321
single page version

તેને અન્ય પ્રકારથી કહેજેમ છે તેમ ન કહે, પોતાનું માનભંગ થાય
તેથી જેમ તેમ કહે. વળી વ્યવહાર જે ભોજનાદિ વ્યાપાર તથા પૂજા
પ્રભાવનાદિ વ્યવહાર તેમાં પણ જિનસૂત્ર અનુસાર વચન કહે પણ
પોતાની ઇચ્છાનુસાર જેમ તેમ ન કહે. અહીં દસ પ્રકારથી સત્યનું વર્ણન
છે
નામસત્ય, રૂપસત્ય, સ્થાપનાસત્ય, પ્રતીતિસત્ય, સંવૃત્તિસત્ય,
સંયોજનાસત્ય, જનપદસત્ય, દેશસત્ય, ભાવસત્ય તથા સમયસત્ય. હવે
મુનિરાજનો મુનિજનની તથા શ્રાવકની સાથે વચનાલાપરૂપ વ્યવહાર છે
ત્યાં ઘણો વચનાલાપ થાય તોપણ સૂત્રસિદ્ધાન્તાનુસાર આ દસ પ્રકારથી
સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે.
૧. ગુણ વિના પણ વક્તાની ઇચ્છાથી કોઈ વસ્તુનું નામસંજ્ઞા
કરવામાં આવે તે નામસત્ય છે.
૨. રૂપમાત્રથી કહેવામાં આવે અર્થાત્ ચિત્રમાં જેમ કોઈનું રૂપ
આલેખી કહેવામાં આવે કે ‘આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે; તે
રૂપસત્ય છે.
૩. કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે
સ્થાપનાસત્ય છે.
૪. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે
પ્રતીતિસત્ય છે. જેમ ‘તાલ’ એવું પરિમાણ વિશેષ છે. તેના આશ્રયથી
કહેવામાં આવે કે ‘આ તાલપુરુષ છે’, અથવા લાંબા કહે તો નાનાની
પ્રતીતિ (આશ્રય) કરીને કહે.
૫. લોકવ્યવહારના આશ્રયથી કહે તે સંવૃત્તિસત્ય છે. જેમ
કમળની ઉત્પત્તિનાં અનેક કારણો છે તો પણ પંકમાં થયું છે માટે પંકજ
કહીએ છીએ.
૬. વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજનાસત્ય છે. જેમ
દશલક્ષણનું મંડલ કરે તેમાં અનુક્રમપૂર્વક ચૂર્ણના કોઠા કરે અને કહે આ
ઉત્તમ ક્ષમાનો (કોઠો) છે, ઇત્યાદિ જોડરૂપ નામ કહે,
અથવા બીજું દ્રષ્ટાન્તઃ જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા

Page 224 of 297
PDF/HTML Page 248 of 321
single page version

સ્થાપી લીધી છે એટલે જ્યાં જેવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે.
૭. જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદસત્ય છે.
૮. ગામ
નગરાદિનું ઉપદેશક વચન તે દેશસત્ય છે. જેમ ચોતરફ
વાડ હોય તેને ગામ કહે છે.
૯. છદ્મસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમાદિક પાલન અર્થે જે
વચન બોલાય તે ભાવસત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છદ્મસ્થના જ્ઞાનથી
અગોચર જીવ હોય તોપણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહિ દેખવાથી
આગમઅનુસાર કહે કે ‘આ પ્રાસુક છે’.
૧૦. આગમગોચર વસ્તુને આગમનાં વચનાનુસાર કહેવી તે
સમયસત્ય છે. જેમ પલ્યસાગર ઇત્યાદિ કહેવા.
આ દસ પ્રકારનાં સત્યનું કથન ગોમ્મટસારમાં પણ છે. ત્યાં સાત
નામ તો આમાં છે તે જ છે તથા ત્રણ નામ-દેશ, સંયોજના અને
સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે અને
ઉદાહરણ અન્ય પ્રકારથી છે. એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ
નથી.
એ પ્રમાણે જિનસૂત્રાનુસાર સત્યવચનની પ્રવૃત્તિ કરે તેને (ઉત્તમ)
સત્યધર્મ હોય છે.
હવે ઉત્તમ સંયમધર્મ કહે છેઃ
जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु
तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स ।।३९९।।
जणवदसम्मदिठवणाणामे रूवे पडुच्चववहारे
संभावणे य भावे उवमाए दसविहं सच्चं ।।
(ગો. જીવ. ગા. ૨૨૨)
અર્થ :—જનપદમાં, સંવૃત્તિ વા સમ્મતિમાં, સ્થાપનામાં, નામમાં, રૂપમાં,
પ્રતીત્યમાં, વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં, ઉપમામાંએવા દસ સ્થાનોમાં
દસ પ્રકારથી સત્ય જાણવાં. (આ દસ સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગો.
જી. ગા. ૨૨૩
૨૨૪ની ટીકા)

Page 225 of 297
PDF/HTML Page 249 of 321
single page version

यः जीवरक्षणपरः गमनागमनादिसर्वकार्येषु
तृणच्छेदं अपि न इच्छति संयमधर्मः भवेत् तस्य ।।३९९।।
અર્થઃજે મુનિ, જીવોની રક્ષામાં તત્પર વર્તતો થકો,
ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદમાત્ર પણ ન ઇચ્છે, ન કરે
તે મુનિને ઉત્તમ સંયમધર્મ હોય છે.
ભાવાર્થઃસંયમ બે પ્રકારનો કહ્યો છેઃ ઇન્દ્રિય મનનું વશ
કરવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. મુનિને આહારવિહારાદિ
કરવામાં ગમન
આગમનાદિ કામ કરવું પડે છે પણ તે કાર્યો કરતાં
એવા પરિણામ રહ્યા કરે કે ‘હું તૃણમાત્રનો પણ છેદ ન કરું, મારા
નિમિત્તે કોઈનું અહિત ન થાઓ’. એવા યત્નરૂપ પ્રવર્તે છે, જીવદયામાં
જ તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે તે અહીં
ટીકાકાર સંક્ષેપમાં કહે છેઃ
સંયમ બે પ્રકારનો છેઃ એક ઉપેક્ષાસંયમ તથા બીજો
અપહૃતસંયમ. ત્યાં જે સ્વભાવથી જ રાગ-દ્વેષને છોડી ગુપ્તિધર્મમાં
કાયોત્સર્ગ
ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષાસંયમ કહે છે. ‘ઉપેક્ષા’ નામ
ઉદાસીનતા વા વીતરાગતાનું છે. બીજા અપહૃતસંયમના ત્રણ ભેદ છેઃ
ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ત્યાં ચાલતાં
બેસતાં જો જીવ દેખાય તો
તેને ટાળીને જાય પણ જીવને સરકાવે નહિ તે ઉત્કૃષ્ટ છે, કોમળ
મોરપીંછીથી જીવને સરકાવે તે મધ્યમ છે તથા અન્ય તૃણાદિકથી સરકાવે
તે જઘન્ય છે. અહીં અપહૃતસંયમીને પાંચ સમિતિનો ઉપદેશ છે. ત્યાં
આહાર-વિહાર અર્થે ગમન કરે તો પ્રાસુકમાર્ગ જોઈ જુડાપ્રમાણ (ચાર
હાથ) ભૂમિને જોઈ મંદ મંદ અતિ યત્નાચારપૂર્વક ગમન કરે તે
ઇર્યાસમિતિ છે; ધર્મોપદેશાદિ અર્થે વચન કહે તો હિતરૂપ, મર્યાદાપૂર્વક
અને સંદેહરહિત સ્પષ્ટ અક્ષરરૂપ વચન કહે, અતિ પ્રલાપાદિ વચનના
દોષરહિત બોલે તે ભાષાસમિતિ છે; કાયાની સ્થિતિ અર્થે આહાર કરે,
તે પણ મન-વચન-કાય-કૃત-કારિત-અનુમોદના દોષ જેમાં ન લાગે એવો,
પરનો આપેલો, છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષ

Page 226 of 297
PDF/HTML Page 250 of 321
single page version

રહિત, પોતાના કરપાત્રમાં, ઊભા ઊભા, અતિ યત્નપૂર્વક શુદ્ધઆહાર કરે
તે એષણાસમિતિ છે; અતિ યત્નાચારપૂર્વક ભૂમિને જોઈને ધર્મનાં
ઉપકરણો ઉઠાવવાં મૂકવાં તે આદાનનિક્ષેપણસમિતિ છે ત્રસ
સ્થાવરજીવોને જોઈટાળી યત્નપૂર્વક શરીરનાં મળમૂત્રાદિને ક્ષેપવાં
(નાખવાંદાટવાં) તે પ્રતિષ્ઠાપના સમિતિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ
પાલન કરે તેનાથી સંયમ પળાય છે. (સિદ્ધાન્તમાં) એમ કહ્યું છે કે
જો યત્નાચારપૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય
તોપણ તેને બંધ નથી, તથા યાત્નાચારરહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ
મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે.
વળી અપહૃતસંયમના પાલન અર્થે આઠ વિશુદ્ધિઓનો ઉપદેશ છે.
૧. ભાવશુદ્ધિ, ૨. કાયશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. ઇર્યાપથશુદ્ધિ, ૫.
ભિક્ષાશુદ્ધિ, ૬. પ્રતિષ્ઠાપનાશુદ્ધિ, ૭. શયનાસનશુદ્ધિ તથા ૮. વાક્યશુદ્ધિ.
તેમાં ભાવશુદ્ધિ તો કર્મના ક્ષયોપશમજનિત છે, એ વિના આચાર પ્રગટ
થતો નથી; જેમ શુદ્ધ ઉજ્જ્વળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન દેખાય છે
તેમ. વળી દિગમ્બરરૂપ, સર્વવિકારો રહિત, યત્નપૂર્વક પ્રવૃત્તિ છે જેમાં
એવી, શાન્ત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઊપજે અને પોતે પણ નિર્ભય
રહે એવી કાયશુદ્ધિ છે. જ્યાં અરહંતાદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ
રહેવું એવી વિનયશુદ્ધિ છે. જીવોનાં સર્વ સ્થાન મુનિ જાણે છે તેથી પોતાના
જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી નેત્રઇન્દ્રિય વડે માર્ગમાં અતિ યત્નપૂર્વક જોઈને
ચાલવું તે ઇર્યાપથશુદ્ધિ છે. ભોજન માટે જતાં પહેલાં પોતાના મળ-મૂત્રની
બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે. આચારસૂત્રમાં
કહ્યા પ્રમાણે દેશ
કાળસ્વભાવનો વિચાર કરે, આટલી જગ્યાએ આહાર
માટે પ્રવેશ કરે નહિજ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય
તેના ઘેર જાય નહિ, પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહિ, જ્યાં મૃત્યુ થયું
હોય ત્યાં જાય નહિ, વેશ્યાના ઘરે જાય નહિ, જ્યાં પાપકર્મ
હિંસાકર્મ થતું
હોય ત્યાં જાય નહિ, દીનના ઘરે, અનાથના ઘરે, દાનશાળામાં,
યજ્ઞશાળામાં, યજ્ઞપૂજનશાળામાં તથા વિવાહાદિ મંગળ જ્યાં હોય તેના ઘરે
આહાર અર્થે જાય નહિ, ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ

Page 227 of 297
PDF/HTML Page 251 of 321
single page version

વિચારે નહિ, લોકનિંદ્ય કુળના ઘરે જાય નહિ, દીનવૃત્તિ કરે નહિ,
આગમમાં કહ્યા પ્રમાણે દોષ
અંતરાય ટાળી નિર્દોષ પ્રાસુક આહાર લે તે
ભિક્ષાશુદ્ધિ છે. ત્યાં લાભઅલાભ, સરસનીરસમાં સમાનબુદ્ધિ રાખે.
એવી ભિક્ષા પાંચ પ્રકારની કહી છે. ૧. ગોચરી, ૨. અક્ષમ્રક્ષણ,
૩. ઉદરાગ્નિપ્રશમન, ૪. ભ્રમરાહાર, ૫. ગર્તપૂરણ. ત્યાં ગાયની માફક
દાતારની સંપદાદિ તરફ નહિ જોતાં જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં
જ ચિત્ત રાખે તે ગોચરીવૃત્તિ છે, જેમ ગાડીને વાંગિ (ઊંજણ કરી) ગામ
પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે
તે અક્ષમ્રક્ષણવૃત્તિ છે. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી
ઘરને બચાવે તેમ ક્ષુધાઅગ્નિને સરસ
નીરસ આહારથી બુઝાવી પોતાના
પરિણામ ઉજ્જ્વળ રાખે તે ઉદરાગ્નિપ્રશમનવૃત્તિ છે. ભમરો જેમ ફૂલને
બાધા ન પહોંચે અને વાસના લે તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા
સિવાય આહાર લે તે ભ્રમરાહારવૃત્તિ છે. તથા જેમ ગર્તને એટલે ખાડાને
જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ
બેસ્વાદ
આહારથી ઉદરને ભરે તે ગર્તપૂરણવૃત્તિ છે.એ પ્રમાણે ભિક્ષાશુદ્ધિ છે.
જીવોને જોઈ યત્નપૂર્વક મળ-મૂત્ર-શ્લેષ્મ-થૂંક વગેરે ક્ષેપણ કરે તે
પ્રતિષ્ઠાપનાશુદ્ધિ છે. જ્યાં સ્ત્રી, દુષ્ટ જીવ, નપુંસક, ચોર, મદ્યપાની અને
જીવવધ કરવાવાળા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં (મુનિ) ન વસે તે
શયનાસનશુદ્ધિ છે; વળી શ્રૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેષ ધારનારી
એવી વેશ્યાદિકની જ્યાં ક્રીડા હોય, સુંદર ગીત, નૃત્ય, વાજિંત્ર જ્યાં થતાં
હોય, જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુહ્યપ્રદેશ જેમાં દેખાય એવાં ચિત્ર
હોય, જ્યાં હાસ્ય-મહોત્સવ, ઘોડા આદિને શિક્ષા આપવાનું સ્થાન હોય,
વ્યાયામભૂમિ હોય તથા જેનાથી ક્રોધાદિક ઊપજી આવે એવા ઠેકાણે મુનિ
ન વસે તે પણ શયનાસનશુદ્ધિ છે; જ્યાં સુધી કાયોત્સર્ગપૂર્વક ઊભા
રહેવાની શક્તિ હોય ત્યાં સુધી સ્વરૂપમાં લીન બની ઊભા રહે પછી બેસે
તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પ કાળ સૂવે (તે પણ શયનાસનશુદ્ધિ
છે). જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે પણ યુદ્ધ
કામકર્કશ
પ્રલાપપૈશૂન્ય
કઠોરપરપીડાકારક વચન ન પ્રવર્તે, અનેક વિકથારૂપ

Page 228 of 297
PDF/HTML Page 252 of 321
single page version

વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી
હિત થાય એવાં મીઠાં
મનોહરવૈરાગ્યહેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા
રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાક્યશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ
છે. સંયમના પાંચ ભેદ કહ્યા છેઃ સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર-
વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ
વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છેઃ
इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो
विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स ।।४००।।
इहपरलोकसुखानां निरपेक्षः यः करोति समभावः
विविधं कायक्लेशं तपोधर्मः निर्मलः तस्य ।।४००।।
અર્થઃજે મુનિ આલોકપરલોકના સુખની અપેક્ષારહિત તથા
સુખદુઃખ, શત્રુમિત્ર, તૃણકંચન અને નિંદાપ્રસંશાદિમાં રાગ-દ્વેષ-
રહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે, તે મુનિને નિર્મલ
અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
ભાવાર્થઃચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ
કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં
વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે.
પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે
છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યંતર ભેદથી બાર
પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ
પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું.
હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છેઃ
जो चयदि मिट्ठभोज्जं उवयरणं रायदोससंजणयं
वसदिं ममत्तहेदुं चायगुणो सो हवे तस्स ।।४०१।।

Page 229 of 297
PDF/HTML Page 253 of 321
single page version

यः त्यजति मिष्टभोज्यं उपकरणं रागद्वेषसंजनकम्
वसतिं ममत्वहेतुकां त्यागगुणः सः भवेत् तस्य ।।४०१।।
અર્થઃજે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ-દ્વેષને ઉપજાવવાવાળાં
ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે,
તે મુનિને (ઉત્તમ) ત્યાગધર્મ હોય છે.
ભાવાર્થઃસંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને
પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને
કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસ
નીરસમાં મમત્વ કરતા
નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મોપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે
એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી
વસતિ
રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે
જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે (ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો.
હવે ઉત્તમ આકિંચન્યધર્મને કહે છેઃ
तिविहेण जो विवज्जदि चेयणमियरं च सव्वहा संगं
लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स ।।४०२।।
त्रिविधेन यः वर्जयति चेतनं इतरं च सर्वथा सङ्गम्
लोकव्यवहारविरतः निर्ग्रन्थत्वं भवेत् तस्य ।।४०२।।
અર્થઃજે મુનિ મન-વચન-કાયકૃત-કારિત-અનુમોદના પૂર્વક
સર્વ ચેતનઅચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છેકેવો થતો થકો?
લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છેતે મુનિને નિર્ગ્રન્થપણું
હોય છે.
ભાવાર્થઃમુનિ અન્ય પરિગ્રહ તો છોડે જ છે, પરંતુ
મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તક
-પીંછી-કમંડલ
આદિ ધર્મોપકરણ અને આહારવસતિકાદેહ એમનાથી
સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે ‘હું તો એક આત્મા જ

Page 230 of 297
PDF/HTML Page 254 of 321
single page version

છુંઅન્ય મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું’એવું નિર્મમત્વ થાય
તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છેઃ
जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं
कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स ।।४०३।।
यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम्
कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य ।।४०३।।
અર્થઃજે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન
નીરખે, કામની કથા તથા ‘આદિ’ શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય,
એ પ્રમાણે મન-વચન-કાય, કૃત-કારિત-અનુમોદના એમ નવ પ્રકારથી
તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
ભાવાર્થઃઅહીં એમ પણ જાણવું કે‘બ્રહ્મ’ નામ આત્મા છે,
તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પરદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં
સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે
એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન
સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે.
તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવું
સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત) ટીકામાં શીલના અઢાર
હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ
અચેતન સ્ત્રીકાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેના મન-વચન-કાય
તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ
ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો
એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો
વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી
નૈમિત્તિક કુશીલ સાતસો વીસ
ભેદ થયું.) તથાઃ

Page 231 of 297
PDF/HTML Page 255 of 321
single page version

ચેતન સ્ત્રીદેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત
-કારિત-અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મન-વચન-કાયા એ
ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં
એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો
સીત્તેર ભેદ થયા, તેને આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી
ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી,
અપ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા-લોભરૂપ સોળ
કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના
અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦
અઢાર
હજાર ભેદ થાય છે. વળી એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે
તે અન્ય ગ્રંથોમાંથી જાણવા.
એ બધા આત્માના પરિણામવિકારના
ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે
ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
હવે શીલવાનનું માહાત્મ્ય કહે છેઃ
जो णवि जादि वियारं तरुणियणकडक्खबाणविद्धो वि
सो चेव सूरसूरो रणसूरो णो हवे सूरो ।।४०४।।
અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે
શીલના નવ ભેદ થયા.
એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬
ભેદ થયા.
એ છત્રીસને પાંચ ઇન્દ્રિયોના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા.
એ ૧૮૦ને પૃથ્વી, અપ્, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય,
ચાર ઇન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં
૧૮૦૦ ભેદ થયા.
તેને ઉત્તમક્ષમાદિ દશધર્મે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા.
ષટ્પ્રાભૃતાદિસંગ્રહ પૃષ્ઠ૨૬૭

Page 232 of 297
PDF/HTML Page 256 of 321
single page version

यः न अपि याति विकारं तरुणीजनकटाक्षबाणविद्धः अपि
सः एव शूरशूरः रणसूरः न भवेत् शूरः ।।४०४।।
અર્થઃજે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં
પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે
રણસંગ્રામમાં શૂરવીર છે તે (ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થઃયુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા
છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા
છે, એ જ ઘણા સાહસી
શૂરવીર અને કામને જીતવાવાળા ખરા સુભટ
છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
હવે તેને સંકોચે છેઃ
एसो दहप्पयारो धम्मो दहलक्खणो हवे णियमा
अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ।।४०५।।
एषः दशप्रकारः धर्मः दशलक्षणः भवेत् नियमात्
अन्यः न भवति धर्मः हिंसा सूक्ष्मा अपि यत्र अस्ति ।।४०५।।
અર્થઃઆ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી
દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય
તે ધર્મ નથી.
ભાવાર્થઃજ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન
કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ
નિયમથી ધર્મ છે.
આ ગાથામાં કહ્યું કેજ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ
નથી.
હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છેઃ
हिंसारंभो ण सुहो देवणिमित्तं गुरूण कज्जेसु
हिंसा पावं ति मदो दयापहाणो जदो धम्मो ।।४०६।।

Page 233 of 297
PDF/HTML Page 257 of 321
single page version

हिंसारम्भः न शुभः देवनिमित्तं गुरूणां कार्येषु
हिंसा पापं इति मतं दयाप्रधानः यतः धर्मः ।।४०६।।
અર્થઃ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે
ધર્મ છે’ એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસા
-આરંભ કરવાં તે શુભ નથી.
ભાવાર્થઃઅન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક
તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી
ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવીભૈરવને ચઢાવે છે અને તેનું
શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ
કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે
‘દેવ-ગુરુ
-ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાંખવી; જે સાધુ આ પ્રમાણે નથી
કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મદ્ય
માંસનો આહાર
પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ
સમજવું, જે દેવ-ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ
નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.
વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું
નિર્માપન, સંઘયાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો
છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે
ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે.
ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે
‘જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજા
પ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.’
આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ
શ્રદ્ધાન
ભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું.
તેના સીરી (ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે,
તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો
અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજા
પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે
તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ

Page 234 of 297
PDF/HTML Page 258 of 321
single page version

છે કેસિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે, કે અલ્પ અપરાધ લાગતાં પણ
જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થે કરવું યોગ્ય છે. ગૃહસ્થ
તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું
દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં
નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
देवगुरूण णिमित्तं हिंसारंभो वि होदि जदि धम्मो
हिंसारहिदो धम्मो इदि जिणवयणं हवे अलियं ।।४०७।।
देवगुर्वोः निमित्तं हिंसारम्भः अपि भवति यदि धर्मः
हिंसारहितः धर्मः इति जिनवचनं भवेत् अलीकम् ।।४०७।।
અર્થઃદેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ
હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે ‘ધર્મ હિંસા રહિત છે’ એ
વચન જૂઠ ઠરે.
ભાવાર્થઃભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવ
-ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતાંબર કહે છે
તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છેઃ
इदि एसो जिणधम्मो अलद्धपुव्वो अणाइकाले वि
मिछत्तसंजुदाणं जीवाणं लद्धिहीणाणं ।।४०८।।
इति एषः जिनधर्मः अलब्धपूर्वः अनादिकाले अपि
मिथ्यात्वसंयुतानां जीवानां लब्धिहीनानाम् ।।४०८।।
અર્થઃએ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે,
જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ
અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થઃજીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ)
એવી છે કે તેને જીવઅજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી

Page 235 of 297
PDF/HTML Page 259 of 321
single page version

અને તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અહિંસાધર્મની પ્રાપ્તિ ક્યાંથી હોય?
હવે કહે છે કેએવા અલબ્ધપૂર્વ ધર્મને પામી તેને કેવળ પુણ્યના
જ આશયથી ન સેવવોઃ
एदे दहप्पयारा पावंकम्मस्स णासया भणिया
पुण्णस्स य संजणया पर पुण्णत्थं ण कायव्वा ।।४०९।।
एते दशप्रकाराः पापकर्मणः नाशकाः भणिताः
पुण्यस्य च संजनकाः परं पुण्यार्थं न कर्त्तव्याः ।।४०९।।
અર્થઃએ દશ પ્રકારે ધર્મના ભેદ કહ્યા તે પાપકર્મનો નાશ
કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા; પરંતુ તેને કેવળ
પુણ્યના જ અર્થે એટલે પ્રયોજનથી અંગિકાર ન કરવા.
ભાવાર્થઃશાતાવેદનીય, શુભઆયુ, શુભનામ અને શુભગોત્રને
તો પુણ્યકર્મ કહે છે તથા ચાર ઘાતિકર્મ, અશાતાવેદનીય, અશુભનામ,
અશુભઆયુ અને અશુભગોત્રને પાપકર્મ કહે છે. હવે અહીં આ
દશલક્ષણધર્મ પાપને નાશ કરવાવાળો તથા પુણ્યને ઉપજાવવાવાળો કહ્યો;
ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ
કે પુણ્ય પણ બંધ જ છે. અને આ ધર્મ તો પાપ જે ઘાતિકર્મ છે તેને
નાશ કરવાવાળો છે. તથા અઘાતિમાં જે અશુભપ્રકૃતિ છે તેનો નાશ કરે
છે. પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. હવે તેનાથી
(દશલક્ષણધર્મથી) વ્યવહારઅપેક્ષાએ તેનો પણ (પુણ્યનો પણ) બંધ થાય
છે તો તે સ્વયમેવ જ થાય છે, પણ તેની વાંચ્છા કરવી એ તો સંસારની
જ વાંચ્છા કરવા તુલ્ય છે અને એ તો નિદાન (ચોથું આર્ત્તધ્યાન) થયું,
મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે,
તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંચ્છા તે શા માટે કરે? તેમ
મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંચ્છા કરવી યોગ્ય નથી.
पुण्णं पि जो समिच्छदि संसारो तेण ईदिहो होदि
पुण्णं सग्गइ-हेऊ पुण्णखयेणेव णिव्वाणं ।।४१०।।

Page 236 of 297
PDF/HTML Page 260 of 321
single page version

पुण्यं अपि यः समिच्छति संसारः तेन ईहितः भवति
पुण्यं सद्गतिहेतुः पुण्यक्षयेण एव निर्वाणम् ।।४१०।।
અર્થઃજે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષે સંસાર ઇચ્છ્યો,
કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો
પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃપુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છ્યું
તેણે સંસાર વાંચ્છ્યો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને
મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની
વાંચ્છા કરવી યોગ્ય નથી.
जो अहिलसेदि पुण्णं सकसाओ विसयसोक्खतह्णाए
दूरे तस्स विसोही विसोहिमूलाणि पुण्णाणि ।।४११।।
यः अभिलषति पुण्यं सकषायः विषयसौख्यतृष्णया
दूरे तस्य विशुद्धिः विशुद्धिमूलानि पुण्यानि ।।४११।।
અર્થઃજે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી
પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે
છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય) છે મૂળ
કારણ જેનું
એવું છે.
ભાવાર્થઃવિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ
તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી
થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ થતો
નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય.
पुण्णासए ण पुण्णं जदो णिरीहस्स पुण्णसंपत्ती
इय जाणिऊण जइणो पुण्णे वि म आयरं कुणह ।।४१२।।
पुण्याशया न पुण्यं यतः निरीहस्य पुण्यसम्प्राप्तिः
इति ज्ञात्वा यतिनः पुण्ये अपि मा आदरं कुरुध्वम् ।।४१२।।