Tattvagyan Tarangini (Gujarati). Adhyay-12 : Shuddh Chidrupni Praptinu Asadharan Karan Ratnatray; Adhyay-13 : Shuddh Chidrupni Prapti Mate Vishuddhini Upayogita.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 9

 

Page 93 of 153
PDF/HTML Page 101 of 161
single page version

અધ્યાય-૧૧ ][ ૯૩
અર્થ :શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન વ્રતસહિત એવા જીવો
મનુષ્યલોકથી બહારના ભાગમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં કદાપિ હોતા
નથી. ૧૨.
अधोलोके न सर्वस्मिन्नूर्ध्वलोकेऽपि सर्वतः
ते भवंति न ज्योतिष्के हा हा क्षेत्रस्वभावतः ।।१३।।
સર્વ ©ધર્વ કે અધાોલોકમાં કોઇ સ્થળે નહિ તેવાજી;
ક્ષેત્ર સ્વભાવે મળે ન હા! હા! જ્યોતિષ્કે પણ એવાજી. ૧૩.
અર્થ :અત્યંત ખેદની વાત છે કે ક્ષેત્રનો એવો જ સ્વભાવ
હોવાથી સમસ્ત અધોલોકમાં અને સમસ્ત ઊર્ધ્વલોકમાં પણ તે (તેવી
યોગ્યતાવાળા) નથી અને જ્યોતિષ લોકમાં (સૂર્ય, ચંદ્રાદિ છે તે ક્ષેત્રમાં)
પણ તે હોતા નથી. ૧૩.
नरलोकेपि ये जाता नराः कर्मवशाद् घनाः
भोगभूम्लेच्छखंडेषु ते भवंति न तादृशः ।।१४।।
નરલોકે પણ મ્લેચ્છ ખંM કે જન્મ્યા ભોગભૂમિમાંજી;
કર્મવશે હા! ઘાણા જીવો પણ કોઇ ન તેવા તેમાંજી. ૧૪.
અર્થ :મનુષ્ય લોકમાં પણ જે ઘણા મનુષ્યો કર્મવશે
ભોગભૂમિ કે અનાર્ય ખંડોમાં જન્મ્યા છે, તે તેવા (આત્મલીનતાને યોગ્ય)
હોતા નથી. ૧૪.
आर्यखंडभवाः केचिद् विरलाः संति तादृशाः
अस्मिन् क्षेत्रे भवा द्वित्राः स्युरद्य न कदापि वा ।।१५।।
આર્યખંM ઉત્પન્ન વિષે પણ તેવા વિરલ પ્રવર્તેજી;
આ ક્ષેત્રે આજે બે ત્રણ તો કદી કોઇના વર્તેજી. ૧૫.
અર્થ :આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલ હોય છે.
આ ભરતક્ષેત્રમાં જન્મેલા આજે બે કે ત્રણ હોય અથવા કદાચ ન પણ
હોય. ૧૫.

Page 94 of 153
PDF/HTML Page 102 of 161
single page version

૯૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
अस्मिन् क्षेत्रेऽधुना संति विरला जैनपाक्षिकाः
सम्यक्त्वसहितास्तत्र तत्राणुव्रतधारिणः ।।१६।।
महाव्रतधरा धीराः संति चात्यंतदुर्लंभाः
तत्त्वातत्त्वविदस्तेषु चिद्रक्तोऽत्यंतदुर्लभः ।।१७।।
આ ક્ષેત્રે આજે છે કોઇક પાક્ષિક જૈનો વિરલાજી;
સદ્દ્રષ્ટિ ત્યાં વિરલા, તેમાં અણુવ્રતધાારી વિરલાજી. ૧૬.
તેમાં અતિ દુર્લભ તો મહાવ્રતધાારી ધાીર વિરકતાજી;
દુર્લભ તત્ત્વાતત્ત્વ વિજ્ઞાની, અતિ દુર્લભ ચિદ્રકતાજી. ૧૭.
અર્થ :આ ક્ષેત્રે હમણાં જૈનમાર્ગ સત્ય છે એવા નિશ્ચયપૂર્વક
પક્ષ કરનાર થોડા છે, તેમાં સમ્યક્ત્વ સહિત થોડા છે, તેમાં ગૃહસ્થના
અણુવ્રત ધારણ કરનારા થોડા છે, તેના કરતાં પણ મહાવ્રતને ધારણ
કરનારા ધીર અત્યંત દુર્લભ છે, તેઓમાં પણ તત્ત્વ અને અતત્ત્વને
જાણનાર બહુશ્રુત જ્ઞાની દુર્લભ છે, તેઓમાં પણ ચિદ્રૂપમાં રક્ત અત્યંત
દુર્લભ છે. ૧૬-૧૭.
तपस्विपात्रविद्वत्सु गुणिसद्गतिगामिषु
वंद्यस्तुत्येषु विज्ञेयः स एवोत्कृष्टतां गतः ।।१८।।
સર્વ તપસ્વી પાત્ર વિબુધા કે સદ્ગુણી સદ્ગતિગામીજી;
વંદ્ય સ્તુત્ય સર્વેમાં જાણો શ્રેÌ એ જ ચિદ્રામીજી. ૧૮.
અર્થ :તપસ્વી, પાત્ર અને વિદ્વાનોમાં, ગુણવાન અને
સદ્ગતિગામીઓમાં, વંદનીય અને સ્તુત્ય પુરુષોમાં તે જ ઉત્કૃષ્ટતા પામેલ
જાણવા. ૧૮.
उत्सर्पिण्यवसर्पंणकालेऽनाद्यंतवर्जिते स्तोकाः
चिद्रक्ता व्रतयुक्ता भवंति केचित्कदाचिच्च ।।१९।।
ઉત્સર્પિણી અવસર્પિણી સર્વે કાળ અનાદિ અનંતાજી;
તેમાં અલ્પ કોઇ કદી થાતા ચિદ્રૂપરત વ્રતવંતાજી. ૧૯.

Page 95 of 153
PDF/HTML Page 103 of 161
single page version

અધ્યાય-૧૧ ][ ૯૫
અર્થ :અનાદિ અનંત એવા ઉત્સર્પિણી અને અવસર્પિણી
કાળમાં આત્મપ્રેમી અને વ્રત સહિત કોઈ જ કોઈ કાળમાં જ થોડા થાય
છે. ૧૯.
मिथ्यात्वादिगुणस्थानचतुष्के संभवंति न
शुद्धचिद्रूपके रक्ता व्रतिनोपि कदाचन ।।२०।।
पंचमादिगुणस्थानदशके तादृशोंऽगिनः
स्युरिति ज्ञानिना ज्ञेयं स्तोकजीवसमाश्रिते ।।२१।।
મિથ્યાત્વાદિ પ્રથમ ચાર ગુણસ્થાને જે જે વર્તેજી;
ત્યાં ન કદી તે ચિદ્રૂપ ધયાને કે વ્રતમાંહી પ્રવર્તેજી. ૨૦.
પંચમથી ગુણસ્થાન ચતુર્દશમાં વ્રત ધયાન વિરાજેજી;
જ્ઞાની જાણે અલ્પ જીવો તો તે ગુણસ્થાને રાજેજી. ૨૧.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન અને વ્રતસંયમવાળા એવા જીવો
મિથ્યાત્વ આદિ ચાર ગુણસ્થાનમાં કદી પણ થવા સંભવતા નથી. ૨૦.
થોડા જીવ જેમાં વર્તે છે એવા પાંચમાથી ચૌદમા સુધીના દશ
ગુણસ્થાનમાં તેવા જીવો હોય છે, એમ જ્ઞાનીઓએ જાણવા યોગ્ય
છે. ૨૧.
दृश्यंते गंधनादावनुजसुतसुताभीरुपित्रंविकासु
ग्रामे गेहे खभोगे नगनगरखगे वाहने राजकार्ये
आहार्येऽगे वनादौ व्यसनकृषिमुखेकूपवापीतडागे
रक्ताश्चप्रेषणादौ यशसि पशुगणे शुद्धचिद्रूपके न
।।२२।।
દિસે રકત ઘાણા જ્યાં જગમાં વિષય વાસના ગંધોજી,
લઘાુ ભ્રાતા સુત સુતા વનિતા માતપિતા સંબંધોજી;
ગ્રામ ધાામ ને ગગન વિહારે, પર્વ પક્ષી નગરેજી,
રાજકાર્ય વન વાહનમાં વળી ખાનપાન કે શરીરેજી;

Page 96 of 153
PDF/HTML Page 104 of 161
single page version

૯૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
વ્યસનરંગ વાણિજ્ય કૃષિ કે કૂવા વાવ તલાવેજી,
પશુ યશ રક્ષમાં રાચ્યા ત્યાં ચિદ્રૂપે ચિત્ત ન લાવેજી. ૨૨.
અર્થ :સુગંધી પદાર્થો આદિમાં, ભાઈ, પુત્ર, પુત્રી, સ્ત્રી, પિતા
તથા માતામાં, ગામમાં, ઘરમાં, ઇન્દ્રિયના વિષયભોગમાં, પર્વત, નગર,
પક્ષીમાં, વાહનમાં, રાજ્યના કામમાં, ખાનપાન આદિ પદાર્થોમાં,
શરીરમાં, વન આદિમાં, વ્યસન, ખેતી આદિમાં, કૂવા
વાવતળાવમાં,
ધંધામાં, દલાલીમાં, યશમાં અને પશુના સમૂહમાં જીવો રાચી રહેલા
દેખાય છે પણ શુદ્ધ આત્મસ્વરૂપમાં રક્ત દેખાતા નથી. ૨૨.

Page 97 of 153
PDF/HTML Page 105 of 161
single page version

અધયાય ૧૨ મો
[ શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્નત્રય ]
रत्नत्रयोपलंभेन विना शुद्धचिदात्मनः
प्रादुर्भावो न कस्यापि श्रूयते हि जिनागमे ।।।।
રત્નત્રયની પ્રાપ્તિ વિના તો કોઇને તત્ત્વ અનૂપ;
પ્રગટ થયું સુણ્યું નહિ જિનશાસ્ત્રે શુદ્ધ ચિદાત્મસ્વરુપ રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧.
અર્થ :રત્નત્રયની પ્રાપ્તિ વિના શુદ્ધ ચૈતન્યમય આત્માની
પ્રગટતા કોઈને પણ થઈ નથી, એમ જિનશાસ્ત્રમાં સાંભળ્યું છે. ૧.
विना रत्नत्रयं शुद्धचिद्रूपं न प्रपन्नवान्
कदापि कोऽपि केनापि प्रकारेण नरः क्वचित् ।।।।
કોઇ પ્રકારે કાાંય કદાચિત્ પામ્યા નહિ નર કોય;
રત્નત્રય વિણ નિર્મળ નિજ ચિદ્રુપ પ્રગટ નહિ હોય.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨.
અર્થ :કોઈ પણ કાળે, કોઈ પણ મનુષ્ય, ક્યાંય કોઈ પણ
પ્રકારે, રત્નત્રય વગર શુદ્ધ ચિદ્રૂપને પામ્યો નથી. ૨.
रत्नत्रयाद्विना चिद्रूपोपलब्धिर्न जायते
यथर्द्धिस्तपसः पुत्री पितुर्वृष्टिर्बलाहकात् ।।।।
તાત વિના જેમ પુત્રી ન જન્મે, તપ વિણ જેમ ન ´દ્ધિ;
મેઘા વિના વૃષ્ટિ ન, રત્નત્રય,વિણ ચિદ્રૂપની લબ્ધિા રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૩.

Page 98 of 153
PDF/HTML Page 106 of 161
single page version

૯૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જેમ તપ વિના ૠદ્ધિ પ્રગટતી નથી, પિતા વિના પુત્રી
પ્રગટતી નથી અને વાદળાં વિના વરસાદ થતો નથી, તેમ રત્નત્રય વિના
ચિદ્રૂપની પ્રાપ્તિ થતી નથી. ૩.
दर्शनज्ञानचारित्रस्वरूपात्मप्रवर्तनं
युगपद् भण्यते रत्नत्रयं सर्वजिनेश्वरैः ।।।।
દર્શનજ્ઞાન ચારિત્રસ્વરુપે આત્મા યુગપદ્ વર્તે;
આત્મપ્રવર્તન તે રત્નત્રય, જિનવર વચન પ્રવર્તેરે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૪.
અર્થ :દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપે આત્માનું એકસાથ જે
પ્રવર્તન તેને સર્વ જિનેશ્વરો રત્નત્રય કહે છે. ૪.
निश्चयव्यवहाराभ्यां द्विधा तत्परिकीर्तितं
सत्यस्मिन् व्यवहारे तन्निश्चयं प्रकटीभवेत् ।।।।
નિશ્ચય ને વ્યવહાર રત્નત્રય, બે ભેદે એ ભાખ્યું,
એ વ્યવહાર હોય ત્યાં નિશ્ચય, પ્રગટે કારણ દાખ્યું રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૫.
અર્થ :તે રત્નત્રય નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદે વર્ણવ્યું
છે. જ્યાં એ વ્યવહારરૂપ રત્નત્રય હોય ત્યાં તે નિશ્ચય રત્નત્રય પ્રગટ
થાય છે. ૫.
श्रद्धानं दर्शनं सप्ततत्त्वानां व्यवहारतः
अष्टांगं त्रिविधं प्रोक्तं तदौपशमिकादितः ।।।।
સાત તત્ત્વની શ્રદ્ધા જાણો, સદ્દર્શન વ્યવહારે;
આL અંગયુત ને વળી ઉપશમ આદિ ત્રણ પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૬.

Page 99 of 153
PDF/HTML Page 107 of 161
single page version

અધ્યાય-૧૨ ][ ૯૯
અર્થ :સાત તત્ત્વોની શ્રદ્ધાને વ્યવહારથી દર્શન કહ્યું છે, તે
આઠ અંગયુક્ત છે. તેને ઉપશમ આદિ ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું
છે. ૬.
सता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांसि च
चिता जगति व्याप्तानि पश्यन् सद्दृष्टिरुच्यते ।।।।
સત્ રુપે વસ્તુ સૌ શ્રદ્ધે, સ્યાદ્વાદે સૌ વાણી;
જ્ઞાનદ્રષ્ટિથી જગ સૌ જોતાં, તે સદ્દ્રષ્ટિ જ્ઞાની રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૭.
અર્થ :સર્વ વસ્તુઓને અસ્તિત્વ સ્વરૂપે જોતાંશ્રદ્ધતા અને
(તેના વાચક) વચનોને સ્યાદ્વાદ એટલે અનેકાંતદ્રષ્ટિએ (અને)
જગતમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદ્રષ્ટિએ જોનાર સમ્યગ્દ્રષ્ટિ
કહેવાય છે. ૭.
स्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत्
सद्दर्शनं मतं तज्ज्ञैः कर्मेंधनहुताशनं ।।।।
સહજ આત્મ નિજ રુપ વિષે જે, રુચિ તે સદ્દર્શનને;
નિશ્ચયથી જ્ઞાનીઓ માને, બાળે કર્મ §ધાનને રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૮.
અર્થ :પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં જે રુચિ તેને તેના જાણનારા
જ્ઞાનીઓ નિશ્ચયથી કર્મરૂપ ઇંધનને બાળનાર અગ્નિ સમાન સમ્યગ્દર્શન
કહે છે. ૮.
यदि शुद्धं चिद्रूपं निजं समस्तं त्रिकालगं युगपत्
जानन् पश्यन् पश्यति तदा स जीवः सुदृक् तत्त्वात् ।।।।
ત્રણે કાલવર્તી નિજ ચિદ્રૂપ શુદ્ધ સર્વ એક સાથે;
જાણે દેખે જે શ્રદ્ધે તે સદ્દ્રષ્ટિ પરમાર્થે રે;
ભવિકા રત્નત્રય આદરિયે. ૯.

Page 100 of 153
PDF/HTML Page 108 of 161
single page version

૧૦૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જ્યારે પોતાનાં ત્રિકાળવર્તી શુદ્ધ ચિદ્રૂપને એકસાથે
જાણતાં, દેખતાં જુએ છેશ્રદ્ધે છે ત્યારે તે જીવ પરમાર્થે સમ્યગ્દ્રષ્ટિ
છે. ૯.
ज्ञात्वाष्टांगानि तस्यापि भाषितानि जिनागमे
तैरमा धार्यते तद्धि मुक्तिसौख्याभिलाषिणा ।।१०।।
સદ્દર્શનનાં આL અંગ જે જિન શાસ્ત્રો વિસ્તરતાં,
મુકિતસુખવાંછક તે જાણી, દર્શન તે યુત ધારતા રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૦.
અર્થ :જિનાગમમાં કહેલાં સમ્યગ્દર્શનના આઠ અંગોને
જાણીને મોક્ષ સુખના અભિલાષીએ તે સમ્યગ્દર્શનને તે અંગો સાથે
ધારણ કરવું. ૧૦.
अष्टधाचारसंयुक्तं ज्ञानमुक्तं जिनेशिना
व्यवहारनयात् सर्वतत्त्वोद्भासो भवेद् यतः ।।११।।
स्वस्वरूपपरिज्ञानं तज्ज्ञानं निश्चयाद् वरं
कर्मरेणूच्चये वातं हेतुं विद्धि शिवश्रियः ।।१२।।
અષ્ટવિધા આચાર સહિત જે જ્ઞાન જિનેન્દ્ર વખાણે,
તે વ્યવહારનયે, જીવ તેથી, સર્વ તત્ત્વને જાણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૧.
સ્વસ્વરુપનું જ્ઞાન યથાતથ્ય, તે નિશ્ચયે વર જ્ઞાન;
પવન કર્મરજ દૂર કરવા તે, મુક્તિલક્ષ્મી નિદાન રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૨.
અર્થ :જિનેન્દ્રદેવે વ્યવહારનયથી આઠ પ્રકારના આચાર
સહિત જ્ઞાનનું કથન કર્યું છે, જેનાથી સર્વ તત્ત્વનું જ્ઞાન થાય છે. ૧૧.
પોતાના સ્વરૂપનું જ્ઞાન તે (જ્ઞાન) નિશ્ચયથી શ્રેષ્ઠ છે.

Page 101 of 153
PDF/HTML Page 109 of 161
single page version

અધ્યાય-૧૨ ][ ૧૦૧
(તેને) તું કર્મરજને ઉડાડવા માટે પવન સમાન મોક્ષલક્ષ્મીનું કારણ
જાણ. ૧૨.
यदि चिद्रूपेऽनुभवो मोहाभावे निजे भवेत्तत्वात्
तत्परमज्ञानं स्याद् बहिरंतरसंगमुक्तस्य ।।१३।।
બહિરંતર સૌ સંગ ત્યાગીને મોહક્ષયે જ્યાં થાયે,
નિજ ચિદ્રૂપ અનુભવ નિશ્ચે, પરમ જ્ઞાન કહેવાયે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૩.
અર્થ :બાહ્ય અને અંતરસંગથી રહિત પુરુષને જ્યારે મોહનો
ક્ષય થાય (છે) ત્યારે પોતાના ચિદ્રૂપમાં અનુભવ થાય (છે) અને
નિશ્ચયથી તે પરમજ્ઞાન થાય છે. ૧૩.
निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्तिः शुभकर्मसु
त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ।।१४।।
અશુભ કર્મથી જ્યાં નિવૃત્તિ શુભમાં પ્રવૃત્તિ ધાારે;
તે ચારિત્ર કıાãં વ્યવહારે, જ્ઞાનીએ તેર પ્રકારે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૪.
અર્થ :જ્યાં પાપથી નિવૃત્તિ અને શુભ કર્મોમાં પ્રવૃત્તિ છે. તે
તેર પ્રકારનું વ્યવહારથી ચારિત્ર છે. ૧૪.
मूलोत्तरगुणानां यत्पालनं मुक्तये मुनेः
दृशा ज्ञानेन संयुक्तं तच्चारित्रं न चापरं ।।१५।।
સમ્યગ્દર્શન જ્ઞાન સહિત જે, મૂલોત્તર ગુણ પાલે;
તે ચારિત્ર, અવર નહિ, મુનિને, મુકિતશ્રી સુખ આલે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૫.
અર્થ :જે દર્શન અને જ્ઞાનસહિત મૂળ અને ઉત્તર ગુણોનું
પાલન છે, તે ચારિત્ર મુનિની મુક્તિનું કારણ છે પણ બીજું નહિ. ૧૫.

Page 102 of 153
PDF/HTML Page 110 of 161
single page version

૧૦૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
संगं मुक्त्वा जिनाकारं धृत्वा साम्यं दृशं धियं
यः स्मरेत् शुद्धचिद्रूपं वृत्तं तस्य किलोत्तमं ।।१६।।
સંગ તજી જિનમુદ્રા ધાારી, સમતા દર્શન જ્ઞાને;
ચિદ્રૂપ શુદ્ધ સ્મરે ત્યાં તેને, ચારિત્ર ઉત્તમ ધયાને રે,
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૬.
અર્થ :જે જીવ સંગ (પરિગ્રહ) છોડીને, વીતરાગ મુદ્રા ધારણ
કરી, સમતાભાવ (ચારિત્ર), દર્શન, જ્ઞાન ધારણ કરીને શુદ્ધ ચિદ્રૂપનું
ચિંતવન કરે છે તેનું ચારિત્ર ખરેખર ઉત્તમ છે. ૧૬.
ज्ञप्त्या दृष्टया युतं सम्यक् चारित्रं तन्निरुच्यते
सतां सेव्यं जगत्पूज्यं स्वर्गादिसुखसाधनं ।।१७।।
દર્શન જ્ઞાન સંયુત તે સમ્યક્ ચારિત્ર જ્ઞાની વખાણે;
સેવ્ય સંતને જગત પૂજ્ય એ સ્વર્ગ મોક્ષ સુખ આણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૭.
અર્થ :જે જ્ઞાન અને દર્શન સહિત હોય તે સમ્યક્ચારિત્ર
કહેવાય છે. તે સંતોએ સેવવા યોગ્ય, જગતમાં પૂજ્ય અને સ્વર્ગાદિ
સુખનું સાધન છે. ૧૭.
शुद्ध स्वे चित्स्वरूपे या स्थितिरत्यंतनिश्चला
तच्चारित्रं परं विद्धि निश्चयात् कर्मनाशकृत् ।।१८।।
નિજ સહજાત્મ સ્વરુપે અતિ જે નિશ્ચલ સ્થિતિ પમાય;
નિશ્ચયથી ચારિત્ર પરમ તે કર્મનાશ ત્યાં થાય રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૮.
અર્થ :પોતાના સહજ ચૈતન્યસ્વરૂપમાં જે અત્યંત નિશ્ચળ
સ્થિતિ, તેને નિશ્ચયનયથી શ્રેષ્ઠ ચારિત્ર, કર્મનો નાશ કરનાર તું
જાણ. ૧૮.

Page 103 of 153
PDF/HTML Page 111 of 161
single page version

અધ્યાય-૧૨ ][ ૧૦૩
यजि चिद्रूपे शुद्धे स्थितिर्निजे भवति दृष्टिबोधबलात्
परद्रव्यास्मरणं शुद्धनयादंगिनो वृत्तं ।।१९।।
તત્ત્વદ્રષ્ટિ ને બોધા બળે જો નિજ સહજાત્મસ્વરુપે;
સ્થિતિ થાય, પરદ્રવ્ય સ્મરણ ના, નિશ્ચયે ચરણ અનૂપ રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૧૯.
અર્થ :દર્શન અને જ્ઞાનના બળથી જ્યારે નિજ શુદ્ધ
આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે, ત્યારે પરદ્રવ્યનું વિસ્મરણ તે શુદ્ધનયથી
પ્રાણીને ચારિત્ર છે.
रत्नत्रयं किल ज्ञेयं व्यवहारं तु साधनं
सद्भिश्च निश्चयं साध्यं मुनीनां सद्विभूषणं ।।२०।।
એ વ્યવહાર રત્નત્રય સાધાન નિશ્ચયનું જન જાણો;
સાધય સંતને નિશ્ચય તે તો મુનિનું ભૂષણ વખાણો રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૦.
અર્થ :વ્યવહાર રત્નત્રય માત્ર સાધન અને મુનિઓનું સત્
વિભૂષણરૂપ નિશ્ચય તે સાધ્ય છે, એમ વિદ્વાનોએ જાણવું. ૨૦.
रत्नत्रयं परं ज्ञेयं व्यवहारं च निश्चयं
निदानं शुद्धचिद्रूपस्वरूपात्मोपलब्धये ।।२१।।
આ વ્યવહાર નિશ્ચય રત્નત્રય પરમ હેતુરુપ જાણે;
નિર્મલ ચિદ્રૂપ સ્વરુપ પ્રગટવા, તે આત્મિક સુખ માણે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૧.
અર્થ :શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને
નિશ્ચય રત્નત્રયને શ્રેષ્ઠ કારણ જાણવું. ૨૧.
स्वशुद्धचिद्रूपपरोपलब्धि कस्यापि रत्नत्रयमंतरेण
क्वचित्कदाचिन्न च निश्चयो दृढोऽस्ति चित्ते मम सर्वदैव ।।२२।।

Page 104 of 153
PDF/HTML Page 112 of 161
single page version

૧૦૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિજ સહજાત્મસ્વરુપની પ્રાપ્તિ રત્નત્રય વિણ કદિયે,
થાય ન કાાંય કોઇને દ્રઢ એ નિશ્ચય મુજ Òદયે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૨.
અર્થ :તેથી મારા ચિત્તમાં સર્વદા દ્રઢ નિશ્ચય છે કે રત્નત્રય
વિના કોઈને પણ ક્યાંય કદી પણ સ્વશુદ્ધ ચિદ્રૂપની સર્વોત્કૃષ્ટ પ્રાપ્તિ થતી
નથી. ૨૨.

Page 105 of 153
PDF/HTML Page 113 of 161
single page version

અધયાય ૧૩ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા]
विशुद्धं वसनं श्लाघ्यं रत्नं रूप्यं च कांचनं
भाजनं भवनं सर्वैर्यथा चिद्रूपकं तथा ।।।।
रागादिलक्षणः पुंसि संक्लेशोऽशुद्धता मता
तन्नाशो येन चांशेन तेनांशेन विशुद्धता ।।।।
વસ્ત્ર કનકભાજન ગૃહ રુપું રત્ન શુદ્ધ તો જગ વખણાય;
ચિદ્રૂપ તેમ વિશુદ્ધ હોય તો જગમાં તે ઉત્કૃષ્ટ ગણાય.
રાગાદિક સંકલેશ જીવમાં અશુદ્ધતા તે તો દેખાય;
જે અંશે તે નાશ થાય ત્યાં તે અંશે શુદ્ધિ લેખાય. ૧-૨
અર્થ :જેમ વસ્ત્ર, રત્ન, રૂપું, સોનું, વાસણ અને ઘર શુદ્ધ હોય
તો સર્વજનો વડે વખણાય છે, તેમ સંપૂર્ણ શુદ્ધ ચિદ્રૂપ સર્વથી પ્રશંસાપાત્ર
બને છે. ૧.
આત્મામાં રાગ, દ્વેષ આદિ લક્ષણવાળો સંક્લેશભાવ અશુદ્ધતા
ગણાય છે. જેટલા અંશે તેનો નાશ તેટલા અંશે વિશુદ્ધતા પ્રગટે છે. ૨.
येनोपायेन संक्लेशश्चिद्रूपाद्याति वेगतः
विशुद्धिरेति चिद्रूपे स विधेयो मुमुक्षुणा ।।।।
જે ઉપાયથી ચિદ્રૂપમાંથી સત્વર એ સંકલેશ પલાય;
ચિદ્રૂપ જેમ વિશુદ્ધિ પામે મુમુક્ષુ સાધો એ જ ઉપાય. ૩.
અર્થ :જે ઉપાય વડે આત્મામાંથી સંક્લેશ સત્વર જતો રહે,
ચિદ્રૂપમાં વિશુદ્ધિ આવે તે ઉપાય મુમુક્ષુએ કર્તવ્ય છે. ૩.

Page 106 of 153
PDF/HTML Page 114 of 161
single page version

૧૦૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
सत्पूज्यानां स्तुतिनतियजनं षट्कर्मावश्यकानां
वृत्तादीनां दृढतरधरणं सत्तपस्तीर्थयात्रा
संगादीनां त्यजनमजननं क्रोधमानादिकाना
माप्तैरुक्तं वरतरकृपया सर्वमेतद्धि शुद्धयै ।।।।
સ્તુતિ પ્રણતિ પૂજા સંતોની તપ તીરથ યાત્રા ઉલ્લાસ,
ષટ્ આવશ્યક નિત્ય કર્મ ને વૃત્ત આદિમાં દ્રઢ અભ્યાસ;
ત્યાગ સકલ સંગાદિ તણો ને ક્રોધાાદિક કષાય વિરામ,
પરમ કૃપા કરી આપ્તજનોએ શુદ્ધિ હેતુ એ કıાા તમામ. ૪.
અર્થ :સત્ના કારણે પૂજવાયોગ્ય સત્પુરુષોની સ્તુતિ, પ્રણામ,
પૂજા, આવશ્યકોના ષટ્કને (છ આવશ્યકને), વૃત્ત આદિને દ્રઢપણે ધારણ
કરવા તે સત્ ને અર્થે તપ, તીર્થયાત્રા, સંગપ્રસંગ આદિ પરિગ્રહનો ત્યાગ,
ક્રોધ, માનાદિ કષાયોનો અભાવ આ સર્વ શુદ્ધિને માટે કારણરૂપ આપ્ત
પુરુષોએ પરમ કૃપા કરીને કહ્યું છે. ૪.
रागादिविक्रियां दृष्टवांगिनां क्षोभादि मा व्रज
भवे तदितरं किं स्यात् स्वच्छं शिवपदं स्मर ।।।।
હે! જીવ ક્ષોભ ધારીશ નહિ દેખી જીવોના રાગાદિ વિકાર;
ભવમાં એ વિણ હોય અવર શું? નિજનિર્મળ શિવપદ સંભાર. ૫.
અર્થ :જીવોની રાગાદિ વિક્રિયા જોઈને ક્ષોભ (અસ્વસ્થતા)
ન કર. સંસારમાં તે સિવાય બીજું શું હોય? નિર્મળ મોક્ષપદને યાદ
કર. ૫.
विपर्यस्तो मोहादहमिह विवेकेन रहितः
सरोगो निःस्वो वा विमतिरगुणः शक्तिविकलः
।।
सदा दोषी निंद्योऽगुरुविधिरकर्मा हि वचनं
वदन्नंगी सोऽयं भवति भुवि वैशुद्धयसुखभाग्
।।।।

Page 107 of 153
PDF/HTML Page 115 of 161
single page version

અધ્યાય-૧૩ ][ ૧૦૭
મોહવશે વિપરીતમતિ હું, મળે ન મુજમાં કાંઇ વિવેક,
હું રોગી, નિર્ધાન, મતિહીણો, બલવિહીન, સદ્ગુણ નહિ એક;
સદા દોષયુકત હીન આચારી, નિંદ્ય, પ્રમાદી, હું દીનમાત્ર,
એમ ભાવના ભાવે જગમાં, વિશુદ્ધિ સુખનો તે સત્પાત્ર. ૬.
અર્થ :હું સંસારમાં મોહથી વિપરીત મતિને પામેલો છું,
વિવેકરહિત છું, ભવરોગયુક્ત છું, ધનરહિત છું, ચિદ્રૂપની પ્રાપ્તિ વગરનો
છું અથવા વિપરીત બુદ્ધિવાળો છું, ગુણરહિત છું, શક્તિરહિત છું, સદા
દોષવાળો, નિંદ્ય, તુચ્છ કાર્ય કરનારો, પ્રમાદી છું. આવી ભાવના કરનારો
જીવ જગતમાં વિશુદ્ધિથી પ્રગટતા સુખનો ભાગી (પાત્ર) થાય છે. ૬.
राज्ञो ज्ञातेश्च दस्योर्ज्वलनजलरिपोरीतितो मृत्युरोगात्
दोषोद्भूतेरकीर्त्तेः सततमतिभयं रैनृगोमंदिरस्य
चिंता तन्नाशशोको भवति च गृहीणां तेन तेषां विशुद्धं
चिद्रूपध्यानरत्नं श्रुतिजलधिभवं प्रायशो दुर्लभंस्यात्
।।।।
(સવૈયા)
રાજા જ્ઞાતિ ચોર અગ્નિ જલ અરિ મૃત્યુ વ્યાધિા દુઃખદાય,
દોષજનિત અપયશ આદિથી ગ્હસ્થને ભય સતત સદાય;
જ્યાં પશુ નર ધાન ધાામની ચિંતા તેના નાશે શોક અપાર,
ત્યાં બોધાાબ્ધિા જ શુદ્ધ રત્ન સમ ચિદ્રૂપધયાન સુલભ નહિ ધાાર.
અર્થ :ગૃહસ્થોને રાજા તરફથી, જ્ઞાતિ તરફથી તથા ચોરથી,
અગ્નિ, પાણી અને શત્રુથી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો ઉપદ્રવ,
ઉંદરનો ઉપદ્રવ, પોપટ આદિ પક્ષીઓનો ઉપદ્રવ, સ્વસૈન્યનો ઉપદ્રવ,
પરસૈન્યનો ઉપદ્રવ વગેરેથી, મૃત્યુથી, રોગથી, દોષની ઉત્પત્તિથી,
અપયશથી, નિરંતર અત્યંત ભય, ધન, મનુષ્ય, પશુ, મકાન આદિની
ચિંતા તેના નાશમાં શોક થાય છે; તેથી તેમને શ્રુતસાગરમાંથી જન્મેલું,
નિર્મળ આત્મધ્યાનરૂપ (વિશુદ્ધ) રત્ન ઘણું કરીને દુર્લભ હોય છે. ૭.

Page 108 of 153
PDF/HTML Page 116 of 161
single page version

૧૦૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
पठने गमने संगे चेतनेऽचेतनेऽपि च
किंचित्कार्यकृतौ पुंसा चिंता हेया विशुद्धये ।।।।
હે આત્મન્! જો વિશુદ્ધિ ચાહે તો ચિંતા તજ શીઘા્ર તમામ,
કરવા પLન, ગમન, જMચેતન, સંગ પ્રસંગ કે કંઇ પણ કામ.
અર્થ :મનુષ્યે વિશુદ્ધિની પ્રાપ્તિ માટે પઠનમાં, ગમનમાં,
ચેતનઅચેતન સંગમાં તથા કંઈ પણ કાર્ય કરવામાં ચિંતા તજી દેવી
જોઈએ. ૮.
शुद्धचिद्रूपकस्यांशो द्वादशांगश्रुतार्णवः
शुद्धचिद्रूपके लब्धे तेन किं मे प्रयोजनं ।।।।
બાર અંગ શ્રુતસાગર તે પણ નિર્મળ ચિદ્રૂપ અંશ ગણાય,
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને, તે શ્રુતનું શું કામ જરાય? ૯.
અર્થ :બાર અંગરૂપ શ્રુતસમુદ્ર શુદ્ધ આત્માનો અંશ છે. જ્યાં
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યાં તેનું મારે શું કામ છે? ૯.
शुद्धचिद्रूपके लब्धे कर्तव्यं किंचिदस्ति न
अन्यकार्यकृतौ चिंता वृथा मे मोहसंभवा ।।१०।।
वपुषां कर्मणां कर्महेतूनां चिंतनं यदा
तदा क्लेशो विशुद्धिः स्याच्छुद्धचिद्रूपचिंतनं ।।११।।
ચિદ્રૂપ શુદ્ધ મªયું ત્યાં મુજને કંઇ નહિ મુજ કર્તવ્ય ગણાય,
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય તે વ્યર્થ મનાય;
શરીર કર્મ કે કર્મહેતુનું ચિંતન ત્યાં છે કલેશ નિવાસ,
નિર્મલ ચિદ્રૂપનું ચિંતન ત્યાં વિશુદ્ધિ પ્રગટે આત્મિક ખાસ. ૧૦-૧૧.
અર્થ :શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતાં કંઈ કરવાનું છે નહિ.
અન્ય કાર્ય કરવાની ચિંતા મોહજન્ય છે, તેથી મારે તે કરવી નકામી
છે. ૧૦.

Page 109 of 153
PDF/HTML Page 117 of 161
single page version

અધ્યાય-૧૩ ][ ૧૦૯
જ્યારે શરીરનું, કર્મનું, કર્મના કારણોનું ચિંતન હોય છે, ત્યારે
ક્લેશ થાય છે અને જ્યારે શુદ્ધ આત્માનું ચિંતન થાય છે, ત્યારે વિશુદ્ધિ
થાય છે. ૧૧.
गृही यतिर्न यो वेत्ति शुद्धचिद्रूप लक्षणं
तस्य पंचनमस्कारप्रमुखस्मरणं वरं ।।१२।।
ગૃહસ્થ કે મુનિ જો જાણે નહિ નિર્મલ ચિદ્રૂપ લક્ષણ સાર,
પંચ નમસ્કૃતિ આદિ તેને સ્મરણ શ્રેÌ તો ગણ્યું હિતકાર. ૧૨.
અર્થ :જે ગૃહસ્થ કે મુનિ શુદ્ધ ચિદ્રૂપનું લક્ષણ જાણતા નથી,
તેને પંચનમસ્કાર આદિનું સ્મરણ શ્રેષ્ઠ છે. ૧૨.
संक्लेशस्य विशुद्धेश्च फलं ज्ञात्वा परीक्षणं
तं त्यतेत्तां भजत्यंगी योऽत्रामुत्र सुखी स हि ।।१३।।
આ સંકલેશ અને શુદ્ધિફળ જાણે કરી પરીક્ષા સાર,
તજી સંકલેશ વિશુદ્ધિ ભજે તે ઉભય લોકમાં સુખ અપાર. ૧૩.
અર્થ :જે જીવ સંક્લેશ અને વિશુદ્ધિનું ફળ પરીક્ષાપૂર્વક
જાણીને સંક્લેશને તજે છે અને વિશુદ્ધિને ભજે છે, તે (જીવ) આ લોકમાં
તથા પરલોકમાં સુખી થાય છે. ૧૩.
संक्लेशे कर्मणां बंधोऽशुभानां दुःखदायिनां
विशुद्धौ मोचनं तेषां बंधो वा शुभकर्मणां ।।१४।।
અશુભકર્મ અતિશય દુઃખદાયી બાંધો જ્યાં સંકલેશ ભજાય;
વિશુદ્ધિ ભજતાં કર્મ છૂટે સૌ અથવા માત્ર શુભ બંધાાય. ૧૪.
અર્થ :સંક્લેશમાં દુઃખદાયક અશુભકર્મનો બંધ થાય છે,
વિશુદ્ધિમાં તે કર્મનું છૂટવું થાય છે અથવા શુભકર્મનો બંધ થાય છે. ૧૪.
विशुद्धेः शुद्धचिद्रूपसद्ध्यानं मुख्यकारणं
संक्लेशस्तद्विघाताय जिनेनेदं निरूपितं ।।१५।।

Page 110 of 153
PDF/HTML Page 118 of 161
single page version

૧૧૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ઉત્તમ ધયાન વિમલ ચિદ્રૂપનું, વિશુદ્ધિનું એ કારણ મુખ્ય,
તેના ઘાાત બને સંકલેશે, ભાખે એમ જિનેન્દ્ર પ્રમુખ. ૧૫.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપનું ઉત્તમધ્યાન વિશુદ્ધિનું મુખ્ય કારણ છે તેના
ઘાત માટે સંક્લેશ કારણ થાય છે, જિન ભગવાને આમ કહ્યું છે. ૧૫.
अमृतं च विशुद्धिः स्यान्नान्यल्लोकप्रभाषितं
अत्यंतसेवने कष्टमन्यस्यास्य परं सुखं ।।१६।।
લોક કહે અમૃત તે તો નહિ, વિશુદ્ધિ એ અમૃત પ્રધાાન,
લૌકિક અતિ સેવન દુઃખદાયી, વિશુદ્ધિ અમૃત સુખદ મહાન. ૧૬.
અર્થ :લોકમાં જે અમૃત કહેવાય છે તે કોઈ અમૃત નથી,
આત્મવિશુદ્ધિ જ અમૃત છે. અન્ય (અમૃત)ના અત્યંત સેવનમાં કષ્ટ થાય
છે, જ્યારે આ વિશુદ્ધિના સેવનથી પરમ સુખ થાય છે. ૧૬.
विशुद्धिसेवनासक्ता वसंति गिरिगह्वरे
विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ।।१७।।
અનુપમ રાજ્ય વિષય સુખ વૈભવ ધાન આદિ તજી થયા વિરકત,
ગિરિ ગુફામાં જઇ તે વસતા, વિશુદ્ધિ સેવનમાં આસકત. ૧૭.
અર્થ :વિશુદ્ધિના સેવનમાં આસક્ત થયેલા જીવો અનુપમ
રાજ્ય, ઇન્દ્રિય સુખ તથા ધન તજીને પર્વતની ગુફાઓમાં વસે છે. ૧૭.
विशुद्धेश्चित्स्वरूपे स्यात् स्थितिस्तस्या विशुद्धता
तयोरन्योन्यहेतुत्वमनुभूय प्रतीयतां ।।१८।।
विशुद्धिः परमो धर्मः पुंसि सैव सुखाकरः
परमाचरण सैव मुक्तेः पंथाश्च सैव हि ।।१९।।
વિશુદ્ધિથી ચિદ્રૂપમાં સ્થિરતા સ્થિરતાથી વળી શુદ્ધિ સધાાય,
એમ પરસ્પર કારણતાનો અનુભવ કરી ધાર શ્રદ્ધામાંય. ૧૮.

Page 111 of 153
PDF/HTML Page 119 of 161
single page version

અધ્યાય-૧૩ ][ ૧૧૧
અહો! વિશુદ્ધિ પરમધાર્મ છે, એ જ જીવોને સૌખ્યનિધાાન,
પરમ આચરણ પણ એ જાણો, મુકિતમાર્ગ પણ એ જ પ્રધાાન. ૧૯.
અર્થ :વિશુદ્ધિથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેનાથી
(આત્મસ્થિરતાથી) વિશુદ્ધતા થાય છે. આમ તે બન્ને એક બીજાનું
કારણપણું અનુભવ કરીને શ્રદ્ધો. ૧૮.
વિશુદ્ધિ પરમધર્મ છે, તે જ મનુષ્યને સુખની ખાણ છે, તે જ
સર્વોત્તમ આચરણ છે અને તે જ મોક્ષનો માર્ગ છે. ૧૯.
तस्मात् सैव विधातव्या प्रयत्नेन मनीषिणा
प्रतिक्षणं मुनीशेन शुद्धचिद्रूपचिंतनात् ।।२०।।
તેથી મુનિવર અતિ મતિવંતા, સેવો એ જ કરી પુરુષાર્થ,
ક્ષણ ક્ષણ ચિંતન નિર્મળ ચિદ્રૂપનું કરીને સાધાો પરમાર્થ. ૨૦.
અર્થ :તેથી વિદ્વાન મુનિવરે દરેક ક્ષણે શુદ્ધ આત્માના
ચિંતનથી પ્રયત્નપૂર્વક તે વિશુદ્ધતા જ કરવાયોગ્ય છે. ૨૦.
यावद्बाह्यांतरान् संगान् न मुंचंति मुनीश्वराः
तावदायाति नो तेषां चित्स्वरूपे विशुद्धता ।।२१।।
મુનીશ્વરો ત્યાગે નહિ જ્યાં સુધાી બાıા અને અંતર સૌ સંગ,
ત્યાં સુધાી પામે નહિ તેઓ, ચિદ્રૂપમાં વિશુદ્ધિ પ્રસંગ. ૨૧.
અર્થ :જ્યાં સુધી મુનીશ્વરો બાહ્ય અને અંતર સંગ
(પરિગ્રહ)નો ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તેમને આત્મસ્વરૂપમાં વિશુદ્ધતા
આવતી નથી. ૨૧.
विशुद्धिनावमेवात्र श्रयंतु भवसागरे
मज्जंतो निखिला भव्या बहुना भाषितेन किं ।।२२।।
ભવસાગરમાં Mૂબકાં ખાતા સર્વ ભવ્ય, આ બચવા દાવ,
ઘાણું કıાãં શું? ભજો નિરંતર સત્વર આ વિશુદ્ધિ નાવ. ૨૨.

Page 112 of 153
PDF/HTML Page 120 of 161
single page version

૧૧૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :ભવસાગરમાં ડૂબતા સર્વ ભવ્યજીવો વિશુદ્ધતારૂપ
નૌકાનો જ અહીં આશ્રય લ્યો; અધિક કહેવાથી શું (લાભ)? ૨૨.
आदेशोऽयं सद्गुरूणां रहस्यं सिद्धांतानामेतदेवाखिलानां
कर्तव्यानां मुख्यकर्तव्यमेतत्कार्या यत्स्वे चित्स्वरूपे विशुद्धिः ।।२३।।
નિજ ચિદ્રૂપ વિશુદ્ધિ સાધાો, સર્વ કાર્યમાં એ જ પ્રશસ્ય,
સદ્ગુરુનો આદેશ એ જ ને, એ જ સર્વ સિદ્ધાંત રહસ્ય. ૨૩.
અર્થ :આ સદ્ગુરુઓની આજ્ઞા છે, સમસ્ત સિદ્ધાંતોનો આ જ
સાર છે, કર્તવ્યોમાં મુખ્ય કર્તવ્ય આ છે કે પોતાના ચિદ્રૂપ આત્મામાં
વિશુદ્ધિ કરવી. ૨૩.