Tattvagyan Tarangini (Gujarati). Adhyay-17 : Shuddh Chidrupma Prem Vadhe Te Mate Vastavik Sukhnu Pratipadan; Adhyay-18 : Shuddh Chidrupni Praptino Kram.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 9

 

Page 133 of 153
PDF/HTML Page 141 of 161
single page version

અધ્યાય-૧૬ ][ ૧૩૩
संगत्यागो निर्जनस्थानकं च तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः
निर्बाधत्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः ।।।।
સંગ ત્યાગ નિર્જન સ્થળ તત્ત્વજ્ઞાન સર્વ ચિંતા દૂર થાય;
નિર્બાધાત્વ યોગરોધા એ ધયાન હેતુથી મુનિ શિવ જાય. ૮.
અર્થ :સંગનો ત્યાગ, એકાંતસ્થાન, તત્ત્વજ્ઞાન, સર્વ (પ્રકારની)
ચિંતાનો ત્યાગ, ઉપદ્રવનો અભાવ, મન, વચન, કાયારૂપ યોગનો સંયમ
મુનિઓને માટે ધ્યાનમાં આ હેતુઓ કહ્યા છે. ૮.
विकल्पपरिहाराय संगं मुंचंति धीधनाः
संगतिं च जनैः सार्द्धं कार्यं किंचित् स्मरंति न ।।।।
વિકલ્પને તજવાને માટે સંગ તજે સૌ મતિસમૃદ્ધ,
જન સંગતિ કે કાર્ય કાંઇ પણ તેનાં સ્મરે નહ{ તે બુદ્ધ. ૯.
અર્થ :જ્ઞાન જેમનું ધન છે એવા જ્ઞાનીઓ વિકલ્પના ત્યાગ
માટે સંગને છોડે છે, માણસોની સાથે તેમના માર્ગોને તથા કોઈ પણ
કાર્યને યાદ કરતા નથી. ૯.
वृश्चिका युगपत्स्पृष्टाः पीडयंति यथांगिनः
विकल्पाश्च तथात्मानं तेषु सत्सु कथं सुखं ।।१०।।
बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे परं सुखं
अंतः संगतिसंगस्य भवेत् किं न ततोऽधिकं ।।११।।
એક સાથ વ{છી બહુ Mંખે પ્રાણી પીMા લહે અપાર,
તેમ વિકલ્પો પીMે પ્રાણીને તે હોતાં સુખ કાાંથી લગાર?
બાıાસંગતિ સંગ ત્યાગથી મુજને યદિ પરમ સુખ થાય,
અંતરસંગતિ સંગ ત્યાગથી તેથી અધિાક સુખ શું ન પમાય? ૧૦-૧૧.
અર્થ :જેમ એક સાથે ડંખ મારતા વીંછીઓ પ્રાણીઓને પીડા
આપે છે, તેમ વિકલ્પો આત્માને પીડે છે તથા તે વિદ્યમાન હોતાં સુખ
કેવી રીતે થાય? ૧૦.

Page 134 of 153
PDF/HTML Page 142 of 161
single page version

૧૩૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
બાહ્ય એવા લોકમાર્ગો તથા સંગપ્રસંગના ત્યાગમાં જો મને પરમ
સુખ થાય છે, તો અંતરસંગતિ સંગના ત્યાગમાં તેનાથી અધિક સુખ કેમ
ન થાય? ૧૧.
बाह्यसंगतिसंगेन सुखं मन्यते मूढधीः
तत्त्यागेन सुधीः शुद्धचिद्रूपध्यानहेतुना ।।१२।।
अवमौदर्यात्साध्यं विविक्तशय्यासनाद्विशेषेण
अध्ययनं साध्यानं मुमुक्षुमुख्याः परं तपः कुर्युः ।।१३।।
મૂઢ મતિ તો બાıા સંગતિ સંગ વMે સુખ ગણે પ્રધાાન;
તેનો ત્યાગ વિમલ ચિદ્રૂપનો ધયાન હેતુ સુખ ગણે ધાીમાન. ૧૨.
શ્રેÌ મુમુક્ષુ ઉણોદરીને વિવિકત શય્યાસનથી સાધય;
ધયાન સહિત સ્વાધયાય આદરે ઉત્તમ તપ એ તો આરાધય. ૧૩.
અર્થ :અજ્ઞાની જીવ બાહ્ય સંગતિના સંગથી સુખ માને છે,
(જ્યારે) સમ્યક્બુદ્ધિવાળાજ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનનો હેતુ (હોવાથી)
તે સંગના ત્યાગથી સુખ માને છે. ૧૨.
મુમુક્ષુઓમાં મુખ્યજનો ઊંણોદરી તપથી સાધવા યોગ્ય, વિશેષે
કરીને નિર્જન સ્થાનમાં (શુદ્ધાત્માના) ધ્યાન સહિત સ્વાધ્યાયરૂપ પરમ તપ
કરે છે. ૧૩.
ते वंद्याः गुणिनस्ते च ते धन्यास्ते विदांवराः
वसंति निर्जने स्थाने ये सदा शुद्धचिद्रताः ।।१४।।
निर्जनं सुखदं स्थानं ध्यानाध्ययनसाधनं
रागद्वेषविमोहानां शातनं सेवते सुधीः ।।१५।।
તે ગુણવંતા વંદ્ય ગણાતા ધાન્ય જ્ઞાનીમાં પ્રવર મનાય,
નિર્જન સ્થાને ને જઇ વસતા ચિદ્રૂપમાં અતિ રકત સદાય;
નિર્જનસ્થાન અતિ સુખદાયી ધયાન તથા સ્વાધયાય નિદાન,
રાગ દ્વેષ વિમોહ વિનાશક સેવે તેને અતિ મતિમાન. ૧૪-૧૫.

Page 135 of 153
PDF/HTML Page 143 of 161
single page version

અધ્યાય-૧૬ ][ ૧૩૫
અર્થ :જેઓ હંમેશાં શુદ્ધ ચિદ્રૂપમાં રક્ત નિર્જન સ્થાનમાં વસે
છે તે વંદવાયોગ્ય છે, તે ગુણવાન છે, તે ધન્ય છે અને તે તત્ત્વોમાં શ્રેષ્ઠ
છે. ૧૪.
જ્ઞાની મનુષ્ય ધ્યાન અને સ્વાધ્યાયના કારણરૂપ રાગ-દ્વેષ-મોહનો
નાશ કરનાર સુખદાયક નિર્જન સ્થાનનું સેવન કરે છે. ૧૫.
सुधाया लक्षणं लोका वदंति बहुधा मुधा
बाधाजंतुजनैर्मुक्तं स्थानमेव सतां सुधा ।।१६।।
भूमिगृहे समुद्रादितटे पितृवने वने
गुहादौ वसति प्राज्ञः शुद्धचिद्ध्यानसिद्धये ।।१७।।
લોક સુધાાનું લક્ષણ બહુધાા ભાખે તે તો વ્યર્થ તમામ,
સંતાસુધાા તો બાધાા જંતુ જન વિણ નિર્જન સ્થાનનું નામ.
ભૂમિગૃહ વર સિંધાુ તટ પર, સ્મશાન વન ગિરિગ¯રમાંય,
ચિદ્રૂપ ધયાનની સિદ્ધિ કાજે પ્રાજ્ઞ વસે નિર્જન સ્થળમાંય. ૧૬-૧૭.
અર્થ :લોકો સુધાનું લક્ષણ અનેક પ્રકારે કહે છે, પરંતુ તે વૃથા
છે. સત્પુરુષોને તો બાધારહિત, જંતુરહિત અને મનુષ્ય રહિત એવું સ્થાન
તે જ અમૃત છે. ૧૬.
તત્ત્વજ્ઞાની શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ કરવા માટે ભોંયરામાં
સમુદ્ર આદિના કાંઠે, સ્મશાનમાં; અરણ્યમાં કે ગુફા આદિમાં વસે છે. ૧૭.
विविक्तस्थानकाभावात् योगिनां जनसंगमः
तेषामालोकनेनैव वचसा स्मरणेन च ।।१८।।
जायते मनसः स्पंदस्ततो रागादयोऽखिलाः
तेभ्यः क्लेशो भवेत्तस्मान्नाशं याति विशुद्धता ।।१९।।
तया विना न जायेत शुद्धचिद्रूपचिंतनं
विना तेन न मुक्तिः स्यात् परमाखिलकर्मणां ।।२०।।

Page 136 of 153
PDF/HTML Page 144 of 161
single page version

૧૩૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तस्माद्विविक्तसुस्थानं ज्ञेयं क्लेशनाशनं
मुमुक्षुयोगिनां मुक्तेः कारणं भववारणं ।।२१।।
અર્થ :એકાંત સ્થાનકના અભાવથી યોગીઓને મનુષ્યોનો સંગ
થાય, (તેથી) તેમને જોવાથી, (તેમનાં) વચનોથી તથા સ્મરણથી તથા
મનની ચંચળતાથી થાય છે, તે (ના)થી રાગાદિ સમસ્ત દોષો થાય છે,
તેનાથી સંક્લેશ થાય છે, તેનાથી વિશુદ્ધતા નાશ પામે છે, વિશુદ્ધતા વિના
આત્મસ્વરૂપનું ચિંતન થાય નહિ અને આત્મચિંતન વિના પરમ અખિલ
કર્મથી છૂટવારૂપ મુક્તિ થતી નથી. ૧૮-૧૯-૨૦.
માટે મોક્ષાર્થી યોગીઓએ એકાંત નિર્વિકાર સ્થાનને સંક્લેશનો
નાશ કરનારી સંસારી ભ્રમણને અટકાવનાર મોક્ષનું કારણ જાણવું.

Page 137 of 153
PDF/HTML Page 145 of 161
single page version

અધયાય ૧૭ મો
[શુદ્ધ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક
સુખનું પ્રતિપાદન]
मुक्ताविद्रुमरत्नधातुरसभूवस्त्रान्नरुग्भूरुहां
स्त्रीभाश्वाहिगवां नृदेवविदुषां पक्षांबुगानामपि
प्रायः संतिपरीक्षकाः भुवि सुखस्यात्यल्पका हा यतो
दृश्यंते खभवे रताश्च बहुवः सौख्ये च नातींद्रिये
।।।।
મોતી પ્રવાલ રત્ન ધાાતુ રસ ભૂમિ વસ્ત્ર સુરનર વ્યાધિા,
અન્ન વૃક્ષ સ્ત્રી નાગ અશ્વ કે પશુ પક્ષી વિદ્વાનાદિ;
બહુ પરીક્ષક એના જગમાં £ન્દ્રિય સુખ આસકત દિસે,
વિરલા માત્ર પરીક્ષક જગમાં રકત અતીન્દ્રિય સૌખ્ય વિષે. ૧.
અર્થ :મોતી, પરવાળાં, રત્ન, ધાતુ, રસ, પૃથ્વી, વસ્ત્ર, અન્ન,
રોગ અને વૃક્ષોના સ્ત્રી, હાથી, ઘોડા, સર્પ, ગાય, બળદના, મનુષ્ય, દેવ
અને વિદ્વાનો, પક્ષીઓ તથા જળચર જીવોના જગતમાં પ્રાયે ઘણા
પરીક્ષકો છે પણ ખેદની વાત છે, કે સત્સુખના અતિ અલ્પ પરીક્ષકો છે,
કારણ કે ઇન્દ્રિયજન્ય સુખમાં મુખ્યત્વે સઘળા રક્ત છે, અતીન્દ્રિયસુખમાં
રક્ત દેખાતા નથી. ૧.
निर्द्रव्यं स्ववशं निजस्थमभयं नित्यं निरीहं शुभं
निर्द्वंदं निरुपद्रवं निरुपमं निर्बंधमूहातिगं
उत्कृष्टं शिवहेत्वदोषममलं यद्दुर्लभं केवलं
स्वात्मोत्थं सुखमीदृशं च स्वभवं तस्माद्विरुद्धं भवेत्
।।।।

Page 138 of 153
PDF/HTML Page 146 of 161
single page version

૧૩૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આત્મિક સુખ તો નિજવશ નિરુપમ નિઃસ્પૃહ નિત્ય નિજસ્થ અહો!
નિરુપદ્રવ નિર્દ્રવ્ય અબંધાક વિણ ભય શુભ અતકર્ય લહો;
શ્રેÌ અદોષ અમલ શિવહેતુ દુર્લભ દ્વન્દ્વાતીત ગ્રહો,
આવું સુખ સ્વાત્મોત્થ લહો, તે વિરુદ્ધ £ન્દ્રિય સુખ ન ચહો. ૨.
અર્થ :ધન (ની અપેક્ષા) રહિત, સ્વાધીન, આત્મામાં રહેલું,
ભયરહિત, નિત્ય, નિસ્પૃહ, શુભ, દ્વંદ્વરહિત, ઉપદ્રવરહિત, ઉપમા રહિત,
બંધરહિત તર્કથી પર સર્વોત્તમ, મોક્ષનું કારણ, દોષ રહિત, મળ રહિત
જે કેવળ દુર્લભ છે; એવું સ્વ આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ છે અને
ઇન્દ્રિયજન્ય સુખ તેનાથી વિરુદ્ધ છે. ૨.
वैराग्यं त्रिविधं निधाय हृदये हित्वा च संगे त्रिधा
श्रित्वा सद्गुरुमागमं च विमलं धृत्वा च रत्नत्रयं
त्यक्त्वान्यैः सह संगतिं च सकलं रागादिकं स्थानके
स्थातव्यं निरुपद्रवेऽपि विजने स्वात्मोत्थसौख्याप्तये
।।।।
ભવ તન ભોગ પ્રતિ Òદયે વૈરાગ્ય ધારી તજી સંગ ત્રિધાા,
સદ્ગુરુ તે નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયને ધાારી મુદા;
અન્ય જીવોની સંગતિ તેમજ રાગાદિ તજી સઘાળાને,
સુખ સ્વાત્મોત્થ ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને. ૩.
અર્થ :પોતાના આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ મેળવવા માટે
હૃદયમાં (સંસાર, શરીર અને ભોગ પ્રત્યે તેમજ મન વચન કાયાથી)
ત્રિવિધ વૈરાગ્ય ધારણ કરીને ચેતન, અચેતન, મિશ્ર એમ ત્રણ પ્રકારનો
પરિગ્રહ છોડીને સદ્ગુરુનો અને નિર્દોષ સત્શાસ્ત્રનો આશ્રય કરીને,
રત્નત્રય ધારણ કરીને, અન્ય સાથેનો સંગ તથા સમસ્ત રાગાદિ ભાવો
તજીને ઉપદ્રવરહિત નિર્જન સ્થાનમાં રહેવું જોઈએ. ૩.
खसुखं न सुखं नृणां किंत्वभिलाषाग्निवेदनाप्रतीकारः
सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशुद्धपरिणामात् ।।।।

Page 139 of 153
PDF/HTML Page 147 of 161
single page version

અધ્યાય-૧૭ ][ ૧૩૯
£ન્દ્રિયસુખ સુખ નહિ પણ £ચ્છા-અગ્નિ-વ્યથા એ શાંત કરે,
શુદ્ધ પરિણતિ નિરાકુળ જે આત્મસ્થિતિ સુખ તે જ ખરે. ૪.
અર્થ :ઇન્દ્રિયસુખ એ મનુષ્યોનું સુખ નથી, પરંતુ ઇચ્છારૂપ
અગ્નિની વેદનાને શમાવવાનો ઉપાય છે. આત્મામાં (જે) સ્થિતિ છે તે,
નિરાકુળતા હોવાથી તથા વિશુદ્ધ પરિણામ હોવાથી સુખ જ છે. ૪.
नो द्रव्यात्कीर्तितः स्याच्छुभखविषयतः सौधतूर्यत्रिकाद्वा
रूपादिष्टागमाद्वा तदितरविगमात् क्रीडनाद्यादृतुभ्यः
राज्यात्संराजमानात् वलवसनसुतात्सत्कलत्रात्सुगीतात्
भूषाद् भूजागयानादिह जगति सुखं तात्त्विकं व्याकुलत्वात्
।।।।
નહ{ દ્રવ્યથી તે સત્સુખ કાંઇ, કે નહિ તે કીર્તિથી મળે,
£ન્દ્રિયરમ્ય વિષયથી નહિ, કે જલસાથી મહેલ તળે;
મનોજ્ઞ £ષ્ટ પ્રાપ્તિથી તે નહિ, તેમ અનિષ્ટ વિયોગે નહ{;
સુંદર રુપ ક્રીMા રમણીય ´તુ રાજ્ય રાજ સન્માને નહ{
વસ્ત્ર પુત્ર સ્ત્રી ભૂષણ ગીતો તરુગિરિ વાહન સેવામાં,
નહ{ જગતમાં તાત્ત્વિક સુખ તો મળે માત્ર આકુળતા ત્યાં. ૫.
અર્થ :દ્રવ્યથી, કીર્તિથી, મનોજ્ઞ ઇન્દ્રિયના વિષયોથી અથવા
રાજમહેલ, જલસા, નૃત્ય, ગીત, વાજિંત્ર એ ત્રણેથી અથવા સુંદર રૂપથી,
ઇષ્ટની પ્રાપ્તિથી અને અનિષ્ટના ત્યાગથી, ક્રીડા આદિ કરવાથી, અનુકૂળ
ૠતુઓથી, રાજ્યથી, રાજસન્માનથી, સેના, વસ્ત્ર કે પુત્ર-પુત્રીથી, અનુકૂળ
સ્ત્રીથી, મધુર ગીતથી, ભૂષણોથી, વૃક્ષ, પર્વત કે વાહનથી આ જગતમાં
તાત્ત્વિક સુખ થતું નથી. કેમ? (કારણ કે) તે સર્વમાં વ્યાકુળતા રહેલી
છે તેથી. ૫.
पूरे ग्रामेऽटव्यां नगरशिरसि नदीशादिसुतटे
मठे दर्यां चैत्योकसि सदसि रथादौ च भवने
महादुर्गे स्वर्गे पथनमसि लतावस्त्रभवने
स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलवभाक्
।।।।

Page 140 of 153
PDF/HTML Page 148 of 161
single page version

૧૪૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અટવી ગ્રામ નગર નગશિખરે જલધિા તરંગિણી તટ વસતા,
આશ્રમ ચૈત્ય ગુફા રથ મંદિર સભા આદિમાં સ્થિતિ કરતા;
મહાદુર્ગ નભ માર્ગ તંબૂ કે લતા મંMપે જઇ વસતા,
છતાં મોહી પરસમય રકત તે સત્સુખ લવ નહિ પાત્ર થતા. ૬.
અર્થ :મોહને વશ થયેલા જીવ નગરમાં, ગામમાં, જંગલમાં,
પર્વતની ટોચ ઉપર, સમુદ્રના કાંઠે, મઠમાં, ગુફામાં, દેવાલયના
નિવાસમાં, સભામાં, રથ આદિમાં, મકાનમાં, મહાન કિલ્લામાં, સ્વર્ગમાં,
માર્ગમાં કે, આકાશમાં, લતામંડપમાં કે તંબૂમાં નિવાસ કરીને રહે; તોપણ
પરપદાર્થમાં રસ (હોવાથી) અલ્પાંશે પણ સુખનો ભોક્તા થઈ શકતો
નથી. ૬.
निगोते गूथकीटे पशुनृपतिगणे भारवाहे किराते
सरोगे मुक्तरोगे धनवति विधने बाहनस्थे च पद्गे
युवादौ बारवृद्धे भवति हि खसुखं तेन किं यत् कदाचित्
सदा वा सर्वदैवैतदपि किल यतस्तन्न चाप्राप्तपूर्वं
।।।।
જીવ નિગોદે કે વિષ્ટામાં, પશુ નૃપ, ભીલ કો ભાર વહે,
રોગી નિરોગી ધાનિક દરિદ્રી પગ કે વાહનથી વિહરે;
બાલ યુવાન વૃદ્ધ એ સૌનાં £ન્દ્રિય સુખ કદી હોય સદા,
તોપણ તેનું કામ શું મરે અપૂર્વ નહિ તે સુલભ બધાાં. ૭.
અર્થ :જે ઇન્દ્રિયજન્ય સુખ નિગોદમાં, વિષ્ટાના કીડામાં, પશુ
કે નૃપતિના સમૂહમાં, ભાર વહેનાર મજૂરમાં, ભીલમાં, રોગમાં,
નીરોગીમાં, ધનવાનમાં, ધનહીનમાં, વાહનમાં ફરનારમાં, પગે
ચાલનારમાં, યુવાન આદિમાં, બાળક કે વૃદ્ધમાં કોઈ વાર હોય છે; કદાચ
એ સદા સર્વદા હોય તો ય તેથી શું? (તેનાથી મારે શું પ્રયોજન છે?)
કારણ કે તે કદી મને મળ્યું ન હોય એવું અપૂર્વ નથી. ૭.
ज्ञेयावलोकनं ज्ञानं सिद्धानां भविनां भवेत्
आद्यानां निर्विकल्पं तु परेषां सविकल्पकं ।।।।

Page 141 of 153
PDF/HTML Page 149 of 161
single page version

અધ્યાય-૧૭ ][ ૧૪૧
જ્ઞેય પદાર્થો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં,
સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮.
અર્થ :સિદ્ધ આત્માઓને, સંસારી જીવોને, જ્ઞેય પદાર્થનું દર્શન
જ્ઞાન થાય છે, પણ સિદ્ધોને તે જ્ઞાન દર્શન વિકલ્પરહિત હોય છે અને
સંસારીઓને (તે) વિકલ્પ સહિત હોય છે. ૮.
व्याकुलः सविकल्पः स्यान्निर्विकल्पो निराकुलः
कर्मबंधोऽसुखं चाद्ये कर्माभावः सुखं परे ।।।।
નિર્વિકલ્પ તો નિરાકુલ ને વ્યાકુલ વિકલ્પવંત સદા,
કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખયુત અન્ય બધાા. ૯.
અર્થ :વિકલ્પ સહિત જીવ દુઃખી હોય છે અને નિર્વિકલ્પ
જીવ સુખી હોય છે. પ્રથમ (સવિકલ્પ)ને કર્મનો બંધ થાય છે અને
દુઃખ થાય છે. બીજાને (
નિર્વિકલ્પને) કર્મનો અભાવ અને સુખ થાય
છે. ૯.
बहून् वारान् मया भुक्तं सविकल्पं सुखं ततः
तन्नापूर्वं निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ।।१०।।
પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મx અનુભવ્યું બહુ વાર અહા!
તેથી તે ન અપૂર્વ મને તો નિર્વિકલ્પ સુખ વિષે સ્પૃહા. ૧૦.
અર્થ :સવિકલ્પ સુખ મેં ઘણીવાર ભોગવ્યું છે, તેથી તે (મારા
માટે) અપૂર્વ નથી, તેથી મને નિર્વિકલ્પ સુખ પ્રત્યે સ્પૃહા છે. ૧૦.
ज्ञेयज्ञानं सरागेण चेतसा दुःखमंगिनः
निश्चयश्च विरागेण चेतसा सुखमेव तत् ।।११।।
રાગાદિયુત ચિત્ત સહિત જો જાણે જ્ઞેય વસ્તુ દુઃખ તો;
પણ જો જાણે ચિત્ત-વિરાગે નિશ્ચયથી જીવને સુખ તો. ૧૧,
અર્થ
:રાગયુક્ત ચિત્તથી જ્ઞેય પદાર્થનું જ્ઞાન પ્રાણીને દુઃખ

Page 142 of 153
PDF/HTML Page 150 of 161
single page version

૧૪૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આપે છે અને રાગરહિત મનથી તે જ્ઞાન સુખ જ છે, એ નિશ્ચય
છે. ૧૧.
रवेः सुधायाः सुरपादपस्य चिंतामणेरुत्तमकामधेनोः
दिवो षिदग्धस्य हरेरखर्वं गर्वं हरन् भो विजयी चिदात्मा ।।१२।।
સૂર્ય સુધાા સુરતરુ સુરમણિ કે સુરધોનુ સુરસદન મહા,
વિષ્ણુ આદિના ગર્વ હરે એ પ્રબળ ચિદાત્મા વિજયી અહા! ૧૨.
અર્થ :હે આત્મન્! ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા સૂર્યના,
અમૃતના, કલ્પવૃક્ષના, ચિંતામણિ રત્નના, ઉત્તમ કામધેનુના, દેવલોકના,
પંડિતના, વિષ્ણુના અખંડિત ગર્વને ચકચૂર કરીને અખંડ પ્રતાપવાન વર્તે
છે. ૧૨.
चिंता दुःखं सुखं शांतिस्तस्या एतत्प्रतीयते
तच्छांतिर्जायते शुद्धचिद्रूपे लयतोऽचला ।।१३।।
ચિંતા એ દુઃખ સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને;
નિર્મલ ચિદ્રૂપમાં લય લાગ્યે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩.
અર્થ :ચિંતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે, આ વાત
શાંતિથી વિચારતાં પ્રતીતિમાં આવે છે. તે અચળ શાંતિ શુદ્ધ ચિદ્રૂપમાં
લય લાગવાથી પ્રગટ થાય છે. ૧૩.
मुंच सर्वाणि कार्याणि संगं चान्यैश्च संगतिं
भो भव्य ! शुद्धचिद्रूपलये वांछास्ति ते यदि ।।१४।।
નિર્મળ ચિદ્રૂપમાં લયની જો વાંછા છે હે ભવ્ય! તને,
તો તજ સર્વ કાર્ય, બહિરંતર સંગ સંગતિ અન્યજને. ૧૪.
અર્થ :હે ભવ્ય! જો શુદ્ધ ચિદ્રૂપના લયની તને ઇચ્છા હોય,
તો સર્વ (બાહ્ય) કાર્યો તથા પરપદાર્થોનો બાહ્ય અને અંતર સંગ તું છોડી
દે. ૧૪.

Page 143 of 153
PDF/HTML Page 151 of 161
single page version

અધ્યાય-૧૭ ][ ૧૪૩
मुक्ते बाह्ये परद्रव्ये स्यात्सुखं चेच्चितो महत्
सांप्रतं किं तदादोऽतः कर्मादौ न महत्तरं ।।१५।।
મુકત થતાં પરદ્રવ્ય બાıાથી જો જીવને સુખ અતીવ દીસે,
તો પછી કર્માદિથી મુકતને શ્રેÌ સૌખ્ય શું ના ઉલ્લસે? ૧૫.
અર્થ :બાહ્ય પરદ્રવ્યનો ત્યાગ કરતાં જો આત્માને મહાન સુખ
થાય છે, તો હવે કર્માદિને છોડતાં આનાથી વિશેષ સુખ આત્માને કેમ
થાય? ૧૫.
इन्द्रियैश्च पदार्थानां स्वरूपं जानतोंऽगिनः
यो रागस्तत्सुखं द्वेषस्तद्दुःखं भ्रांतिजं भवेत् ।।१६।।
यो रागादिविनिर्मुक्तः पदार्थानखिलानपि
जानन्निराकुलत्वं यत्तात्त्विकं तस्य तत्सुखं ।।१७।।
પ્રાણી વસ્તુસ્વરુપ જાણતાં, માત્ર બાıા £ન્દ્રિય જ્ઞાને,
ત્યાં જે રાગ, ગણે સુખ તેને, દ્વેષ દુઃખ ભ્રમથી માને;
રાગાદિથી મુકત સંત જે સર્વ વસ્તુ જાણે તોયે,
નિરાકુલતા ત્યાં તેઓને, તે જ સૌખ્ય તાત્ત્વિક હો યે. ૧૬-૧૭.
અર્થ :પદાર્થોનાં સ્વરૂપને ઇન્દ્રિયો વડે જાણતાં જીવને તેમાં જે
રાગ છે, તે ભ્રાંતિથી થતું સુખ છે અને જે દ્વેષ છે, તે ભ્રાંતિજન્ય દુઃખ
છે. ૧૬.
સર્વ પદાર્થોને જાણવા છતાં પણ જે જીવ રાગાદિથી અત્યંત મુક્ત
છે તેને જે નિરાકુળતા છે, તે તાત્ત્વિક (સાચું) સુખ છે. ૧૭.
इंद्राणां सार्वभौमानां सर्वेषां भावनेशिनां
विकल्पसाधनैः सार्थैर्व्याकुलत्वात्सुखं कुतः ।।१८।।
तात्त्विकं च सुखं तेषां ये मन्यंते ब्रुवंति च
एवं तेषामहं मन्ये महती भ्रांतिरुद्गता ।।१९।।

Page 144 of 153
PDF/HTML Page 152 of 161
single page version

૧૪૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શક્ર ચક્રી કે ભવનવાસીના £ન્દ્ર તણા £ન્દ્રિય વિષયો,
વિકલ્પકારક હોવાથી ત્યાં આકુળતા, સુખ કાાંથી કહો?
તે સુખને તાત્ત્વિક જે માને તથા વર્ણવે તે રુપે,
અહા! ભ્રાન્તિ મોટી તેઓને માનું ભમાવે ભવકૂપે. ૧૮-૧૯.
અર્થ :ઇન્દ્રોના, ચક્રવર્તીઓના, સર્વ ભવનવાસી દેવોના,
ઇન્દ્રોના વિકલ્પના (રાગાદિનાં) સાધન એવા ઇન્દ્રિયવિષયોથી સુખ
ક્યાંથી હોય? કેમ કે ત્યાં વ્યાકુળતા છે. ૧૮.
તેઓના સુખને જે તાત્ત્વિક (સાચું) ગણે છે અને કહે છે, તેમને
મહાન ભ્રાંતિ ઉપજી છે, એમ હું માનું છું. ૧૯.
विमुच्य रागादि निजं तु निर्जने
पदे स्थिरतानां सुखमत्र योगिनां
विवेकिनां शुद्धचिदात्मचेतसां
विदां यदा स्यान्न हि कस्यचित्तथा
।।२०।।
(શિખરણી)
તજી રાગાદિને વિજન પદમાં સ્થિતિ ધારતા,
અહા! જ્ઞાની નિત્યે સ્વકીય પરનો ભેદ કરતા;
વિવેકા એ ચિત્તે સહજ નિજરુપે રત રહે,
વરે યોગી તેવું નિજ સુખ કદી અન્ય ન લહે. ૨૦.
અર્થ :રાગાદિનો ત્યાગ કરી, નિર્જનસ્થળમાં સ્થિતિ કરનારને,
યોગીઓને, જડ ચેતનના ભેદજ્ઞાનરૂપ વિવેકવાળાઓને, શુદ્ધ
આત્મસ્વરૂપમાં જેમનું ચિત્ત લીન છે એવાઓને, આત્મજ્ઞાનીઓને અહીં
જેવું આત્મિક સુખ પ્રગટ થાય છે, તેવું (બીજા) કોઈને પ્રગટવું સંભવતું
નથી. ૨૦.

Page 145 of 153
PDF/HTML Page 153 of 161
single page version

અધયાય ૧૮ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ક્રમ]
श्रुत्वा श्रद्धाय वाचा ग्रहणममपि दृढं चेतसा यो विधाय
कृत्वांतः स्थैर्यबुद्धया परमनुभवनं तल्लयं याति योगी
तस्य स्यात्कर्मनाशस्तदनु शिवपदं च क्रमेणेति शुद्ध-
चिद्रूपोऽहं हि सौख्यं स्वभवमिह सदासन्न भव्यस्य नूनं
।।।।
(મંદાક્રાંતા છંદ)
‘શુદ્ધાત્મા હું, મુજ સ્વરુપ એ,’ સુણી શ્રદ્ધા કરીને,
ધાારે તેને મન વચનથી એક નિÌા ધારીને;
બુદ્ધિ ઉરે સ્થિર ધારી અતિ અન્યને ભિન્ન જાણે,
યોગી તે તો અનુભવ લહે લીનતા તત્ત્વતાને.
નિશ્ચે એવા નિકટભવિનાં કર્મ તો નાશ પામે,
પ્રાપ્તિ તેને શિવપદતણી, સિદ્ધિમાં તે વિરામે;
આવે એના ભવભ્રમણનાં દુઃખનો અંત પૂર્ણ,
ને એ સ્વાત્મોત્થિત સુખ સદાસ્વાદ પામે પ્રપૂર્ણ. ૧.
અર્થ :‘હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એમ સાંભળીને,
નિઃશંકપણે તે સત્ય છે એમ શ્રદ્ધા કરીને વાણીથી અને અંતર્વૃત્તિથી પણ
દ્રઢતાથી ગ્રહણ કરીને, અંતરમાં મનની સ્થિરતા કરી, સર્વોત્તમ એવો
શુદ્ધાત્માનો અનુભવ કરીને, જે યોગી તે સ્વાનુભવમાં લય પામે છે, તે
આસન્નભવ્યના કર્મનો ક્રમે કરીને અવશ્ય નાશ થાય છે અને ત્યાર પછી
(તેને) મોક્ષપદની પ્રાપ્તિ અને સદાકાળ રહેતું આત્મિક સુખ અહીં જ
પ્રાપ્ત થાય છે. ૧.

Page 146 of 153
PDF/HTML Page 154 of 161
single page version

૧૪૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
गृहिभ्यो दीयते शिक्षा पूर्वं षट्कर्मपालने
व्रतांगीकरणे पश्चात्संयमग्रहणे ततः ।।।।
यतिभ्यो दीयते शिक्षा पूर्वं संयमपालने
चिद्रूपचिंतने पश्चादयमुक्तो बुधैः क्रमः ।।।।
શિક્ષા દેવી પ્રથમગૃહીને કર્મ ષટ્ પાલવાની,
લેવાં તેણે વ્રત પછી સ્થિતિ સંયમે ધાારવાની;
શિક્ષા દેવી પ્રથમ યતિને સંયમો પાલવાની,
ચિદ્રૂપે ચિંતન પછી કરે એ ક્રમે જ્ઞાની-વાણી. ૨-૩.
અર્થ :ગૃહસ્થોને પહેલાં છ નિત્યકર્મના પાલનનો બોધ
આપવામાં આવે છે, પછી વ્રતો અંગીકાર કરવાની અને ત્યાર પછી સંયમ
ગ્રહણ કરવાની શિક્ષા અપાય છે. ૨.
મુનિઓને પ્રથમ સંયમ પાળવાની શિક્ષા અપાય છે અને પછી
ચિદ્રૂપનું ધ્યાન કરવાની શિક્ષા આપવામાં આવે છે; આ ક્રમ જ્ઞાનીઓએ
કહ્યો છે. ૩.
संसारभीतितः पूर्वं रुचिर्मुक्तिसुखे दृढा
जायते यदि तत्प्राप्तेरुपायः सुगमोस्ति तत् ।।।।
युगपज्जायते कर्ममोचनं तात्त्विकं सुखं
लयाच्च शुद्धचिद्रूपे निर्विकल्पस्य योगिनः ।।।।
લાગ્યે ભીતિ ભવતણી, ઉગે, મુકિતસૌખ્યે સુરુચિ,
મુકિતહેતુ સુગમ અતિ તો આદ્ય તે તીવ્ર રુચિ;
પામે યોગી સત્ સુખ અને કર્મ મુકિતય સાથે,
નિર્વિકલ્પી યદિ લય લહે શુદ્ધ ચિદ્રૂપમાં તે. ૪-૫.
અર્થ :જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દ્રઢ રુચિ
ઉત્પન્ન થાય, તો તે મોક્ષસુખની પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૪.

Page 147 of 153
PDF/HTML Page 155 of 161
single page version

અધ્યાય-૧૮ ][ ૧૪૭
શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ યોગીને કર્મથી મુક્તિ
અને તાત્ત્વિક સુખ એકસાથે પ્રગટે છે. ૫.
अष्टावंगानि योगस्य यमो नियम आसनं
प्राणायामस्तथा प्रत्याहारो मनसि धारणा ।।।।
ध्यानश्चैव समाधिश्च विज्ञायैतानि शास्त्रतः
सदैवाभ्यसनीयानि भदंतेन शिवार्थिना ।।।।
(હરિગીત)
યમ નિયમ આસન તેમ પ્રાણાયામ પ્રત્યાહારને,
મનધાારણા સદ્ધયાને પ્રાંતે સમાધિા સાર જે;
સત્શાસ્ત્રથી જાણી યથારથ યોગનાં અષ્ટાંગ એ,
અભ્યાસ તેનો નિત્ય કરવો, સર્વ ભવ્ય શિવાર્થીએ. ૬-૭.
અર્થ :યમ (આખા જીવન માટે અહિંસા, સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રત અંશે કે પૂર્ણપણે પાળવા તે),
નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અથવા ત્યાગ, મૌન,
ઉપવાસ વગેરે થોડા સમય માટે લેવામાં આવે તે નિયમ છે), આસન
(યોગનાં અનેક આસનોમાંથી એક આસને બેસવાનો દ્રઢ અભ્યાસ),
પ્રાણાયામ (શ્વાસજય), વિષયોથી ઇન્દ્રિયને પાછી વાળવી તે,
તત્ત્વસ્વરૂપ ધ્યેયને મનમાં ધારણ કરવું તે; ધ્યાન (ધ્યેયમાં વિશેષે
એકાગ્રતા), તથા સ્વરૂપમાં નિરંતર સ્થિતિ તે સમાધિ, આ યોગના
આઠ અંગ યોગશાસ્ત્રોથી જાણીને મોક્ષાર્થી ભવ્ય જીવે (તેમનો) નિત્ય
અભ્યાસ કરવા યોગ્ય છે. ૬-૭.
भावान्मुक्तो भवेच्छुद्धचिद्रूपोहमीतिस्मृतेः
यद्यात्मा क्रमतो द्रव्यात्स कथं न विधीयते ।।।।
क्षणे क्षणे विमुच्येत शुद्धचिद्रूपचिंतया
तदन्यचिंतया नूनं बध्येतैव न संशयः ।।।।

Page 148 of 153
PDF/HTML Page 156 of 161
single page version

૧૪૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
હું શુદ્ધ ચિદ્રૂપ એમ સ્મરતાં ભાવમુક્ત થવાય જ્યાં,
આત્મા /મે કરી તો પછી શું દ્રવ્ય મુકત ન થાય ત્યાં;
ક્ષણ ક્ષણ મુકાયે કર્મથી જીવ શુદ્ધ ચિદ્રૂપચિંતને,
બંધાાય તે પરદ્રવ્યચિંતનથી ન સંશય સુજ્ઞને. ૮-૯.
અર્થ :જો આત્મા હું શુદ્ધ ચિદ્રૂપ છું એમ સ્મરણ કરીને
ભાવથી મુક્ત થાય, તો ક્રમે ક્રમે તે દ્રવ્યથી મુક્ત કેમ ન થાય? ૮.
શુદ્ધ ચિદ્રૂપના ચિંતનથી (જીવ) ક્ષણેક્ષણે મુક્ત થાય (છે) અને
તેનાથી બીજી ચિંતા કરવાથી ખરેખર તે બંધાય જ (છે); એમાં સંશય
નથી. ૯.
सयोगक्षीणमिश्रेषु गुणस्थानेषु नो मृतिः
अन्यत्र मरणं प्रोक्तं शेषत्रिक्षपकैर्विना ।।१०।।
मिथ्यात्वेऽविरते मृत्या जीवा यांति चतुर्गतीः
सासादने विना श्वभ्रं तिर्यगादिगतित्रयं ।।११।।
ગુણસ્થાન ત્રીજે બારમે ને તેરમે મૃત્યુ નહ{,
ના ક્ષપક શ્રેણીમાં મરણ કıાãં અન્ય ગુણસ્થાનો મહ{;
મિથ્યાત્વ અવિરતિમાં મરણ થાતાં ચર્તુગતિ જીવ જતા,
સાસાદને મૃત્યુ થતાં વિણ નરક ત્રણ ગતિ પામતા. ૧૦-૧૧.
અર્થ :તેરમા સયોગ કેવળી, બારમા ક્ષીણમોહ અને ત્રીજા
મિશ્ર ગુણસ્થાનોમાં મરણ થતું નથી. બીજાં ત્રણ ક્ષપક શ્રેણીના ૮-૯-
૧૦ ગુણસ્થાન વિના બાકીના બીજા ગુણસ્થાનોમાં મરણ થાય છે, એમ
કહ્યું છે. ૧૦.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં, ચોથા અવિરત સમ્યક્ત્વ
ગુણસ્થાનમાં, મરણ પામેલા જીવો ચાર ગતિમાંની કોઈ એક ગતિમાં જાય
છે, બીજા સાસાદન ગુણસ્થાનમાં મરણ પામેલા જીવ નરક સિવાય,
તિર્યંચ, મનુષ્ય ને દેવ એ ત્રણ ગતિમાંની કોઈ એક ગતિમાં જાય છે. ૧૧.

Page 149 of 153
PDF/HTML Page 157 of 161
single page version

અધ્યાય-૧૮ ][ ૧૪૯
अयोगे मरणं कृत्वा भव्या यांति शिवालयं
मृत्वा देवगतिं यांति शेषेषु सप्तसु ध्रुवं ।।१२।।
ભવ્યો અયોગી ગુણસ્થાને મરણથી શિવ પહાxચતા,
ગુણસ્થાન બાકી સાત તેમાં મરણ કરી સુરગતિ જતા. ૧૨.
અર્થ :ભવ્ય જીવો અયોગી (ચૌદમા) ગુણસ્થાનકે મરણ કરીને
મોક્ષસ્થાનમાં જાય છે અને બાકીના સાતમાં મરીને નિશ્ચયથી દેવગતિમાં
જાય છે. ૧૨.
शुद्धचिद्रूपसद्धयानं कृत्वा यांत्यधुना दिवं
तर्त्रेदियसुखं भुक्त्वा श्रुत्वा वाणीं जिनागतां ।।१३।।
जिनालयेषु सर्वेषु गत्वा कृत्वार्चनादिकं
ततो लब्ध्वा नररत्वं च रत्नत्रय विभूषणं ।।१४।।
शुद्धचिद्रूपसद्धयानबलात्कृत्वा विधिक्षयं
सिद्धस्थानं परिप्राप्य त्रैलोक्यशिखरे क्षणात् ।।१५।।
साक्षाच्च शुद्धचिद्रूपा भूत्वात्यंतनिराकुलाः
तिष्ठंत्यनंतकालं ते गुणाष्टक समन्विताः ।।१६।।
જન શુદ્ધ ચિદ્રૂપનું કરી સદ્ધયાન સુર અધાુના થતા;
£ન્દ્રિય સુખ ત્યાં ભોગવી, જિનવાણી સુણવા પામતા. ૧૩.
ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચરે પૂજાદિ આચરે,
ત્યાંથી ફરી નરભવ અને વળી રત્નત્રય ભૂષણ ધારે;
ત્યાં શુદ્ધ ચિદ્રૂપ ધયાનના બળથી કરમનો ક્ષય કરે,
ક્ષણ એકમાં ત્રણ લોક શિખરે સિદ્ધિસ્થાને જઇ Lરે. ૧૪-૧૫.
અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રૂપ શુદ્ધ તે,
રાજે અનંતા કાળ સુખમાં અષ્ટ ગુણ સમૃદ્ધ તે. ૧૬.
અર્થ
:આ વર્તમાન કાળમાં શુદ્ધ ચિદ્રૂપનું સત્ધ્યાન કરીને

Page 150 of 153
PDF/HTML Page 158 of 161
single page version

૧૫૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
જીવ દેવલોકમાં જાય છે, ત્યાં ઇન્દ્રિય સુખ ભોગવીને જિનભગવાનની
વાણી સાંભળીને, સર્વ જિનમંદિરોમાં જઈને પૂજા આદિ કરીને, ત્યાર
પછી મનુષ્યભવ અને રત્નત્રયરૂપ ભૂષણ પ્રાપ્ત કરીને, શુદ્ધ ચિદ્રૂપના
સદ્ધ્યાનના બળથી, કર્મનો નાશ કરીને, ક્ષણમાં ત્રણ લોકના શિખર
ઉપર સિદ્ધસ્થાન પામીને તથા સાક્ષાત્ શુદ્ધ ચિદ્રૂપ બનીને આઠ ગુણથી
યુક્ત તેઓ અત્યંત નિરાકુળ (સુખમય બનીને) અંતકાળ સુધી વિરાજે
છે. ૧૩-૧૪-૧૫-૧૬.
क्रमतः क्रमतो याति कीटिका शुकवत्फलं
नगस्थं स्वस्थितं ना च शुद्धचिद्रूपचिंतनं ।।१७।।
ક્રમથી ચઢી કીMી તરુ પર સ્વાદુ ફલ શુકવત્ ગ્રહે,
ક્રમથી જનો ચિદ્રૂપ ચિંતન શુદ્ધ સ્વસ્થિત ત્યમ લહે. ૧૭.
અર્થ :ક્રમે ક્રમે ચઢીને કીડી વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે
પોપટની માફક પહોંચે છે અને મનુષ્ય પોતામાં રહેલા શુદ્ધ ચિદ્રૂપના
ચિંતનને તે જ પ્રમાણે ક્રમે કરીને પામે છે. ૧૭.
गुर्वादीनां च वाक्यानि श्रुत्वा शास्त्राण्यनेकशः
कृत्वाभ्यासं यदा याति तद्वि ध्यानं क्रमागतं ।।१८।।
जिनेशागमनिर्यासमात्रं श्रुत्वा गुरोर्वचः
विनाभ्यासं यदा याति तद्ध्यानं चाक्रमागतं ।।१९।।
ગુરુ આદિનાં બહુ વચન સુણી, વળી ભણી શાસ્ત્ર અનેક જે;
અભ્યાસ કરીને ધયાન લહીએ, ક્રમાગત કıાãં ધયાન તે. ૧૮.
જિન શાસ્ત્ર કેવળ સાર જે ગુરુવચન એક સુણી યદા,
અભ્યાસવિણ તદ્ધયાન પ્રાપ્તિ, અક્રમાગત તે તદા. ૧૯.
અર્થ :ગુરુ આદિનાં વચનો તથા અનેક પ્રકારના શાસ્ત્રો
સાંભળીને, (તેમનો) અભ્યાસ કરીને જ્યારે ધ્યાન પમાય છે, ત્યારે તે
ખરેખર ક્રમથી પ્રાપ્ત થયેલું ધ્યાન ગણાય છે. ૧૮.

Page 151 of 153
PDF/HTML Page 159 of 161
single page version

અધ્યાય-૧૮ ][ ૧૫૧
અને જિનેન્દ્રભગવાનનાં શાસ્ત્રોના સંપૂર્ણ એક સારરૂપ માત્ર
સદ્ગુરુનું વચન સાંભળીને (અનેક) શાસ્ત્રોના અભ્યાસ વિના જ્યારે જીવ
ધ્યાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અક્રમાગત ધ્યાન કહેવાય છે. ૧૯.
न लाभमानकीर्त्यर्था कृता कृतिरियं मया
किंतु मे शुद्धचिद्रूपे प्रीतिः सेवात्रकारणं ।।२०।।
(ઉપજાતિ)
ન લાભ માટે, નહિ માન અર્થે,
કૃતિ રચી આ નહિ કીર્તિ અર્થે;
જે શુદ્ધ ચિદ્રૂપમાં પ્રીતિ મારી,
તે માત્ર અત્રે કૃતિ હેતુ ભારી. ૨૦.
અર્થ :આ (ગ્રંથ રચના રૂપ) કૃતિ મેં કાંઈ પણ મેળવવા
માનાર્થે કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે કરી નથી, પરંતુ મારી શુદ્ધ ચિદ્રૂપમાં
જે પ્રીતિ છે તે માત્ર આ રચનામાં કારણ છે. ૨૦.
जातः श्रीसकलादिकीर्तिमुनिपः श्रीमूलसंघेग्रणी
स्तत्पट्टोदयपर्वते रविरभूद्भव्यांबुजानंदकृत्
विख्यातो भुवनादिकीर्तिरथ यस्तत्पादपंकजे रतः
तत्त्वज्ञानतरंगिणीं स कृतवानेतां हि चिद्भूषणः
।।२१।।
શ્રી મૂલ સંઘો અગ્રણી, શ્રી સકલકીર્તિ મુનિવરા,
તે પÀરુપ ઉદયાચળે, ભવિજન-કમલ-હર્ષિત કરા;
રવિ સમ ભુવનકીર્તિ થયા, તેનાં ચરણમાં રતિ ઘાણી,
તે જ્ઞાનભૂષણની કૃતિ આ, તત્ત્વજ્ઞાન તરંગિણી. ૨૧.
અર્થ :શ્રી મૂળસંઘમાં અગ્રેસર સકલકીર્તિ નામે આચાર્ય થયા.
તેમના પટ્ટરૂપ ઉદયાચળ પર ભવ્યજીવોરૂપ કમળોને વિકસાવી આનંદ
આપનાર પ્રખ્યાત ભુવનકીર્તિ સૂર્યસમાન થયા, ત્યાર પછી જે તેમના
ચરણકમળમાં રત જ્ઞાનભૂષણ થયા, તેમણે આ તત્ત્વજ્ઞાન તરંગિણી
નામનો ગ્રંથ રચ્યો છે. ૨૧.

Page 152 of 153
PDF/HTML Page 160 of 161
single page version

૧૫૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
क्रीडंति ये प्रविश्येनां तत्त्वज्ञानतरंगिणीं
ते स्वर्गादिसुखं प्राप्य सिद्धयंति तदनंतरं ।।२२।।
તત્ત્વજ્ઞાન તરંગિણીમાં જે પ્રવેશી ત્યાં રમે,
સ્વર્ગાદિ સુખને પામીને સિદ્ધિ વરે તે અનુક્રમે. ૨૨.
અર્થ :જેઓ આ તત્ત્વજ્ઞાનરૂપ નદીમાં પ્રવેશીને ક્રીડા કરે છે,
તેઓ સ્વર્ગાદિ સુખ પામીને પછી સિદ્ધ થાય છે. ૨૨.
यदैव विक्रमातीताः शतपंचदशाधिकाः
षष्टिः संवत्सरा जातास्तदेयं निर्मिता कृतिः ।।२३।।
જ્યાં વર્ષ પંદરસો અને વળી સાL વિક્રમનાં વિત્યાં,
શ્રી જ્ઞાનભૂષણ કવિવરે રચી આ કૃતિ અતિ સુખદ ત્યાં. ૨૩.
અર્થ :જ્યારે વિક્રમ સંવતનાં પંદરસો સાઠ વર્ષો વીતી ગયાં,
ત્યારે આ કૃતિ રચાઈ છે. ૨૩.
ग्रंथसंख्यात्र विज्ञेया लेखकैः पाठकैः किल
षट्त्रिंशदधिका पंचशती श्रोतृजनैरपि ।।२४।।
લેખક પાLક શ્રોતૃજન, લહે સ્વરુપ સંભાળ;
જાણી સંખ્યા પાંચસો, છત્રીસ શ્લોક રસાળ. ૨૪.
અર્થ :આ ગ્રંથના લેખક, પાઠકોએ અને શ્રોતાઓએ આ
ગ્રંથની શ્લોક સંખ્યા પાંચસો છત્રીસ જાણવી.