Page 117 of 297
PDF/HTML Page 141 of 321
single page version
હવે ‘આકાશમાં જેમ સર્વ દ્રવ્યોને અવગાહ આપવાની શક્તિ છે તેવી અવગાહ આપવાની શક્તિ બધાંય દ્રવ્યોમાં છે’ એમ કહે છેઃ —
અર્થઃ — બધાંય દ્રવ્યોમાં પરસ્પર અવગાહ આપવાની શક્તિ છે એમ નિશ્ચયથી તમે જાણો. જેમ ભસ્મ અને જલમાં (પરસ્પર) અવગાહનશક્તિ છે તેમ જીવના અસંખ્યાતપ્રદેશોને પણ જાણો.
ભાવાર્થઃ — જેમ પાત્રમાં જલ ભરી તેમાં ભસ્મ નાખીએ તો તે તેમાં સમાય છે, વળી તેમાં સાકર નાખીએ તો તે પણ સમાય છે, અને તેમાં સોંય ચોંપીએ તો તે પણ તેમાં સમાય છે, — એમ અવગાહનશક્તિ સમજવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે — બધાંય દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે તો એ (અવગાહશક્તિ) આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે ઠર્યો? તેનું સમાધાન — જોકે પરપર અવગાહ તો બધાંય દ્રવ્યો આપે છે તથાપિ આકાશદ્રવ્ય સર્વથી મોટું છે, તેથી તેમાં બધાંય દ્રવ્યો સમાય છે એ જ તેની અસાધારણતા છે.
અર્થઃ — જો સર્વ દ્રવ્યોને સ્વભાવભૂત અવગાહનશક્તિ ન હોય તો એક એક આકાશના પ્રદેશમાં સર્વ દ્રવ્ય કેવી રીતે વર્તે?
ભાવાર્થઃ — એક આકાશપ્રદેશમાં પુદ્ગલનાં અનંત પરમાણુ દ્રવ્યો, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યનો
Page 118 of 297
PDF/HTML Page 142 of 321
single page version
પ્રદેશ અને એક કાલાણુદ્રવ્ય એ પ્રમાણે સર્વ રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પુદ્ગલપરમાણુ બરાબર છે. જો અવગાહનશક્તિ ન હોય તો (એ પ્રમાણે) શી રીતે રહે?
હવે કાળદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળદ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાલાણુદ્રવ્ય વર્તે છે.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યોને પ્રતિસમય પર્યાય ઊપજે છે અને વિણસે છે; એવા પરિણમનને નિમિત્તમાત્ર કાળદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચયકાળ છે.
હવે કહે છે કે — પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છેઃ —
અર્થઃ — સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોનાં ઉપાદાનકારણ છે અને અન્ય બાહ્ય દ્રવ્ય છે, તે અન્યને નિમિત્તમાત્ર જાણો.
ભાવાર્થઃ — જેમ ઘટ આદિનું માટી ઉપાદાનકારણ છે અને ચાક-દંડાદિ નિમિત્તકારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે.
Page 119 of 297
PDF/HTML Page 143 of 321
single page version
હવે કહે છે કે — બધાં દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીકારણભાવથી છેઃ —
અર્થઃ — બધાંય દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીભાવથી કારણભાવ થાય છે અને તે પ્રગટ છે.
હવે દ્રવ્યોમાં સ્વભાવભૂત નાના (પ્રકારની) શક્તિ છે તેને કોણ નિષેધી શકે છે? તે કહે છેઃ —
અર્થઃ — નાના શક્તિયુક્ત બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત થતાં સ્વયં પરિણમે છે. તેમને તેમ પરિણમતાં કોઈ અટકાવવા સમર્થ નથી.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યો, પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સામગ્રીને પામી પોતે જ ભાવરૂપ પરિણમે છે; તેમને કોઈ અટકાવી શકતું નથી.
હવે વ્યવહારકાળનું નિરૂપણ કરે છેઃ –
Page 120 of 297
PDF/HTML Page 144 of 321
single page version
છે તે અતીત (ભૂતકાળના) થયા, અનાગત અર્થાત્ આગામી થશે તથા વર્તમાન છે; એ પ્રમાણે વ્યવહારકાળ હોય છે.
ભાવાર્થઃ — જીવ-પુદ્ગલના જે સ્થૂળ-સૂક્ષ્મ પર્યાય ભૂતકાળના થઈ ગયા તેમને અતીત નામથી કહ્યા, ભવિષ્યકાળના થશે તેમને અનાગત નામથી કહ્યા તથા જે વર્તે છે તેમને વર્તમાન નામથી કહ્યા. તેમને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારકાળ નામથી કહીએ છીએ. હવે જઘન્યપણે તો પર્યાયની સ્થિતિ એક સમય માત્ર છે અને મધ્યમ -ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પુદ્ગલનો પરમાણુ મંદ ગતિએ જાય તેટલા કાળને એક સમય કહે છે. એ પ્રમાણે જઘન્યયુક્તા સંખ્યાતસમયને એક આવલી કહે છે, સંખ્યાત આવલીના સમૂહને એક ઉશ્વાસ કહે છે, સાત ઉશ્વાસનો એક સ્તોક કહે છે, સાત સ્તોકનો એક લવ કહે છે, સાડા આડત્રીસ લવની એક ઘડી કહે છે, બે ઘડીનું એક મુહૂર્ત કહે છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિ-દિવસ કહે છે, પંદર રાત્રિ-દિવસનો એક પક્ષ કહે છે, બે પક્ષનો એક માસ કહે છે, બે માસની એક ૠતુ કહે છે, ત્રણ ૠતુનું એક અયન કહે છે અને બે અયનનું એક વર્ષ કહે છે, ઇત્યાદિ પલ્ય-સાગર -કલ્પ આદિ વ્યવહારકાળના અનેક પ્રકાર છે.
હવે અતીત, અનાગત, વર્તમાન પર્યાયોની સંખ્યા કહે છેઃ —
અર્થઃ — તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે, અનાગત પર્યાય તેમનાથી અનંતગણી છે તથા વર્તમાન પર્યાય એક જ છે.❃ એ જેટલા પર્યાય છે તેટલો જ તે વ્યવહાર કાળ છે. ❃. જુઓ આગળ ગાથા ૩૦૨ની ટીકા
Page 121 of 297
PDF/HTML Page 145 of 321
single page version
એ પ્રમાણે દ્રવ્યોનું નિરૂપણ કર્યું. હવે દ્રવ્યોના કારણ-કાર્યભાવનું નિરૂપણ કરે છેઃ —
અર્થઃ — નિયમથી પૂર્વપરિણામ સહિત દ્રવ્ય છે તે કારણરૂપ છે તથા ઉત્તરપરિણામ સહિત દ્રવ્ય છે તે કાર્યરૂપ છે.
હવે વસ્તુના ત્રણેય કાળ વિષે કાર્ય-કારણભાવનો નિશ્ચય કરે છેઃ —
અર્થઃ — પૂર્વે તથા ઉત્તર પરિણામને પ્રાપ્ત થઈને ત્રણે કાળમાં એકે એક સમયમાં વસ્તુના કારણ-કાર્યના વિશેષ (ભેદ) હોય છે.
ભાવાર્થઃ — વર્તમાનસમયમાં જે પર્યાય છે તે પૂર્વસમય સહિત વસ્તુનું કાર્ય છે. એ જ પ્રમાણે સર્વ પર્યાય જાણવી. એ રીતે પ્રત્યેક સમય કાર્ય-કારણભાવરૂપ છે.
હવે વસ્તુ અનંતધર્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છેઃ —
Page 122 of 297
PDF/HTML Page 146 of 321
single page version
અર્થઃ — સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે — અનંત પર્યાયો સહિત છે; તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ વસ્તુને અનેકાન્ત અર્થાત્ અનંતધર્મસ્વરૂપ કહી છે.
હવે કહે છે કે અનેકાન્તાત્મક વસ્તુ જ અર્થક્રિયાકારી છેઃ —
અર્થઃ — જે વસ્તુ અનેકાન્ત છે – અનેકધર્મસ્વરૂપ છે તે જ નિયમથી કાર્ય કરે છે. લોકમાં પણ બહુધર્મયુક્ત પદાર્થ છે તે જ કાર્ય કરવાવાળો દેખાય છે.
ભાવાર્થઃ — લોકમાં નિત્ય-અનિત્ય, એક-અનેક ઇત્યાદિ અનેક ધર્મયુક્ત વસ્તુ છે તે જ કાર્યકારી દેખાય છે. જેમ માટીનાં ઘટ આદિ અનેક કાર્ય બને છે તે જો માટી સર્વથા એકરૂપ-નિત્યરૂપ વા અનેકરૂપ -અનિત્યરૂપ જ હોય તો તેમાં ઘટ આદિ કાર્ય બને નહિ. એ જ પ્રમાણે સર્વ વસ્તુ જાણવી.
હવે સર્વથા એકાન્તરૂપ વસ્તુ કાર્યકારી નથી એમ કહે છેઃ —
અર્થઃ — વળી એકાન્તસ્વરૂપ દ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય જ ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.
ભાવાર્થઃ — જે અર્થક્રિયારૂપ હોય તેને જ પરમાર્થરૂપ વસ્તુ કહી
Page 123 of 297
PDF/HTML Page 147 of 321
single page version
છે પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફક શૂન્યરૂપ છે.
હવે સર્વથા નિત્ય-એકાન્તમાં અર્થક્રિયાકારીપણાનો અભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — પરિણામ રહિત જે નિત્ય દ્રવ્ય છે તે કદી વિણસે-ઊપજે નહિ, તો તે કાર્ય શી રીતે કરે? એ પ્રમાણે જે કાર્ય ન કરે તે વસ્તુ જ નથી. જો તે ઊપજે – વિણસે તો સર્વથા નિત્યપણું ઠરતું નથી.
હવે ક્ષણસ્થાયી (સર્વથા અનિત્ય – બૌદ્ધ)ને કાર્યનો અભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — જો ક્ષણસ્થાયી – પર્યાયમાત્ર તત્ત્વ ક્ષણ-ક્ષણમાં અન્ય અન્ય થાય એવું વિનશ્વર માનીએ તો તે અન્વયી દ્રવ્યથી રહિત થતું થકું કાંઈ પણ કાર્ય સાધતું નથી. ક્ષણસ્થાયી-વિનશ્વરને વળી કાર્ય શાનું? (ન જ હોય).
હવે અનેકાન્ત વસ્તુમાં જ કાર્યકારણભાવ બને છે એમ દર્શાવે છેઃ —
Page 124 of 297
PDF/HTML Page 148 of 321
single page version
અર્થઃ — ત્રણે કાળમાં એક એક સમયમાં પૂર્વ-ઉત્તર પરિણામનો આશ્રય કરી જીવાદિક વસ્તુઓમાં નવા નવા કાર્યવિશેષ થાય છે અર્થાત્ નવા નવા પર્યાય ઊપજે છે.
હવે પૂર્વ-ઉત્તરભાવમાં કારણ-કાર્યભાવ દ્રઢ કરે છેઃ —
અર્થઃ — પૂર્વપરિણામયુક્ત દ્રવ્ય છે તે તો કારણભાવથી વર્તે છે તથા તે જ દ્રવ્ય ઉત્તરપરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો.
ભાવાર્થઃ — જેમ પિંડરૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું, ઘટરૂપે પરિણમેલ માટી તે કાર્ય છે. તેમ પૂર્વપર્યાય (પ્રથમના પર્યાય)નું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તરપર્યાયયુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો; એવો નિયમ છે. એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ.
હવે જીવદ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિનિધન કાર્ય-કારણભાવ સાધે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય છે તે અનાદિનિધન છે અને તે નવા નવા
Page 125 of 297
PDF/HTML Page 149 of 321
single page version
પર્યાયોરૂપે પ્રગટ પરિણમે છે; તે પ્રથમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સામગ્રીમાં વર્તે છે પછી કાર્યને – પર્યાયને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — જેમ કોઈ જીવ પહેલાં શુભપરિણામરૂપે પ્રવર્તે છે પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે, તથા (કોઈ જીવ) પહેલાં અશુભપરિણામ- રૂપે પ્રવર્તે છે પછી નરકાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું.
હવે ‘જીવદ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને જ નવીન પર્યાયરૂપ કાર્યને કરે છે’ એમ કહે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય છે તે પોતાના ચેતનાસ્વરૂપમાં (ભાવમાં) પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાયસ્વરૂપ કાર્યને સાધે છે.
ભાવાર્થઃ — પરમાર્થથી વિચારીએ તો પોતાનાં જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવસ્વરૂપ થતો થકો જીવ, પર્યાયસ્વરૂપ કાર્યરૂપે પરિણમે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે તો નિમિત્તમાત્ર છે.
હવે અન્યરૂપ થઈને કાર્ય કરે તો તેમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો જીવ પોતાના સ્વરૂપમાં રહીને પણ પરસ્વરૂપમાં જાય તો પરસ્પર મળવાથી બધાંય દ્રવ્યો એકરૂપ બની જાય; એ મહાન
Page 126 of 297
PDF/HTML Page 150 of 321
single page version
દોષ આવે. પરંતુ એમ એકરૂપ કદી પણ થતો નથી એ પ્રગટ છે.
હવે સર્વથા એકરૂપ માનવામાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો સર્વથા એક જ વસ્તુ માની બધુંય બ્રહ્મનું સ્વરૂપ માનીએ તો બ્રાહ્મણ અને ચાંડાલનો કાંઈ પણ ભેદ રહેતો નથી.
ભાવાર્થઃ — સર્વ જગતને એક બ્રહ્મસ્વરૂપ માનીએ તો નાનાં રૂપ (ભિન્ન-ભિન્નરૂપ) ઠરતાં નથી. વળી ‘અવિદ્યાથી નાનાં રૂપ દેખાય છે’ એમ માનીએ તો એ અવિદ્યા કોનાથી ઉત્પન્ન થઈ તે કહો? જો ‘બ્રહ્મથી થઈ’ એમ કહો તો તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? અથવા સત્રૂપ છે કે અસત્રૂપ છે? અથવા તે એકરૂપ છે કે અનેકરૂપ છે? એ પ્રમાણે વિચાર કરતાં એમાંનું કાંઈ ઠરતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત જ સિદ્ધ થાય છે અને એ જ સત્યાર્થ છે.
હવે તત્ત્વને અણુમાત્ર માનવામાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો એક વસ્તુ સર્વગત-વ્યાપક ન માનવામાં આવે પણ અંશરહિત, અણુપરિમાણ તત્ત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ -ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુમાત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી.
Page 127 of 297
PDF/HTML Page 151 of 321
single page version
ભાવાર્થઃ — નિરંશ, ક્ષણિક અને નિરન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહિ; માટે વસ્તુને કથંચિત્ અંશસહિત, નિત્ય તથા અન્વયી માનવી યોગ્ય છે.
હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છેઃ —
અર્થઃ — બધાંય દ્રવ્યોને દ્રવ્યસ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્નભિન્ન છે.
ભાવાર્થઃ — દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા ચેતનતા-અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે માટે ગુણના ભેદથી બધાં દ્રવ્યો ન્યારાં ન્યારાં છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે, તે બધા પર્યાયોમાં દ્રવ્યસ્વરૂપથી તો એકતા જ છે; જેમ ચેતનના પર્યાય બધા ચેતનસ્વરૂપ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્ન-ભિન્ન પણ છે, ભિન્ન-ભિન્નકાળવર્તી છે તેથી ભિન્ન-ભિન્ન પણ કહીએ છીએ; પરંતુ તેમને પ્રદેશભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી.
હવે દ્રવ્યને ગુણ-પર્યાયસ્વભાવપણું દર્શાવે છેઃ —
અર્થઃ — અર્થ એટલે વસ્તુ છે; તે સમયે સમયે ઉત્પાદ-વ્યય
Page 128 of 297
PDF/HTML Page 152 of 321
single page version
-ધ્રૌવ્યપણાના સ્વભાવરૂપ છે; અને તેને ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ સત્ત્વ સિદ્ધાંતમાં કહ્યું છે.
ભાવાર્થઃ — જીવાદિ વસ્તુ છે તે ઊપજવું, વિણસવું અને સ્થિર રહેવું એ ત્રણે ભાવમય છે, અને જે વસ્તુ ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ છે તે જ સત્ છે. જેમ જીવદ્રવ્યનો ચેતના ગુણ છે, તેનું સ્વભાવ- વિભાવરૂપ પરિણમન છે તથા સમયે સમયે પરિણમે છે તે પર્યાય છે. એ જ પ્રમાણે પુદ્ગલદ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણ છે; તે સમયે સમયે સ્વભાવ કે વિભાવરૂપે પરિણમે છે તે પર્યાય છે. એ પ્રમાણે બધાં દ્રવ્યો ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ પ્રગટ છે.
હવે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય તે શું છે? તે કહે છેઃ —
અર્થઃ — વસ્તુનો પરિણામ સમયે સમયે પ્રથમનો તો વિણસે છે અને અન્ય ઊપજે છે; ત્યાં પહેલા પરિણામરૂપ વસ્તુનો તો નાશ-વ્યય છે તથા અન્ય બીજો પરિણામ ઉપજ્યો તેને ઉત્પાદ કહીએ છીએ. એ પ્રમાણે ઉત્પાદ-વ્યય થાય છે.
હવે દ્રવ્યના ધ્રુવપણાનો નિશ્ચય કહે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય, દ્રવ્યસ્વરૂપથી તો નથી નાશને પ્રાપ્ત થતું કે નથી ઊપજતું; તેથી દ્રવ્યમાત્રથી જીવને નિત્યપણું સમજવું.
Page 129 of 297
PDF/HTML Page 153 of 321
single page version
ભાવાર્થઃ — એ જ ધ્રુવપણું છે કે જીવ, સત્તા અને ચેતનાથી તો ઊપજતો-વિણસતો નથી અર્થાત્ જીવ, કોઈ નવો ઊપજતો કે વિણસતો નથી.
હવે દ્રવ્યપર્યાયનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જીવાદિ વસ્તુ અન્વયરૂપ (સામાન્યરૂપ) થી દ્રવ્ય છે અને તે જ વિશેષરૂપથી પર્યાય છે. વળી વિશેષરૂપથી દ્રવ્ય પણ નિરંતર ઊપજે-વિણસે છે.
ભાવાર્થઃ — અન્વયરૂપ પર્યાયોમાં સામાન્યભાવને દ્રવ્ય કહે છે તથા વિશેષભાવ છે તે પર્યાય છે. તેથી વિશેષરૂપથી દ્રવ્યને પણ ઉત્પાદ- વ્યયસ્વરૂપ કહે છે. પરંતુ એમ નથી કે પર્યાય, દ્રવ્યથી જુદો જ ઊપજે – વિણસે છે. અભેદવિવક્ષાથી દ્રવ્ય જ ઊપજે-વિણસે છે તથા ભેદવિવક્ષાથી (દ્રવ્ય અને પર્યાયને) જુદા પણ કહીએ છીએ.
હવે ગુણનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — દ્રવ્યનો જે પરિણામ (ભાવ) સદ્રશ અર્થાત્ પૂર્વ-ઉત્તર બધીય પર્યાયોમાં સમાન હોય-અનાદિનિધન હોય તે જ ગુણ છે. અને તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી.
Page 130 of 297
PDF/HTML Page 154 of 321
single page version
ભાવાર્થઃ — જેમ જીવદ્રવ્યનો ચેતનગુણ તેની સર્વ પર્યાયોમાં મોજુદ છે – અનાદિનિધન છે, તે સામાન્યસ્વરૂપથી ઊપજતો – વિણસતો નથી પણ વિશેષરૂપથી પર્યાયમાં વ્યક્તરૂપ (પ્રગટરૂપ) થાય જ છે, એવો ગુણ છે. તેવી રીતે બધાંય દ્રવ્યોમાં પોત-પોતાના સાધારણ (સામાન્ય) તથા અસાધારણ (વિશેષ) ગુણો સમજવા.
હવે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું એકપણું છે તે જ પરમાર્થે વસ્તુ છેઃ —
અર્થઃ — સર્વ દ્રવ્યોમાં જે ગુણ છે તે પણ વિશેષરૂપથી ઊપજે – વિણશે છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોનું એકપણું છે અને તે જ પરમાર્થભૂત વસ્તુ છે.
ભાવાર્થઃ — ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી સર્વથા ભિન્ન જ હોય. ગુણ-ગુણીને કથંચિત્ અભેદપણું છે તેથી જે પર્યાય ઊપજે – વિણસે છે તે ગુણ – ગુણીનો વિકાર છે (વિશેષ આકાર છે). એટલા માટે ગુણને પણ ઊપજતા – વિણસતા કહીએ છીએ. એવું જ નિત્યાનિત્યાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોની એકતા એ જ પરમાર્થભૂત વસ્તુ છે.
હવે આશંકા થાય છે કે — દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઊપજે છે કે અવિદ્યમાન ઊપજે છે? એવી આશંકાનું સમાધાન કરે છેઃ –
Page 131 of 297
PDF/HTML Page 155 of 321
single page version
અર્થઃ — જો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડ્યો એટલે કહે કે ‘આ ઊપજ્યો’, પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથી – વ્યર્થ છે; તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી – ઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ.
અર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે.
ભાવાર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિદ્યમાન અર્થાત્ અણછતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે ‘બધી પર્યાયો એક જ સમયમાં વિદ્યમાન છે તે ઢંકાતી – ઊઘડતી જાય છે.’ પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે.
હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છેઃ —
અર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.
ભાવાર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ
Page 132 of 297
PDF/HTML Page 156 of 321
single page version
કરવામાં આવે છે અર્થાત્ દ્રવ્ય ધર્મી છે અને પર્યાય ધર્મ છે. વસ્તુપણે એ બંને અભેદ જ છે. કોઈ નૈયાયિકાદિક ધર્મ-ધર્મીમાં સર્વથા ભેદ માને છે; તેમનો મત પ્રમાણબાધિત છે.
હવે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેમના મતમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે કે – હે મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — (એમ માનતાં) દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે પણ તેમાં ધર્મ-ધર્મીપણું ઠરતું નથી.
હવે જેઓ વિજ્ઞાનને જ અદ્વૈત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા નથી. તેમના મતમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે – રહે છે તો એમ માનતાં જ્ઞેય કાંઈ પણ ન ઠર્યું, અને જ્ઞેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે?
ભાવાર્થઃ — વિજ્ઞાનાદ્વૈતવાદી – બૌદ્ધમતી કહે છે કે — ‘જ્ઞાનમાત્ર જ
Page 133 of 297
PDF/HTML Page 157 of 321
single page version
તત્ત્વ છે અને તે જ નાનારૂપથી બિરાજે છે.’ તેને કહે છે કે – જો જ્ઞાનમાત્ર છે તો જ્ઞેય કાંઈ પણ ન રહ્યું અને જ્ઞેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો? કારણ કે જ્ઞેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ જ્ઞેય વિના જ્ઞાન નથી.
અર્થઃ — ઘટ, પટ આદિ સમસ્ત જડ દ્રવ્યો જ્ઞેયસ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે તેથી તેઓ આત્માથી – જ્ઞાનથી ભિન્નરૂપ જુદાં ઠરે છે.
ભાવાર્થઃ — જડદ્રવ્ય એવા જ્ઞેયપદાર્થો આત્માથી ભિન્નરૂપ જુદા જુદા પ્રસિદ્ધ છે તેનો લોપ શી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું?
અર્થઃ — દેહ-મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોકપ્રસિદ્ધ છે, તેમને પણ જો જ્ઞાન જ માનશો, તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
ભાવાર્થઃ — બાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવાવાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
હવે નાસ્તિકવાદી પ્રત્યે કહે છેઃ —
Page 134 of 297
PDF/HTML Page 158 of 321
single page version
અર્થઃ — જે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે – ‘કાંઈ પણ નથી’ તે અસત્યવાદીઓમાં પણ મહા અસત્યવાદી છે.
ભાવાર્થઃ — પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ ‘નથી’ એમ કહેનારો મહા જૂઠો છો.
અર્થઃ — સર્વ વસ્તુ સત્રૂપ છે – વિદ્યમાન છે, તે વસ્તુ અસત્રૂપ – અવિદ્યમાન કેમ થાય? અથવા ‘કાંઈ પણ નથી’ એવું તો શૂન્ય છે, એમ પણ કેવી રીતે જાણે?
ભાવાર્થઃ — છતી (વિદ્યમાન – પ્રગટ – મોજૂદ) વસ્તુ અછતી (અવિદ્યમાન) કેમ થાય? તથા ‘કાંઈ પણ નથી’ તો એવું કહેવાવાળો – જાણવાવાળો પણ ન રહ્યો, પછી ‘શૂન્ય છે’ એમ કોણે જાણ્યું?
હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ —
અર્થઃ — જો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસત્રૂપ ઠર્યો, તો પછી ‘કોઈ પણ તત્ત્વ
Page 135 of 297
PDF/HTML Page 159 of 321
single page version
નથી.’ એમ તે કેવી રીતે કહે છે? અથવા ‘કહેવાવાળો પણ નથી,’ તો શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
ભાવાર્થઃ — પોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ નથી’ પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી) છે.
અર્થઃ — ઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી પદાર્થો પરમાર્થરૂપે છે.
ભાવાર્થઃ — જેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે. ઘણું કહેવાથી બસ થાઓ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થઃ — પોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
Page 136 of 297
PDF/HTML Page 160 of 321
single page version
હવે સર્વપ્રત્યક્ષ એવા કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાન, દ્રવ્ય-પર્યાયસહિત સર્વ લોક તથા સર્વ અલોકને પ્રકાશે છે — જાણે છે તે સર્વપ્રત્યક્ષ કેવળજ્ઞાન છે.
હવે જ્ઞાનને સર્વગત કહે છેઃ —
અર્થઃ — જ્ઞાન સર્વ લોક-અલોકને જાણે છે તેથી જ્ઞાનને સર્વગત પણ કહીએ છીએ, વળી જ્ઞાન છે તે જીવને છોડી અન્ય જ્ઞેય પદાર્થોમાં જતું નથી.
ભાવાર્થઃ — જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે તેથી તેને સર્વગત વા સર્વવ્યાપક કહીએ છીએ. પરંતુ તે જીવદ્રવ્યનો ગુણ છે માટે જીવને છોડી અન્ય પદાર્થોમાં જતું નથી.
હવે ‘જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે’ એમ કહે છેઃ —