Page 237 of 297
PDF/HTML Page 261 of 321
single page version
અર્થઃ — કારણ કે પુણ્યની વાંચ્છાથી કાંઈ પુણ્યબંધ થતો નથી, પરંતુ વાંચ્છા રહિત પુરુષને પુણ્યબંધ થાય છે એટલા માટે પણ અર્થાત્ એમ જાણીને પણ હે યતીશ્વર! તમે પુણ્યમાં પણ વાંચ્છા – આદર ન કરો!
ભાવાર્થઃ — અહીં મુનિજનોને ઉપદેશ્યા છે કે — પુણ્યની વાંચ્છાથી પુણ્યબંધ થતો નથી, પુણ્યબંધ તો આશા મટતાં બંધાય છે. માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની આશા કરો.
અર્થઃ — મંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંચ્છા પુણ્યબંધનું કારણ નથી. પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પુણ્યબંધની) વાંચ્છા છે તે તો તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાંચ્છક પુરુષને પુણ્યબંધ થાય છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને ચાહવિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
પ્રશ્નઃ — અધ્યાત્મગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે અને પુરાણોમાં પુણ્યનો જ અધિકાર છે; માટે અમે તો એમ જાણીએ છીએ કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરક-નિગોદમાં જાય, ત્યાં મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન કરવી?
સમાધાનઃ — એ કહ્યું તે તો સાચું છે, પરંતુ માત્ર ભોગના અર્થે પુણ્યની વાંચ્છાનો અત્યંત નિષેધ છે. કારણ કે ભોગના અર્થે પુણ્યની
Page 238 of 297
PDF/HTML Page 262 of 321
single page version
વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અને તપશ્ચરાણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક – નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની જ વાંચ્છા થઈ – પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુઃખ માફક જાણે એટલે તેઓની કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપ - દુઃખરૂપ જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંકિતાદિ આઠ અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં —
પ્રથમ નિઃશંકિતઅંગ કહે છેઃ —
Page 239 of 297
PDF/HTML Page 263 of 321
single page version
અર્થઃ — આમ વિચાર કરે કે – શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંકિત (ગુણ) છે.
ભાવાર્થઃ — અહીં ‘આદિ’ શબ્દથી એમ કહ્યું છે કે – દિગંબર યતિનો જ મોક્ષ છે કે તાપસનો — પંચાગ્નિ આદિ તપ કરે છે તેમનો – પણ છે? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે? અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી કરતા? અથવા સ્ત્રીનો મોક્ષ છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશંકિત અંગ છે.
અર્થઃ — નિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય છે, તે જ નિર્મલ નિઃશંકિતગુણ છે.
ભાવાર્થઃ — અન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંકિતગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છેઃ —
Page 240 of 297
PDF/HTML Page 264 of 321
single page version
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
ભાવાર્થઃ — જે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે.
હને નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ —
અર્થઃ — પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગન્ધ – અશુચિમય છે અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ – દુર્ગન્ધરૂપ દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિપુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહ તો સ્વભાવથી જ અશુચિ – દુર્ગન્ધરૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? તેમના રત્નત્રય (સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યક્ત્વગુણ પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
હવે અમૂઢદ્રષ્ટિગુણ કહે છેઃ —
Page 241 of 297
PDF/HTML Page 265 of 321
single page version
અર્થઃ — જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદ્રષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે? જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે.
ભાવાર્થઃ — અન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે તેને રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજજાથી વા કોઈ ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ -શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય — એમ સમજવું.
હવે ઉપગૂહનગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ પરના દોષને ઢાંકે – ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત્ પુણ્ય – ગુણો લોકમાં પ્રકાશે નહિ – કહેતો ફરે નહિ, પણ આવી ભાવનામાં લીન રહે કે ‘જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે’ તે ઉપગૂહનગુણવાળો છે.
ભાવાર્થઃ — ‘જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે’ એવી ભાવના સમ્યગ્દ્રષ્ટિને
Page 242 of 297
PDF/HTML Page 266 of 321
single page version
રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી. વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો તેને છુપાવે – ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો. ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
હવે સ્થિતિકરણગુણ કહે છેઃ —
અર્થઃ — ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દ્રઢ કરવો. તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં નિશ્ચય – વ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી ઉપદેશથી વા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિશ્રાવક – મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓના અનુસારે પ્રવર્તે તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.
Page 243 of 297
PDF/HTML Page 267 of 321
single page version
ભાવાર્થઃ — વાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે. ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ – અનુરાગ હોય, તેઓમાં પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજન – ગમન – આગમન આદિ ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય – વાછરડા જેવી પ્રીતિ રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
હવે પ્રભાવનાગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશપ્રકારરૂપ ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના – દ્વારા અનેક
Page 244 of 297
PDF/HTML Page 268 of 321
single page version
પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશય – ચમત્કાર – પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાત્મ્ય પ્રગટ કરે તેને પ્રભાવનાગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થઃ — આ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક જીવોને ધર્મની અભિરુચિ – શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને (પ્રભાવનાગુણ) અવશ્ય હોય છે.
હવે ‘નિઃશંકિતાદિ ગુણો કેવા પુરુષને હોય છે?’ તે કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષા – વાંચ્છારહિત હોય તેને નિઃશંકિતાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે.
ભાવાર્થઃ — અહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય એ છે કે જે પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૂહન, સ્થિતિકરણ તથા વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા – સંદેહ હોય તથા મૂઢદ્રષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ કયાંથી ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ આદિમાં પણ સમજવાઃ —
Page 245 of 297
PDF/HTML Page 269 of 321
single page version
અર્થઃ — જેમ આ નિઃશંકિતાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય – પંચાસ્તિકાય – સાતતત્ત્વ – નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચન — સિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થઃ — દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવું — એ આઠ ગુણ તેમાં (દેવ – ગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે ‘આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.
Page 246 of 297
PDF/HTML Page 270 of 321
single page version
ભાવાર્થઃઅનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને આચરવો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દ્રષ્ટાન્તપૂર્વક કહે છેઃ —
અર્થઃ — જેમ આ જીવ પુત્ર – કલત્રમાં તથા કામ – ભોગમાં રતિ – પ્રીતિ કરે છે તેમ જો જિનેન્દ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — આ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે, તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી હોય?
અર્થઃ — આ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેન્દ્રના કહેલા મુનિ – શ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે? જેમ બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
Page 247 of 297
PDF/HTML Page 271 of 321
single page version
ભાવાર્થઃ — જેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃ —
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છે – અંગીકાર કરતો નથી તથા પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ (પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધ – ઉજ્જ્વળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી નથી, તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકમાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહાત્મ્ય કહે છેઃ —
Page 248 of 297
PDF/HTML Page 272 of 321
single page version
અર્થઃ — સમ્યક્ત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
અર્થઃ — આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે તે કિંકર – દાસ બની જાય છે.
અર્થઃ — ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડ્ગ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા પણ સંપદા બની જાય છે.
અર્થઃ — ધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય થઈ જાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય
Page 249 of 297
PDF/HTML Page 273 of 321
single page version
પણ સુખ કરવાવાળાં થાય છે.
ભાવાર્થઃ — અહીં આ અર્થ સમજવો કે જો પૂર્વે ધર્મ સેવ્યો હોય તો તેના પ્રભાવથી અહીં જૂઠ બોલે તે પણ સાચ બની જાય છે, ઉદ્યમ વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો થઈ જાય છે તથા ‘અન્યાય કર્યો’ એમ લોકો કહે છે, તો ત્યાં ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું.
હવે ધર્મ રહિત જીવની નિંદા કહે છેઃ —
અર્થઃ — ધર્મ રહિત જીવ છે તે મિથ્યાત્વવશ દેવ પણ વનસ્પતિકાય એકેન્દ્રિય બની જાય છે, તથા ધર્મ રહિત ચક્રવર્તી પણ નરકમાં પડે છે; તેમાં કોઈ સંદેહ નથી.
અર્થઃ — ધર્મરહિત જીવ જોકે મોટું, બીજાથી ન થઈ શકે તેવું, સાહસિક પરાક્રમ કરે તોપણ તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પણ ઉલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — પાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ જગપ્રસિદ્ધ છે.
Page 250 of 297
PDF/HTML Page 274 of 321
single page version
અર્થઃ — હે પ્રાણી! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો!
ભાવાર્થઃ — દશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદેવે અધર્મનું ફળ પણ બતાવ્યું; અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે, હે પ્રાણી! ધર્મ – અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આચરો તથા પાપને છોડો! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન – પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
Page 251 of 297
PDF/HTML Page 275 of 321
single page version
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં તપવિધાનનું નિરૂપણ કરે છેઃ —
અર્થઃ — જિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું છે તપ? કર્મ નિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે જાણવા.
ભાવાર્થઃ — નિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર છે. અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશૈયાસન અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે. તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને ચાર ગાથામાં કહે છેઃ —
અર્થઃ — ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ, ઉપવાસ સહિત જ કહ્યો છે.
Page 252 of 297
PDF/HTML Page 276 of 321
single page version
ભાવાર્થઃ — ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
અર્થઃ — જે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત્ વાંચ્છા કરતો નથી, પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થઃ — ઉપવાસનો એવો અર્થ છે કે – ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોક – પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ – સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ ક્લેશ ન ઊપજે એવી રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
Page 253 of 297
PDF/HTML Page 277 of 321
single page version
અર્થઃ — જે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભ – ગૃહ કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો ક્લેશ તો હતો જ અને બીજો આ ભોજન વિના ક્ષુધા – તૃષાનો ક્લેશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો ક્લેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થઃ — જે આહારને તો છોડે પણ વિષય – કષાય – આરંભને ન છોડે તેને પહેલાં તો ક્લેશ હતો જ અને હવે આ બીજો ક્લેશ ભૂખ -તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા ક્યાંથી થાય? કર્મ નિર્જરા તો સર્વ ક્લેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે. એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છેઃ —
અર્થઃ — જે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમોદર્યતપ હોય છે.
ભાવાર્થઃ — મુનિરાજ આહારના છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતપ છે.
Page 254 of 297
PDF/HTML Page 278 of 321
single page version
અર્થઃ — જે મુનિ કીર્તિને માટે વા માયા – કપટ કરી વા મિષ્ટ ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે તેનું આ બીજું અવમોદર્યતપ નિષ્ફળ છે.
ભાવાર્થઃ — જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રસંશા થશે, તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિષ્ટરસ સહિત ભોજન મળશે એવા અભિપ્રાયથી ઊણોદરતપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ નથી પણ પાખંડ છે.
હવે વૃત્તિપરિસંખ્યાનતપ કહે છેઃ —
અર્થઃ — મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે કે – આજ એક ઘરે વા બે ઘરે વા ત્રણ ઘરે જ આહાર મળી જાય તો લેવો, નહિ તો પાછા ફરવું. વળી એક રસની, આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ – નીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો એમ આહારની પણ મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યા – ગણના – મર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી, આહાર લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમ તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ (મુનિ આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.
Page 255 of 297
PDF/HTML Page 279 of 321
single page version
ભાવાર્થઃ — ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ કરવામાં આવે છે, કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે – ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ થાય છે પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભવાર્થઃ — રસ છ પ્રકારના છે – ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવો તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો એ પણ રસ છે.★
જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્નઃ — કોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને આમાં તફાવત શો?
સમાધાનઃ — વૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી એ પણ
Page 256 of 297
PDF/HTML Page 280 of 321
single page version
વિશેષતા છે કે – રસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય છે અને તેને શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ રાગ-દ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થઃ — બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શૈયા છે તથા ‘આદિ’ શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણે એવાં હોય કે જ્યાં રાગ – દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે – સૂવે, કારણ કે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે એકાન્તસ્થાન કહ્યું છે.