Moksha Marg Prakashak (Gujarati). Adhikar Bijo; Sansar-avastha Niroopan; Karmabandhan Roganu Nidan; Karmano Sambandha Anadikalathi Chhe; Karmona Anadipanani Siddhi; Jiv Ane Karmoni Bhinnta; Amoortik Aatmathi Moortik Karmano Bandh Kevi Rite Thay Chhe; Ghati-aghati Karma Ane Tena Karya; Nirbal Jadkarmo Dwara Jivana Swabhavano Ghata Tatha Bahya Samgrinu MaLavu; Navin Bandh Kevi Rite Thay Chhe; Yog Ane Tenathi Thavavala Prakruti Bandh, Pradesh Bandh; Gyanahin Jadaparamanunu Yathayogya Prakrutiroop Parinaman; Karmoni Bandh, Uday, Sattaroop Avasthanu Parivartan; Karmoni Udayroop Avastha; Dravayakarma Ane Bhavkarma; Nokarmanu Swaroop Ane Teni Pravrutti; Nityanigod Ane Itarnigod; Karmbandhanroop Rogane Nimittathi Thati Jivni Avasthao; Gyan-darshanavarankarmodayjanya Avastha; Mati, Shrut Ane Avdhigyanani Paradhin Pravrutti; Shrutgyanani Paradhin Pravrutti; Avadhigyan, Manahparyay, Kevalgyanani Pravrutti; Chakshu-achakshudarshanani Pravrutti; Gyan-darshanopayogadini Pravrutti; Mithyatvaroop Jivani Avastha; Charitramoharoop Jivani Avastha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 20

 

Page 13 of 370
PDF/HTML Page 41 of 398
single page version

ઉદ્યોત કર્યો. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરમ્પરા પ્રવર્તે છે, તેમ એ ગ્રન્થો
ઉપરથી આચાર્યાદિકોથી અન્ય ગ્રન્થો રચાયાં. વળી તેનાથી કોઈએ અન્ય ગ્રન્થો રચ્યાં. એ પ્રમાણે
ગ્રન્થોથી ગ્રન્થ થતાં ગ્રન્થોની પરમ્પરા પ્રવર્તે છે. તેમ હું પણ પૂર્વ ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ બનાવું
છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્યધ્વનિ વા સર્વ ગ્રન્થો
માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રન્થ પણ મોક્ષમાર્ગને પ્રકાશે છે. વળી નેત્રરહિત વા
નેત્રવિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ દીપકનો
માર્ગપ્રકાશકપણાનો અભાવ થયો નથી, તેમ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાનરહિત વા
મિથ્યાત્વાદિ વિકાર સહિત છે તેને મોક્ષમાર્ગ સૂઝતો નથી, તેથી કાંઈ ગ્રન્થનો મોક્ષમાર્ગપ્રકાશક-
પણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રન્થનું ‘મોક્ષમાર્ગપ્રકાશક’ એ નામ સાર્થક જાણવું.
પ્રશ્નઃમોક્ષમાર્ગના પ્રકાશક પૂર્વ ગ્રન્થો તો હતા જ, તમે નવીન ગ્રન્થ શા માટે
બનાવો છો?
ઉત્તરઃજેમ મોટા દીપકોનો ઉદ્યોત ઘણા તેલાદિકના સાધન વડે રહે છે, પણ જેને
ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી
તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે, તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે
રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું
સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ.
વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા
હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ
ન્યાયાદિક, નયપ્રમાણાદિકનું વા વિશેષ અર્થોનું
જ્ઞાન નથી તેનાથી મહાન ગ્રન્થોનો તો અભ્યાસ બની શકે નહિ તથા કોઈ નાના ગ્રન્થોનો અભ્યાસ
બને છતાં તેનો યથાર્થ અર્થ ભાસે નહિ એવા આ સમયમાં મંદ બુદ્ધિમાન જીવો ઘણા જોવામાં
આવે છે, તેમનું ભલું થવા અર્થે ધર્મબુદ્ધિપૂર્વક આ ભાષામય ગ્રન્થ બનાવું છું.
વળી જેમ કોઈ મહાન દરિદ્રીને અવલોકન માત્ર ચિંતામણિની પ્રાપ્તિ થાય છતાં તે ન
અવલોકે તથા જેમ કોઈ કોઢીઆને અમૃતપાન કરાવવા છતાં પણ તે ન કરે તેમ સંસારપીડિત
જીવને સુગમ મોક્ષમાર્ગના ઉપદેશનું નિમિત્ત બને છતાં તે અભ્યાસ ન કરે તો તેના અભાગ્યનો
મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કેઃ
साहीणे गुरुजोगे जे ण सुणंतीह धम्मवयणाइ
ते धिट्ठदुट्ठचित्ता अह सुहडा भवभयविहुणा ।।
અર્થઃસ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ
ધર્મવાક્યોને નથી સાંભળતો તે ધીઠ અને દુષ્ટચિત્ત છે. અથવા જે સંસારભયથી શ્રી

Page 14 of 370
PDF/HTML Page 42 of 398
single page version

તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે.
વળી પ્રવચનસારમાં જ્યાં ‘‘મોક્ષમાર્ગ અધિકાર’’ કહ્યો ત્યાં પણ પ્રથમ આગમજ્ઞાન જ
ગ્રહણ કરવા યોગ્ય કહ્યું છે, માટે આ જીવનું તો મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોનું
શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સંયમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ
થાય છે, જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન
વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ
કરવા યોગ્ય છે. વળી આ ગ્રન્થનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે, કોઈ
વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એથી તમારું
કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં
પીઠબંધ પ્રરૂપક નામનો પ્રથમ અધિકાર સમાપ્ત

Page 15 of 370
PDF/HTML Page 43 of 398
single page version

અધિકાર બીજો
સંસાર-અવસ્થા નિરુપણ
કર્મબંધાન રોગનું નિદાન
મિથ્યાભાવ અભાવથી, જે પ્રગટે નિજભાવ,
તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાવ.
હવે આ ગ્રંથમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ
છે. આ આત્માને અનાદિકાળથી કર્મબંધન છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર
કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી
તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત
દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. વળી
સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ
વૈદ્ય રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે
આ પ્રમાણે આ રોગ થયો છે.
તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે જેથી તેને નિશ્ચય થાય કે
મને એવો જ રોગ છે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની
તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી
મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે; એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધનયુક્ત
જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે
આ પ્રમાણે કર્મબંધન થયું છે. વળી એ
કર્મબંધનના નિમિત્તથી તેને જે જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય
થાય કે મને એ જ પ્રમાણે કર્મબંધન છે. તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે
બતાવીએ છીએ અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ; એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે.
હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું
કર્તવ્ય છે.
કર્મનો સંબંધા અનાદિકાળથી છે
તેથી અહીં પ્રથમ જ તેને કર્મબંધનનું નિદાન બતાવીએ છીએ.
કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિકભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ
એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસારઅવસ્થા છે. એ સંસાર-
અવસ્થામાં અનન્તાનન્ત જીવદ્રવ્ય છે. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. પણ એમ નથી

Page 16 of 370
PDF/HTML Page 44 of 398
single page version

કે જીવ પહેલાં ન્યારો હતો, તથા કર્મ ન્યારાં હતાં અને પાછળથી તેમનો સંયોગ થયો. તો કેવી
રીતે છે? જેમ મેરુગિરિ આદિ અકૃત્રિમ સ્કંધોમાં અનન્તા પુદ્ગલપરમાણુઓ અનાદિકાળથી
એકબંધાનરૂપ છે, તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે છે, એ પ્રમાણે મળવું
વિખરાવું થયા કરે છે. તેમ સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનન્તા કર્મરૂપ પુદ્ગલપરમાણુ એ
બન્ને અનાદિકાળથી એકબંધાનરૂપ છે. તેમાંથી કોઈ કર્મપરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા
મળે છે. એ પ્રમાણે મળવું
વિખરાવું થયા કરે છે.
કર્મોના અનાદિપણાની સિદ્ધિ
પ્રશ્નઃપુદ્ગલપરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ
કર્મરૂપ કેવી રીતે છે?
ઉત્તરઃનિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું
કાંઈ પ્રયોજન નથી. જેમ નવીન પુદ્ગલપરમાણુઓનું બંધન તો સ્નિગ્ધરુક્ષ ગુણના અંશો વડે
જ થાય છે તથા મેરુગિરિ વગેરે સ્કંધોમાં અનાદિ પુદ્ગલપરમાણુઓનું બંધાન છે ત્યાં નિમિત્તનું
શું પ્રયોજન છે? તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિક વડે જ થાય છે તથા અનાદિ
પુદ્ગલપરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વળી જો અનાદિ વિષે
પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહિ, માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર
શાસ્ત્રની તત્ત્વપ્રદીપિકાવૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞેયાધિકાર છે, ત્યાં કહ્યું છે કે
‘‘રાગાદિકનું
કારણ તો દ્રવ્યકર્મ છે તથા દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે.’’ ત્યારે ત્યાં તર્ક કર્યો છે કેએ પ્રમાણે
તો ઇતરેતરાશ્રય દોષ લાગે છે અર્થાત્ તે તેના આશ્રયે અને તે તેના આશ્રયે એમ થયું, ક્યાંય
થંભાવ રહ્યો નહિ. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કેઃ
‘‘एवंसतीतरेतराश्रयदोषः न हि। अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः प्राक्तनद्रव्यकर्मणस्तत्र
हेतुत्वेनोपादानात्’’પ્રવચનસાર, અ૦ ૨ ગાથા ૨૯ (સળંગ૧૨૧)
અર્થઃએ પ્રમાણે ઇતરેતરાશ્રય દોષ નથી, કારણ અનાદિનો સ્વયંસિદ્ધ દ્રવ્યકર્મનો
સંબંધ છે તેને ત્યાં કારણપણાવડે ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે. વળી યુક્તિથી
પણ એમ જ સંભવે છે. જો કર્મનિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો
એક સ્વભાવ થઈ જાય, કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો
સંબંધ અનાદિ જ માનવો.
પ્રશ્નઃજો ન્યારાં ન્યારાં દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે?
ઉત્તરઃજેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને કિટ્ટીકનો, તુષ અને કણનો
તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ
જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો; પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી
4

Page 17 of 370
PDF/HTML Page 45 of 398
single page version

તમે કહ્યું કે‘‘તે કેમ સંભવે?’’ પણ અનાદિથી જેમ કોઈ જુદાં દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલાં
દ્રવ્યો પણ છે; એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી.
પ્રશ્નઃસંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદાં
હોય, અને પછી મળ્યાં હોય, પણ અહીં અનાદિકાળથી મળેલાં જીવ અને કર્મોનો સંબંધ
કેમ કહ્યો?
ઉત્તરઃઅનાદિથી તો મળેલાં હતાં, પણ પાછળથી જુદાં થયાં ત્યારે જાણ્યું કે
જુદાં હતાં તો જુદાં થયાં. માટે પહેલાં પણ જુદાં જ હતાં. એ પ્રમાણે અનુમાન વડે વા
કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય
છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા
જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો
અનાદિ સંબંધ છે.
જીવ અને કર્મોની ભિન્નતા
હવે જીવદ્રવ્ય તો દેખવાજાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે; ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય
અમૂર્તિક છે, તથા સંકોચવિસ્તારશક્તિસહિત અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મ
ચેતનાગુણરહિત જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલપરમાણુઓનો પુંજ છે; માટે તે એક દ્રવ્ય નથી.
એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી,
તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદાં જુદાં
જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું
જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બન્ને જુદાં જાણવાં.
અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધા કેવી રીતે થાય છે
પ્રશ્નઃમૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું
બંધાન કેમ બને?
ઉત્તરઃજેમ વ્યક્તઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્તઇન્દ્રિયગમ્ય
એવા સ્થૂલ પુદ્ગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય એવો
અમૂર્તિક આત્મા તથા ઇન્દ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો
એ બંનેનું પણ બંધાન છે એમ
માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈને કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી
એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય
કારણપણું તેઓને બન્યું રહે
એટલું જ અહીં બંધાન જાણવું. હવે મૂર્તિકઅમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કોઈ વિરોધ
નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મસંબંધ કહ્યો તે જ પ્રમાણે જુદા જુદા અનંત
જીવોને પણ સમજવો.

Page 18 of 370
PDF/HTML Page 46 of 398
single page version

ઘાાતિઅઘાાતિ કર્મ અને તેનાં કાર્ય
હવે તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં છે. ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી
તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં જ્ઞાનાવરણદર્શનાવરણવડે જીવના જ્ઞાન
દર્શનસ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ જ્ઞાનદર્શનની
વ્યક્તતા રહે છે. મોહનીયવડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાન વા ક્રોધ, માન, માયા
અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના
સામર્થ્યરૂપ જે વીર્ય
તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ રહે
છે. એ પ્રમાણે ઘાતિકર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ
ન સમજવું કે પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી
સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો.
પ્રશ્નઃઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલાં સદ્ભાવ હોય તેનો
અભાવ કહેવો બને, પરંતુ અહીં સ્વભાવનો તો સદ્ભાવ છે જ નહિ તો પછી ઘાત કોનો
કર્યો?
ઉત્તરઃજીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય
તો કેવળજ્ઞાનાદિ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે તેથી
એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની
અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ.
વળી ચાર અઘાતિકર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે.
ત્યાં વેદનીયવડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખદુઃખના કારણરૂપ
પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મવડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ
છૂટી શકતો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે, તથા ગોત્રકર્મવડે ઊંચ
નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણ અઘાતિકર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે,
જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખીદુઃખી થાય છે. વળી શરીરાદિકના સંબંધથી
જીવનો અમૂર્ત્તત્વાદિસ્વભાવ પોતાના સ્વઅર્થને કરી શકતો નથી. જેમ કોઈ શરીરને પકડે તો
આત્મા પણ પકડ્યો જાય છે. વળી જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી બાહ્ય સામગ્રી પણ
તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્ત જાણવું.
નિર્બળ જMકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાાત
તથા બાıાસામગ્રીનું મળવું
પ્રશ્નઃકર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો
ઘાત થવો વા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે?

Page 19 of 370
PDF/HTML Page 47 of 398
single page version

ઉત્તરઃજો કર્મ પોતે કર્તા થઈ ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય
સામગ્રી મેળવી આપે ત્યારે તો કર્મમાં ચૈતન્યપણું પણ જોઈએ તથા બળવાનપણું જોઈએ, પણ
એમ તો નથી. સહજ જ નિમિત્ત
- નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે
આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથીવિભાવરૂપ પરિણમન કરે છે તથા જે
અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈ પરિણમે છે. જેમ કોઈ પુરુષના માથા ઉપર
મોહનધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો, હવે ત્યાં એ મોહનધૂળને તો જ્ઞાન પણ
નથી તેમ તેમાં બળવાનપણું પણ નથી, છતાં પાગલપણું એ મોહનધૂળ વડે જ થતું જોવામાં
આવે છે. મોહનધૂળનું તો માત્ર નિમિત્તપણું જ છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈ પરિણમે
છે, એવો જ નિમિત્ત
નૈમિત્તિકભાવ બની રહ્યો છે. વળી જેમ સૂર્યોદયકાલે ચકવાચકવીનો
સંયોગ થાય છે ત્યાં કોઈએ દ્વેષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિષે તેમને જુદાં કર્યાં નથી તેમ
કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે
જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે જ છૂટાં પડે છે. એવો જ નિમિત્ત
-
નૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત - નૈમિત્તિકભાવ જાણવો. એ
પ્રમાણે કર્મના ઉદય વડે જીવની અવસ્થા થાય છે.
નવીન બંધા કેવી રીતે થાય છે
હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ. જેમ સૂર્યનો પ્રકાશ છે તે
મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ
મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે; પણ
મેઘપટલજનિત નથી. તેમ જીવનો જ્ઞાન
દર્શનવીર્ય સ્વભાવ છે, તે જ્ઞાનાવરણદર્શનાવરણ
અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે તથા એ કર્મોના
ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્યસ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ
જ છે, કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી
કદી પણ અભાવ થતો નથી. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે આ
જે દેખવા
જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે, વળી એ સ્વભાવ
વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી
છૂટવું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે
વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ
કેમ થાય? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઊપજેલા ભાવો નવીન
કર્મબંધના કારણરૂપ નથી. મોહનીયકર્મના ઉદયવડે જીવને અયથાર્થશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય
છે. તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયભાવ થાય છે; તે જોકે જીવના અસ્તિત્વમય
છે, જીવથી જુદા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય

Page 20 of 370
PDF/HTML Page 48 of 398
single page version

છે તોપણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે, પણ કર્મનિમિત્ત દૂર થતાં તેનો અભાવ જ
થાય છે. માટે એ જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે. તથા એ ભાવો વડે નવીન
બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે.
અઘાતિકર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે, તેમાં શરીરાદિક તો જીવના
પ્રદેશોથી એકક્ષેત્રાવગાહી થઈ એકબંધનરૂપ જ હોય છે, તથા ધનકુટુંબાદિક આત્માથી ભિન્નરૂપ
છે તેથી એ બધા બંધના કારણ નથી, કારણ કે પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ પણ
તેમાં આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિભાવ થાય છે, તે જ બંધના કારણરૂપ
જાણવાં.
યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધા, પ્રદેશબંધા
વિશેષમાં એમ જાણવું કેનામકર્મના ઉદયથી શરીર, વચન વા મન ઊપજે છે, તેની
ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચલપણું થાય છે, તે વડે આત્માને પુદ્ગલવર્ગણાઓથી
એકબંધાનરૂપ હોવાની શક્તિ થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ
હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું
તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા
પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વા તેની ઉત્તર પ્રકૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે
સ્વયં વહેંચાઈ જાય છે, અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ
પરિણમી જાય છે.
વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. ત્યાં ધર્મના
અંગોમાં મનવચનકાયાની પ્રવૃત્તિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની
પ્રવૃત્તિ થતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હો વા અશુભયોગ હો, પરંતુ સમ્યક્ત્વ પામ્યા
વિના ઘાતિયાકર્મોની તો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ
પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ આટલું સમજવાનું કે
મોહનીયના હાસ્ય
અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણે પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ
એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે.
અઘાતિ પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદનીય આદિ પુણ્યપ્રકૃતિઓનો, અશુભયોગ
હોય તો અસાતાવેદનીયાદિ પાપપ્રકૃતિનો, તથા મિશ્રયોગ હોય તો કોઈ પુણ્યપ્રકૃતિઓનો તથા
કોઈ પાપપ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે.
માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગદ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું
નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ
ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો તેથી

Page 21 of 370
PDF/HTML Page 49 of 398
single page version

યોગવડે પ્રદેશબંધ વા પ્રકૃતિબંધ થાય છે એમ સમજવું.
વળી મોહના ઉદયથી મિથ્યાત્વક્રોધાદિરૂપ ભાવ થાય છે તે સર્વનું સામાન્યપણે
‘‘કષાય’’ એ નામ છે. તેનાથી કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી
હોય તેમાં અબાધાકાળ છોડી તે પછી જ્યાંસુધી બંધસ્થિતિ પૂર્ણ થાય ત્યાંસુધી સમયે સમયે
તે પ્રકૃતિઓનો ઉદય આવ્યા જ કરે છે. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચાયુ વિના બાકીની સર્વ
ઘાતિ
અઘાતિ કર્મપ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિબંધ તથા ઘણો કષાય હોય
તો ઘણો સ્થિતિબંધ થાય છે. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણે આયુનો, અલ્પ કષાયથી
ઘણો અને ઘણો કષાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે.
વળી એ કષાય વડે જ તે કર્મપ્રકૃતિઓમાં અનુભાગશક્તિના (ફલદાનશક્તિના) ભેદો
થાય છે. ત્યાં જેવો અનુભાગબંધ થાય તેવો જ ઉદયકાળમાં એ પ્રકૃતિઓનું ઘણું વા થોડું ફળ
નીપજે છે. ત્યાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓમાં વા અઘાતિકર્મોની પાપપ્રકૃતિઓમાં અલ્પકષાય હોય
તો અલ્પ અનુભાગ બંધાય છે. અને ઘણો કષાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે.
તથા (અઘાતિકર્મોની)
પુણ્યપ્રકૃતિઓમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ અને ઘણો
કષાય હોય તો થોડો અનુભાગ બંધાય છે. એ પ્રમાણે કષાયો વડે કર્મપ્રકૃતિઓના સ્થિતિ
અનુભાગના ભેદો પડે છે, તેથી કષાયો વડે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે એમ
જાણવું.
અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની
શક્તિ હોય તો તે મદિરા હીનપણાને જ પ્રાપ્ત છે. તથા થોડી પણ મદિરા હોય છતાં તેમાં
આયુકર્મ સિવાય સાતે કર્મોની
જઘન્ય અબાધા પોત પોતાની
જઘન્યસ્થિતિથી સંખ્યાતગુણી
અલ્પ હોય છે. તથા આયુ-
કર્મની જઘન્ય અબાધા
આવલીના અસંખ્યાતમા-
ભાગપ્રમાણ તથા કોઈ
આચાર્યના મતે એક અંતર્મુહૂર્ત
પણ હોય છે.
૧. આઠ મૂળ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટજઘન્ય સ્થિતિબંધ અને અબાધાકાળનું કોષ્ટકઃ
મૂળ પ્રકૃતિઓ ઉ. સ્થિતિબંધજ. સ્થિતિબંધ ઉ. અબાધાકાળ જ. અબાધાકાળ
૧. જ્ઞાનાવરણ ૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
૨. દર્શનાવરણ ૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
૩. વેદનીય૩૦ કો.કોસાગર૧૨ મુહૂર્ત૩ હજાર વર્ષ
૪. મોહનીય૭૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૭ હજાર વર્ષ
૫. આયુ૩૩ સાગર૧ અંતર્મુહૂર્ત પૂર્વકોટીવર્ષત્રિભાગ
૬. નામ૨૦ કો.કો.સાગર૮ મુહૂર્ત૨ હજાર વર્ષ
૭. ગોત્ર૨૦ કો.કો.સાગર૮ મુહૂર્ત૨ હજાર વર્ષ
૮. અંતરાય૩૦ કો.કો.સાગર૧ અંતર્મુહૂર્ત ૩ હજાર વર્ષ
(શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૧૨૭, ૧૩૯, ૧૫૬, ૧૫૭, ૧૫૮.)અનુવાદક.

Page 22 of 370
PDF/HTML Page 50 of 398
single page version

ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત
છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ
હોય તો તે કર્મપ્રકૃતિ હીનપણાને પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં
તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે.
માટે યોગવડે થયેલો પ્રકૃતિબંધ
પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાયો વડે કરેલો સ્થિતિબંધ
અનુભાગબંધ જ બળવાન છે. એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું.
જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે.
જ્ઞાનહીન જMપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરુપ પરિણમન
પ્રશ્નઃપુદ્ગલ પરમાણુઓ તો જડ છે તેમને કંઈ જ્ઞાન નથી તો તે તેઓ
યથાયોગ્ય પ્રકૃતિરૂપ થઈ કેવી રીતે પરિણમે છે?
ઉત્તરઃજેમ ભૂખ લાગતાં મુખદ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુદ્ગલપિંડ માંસ,
શુક્ર અને રુધિરાદિ ધાતુરૂપ પરિણમે છે, એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ
થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા
કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય
નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ
ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘‘હું આમ પરિણમું’’
તથા અન્ય પણ કોઈ
પરિણમાવનારો નથી, પરંતુ એવો જ નિમિત્તનૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ
પ્રમાણે પરિણમન થાય છે. તેમ કષાય થતાં યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડ
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા
વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ
રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની
ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે, એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ
પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું’ તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ
નથી, પરંતુ એવો જ કેવલ નિમિત્ત
નૈમિત્તિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રકારે પરિણમન
થાય છે. લોકમાં પણ એવાં નિમિત્તનૈમિત્તિકભાવ ઘણાય બની રહ્યાં છેઃ જેમ મંત્રના
નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે તથા કાંકરી વગેરેમાં સર્પાદિકને
રોકવાની શક્તિ હોય છે, તેમ જીવભાવના નિમિત્તવડે પુદ્ગલપરમાણુઓમાં જ્ઞાનાવરણાદિરૂપ
શક્તિ થાય છે. અહીં વિચારવડે પોતાના ઉદ્યમપૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી,
પણ તથારૂપ નિમિત્ત બનતાં સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. એ
પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું.

Page 23 of 370
PDF/HTML Page 51 of 398
single page version

કર્મોની બંધા, ઉદય, સત્તારુપ અવસ્થાનું પરિવર્તન
હવે જે પરમાણુ કર્મરૂપ પરિણમ્યા છે તેનો જ્યાંસુધી ઉદયકાલ ન આવે ત્યાંસુધી તે
જીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહરૂપ બંધાન રહે છે. ત્યાં જીવભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની
અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણરૂપ થઈ
અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો
તેનું અપકર્ષણ થઈ થોડો થઈ જાય છે તથા કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ થોડો હતો
તેનું ઉત્કર્ષણ થઈ ઘણો થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુઓની અવસ્થા પણ
જીવભાવનું નિમિત્ત પામીને પલટાય છે. નિમિત્ત ન બને તો ન પલટાય, જેમની તેમ રહે. એવી
રીતે સત્તારૂપ કર્મો રહે છે.
કર્મોની ઉદયરુપ અવસ્થા
વળી જ્યારે તે કર્મપ્રકૃતિઓનો ઉદયકાળ આવે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર
સ્વયં કાર્ય બની જાય છે. પણ કર્મ તેના કાર્યને નિપજાવતું નથી, એનો ઉદયકાળ આવતાં તે
કાર્ય સ્વયં બની જાય છે. એટલો જ અહીં નિમિત્ત
નૈમિત્તિક સંબંધ જાણવો.
વળી જે સમયમાં ફળ નીપજ્યું તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ
શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે, તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી
જાય છે. એનું જ નામ સવિપાકનિર્જરા છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય
છે. કર્મપણું નાશ પામતાં તે પરમાણુ તે જ સ્કંધમાં રહો વા જુદા થઈ જાઓ, એનું કાંઈ પ્રયોજન
જ નથી.
વિશેષમાં અહીં એટલું જાણવું કેસંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય
છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ અબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય
હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક
સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો
અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નીપજે છે, વળી અનેક સમયોમાં
બાંધેલા પરમાણુ બંધસમયથી માંડી ઉદયસમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ
રહે છે. એ પ્રમાણે કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક
સમયપ્રબદ્ધમાત્ર પરમાણુ બંધાય છે, એક સમયપ્રબદ્ધમાત્ર નિર્જરે છે તથા દોઢગુણહાનિવડે
ગુણિત સમયપ્રબદ્ધમાત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ
- અધિકારમાં લખીશું ત્યાંથી જાણવું.

Page 24 of 370
PDF/HTML Page 52 of 398
single page version

દ્રવ્યકર્મ અને ભાવકર્મ
તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલદ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે,
તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વક્રોધાદિરૂપ જીવના પરિણામ છે
તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ
થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ
અને ભાવકર્મથી દ્રવ્યકર્મ
એ જ પ્રમાણે પરસ્પર કારણકાર્યભાવવડે સંસારચક્રમાં પરિભ્રમણ
થાય છે.
એટલું વિશેષ જાણવું કે તીવ્રમંદ બંધ હોવાથી વા સંક્રમણાદિ થવાથી વા એક કાળમાં
બાંધ્યાં અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યાં એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં
તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ
ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર
મંદ કષાયોના
અનુસારે પૂર્વે બાંધેલા કર્મોનું પણ સંક્રમણાદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિ કાળથી માંડી
ધારા પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી.
નોકર્મનું સ્વરુપ અને તેની પ્રવૃત્તિ
વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત્ સુખદુઃખનું કારણ છે,
માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીં ‘નો’ શબ્દ ઇષત્ (અલ્પતા) વાચક જાણવો. હવે શરીર
તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્યઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છ્વાસ અને વચન એ
શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુદ્ગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા
દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી
જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ
થાય છે ત્યારે તે શરીરનો સંબંધ છૂટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે.
વળી તેના અનન્તર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન
શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યંત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે
મરણ થાય છે ત્યારે તેનાથી પણ સંબંધ છૂટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને
નવીન શરીરનું ગ્રહણ કરવું અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જોકે અસંખ્યાત પ્રદેશી
છે તોપણ સંકોચ
વિસ્તાર શક્તિવડે શરીરપ્રમાણ જ રહે છે. વિશેષ એટલું કેસમુદ્ઘાત થતાં
શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે તથા અંતરાલ સમયમાં પૂર્વ શરીર છોડ્યું હતું
તેના પ્રમાણરૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્યઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને
જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી
દુઃખી
થાય છે. કોઈ વેળા તો જીવની ઇચ્છાનુસાર શરીર પ્રવર્તે છે તથા કોઈ વેળા શરીરની
5

Page 25 of 370
PDF/HTML Page 53 of 398
single page version

અવસ્થાનુસાર જીવ પ્રવર્તે છે, તથા કોઈ વેળા જીવ અન્યથા ઇચ્છારૂપ પ્રવર્તે છે અને પુદ્ગલ
અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નોકર્મની પ્રવૃત્તિ જાણવી.
નિત્યનિગોદ અને £તરનિગોદ
હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે.
ત્યાં નિત્યનિગોદશરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્યનિગોદશરીરને ધારે છે. વળી પાછો
એ આયુ પૂર્ણ કરીને નિત્યનિગોદશરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત
જીવરાશિ છે, તે અનાદિ કાળથી ત્યાં જ જન્મ
મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી છ મહિના અને
આઠ સમયમાં છસો આઠ જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ
પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય,
ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં વા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે
છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદપર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતરનિગોદ
કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ
કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પમાત્ર છે, બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય
સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક બે હજાર સાગર છે અને ઇતરનિગોદમાં અઢીપુદ્ગલપરાવર્તન
માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઇતરનિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી
ફરી પાછો નિગોદમાં જાય
એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણકાળ અસંખ્યાત
પુદ્ગલપરાવર્તનમાત્ર છે અને જઘન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું
તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ
કાકતાલીયન્યાયવત્ છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધનરૂપ રોગ થયો છે.
કર્મબંધાનરુપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ
હવે એ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે
અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય
વિશેષ સ્વરૂપને પ્રકાશવાવાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે એનું
જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપપ્રતિભાસનનું નામ દર્શન છે તથા વિશેષ
સ્વરૂપપ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવવડે ત્રિકાલવર્તી સર્વગુણપર્યાયસહિત સર્વ
પદાર્થોને પ્રત્યક્ષ યુગપત્ સહાય વિના દેખી
જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે.
જ્ઞાનદર્શનાવરણકર્મોદયજન્ય અવસ્થા
પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણદર્શનાવરણનો સંબંધ છે, જેના નિમિત્તથી એ શક્તિનું
વ્યક્તપણું થતું નથી, એ કર્મોના ક્ષયોપશમથી કિંચિત્ મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન વર્તે છે, તથા કોઈ

Page 26 of 370
PDF/HTML Page 54 of 398
single page version

વેળા અવધિજ્ઞાન પણ હોય છે. વળી કોઈ વેળા અચક્ષુદર્શન હોય છે તો કોઈ વેળા ચક્ષુદર્શન
વા અવધિદર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ.
મતિ, શ્રુત અને અવધિાજ્ઞાનની પરાધાીન પ્રવૃત્તિ
પ્રથમ તો મતિજ્ઞાન છે તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન
એ પાંચ દ્રવ્યઇન્દ્રિય તથા હૃદયસ્થાનમાં આઠ પાંખડીના ફૂલ્યા કમળના આકારવાળું દ્રવ્યમન
એની સહાયતાવડે જ જાણે છે. જેમ મંદદ્રષ્ટિવાળો મનુષ્ય પોતાના નેત્રવડે જ દેખે છે, પરંતુ ચશ્મા
લગાવવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શકતો નથી. તેમ આત્માનું જ્ઞાન મંદ છે, હવે તે પોતાના
જ્ઞાનવડે જ જાણે છે, પરંતુ દ્રવ્યઇન્દ્રિય વા મનનો સંબંધ થતાં જ જાણે છે, એ વિના નહિ.
વળી નેત્ર તો જેવાં ને તેવાં જ હોય, પરંતુ ચશ્માની અંદર કોઈ દોષ હોય તો દેખી
શકે નહિ, થોડું દેખે વા અન્યથા દેખે. તેમ ક્ષયોપશમ તો જેવો ને તેવો હોય, પરંતુ દ્રવ્યઇન્દ્રિય
વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહિ, થોડું જાણે વા અન્યથા
જાણે. કારણ દ્રવ્યઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિજ્ઞાનને નિમિત્ત
નૈમિત્તિક
સંબંધ છે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેનું દ્રષ્ટાંતઃજેમ
મનુષ્યાદિકને બાલવૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્યઇન્દ્રિય વા મન શિથિલ હોય તો જાણપણું શિથિલ
હોય છે. વળી જેમ શીતવાયુ આદિના નિમિત્તથી સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વા મનના પરમાણુ અન્યથા
હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય.
વળી એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય છે. તેનું
દ્રષ્ટાંતઃજેમ નેત્રઇન્દ્રિયને અંધકારના પરમાણુ અથવા ફૂલા આદિના પરમાણુ વા પાષાણાદિના
પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહિ, લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય
તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન
ચશ્મા વગેરે આડાં આવે તો ઘણું દેખાવા લાગે; તથા પ્રકાશ, જળ અને કાચ આદિના પરમાણુ
આડા આવે તોપણ જેવું છે તેવું ન દેખાય. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ
જાણવું. વળી મન્ત્રાદિકના પ્રયોગથી, મદિરા
પાનાદિકથી વા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું,
થોડું જાણવું, વા અન્યથા જાણવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન
છે એમ સમજવું.
વળી એ જ્ઞાનવડે જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે,
નજીકથી કેવું જાણે, તત્કાલ કેવું જાણે, ઘણા વખતે કેવું જાણે, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈને
અન્યથા પ્રકારે જાણે તથા કોઈને કિંચિત્માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી,
એમ એ મતિજ્ઞાન પરાધીનતાપૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઇન્દ્રિયોવડે તો જેટલા

Page 27 of 370
PDF/HTML Page 55 of 398
single page version

ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થૂલ પોતાને જાણવા યોગ્ય પુદ્ગલસ્કંધ હોય તેને
જાણે છે.
તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયોવડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંધના સ્પર્શાદિકનું
જાણવું થાય છે. વળી મનવડે પોતાને જાણવા યોગ્ય કિંચિત્માત્ર ત્રિકાલ સંબંધી દૂર વા
સમીપક્ષેત્રવર્તી રૂપી
અરૂપી દ્રવ્ય વા પર્યાયને અત્યંત સ્પષ્ટ જાણે છે. તે પણ ઇન્દ્રિયોવડે જેનું
જ્ઞાન થયું હોય વા અનુમાનાદિક જેનું કર્યું હોય તેને જ જાણી શકે. કદાચિત્ પોતાની કલ્પનાવડે
અસત્ને જાણે. જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત્ ક્યાંય પણ ન હોય એવા આકારાદિક
ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે
એ પ્રમાણે મનવડે જાણવું થાય છે. એ ઇન્દ્રિયો તથા
મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિજ્ઞાન છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને
વનસ્પતિરૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઇયળ, શંખ આદિ બેઇન્દ્રિય જીવોને સ્પર્શ અને
રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવોને સ્પર્શ, રસ અને ગંધનું જ્ઞાન છે. ભમરો,
માખી અને પતંગાદિક ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ,
ગાય, કબૂતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ,
વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી તિર્યંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંજ્ઞી છે. તેમાં સંજ્ઞીઓને
તો મનજનિત જ્ઞાન હોય છે પણ અસંજ્ઞીઓને નહિ. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી
જ છે તે સર્વને મનજનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી.
શ્રુતજ્ઞાનની પરાધાીન પ્રવૃત્તિ
વળી મતિજ્ઞાન વડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ
૧. પાંચે ઇન્દ્રિયોના ઉત્કૃષ્ટ વિષયના જ્ઞાનનું તથા તેની આકૃતિનું યંત્ર.(ગોમ્મટસાર, જીવ. ગાથા ૧૭૦૧૭૧)
ઇન્દ્રિયોનાંએકેન્દ્રિયદ્વીન્દ્રિયત્રીન્દ્રિયચતુરિન્દ્રિયઅસંજ્ઞિપંચેન્દ્રિયસંજ્ઞિપંચેન્દ્રિયપ્રત્યેકની
નામધનુષધનુષ યોજન ધનુષયોજન ધનુષયોજનઆકૃતિ
સ્પર્શન૪૦૦૮૦૦૧૬૦૦૦ ૩૨૦૦૦ ૬૪૦૦અનેક પ્રકારની
રસના૬૪૧૨૮૨૫૬૫૧૨ખુરપા જેવી
ઘ્રાણ૧૦૦૨૦૦૪૦૦કદંબના ફૂલ જેવી
ચક્ષુ૨૯૫૪ ૦૫૯૦૮ ૦૪૭૨૬૩ ૭/૨૦મસૂરની દાળ જેવી
શ્રોત્ર૦ ૮૦૦૦૧૨જવની નાલી જેવી.
નોટઃઅયોધ્યાનો ચક્રવર્તી આભ્યંતર પરિધિમાં આવેલા સૂર્યના વિમાનને ૪૭૨૬૩ ૭/૨૦ યોજન દૂરથી
જોઈ શકે છે. તેથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. ઉપર પ્રમાણે ઇન્દ્રિયવિષયોનું જ્ઞાન મર્યાદિત હોવાથી
તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇન્દ્રિયની વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે.
ઇન્દ્ર જે આત્મા તેને જાણવાનું જે ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા ઇન્દ્ર જે કર્મ તેમાંથી નીપજેલી
દીધેલી તે ઇન્દ્રિય
છે. ઉપરની મર્યાદાથી અધિક જાણવાની આત્માની ગમે તેટલી ઇચ્છા હોય તોપણ તેથી અધિક ઇન્દ્રિયદ્વારા તે
જાણી શકતો નથી. તેથી જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત છે.
અનુવાદક.

Page 28 of 370
PDF/HTML Page 56 of 398
single page version

તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છેઅક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. ત્યાં જેમ ‘‘ઘટ’’
એ બે અક્ષર સાંભળ્યા વા દીઠા તે તો મતિજ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું
જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન
છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તે તો મતિજ્ઞાન છે અને તેના સંબંધથી ‘‘આ હિતકારી
નથી, તેથી ચાલ્યા જવું’’ ઇત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય
પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુતજ્ઞાન હોય છે તથા
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુતજ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા
મતિજ્ઞાનને પણ આધીન છે, વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું.
અવધિાજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રવૃત્તિ
વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્રકાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે
જાણવામાં આવે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે
તથા સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને
તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુદ્ગલોને આધીન છે. અવધિજ્ઞાનના
ત્રણ ભેદ છે
દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. એ ત્રણેમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદાપૂર્વક
કિંચિત્માત્ર રૂપી પદાર્થને જાણવાવાળું દેશાવધિજ્ઞાન છે, તે કોઈક જીવને હોય છે, તથા પરમાવધિ,
સર્વાવધિ અને મનઃપર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવલજ્ઞાન મોક્ષસ્વરૂપ છે, તેથી
આ અનાદિ સંસારઅવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
ચક્ષુઅચક્ષુદર્શનની પ્રવૃત્તિ
વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં, મતિજ્ઞાન પહેલાં
જે સત્તામાત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુદર્શન વા અચક્ષુદર્શન છે. ત્યાં
નેત્રઇન્દ્રિયવડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ
હોય છે, તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર
એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન
થાય તેનું નામ અચક્ષુદર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. વળી અવધિને
વિષયોનો સંબંધ થતાં અવધિજ્ઞાન પહેલાં જે સત્તામાત્રઅવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ
અવધિદર્શન છે. જેને અવધિજ્ઞાન હોય તેને જ આ અવધિદર્શન હોય છે. ચક્ષુ, અચક્ષુ અને
અવધિદર્શન છે તે મતિજ્ઞાનઅવધિજ્ઞાનવત્ પરાધીન જાણવાં થતાં કેવલદર્શન મોક્ષસ્વરૂપ છે
તેનો અહીં સદ્ભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સદ્ભાવ હોય છે.
૧. શ્રુતદર્શન અને મનઃપર્યયદર્શન હોતા નથી કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે (તત્ત્વાર્થસૂત્ર અ૦
૧ સૂત્ર ૨૨). તથા મનઃપર્યય જ્ઞાન મતિજ્ઞાનના ભેદરૂપ ઇહામતિજ્ઞાનપૂર્વક થાય છે (દ્રવ્યસંગ્રહ ગા૦ ૪૪
ની સં૦ ટીકા) મતિજ્ઞાન દર્શનોપયોગપૂર્વક થાય છે તેથી શ્રુતદર્શન અને મનઃપર્યયદર્શન
એવા બે ભેદ
દર્શનોપયોગમાં હોઈ શકે નહિ.

Page 29 of 370
PDF/HTML Page 57 of 398
single page version

જ્ઞાનદર્શનોપયોગાદિની પ્રવૃત્તિ
ઉપર પ્રમાણે જ્ઞાનદર્શનનો સદ્ભાવ જ્ઞાનાવરણદર્શનાવરણના ક્ષયોપશમ અનુસાર હોય
છે. જ્યારે ક્ષયોપશમ થોડો હોય ત્યારે જ્ઞાનદર્શનની શક્તિ પણ થોડી હોય છે. તથા જ્યારે
ઘણો હોય ત્યારે ઘણી હોય છે. વળી ક્ષયોપશમથી શક્તિ તો એવી બની રહે પણ પરિણમન
દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે, એ પરિણમનનું
નામ જ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનોપયોગ હોય છે વા દર્શનોપયોગ
હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેમ મતિજ્ઞાન હોય ત્યારે
અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને
જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે. વળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ
પ્રવૃત્તિ હોય છે. જેમ ઊષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા રુક્ષાદિને ન જ જાણે. એ પ્રમાણે
એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેય વા દ્રશ્યમાં જ્ઞાન વા દર્શનનું પરિણમન હોય છે. એમ
જ જોવામાં આવે છે.
જ્યારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો
પદાર્થ પણ દેખાતો નથી. એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે.
વળી એ પરિણમનમાં શીઘ્રતા ઘણી છે તેથી કોઈ વેળા એવું માની લે છે કેઅનેક
વિષયોનું યુગપત્ જાણવુંદેખવું પણ થાય છે, પણ તે યુગપત્ પણ થતું નથી, ક્રમપૂર્વક જ થાય
છે. સંસ્કારબળથી તેનું સાધન રહે છે. જેમ કાગડાના નેત્રમાં બે ગોલક છે પણ પૂતળી એક
છે. એ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે. તે જ પ્રમાણે
આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે, પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે જે
વડે સર્વ દ્વારોનું સાધન રહે છે.
પ્રશ્નઃજો એક કાળમાં એક જ વિષયનું જાણવુંદેખવું થાય છે તો ક્ષયોપશમ
પણ એટલો જ થયો કહો, ઘણો શા માટે કહો છો? વળી તમે કહો છો કે ક્ષયોપશમથી
શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળજ્ઞાન{દર્શનની હોય છે.
ઉત્તરઃજેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને
કોઈએ રોક્યો અને કહ્યું કેઆ પાંચ ગામોમાં જ જાઓ અને તે પણ એક દિવસમાં કોઈ એક
જ ગામમાં જાઓ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, અન્ય
કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો પાંચ ગામોથી અધિક
ગામોમાં તે ગમન કરી શકતો નથી. વળી પાંચ ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં
પર્યાય અપેક્ષાએ છે. તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા
એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા
જાણવાની શક્તિ તો
છે, પણ તેને કર્મોએ રોક્યો, અને ક્ષયોપશમ એટલો જ થયો કેસ્પર્શાદિક વિષયોને જાણો વા

Page 30 of 370
PDF/HTML Page 58 of 398
single page version

દેખો, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો વા દેખો. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને
દેખવા
જાણવાની શક્તિ તો છે પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે. વર્તમાનમાં સામર્થ્યરૂપ
નથી, તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખીજાણી શકતો નથી. વળી પોતાના
યોગ્ય વિષયોને દેખવાજાણવાની પર્યાય અપેક્ષા વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે તેથી તેને દેખી
જાણી શકે છે. પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવાજાણવાની હોય છે.
પ્રશ્નઃએ તો જાણ્યું, પરંતુ ક્ષયોપશમ તો હોય છતાં બાહ્ય ઇંદ્રિયાદિકને
અન્યથા નિમિત્ત મળતાં દેખવુંજાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય છે, હવે
એમ થતાં કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું?
ઉત્તરઃજેમ રોકવાવાળાએ એમ કહ્યું કેપાંચ ગામોમાંથી એક દિવસમાં કોઈ એક
જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે
તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોપશમ થયો છે કે
આટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો વા જાણો. અને તે પણ આટલાં બાહ્ય
દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું
જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષયોપશમના જ વિશેષ
છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્ત જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડાં આવતાં દેખવું
થાય નહિ, પરંતુ ઘુવડ અને બિલાડાં આદિ પ્રાણીઓને આડાં આવવા છતાં પણ દેખવાનું બને
છે; એ પ્રમાણે આ ક્ષયોપશમની જ વિશેષતા છે. અર્થાત્ જેવો જેવો ક્ષયોપશમ હોય તેવું તેવું
જ દેખવું
જાણવું થાય છે. એ પ્રમાણે આ જીવને ક્ષયોપશમજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
વળી મોક્ષમાર્ગમાં અવધિમનઃપર્યયજ્ઞાન હોય છે તે પણ ક્ષયોપશમજ્ઞાન જ છે. તેને
પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાસવારૂપ વા પરદ્રવ્યનું આધીનપણું જાણવું.
વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ
દર્શનાવરણના ઉદયના નિમિત્તથી
જ્ઞાનદર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી થોડા અંશોનો સદ્ભાવ
હોય છે.
મિથ્યાત્વરુપ જીવની અવસ્થા
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાયભાવ થાય છે. ત્યાં દર્શનમોહના
ઉદયથી મિથ્યાત્વભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્ત્વશ્રદ્ધાન કરે છે. જેમ
છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ
ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પુદ્ગલદ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત
નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે
એના
સંયોગરૂપ નાના પ્રકાર મનુષ્યતિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ

Page 31 of 370
PDF/HTML Page 59 of 398
single page version

ધારી રહ્યો છે, સ્વપરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને
છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે
તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે, વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ
પુદ્ગલના ગુણો છે, શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા
કરે છે એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે.
સ્વભાવ
પરભાવનો વિવેક થઈ શકતો નથી.
વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધનકુટુંબાદિકનો સંબંધ થાય છે;
અને તે પોતાને આધીન પરિણમતા નથી તોપણ તેમાં આ જીવ મમકાર કરે છે કે ‘‘આ બધાં
મારાં છે’’ પણ એ કોઈ પણ પ્રકારથી પોતાનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જ તેને પોતાનાં
માને છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ અને તત્ત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત
કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. એ પ્રકારે
દર્શનમોહના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાભાવ થાય છે. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય
હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી ઘણું વિપરીત શ્રદ્ધાન થાય છે તથા જ્યારે મંદ ઉદય હોય છે
ત્યારે સત્યાર્થ શ્રદ્ધાનથી થોડું વિપરીત શ્રદ્ધાન થાય.
ચારિત્રમોહરુપ જીવની અવસ્થા
ચારિત્રમોહના ઉદયથી આ જીવને કષાયભાવ થાય છે ત્યારે પોતે દેખતોજાણતો છતાં
પણ પરપદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું માની ક્રોધાદિ કરે છે.
ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બૂરું થવું ઇચ્છે છે. કોઈ મકાન
આદિ અચેતન પદાર્થ બૂરાં લાગતાં તેને તોડવાફોડવા આદિ રૂપથી તેનું બૂરું ઇચ્છે છે તથા
કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધબંધનાદિ વા પ્રહારાદિવડે દુઃખ
ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતનઅચેતન પદાર્થ કોઈ પ્રકારે
પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂરું લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે
કરીને તે પરિણમનનું બૂરું ઇચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરું થવાની ઇચ્છા તો કરે, પણ બૂરું
થવું તે
ભવિતવ્યઆધીન છે.
માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની તેને નીચો પાડવા અને પોતે
ઊંચો થવા ઇચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા વા નિરાદરાદિવડે તેની હીનતા
તથા પોતાની ઉચ્ચતા ઇચ્છે છે. તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા
વા પોતાને આધીન કરવા ઇચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન
કરવા ઇચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે. બીજો કોઈ
પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય

Page 32 of 370
PDF/HTML Page 60 of 398
single page version

કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માનવડે પોતાની મહંતતાની ઇચ્છા તો ઘણી
કરે, પણ મહંતતા થવી
ભવિતવ્યઆધીન છે.
માયા કષાયનો ઉદય થતાં કોઈ પદાર્થને ઇષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપછળ પ્રપંચ
વડે તેની સિદ્ધિ કરવા ઇચ્છે છે. રત્નસુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, દાસાદિ
સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી
અવસ્થાઓ કરે વા બીજા ચેતન
અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે. ઇત્યાદિ છળ વડે
પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઇચ્છે છે. એ પ્રમાણે માયા વડે ઇષ્ટસિદ્ધિ અર્થે નાના પ્રકારના
છળ તો કરે છતાં ઇષ્ટસિદ્ધિ થવી
ભવિતવ્યઆધીન છે.
લોભ કષાયનો ઉદય થતાં અન્ય પદાર્થોને ઇષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઇચ્છે. વસ્ત્ર,
આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રીપુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે.
વળી પોતાનું વા અન્ય સચેતનઅચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઇષ્ટરૂપ માની તેને તે
પ્રકારના પરિણમનરૂપ પરિણમાવવા ઇચ્છે. એ પ્રમાણે લોભથી ઇષ્ટપ્રાપ્તિની ઇચ્છા તો ઘણી કરે,
પરંતુ ઇષ્ટપ્રાપ્તિ થવી
ભવિતવ્યઆધીન છે.
એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે. ત્યાં એ કષાય ચારચાર પ્રકારના
છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન.
જે કષાયના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણચારિત્ર ન થઈ શકે તે
અનંતાનુબંધી કષાય છે.
જે કષાયના ઉદયથી આત્માને દેશચરિત્ર ન પ્રાપ્ત થાય, તથા જેથી કિંચિત્ પણ ત્યાગ
ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે.
જે કષાયના ઉદયથી સકળચારિત્ર ન હોય, જેથી સર્વત્યાગ ન બની શકે તે
પ્રત્યાખ્યાનાવરણ કષાય છે.
જે કષાયના ઉદયથી સકળચારિત્રમાં દોષ ઊપજ્યા કરે, જેથી યથાખ્યાતચારિત્ર ન થઈ
શકે તે સંજ્વલન કષાય છે.
હવે અનાદિ સંસારઅવસ્થામાં એ ચારે કષાયોનો નિરંતર ઉદય હોય છે. પરમ
કૃષ્ણલેશ્યારૂપ તીવ્ર કષાય હોય ત્યાં પણ તથા શુક્લલેશ્યારૂપ મંદ કષાય હોય ત્યાં પણ નિરંતર
એ ચારે કષાયોનો ઉદય રહે છે, કારણ કે તીવ્ર
મંદતાની અપેક્ષાએ એ અનંતાનુબંધી આદિ ભેદ
નથી, પણ સમ્યક્ત્વાદિ ઘાતવાની અપેક્ષાએ એ ભેદ છે. એ કષાયની પ્રકૃતિઓનો તીવ્ર અનુભાગ
ઉદય થતાં તીવ્ર ક્રોધાદિ થાય છે તથા મંદ અનુભાગ ઉદય થતાં મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષમાર્ગ
પ્રાપ્ત થતાં એ ચારમાંથી ત્રણ, બે અને એકનો ઉદય રહી અનુક્રમે ચારેનો અભાવ થાય છે.
6