Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 21-80 (4. Aekatvasaptati),1 (5. Yatibhavnashtkam),2 (5. Yatibhavnashtkam),3 (5. Yatibhavnashtkam),4 (5. Yatibhavnashtkam),5 (5. Yatibhavnashtkam),6 (5. Yatibhavnashtkam),7 (5. Yatibhavnashtkam),8 (5. Yatibhavnashtkam),9 (5. Yatibhavnashtkam); 5. Yatibhavnashtkam.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 21

 

Page 155 of 378
PDF/HTML Page 181 of 404
single page version

background image
અને તેને સાંભળી લેતાં બધું જ સાંભળી લીધું છે. ૨૦.
(अनुष्टुभ् )
इति ज्ञेयं तदेवैकं श्रवणीयं तदेव हि
द्रष्टव्यं च तदेवैकं नान्यन्निश्चयतो बुधैः ।।२१।।
અનુવાદ : આ કારણે વિદ્વાન્ મનુષ્યોએ નિશ્ચયથી તે જ એક ઉત્કૃષ્ટ
આત્મતેજ જાણવા યોગ્ય છે, તે જ એક સાંભળવા યોગ્ય છે તથા તે જ એક દેખવા
યોગ્ય છે; તેનાથી ભિન્ન અન્ય કાંઈ પણ ન જાણવા યોગ્ય છે, ન સાંભળવા યોગ્ય
છે અને ન દેખવા યોગ્ય છે. ૨૧.
(अनुष्टुभ् )
गुरूपदेशतो ऽभ्यासाद्वैराग्यादुपलभ्य यत्
कृतकृत्यो भवेद्योगी तदेवैकं न चापरम् ।।२२।।
અનુવાદ : યોગીઓ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને વૈરાગ્યથી તે
જ એક આત્મતેજ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય (મુક્ત) થાય છે, નહિ કે તેનાથી ભિન્ન
કોઈ અન્યને પ્રાપ્ત કરીને. ૨૨.
(अनुष्टुभ् )
तत्प्रतिप्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
અનુવાદ : તે આત્મતેજ પ્રત્યે મનમાં પ્રેમ ધારણ કરીને જેણે તેની વાત
પણ સાંભળી છે તે નિશ્ચયથી ભવ્ય છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી મુક્તિનું પાત્ર
છે. ૨૩.
(अनुष्टुभ् )
जानीते यः परं ब्रह्म कर्मणः पृथगेकताम्
गतं तद्गतबोधात्मा तत्स्वरूपं स गच्छति ।।२४।।
અનુવાદ : જે જ્ઞાનસ્વરૂપ જીવ કર્મથી પૃથક્ થઈને અભેદ અવસ્થાને પ્રાપ્ત
થઈ તે ઉત્કૃષ્ટ આત્માને જાણે છે અને તેમાં લીન થાય છે તે પોતે જ તેના સ્વરૂપને
પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ પરમાત્મા બની જાય છે. ૨૪.

Page 156 of 378
PDF/HTML Page 182 of 404
single page version

background image
(अनुष्टुभ् )
केनापि हि परेण स्यात्संबन्धो बन्धकारणम्
परैकत्वपदे शान्ते मुक्तये स्थितिरात्मनः ।।२५।।
અનુવાદ : કોઈ પણ પરપદાર્થ સાથે જે સંબંધ થાય છે તે બંધનું કારણ થાય
છે, પરંતુ શાન્ત અને ઉત્કૃષ્ટ એકત્વપદમાં જે આત્માની સ્થિતિ થાય છે તે મુક્તિનું કારણ
થાય છે. ૨૫.
(अनुष्टुभ् )
विकल्पोर्मिभरत्यक्तः शान्तः कैवल्यमाश्रितः
कर्माभावे भवेदात्मा वाताभावे समुद्रवत् ।।२६।।
અનુવાદ : કર્મના અભાવમાં આ આત્મા વાયુના અભાવમાં સમુદ્રસમાન વિકલ્પો-
રૂપ લહેરોના ભારથી રહિત અને શાન્ત થઈને કૈવલ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે.
વિશેષાર્થ : જેવી રીતે વાયુનો સંચાર ન થતાં સમુદ્ર લહરિયોથી રહિત, શાન્ત અને
એકત્વ અવસ્થા યુક્ત થાય છે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મોનો અભાવ થઈ જતાં આ આત્મા
સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત, શાન્ત (ક્રોધાદિ વિકારો રહિત) અને કેવળી અવસ્થાથી યુક્ત થઈ
જાય છે. ૨૬.
(अनुष्टुभ् )
संयोगेन यदायातं मत्तस्तत्सकलं परम्
तत्परित्यागयोगेन मुक्तो ऽहमिति मे मतिः ।।२७।।
અનુવાદ : સંયોગથી જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે તે સર્વ મારાથી ભિન્ન છે.
તેનો પરિત્યાગ કરી દેવાના સંબંધથી હું મુક્ત થઈ ગયો છું એવો મારો નિશ્ચય છે.
વિશેષાર્થ : આ પ્રાણી સ્ત્રી, પુત્ર, મિત્ર અને ધન સંપત્તિ આદિ પર પદાર્થોના સંયોગથી
જ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, તેથી ઉક્ત સંયોગનો જ પરિત્યાગ કરવો જોઈએ. એમ
કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૭.
(अनुष्टुभ् )
किं मे करिष्यतः क्रूरौ शुभाशुभनिशाचरौ
रागद्वेषपरित्यागमहामन्त्रेण कीलितौ ।।२८।।

Page 157 of 378
PDF/HTML Page 183 of 404
single page version

background image
અનુવાદ : જે પુણ્ય અને પાપરૂપ બન્ને દુષ્ટ રાક્ષસોને રાગ-દ્વેષના
પરિત્યાગરૂપ મહામંત્ર દ્વારા કીલિત કરી દેવામાં આવ્યા છે તેઓ હવે મારું (આત્માનું)
શું કરી શકશે? અર્થાત્ તેઓ કાંઈ પણ હાનિ કરી શકશે નહિ.
વિશેષાર્થ : જે પુણ્ય અને પાપરૂપ કર્મ પ્રાણીને અનેક પ્રકારનું કષ્ટ (પરતંત્રતા આદિ)
આપ્યા કરે છે તેમનો બંધ રાગ અને દ્વેષના નિમિત્તે જ થાય છે. તેથી ઉક્ત રાગદ્વેષનો પરિત્યાગ કરી
દેવાથી તેમનો બંધ સ્વયમેવ અટકી જાય છે અને આ રીતે આત્મા સ્વતંત્ર થઈ જાય છે. ૨૮.
(अनुष्टुभ् )
संबन्धेऽपि सति त्याज्यौ रागद्वेषौ महात्मभिः
विना तेनापि ये कुर्युस्ते कुर्युः किं न वातुलाः ।।२९।।
અનુવાદ : મહાત્માઓએ સંબંધ (નિમિત્ત) હોવા છતાં પણ તે રાગ-દ્વેષનો
પરિત્યાગ કરવો જોઈએ. જે જીવ તે (સંબંધ) ના વિના પણ રાગદ્વેષ કરે છે
તેઓ વાતરોગથી પિડાયેલા રોગી સમાન પોતાનું ક્યું અહિત નથી કરતા? અર્થાત્
તેઓ પોતાનું સર્વ પ્રકારે અહિત કરે છે. ૨૯.
(अनुष्टुभ् )
मनोवाक्कायचेष्टाभिस्तद्विधं कर्म जृभ्भते
उपास्यते तदेवैकं ताभ्यो भिन्नं मुमुक्षुभिः ।।३०।।
અનુવાદ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે પ્રકારનું અર્થાત્ તદનુસાર
પુણ્ય-પાપરૂપ કર્મ વૃદ્ધિ પામે છે. માટે મુમુક્ષુઓએ ઉક્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિથી
ભિન્ન તે જ એક આત્મતત્ત્વની ઉપાસના કર્યા કરે છે. ૩૦.
(अनुष्टुभ् )
द्वैततो द्वैतमद्वैतादद्वैतं खलु जायते
लोहाल्लोहमयं पात्रं हेम्नो हेममय यथा ।।३१।।
અનુવાદ : દ્વૈત ભાવથી નિયમથી દ્વૈત અને અદ્વૈતભાવથી અદ્વૈત ઉત્પન્ન થાય
છે. જેમ લોઢામાંથી લોઢાનું અને સોનામાંથી સોનાનું જ વાસણ ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ : આત્મા અને કર્મ તથા બંધ અને મોક્ષ ઇત્યાદિ પ્રકારની બુદ્ધિ તે
દ્વૈતબુદ્ધિ કહેવાય છે. એવી બુદ્ધિથી દ્વૈતભાવ જ બની રહે છે કે જેથી સંસાર પરિભ્રમણ

Page 158 of 378
PDF/HTML Page 184 of 404
single page version

background image
અનિવાર્ય થઈ જાય છે. પરંતુ હું એક જ છું, અન્ય બાહ્ય પદાર્થો ન મારા છે અને ન
હું તેમનો છું, આ જાતની બુદ્ધિ અદ્વૈતબુદ્ધિ કહેવાય છે. આ પ્રકારના વિચારથી તે અદ્વૈતભાવ
સદા જગૃત રહે છે કે જેથી અંતે મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય છે. એના આટે અહીં એ
ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે લોઢાની ધાતુમાંથી લોહમય અને સુવર્ણમાંથી
સુવર્ણમય જ પાત્ર બને છે તેવી જ રીતે દ્વૈતબુદ્ધિથી દ્વૈતભાવ તથા અદ્વૈતબુદ્ધિથી અદ્વૈતભાવ
જ થાય છે. ૩૧.
(अनुष्टुभ् )
निश्चयेन तदेकत्वमद्वैतममृतं परम्
द्वितीयेन कृतं द्वैतं संसृतिर्व्यवहारतः ।।३२।।
અનુવાદ : નિશ્ચયથી જે એકત્વ છે તે જ અદ્વૈત છે કે જે ઉત્કૃષ્ટ અમૃત અર્થાત્
મોક્ષસ્વરૂપ છે. પરંતુ બીજા (કર્મ કે શરીર આદિ) ના નિમિત્તે જે દ્વૈતભાવ ઉત્પન્ન
થાય છે તે વ્યવહારની અપેક્ષા રાખવાથી સંસારનું કારણ થાય છે. ૩૨.
(अनुष्टुभ् )
बन्धमोक्षौ रतिद्वेषौ कर्मात्मानौ शुभाशुभौ
इति द्वैताश्रिता बुद्धिरसिद्धिरभिधीयते ।।३३।।
અનુવાદ : બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ, કર્મ અને આત્મા તથા શુભ અને અશુભ;
આ જાતની બુદ્ધિ દ્વૈતના આશ્રયે થાય છે જે સંસારનું કારણ કહેવાય છે. ૩૩.
(अनुष्टुभ् )
उदयोदीरणा सत्ता प्रबन्धः खलु कर्मणः
बोधात्मधाम सर्वेभ्यस्तदेवैकं परं परम् ।।३४।।
અનુવાદ : ઉદય, ઉદીરણા અને સત્ત્વ આ બધો નિશ્ચયથી કર્મનો વિસ્તાર
છે. પરંતુ જ્ઞાનરૂપ જે આત્માનું તેજ છે તે તે બધાથી ભિન્ન, એક અને ઉત્કૃષ્ટ છે.
વિશેષાર્થ : સ્થિતિ પૂર્ણ થતાં જીર્ણ થયેલું કર્મ જે ફળદાનની સન્મુખ થાય છે તેને ઉદય
કહેવામાં આવે છે. ઉદયકાળ પ્રાપ્ત ન થવા છતાં પણ અપકર્ષણ દ્વારા જે કર્મનિષેક ઉદયમાં સ્થાપિત
કરાવવામાં આવે છે, તેને ઉદીરણા કહે છે. જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓના કર્મસ્વરૂપે અવસ્થિત
રહેવાને સત્ત્વ કહેવામાં આવે છે. ૩૪.

Page 159 of 378
PDF/HTML Page 185 of 404
single page version

background image
(अनुष्टुभ् )
क्रोधादिकर्मयोगेऽपि निर्विकारं परं महः
विकारकारिभिर्मेधैर्न विकारि नभो भवेत् ।।३५।।
અનુવાદ : ક્રોધાદિ કર્મોનો સંયોગ થવા છતાં પણ તે ઉત્કૃષ્ટ આત્મતેજ વિકાર
રહિત જ હોય છે. બરાબર પણ છેવિકાર કરનારા વાદળાઓથી કદી આકાશ
વિકારયુક્ત નથી થતું.
વિશેષાર્થ : જેમ આકાશમાં વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ રહેવા છતાં પણ તે
આકાશ વિકારી થતું નથી. પરંતુ સ્વભાવથી સ્વચ્છ જ રહે છે. તેવી જ રીતે આત્મા સાથે ક્રોધાદિ
કર્મોનો સંયોગ રહેેવા છતાં પણ આત્મામાં વિકાર ઉત્પન્ન નથી થતો, પરંતુ તે સ્વભાવથી નિર્વિકાર
જ રહે છે. ૩૫.
(अनुष्टुभ् )
नामापि हि परं तस्मान्निश्चयात्तदनामकम्
जन्ममृत्यादि चाशेषं वपुर्धर्मं विदुर्बुधाः ।।३६्।।
અનુવાદ : આત્માનો વાચક શબ્દ પણ નિશ્ચયથી તેનાથી ભિન્ન છે, કેમ કે
નિશ્ચયનયની અપેક્ષાએ તે આત્મા સંજ્ઞા રહિત (અનિર્વચનીય) છે. અર્થાત્ વાચ્ય-
વાચકભાવ વ્યવહારનયને આશ્રિત છે, નહિ કે નિશ્ચયનયને. વિદ્વાનો જન્મ અને મરણ
આદિ બધાને શરીરનો ધર્મ સમજે છે. ૩૬.
(अनुष्टुभ् )
बोधेनापि युतिस्तस्य चैतन्यस्य तु कल्पना
स च तच्च तयोरैक्यं निश्चयेन विभाव्यते ।।३७।।
અનુવાદ : તે ચૈતન્યનો જ્ઞાન સાથે પણ જે સંયોગ છે તે કેવળ કલ્પના છે,
કેમ કે જ્ઞાન અને ચૈતન્ય આ બન્નેમાં નિશ્ચયથી અભેદ માનવામાં આવે છે. ૩૭.
(अनुष्टुभ् )
क्रियाकारकसंबन्धप्रबन्धोज्झितमूर्ति यत्
एवं ज्योतिस्तदेवैकं शरण्यं मोक्षकाङ्क्षिणाम् ।।३८।।
અનુવાદ : જે આત્મજ્યોતિ ગમનાદિરૂપ ક્રિયા, કર્તા આદિ કારક અને તેમના

Page 160 of 378
PDF/HTML Page 186 of 404
single page version

background image
સંબંધના વિસ્તાર રહિત છે તે જ એક માત્ર જ્યોતિ મોક્ષાભિલાષી સાધુજનોને
શરણભૂત છે. ૩૮.
(अनुष्टुभ् )
तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम्
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ।।३९।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તે જ એક આત્મજ્યોતિ
નિર્મળ સમ્યગ્દર્શન છે, તે જ એક આત્મજ્યોતિ ચારિત્ર છે તથા તે જ એક
આત્મજ્યોતિ નિર્મળ તપ છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થઈ જાય છે
ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એક માત્ર આત્માનો જ અનુભવ થાય છે. તે વખતે સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને તપ આદિમાં કાંઈ પણ ભેદ નથી રહેતો. એ જ રીતે જ્ઞાન,
જ્ઞાતા અને જ્ઞેયનો પણ કાંઈ ભેદ રહેતો નથી; કેમકે તે વખતે તે જ એક માત્ર આત્મા જ્ઞાન,
જ્ઞેય અને જ્ઞાતા બની જાય છે. તેથી આ અવસ્થામાં કર્તા અને કરણ આદિ કારકોનો પણ બધો
ભેદ સમાપ્ત થઈ જાય છે. ૩૯.
(अनुष्टुभ् )
नमस्यं च तदेवैकं तदेवैकं च मङ्गलम्
उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।४०।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ નમસ્કાર કરવા યોગ્ય છે, તે જ એક
આત્મજ્યોતિ મંગળસ્વરૂપ છે, તે જ એક આત્મજયોતિ ઉત્તમ છે તથા તે જ એક
આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે.
વિશેષાર્થ : ‘‘ચત્તારિ મંગલં, અરહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિપણ્ણત્તો
ધમ્મો મંગલં. ચત્તારિ લોગુત્તમા....’’ ઇત્યાદિ પ્રકારે જે અરહંત, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મ આ
ચારને મંગળ, લોકોત્તમ તથા શરણભૂત બતાવવામાં આવ્યા છે તે વ્યવહારનયની પ્રધાનતાથી છે. શુદ્ધ
નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળ એક તે આત્મજ્યોતિ જ મંગળ, લોકોત્તમ અને શરણભૂત છે. ૪૦.
(अनुष्टुभ् )
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया
स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः ।।४१।।

Page 161 of 378
PDF/HTML Page 187 of 404
single page version

background image
અનુવાદ : પ્રમાદ રહિત થયેલ મુનિને તે જ એક આત્મજ્યોતિઆચાર છે,
તે જ એક આત્મજ્યોતિ આવશ્યક ક્રિયા છે તથા તે જ એક આત્મજ્યોતિ સ્વાધ્યાય
પણ છે. ૪૧.
(अनुष्टुभ् )
गुणाः शिलानि सर्वाणि धर्मश्चात्यन्तनिर्मलः
संभाव्यन्ते परं ज्योतिस्तदेकमनुतिष्ठतः ।।४२।।
અનુવાદ : કેવળ એ જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિનું અનુષ્ઠાન કરનાર સાધુને
ગુણોની, સમસ્ત શીલોની અને અત્યન્ત નિર્મળ ધર્મની પણ સંભાવના છે. ૪૨.
(अनुष्टुभ् )
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम् ।।४३।।
અનુવાદ : સમસ્ત શાસ્ત્રરૂપી મહાસમુદ્રનું ઉત્કૃષ્ટ રત્ન તે જ એક આત્મજ્યોતિ
છે તથા તે જ એક આત્મજ્યોતિ સર્વ રમણીય પદાર્થોમાં આગળ સ્થિત અર્થાત્ શ્રેષ્ઠ
છે. ૪૩.
(अनुष्टुभ् )
तदेवैकं परं तत्त्वं तदेवैकं परं पदम्
भव्याराध्यं तदेवैकं तदेवैकं परं महः ।।४४।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, તે જ એક આત્મજ્યોતિ
ઉત્કૃષ્ટ પદ છે, તે જ એક આત્મજ્યોતિ ભવ્ય જીવો દ્વારા આરાધવા યોગ્ય છે, તથા
તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તેજ છે. ૪૪.
(अनुष्टुभ् )
शस्त्रं जन्मतरुच्छेदि तदेवैकं सतां मतम्
योगिनां योगनिष्ठानां तदेवैकं प्रयोजनम् ।।४५।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ સાધુઓને જન્મરૂપી વૃક્ષ નષ્ટ કરનાર
શસ્ત્ર માનવામાં આવે છે તથા સમાધિમાં સ્થિત યોગીજનોનું ઇષ્ટ પ્રયોજન તે જ એક
આત્મજ્યોતિની પ્રાપ્તિ છે. ૪૫.

Page 162 of 378
PDF/HTML Page 188 of 404
single page version

background image
(अनुष्टुभ् )
मुमुक्षूणां तदेवैकं मुक्तेः पन्था न चापरः
आनन्दोऽपि न चान्यत्र तद्विहाय विभाव्यते ।।४६।।
અનુવાદ : મોક્ષાભિલાષી જનોને મોક્ષનો માર્ગ તે જ એક આત્મજ્યોતિ છે,
બીજો નહિ. તેના સિવાય બીજા સ્થાનમાં આનંદની પણ સંભાવના નથી. ૪૬.
(अनुष्टुभ् )
संसारघोरधर्मेण सदा तप्तस्य देहिनः
यन्त्रधारागृहं शान्तं तदेव हिमशीतलम् ।।४७।।
અનુવાદ : શાન્ત અને બરફ સમાન શીતળ તે જ આત્મજ્યોતિ સંસારરૂપી
ભયાનક તાપથી નિરંતર સંતાપ પામેલા પ્રાણીને યંત્રધારાગૃહ (ફુવારાઓ સહિતનું ઘર)
સમાન આનંદદાયક છે. ૪૭.
(अनुष्टुभ् )
तदेवैकं परं दुर्गमगम्यं कर्मविद्विषाम्
तदेवैत्ततिरस्कारकारि सारं निजं बलम् ।।४८।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ કર્મરૂપી શત્રુઓને દુર્ગમ એવો ઉત્કૃષ્ટ
દુર્ગ (કિલ્લો) છે તથા તે જ આ આત્મજ્યોતિ આ કર્મરૂપી શત્રુઓનો તિરસ્કાર
કરનારી પોતાની શ્રેષ્ઠ સેના છે. ૪૮.
(अनुष्टुभ् )
तदेव महती विद्या स्फु रन्मन्त्रस्तदेव हि
औषधं तदपि श्रेष्ठं जन्मव्याधिविनाशनम् ।।४९।।
અનુવાદ : તે જ આત્મજ્યોતિ વિપુલ બોધ છે, તે જ પ્રકાશમાન મંત્ર છે,
તથા તે જ જન્મરૂપી રોગનો નાશ કરનારી શ્રેષ્ઠ ઔષધિ છે. ૪૯.
(अनुष्टुभ् )
अक्षयस्याक्षयानन्दमहाफलभरश्रियः
तदेवैकं परं बीजं निःश्रेयसलसत्तरोः ।।५०।।

Page 163 of 378
PDF/HTML Page 189 of 404
single page version

background image
અનુવાદ : તે જ આત્મજ્યોતિ શાશ્વત સુખરૂપી મહાફળોના ભારથી સુશોભિત
એવા અવિનશ્વર મોક્ષરૂપી સુંદર વૃક્ષનું એક ઉત્કૃષ્ટ બીજ છે. ૫૦.
(अनुष्टुभ् )
तदेवैकं परं विद्धि त्रैलोक्यगृहनायकम्
येनैकेन विना शङ्के वसदप्येतदुद्वसम् ।।५१।।
અનુવાદ : તે જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિને ત્રણે લોકરૂપી ગૃહનો નાયક
સમજવો જોઈએ, જે એક વિના આ ત્રણ લોકરૂપી ગૃહ નિવાસ સહિત હોવા છતાં
પણ તેના વિનાનું નિર્જન વન સમાન જણાય છે. અભિપ્રાય એ છે કે અન્ય દ્રવ્યો
હોવા છતાં પણ લોકની શોભા તે એક આત્મજ્યોતિથી જ છે. ૫૧.
(अनुष्टुभ् )
शुद्धं यदेव चैतन्यं तदेवाहं न संशयः
कल्पनयानयाप्येतद्धीनमानन्दमन्दिरम् ।।५२।।
અનુવાદ : આનંદના સ્થાનભૂત જે આ આત્મજ્યોતિ છે તે ‘‘જે શુદ્ધ ચૈતન્ય
છે તે જ હું છું. એમાં સંદેહ નથી’’ આવી કલ્પનાથી પણ રહિત છે. ૫૨.
(अनुष्टुभ् )
स्पृहा मोक्षे ऽपि मोहोत्था तन्निषेधाय जायते
अन्यस्मै तत्कथं शान्ताः स्पृहयन्ति मुमुक्षवः ।।५३।।
અનુવાદ : મોહના ઉદયથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા
તે મોક્ષની પ્રાપ્તિમાં વિધ્ન નાખનાર બને છે, તો પછી ભલા, શાન્ત મોક્ષાભિલાષી
જીવ બીજી કઈ વસ્તુની ઇચ્છા કરે? અર્થાત્ કોઈની પણ નહિ. ૫૩.
(अनुष्टुभ् )
अहं चैतन्यमेवैकं नान्यत्किमपि जातुचित्
संबन्धो ऽपि न केनापि द्रढपक्षो ममेद्रशः ।।५४।।
અનુવાદ : હું એક ચૈતન્યસ્વરૂપ જ છું, તેનાથી ભિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ
મારૂં કદી પણ હોઈ શકે નહિ. કોઈ પરપદાર્થ સાથે મારો સંબંધ પણ નથી, એવો મારો
દ્રઢ નિશ્ચય છે. ૫૪.

Page 164 of 378
PDF/HTML Page 190 of 404
single page version

background image
(अनुष्टुभ् )
शरीरादि बहिश्चिन्ताचक्रसंपर्कवर्जितम्
विशुद्धात्मस्थितं चित्तं कुर्वन्नास्ते निरन्तरम् ।।५५।।
અનુવાદ : જ્ઞાની સાધુ શરીરાદિ બાહ્ય પદાર્થ વિષયક ચિન્તા સમૂહના સંયોગ
રહિત પોતાના ચિત્તને નિરંતર શુદ્ધ આત્મામાં સ્થિર કરીને રહે છે. ૫૫.
(अनुष्टुभ् )
एवं सति यदेवास्ति तदस्तु किमिहापरैः
आसाद्यात्मन्निदं तत्त्वं शान्तो भव सुखी भव ।।५६।।
અનુવાદ : હે આત્મા, આવી સ્થિતિ હોવાથી જે કાંઈ છે તે ભલે હોય. અહીં
અન્ય પદાર્થોથી ભલા શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નહિ. આ ચૈતન્યસ્વરૂપને
પામીને તું શાન્ત અને સુખી રહે. ૫૬.
(अनुष्टुभ् )
अपारजन्मसन्तानपथभ्रान्तिकृतश्रमम्
तत्त्वामृतमिदं पीत्वा नाशयन्तु मनीषिणः ।।५७।।
અનુવાદ : બુદ્ધિમાન પુરુષ આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મપરંપરા
(સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૭.
(अनुष्टुभ् )
अतिसूक्ष्ममतिस्थूलमेकं चानेकमेव यत्
स्वसंवेद्यमवेद्यं च यदक्षरमनक्षरम् ।।५८।।
अनौपम्यमनिर्देश्यमप्रमेयमनाकुलम्
शून्यं पूर्णं च यन्नित्यमनित्यं च प्रचक्ष्यते ।।५९।।
અનુવાદ : તે આત્મજ્યોતિ અતિશય સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, એક
પણ છે અને અનેક પણ છે, સ્વસંવેદ્ય પણ છે અને અવેદ્ય પણ છે તથા અક્ષર પણ
છે અને અનક્ષર પણ છે. તે જ્યોતિ અનુપમ, અનિર્દેશ્ય, અપ્રમેય અને અનાકુળ હોવાથી
શૂન્ય પણ કહેવાય છે અને પૂર્ણ પણ, નિત્ય પણ કહેવાય છે અને અનિત્ય પણ.

Page 165 of 378
PDF/HTML Page 191 of 404
single page version

background image
વિશેષાર્થ : તે આત્મજ્યોતિ નિશ્ચયનયની અપેક્ષાએ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ
રહિત હોવાના કારણે સૂક્ષ્મ તથા વ્યવહારનયની અપેક્ષાએ શરીરાશ્રિત હોવાથી સ્થૂળ પણ
કહેવાય છે. એ જ રીતે તે શુદ્ધ ચૈતન્યરૂપ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ એક અને
વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન શરીર આદિને આશ્રિત રહેવાથી અનેક પણ કહેવાય
છે. તે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા જાણવા યોગ્ય હોવાથી સ્વસંવેદ્ય તથા ઇન્દ્રિયજનિત જ્ઞાનનો
અવિષય હોવાથી અવેદ્ય પણ કહેવાય છે. તે નિશ્ચયથી વિનાશરહિત હોવાથી અક્ષર તથા
અકારાદિ અક્ષરોથી રહિત હોવાને કારણે અથવા વ્યવહારની અપેક્ષાએ વિનષ્ટ હોવાથી અનક્ષર
પણ કહેવાય છે. તે જ આત્મજ્યોતિ ઉપમા રહિત હોવાથી અનુપમ, નિશ્ચયનયથી શબ્દનો
અવિષય હોવાથી અનિર્દેશ્ય (અવાચ્ય), સાંવ્યવહારિક પ્રત્યક્ષાદિ પ્રમાણોનો વિષય ન હોવાથી
અપ્રમેય તથા આકુળતા રહિત હોવાને કારણે અનાકુળ પણ છે. એ સિવાય તે મૂર્તિક સમસ્ત
બાહ્ય પદાર્થોના સંયોગથી રહિત છે માટે શૂન્ય અને પોતાના જ્ઞાનાદિ ગુણોથી પરિપૂર્ણ હોવાથી
પૂર્ણ પણ મનાય છે. તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિનાશરહિત હોવાથી નિત્ય તથા પર્યાયાર્થિક
નયની અપેક્ષાએ અનિત્ય પણ કહેવાય છે. ૫૮
૫૯.
(अनुष्टुभ् )
निःशरीरं निरालम्बं निःशब्दं निरुपाधि यत्
यिदात्मकं परंज्योतिरवाङ्मानसगोचरम् ।।६०।।
અનુવાદ : તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ શરીર, આલંબન, શબ્દ અને
બીજા પણ અન્ય અન્ય વિશેષણોથી રહિત છે; તેથી તે વચન અને મનને પણ
અગોચર છે. ૬૦.
(अनुष्टुभ् )
इत्यत्र गहने ऽत्यन्तदुर्लक्ष्ये परमात्मनि
उच्यते यत्तदाकाशं प्रत्यालेख्यं विलिख्यते ।।६१।।
અનુવાદ : આ રીતે તે પરમાત્મા દુરધિગમ્ય અને અત્યંત દુર્લક્ષ્ય (અદ્રશ્ય)
હોવાથી તેના વિષયમાં જે કાંઈ પણ કહેવામાં આવે છે તે આકાશમાં ચિત્રલેખન
સમાન છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે અમૂર્ત આકાશમાં ચિત્રનું નિર્માણ કરવું
અસંભવ છે તેવી જ રીતે અતીન્દ્રિય આત્માના વિષયમાં કાંઈ વર્ણન કરવું પણ અસંભવ જ છે.
તે તો કેવળ સ્વાનુભવ ગોચર છે. ૬૧.

Page 166 of 378
PDF/HTML Page 192 of 404
single page version

background image
(अनुष्टुभ् )
आस्तां तत्र स्थितो यस्तु चिन्तामात्रपरिग्रहः
तस्यात्र जीवितं श्लाध्यं देवैरपि स पूज्यते ।।६२।।
અનુવાદ : જે તે આત્મામાં લીન છે તે તો દૂર રહો. પણ જે તેનું ચિન્તન
માત્ર કરે છે તેનું જીવન પ્રશંસાયોગ્ય છે, તે દેવો દ્વારા પણ પૂજાય છે. ૬૨.
(अनुष्टुभ् )
सर्वविद्भिरसंसारेः सम्यग्ज्ञानविलोचनैः
एतस्योपासनोपायः साम्यमेकमुदाहृतम् ।।६३।।
અનુવાદ : જે સર્વજ્ઞદેવ સંસારથી રહિત અર્થાત્ જીવનમુક્ત થઈને
સમ્યગ્જ્ઞાનરૂપ નેત્ર ધારણ કરે છે તેમણે આ આત્માના આરાધનનો ઉપાય એક માત્ર
સમતાભાવ બતાવ્યો છે. ૬૩.
(अनुष्टुभ् )
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्
शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ।।६४।।
અનુવાદ : સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ; આ
બધા શબ્દ એક જ અર્થના વાચક છે. ૬૪.
(अनुष्टुभ् )
नाकृतिर्नाक्षरं वर्णो नो विकल्पश्च कश्चन
शुद्धं चैतन्यमेवैकं यत्र तत्साम्यमुच्यते ।।६५।।
અનુવાદ : જ્યાં ન કોઈ આકાર છે, ન અકારાદિ અક્ષર છે, ન કૃષ્ણનીલાદિ
વર્ણ છે અને ન કોઈ વિકલ્પેય છે; પરંતુ જ્યાં કેવળ એક ચૈતન્યસ્વરૂપ જ પ્રતિભાસિત
થાય છે તેને જ સામ્ય કહેવામાં આવે છે. ૬૫.
(अनुष्टुभ् )
साम्यमेकं परं कार्यं साम्यं तत्त्वं परं स्मृतम्
साम्यं सर्वोपदेशानामुपदेशो विमुक्त ये ।।६६।।
અનુવાદ : તે સમતાભાવ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. તે સમતાભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ

Page 167 of 378
PDF/HTML Page 193 of 404
single page version

background image
માનવામાં આવ્યું છે. તે જ સમતાભાવ સર્વ ઉપદેશોનો ઉપદેશ છે જે મુક્તિનું કારણ
છે, અર્થાત્ સમતાભાવનો ઉપદેશ સમસ્ત ઉપદેશોનો સાર છે કેમ કે તેનાથી મોક્ષની
પ્રાપ્તિ થાય છે. ૬૬.
(अनुष्टुभ् )
साम्यं सद्बोधनिर्माणं शश्वदानन्दमन्दिरम्
साम्यं शुद्धात्मनो रूपं द्वारं मोक्षैकसद्मनः ।।६७।।
અનુવાદ : સમતાભાવ સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન કરનાર છે, તે શાશ્વતિક (નિત્ય)
સુખનું સ્થાન છે. તે સમતાભાવ શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા મોક્ષરૂપી અનુપમ મહેલનું
દ્વાર છે. ૬૭.
(अनुष्टुभ् )
साम्यं निःशेषशास्त्राणां सारमाहुर्विपश्चितः
साम्यं कर्ममहाकक्षदाहे दावानलायते ।।६८।।
અનુવાદ : પંડિતો સમતાભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર બતાવે છે તે
સમતાભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે. ૬૮.
(अनुष्टुभ् )
साम्यं शरण्यमित्याहुर्योगिनां योगगोचरम्
उपाधिरचिताशेषदोषक्षपणकारणम ।।६९।।
અનુવાદ : જે સમતાભાવ યોગીઓને યોગનો વિષય થયો થકો બાહ્ય અને
અભ્યંતર પરિગ્રહના નિમિત્તે ઉત્પન્ન થયેલ સમસ્ત દોષોનો નાશ કરનાર છે તે
શરણભૂત કહેવાય છે. ૬૯.
(अनुष्टुभ् )
निःस्पृहायाणिमाद्यब्जखण्डे साम्यसरोजुषे
हंसाय शुचये मुक्ति हंसीदत्तद्रशे नमः ।।७०।।
અનુવાદ : જે આત્મારૂપી હંસ અણિમાદિ ૠદ્ધિરૂપી કમળખંડ (સ્વર્ગ)ની
અભિલાષા રહિત છે, સમતારૂપી સરોવરનો આરાધક છે, પવિત્ર છે તથા મુક્તિરૂપી
હંસી તરફ દ્રષ્ટિ રાખે છે તેને નમસ્કાર હો. ૭૦.

Page 168 of 378
PDF/HTML Page 194 of 404
single page version

background image
(अनुष्टुभ् )
ज्ञानिनोऽमृतसंगाय मृत्युस्तापकरोऽपि सन्
आमकुम्भस्य लोकेऽस्मिन् भवेत्पाकविधिर्यथा ।।७१।।
અનુવાદ : જેમ આ લોકમાં કાચા ઘડાનો પરિપાક અમૃતસંગ અર્થાત્ પાણીના
સંયોગને કારણે થાય છે તેવી જ રીતે અવિવેકી મનુષ્યને સંતાપ કરનાર તે મૃત્યુ પણ
જ્ઞાની મનુષ્યને અમૃતસંગ અર્થાત્ શાશ્વત સુખ (મોક્ષ) નું કારણ થાય છે. ૭૧.
(अनुष्टुभ् )
मानुष्यं सत्कुले जन्म लक्ष्मीर्बुद्धिः कृतज्ञता
विवेकेन विना सर्वं सदप्येतन्न किंचन ।।७२।।
અનુવાદ : મનુષ્ય પર્યાય, ઉત્તમકુળમાં જન્મ, સંપત્તિ, બુદ્ધિ અને કૃતજ્ઞતા
(ઉપકારનું સ્મરણ); આ બધી સામગ્રી હોવા છતાં પણ વિવેક વિના કાંઈ પણ કાર્યકારી
નથી. ૭૨.
(अनुष्टुभ् )
चिदचिद् द्वे परे तत्त्वे विवेकस्तद्विवेचनम्
उपादेयमुपादेयं हेयं हेयं च कुर्वतः ।।७३।।
અનુવાદ : ચેતન અને અચેતન એ બન્ને ભિન્ન તત્ત્વ છે. તેમના ભિન્ન સ્વરૂપનો
વિચાર કરવો તેને વિવેક કહેવામાં આવે છે. તેથી હે આત્મા! તું આ વિવેકથી ગ્રહણ કરવા
યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ગ્રહણ કર અને છોડવા યોગ્ય જડતાને છોડી દે. ૭૩.
(अनुष्टुभ् )
दुःखं किंचित्सुखं किंचिच्चित्ते भाति जडात्मनः
संसारे ऽत्र पुनर्नित्यं सर्वं दुःखं विवेकिनः ।।७४।।
અનુવાદ : `````અહીં સંસારમાં મૂર્ખ પ્રાણીના ચિત્તમાં કાંઈક તો સુખ અને કાંઈક
દુઃખરૂપ પ્રતિભાસે છે. પરંતુ વિવેકી જીવના ચિત્તમાં સદા સર્વ દુઃખદાયક જ પ્રતિભાસે છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે અવિવેકી પ્રાણી કદી ઇષ્ટ સામગ્રી પ્રાપ્ત થતાં
સુખ અને તેનો વિયોગ થઈ જતાં કદી દુઃખનો અનુભવ કરે છે. પરંતુ વિવેકી પ્રાણી ઇષ્ટ સામગ્રીની
પ્રાપ્તિ અને તેના વિયોગ બન્નેને દુઃખપ્રદ સમજે છે. તેથી તે ઉક્ત બન્ને અવસ્થાઓમાં સમભાવ
રાખે છે. ૭૪.

Page 169 of 378
PDF/HTML Page 195 of 404
single page version

background image
(अनुष्टुभ् )
हेयं हि कर्म रागादि तत्कार्यं च विवेकिनः
उपादेयं परं ज्योतिरुपयोगैकलक्षणम् ।।७५।।
અનુવાદ : વિવેકી મનુષ્યે કર્મ અને તેના કાર્યભૂત રાગાદિ પણ છોડવા યોગ્ય
છે અને ઉપયોગરૂપ એક લક્ષણવાળી ઉત્કૃષ્ટ જ્યોતિ ગ્રહણ કરવા યોગ્ય છે. ૭૫.
(इन्द्रवज्रा)
यदेव चैतन्यमहं तदेव तदेव जानाति तदेव पश्यति
तदेव चैकं परमस्ति निश्चयाद् गतोऽस्मि भावेन तदेकतां परम् ।।७६।।
અનુવાદ : જે ચૈતન્ય છે તે જ હું છું. તે જ ચૈતન્ય જાણે છે અને તે જ
ચૈતન્ય દેખે પણ છે. નિશ્ચયથી તે જ એક ચૈતન્ય ઉત્કૃષ્ટ છે. હું સ્વભાવથી કેવળ
તેની સાથે એકતા પામ્યો છું. ૭૬.
(वसंततिलका)
एकत्वसप्ततिरियं सुरसिन्धुरुच्चैः
श्रीपद्मनन्दिहिमभूधरतः प्रसूता
यो गाहते शिवपदाम्बुनिधिं प्रविष्टा-
मेतां लभेत स नरः परमां विशुद्धिम्
।।७७।।
અનુવાદ : જે આ એકત્વસપ્તતિ (સીત્તેર પદ્યમય એકત્વવિષયક પ્રકરણ) રૂપી
ગંગા ઉન્નત શ્રી પદ્મનન્દિરૂપી હિમાલય પર્વતથી ઉત્પન્ન થઈને મોક્ષપદરૂપી સમુદ્રમાં
પ્રવેશી છે તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે (એકત્વસપ્તતિના પક્ષે
અભ્યાસ કરે છે)
તે મનુષ્ય અતિશય વિશુદ્ધિ પામે છે. ૭૭.
(वसंततिलका)
संसारसागरसमुत्तरणैकसेतु
मेनं सतां सदुपदेशमुपाश्रितानाम्
कुर्यात्पदं मललवोऽपि किमन्तरङ्गे
सम्यक्समाधिविधिसंनिधिनिस्तरङ्गे
।।७८।।

Page 170 of 378
PDF/HTML Page 196 of 404
single page version

background image
અનુવાદ : જે સાધુ જનોએ સંસારરૂપી સમુદ્ર પાર થવામાં અદ્વિતીય
પુલસ્વરૂપ આ ઉપદેશનો આશ્રય લીધો છે તેમના ઉત્તમ સમાધિવિધિની સમીપતાથી
નિશ્ચલ બનેલ અંતઃકરણમાં શું મળને લેશ પણ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે? અર્થાત્
પ્રાપ્ત થઈ શકતું નથી. ૭૮.
(मंदाक्रान्ता)
आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या
प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्नं तथैव
कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे
भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत्
।।७९।।
અનુવાદ : આત્મા ભિન્ન છે, તેને અનુસરનાર કર્મ મારાથી ભિન્ન છે, આ
બન્નેના સંબંધથી જે વિકારભાવ ઉત્પન્ન થાય છે તે પણ તે જ પ્રકારે ભિન્ન છે,
તથા અન્ય પણ જે કાળ અને ક્ષેત્ર આદિ છે તેમને પણ ભિન્ન માનવામાં આવ્યા
છે. અભિપ્રાય એ છે કે પોતાના ગુણો અને કળાઓથી પણ વિભૂષિત આ સર્વ ભિન્ન
ભિન્ન જ છે. ૭૯.
(वसंततिलका)
येऽभ्यासयन्ति कथयन्ति विचारयन्ति
संभावयन्ति च मुहुर्मुहुरात्मतत्त्वम्
ते मोक्षमक्षयमनूनमनन्तसौख्यं
क्षिप्रं प्रयान्ति नवकेवललब्धिरूपम्
।।८०।।
અનુવાદ : જે ભવ્યજીવ આ આત્મતત્ત્વનો વારંવાર અભ્યાસ કરે છે, વ્યાખ્યાન
કરે છે, વિચાર કરે છે તથા સન્માન કરે છે; તે શીઘ્ર જ અવિનશ્વર, સંપૂર્ણ, અનંત સુખ
સંયુક્ત અને નવ કેવળલબ્ધિ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, લાભ, ભોગ,
ઉપભોગ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર) સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૮૦.
આ રીતે એકત્વસપ્તતિ પ્રકરણ સમાપ્ત થયું. ૪.

Page 171 of 378
PDF/HTML Page 197 of 404
single page version

background image
૫. યતિભાવનાષ્ટક
[ ५. यतिभावनाष्टकम् ]
(शार्दूलविक्रीडित)
आदाय व्रतमात्मतत्त्वममलं ज्ञात्वाथ गत्वा वनं
निःशेषामपि मोहकर्मजनितां हित्वा विकल्पावलिम्
ये तिष्ठन्ति मनोमरुच्चिदचलैकत्वप्रमोदं गता
निष्कम्पा गिरिवज्जयन्ति मुनयस्ते सर्वसंगौज्झिताः
।।।।
અનુવાદ : જે મુનિ વ્રત ગ્રહણ કરીને, નિર્મળ આત્મતત્ત્વને જાણીને વનમાં
જઈને, તથા મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ વિકલ્પોનો સમૂહ છોડીને
મનરૂપી વાયુથી વિચલિત ન થનાર સ્થિર ચૈતન્યમાં એકત્વના આનંદને પામતા થકા
પર્વત સમાન નિશ્ચળ રહે છે તે સંપૂર્ણ પરિગ્રહ રહિત મુનિ જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
चेतोवृत्तिनिरोधनेन करणग्रामं विधायोद्वसं
तत्संहृत्य गतागतं च मरुतो धैर्यं समाश्रित्य च
पयङ्केन मया शिवाय विधिवच्छून्यैकभूभृद्दरी-
मध्यस्थेन कदा चिदर्पित
द्रशा स्थातव्यमन्तर्मुखम् ।।।।
અનુવાદ : મુનિ વિચાર કરે છે કે હું મનનો વ્યાપાર રોકીને, ઇન્દ્રિયસમૂહને
ઉજ્જડ કરીને (જીતીને), વાયુના ગમન-આગમનને સંકોચીને, ધૈર્યનું અવલંબન લઈને,
તથા મોક્ષપ્રાપ્તિના નિમિત્તે વિધિપૂર્વક પર્વતની એક નિર્જન ગુફાની વચ્ચે પદ્માસનમાં

Page 172 of 378
PDF/HTML Page 198 of 404
single page version

background image
સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ રાખતો થકો
ક્યારે ચેતન આત્મામાં લીન થઈને સ્થિત થઈશ? ૨.
(शार्दूलविक्रीडित)
धूलीधूसरितं विमुक्त वसनं पर्यङ्कमुद्रागतं
शान्तं निर्वचनं निमीलित
द्रशं तत्त्वोपलम्भे सति
उत्कीर्णं द्रषदीव मां वनभुवि भ्रान्तो मृगाणां गणः
पश्यत्युद्गतविस्मयो यदि तदा माद्रग्जनः पुण्यवान् ।।।।
અનુવાદ : તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં ધૂળથી મલિન(સ્નાન કર્યા વગરના), વસ્ત્ર
રહિત, પદ્માસનમાં સ્થિત, શાન્ત, વચન રહિત અને આંખો બંધ હોય એવી અવસ્થાને
પામેલા મને જો જંગલના પ્રદેશમાં ભ્રમ પ્રાપ્ત થયેલ મૃગોનો સમૂહ આશ્ચર્યચકિત થઈને
પથ્થરમાં કોતરેલી મૂર્તિ સમજવા લાગે તો મારા જેવો મનુષ્ય પુણ્યશાળી હશે. ૩.
(शार्दूलविक्रीडित)
वासः शून्यमठे क्वचिन्निवसनं नित्यं ककुम्मण्डलं
संतोषो धनमुन्नतं प्रियतमा क्षान्तिस्तपो वर्तनम्
मैत्री सर्वशरीरिभिः सह सदा तत्त्वैकचिन्तासुखं
चेदास्ते न किमस्ति मे शमवतः कार्यं न किंचित् परैः
।।।।
અનુવાદ : જો કોઈ નિર્જન ઉપાશ્રયમાં મારો નિવાસ હોય, સદા દિશા સમૂહ
જ મારું વસ્ત્ર બની જાય, અર્થાત્ જો મારી પાસે કાંઈ પણ પરિગ્રહ ન રહે, સંતોષ
જ મારૂં ઉન્નત ધન થઈ જાય, ક્ષમા જ મારી પ્યારી સ્ત્રી બની જાય, એક માત્ર
તપ જ મારો વ્યાપાર થઈ જાય, બધા જ પ્રાણીઓ સાથે મૈત્રીભાવ થઈ જાય તથા
જો હું સદાય એક માત્ર તત્ત્વવિચારથી ઉત્પન્ન થનાર સુખનો અનુભવ કરવા લાગું;
તો પછી અતિશય શાન્તિને પ્રાપ્ત થયેલ મારી પાસે શું નથી? બધું જ છે. એવી
અવસ્થામાં મને બીજાઓનું કાંઈ પણ પ્રયોજન નથી રહેતું. ૪.
(शार्दूलविक्रीडित)
लब्धवा जन्म कुले शुचौ वरवपुर्बुद्धवा श्रुतं पुण्यतो
वैराग्यं च करोति यः शुचि तपो लोके स एकः कृती

Page 173 of 378
PDF/HTML Page 199 of 404
single page version

background image
तेनैवोज्झितगौरवेण यदि वा ध्यानामृतं पीयते
प्रासादे कलशस्तदा मणिमयो हैमे समारोपितः
।।।।
અનુવાદ : લોકમાં જે મનુષ્ય પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ
લઈને, ઉત્તમ શરીર પામીને અને આગમ જાણીને વૈરાગ્ય પામ્યા થકા નિર્મળ
તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર
સત્કારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે
તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. ૫.
(शार्दूलविक्रीडित)
ग्रीष्मे भूधरमस्तकाश्रितशिलां मूलं तरोः प्रावृषि
प्रोद्भूते शिशिरे चतुष्पथपदं प्राप्ताः स्थितिं कुर्वते
ये तेषां यमिनां यथोक्त तपसां ध्यानप्रशान्तात्मनां
मार्गे संचरतो मम प्रशमिनः कालः कदा यास्यति
।।।।
અનુવાદ : જે સાધુ ગ્રીષ્મ ૠતુમાં પર્વતના શિખર ઉપર, સ્થિત શિલા
ઉપર, વર્ષા ૠતુનાં વૃક્ષના મૂળમાં તથા શિયાળો આવતાં ચોકમાં સ્થાન પ્રાપ્ત
કરીને ધ્યાનમાં સ્થિત થાય છે; જે આગમોક્ત અનશનાદિ તપનું આચરણ કરે
છે અને જેમણે ધ્યાન દ્વારા પોતાના આત્માને અતિશય શાન્ત કરી લીધો છે;
તેમના માર્ગે પ્રવર્તતા મારો સમય અત્યંત શાન્તિથી ક્યારે વીતશે? ૬.
(शार्दूलविक्रीडित)
भेदज्ञानविशेषसंहृतमनोवृत्तिः समाधिः परो
जायेताद्भुतधामधन्यशमिनां केषांचिदत्राचलः
वज्रे मुर्ध्नि पतत्यपि त्रिभुवने बह्निप्रदीप्ते ऽपि वा
येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि
।।।।
અનુવાદ : મસ્તક ઉપર વજ્ર પડવા છતાં અથવા ત્રણે લોક અગ્નિથી
પ્રજ્વલિત થઈ જવા છતાં અથવા પ્રાણોનો નાશ થવા છતાં પણ જેમના ચિત્તમાં
થોડોય વિકારભાવ ઉત્પન્ન થતો નથી; એવા આશ્ચર્યજનક આત્મતેજને ધારણ
કરનાર કોઈ વિરલા જ શ્રેષ્ઠ મુનિઓને તે ઉત્કૃષ્ટ નિશ્ચળ સમાધિ હોય છે જેમાં

Page 174 of 378
PDF/HTML Page 200 of 404
single page version

background image
ભેદજ્ઞાન વિશેષદ્વારા મનનો વ્યાપાર (દુષ્ટ પ્રવૃત્તિ) અટકી જાય છે. ૭.
(शार्दूलविक्रीडित)
अन्तस्तत्त्वमुपाधिवर्जितमहंव्याहारवाच्यं परं
ज्योतिर्यैः कलितं श्रितं च यतिभिस्ते सन्तु नः शान्तये
येषां तत्सदनं तदेव शयनं तत्संपदस्तत्सुखं
तद्वृत्तिस्तदपि प्रियं तदखिलश्रेष्ठार्थसंसाधकम्
।।।।
અનુવાદ : જે મુનિઓએ બાહ્યઅભ્યંતર પરિગ્રહ રહિત અને ‘અર્હં’ શબ્દ દ્વારા
કહેવાતા ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ અંતસ્તત્ત્વ અર્થાત્ અંતરાત્માનું સ્વરૂપ જાણી લીધું છે તથા
તેનો જ આશ્રય પણ લીધો છે અને જે મુનિઓને તે જ આત્મતત્ત્વ ભવન છે, તે જ શય્યા
છે, તે જ સંપત્તિ છે, તે જ સુખ છે, તે જ વ્યાપાર છે, તે જ પ્યારૂં છે અને તે જ સમસ્ત
શ્રેષ્ઠ પદાર્થોને સિદ્ધ કરનાર છે; તે મુનિઓ આપણને શાન્તિ આપે. ૮.
(शार्दूलविक्रीडित)
पापारिक्षयकारि दातृ नृपतिस्वर्गापवर्गश्रियं
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं चिच्चेतनानन्दिभिः
भक्त्या यो यतिभावनाष्टकमिदं भव्यस्त्रिसंध्यं पठेत्
किं किं सिध्यति वाञ्छितं न भुवने तस्यात्र पुण्यात्मनः
।।।।
અનુવાદ : આત્મચૈતન્યમાં આનંદનો અનુભવ કરનાર શ્રીમાન્ પદ્મનંદી
(ભવ્ય જીવોને પ્રફુલ્લિત કરનાર ગણધરાદિ અથવા પદ્મનંદી મુનિ) દ્વારા રચવામાં
આવેલું આ આઠ શ્લોકમય ‘યતિભાવના’ પ્રકરણ પાપરૂપ શત્રુનો નાશ કરીને
રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી અને મોક્ષ આપનાર છે. જે ભવ્ય જીવ ત્રણે સંધ્યાકાળે
(પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે) ભક્તિપૂર્વક તે યતિભાવનાષ્ટક વાંચે છે તે પુણ્યાત્મા
જીવને અહીં લોકમાં ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ સિદ્ધ નથી થતા? અર્થાત્ તેને બધા ઇષ્ટ
પદાર્થ સિદ્ધ થાય છે. ૯.
આ રીતે યતિભાવનાષ્ટક સમાપ્ત થયું. ૫