Tattvagyan Tarangini (Gujarati). Adhyay-14 : Anya Karyo Karava Chhata Pan Shuddh Chidrupna Smaranno Updesh; Adhyay-15 : Shuddh Chidrupni Prapti Mate Par Dravyona Tyagano Updesh; Adhyay-16 : Shuddh Chidrupni Prapti Mate Nirjan Sthanni Aavashyakata.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 9

 

Page 113 of 153
PDF/HTML Page 121 of 161
single page version

અધયાય ૧૪ મો
[અન્ય કાર્યો કરવા છતાં પણ
શુદ્ધ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ]
नीहाराहारपानं खमदनविजयं स्वापमौनासनं च
यानं शीलं तपांसि व्रतमपि कलयन्नागमं संयमं च
दानं गानं जिनानां नुतिनतिजपनं मंदिरं चाभिषेकं
यात्रार्चे मूर्तिमेवं कलयति सुमतिः शुद्धचिद्रूपकोऽहं
।।।।
(ઝૂલણા)
જ્યાં મતિમાન આહાર નીહારમાં,
વિષયકામાદિજયમાં પ્રવર્તે,
શયન આસન ગમન મૌન તપ શીલ જપ,
શ્રુત વ્રત સંયમે સ્થિર વર્તે;
દાન જિન-સ્તવન વંદન અભિષેક કે,
મૂર્તિ મંદિર, પૂજા વગેરે,
જે કરે તે સદા પ્રેમથી પ્રથમ ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ હું સતત સમરે. ૧.
અર્થ :સમ્યગ્જ્ઞાની આહાર, નીહાર, પાન, ઇન્દ્રિય અને
કામનો વિજય તથા નિદ્રા, મૌન, આસન વગેરે કરતાં, વાહન, શીલ, વ્રત,
શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ વગેરે કરતાં, દાન, ગાન, જિન ભગવાનની સ્તુતિ,
નમસ્કાર, જાપ કરતાં, મંદિર
મૂર્તિની સ્થાપના, અભિષેક, યાત્રા, પૂજા
કરતાં, પ્રતિષ્ઠા આદિ કરતાં(દરેક કાર્ય કરતાં) હું શુદ્ધ ચિદ્રૂપ છું;
એમ ભાવે છે. ૧.

Page 114 of 153
PDF/HTML Page 122 of 161
single page version

૧૧૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
कुर्वन् यात्रार्चनाद्यं खजयजपतपोऽध्यापनं साधुसेवां
दानौघान्योपकारं यमनियमधरं स्वापशीलं दधानः
उद्भीभावं च मौनं व्रतसमितिततिं पालयन् संयमौघं
चिद्रूपध्यानरक्तो भवति च शिवभाग् नापरः स्वर्गभाक् च
।।।।
સાધાુસેવા કરે વિષયજય મન ધારે,
પૂજના પLન પાLન કરે ત્યાં,
દાન જપ શીલ તપ મૌન યાત્રા કરે,
ભય તજે વ્રત સમિતિ ધારે ત્યાં;
પરહિતે રકત યમ નિયમ સંયમ ધારે,
ત્યાં બધાાં કાર્ય કરતાં યદિ તે,
રકત ચિદ્રૂપ ધયાને રહે તો વરે,
મુકિત, નહિ તો સુરાદિ ગતિ તે. ૨.
અર્થ :યાત્રા પૂજા આદિ કરતાં, ઇન્દ્રિયજય, તપ અને પાઠન
કરતાં, સાધુસેવા, દાન અને અન્ય ઉપકાર કરતાં, યમ નિયમ ધરતાં,
શીલ ધારણ કરતાં, નિર્ભયપણું, મૌન કે વ્રતસમિતિપણું ધારણ કરતાં,
સંયમસમૂહનું પાલન કરતાં (આ બધા કાર્યો વખતે પણ) જે જીવ
આત્મધ્યાનમાં રક્ત રહે છે તે મોક્ષનું પાત્ર બને છે, બીજો નહિ.
(બીજો) સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ૨.
चित्तं निधाय चिद्रूपे कुर्याद् वागंगचेष्टितं
सुधीर्निरंतरं कुंभे यथा पानीयहारिणी ।।।।
ચિત્ત ચિદ્રૂપમાં સ્થાપી નિશદિન બધાાં,
કાર્ય તન વચનથી સુજ્ઞ કરતા;
શીર્ષ પર કુંભમાં ચિત્ત પનિહારીનું
જેમ હસતાં, જતાં, વાત કરતાં. ૩.
અર્થ :જેમ પનિહારી ઘડામાં ચિત્ત રાખીને ગમન, વચનોચ્ચાર
આદિ ક્રિયા કરે છે, તેમ સુજ્ઞજન નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપીને વાણી
અને શરીરની ક્રિયા કરે છે. ૩.

Page 115 of 153
PDF/HTML Page 123 of 161
single page version

અધ્યાય-૧૪ ][ ૧૧૫
वैराग्यं त्रिविधं प्राप्य संगं हित्वा द्विधा ततः
तत्त्वविद्गुरुमाश्रित्य ततः स्वीकृत्य संयमं ।।।।
अधीत्य सर्वशास्त्राणि निर्जने निरुपद्रवे
स्थाने स्थित्वा विमुच्यान्यचिंतां धृत्वा शुभासनं ।।।।
पदस्थादिकमभ्यस्य कृत्वा साम्यावलंबनं
मानसं निश्चलीकृत्य स्वं चिद्रूपं स्मरंति ये ।।।।त्रिकलं ।।
पापानि प्रलयं यांति तेषामभ्युदयप्रदः
धर्मो विवर्द्धते मुक्तिप्रदो धर्मश्च जायते ।।।।
પામી વૈરાગ્ય મન વચનને કાયથી,
બાıા અંતર તજી સંગ જ્યારે,
તત્ત્વજ્ઞાની ગુરુના શરણમાં જઇ,
સંયમાદિ સ્વહિતને સ્વીકારે. ૪.
સર્વ શાસ્ત્રો ભણી, નિરુપદ્રવ નિર્જને,
સ્થાનમાં સ્થિરતાને કરીને,
અન્ય ચિંતા તજી દ્રઢ શુભાસન ધારી,
ધયાન ઉત્તમ પદસ્થાદિ ધારીને; ૫.
સામ્ય અવલંબને અચલ મનને કરી,
જે સ્મરે નિજ ચિદ્રૂપ તેને,
પાપક્ષય થાય ને અભ્યુદય ધાર્મની
વૃદ્ધિ, વળી મુકિતપ્રદ ધાર્મ જન્મે. ૬-૭.
અર્થ :જે પુરુષો મન, વચન, કાયાથી ત્રણ પ્રકારે વૈરાગ્ય
પામીને પછી બાહ્ય અને અંતર એમ બે પ્રકારના સંગને તજીને, તત્ત્વજ્ઞ
સદ્ગુરુનું શરણ ગ્રહણ કરીને પછી સંયમ અંગીકાર કરી, સર્વ શાસ્ત્રોનું
અધ્યયન કરીને, નિર્જન ઉપદ્રવરહિત સ્થાનમાં રહીને, ચિંતા ત્યજીને
શુભ દ્રઢ આસન ધારણ કરી, પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનનો અભ્યાસ
કરીને, સમતાનું અવલંબન લઈને, મનને નિશ્ચળ કરીને પોતાના શુદ્ધ

Page 116 of 153
PDF/HTML Page 124 of 161
single page version

૧૧૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આત્મ-સ્વરૂપને સ્મરે છે તેમનાં પાપનો નાશ થાય છે, સ્વર્ગ આદિ
સંપત્તિ આપનાર ધર્મ વધે છે અને મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય
છે. ૪-૫-૬-૭.
वार्वाताग्न्यमृतोषवज्रगरुडज्ञानौषधेभारिणा
सूर्येण प्रियभाषितेन च यथा यांति क्षणेन क्षयं
अग्न्यब्दागविषं मलागफ णिनोऽज्ञानं गदेभव्रजाः
रात्रिवर्रैमिहावनावघचयश्चिद्रूपसंचिंतया
।।।।
નષ્ટ ક્ષણમાં કરે જેમ જલ અનલને,
મેઘાને પવન, અગ્નિ તરુને,
વેરને પ્રિયભાષણ, સુધાા વિષને,
સર્પને ગરુM કે વજા ગિરિને;
જ્ઞાન અજ્ઞાનને, ઔષધિા રોગને,
રાત્રિને રવિ હણે, સિંહ ગજને,
તેમ ચિદ્રૂપચિંતન અહા વિશ્વમાં!
ક્ષય કરે શીઘા્ર સૌ અઘાસમૂહને. ૮.
અર્થ :જેમ આ પૃથ્વી ઉપર પાણી અગ્નિને, પવન મેઘને,
અગ્નિ વૃક્ષને, અમૃત વિષને, સાબુ (ક્ષાર) મેલને, વજ્ર પર્વતને, ગરુડ
સર્પને, જ્ઞાન અજ્ઞાનને, ઔષધ રોગને, સિંહ હાથીઓને, સૂર્ય રાત્રિને
અને પ્રિયભાષણ વેરને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે તે પ્રમાણે
આત્માના શાંત ચિંતવનથી પાપનો સંચય ક્ષણમાત્રમાં ક્ષય પામે છે.
वर्द्धंते च यथा मेघात्पूर्वं जाता महीरुहाः
तथा चिद्रूपसद्धयानात् धर्मश्चाभ्युदयप्रदः ।।।।
તરુવરો પ્રથમથી હોય ઉગેલ તે
મેઘાવૃષ્ટિ થતાં વૃદ્ધિ પામે,
તેમ ચિદ્રૂપ સદ્ધયાનથી ધાર્મ જે
અભ્યુદયદાયી તે વૃદ્ધિ પામે. ૯.

Page 117 of 153
PDF/HTML Page 125 of 161
single page version

અધ્યાય-૧૪ ][ ૧૧૭
અર્થ :જેમ પહેલાં ઉગેલાં વૃક્ષો મેઘવૃષ્ટિથી વધી જાય છે,
તેમ શુદ્ધ આત્માના ધ્યાનથી કલ્યાણ આપનાર ધર્મ વૃદ્ધિ પામે છે. ૯.
यथा बलाहकवृष्टेर्जायंते हरितांकुराः
तथा मुक्तिप्रदो धर्मः शुद्धचिद्रूपचिंतनात् ।।१०।।
મેઘાવૃષ્ટિ થતાં ભૂમિમાંથી યથા,
નવીન અંકુર બહુ ઉગી નીકળે,
શુદ્ધ ચિદ્રૂપ ચિંતન થકી ઉપજે,
મુકિતપ્રદ ધાર્મ ત્યમ ચિત્ત વિમલે. ૧૦.
અર્થ :જેમ મેઘ વૃષ્ટિ થતાં (ભૂમિમાંથી) લીલા અંકુરો ઉગી
નીકળે છે, તેમ શુદ્ધ આત્માના ચિંતવનથી મુક્તિ આપનાર ધર્મ પ્રગટ
થાય છે. ૧૦.
व्रतानि शास्त्राणि तपांसि निर्जने निवासमंतर्बहिः संगमोचनं
मौनं क्षमातापनयोगधारणं चिश्चिंतयामा कलयन् शिवं श्रयेत् ।।११।।
શાસ્ત્ર વ્રત તપ ક્ષમા, વાસ નિર્જન સ્થળે,
બાıા અંતર તજી સંગને જો;
મૌન આતાપના યોગ ધારતાં ય જો,
ચિંતવે સ્વરુપમુકિત વરે તો. ૧૧.
અર્થ :વ્રતો પાળતાં, શાસ્ત્રો વાંચતાં, તપ કરતાં, નિર્જન
સ્થાનમાં વસતાં, અંતરંગ અને બાહ્ય સંગનો ત્યાગ કરતાં, મૌન પામતાં,
ક્ષમા આતાપન યોગ ધારણ કરતાં, આત્મચિંતન સાથે આ બધાં કાર્યો
કરવામાં આવતાં (જીવ) મોક્ષ પામે છે. ૧૧.
शुद्धचिद्रूपके रक्तः शरीरादिपराङ्मुखः
राज्यं कुर्वन्न बंधेत कर्मणा भरतो यथा ।।१२।।
દેહ ગેહાદિથી થઇ ઉદાસીન જે
શુદ્ધ ચિદ્રૂપમાં રકત નિત્યે,

Page 118 of 153
PDF/HTML Page 126 of 161
single page version

૧૧૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
તે ન કર્મોથી બંધાાય ભરતાદિવત્
રાજ્ય કરતાંય નહિ લિપ્ત ચિત્તે. ૧૨.
અર્થ :શરીરાદિથી ઉદાસીન, શુદ્ધાત્મામાં પ્રેમ કરનાર રાજ્ય
કરતાં (છતાં) ભરત (ચક્રવર્તી)ની જેમ કર્મથી બંધાતો નથી. ૧૨.
स्मरन् स्वशुद्धचिद्रूपं कुर्यात्कार्यशतान्यपि
तथापि न हि बध्यते धीमानशुभक र्मणा ।।१३।।
શુદ્ધ ચિદ્રુપ નિજ સ્મરણ કરતાં જતાં,
કાર્ય યદિ સxકMો પણ કરાયે,
તોય નહિ અશુભ કર્મો તણો લેશ પણ,
સન્મતિમાનને બંધા થાયે. ૧૩.
અર્થ :સમ્યગ્જ્ઞાની પોતાના શુદ્ધ આત્માને યાદ કરતાં સેંકડો
કાર્યો કરે, તોપણ તે અશુભ કર્મથી બંધાય નહિ. ૧૩.
रोगेण पीडितो देही यष्टिमुष्टयादिताडितः
बद्धो रज्वादिभिर्दुःखी न चिद्रूपं निजं स्मरन् ।।१४।।
बुभुक्षया च शीतेन वातेन च पिपासया
आतपेन भवेन्नार्तो निजचिद्रूपचिंतनात् ।।१५।।
હોય કદી રોગ પીિMત જીવ કે કદી,
યષ્ટિ મુષ્ટિ વMે કોઇ મારે,
બદ્ધ કદી રજ્જુ આદિથી પણ દુઃખી ન તે,
ભિન્ન ચિદ્રૂપ જે સ્મરણ ધાારે. ૧૪.
તે ક્ષુધાા કે તૃષાથી દુઃખી ના બને,
પવન કે શીત પીMે નહ{ ત્યાં,
કદી આતપ વMે આર્ત પણ ના બને,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ચિંતના જ્યાં. ૧૫.
અર્થ
:રોગથી પીડાયેલો, લાકડી મુષ્ટિ આદિ વડે પ્રહાર

Page 119 of 153
PDF/HTML Page 127 of 161
single page version

અધ્યાય-૧૪ ][ ૧૧૯
કરાયેલો, દોરડા આદિથી બંધાયેલો (જીવ પણ) પોતાના આત્માનું
સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી ક્ષુધા
વડે, ઠંડીથી, તૃષાથી, તાપથી વ્યાકુળ ચિત્તવાળો જીવ પણ દુઃખી
થતો નથી. ૧૪-૧૫.
हर्षो न जायते स्तुत्या विषादो न स्वनिंदया
स्वकीयं शुद्धचिद्रूपमन्वहं स्मरतोंऽगिनः ।।१६।।
લોક નિજ સ્તુતિ કરે, હર્ષ ના થાય ત્યાં,
ખેદ નહિ કોઇ નિંદા કરે ત્યાં,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ભિન્ન એ સર્વથી,
એમ મતિમાન નિશદિન સ્મરે જ્યાં. ૧૬.
અર્થ :પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રતિદિન સ્મરતા જીવોને
પોતાની પ્રશંસાથી હર્ષ થતો નથી, પોતાની નિંદાથી ખેદ થતો નથી. ૧૬.
रागद्वेषो न जायेते परद्रव्ये गतागते
शुभाशुभेंऽगिनः शुद्धचिद्रूपासक्तचेतसः ।।१७।।
न संपदि प्रमोदः स्यात् शोको नापदि धीमतां
अहो स्वित्सर्वदात्मीयशुद्धचिद्रूपचेतसां ।।१८।।
સર્વ પરદ્રવ્ય જે શુભ અશુભ કાંઇ પણ,
પ્રાપ્તિ અપ્રાપ્તિ તેની થતાં તો;
શુદ્ધ ચિદ્રૂપમાં ચિત્ત આસકતને,
રાગ કે દ્વેષ નહિ જન્મતા જો. ૧૭.
અહો! સંપત્તિમાં હર્ષ જેને નહિ,
તેમ નહિ શોક આપત્તિમાંહી;
નિત્ય નિજ વિમલ ચિદ્રૂપમાં ચિત્ત તે,
સર્વ ધાીમંત કૃતકૃત્ય ત્યાંહી. ૧૮.
અર્થ
:શુદ્ધ ચિદ્રૂપમાં જેમનું ચિત્ત આસક્ત છે એવા જીવોને

Page 120 of 153
PDF/HTML Page 128 of 161
single page version

૧૨૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
સારા કે ખરાબ પર દ્રવ્યના જવાઆવવાથી (સંયોગ કે વિયોગ થવાથી)
રાગ-દ્વેષ થતા નથી. ૧૭.
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિત્તને સર્વદા એકાગ્ર કરનાર
બુદ્ધિમાનોને અહો આશ્ચર્યની વાત છે, કે સંપત્તિમાં હર્ષ થતો નથી (કે)
આપત્તિમાં શોક થતો નથી. ૧૮.
स्वकीयं शुद्धचिद्रूपं ये न मुंचंति सर्वदा
गच्छंतोऽप्यन्यलोकं ते सम्यगभ्यासतो न हि ।।१९।।
तथा कुरु सदाभ्यासं शुद्धचिद्रूपचिंतने
संक्लेशे मरणे चापि तद्विनाशं यथैति न ।।२०।।
જે જનો સ્વકીય ચિદ્રૂપ નિર્મલ કદી,
ના તજે પણ ભજે સર્વદા તે,
અચલ અભ્યાસ સમ્યક્ થકી ના છૂટે,
જાય પરલોકમાં પણ યદા તે.
શુદ્ધ ચિદ્રૂપચિંતન વિષે સર્વદા,
તેથી અભ્યાસ એવો કરો કે;
દુઃખ સંકલેશ કે મરણ પણ આવતાં,
તે ચળે ના અચળતા ધારો એ. ૧૯-૨૦.
અર્થ :જે જીવો પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને હંમેશાં છોડતાં
નથી, તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતાં પણ
ખરેખર છોડતા નથી. ૧૯.
શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંક્લેશમાં
તથા મરણમાં પણ તે વિનાશ પામે નહિ. ૨૦.
वदन्नन्यैर्हसन् गच्छन् पाठयन्नागमं पठन्
आसनं शयनं कुर्वन् शोचनं रोदनं भयं ।।२१।।

Page 121 of 153
PDF/HTML Page 129 of 161
single page version

અધ્યાય-૧૪ ][ ૧૨૧
भोजनं क्रोधलोभादि कुर्वन् कर्मवशात् सुधीः
न मुंचति क्षणार्द्धं स शुद्धचिद्रूपचिंतनं ।।२२।।
અન્યની સાથે કંઇ વાત કરતાં જતાં,
પLન પાLન તથા હાસ્ય કરતાં;
કર્મને વશ વળી ખાનપાનાદિ કે,
ક્રોધા લોભાદિ પરભાવ ભજતાં;
શુદ્ધ ચિદ્રૂપચિંતન કદી પણ નહ{,
અર્ધા ક્ષણ માત્ર ધાીમંત તજતા. ૨૧-૨૨.
અર્થ :સમ્યક્જ્ઞાની બીજાઓ સાથે બોલતાં, હસતાં, જતાં,
(બીજાઓને) શાસ્ત્ર ભણાવતાં કે ભણતાં, આસન શયન કરતાં, કર્મવશે
શોક, રુદન, ભય, ભોજન કે ક્રોધ લોભાદિ કરતાં (છતાં પણ) શુદ્ધ
ચિદ્રૂપનાં ચિંતનને તે અર્ધી ક્ષણ માટે પણ છોડતો નથી. ૨૧-૨૨.

Page 122 of 153
PDF/HTML Page 130 of 161
single page version

અધયાય ૧૫ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે
પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ ]
गृहं राज्यं मित्रं जनकअननीं भ्रातृपुत्रं कलत्रं
सुवर्णं रत्नं वा पुरजनपदं वाहनं भूषणं वै
खसौख्यं क्रोधाद्यं वसनमशनं चित्तवाक्कायकर्म-
त्रिधा मुंचेत् प्राज्ञः शुभमपि निजं शुद्धचिद्रूपलब्ध्यै
।।।।
(હરિગીત છંદ)
ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભ્રાત માત પિતા ભલાં,
આહાર વાહન વસ્ત્રભૂષણ રત્ન પુરજન નિજ મªયાં;
£ન્દ્રિય સુખ ક્રોધાાદિ ભાવો વચન તન મનથી ત્રિધાા,
તે સર્વ ચિદ્રૂપ પ્રાપ્તિ માટે પ્રાજ્ઞ ત્યાગે સર્વથા. ૧.
અર્થ :જ્ઞાની અનુકૂળ છતાં પોતાનાં ઘર, રાજ્ય, મિત્ર, પિતા
માતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, સુવર્ણ, રત્ન તથા નગર, દેશ, વાહન, ભૂષણ,
ઇન્દ્રિયસુખ, ક્રોધાદિ કષાય ભાવ, વસ્ત્ર, ભોજનનો મન, વચન, કાયાએ
કરી (ત્રણ પ્રકારે) શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ત્યાગ કરે છે. ૧.
सुतादौ भार्यादौ वपुषि सदने पुस्तक धने
पुरादौ मंत्रादौ यशसि पठने राज्यकदने
गवादौ भक्तादौ सुहृदि दिवि वाहे खविषये
कुधर्मे वांछा स्यात् सुरतरुमुखे मोहवशतः
।।।।
સ્ત્રી, પુત્ર પુત્રી શરીર પુસ્તક ધાામ ધાન આદિ વિષે,
પુર મંત્ર યશ પાLન પLન કે રાજ્ય વિગ્રહમાં દીસે;

Page 123 of 153
PDF/HTML Page 131 of 161
single page version

અધ્યાય-૧૫ ][ ૧૨૩
આહાર વાહન મિત્ર સુર કે વિષયસુખ સુરદ્રુમમાં,
વાંછા થતી તે મોહવશથી, તેમ વળી કુધાર્મમાં. ૨.
અર્થ :મોહને વશ થવાથી પુત્રપુત્રી આદિમાં, સ્ત્રી આદિમાં,
શરીરમાં, મકાનમાં, પુસ્તકોના સમૂહમાં, નગર આદિમાં, મંત્ર આદિમાં,
યશમાં, ભણવામાં, રાજ્યમાં, યુદ્ધમાં, ગાય
બળદ આદિ પશુમાં, ભોજન
આદિમાં, મિત્રમાં, સ્વર્ગમાં, વાહનમાં, ઇન્દ્રિયના વિષયોમાં,
મિથ્યાત્વયુક્ત કુધર્મમાં, કલ્પવૃક્ષ આદિમાં વાંછા થાય (છે). ૨.
किं पर्यायैविभावैस्तव हि चिदचित्तां व्यंजनार्थाभिधानैः
रागद्वेषाप्तिबीजैर्जगति परिचितैः कारणैः संसृतेश्च
मत्वैवं त्वं चिदात्मन् परिहर सततं चिंतनं मंक्षु तेषां
शुद्धे द्रव्ये चिति स्वे स्थितिमचलतयांतर्दृशा संविधेहि
।।।।
સૌ દ્રવ્ય ગુણ પર્યાય જM ચેતનતણા વિભાવ જે,
રાગાદિને ભવહેતુનું શું કામ? જગ પરિચિત એ;
એ માન્ય કરી તજ શીઘા્ર ચિંતન રે! ચિદાત્મન્ ચિત્તથી!
નિજ શુદ્ધ ચિદ્દ્રવ્યે સ્થિતિ કર અચળ અંતરદ્રષ્ટિથી. ૩.
અર્થ :ચૈતન્ય અને જડના વ્યંજન અને અર્થ (પર્યાય) નામના
અવસ્થાઓથી(કે જે) રાગ-દ્વેષ થવાનાં મૂળ કારણો છે, એમનાથી
જગતમાં ચિર પરિચિત અને સંસારના કારણરૂપ એવા વિભાવ પર્યાયોથી
તારે શું પ્રયોજન છે? આમ જાણીને હે ચિદાત્મન્! તું તેમનું નિરંતર
ચિંતન શીઘ્ર તજી દે. (અને) પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં અંતર્દ્રષ્ટિથી
અચળપણે સ્થિરતા ધારણ કર. ૩.
स्वर्णैरत्नैर्गृहैः स्त्रीसुतरथशिविकाश्वेभमृत्यैरसंख्यै
र्भूषावस्त्रैः स्रगाद्येर्जनपदनगरैश्चाभरैः सिंहपीठैः
छत्रैरस्त्रैर्विचित्रैर्वरतरशयनैर्माजनैर्भोजनैश्च
लब्धैः पांडित्यमुख्यैर्न भवति पुरुषो व्याकुलस्तीव्रमोहात्
।।।।

Page 124 of 153
PDF/HTML Page 132 of 161
single page version

૧૨૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
રથ અશ્વ ગજ કિંકર કનક, ગ્હ રત્ન સ્ત્રી સુત શિબિકા,
ચામર સિંહાસન છત્ર ભૂષણવસ્ત્ર જનપદ નગરી વા;
uાગ અસ્ત્ર સુંદર શયન ભોજન, વિદ્વતા, ફાંસી મહા,
ત્યાં પુરુષ વ્યાકુલ ના બને, શું તીવ્ર મોહ મહાત્મ્ય હા! ૪.
અર્થ :પુરુષ (જીવ) તીવ્ર મોહને કારણે સુવર્ણ, રત્નો, મકાનો,
સ્ત્રી, પુત્ર, રથ, પાલખી, અશ્વ, ગજ, નોકરો, અસંખ્ય વસ્ત્રાભૂષણો,
માળા આદિ દેશ, નગર આદિ, ચામરો, સિંહાસનો, છત્રો, વિધવિધ
અસ્ત્રો, ઉત્તમ શયનો, ભોજનો, વાસણો તથા પાંડિત્ય વગેરેની પ્રાપ્તિ
કરવામાં વ્યાકુળ થતો નથી. ૪.
रैगोभार्याः सुताश्वा गृहवसनरथाः क्षेत्रदासीभशिष्याः
कर्पूराभूषणाद्यापणवनशिबिका बंधुमित्रायुधाद्याः
मंचा वाप्यादि भृत्यातपहरणखगाः सूर्यपात्रासनाद्याः
दुःखानां हेतवोऽमी कलयति विमतिः सौख्यहेतून् किलैतान्
।।।।
ધાન ધોનુ સ્ત્રીસુત અશ્વ ગૃહ રથ વસ્ત્ર દાસી શિષ્ય વા,
કર્પૂર ભૂષણ શિબિકા ઉદ્યાન આસન વ વાપિકા;
આયુધા છત્ર પલંગ ભાજન ભૃત્ય મિત્ર દુકાનને,
સુખહેતુ મૂઢ મતિ ગણે હા! સર્વ દુઃખનિદાનને. ૫.
અર્થ :ધન, સુવર્ણ, ગાય અને સ્ત્રી, પુત્ર, પુત્રી તથા અશ્વો,
ગૃહ, વસ્ત્ર અને રથ, જમીન, દાસી, હાથી, શિષ્યો, કપૂર, ભૂષણ, દુકાન,
વન, ઉપવન, પાલખી, ભાઈ, મિત્ર, આયુધાદિ, મંડપ
પલંગ, વાવ આદિ
નોકર, છત્રી, છત્ર, પક્ષી, સૂર્ય, પાત્ર, આસન આદિ; આ (બધા)
દુઃખોનાં કારણ છે (તોપણ) વિપરીત બુદ્ધિવાળો (અજ્ઞાની) એ સઘળાને
ખરેખર સુખનાં કારણ માને છે. ૫.
हंस ! स्मरसि द्रव्याणि पराणि प्रत्यहं यथा
तथा चेत् शुद्धचिद्रूपं मुक्तिः किं ते न हस्तगा ।।।।

Page 125 of 153
PDF/HTML Page 133 of 161
single page version

અધ્યાય-૧૫ ][ ૧૨૫
लोकस्य चात्मनो यत्नं रंजनाय करोति यत्
तच्चेन्निराकुलत्वाय तर्हि दूरे न तत्पदं ।।।।
રે હંસ! પરદ્રવ્યો સ્મરે તું જેમ નિશદિન યત્નથી,
જો તેમ ચિદ્રૂપ શુદ્ધ સ્મર તો મુકિત દૂર શું હસ્તથી?
જે યત્ન નિજ પર રંજને કરતા સદા સર્વે જના,
તેવો નિરાકુલત્વ માટે જો કરે, પદ દૂર ના. ૬-૭.
અર્થ :હે આત્મન્! જેમ તું પરદ્રવ્યોનું પ્રતિદિન સ્મરણ કરે
છે, તેમ જો શુદ્ધ આત્મસ્વરૂપનું સ્મરણ કરે તો શું મોક્ષ તને હસ્તગત
ન થાય? (અવશ્ય થાય.) ૬.
લોકના અને પોતાના રંજન માટે જે યત્ન કરે છે તેવો પ્રયત્ન જો
નિરાકુળતા માટે કરે, તો તે મુક્તિ પદ દૂર રહે નહિ. ૭.
रंजने परिणामः स्याद् विभावो हि चिदात्मनि
निराकुले स्वभावः स्यात् तं बिना नास्ति सत्सुखं ।।।।
संयोगविप्रयोगौ च रागद्वेषौ सुखामुखे
तद्भवेऽत्रभवे नित्यं दृश्येते तद्भवं त्यज ।।।।
રંજન કરે ત્યાં, ચિદ્રૂપે પરિણામ થાય વિભાવનાં,
હોયે સ્વભાવ નિરાકુલત્વે નહ{ સત્સુખ તે વિના,
સંયોગ ને વિયોગ સુખ દુઃખ, રાગદ્વેષ ભળાય જ્યાં,
નિશદિન આ ભવ પરભવે હા! ભવ હવે તું ત્યાગ ત્યાં. ૯.
અર્થ :રંજન કરવામાં આત્માના ભાવ થાય તે ચિદ્રૂપ
આત્મામાં વિભાવ જ છે. નિરાકુળતામાં સ્વભાવ હોય (છે). તેના
(સ્વભાવ) વિના સાચું સુખ નથી. ૮.
સંયોગ અને વિયોગ, રાગ અને દ્વેષ, સુખ તથા દુઃખ (ના દ્વંદ્વો)
પરભવમાં અને આ ભવમાં સદા દેખવામાં આવે છે, માટે તું સંસારને
તજી દે. ૯.

Page 126 of 153
PDF/HTML Page 134 of 161
single page version

૧૨૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
शास्त्राद् गुरोः सधर्मादेर्ज्ञानमुत्पाद्य चात्मनः
तस्यावलंबनं कृत्वा तिष्ठ मुंचान्यसंगतिं ।।१०।।
अवश्यं च परद्रव्यं नश्यत्येव न संशयः
तद्विनाशे विधातव्यो न शोको धीमता क्वचित् ।।११।।
પ્રગટાવ આતમજ્ઞાન સદ્ગુરુ, શાસ્ત્ર ધાર્મી સુસંગથી,
તેનું જ અવલંબન કરી સ્થિર થા છૂટી પરસંગથી;
પરદ્રવ્ય નાશ અવશ્ય પામે ત્યાં શું સંશય છે ખરો?
તેના વિનાશે શોક તેથી સુજ્ઞ કદીયે ના ધારો. ૧૦-૧૧.
અર્થ :શાસ્ત્રથી, ગુરુથી, સાધર્મીજનો આદિથી આત્મજ્ઞાન
પ્રગટ કરીને તેનો આશ્રય લઈને તું સ્થિર થા, બીજો સંગ છોડી દે. ૧૦.
તથા પરદ્રવ્ય અવશ્ય નાશ પામે છે જ, એમાં સંશય નથી,
તેના વિનાશમાં જ્ઞાનીજને ક્યાંય શોક કર્તવ્ય નથી. ૧૧.
त्यक्त्वा मां चिदचित्संगा यास्यंत्येव न संशयः
तानहं वा च यास्मामि तत्प्रीतिरिति मे वृथा ।।१२।।
पुस्तकैर्यत्परिज्ञानं परद्रव्यस्य मे भवेत्
तद्धेयं किं न हेयानि तानि तत्त्वावलंबिनः ।।१३।।
નúી જશે મુજને તજી સૌ સંગ જM ચેતન કદી,
કે સર્વ તજી મારે જવું ત્યાં પ્રીતિ મુજ શી દુઃખદા?
જે જ્ઞાન પુસ્તકથી થતું પરદ્રવ્યનું તે ત્યાજ્ય જ્યાં,
તો ત્યાજ્ય શું પરદ્રવ્ય નહિ, તત્ત્વાવલંબી હું થતાં. ૧૨-૧૩.
અર્થ :ચેતન અને જડ સંગ મને તજીને જશે જ, એમાં સંશય
નથી અથવા હું તે સંગોને તજીને જઈશ, તેથી મારે (માટે) તેમની પ્રીતિ
(કરવી) નકામી છે. જેણે તત્ત્વનું અવલંબન લીધું છે, એવા મને જે
પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય (છે) તે (પણ) ત્યાજ્ય છે, તો પછી
શું તે પરદ્રવ્યો હેય ન હોય? (હોય જ). ૧૨-૧૩.

Page 127 of 153
PDF/HTML Page 135 of 161
single page version

અધ્યાય-૧૫ ][ ૧૨૭
स्वर्णैरत्नैः कलत्रैः सुतगृहवसनैर्भूषणैं राज्यखार्थे
र्गोहस्त्यश्वैश्च पद्गैः स्थवरशिविकामित्रमिष्टान्नपानैः
चिंतारत्नैर्निधानैः सुरतरुनिवहैः कामधेन्वा हि शुद्ध-
चिद्रूपाप्तिं विनांगी न भवति कृतकृत्यः कदा क्वापि काऽपि
।।१४।।
સુત મિત્ર વસ્ત્ર કલત્ર કંચન રત્ન ભૂષણ સંગ્રıાાં,
રથ અશ્વ ગજ ગૃહ રાજ્ય સુખ મિષ્ટાન્ન પાન ઘાણાં લıાાં;
ચિંતામણિ નિધાાન સુરતરુ કામધોનુ મªયા છતાં,
નહિ કોઇ જીવ કૃતકૃત્ય ચિદ્રૂપ પ્રાપ્તિ વિણ કદી થતા. ૧૪.
અર્થ:શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના કોઈ પણ જીવ ક્યાંય
પણ, ક્યારેય, સુવર્ણ અને રત્નો (ની પ્રાપ્તિ)થી, સ્ત્રીથી, પુત્ર, ગૃહ,
વસ્ત્રોથી, આભૂષણોથી, રાજ્ય અને ઇન્દ્રિયના વિષયોથી તથા ગાય,
હાથી, ઘોડાથી, પદાતિઓથી, રથ, ઉત્તમ પાલખી, મિત્રો કે મિષ્ટાન્ન
ભોજનોથી, ચિંતામણિ રત્નોથી, ધનના ભંડારોથી, કલ્પવૃક્ષના સમૂહોથી,
કામધેનુથી, ખરેખર કૃતકૃત્ય થતો નથી. ૧૪.
परद्रव्यासनाभ्यासं कुर्वन् योगी निरंतरं
कर्मांगादिपरद्रव्यं मुक्त्वा क्षिप्रं शिवी भवेत् ।।१५।।
कारणं कर्मबन्धस्य परद्रव्यस्य चिंतनं
स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलं ।।१६।।
પરદ્રવ્યને તજવા કરે અભ્યાસ સતત સ્વચિંતને,
તે યોગી કર્મ શરીર આદિ ત્યાગી સત્વર શિવ બને;
પરદ્રવ્યનું ચિંતન ખરેખર કર્મ-બંધા-નિદાન છે,
ચિંતન વિમલ નિજ દ્રવ્યનું, શિવ હેતુ એ જ પ્રધાાન છે. ૧૫-૧૬.
અર્થ :યોગી નિરંતર પરદ્રવ્યના ત્યાગનો અભ્યાસ કરતો થકો
કર્મ શરીર આદિ પરદ્રવ્યોને છોડીને શીઘ્ર શિવપદ પામે છે. ૧૫.

Page 128 of 153
PDF/HTML Page 136 of 161
single page version

૧૨૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરદ્રવ્યનું ચિંતન કર્મબંધનું કારણ છે. વિશુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન
તે કેવળ મોક્ષનું જ કારણ છે. ૧૬.
प्रादुर्भवंति निःशेषा गुणाः स्वाभाविकाश्चितः
दोषा नश्यंत्यहो सर्वे परद्रव्यवियोजनात् ।।१७।।
समस्तकर्मदेहादिपरद्रव्यविमोचनात्
शुद्धस्वात्मोपलब्धिर्या सा मुक्तिरिति कथ्यते ।।१८।।
ચિદ્રૂપના નિઃશેષ સ્વાભાવિક ગુણો પ્રગટે બધાા,
તે દોષ ક્ષય થાયે સકલ પરદ્રવ્યે ત્યાગ્યે સર્વથા;
નિઃશેષ કર્મ શરીર આદિ અન્ય દ્રવ્યો ત્યાગતાં,
નિજ સહજ આત્મસ્વરુપ પ્રાપ્તિ તે જ મુકિત કથાય ત્યાં. ૧૭-૧૮.
અર્થ :આશ્ચર્યની વાત છે કે પરદ્રવ્યના ત્યાગથી આત્માના
સમસ્ત સ્વાભાવિકગુણો પ્રગટ થાય છે (અને) સર્વ દોષો નાશ પામી
જાય છે. ૧૭.
સર્વ કર્મ દેહ આદિ પરદ્રવ્યના ત્યાગથી જે શુદ્ધ સ્વ આત્માની
પ્રાપ્તિ તે જ મોક્ષ કહેવાય છે. ૧૮.
अतः स्वशुद्धचिद्रूपलब्धये तत्त्वविन्मुनिः
वपुषा मनसा वाचा परद्रव्यं परित्यजेत् ।।१९।।
(વસંતતિલકા છંદ)
તેથી સ્વ શુદ્ધ સહજાત્મ સ્વરુપ પ્રાપ્તિ,
જે તત્ત્વજ્ઞાની મુનિવર્ય ચહે સદાપિ;
તે તો શરીર મનને વચને ત્રિયોગે,
દ્રવ્યો અનાત્મ સઘાળાં અતિ શીઘા્ર ત્યાગે. ૧૯.
અર્થ :તેથી આત્મજ્ઞાની મુનિ નિજ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ
માટે શરીરથી, મનથી અને વચનથી પરદ્રવ્યને તજી દે છે. ૧૯.

Page 129 of 153
PDF/HTML Page 137 of 161
single page version

અધ્યાય-૧૫ ][ ૧૨૯
दिक्चेलैको हस्तपात्रो निरीहः
साम्यारूढस्तत्त्ववेदी तपस्वी
मौनी कर्मौधेभसिंहो विवेकी
सिद्धयै स्यात्स्वे चित्स्वरूपेऽभिरक्तः
।।२०।।
દિગ્ વસ્ત્ર માત્ર કરપાત્ર, તપસ્વી, મૌની,
નિસ્પૃહ, સામ્યપદ આરુઢ, તત્ત્વજ્ઞાની;
તે કર્મહસ્તી પ્રતિ સિંહ, વિવેકબુદ્ધિ,
આત્મીય ચિદ્સ્વરુપ રકત, વરે સ્વસિદ્ધિ. ૨૦.
અર્થ :દિશાઓ જેમનું વસ્ત્ર છે, જેમને હાથ એ જ (ભોજન
પાન માટેનું એક) પાત્ર છે, જે નિસ્પૃહ છે, સમતાશ્રેણી ઉપર ચઢેલા
છે, આત્મજ્ઞાની, તપસ્વી, મૌની, કર્મોના સમૂહરૂપ હાથીઓને હણવાને
સિંહ સમાન છે, ભેદજ્ઞાની અને પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન છે, તે
જ મોક્ષ મેળવવાને યોગ્ય થાય છે.

Page 130 of 153
PDF/HTML Page 138 of 161
single page version

અધયાય ૧૬ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા]
सद्बुद्धैः पररंजनाकुलविधित्यागस्य साम्यस्य च
ग्रंथार्थग्रहणस्य मानसवचोरोधस्य बाधाहतेः
रागादित्यजनस्य काव्यजमतेश्वेतोविशुद्धेरपि
हेतु स्वोत्थसुखस्य निर्जनमहो ध्यानस्य वा स्थानकं
।।।।
(સવૈયા)
સદ્બુદ્ધિ, સમતા, રાગાદિત્યાગ, શાસ્ત્રના અર્થ ગ્રહાય,
પરરંજનઆકુળતા જાયે, મન વાણીનો રોધા કાય;
બુદ્ધિ કાવ્ય વિષે જોMાયે, ચિત્તવિશુદ્ધિ વળી પમાય,
આત્મિક સુખ ને ધયાન પ્રાપ્તિનો, નિર્જન સ્થાનક હેતુ મનાય. ૧.
અર્થ :અહો! એકાંત સ્થાન સમ્યક્બુદ્ધિરૂપ વિવેકજ્ઞાનનું
અન્યને રંજન કરવામાં થતી આકુળતાના ત્યાગનું તથા સમતાનું, શાસ્ત્રના
અર્થના ગ્રહણનું, મન, વચનના નિરોધનું, બાધાને હણવાનું, રાગાદિના
ત્યાગનું, કાવ્યમાં મતિ એકાગ્ર થવાનું, ચિત્તવિશુદ્ધિનું પણ, આત્મામાંથી
ઉત્પન્ન થતા સુખનું અથવા ધ્યાનનું કારણ થાય છે. ૧.
पार्श्ववर्त्यंगिना नास्ति केनचिन्मे प्रयोजनं
मित्रेण शत्रुणा मध्यवर्त्तिना ता शिवार्थिनः ।।।।
સમીપવર્તી શત્રુ મિત્ર કે મધયવર્તી પ્રાણી સંભ્રાન્ત,
કોઇ અન્યનું કામ ન મારે, શિવ અર્થી હું ચહું એકાન્ત. ૨.
અર્થ :મોહના અર્થી એવા મને કોઈનું પણ મિત્ર, શત્રુ કે
મધ્યસ્થનું, નજીકમાં વર્તતા પ્રાણીનું પ્રયોજન (કામ) નથી. ૨.

Page 131 of 153
PDF/HTML Page 139 of 161
single page version

અધ્યાય-૧૬ ][ ૧૩૧
इंदोर्वृद्धौ समुद्रः सरिदमृतबलं वर्द्धते मेघवृष्टे-
र्मोहानां कर्मबंधो गद इव पुरुषस्याभुक्तेरवश्यं
नानावृत्ताक्षराणामवनिवरतले छंदसां प्रस्तरश्च
दुःखौघागो विकल्पास्त्रववचनकुलं पार्श्ववर्यगिनां हि
।।।।
ચન્દ્ર વધો ત્યાં જલધિા વધાતો, વૃષ્ટિ વધયે નદી નીર અથાગ,
મોહવૃદ્ધિથી કર્મ વધો, વળી અપકવ અન્ને વ્યાધિા-વિપાક,
વિવિધા છંદ અક્ષર વૃદ્ધિથી વધો છંદ પ્રસ્તાર વિશેષ,
તેમ સમીપવાસી સંગે બહુ વચન વિકલ્પ વધો દુઃખ દોષ. ૩.
અર્થ :જેવી રીતે ચંદ્રની વૃદ્ધિ થતાં સમુદ્ર વધે છે (ભરતી
આવે છે), મેઘવૃષ્ટિની વૃદ્ધિથી નદીનાં પાણીનું બળ વધે છે, મોહની
વૃદ્ધિમાં કર્મબંધ વધે છે, મનુષ્યને કાચા ભોજનથી અવશ્ય રોગની માફક,
પૃથ્વીના સુંદર તળમાં જુદા જુદા છંદમાં અક્ષરોની વૃદ્ધિ થતાં છંદોનો
પ્રસ્તાર વધે છે, તેમ નજીકમાં રહેલા પ્રાણીઓની સંગતિ વધવાથી
નિશ્ચયથી દુઃખોનો સમૂહ અને દોષ, વિકલ્પના આગમનના કારણરૂપ
વચનોનો સમૂહ વધે છે. ૩.
वृद्धिं यात्येधसो वन्हिर्वृद्धौ धर्मस्य वा तृषा
चिन्ता संगस्य रोगस्य पीडा दुःखादि संगतेः ।।।।
અગ્નિ જેમ વધો £ન્ધાનથી, તૃષા તાપથી વધાતી જાય,
ચિંતા સંગથી, વ્યથા વ્યાધિાથી, દુઃખાદિ સંગતિથી થાય. ૪.
અર્થ :ઇન્ધનની વૃદ્ધિથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે અને
ઉકળાટની વૃદ્ધિથી તરસ વધે છે, સંગની વૃદ્ધિથી ચિંતા વધે છે, રોગની
વૃદ્ધિથી પીડા વધે છે, તેમ ચેતન
અચેતન પદાર્થોની સંગતિની વૃદ્ધિથી
દુઃખાદિ વધે છે. ૪.
विकल्पः स्याज्जीवे निगडनगजंबालजलधि
प्रदावाग्न्यातापप्रगदहिमताजालसदृशः

Page 132 of 153
PDF/HTML Page 140 of 161
single page version

૧૩૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
वरं स्थानं छेत्रीपविरविकरागस्ति जलदा
गदज्वालाशस्त्रीसममतिभिदे तस्य विजनं ।।।।
વિકલ્પ તો જનને ગિરિ કર્દમ જલધિા દાવાનલ આતાપ,
બેMી, જાલ, શીતલતા વ્યાધિા સદ્રશ કરે સદા સંતાપ;
તે છેદવા વ» રવિકર, અગસ્ત્ય, જલધાર, છીણી સાર,
છરી, અગ્નિ, ઔષધા સમ જાણો નિર્જન સ્થાન પરમહિતકાર. ૫.
અર્થ :જીવમાં વિકલ્પ (થાય) છે તે બેડી, પર્વત, કાદવ,
સમુદ્ર, પ્રબળ દાવાનળનો તાપ, વ્યાધિ, શીતળતા, અને જાળ જેવા છે
તેને અત્યંત ભેદવામાં ઉત્તમ એકાંતસ્થાન છે તે છીણી, વજ્ર, સૂર્યકિરણ,
સમુદ્રને શોષી જનાર અગસ્ત્ય ૠષિ, મેઘ, ઔષધ, અગ્નિ અને છરી
સમાન થાય છે. ૫.
तपसां बाह्य भूतानां विविक्तशयनासनं
महत्तपो गुणोद्भूतेरागत्यागस्य हेतुतः ।।।।
રાગત્યાગરુપ ગુણ પ્રગટાવા, કારણ એ જાણે મતિમાન;
બાıા તપોમાં વિવિકત શય્યા, સન તપ તેથી કıાãં મહાન. ૬.
અર્થ :ગુણની ઉત્પત્તિનું અને રાગના ત્યાગનું કારણ હોવાથી
એકાંત શયન, આસન આદિ, બાહ્યભૂત તપમાં મહાન તપ છે. ૬.
काचिच्चिंता संगतिः केनचिच्च रोगादिभ्यो वेदना तीव्रनिद्रा
प्रादुर्भूतिः क्रोधमानादिकानां मूर्च्छा ज्ञेया ध्यानविध्वंसिनी च ।।।।
કંઇ પણ ચિંતા, સંગ કોઇના, વ્યાધિાવેદના નિદ્રા તીવ્ર,
ક્રોધાાદિ ઉદ્ભવ, મૂર્છા, એ ધયાન વિનાશક જાણો જીવ. ૭.
અર્થ :કાંઈ પણ ચિંતા તથા કોઈની સાથે પરિચયરૂપ સંગતિ,
રોગાદિથી થતી પીડા, તીવ્ર નિદ્રા, કોપ, માન, માયા આદિનું પ્રગટ થવું
અને મોહની આસક્તિ; એમને ધ્યાનના નાશ કરનાર જાણવા. ૭.