Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 28-55 (3. Anitya Panchashat),1 (4. Aekatvasaptati),2 (4. Aekatvasaptati),3 (4. Aekatvasaptati),4 (4. Aekatvasaptati),5 (4. Aekatvasaptati),6 (4. Aekatvasaptati),7 (4. Aekatvasaptati),8 (4. Aekatvasaptati),9 (4. Aekatvasaptati),10 (4. Aekatvasaptati),11 (4. Aekatvasaptati),12 (4. Aekatvasaptati),13 (4. Aekatvasaptati),14 (4. Aekatvasaptati),15 (4. Aekatvasaptati),16 (4. Aekatvasaptati),17 (4. Aekatvasaptati),18 (4. Aekatvasaptati),19 (4. Aekatvasaptati),20 (4. Aekatvasaptati); 4. Aekatvasaptati.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 21

 

Page 135 of 378
PDF/HTML Page 161 of 404
single page version

background image
અનુવાદ : પ્રિયજનનું મૃત્યુ થતાં જે શોક કરવામાં આવે છે તે તીવ્ર
અશાતાવેદનીય કર્મ ઉત્પન્ન કરે છે જે આગળ (ભવિષ્યમાં) પણ વિસ્તાર પામીને
પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું
વડનું બીજ પણ સેંકડો શાખાઓ સંયુક્ત વડવૃક્ષ રૂપે વિસ્તાર પામે છે તેથી જ આવો
અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૨૭.
(आर्या)
आयुःक्षतिः प्रतिक्षणमेतन्मुखमन्तकस्य तत्र गताः
सर्वे जनाः किमेकः शोचयत्यन्यं मृतं मूढः ।।२८।।
અનુવાદ : પ્રત્યેક ક્ષણે જે આયુષ્યની હાનિ થઈ રહી છે એ યમરાજનું મુખ
છે. તેમાં (યમરાજના મુખમાં) બધા જ પ્રાણી પહોંચે છે. અર્થાત્ બધા પ્રાણીઓનું
મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે?
અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે તો એક બીજા મરતાં
શોક કરવો ઉચિત નથી. ૨૮.
(अनुष्टुभ्)
यो नात्र गोचरं मृत्योर्गतो याति न यास्यति
स हि शोकं मृते कुर्वन् शोभते नेतरः पुमान् ।।२९।।
અનુવાદ : જે મનુષ્ય અહીં મૃત્યુના વિષયને ન તો ભૂતકાળમાં પ્રાપ્ત થયો
હોય, ન વર્તમાનમાં પ્રાપ્ત થતો હોય અને ન ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોય; અર્થાત્
જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે
તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય
છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય
એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એકે
બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિત નથી. ૨૯.
(मालिनी)
प्रथममुदयमुच्चैर्दूरमारोहलक्ष्मी-
मनुभवति च पातं सोऽपि देवो दिनेशः

Page 136 of 378
PDF/HTML Page 162 of 404
single page version

background image
यदि किल दिनमध्ये तत्र केषां नराणां
वसति हृदि विषादः सत्स्ववस्थान्तरेषु
।।३०।।
અનુવાદ : જે સૂર્યદેવ એક જ દિવસમાં પ્રાતઃકાળે ઉદયનો અનુભવ કરે છે
અને ત્યાર પછી મધ્યાહ્નમાં ખૂબ ઊંચે ચઢીને લક્ષ્મીનો અનુભવ કરે છે તે પણ જ્યારે
સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે ત્યારે જન્મમરણાદિ
સ્વરૂપ ભિન્ન-ભિન્ન
અવસ્થાઓ થતાં ક્યા મનુષ્યના હૃદયમાં વિષાદ રહે છે? અર્થાત્ એવી દશામાં કોઈએ
પણ વિષાદ ન કરવો જોઈએ. ૩૦.
(वसंततिलका)
आकाश एव शशिसूर्यमरुत्खगाद्याः
भूपृष्ठ एव शकटप्रमुखाश्चरन्ति
मीनादयश्च जल एव यमस्तु याति
सर्वत्र कुत्र भविनां भवति प्रयत्नः
।।३१।।
અનુવાદ : ચંદ્ર, સૂર્ય, વાયુ અને પક્ષી આદિ આકાશમાં જ ગમન કરે છે;
ગાડી આદિનું આવાગમન પૃથ્વી ઉપર જ થાય છે તથા મત્સ્યાદિ જળમાં જ સંચાર
કરે છે. પરંતુ યમ(મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી
સંસારી પ્રાણીઓનો પ્રયત્ન ક્યાં થઈ શકે? અર્થાત્ કાળ જો બધા સંસારી પ્રાણીઓનો
કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો
પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૩૧.
(शार्दूलविक्रीडित)
किं देवः किमु देवता किमगदो विद्यास्ति किं किं मणिः
किं मन्त्रं किमुताश्रयः किमु सुहृत् किं वा स गन्धो ऽस्ति सः
अन्ये वा किमु भूपतिप्रभृतयः सन्त्यत्र लोकत्रये
यैः सर्वैरपि देहिनः स्वसमये कर्मोदितं वार्यते
।।३२।।
અનુવાદ : અહીં ત્રણે લોકમાં શું દેવ, શું દેવી, શું ઔષધિ, શું વિદ્યા, શું
મણિ, શું મન્ત્ર, શું આશ્રય, શું મિત્ર, શું તે સુગંધ અથવા શું અન્ય રાજા આદિ
પણ એવા શક્તિશાળી છે જે બધાય પોતાના ઉદય પામેલા કર્મને રોકી શકે? અર્થાત્

Page 137 of 378
PDF/HTML Page 163 of 404
single page version

background image
ઉદયમાં આવેલા કર્મનું નિવારણ કરવા માટે ઉપર્યુક્ત દેવાદિમાંથી કોઈ પણ સમર્થ
નથી. ૩૨.
(शार्दूलविक्रीडित)
गीर्वाणा अणिमादिस्वस्थमनसः शक्ताः किमत्रोच्यते
ध्वस्तास्ते ऽपि परम्परेण स परस्तेभ्यः कियान् राक्षसः
रामाख्येन च मानुषेण निहतः प्रोल्लङ्घ्य सो ऽप्यम्बुधिं
रामो ऽप्यन्तकगोचरः समभवत् को ऽन्यो बलीयान् विधेः
।।३३।।
અનુવાદ : અહીં અધિક શું કહેવું? અણિમા-મહિમા આદિ ૠદ્ધિઓથી સ્વસ્થ
મનવાળા જે શક્તિશાળી ઇન્દ્રાદિ દેવ હતા તે પણ કેવળ એક શત્રુ દ્વારા નાશ પામ્યા
છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઇન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો.
વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો.
અંતે તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા.
બરાબર છે
દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાત્ કોઈ પણ નથી. ૩૩.
(शार्दूलविक्रीडित)
सर्वत्रोद्गतशोकदावदहनव्याप्तं जगत्काननं
मुग्धास्तत्र वधूमृगीगतधियस्तिष्ठन्ति लोकैणकाः
कालव्याध इमान् निहन्ति पुरतः प्राप्तान् सदा निर्दयः
तस्माज्जीवति नो शिशुर्न च युवा वृद्धोऽपि नो कश्चन
।।३४।।
અનુવાદ : આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ
(જંગલની અગ્નિ)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં
આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વ્યાધ (શિકારી) સામે આવેલ
આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે. તેનાથી ન કોઈ બાળક બચે
છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૩૪.
(वसंततिलका)
संपच्चारुलतः प्रियापरिलसद्वल्लीभिरालिङ्गितः
पुत्रादिप्रियपल्लवो रतिसुखप्रायैः फलैराश्रितः

Page 138 of 378
PDF/HTML Page 164 of 404
single page version

background image
जातः संसृतिकानने जनतरुः कालोग्रदावानल
व्याप्तश्चेन्न भवेत्तदा बत बुधैरन्यत्किमालोक्यते ।।३५।।
અનુવાદ : સંસારરૂપી વનમાં ઉત્પન્ન થયેલ જે મનુષ્યરૂપી વૃક્ષ
સંપત્તિરૂપી સુંદર લત્તા સહિત સ્ત્રીરૂપી શોભાયમાન વેલોથી વીંટાળાયેલ પુત્ર-
પૌત્રાદિરૂપી મનોહર પર્ણોથી રમણીય તથા વિષયભોગજનિત સુખ જેવા ફળોથી
પરિપૂર્ણ હોય છે; તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનળથી વ્યાપ્ત ન હોત તો વિદ્વાનો
બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય
જ છે. આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત્ત થતા નથી એ ખેદની
વાત છે. ૩૫.
(शिखरिणी)
वाञ्छन्त्येव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते
नूनं मृत्युमुपाश्रयन्ति मनुजास्तत्राप्यतो बिभ्यति
इत्थं कामभयप्रसक्त हृदया मोहान्मुधैव ध्रुवं
दुःखोर्मिप्रचुरे पतन्ति कुधियः संसारघोरार्णवे
।।३६।।
અનુવાદ : સંસારમાં મનુષ્ય સુખની ઇચ્છા કરે જ છે, પરંતુ તે તેમને ફક્ત
કર્મ દ્વારા અપાયેલ પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય નિશ્ચયથી મૃત્યુ તો પામે છે પરંતુ તેનાથી
ડરે છે. આ રીતે તે દુર્બુદ્ધિ મનુષ્યો હૃદયમાં ઇચ્છા (સુખની અભિલાષા) અને ભય
(મૃત્યુનો ભય) ધારણ કરતાં થકાં અજ્ઞાનથી અનેક દુઃખોરૂપી લહેરોવાળા સંસારરૂપી
ભયાનક સમુદ્રમાં નકામા જ પડે છે. ૩૬.
(मालिनी)
स्वसुखपयसि दीव्यन्मृत्युकैवर्तहस्त-
प्रसृतधनजरोरुप्राल्लसज्जालमध्ये
निकटमपि न पश्यत्यापदां चक्रमुग्रं
भवसरसि वराको लोकमीनौघ एषः
।।३७।।
અનુવાદ : આ બિચારો મનુષ્યોરૂપી માછલીઓના સમૂહ સંસારરૂપી
સરોવરમાં પોતાના સુખરૂપ જળમાં ક્રીડા કરતો થકો મૃત્યુરૂપી માછીમારના હાથે

Page 139 of 378
PDF/HTML Page 165 of 404
single page version

background image
ફેલાવવામાં આવેલ વૃદ્ધત્વરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર
આપત્તિઓના સમૂહને પણ દેખતો નથી.
વિશેષાર્થ : જેવી રીતે માછલીઓ સરોવરમાં પાણીમાં ક્રીડા કરતી થકી તેમાં
એટલી આસક્ત થઈ જાય છે કે તેમને માછીમાર દ્વારા પોતાને પકડવા માટે ફેલાવવામાં
આવેલી જાળનું પણ ધ્યાન રહેતું નથી તેથી તેમને તેમાં ફસાઈને મરણનું કષ્ટ સહન કરવું
પડે છે. બરાબર એવી જ રીતે બિચારા આ પ્રાણીઓ પણ સંસારમાં શાતાવેદનીયજનિત અલ્પ
સુખમાં એટલા અધિક મગ્ન થઈ જાય છે કે તેને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર વૃદ્ધત્વની પ્રાપ્તિ
થઈ જવા છતાં પણ તેનું ભાન નથી રહેતું અને તેથી અંતે તે કાળનો કોળિયો બનીને અસહ્ય
દુઃખ સહે છે. ૩૭.
(शार्दूलविक्रीडित)
शूण्वन्नन्तकगोचरं गतवतः पश्यन्बहून् गच्छतो
मोहादेव जनस्तथापि मनुते स्थैर्यं परं ह्यात्मनः
संप्राप्ते ऽपि च वार्धके स्पृहयति प्रायो न धर्माय यत्
तद्वध्नात्यधिकाधिकं स्वमसकृत्पुत्रादिभिर्बन्धनैः
।।३८।।
અનુવાદ : મનુષ્ય મરણ પામેલા જીવોના વિષયમાં સાંભળે છે તથા
વર્તમાનમાં તે મરણ પામનાર ઘણા જીવોને સ્વયં દેખે પણ છે; તો પણ તે કેવળ
મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ
તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ
બંધનોથી અત્યન્તપણે બાંધે છે. ૩૮.
(शार्दूलविक्रीडित)
दुश्चेष्टाकृतकर्मशिल्पिरचितं दुःसन्धि दुर्बन्धनं
सापायस्थिति दोषधातुमलवत्सर्वत्र यन्नश्वरम्
आधिव्याधिजरामृतिप्रभृतयो यच्चात्र चित्रं न तत्
तच्चित्रं स्थिरता बुधैरपि वपुष्यत्रापि यन्मृग्यते
।।३९।।
અનુવાદ : જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા
રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ

Page 140 of 378
PDF/HTML Page 166 of 404
single page version

background image
સહિત છે અર્થાત્ જે વિનશ્વર છે; જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી
પરિપૂર્ણ છે; અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા),
રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી.
પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન્ મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા
શોધે છે. ૩૯.
(शार्दूलविक्रीडित)
लब्धा श्रीरिह वाञ्छिता वसुमती भुक्ता समुद्रावधिः
प्राप्तास्ते विषया मनोहरतराः स्वर्गे ऽपि ये दुर्लभाः
पश्चाच्चेन्मृतिरागमिष्यति ततस्तत्सर्वमेतद्विषा-
श्लिष्टं भोज्यमिवातिरम्यमपि धिग्मुक्ति : परं मृग्यताम्
।।४०।।
અનુવાદ : હે આત્મા! તેં ઇચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર
પર્યંત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે
તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ
મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા
છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૪૦.
(शार्दूलविक्रीडित)
युद्धे तावदलं रथेभतुरगा वाराश्च द्रप्ता भृशं
मन्त्रः शौर्यमसिश्च तावदतुलाः कार्यस्य संसाधकाः
राज्ञो ऽपि क्षुधितोऽपि निर्दयमना यावज्जिघत्सुर्यमः
क्रुद्धो धावति नैव सन्मुखमितो यत्नो विधेयो बुधैः
।।४१।।
અનુવાદ : યુદ્ધમાં રાજાના રથ, હાથી, ઘોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય
અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી દુષ્ટ, ભૂખ્યો યમરાજ (મૃત્યુ) ક્રોધિત થઈને
મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી
વિદ્વાન્ પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે જ
પ્રયત્ન કરવો જોઈએ. ૪૧.

Page 141 of 378
PDF/HTML Page 167 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
राजापि क्षणमात्रतो विविधवशाद्रङ्कायते निश्चितं
सर्वव्याधिविवर्जितो ऽपि तरुणो ऽप्याशु क्षयं गच्छति
अन्यैः किं किल सारतामुगपते श्रीजीविते द्वे तयोः
संसारे स्थितिरी
द्रशीति विदुषा क्वान्यत्र कार्यो मदः ।।४२।।
અનુવાદ : ભાગ્યવશે રાજા ય ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઈ જાય છે
તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય
પદાર્થોના વિષયમાં તો શું કહેવું? પણ જે લક્ષ્મી અને જીવન બન્ને ય સંસારમાં શ્રેષ્ઠ
ગણવામાં આવે છે તેમની પણ જો આવી (ઉપર્યુક્ત) સ્થિતિ છે તો વિદ્વાન્ મનુષ્યે
બીજા કોના વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત્ અભિમાન કરવા યોગ્ય કોઈ
પદાર્થ અહીં સ્થાયી નથી. ૪૨.
(शार्दूलविक्रीडित)
हन्ति व्योम स मुष्टिनाथ सरितं शुष्कां तरत्याकुलः
तृष्णार्तो ऽथ मरीचिकाः पिबति च प्रायः प्रमत्तो भवन्
प्रोत्तुङ्गाचलचूलिकागतमरुत्प्रेङ्खत्प्रदीपोपमैः
यः सम्पत्सुतकामिनीप्रभृतिभिः कुर्यान्मदं मानवः
।।४३।।
અનુવાદ : સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો ઊંચા પર્વતના શિખર પર
સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે. છતાં પણ
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો
નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી (જળ રહિત) નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
વિષેષાર્થ : જેમ મુઠ્ઠીથી આકાશને પ્રહાર કરવો, જળરહિત નદીમાં તરવું અને તરસથી
પીડાઈને રેતીનું પાન કરવું; આ બધા કાર્ય અસંભવ હોવાથી મનુષ્યના અજ્ઞાનના દ્યોતક છે તેવી
જ રીતે જે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો દેખતા દેખતા જ નષ્ટ થનારા છે તેમના વિષયમાં
અભિમાન કરવું એ પણ મનુષ્યનું અજ્ઞાન પ્રગટ કરે છે. કારણ કે જો ઉક્ત પદાર્થો ચિરસ્થાયી
હોત તો તેમના વિષયમાં અભિમાન કરવું ઉચિત કહી શકાતું હતું, પણ તેમ તો છે નહિ. ૪૩.

Page 142 of 378
PDF/HTML Page 168 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
लक्ष्मी व्याधमृगीमतीव चपलामाश्रित्य भूपा मृगाः
पुत्रादीनपरान् मृगानतिरुषा निघ्नन्ति सेर्ष्यं किल
सज्जीभूतघनापदुन्नतधनुःसंलग्रसंहृच्छरं
नो पश्यन्ति समीपमागतमपि क्रुद्धं यमं लुब्धकम्
।।४४।।
અનુવાદ : રાજા રૂપી મૃગ અત્યંત ચંચળ એવી લક્ષ્મી રૂપી શિકારીની
હરણીનો આશ્રય લઈને ઇર્ષ્યાયુક્ત થતો થકો અતિશય ક્રોધથી પુત્રાદિ રૂપી બીજા
મૃગોનો ઘાત કરે છે. તેઓ તે યમરૂપી શિકારીએ ઘણી આપત્તિઓ રૂપી ધનુષ્યને
સુસજ્જ કરીને તેની ઉપર સંહાર કરનાર બાણ રાખી મૂક્યું છે તથા જે પોતાની સમીપે
આવી ગયો છે એવા તે ક્રોધે ભરાયેલા યમરૂપી શિકારીને પણ દેખતા નથી.
વિશેષાર્થ : જેવી રીતે હરણ શિકારી દ્વારા પકડવામાં આવેલી (મરણોન્મુખ)
હરણીના નિમિત્તે ઇર્ષ્યા યુક્ત થઈને બીજા હરણોનો તો ઘાત કરે છે પરંતુ તેઓ તે શિકારી
તરફ જોતા નથી કે જે તેમનો વધ કરવા માટે ધનુષ્ય-બાણથી સુસજ્જ થઈને સમીપમાં આવી
પહોચ્યો છે. બરાબર એવી જ રીતે રાજાઓ ચંચળ રાજ્યલક્ષ્મીના નિમિત્તે ક્રુદ્ધ બનીને
બીજાઓની તો શું વાત પણ પુત્રાદિનો પણ ઘાત કરે છે, પરંતુ તેઓ તે યમરાજ (મૃત્યુ)
ને જોતા નથી કે જે અનેક આપત્તિઓમાં નાખીને તેમને ગ્રહણ કરવા માટે સમીપમાં આવી
ગયો છે. તાત્પર્ય એ છે કે જે ધન
સંપત્તિ થોડો જ સમય રહીને નિયમથી નષ્ટ થઈ જવાની
છે તેના નિમિત્તે મનુષ્યોએ બીજા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડવું જોઈએ. પણ પોતાની જાતને
ય નશ્વર સમજીને કલ્યાણના માર્ગમાં લાગી જવું જોઈએ. ૪૪.
(शार्दूलविक्रीडित)
मृत्योर्गोचरमागते निजजने मोहेन यः शोककृत्
नो गन्धोऽपि गुणस्य तस्य बहवो दोषाः पुनर्निश्चितम्
दुःखं वर्धत एव नश्यति चतुर्वर्गो मतेर्विभ्रमः
पापं रुक् च मृतिश्च दुर्गतिरथ स्याद्दीर्घसंसारिता
।।४५।।
અનુવાદ : પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અજ્ઞાન વશે શોક
કરે છે તેની પાસે ગુણની ગંધ (લેશમાત્ર) પણ નથી, પરંતુ દોષ તેની પાસે ઘણા
છે; એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે; ધર્મ, અર્થ, કામ અને

Page 143 of 378
PDF/HTML Page 169 of 404
single page version

background image
મોક્ષરૂપ ચારે પુરુષાર્થ નષ્ટ થાય છે, બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ
(અશાતાવેદનીય) કર્મનો બંધ પણ થાય છે. રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ
પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર પરિભ્રમણ લાંબુ થઈ
જાય છે. ૪૫.
(आर्या)
आपन्मयसंसारे क्रियते विदुषा किमापदि विषादः
कस्त्रस्यति लङ्घनतः प्रविधाय चतुष्पथे सदनम् ।।४६।।
અનુવાદ : આ આપત્તિ સ્વરૂપ સંસારમાં કોઈ વિશેષ આપત્તિ પ્રાપ્ત
થતાં વિદ્વાન્ મનુષ્ય શું ખેદ કરે છે? અર્થાત્ નથી કરતો. બરાબર છેચોકમાં
(જ્યાં ચારે તરફ રસ્તા જાય છે) મકાન બનાવીને ક્યો મનુષ્ય ઓળંગી જવાના
ભયથી દુઃખી થશે? અર્થાત્ કોઈ નહિ થાય.
વિશેષાર્થ : જેવી રીતે ચોકમાં સ્થિત રહીને જો કોઈ મનુષ્ય ગાડી આદિ
દ્વારા કચરાઈ જવાની આશંકા કરે તો એ તેનું અજ્ઞાન જ કહેવાય છે. બરાબર
એ જ રીતે જ્યાં સંસારનું સ્વરૂપ જ આપત્તિમય છે ત્યાં ભલા એવા સંસારમાં
રહીને કોઈ આપત્તિ આવતાં ખેદખિન્ન થવું, એ પણ અતિશય અજ્ઞાનપણાનું જ
દ્યોતક છે. ૪૬.
(वसंततिलका)
वातूल एष किमु किं ग्रहसंगृहीतो
भ्रान्तोऽथ वा किमु जनः किमथ प्रमत्तः
जानाति पश्यति शृणोति च जीवितादि
विद्युच्चलं तदपि नो कुरुते स्वकार्यम्
।।४७।।
અનુવાદ : આ મનુષ્ય શું વાનો રોગી છે, શું ભૂત-પિશાચ આદિથી ગ્રહાયો
છે, શું ભ્રાન્તિ પામ્યો છે અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી
સમાન ચંચળ છે’ આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે; તો પણ પોતાનું
કાર્ય (આત્મહિત) કરતો નથી. ૪૭.

Page 144 of 378
PDF/HTML Page 170 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
दत्तं नौषधमस्य नैव कथितः कस्याप्ययं मन्त्रिणो
नो कुर्याच्छुचमेवमुन्नतमतिर्लोकान्तरस्थे निजे
यत्ना यान्ति यतो ऽङ्गिनः शिथिलतां सर्वे मृतेः संनिधौ
बन्धाश्चर्मविनिर्मिताः परिलसद्वर्षाम्बुसिक्ता इव
।।४८।।
અનુવાદ : કોઈ પ્રિય જન મરણ પામતાં વિવેકી મનુષ્ય ‘આને દવા આપવામાં
ન આવી અથવા આના વિષયમાં કોઈ મંત્ર જાણનારને ન કહેવામાં આવ્યું’ એ પ્રકારે
શોક કરતા નથી. કારણ કે મૃત્યુ પાસે આવતાં પ્રાણીઓના બધા પ્રયત્નો એવી રીતે
શિથિલ થઈ જાય છે જેમ ચામડાના બનાવેલા બંધન વરસાદના પાણીમાં ભીંજાઈને
શિથિલ થઈ જાય છે. અર્થાત્ મૃત્યુથી બચવા માટે કરવામાં આવતો પ્રયત્ન કદી
કોઈનો સફળ થતો નથી. ૪૮.
(शिखरिणी)
स्वकर्मव्याघ्रेण स्फु रितनिजकालादिमहसा
समाघ्रातः साक्षाच्छरणरहिते संसृतिवने
प्रिया मे पुत्रा मे द्रविणमपि मे मे गृहमिदं
वदन्नेवं मे मे पशुरिव जनो याति मरणम्
।।४९।।
અનુવાદ : જે સંસારરૂપી વન રક્ષકો રહિત છે તેમાં પોતાના ઉદયકાળ
આદિરૂપ પરાક્રમથી સંયુક્ત એવા કર્મરૂપી વાઘ દ્વારા ગ્રહાયેલ આ મનુષ્યરૂપી પશુ
‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે. આ દ્રવ્ય મારું છે, અને આ ઘર પણ મારું
છે.’ આમ ‘મારું મારું કહેતો મરણ પામી જાય છે.
વિશેષાર્થ : જેવી રીતે વનમાં ગંધ પામીને ચિત્તા દ્વારા પકડાયેલ બકરા વગેરે પશુનું
રક્ષણ કરનાર ત્યાં કોઈ નથીતે ‘મેં મેં’ શબ્દ કરતા થકા ત્યાં જ મરણ પામે છેતેવી જ રીતે
આ સંસારમાં કર્મને આધીન થયેલ પ્રાણીનું પણ મૃત્યુથી રક્ષણ કરનાર કોઈ નથી. છતાં પણ મોહને
વશીભૂત થઈને આ મનુષ્ય તે મૃત્યુ તરફ ધ્યાન ન દેતાં જે સ્ત્રી
પુત્રાદિ બાહ્ય પદાર્થ કદી પોતાના
થઈ શકતા નથી તેમનામાં મમત્વ બુદ્ધિ રાખીને ‘મારા મારા’ (આ મારી સ્ત્રી છે, આ પુત્ર મારા
છે આદિ) કરતો થકો નકામો સંક્લેશ પામે છે. ૪૯.

Page 145 of 378
PDF/HTML Page 171 of 404
single page version

background image
(वसन्ततिलका)
दिनानि खण्डानि गुरूणि मृत्युना
विहन्यमानस्य निजायुषो भृशम्
पतन्ति पश्यन्नपि नित्यमग्रतः स्थिर-
त्वमात्यन्यभिमन्यते जडः
।।५०।।
અનુવાદ : આ અજ્ઞાની પ્રાણી મૃત્યુ દ્વારા ખંડિત કરાતા પોતાના આયુષ્યના
દિવસો રૂપી દીર્ઘ ટૂકડાઓને સદા પોતાની સામે પડતા જોવા છતાં પણ પોતાને સ્થિર
માને છે. ૫૦.
(शार्दूलविक्रीडित)
कालेन प्रलयं व्रजन्ति नियतं ते ऽपीन्द्रचन्द्रादयः
का वार्तान्यजनस्य कीटस
द्रशो ऽशक्तेरदीर्घायुषः
तस्मान्मृत्युमुपागते प्रियतमे मोहं मुधा मा कथाः
कालः क्रीडति नात्र येन सहसा तत्किंचिदन्विष्यताम्
।।५१।।
અનુવાદ : જો તે ઇન્દ્ર અને ચંદ્ર આદિ પણ સમય પામીને નિશ્ચયથી મરણ
પામે છે તો ભલા કીડા જેવા નિર્બળ અને અલ્પ આયુવાળા અન્ય મનુષ્યોની તો
વાત જ શી? અર્થાત્ તે તો નિઃસંદેહ મરણ પામશે જ તેથી હે ભવ્ય જીવ! કોઈ
અત્યંત પ્રિય મનુષ્ય મરણ પામતાં વ્યર્થ મોહ ન કર. પરંતુ કોઈ એવો ઉપાય શોધ
કે જેથી તે કાળ (મૃત્યુ) સહસા અહીં ક્રીડા ન કરી શકે. ૫૧.
(शार्दूलविक्रीडित)
संयोगो यदि विप्रयोगविधिना चेज्जन्म तन्मृत्युना
सम्पच्चेद्विपदा सुखं यदि तदा दुःखेन भाव्यं ध्रुवम्
संसारेऽत्र मुहुर्मुहुर्बहुविधावस्थान्तरप्रोल्लसद्-
वेषान्यत्वनटीकृताङ्गिनि सतः शोको न हर्षः क्वचित्
।।५२।।
અનુવાદ : જ્યાં પ્રાણી વારંવાર અનેક પ્રકારની અવસ્થાઓરૂપ વેશોની
ભિન્નતાથી નટ સમાન આચરણ કરે છે એવા તે સંસારમાં જો ઇષ્ટનો સંયોગ

Page 146 of 378
PDF/HTML Page 172 of 404
single page version

background image
થાય છે તો વિયોગ પણ તેનો અવશ્ય થવો જોઈએ, જો જન્મ છે તો મૃત્યુ
પણ અવશ્ય હોવું જોઈએ, જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ,
તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે
ઇષ્ટસંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટવિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ.
વિશેષાર્થ : જેમ નટ (નાટકનું પાત્ર) આવશ્યકતા પ્રમાણે રાજા અને રંક આદિ
અનેક પ્રકારના વેશોનું ગ્રહણ કરે છે; પરંતુ તે સંયોગ અને વિયોગ, જન્મ અને મરણ,
સંપત્તિ અને વિપત્તિ તથા સુખ અને દુઃખ આદિમાં અંતઃકરણપૂર્વક હર્ષ અને વિષાદ પામતો
નથી. કારણ કે તે પોતાની યથાર્થ અવસ્થા અને ગ્રહણ કરેલા તે કૃત્રિમ વેશોમાં તફાવત
સમજે છે. તેવી જ રીતે વિવેકી મનુષ્ય પણ ઉપર્યુક્ત સંયોગ
વિયોગ અને નર-નારકાદિ
અવસ્થાઓમાં કદી હર્ષ અને વિષાદ પામતો નથી. કારણ કે તે સમજે છે કે સંસારનું સ્વરૂપ
જ જન્મ
મરણ છે. એમાં પૂર્વાેપાર્જિત કર્મ અનુસાર પ્રાણીઓને કદી ઇષ્ટનો સંયોગ અને કદી
તેનો વિયોગ પણ અવશ્ય થાય છે. સંપત્તિ અને વિપત્તિ કદી કોઈના નિયત નથી. જો મનુષ્ય
કોઈ વાર સંપત્તિશાળી થાય છે તો કોઈ વાર તે અશુભ કર્મના ઉદયથી વિપત્તિગ્રસ્ત પણ
જોવામાં આવે છે. તેથી તેમાં હર્ષ અને વિષાદ પામવો બુદ્ધિમત્તા નથી. ૫૨.
(शार्दूलविक्रीडित)
लोकाश्चेतसि चिन्तयन्त्यनुदिनं कल्याणमेवात्मनः
कुर्यात्सा भवितव्यतागतवती तत्तत्र यद्रोचते
मोहोल्लासवशादतिप्रसरतो हित्वा विकल्पान् बहून्
रागद्वेषविषोज्झितैरिति सदा सद्भिः सुखं स्थीयताम्
।।५३।।
અનુવાદ : મનુષ્ય મનમાં પ્રતિદિન પોતાના કલ્યાણનો જ વિચાર કરે છે,
પરંતુ આવેલી ભવિતવ્યતા (દૈવ) તે જ કરે છે કે જે તેને રુચે છે. તેથી સજ્જન પુરુષ
રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક
વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૫૩.
(वसंततिलका)
लोका गृहप्रियतमासुतजीवितादि
वाताहतध्वजपटाग्रचलं समस्तम्

Page 147 of 378
PDF/HTML Page 173 of 404
single page version

background image
व्यामोहमत्र परिहृत्य धनादिमित्रे
धर्मे मतिं कुरुत किं बहुभिर्वचोभिः
।।५४।।
અનુવાદ : હે ભવ્ય જનો! અધિક કહેવાથી શું લાભ? જે ગૃહ, સ્ત્રી,
પુત્ર અને જીવનાદિ સર્વ પવનથી પ્રતાડિત ધજાના વસ્ત્રના છેડા સમાન ચંચળ છે
તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં
બુદ્ધિ જોડો. ૫૪.
(वसंततिलका)
पुत्रादिशोकशिखिशान्तिकरी यतीन्द्र-
श्रीपद्मनन्दिवदनाम्बुधरप्रसूतिः
सद्बोधसस्यजननी जयतादनित्य-
पञ्चाशदुन्नतधियाममृतैक वृष्टिः
।।५५।।
इति अनित्यपञ्चाशत् ।।।।
અનુવાદ : શ્રી પદ્મનન્દિ મુનીન્દ્રના મુખરૂપી મેઘથી ઉત્પન્ન થયેલ જે
અનિત્યપંચાશત્ (પચાસ શ્લોકમય અનિત્યતાનું પ્રકરણ) રૂપ અદ્વિતીય અમૂતની વર્ષા
વિદ્વાનોને માટે પુત્રાદિના શોકરૂપી અગ્નિને શાન્ત કરીને સમ્યગ્જ્ઞાનરૂપ ધાન્ય ઉત્પન્ન
કરે છે તે જયવંત હો. ૫૫.
આ રીતે અનિત્યપંચાશત્ સમાપ્ત થયું. ૩.

Page 148 of 378
PDF/HTML Page 174 of 404
single page version

background image
૪. એકત્વસપ્તતિ
[४. एकत्वसप्तति ]
(अनुष्टुभ् )
चिदानन्दैकसद्भावं परमात्मानभव्ययम्
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम् ।।।।
અનુવાદ : જે પરમાત્મામાં ચેતનસ્વરૂપ અનુપમ આનંદનો સદ્ભાવ છે તથા
જે અવિનશ્વર અને શાન્ત છે તેમને હું (પદ્મનન્દીમુનિ) પોતાના સમસ્ત કર્મો શાન્ત
કરવા માટે સદા નમસ્કાર કરૂં છું. ૧.
(अनुष्टुभ् )
खादिपञ्चकनिर्मुक्तं कर्माष्टकविवर्जितम्
चिदात्मकं परं ज्योतिर्वन्दे देवेन्द्रपूजितम् ।।।।
અનુવાદ : જે આકાશાદિ પાંચ (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી)
દ્રવ્યોથી અર્થાત્ શરીરથી તથા જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી પણ રહિત થયેલ છે અને
દેવોના ઇન્દ્રોથી પૂજ્ય છે એવી તે ચૈતન્યસ્વરૂપ ઉત્કૃષ્ટ જ્યોતિને હું નમસ્કાર કરું
છું. ૨.
(अनुष्टुभ् )
यदव्यक्त मबोधानां व्यक्तं सद्वोधचक्षुषाम्
सारं यत्सर्ववस्तूनां नमस्तस्मै चिदात्मने ।।।।
અનુવાદ : જે ચેતન આત્મા અજ્ઞાની પ્રાણીઓને અસ્પષ્ટ તથા સમ્યગ્જ્ઞાનીઓને

Page 149 of 378
PDF/HTML Page 175 of 404
single page version

background image
સ્પષ્ટ છે અને સમસ્ત વસ્તુઓમાં શ્રેષ્ઠ છે તે ચેતન આત્માને નમસ્કાર હો. ૩.
(अनुष्टुभ् )
चित्तत्वं तत्प्रतिप्राणिदेह एव व्यवस्थितम्
तमश्छन्ना न जानन्ति भ्रमन्ति च बहिर्बहिः ।।।।
અનુવાદ : તે ચૈતન્ય તત્ત્વ પ્રત્યેક પ્રાણીના શરીરમાં જ સ્થિત છે. પરંતુ
અજ્ઞાનરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ તેને જાણતા નથી, તેથી તેઓ બહારને બહાર
ઘૂમે છે અર્થાત્ વિષયભોગજનિત સુખને જ વાસ્તવિક સુખ માનીને તેને પ્રાપ્ત
કરવા માટે જ પ્રયત્નશીલ રહે છે. ૪.
(अनुष्टुभ् )
भ्रमन्तो ऽपि सदा शास्त्रजाले महति केचन
न विदन्ति परं तत्त्वं दारुणीव हुताशनम् ।।।।
અનુવાદ : કેટલાય મનુષ્યો સદા મહાન્ શાસ્ત્રસમૂહમાં પરિભ્રમણ કરતા
હોવા છતાં પણ, અર્થાત્ અનેક શાસ્ત્રોનું પરિશીલન કરતા હોવા છતાં તે ઉત્કૃષ્ટ
આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અગ્નિ સમાન જાણતા નથી. ૫.
(अनुष्टुभ् )
केचित्केनापि कारुण्यात्कथ्यमानमपि स्फु टम्
न मन्यन्ते न शृण्वन्ति महामोहमलीमसाः ।।।।
અનુવાદ : જો કોઈ દયાથી પ્રેરાઈને તે ઉત્કૃષ્ટ તત્ત્વનું સ્પષ્ટપણે કથન કરે
છે તો પણ કેટલાય પ્રાણીઓ મહામોહથી મલિન થઈને તેને માનતા ય નથી અને
સાંભળતા ય નથી. ૬.
(अनुष्टुभ् )
भूरिधर्मात्मकं तत्त्वं दुःश्रुतेर्मन्दबुद्धयः
जात्यन्धहस्तिरूपेण ज्ञात्वा नश्यन्ति केचन ।।।।
અનુવાદ : જેમ જન્માંધ મનુષ્ય હાથીનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરી શકતો

Page 150 of 378
PDF/HTML Page 176 of 404
single page version

background image
નથી, પરંતુ તેના કોઈ એક જ અંગને પકડીને તેને જ હાથી માની લે છે બરાબર
એવી જ રીતે કેટલાય મંદબુદ્ધિ મનુષ્યો એકાંતવાદીઓ દ્વારા પ્રકાશિત ખોટા શાસ્ત્રોના
અભ્યાસથી પદાર્થને સર્વથા એકરૂપ જ માનીને તેના અનેક ધર્માત્મક (અનેકાન્તાત્મક)
સ્વરૂપને જાણતા નથી અને તેથી તે વિનાશ પામે છે.
વિશેષાર્થ : જેવી રીતે એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ, ફુવાપણું, મામાપણું વગેરે અનેક
ધર્મ ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહે છે તથા અપેક્ષાકૃત હોવાથી તેમનામાં પરસ્પર કોઈ પ્રકારનો વિરોધ
પણ આવતો નથી. એવી જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહે છે. પરંતુ કેટલાય એકાન્તવાદી તેમની
અપેક્ષાકૃત સત્યતા ન સમજતાં તેમનામાં પરસ્પર વિરોધ બતાવે છે. તેમનું કહેવું એમ છે કે જેવી
રીતે કોઈ એક જ પદાર્થમાં એક સાથે શીતપણું અને ઉષ્ણપણું આ બન્ને ધર્મ રહી શકતા નથી તેવી
જ રીતે એક જ પદાર્થમાં નિત્યપણું
- અનિત્યપણું, - અપૃથકત્વ તથા એકત્વ - અનેકત્વ આદિ
પરસ્પર વિરોધી ધર્મ પણ એક સાથે રહી શકતા નથી. પરંતુ જો આના ઉપર ગંભીર દ્રષ્ટિથી વિચાર
કરવામાં આવે તો ઉક્ત ધર્મો રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ પ્રતિભાસતો નથી. જેમ
કોઈ એક જ
પુરુષમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતાપણું અને પિતાની અપેક્ષાએ પુત્રપણું આ બન્ને વિરોધી ધર્મ
રહેવામાં, એક જ વસ્તુમાં શીતપણું અને ઉષ્ણપણું રહેવામાં જે વિરોધ બતાવવામાં આવે છે તેમાં
પ્રત્યક્ષરૂપે બાધા આવે છે કેમકે ચિપિયા આદિમાં એક સાથે તે બન્ને (આગલા ભાગની અપેક્ષાએ
ઉષ્ણપણું અને પાછલા ભાગની અપેક્ષાએ શીતપણું) ધર્મ પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. એ જ રીતે
ઘટ
પટાદિ બધા પદાર્થોમાં દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આદિ
પરસ્પર વિરોધી દેખાતા ધર્મ પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે તે
કાંઈ નિરન્વય નાશ થતો નથી. પરંતુ જે પુદ્ગલ દ્રવ્ય ઘટ પર્યાયમાં હતું તેનું પુદ્ગલપણું તે નષ્ટ થઈ
જતાં ઉત્પન્ન થયેલ ઠીકરાઓમાં પણ ટકી કહે છે. તેથી પર્યાયની અપેક્ષાએ જ તેનો નાશ કહેવાશે
નહિ કે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પણ. એવી જ રીતે અન્ય ધર્મોના સંબંધમાં પણ સમજવું જોઈએ.
આ રીતે જે જડબુદ્ધિ પદાર્થમાં અનેક ધર્મો પ્રતીતિસિદ્ધ હોવા છતાં પણ તેમનામાંથી કોઈ એક જ
ધર્મનો દુરાગ્રહ વશ થઈને સ્વીકાર કરે છે તેઓ પોતે જ પોતાનું અહિત કરે છે. ૭.
(अनुष्टुभ् )
केचित् किंचित्परिज्ञाय कुतश्चिद्गर्विताशयाः
जगन्मन्दं प्रपश्यन्तो नाश्रयन्ति मनीषिणः ।।।।
અનુવાદ : કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિમિત્તે કાંઈક થોડું એક જ્ઞાન
મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમજીને
અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી. ૮.

Page 151 of 378
PDF/HTML Page 177 of 404
single page version

background image
(अनुष्टुभ् )
जन्तुमुद्धरते धर्मः पतन्तं दुःखसंकटे
अन्यथा स कृतो भ्रान्त्या लोकैर्ग्राह्यः परीक्षितः ।।।।
અનુવાદ : દુઃખરૂપ સંકુચિત માર્ગમાં (ખાડામાં) પડતા પ્રાણીનું રક્ષણ ધર્મ
જ કરે છે. પરંતુ બીજાઓએ એનું સ્વરૂપ ભ્રાન્તિવશ થઈને વિપરીત કરી દીધું છે.
તેથી મનુષ્યોએ તેનું (ધર્મનું) પરીક્ષાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. ૯.
(अनुष्टुभ् )
सर्वविद्वीतरागोक्तो धर्मः सूनृततां व्रजेत्
प्रामाण्यतो यतः पुंसो वाचः प्रामाण्यमिष्यते ।।१०।।
અનુવાદ : જે ધર્મ સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવામાં આવ્યો હોય તે જ
યથાર્થપણાને પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે પુરુષની પ્રમાણતાથી જ વચનમાં પ્રમાણતા
માનવામાં આવે છે.
વિશેષાર્થ : વચનમાં અસત્યપણું કાં તો અલ્પજ્ઞતાને કારણે હોય છે અથવા તો પછી
હૃદય રાગ-દ્વેષથી દૂષિત હોવાના કારણે. તેથી જે પુરુષ અલ્પજ્ઞ અને રાગ-દ્વેષ સહિત છે તેનો કહેલો
ધર્મ પ્રમાણ હોઈ શકે નહિ. પરંતુ જે પુરુષ સર્વજ્ઞ હોવાની સાથોસાથ રાગ-દ્વેષથી રહિત પણ થઈ
ગયા છે તેમનો જ કહેલો ધર્મ પ્રમાણ માની શકાય છે. ૧૦.
(अनुष्टुभ् )
बहिर्विषयसंबंधः सर्वः सर्वस्य सर्वदा
अतस्तद्भिन्नचैतन्यबोधयोगौ तु दुर्लभौ ।।११।।
અનુવાદ : બધા બાહ્ય વિષયોનો સંબંધ બધા પ્રાણીઓને અને તે પણ સદા કાળ
રહે છે. પરંતુ તેનાથી ભિન્ન ચૈતન્ય અને સમ્યગ્જ્ઞાનનો સંબંધ એ બન્ને દુર્લભ છે. ૧૧.
(अनुष्टुभ् )
लब्धिपञ्चकसामग्रीविशेषात्पात्रतां गतः
भव्यः सम्यग्द्रगादीनां यः स मुक्ति पथे स्थितः ।।१२।।
અનુવાદઃજે ભવ્યજીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ
આ પંચ લબ્ધિઓ રૂપ વિશેષ સામગ્રીથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને

Page 152 of 378
PDF/HTML Page 178 of 404
single page version

background image
સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય ધારણ કરવાને યોગ્ય બની ગયો છે તે મોક્ષમાર્ગમાં સ્થિત
થઈ ગયો છે.
વિશેષાર્થઃપ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જે પાંચ લબ્ધિઓ દ્વારા થાય છે તેમનું
સ્વરૂપ આ રીતે છે.
૧. ક્ષયોપશમ લબ્ધિઃજ્યારે પૂર્વસંચિત કર્મોના અનુભાગ સ્પર્ધકો વિશુદ્ધિ દ્વારા
પ્રત્યેક સમયે ઉત્તરોત્તર અનંતગુણા હીન થતા થકા ઉદ્દીરણાને પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષયોપશમ
લબ્ધિ થાય છે.
૨. વિશુદ્ધિલબ્ધિઃપ્રતિસમય અનંતગુણી હીનતાના ક્રમથી ઉદ્દીરણાને પ્રાપ્ત
કરાવવામાં આવેલા અનુભાગ સ્પર્ધકોથી ઉત્પન્ન થયેલ જે જીવના પરિણામ શાતા વેદનીય આદિ
પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ તથા અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓના અબંધનું કારણ
થાય છે તેને વિશુદ્ધિ કહે છે. આ વિશુદ્ધિની પ્રાપ્તિનું નામ વિશુદ્ધિલબ્ધિ છે.
૩. દેશનાલબ્ધિઃજીવાદિ છ દ્રવ્ય તથા નવ પદાર્થોના ઉપદેશને દેશના કહેવામાં
આવે છે. તે દેશનામાં લીન થયેલ આચાર્ય આદિની પ્રાપ્તિને તથા તેમના દ્વારા ઉપદિષ્ટ પદાર્થના
ગ્રહણ, ધારણ અને વિચાર કરવાની શક્તિની પ્રાપ્તિને પણ દેશનાલબ્ધિ કહે છે.
૪. પ્રાયોગ્યલબ્ધિઃબધા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ઘાત કરીને તેને અંતઃકોડાકોડી
માત્ર સ્થિતિમાં સ્થાપિત કરવાને તથા ઉકત સર્વ કર્મોના ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને તેને
દ્વિસ્થાનીય (ઘાતિયા કર્મોને લતા અને લાકડારૂપ તથા અન્ય પાપ પ્રકૃતિઓને લીંબડા અને
કાંજી રૂપ) અનુભાગમાં સ્થાપિત કરવાને પ્રાયોગ્યલબ્ધિ કહેવામાં આવે છે.
૫. કરણલબ્ધિઃઅધઃપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ
પ્રકારના પરિણામોની પ્રાપ્તિને કરણલબ્ધિ કહે છે. જે પરિણામોમાં ઉપરિતનસમયવર્તી પરિણામ
અધસ્તનસમયવર્તી પરિણામોના સમાન હોય છે તેમને અધઃપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે.
(વિશેષ જાણવા માટે જુઓ ષટ્ખંડાગમ પુ. ૬, પૃ. ૨૧૪ વગેરે). પ્રત્યેક સમયે ઉત્તરોત્તર
જે અપૂર્વ અપૂર્વ પરિણામ થાય છે તે અપૂર્વકરણ પરિણામ કહેવાય છે. આમાં ભિન્ન સમયવર્તી
જીવોના પરિણામ સર્વથી વિસદ્રશ અને એક સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ અને વિસદ્રશ
પણ હોય છે. જે પરિણામ એક સમયવર્તી જીવોના સર્વથા સદ્રશ તથા ભિન્ન સમયવર્તી જીવોના
સર્વથા વિસદ્રશ જ હોય છે તેમને અનિવૃત્તિકરણ પરિણામ કહેવામાં આવે છે. પ્રથમોપશમ
સમ્યક્ત્વની પ્રાપ્તિ આ ત્રણ પ્રકારના પરિણામોના અંતિમ સમયે થાય છે. ઉપર્યુક્ત પાંચ
લબ્ધિઓમાં પૂર્વની ચાર લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બન્નેનેય સમાનરૂપે થાય છે. પરંતુ પાંચમી
કરણલબ્ધિ સમ્યક્ત્વ સન્મુખ થયેલા ભવ્ય જીવને જ હોય છે. ૧૨.

Page 153 of 378
PDF/HTML Page 179 of 404
single page version

background image
(अनुष्टुभ् )
सम्यग्द्रग्बोधचारित्रत्रितयं मुक्ति कारणम्
मुक्तावेव सुखं तेन तत्र यत्नो विधीयताम् ।।१३।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે એકત્રિત રૂપે
મોક્ષનાં કારણ છે. અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. તેથી તે મોક્ષના વિષયમાં
પ્રયત્ન કરવો જોઈએ. ૧૩.
(अनुष्टुभ् )
दर्शनं निश्चयः पुंसि बोधस्तद्बोध इष्यते
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः ।।१४।।
અનુવાદ : આત્માના વિષયમાં જે નિશ્ચય થઈ જાય છે તેને સમ્યગ્દર્શન,
તે આત્માનું જે જ્ઞાન થાય છે તેને સમ્યગ્જ્ઞાન તથા તે જ આત્મામાં સ્થિર થવાને
સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેનો સંયોગ મોક્ષનું કારણ થાય છે. ૧૪.
(अनुष्टुभ् )
एकमेव हि चैतन्यं शुद्धनिश्चयतोऽथवा
को ऽवकाशो विकल्पानां तत्राखण्डैकवस्तुनि ।।१५।।
અનુવાદ : અથવા શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આ (સમ્યગ્દર્શનાદિ) ત્રણે એક
ચૈતન્યસ્વરૂપ જ છે. કારણ કે તે અખંડ એક વસ્તુ (આત્મા)માં ભેદોને સ્થાન જ ક્યાં છે?
વિશેષાર્થ : ઉપર જે સમ્યગ્દર્શન આદિનું પૃથક્ પૃથક્ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે
વ્યવહારનયની અપેક્ષાએ છે. શુદ્ધ નિશ્ચયનયથી તે ત્રણેમાં કોઈ ભેદ નથી કારણ કે તે ત્રણેય અખંડ
આત્માથી અભિન્ન છે. તેથી તેમનામાં ભેદની કલ્પના પણ થઈ શકતી નથી. ૧૫.
(अनुष्टुभ् )
प्रमाणनयनिक्षेपा अर्वाचीने पदे स्थिताः
केवले च पुनस्तस्मिंस्तदेकं प्रतिभासते ।।१६।।
અનુવાદ : પ્રમાણ, નય અને નિક્ષેપ એ અર્વાચીન પદમાં સ્થિત છે અર્થાત્
જ્યારે વ્યવહારનયની મુખ્યતાથી વસ્તુનું વિવેચન કરવામાં આવે છે ત્યારે જ તેમનો
ઉપયોગ થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિમાં કેવળ એક શુદ્ધ આત્મા જ

Page 154 of 378
PDF/HTML Page 180 of 404
single page version

background image
પ્રતિભાસિત થાય છે. ત્યાં તે ઉપર્યુક્ત સમ્યગ્દર્શનાદિ ત્રણે પણ અભેદરૂપમાં એક
જ પ્રતિભાસિત થાય છે. ૧૬.
(अनुष्टुभ् )
निश्चयैकद्रशा नित्यं तदेवैकं चिदात्मकम्
प्रपश्यामि गतभ्रान्तिर्व्यवहारद्रशा परम् ।।१७।।
અનુવાદ : હું નિશ્ચયનય રૂપ અનુપમ નેત્રથી સદા ભ્રાંતિથી રહિત થઈને
તે જ એક ચૈતન્યસ્વરૂપને દેખું છું. પરંતુ વ્યવહારનયરૂપ નેત્રથી ઉક્ત સમ્યગ્દર્શનાદિ
પૃથક્ પૃથક્ સ્વરૂપે દેખું છું. ૧૭.
(अनुष्टुभ् )
अजमेकं परं शान्तं सर्वोपाधिविवर्जितम्
आत्मानमात्मना ज्ञात्वा तिष्ठेदात्मनि यः स्थिरः ।।१८।।
(अनुष्टुभ् )
स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते
स एवार्हन् जगन्नाथः स एव प्रभुरीश्वरः ।।१९।।
અનુવાદ : જે મહાત્મા જન્મમરણ રહિત, એક, ઉત્કૃષ્ટ, શાન્ત અને સર્વ
પ્રકારના વિશેષણો રહિત આત્માને આત્મા દ્વારા જાણીને તે જ આત્મામાં સ્થિર રહે
છે, તે જ અમૃત અર્થાત્ મોક્ષના માર્ગે સ્થિત થાય છે, તે જ મોક્ષપદને પ્રાપ્ત કરે
છે તથા તે જ અર્હન્ત, ત્રણે લોકના સ્વામી, પ્રભુ અને ઇશ્વર કહેવાય છે. ૧૮-૧૯.
(अनुष्टुभ् )
केवलज्ञानद्रक्सौख्यस्वभावं तत्परं महः
तत्र ज्ञाते न किं ज्ञातं द्रष्टे द्रष्टं श्रुते श्रुतम् ।।२०।।
અનુવાદ : કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત સુખસ્વરૂપ જે તે ઉત્કૃષ્ટ તેજ
છે તેને જાણતાં બીજું શું ન જણાયું? તેને દેખી લેતાં બીજું શું ન દેખવામાં આવ્યું?
અને તેને સાંભળતાં બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી
લેતાં બધું જ જણાઈ ગયું છે, તેને દેખી લેતાં બધું જ દેખવામાં આવી ગયું છે