PDF/HTML Page 561 of 4199
single page version
કર્યો છે. તેથી અમે એમ જાણીએ છીએ કે તેનો નિષેધ કરીને ભગવાને સઘળાય પરાશ્રિત ભાવોનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે.
આવી વાત કાને પડી ન હોય તેથી કેટલાક લોકો કહે છે કે-તમે કાંઈ (વ્રત, તપ, આદિ) કરવાનું તો કહેતા નથી? પણ ભાઈ, નિજ શુદ્ધાત્માનું જ્ઞાન કરવું, તેનું શ્રદ્ધાન કરવું, અને તેમાં રમણતા કરવી એ શું કરવાનું નથી? જ્યાં જેવડી ચીજ પડી છે તેનું જ્ઞાન કરવું, જ્યાં જેવડી ચીજ છે તેની પ્રતીતિ કરવી અને જ્યાં ચીજ છે તેમાં જ રમવું એ જ કરવાનું છે. આ સિવાય વ્રત, તપ, આદિ વ્યવહારના વિકલ્પે તો જગતને મારી નાખ્યું છે.
પ્રશ્નઃ– શુભભાવ એ પ્રશસ્ત વિકલ્પ છે ને?
ઉત્તરઃ– ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકશાન કરનારો ભાવ છે, આત્માને ઘાયલ કરનારો ભાવ છે એમ પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૦૮માં કહ્યું છે કે-‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’ રુચિમાં લોકોને આત્મા બેસતો નથી પણ રાગ બેસે છે. પરંતુ ભાઈ, એ રાગના પરિણામ તો દુઃખમાં સમાવેશ પામે છે. એ રાગાદિ ભાવો આત્માના ચૈતન્યસ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી તેથી તે પુદ્ગલસ્વભાવો જ છે.
કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. જુઓ, કર્મના ઉદયના નિમિત્તે પરિણમે ત્યારે આત્મા રાગરૂપે, પુણ્ય-પાપના ભાવરૂપે પરિણમે છે. એ શુભાશુભ રાગના પરિણામ છે તે દુઃખરૂપ છે. દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે અને તે દુઃખરૂપ ભાવમાં અજ્ઞાનીને ચેતનાનો ભ્રમ ઉપજે છે; ખરેખર ચેતનાના પરિણામ છે નહિ.
ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે. દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે, પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. પરમાર્થે એટલે? પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. લોકો, પરનો કાંઈ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી. પરનો ઉપકાર કરવાનો જે શુભભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે. એ ભાવમાં તો ચૈતન્ય છે જ નહિ. ‘अलमलमतिजल्पै...’ એક કળશ ૨૪૪માં આવે છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદસ્વરૂપ વસ્તુ જે આત્મા છે તે એકને
PDF/HTML Page 562 of 4199
single page version
જ નિરંતર અનુભવો એમ કહ્યું છે. શુભરાગનો જે અનુભવ છે તે દુઃખરૂપ છે, તે પરમાર્થ નથી.
વ્યવહાર આવે ખરો, પણ તે પરમાર્થ નથી. ભગવાન આત્માને અનુભવવો તે પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધાત્માને સેવવો અને ઉત્કૃષ્ટ લક્ષ્મી-જ્ઞાન અને આનંદ પ્રગટ કરવાં તે પરમાર્થ છે. ઝીણી વાત છે, પણ સાદી ભાષામાં કહેવાય છે. કલકત્તેથી અમુક યુવાન છોકરા આવ્યા હતા. પણ અરે! આત્મા કયાં બાળક, વૃદ્ધ કે યુવાન છે? ભગવાન આત્માનો અનુભવ કરે તે ખરેખર યુવાન છે. આત્માનો અનુભવ ન કરે અને રાગને પોતાનો માને તે અજ્ઞાની વૃદ્ધ હોય, ૩૧ સાગરની આયુષ્યની સ્થિતિવાળો દેવ હોય તોપણ તે બાળક છે. રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનો અનુભવ કરે ત્યાં આત્મા પુષ્ટ થાય છે માટે તે યુવાન છે. બાળકપણામાં આત્માનું શોષણ (હીનતા) થતું હતું તેથી તેને બાળક કહ્યો. અને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટાવે તે ખરેખર વૃદ્ધ છે.
રાગાદિ ભાવોમાં ચેતનપણાનો ભ્રમ ઉપજે છે, પણ તે પરમાર્થે ચેતન નથી. સ્વભાવની દ્રષ્ટિએ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ કર્મ જન્ય છે. જડ કર્મનો સંબંધ આત્માને અસદ્ભૂત વ્યવહારનયથી છે, રાગનો સંબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે અને મતિજ્ઞાન આદિનો પણ ત્રિકાળી આત્મા સાથે અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ છે. ચાર ગતિની યોગ્યતા જે છે તેને પણ અશુદ્ધ-નિશ્ચયનયથી આત્મા સાથે સંબંધ છે, કેમકે તે આત્માની પર્યાયમાં છે. અશુદ્ધનિશ્ચય કહો કે વ્યવહાર કહો, બન્ને એક જ વાત છે. પર્યાય તે વ્યવહાર અને દ્રવ્ય તે નિશ્ચય છે.
PDF/HTML Page 563 of 4199
single page version
यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्–
जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।। ४६ ।।
जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः।। ४६ ।।
_________________________________________________________________
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ-
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થઃ– [एते सर्वे] આ સર્વ [अध्यवसानादयः भावाः] અધ્યવસાનાદિ ભાવો છે તે [जीवाः] જીવ છે એવો [जिनवरैः] જિનવરોએ [उपदेशः वर्णितः] જે ઉપદેશ વર્ણવ્યો છે તેે [व्यवहारस्य दर्शनम्] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઃ– આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’-એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)
PDF/HTML Page 564 of 4199
single page version
ભાવાર્થઃ– પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર- મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે.
હવે પૂછે છે કે-જો અધ્યવસાન આદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? આ શુભાશુભ ભાવો, પુણ્ય-પાપના ભાવો, સુખ-દુઃખના વેદનની કલ્પના ઇત્યાદિ ભાવોને અહીં પુદ્ગલસ્વભાવો કહ્યા. પરંતુ સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કહ્યા છે; જેમકે કષાય આત્મા, યોગ આત્મા, ઇત્યાદિ. તો એ કેવી રીતે છે? બન્ને વાત સર્વજ્ઞના આગમની છે તો એ કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છેઃ-
આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે.
શું કહે છે? પહેલાં જે આઠ બોલથી કહ્યા હતા ને?-એ બધા અધ્યવસાનાદિ ભાવો જીવ છે એમ સર્વજ્ઞદેવોએ વ્યવહારનય કહ્યો છે. (વ્યવહારનયથી કહ્યું છે). જોકે વ્યવહારનય અભૂતાર્થ છે, ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયભાવો અભૂતાર્થ છે તોપણ વ્યવહારનયને પણ દર્શાવ્યો છે કેમકે વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. વ્યવહારનય પોતે પરમાર્થભૂત નથી, પણ પરમાર્થનો કહેનાર છે. જરા અટપટી વાત છે. પર્યાયમાં જે રાગદ્વેષ છે, પુણ્ય-પાપના ભાવો છે તે સ્વભાવની દ્રષ્ટિમાં અપરમાર્થભૂત હોવા છતાં પર્યાયમાં ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે પર્યાયને દર્શાવવી, વ્યવહારનયને દર્શાવવો ન્યાયસંગત જ છે.
પર્યાય પણ (અસ્તિપણે) છે, ચૌદ ગુણસ્થાનો છે. જો ગુણસ્થાનો નથી એમ કોઈ કહે તો વ્યવહારનો નિષેધ થઈ જાય. અને ચોથું, પાંચમું, છઠ્ઠું ઇત્યાદિ જે ગુણસ્થાનો છે તેનો નિષેધ થઈ જતાં ધર્મતીર્થનો (મોક્ષમાર્ગનો) જ નિષેધ થઈ જાય. ધર્મતીર્થની
PDF/HTML Page 565 of 4199
single page version
પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાય સંગત જ છે. એટલે એમ ન સમજવું કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. વ્યવહારથી મોક્ષમાર્ગ પ્રગટે છે એમ કહેવાનો અહીં આશય નથી. મોક્ષમાર્ગ જે છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. પરંતુ પર્યાયમાં ગુણસ્થાન આદિ જે ભેદ છે તે ન માને તો તીર્થનો નાશ થઈ જાય, તીર્થની વ્યવસ્થા જ બની શકે નહિ એમ અહીં કહેવું છે. વ્યવહાર છે ખરો; વ્યવહાર ન હોય તો ચૌદ ગુણસ્થાન સિદ્ધ નહિ થાય, સંસાર અને સિદ્ધની પર્યાય એવા જે ભેદ છે તે સિદ્ધ નહિ થાય.
વ્યવહારનય અપરમાર્થભૂત છે. એટલે ચૌદ ગુણસ્થાનો વાસ્તવિકપણે તો અપરમાર્થ છે, જીવનું મૂળ સ્વરૂપ નથી; પણ તીર્થની પ્રવૃત્તિ માટે અર્થાત્ ચોથું, પાંચમું, છઠ્ઠું, ઇત્યાદિ ગુણસ્થાનની દશા જણાવવા માટે વ્યવહાર દર્શાવ્યો છે. નિશ્ચયથી પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાયરૂપે છે એટલો વ્યવહાર અહીં સિદ્ધ કરવો છે. પર્યાયના આશ્રયે ધર્મ થાય છે, વ્યવહારના આશ્રયે તીર્થ પ્રગટ થાય છે એ વાત નથી. લોકોને આમાં મોટો ગોટો છે કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. પણ ભાઈ, એમ નથી. ધર્મ-તીર્થની પ્રવૃત્તિ તો શુદ્ધ નિશ્ચય ચૈતન્યમાત્ર દ્રવ્યના આશ્રયે જ થાય છે. અહીં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય, ૧૪ ગુણસ્થાન આદિ ભાવો પર્યાયપણે છે એમ પર્યાયરૂપ વ્યવહારની સિદ્ધિ કરી છે.
શ્રી સમયસારની ૧૨મી ગાથાની ટીકામાં (जइ जिणमयं पवज्जह...) ગાથા ઉદ્ધૃત કરેલી છે એમાં આવે છે કે જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો. તેનો અર્થ શું? કે નિશ્ચયને ન માનો તો તત્ત્વનો નાશ થશે અને વ્યવહારને નહિ માનો તો પર્યાય, જીવના ત્રસ-સ્થાવરાદિ ભેદો, સંસારી અને સિદ્ધના ભેદો અને ગુણસ્થાનાદિ ભેદો ઇત્યાદિ કાંઈ સિદ્ધ નહિ થાય. નિશ્ચયથી જીવ અભેદ એકરૂપ ત્રિકાળ છે. એમાં પર્યાયના ભેદ કરવા એ વ્યવહાર છે. નિશ્ચયદ્રષ્ટિમાં વ્યવહાર અભૂતાર્થ હોવા છતાં આવો ભેદરૂપ વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી. વ્યવહારનું અસ્તિત્વ છે, બસ એટલું જ.
રાગને મોક્ષમાર્ગ કહેવાનો વ્યવહાર છે ખરો, પણ તેથી રાગ ખરેખર મોક્ષમાર્ગ છે એમ નથી. પર્યાયના ભેદો, ગુણસ્થાન આદિ ભેદો છે ખરા પણ તે શુદ્ધ જીવદ્રવ્યમાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. માટે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરે છે ત્યાં પર્યાયનો આશ્રય રહેતો નથી. છતાં પર્યાય છે ખરી.
હવે કહે છે-પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે
PDF/HTML Page 566 of 4199
single page version
તેમ. ત્રસ-સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે.
જુઓ, પરમાર્થે તો જીવ શરીરથી ભિન્ન જ છે. પરંતુ વ્યવહારથી જીવ અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિશ્ચયથી તો જીવ જ્ઞાનમાત્ર વસ્તુ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, આદિ જે છકાય છે તે પરમાર્થે જીવ નથી. પરંતુ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જે છકાયની પર્યાય છે તે વ્યવહારથી જીવ છે કે નહિ? તે વ્યવહારથી જીવ છે એમ અહીં સિદ્ધ કરે છે. છે હેય પણ હેય પણ છે તો ખરો ને? જે ‘છે’ તે હેય હોય કે જે ‘નથી’ તે હેય હોય?
એકેન્દ્રિય આદિ પર્યાય વ્યવહારથી જીવ છે એમ ન માનવામાં આવે તો, (એવો વ્યવહાર ન માનવામાં આવે તો) જેમ ભસ્મ એટલે રાખને મસળી નાખવામાં હિંસાનો-પાપનો અભાવ છે તેમ ત્રસ-સ્થાવર જીવોનો, તે વ્યવહારથી જીવ છે એમ નહિ માનવાથી, ઘાત કરવાના ભાવમાં પણ હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય; એમાં હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે. અહીં ત્રસ-સ્થાવર જીવોનો ઘાત આત્મા કરી શકે છે એ પ્રશ્ન નથી. પરંતુ જો એકેન્દ્રિયાદિ પર્યાયને જીવ ન માનવામાં આવે તો તેમનો ઘાત કરું એવો જે ભાવ થાય તે ભાવમાં હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય, હિંસાનો અભાવ ઠરશે એમ વાત છે. તથા શરીર અને જીવ તદ્ન એક જ છે એમ અહીં માનવું નથી, પણ શરીર અને જીવને (સંશ્લેષ સંબંધ છે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ વ્યવહાર અહીં બતાવવો છે.
દ્રવ્ય પોતે નિશ્ચય છે અને જે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય છે એ વ્યવહાર છે. જો પર્યાય જ નથી એમ કહો તો નિશ્ચય મોક્ષમાર્ગ જ સિદ્ધ નહિ થાય. શ્રી પરમાર્થ વચનિકામાં આવે છે કે શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય છે અને સાચો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. મોક્ષમાર્ગ પણ પર્યાય છે ને? તેથી તે વ્યવહાર છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ. જો વ્યવહાર ન હોય તો પર્યાય છે, રાગ છે, એકેન્દ્રિયાદિ જીવ છે, જીવને શરીર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ઇત્યાદિ કશુંય સિદ્ધ નહિ થાય.
આગળ (ગાથા ૪૭ માં) સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે એક યોજનમાં રાજા જઈ રહ્યો છે. ત્યાં રાજા કાંઈ એક યોજનમાં વ્યાપેલો નથી, પણ તેની સેના એક યોજનમાં ફેલાએલી છે. ત્યાં સેનાને રાજા સાથે સંબંધ છે. તેથી રાજા એક યોજનમાં જઈ રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેમ ભગવાન આત્મા તો નિશ્ચયથી એકરૂપ છે, પણ રાગાદિ તેની પર્યાયમાં વ્યાપે છે. તેથી આત્માને રાગાદિ થાય છે એમ કહેવામાં આવે છે-એ વ્યવહાર છે.
PDF/HTML Page 567 of 4199
single page version
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, ગુણસ્થાનના ભેદો એ બધું વ્યવહાર છે. નિશ્ચયથી તો આત્મા ગુણસ્થાન આદિ રહિત છે. નિશ્ચયનયથી રાગ આત્માનો નથી એવું સર્વજ્ઞનું વચન છે. તથા વ્યવહારથી રાગ આત્માનો છે એ પણ સર્વજ્ઞનું વચન છે. ત્યાં પર્યાયમાં જે રાગ છે, આસ્ત્રવ- બંધ છે તેનું જ્ઞાન કરાવ્યું છે. તથા નિજ ચૈતન્યસ્વભાવી શુદ્ધ દ્રવ્યના આશ્રયે તે આસ્ત્રવ- બંધનો નાશ થઈ જે સંવર, નિર્જરા આદિ પર્યાયો પ્રગટ થાય છે એનું જ્ઞાન કરાવ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સદ્ભૂત-વ્યવહાર છે તથા રાગાદિ છે એ અસદ્ભૂત વ્યવહાર છે. પણ બન્ને છે તો ખરા ને?
ભાઈ! સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ એ બધુંય પર્યાય છે. ધર્મતીર્થની પ્રવૃત્તિ પણ પર્યાયરૂપ છે. પર્યાય છે માટે વ્યવહાર છે. વ્યવહાર અપરમાર્થભૂત કહ્યો છે કેમકે તેના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી. છતાં તે દર્શાવવો ન્યાયસંગત જ છે કેમકે તે અસ્તિપણે તો છે જ. ત્રિકાળી શુદ્ધ તત્ત્વ છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ કહી છે. પર્યાય છે જ નહિ એમ નથી. બારમી ગાથામાં એમ લીધું છે કે શુદ્ધતાનો અંશ, અશુદ્ધતાનો અંશ તથા શુદ્ધતા- અશુદ્ધતાના વધતા-ઘટતા અંશો એ સઘળો વ્યવહાર જે છે તે જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન કહ્યો તેમાં તે છે એમ સિદ્ધ થઈ જાય છે. જો વ્યવહાર હોય જ નહિ તો તેને જાણવાનું કયાં રહ્યું? ભાઈ, વસ્તુ જેમ છે તેમ સમજવી પડશે. એના વિના ભવનો અંત નહિ આવે.
જે કરવાથી ભવનો અભાવ ન થાય એ શું કામનું? ભવનો અભાવ તો એક દ્રવ્યના (શુદ્ધ દ્રવ્યના) આશ્રયે થાય છે. તથા એ ભવનો અભાવ થવો મોક્ષ થવો કે મોક્ષમાર્ગ પ્રગટવો એ બધો વ્યવહાર છે. ૧૧મી ગાથામાં કહ્યું ને કે-‘व्यवहारोऽभूदत्थो’ વ્યવહાર બધોય અભૂતાર્થ છે પર્યાયમાત્ર અભૂતાર્થ છે. તેમાં એમ લીધું છે કે વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. એ વ્યવહારના ચાર પ્રકાર છેઃ-
(૧) અનુપચરિત સદ્ભૂતવ્યવહાર, (૨) ઉપચરિત સદ્ભૂતવ્યવહાર, (૩) અનુપચરિત અસદ્ભૂતવ્યવહાર, (૪) ઉપચરિત અસદ્ભૂતવ્યવહાર.
એ બધો વ્યવહાર છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એ ચાર વ્યવહારનયની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ
PDF/HTML Page 568 of 4199
single page version
જ્ઞાન તે આત્મા એમ કહેવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ત્રિકાળી જ્ઞાયકમાં ભેદ પડયો તેથી વ્યવહાર, જ્ઞાન આત્માનું છે અને તે આત્માને જણાવે છે માટે અનુપચરિત સદ્ભૂતવ્યવહાર છે.
જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. ‘જ્ઞાન રાગને જાણે છે’ એમાં જાણનારું જ્ઞાન પોતાની પર્યાય છે માટે સદ્ભૂત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને રાગ જે પર છે, પોતાના સ્વરૂપમાં નથી તેને જાણે છે તે ઉપચાર છે. આ પ્રમાણે જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ઉપચરિત સદભૂત વ્યવહાર છે.
આત્માની પર્યાયમાં જે રાગ છે તે શુદ્ધ સત્રૂપ આત્મવસ્તુમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડયો તે વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે સ્થૂળ રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. તથા જે સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગાંશ જે વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી તે અનુપચરિત અસદ્ભૂતવ્યવહાર છે. તે (વ્યવહાર) બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય ભૂતાર્થ હોવાથી ભૂત અર્થને એટલે છતા ત્રિકાળી પદાર્થને પ્રગટ કરે છે. વ્યવહાર અભૂતાર્થ છે તેથી વ્યવહાર છે જ નહિ એમ નહિ, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી તેથી હેય છે.
એક સમયની પર્યાય છે તે વ્યવહાર છે. પંચાધ્યાયીમાં દ્રવ્યને નિશ્ચય અને પર્યાયને વ્યવહાર કહ્યાં છે. કેવળજ્ઞાનની પર્યાય એ પણ સદ્ભૂત વ્યવહાર છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન પણ વિભાવગુણ છે. શ્રી નિયમસારમાં પણ કહ્યું છે કે જે ચાર જ્ઞાન છે તે વિભાવસ્વભાવ છે અને કેવળજ્ઞાન શુદ્ધસ્વભાવભાવ છે. કેવળજ્ઞાન પ્રગટે છે તે કાયમ રહે છે માટે તેને સ્વભાવભાવ કહ્યો અને ચાર જ્ઞાન કાયમ રહેતાં નથી માટે તેમને વિભાવગુણ કહ્યા. પરંતુ તે કેવળજ્ઞાન પણ ભેદરૂપ (અંશરૂપ) હોવાથી તેને અહીં વ્યવહાર કહ્યો છે. સમયસારની શૈલી એવી છે કે તે પરમાર્થને જણાવે છે અને અપરમાર્થનું પણ સાથે જ્ઞાન કરાવે છે. શ્રી સમયસારની ૧૪મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત-પક્ષ ન કરવો. સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે. અર્થાત્ વ્યવહારનયનું પણ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પર્યાય છે જ નહિ એમ કોઈ કહે તો એનું જ્ઞાન ખોટું છે. પર્યાય છે એમ જ્ઞાન રાખીને દ્રવ્યનો આશ્રય કરે એ જ યથાર્થ છે.
પર્યાય છે, પર્યાયમાં રાગ છે એને જાણે નહિ, માને નહિ તો એકાંતપક્ષ થઈ જશે. એકલો નિશ્ચય લેશો તો કામ નહિ ચાલે. નિશ્ચયને વ્યવહારની અપેક્ષા છે. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ કહ્યું છે ને કે વ્યવહારની ઉપેક્ષા કરવી એ જ એની અપેક્ષા છે. પર્યાયમાં જે રાગ છે તેની ઉપેક્ષા કરીને દ્રવ્યની અપેક્ષા કરવી. વ્યવહારની ઉપેક્ષા કરી ત્યાં જ
PDF/HTML Page 569 of 4199
single page version
એની અસ્તિ સિદ્ધ થઈ ગઈ, અર્થાત્ એની એટલી અપેક્ષા આવી ગઈ. ભાઈ, આ તત્ત્વ સમજવા માટે મધ્યસ્થ થવું જોઈએ. મધ્યસ્થ થાય એને સમજાય એવું છે.
નિશ્ચય જે શુદ્ધ દ્રવ્યવસ્તુ તેનો નિર્ણય કરનાર કોણ છે? તેનો નિર્ણય કરનારી પર્યાય વ્યવહાર છે. નિત્યનો નિર્ણય કરનાર પણ અનિત્ય પર્યાય જ છે. ભાઈ, બધું સ્યાદ્વાદની અપેક્ષાથી જ સમજાય એમ છે, એકાંતથી કાંઈ પકડાય નહિ. પરંતુ સ્યાદ્વાદનો અર્થ એમ નથી કે નિશ્ચયથી પણ મોક્ષમાર્ગ થાય અને વ્યવહારથી પણ મોક્ષમાર્ગ થાય. વ્યવહાર છે, બસ એટલું અહીં કહેવું છે.
આ શાસ્ત્રની આઠમી ગાથામાં આવે છે કે મ્લેચ્છોને ‘સ્વસ્તિ’ એટલે તારું ‘અવિનાશી કલ્યાણ થાઓ’ એવો અર્થ મ્લેચ્છભાષા દ્વારા જ સમજાવી શકાય છે. તેવી રીતે વ્યવહારીઓને વસ્તુસ્વરૂપ વ્યવહારનય દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવું યોગ્ય નથી તેમ સમજનારે કે સમજાવનારે વ્યવહારને અનુસરવો યોગ્ય નથી. ત્યાં એમ કહ્યું છે કે વ્યવહારનય મ્લેચ્છભાષાના સ્થાને હોવાના લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે પણ તેથી તે અનુસરવા યોગ્ય નથી. આ તો પરમ સત્યની સિદ્ધિ થાય છે, ભાઈ!
શ્રી પુરુષાર્થ સિદ્ધયુપાયમાં આવે છે કે-જ્યારે એક નયની વિવક્ષા હોય ત્યારે બીજા નયને ઢીલો કરવો, ગૌણ કરવો; વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ-જેમ નેતરાંનો એક છેડો ખેંચવામાં આવે ત્યારે બીજો છેડો ઢીલો મૂકવામાં આવે છે તેમ. પણ એ તો બન્ને નયોના વિષયોનું જ્ઞાન કરવું હોય એની વાત છે. વ્યવહારનું જ્ઞાન કરવું હોય ત્યારે નિશ્ચયને ગૌણ કરે અને નિશ્ચયનું જ્ઞાન કરવું હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખે. પરંતુ આશ્રય કરવા અને શ્રદ્ધા કરવા માટે તો એક જ-એક નિશ્ચય જ મુખ્ય છે. એક ત્રિકાળ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય. ત્યાં તો એક નિશ્ચયના જોરમાં (આશ્રયમાં) વ્યવહારને ઢીલો કરીને (એનું લક્ષ છોડી દઈને) પર્યાયને નિશ્ચયમાં જોડી દેવાની છે. (સહજ જોડાય જાય છે.) એક ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય એ એક જ સિદ્ધાંત છે; વ્યવહારના આશ્રયે પણ સમક્તિ થાય એમ સ્યાદ્વાદ નથી. શ્રદ્ધાન કરવામાં કે આશ્રય કરવામાં વ્યવહારને તાણવો (મુખ્ય કરવો) અને નિશ્ચયને ઢીલો (ગૌણ) કરવો એ વાત છે જ નહિ, એવો સ્યાદ્વાદ છે જ નહિ.
સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય. જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારીઓને પરમાર્થનો કહેનાર છે. પરંતુ વ્યવહારનય પરમાર્થનો પ્રગટ કરનાર છે એમ નથી. ભેદ છે તે અભેદને બતાવે છે પણ અભેદનો અનુભવ કરાવતો નથી. માટે ભેદ આદરણીય નથી, વ્યવહાર આદરણીય નથી.
PDF/HTML Page 570 of 4199
single page version
કહ્યું છે ને કે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે, કેમકે તે વિકારી-અવિકારી પર્યાયોના ભેદને બતાવે છે. પણ તેથી વ્યવહારનય આદરવો ન્યાયસંગત છે એમ નથી. ભાઈ, આ તો દિગંબર સંતોની વાણી છે. આવી વાણી બીજે કયાંય છે જ નહિ. દિગંબર એ કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સ્વરૂપ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. રાગના વસ્ત્ર વિનાની જે ચીજ (જ્ઞાયકમાત્ર વસ્તુ) તે દિગંબર આત્મા છે. અને વસ્ત્ર વિનાની શરીરની દશા એ બાહ્ય દિગંબરપણું છે. અહો! દિગંબરત્વ કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે. પક્ષ બંધાઈ ગયો તેથી આકરું લાગે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.
હવે આગળ કહે છે-વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી (વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો) ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’-એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણ છે. બંધનાં કારણ વસ્તુના સ્વભાવમાં નથી. પણ એ બંધનાં કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધનાં કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે.
સમયસાર ગાથા ૩૪માં તો ત્યાં સુધી આવે છે કે વિકારના ત્યાગનું ર્ક્તાપણું આત્માને નામમાત્ર છે. પરંતુ પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે તો ખરો ને? પરમાર્થે વિકારના નાશનું ર્ક્તાપણું આત્માને નથી. એટલે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જ્યાં આશ્રય કર્યો કે વિકાર છૂટી જાય છે. અર્થાત્ ત્યારે વિકાર ઉત્પન્ન થતો નથી તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિકારનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે.
શ્રી પરમાત્મપ્રકાશમાં (ગાથા ૮૮માં) આવે છે કે ભાવલિંગ જે શુદ્ધાત્મસ્વરૂપનો સાધક નિર્વિકલ્પ મોક્ષમાર્ગ છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવલિંગ પર્યાય છે ને? તેથી કહ્યું છે કે ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહેવા છતાં પરમ સૂક્ષ્મ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવને નથી. નિશ્ચયથી તો બંધ અને મોક્ષની પર્યાય આત્મામાં છે જ નહિ. વસ્તુ તો ત્રિકાળ એકરૂપ મુક્તસ્વરૂપ જ છે. મોક્ષની ઉત્પત્તિ અને સંસારનો નાશ એ બન્ને પર્યાયમાં છે અને તેથી વ્યવહાર છે.
જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો જ અભાવ ઠરે. નવી (મોક્ષની) પર્યાય પ્રગટ કરવી અને બંધનો નાશ કરવો એ બધું પર્યાયમાં છે. માટે વ્યવહાર
PDF/HTML Page 571 of 4199
single page version
દર્શાવવો ન્યાયસંગત છે. પણ એનો અર્થ એમ નથી કે મંદરાગરૂપ વ્યવહાર તે મોક્ષનું કે મોક્ષમાર્ગનું કારણ છે.
પરમાર્થનય તો જીવને શરીર તથા રાગ-દ્વેષ-મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગ-દ્વેષ-મોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ-દ્વેષ-મોહથી બંધ થતો નથી એમ ઠરશે. આમ પરમાર્થે જે સંસાર- મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પણ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. પરમાર્થથી જે સંસાર-મોક્ષનો અભાવ કહ્યો તે એકાંતે નથી. બંધ-મોક્ષ પર્યાયમાં તો છે જ. બંધ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ બધી પર્યાયોનો વ્યવહાર અવશ્ય છે.
એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. અર્થાત્ વ્યવહારનયનો વિષય પણ છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. એ નયોનો વિરોધ કેવી રીતે મટાડવો? સ્યાદ્વાદથી. પર્યાયથી જુઓ તો રાગ-દ્વેષ-મોહ આદિ સાથે સંબંધ છે. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો સંબંધ નથી. પર્યાય છે, પર્યાયમાં રાગ-દ્વેષ છે એનું જ્ઞાન કરવું પણ જિનવચનમાં જે એકને જ ઉપાદેય કહ્યો છે એ શુદ્ધ ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્માનો આશ્રય કરવો. એમ બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરતાં સમ્યક્ત્વ થાય છે.
જિનવચનમાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જીવવસ્તુ ઉપાદેય કહી છે. છતાં પર્યાય, રાગ-દ્વેષ, બંધ-મોક્ષ ઇત્યાદિ બધો પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે ખરો, પણ તે આશ્રય કરવા લાયક નથી. તથાપિ ‘એ નથી’ એમ પણ સમજવા લાયક નથી.
PDF/HTML Page 572 of 4199
single page version
अथ केन द्रष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत्–
ववहारेण दु उच्चदि तत्थेक्को णिग्गदो राया।। ४७ ।।
जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।। ४८ ।।
व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा।। ४७ ।।
एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्।
जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः।। ४८ ।।
_________________________________________________________________
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયાં દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છેઃ-
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.
–સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
ગાથાર્થઃ– જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા નીકળ્યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तक्र] તે સેનામાં (વાસ્તવિકપણે) [एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्यभावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे] પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तक्र निश्चितः] નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.
ટીકાઃ– જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે,
PDF/HTML Page 573 of 4199
single page version
એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (-રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી).
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છે.
પાંચ યોજનના ફેલાવથી લશ્કર નીકળી રહ્યું હોય ત્યાં રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે. ખરેખર રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશકય છે. છતાં વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી. છતાં સેનાને રાજા કહેવાનો લોકવ્યવહાર છે.
તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે.
ખરેખર સેનામાં રાજા વ્યાપ્યો નથી; પણ સેનામાં રાજા નિમિત્ત છે. તેથી રાજા પાંચ યોજનમાં વ્યાપીને રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેવી રીતે શુદ્ધ આત્મવસ્તુ છે તે વિકારના અનેક પ્રકારમાં કાંઈ વ્યાપી નથી; પણ વિકારના અનેક પ્રકાર જે અશુદ્ધ ઉપાદાનભૂત છે તેમાં આત્મા નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, પણ દ્રવ્યને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. શ્રી યોગસારમાં આ વાત લીધી છે. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. અશુદ્ધ ઉપાદાન, વ્યવહાર સ્વતંત્ર છે. આત્મવસ્તુ છે તે વિકારમાં ઉપાદાન નથી, નિમિત્ત છે. તેથી વ્યવહારથી આત્મા રાગમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. ભાઈ, આવું વીતરાગનું તત્ત્વ સમજવું ઝીણું છે.
પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી કેમકે સેનામાં રાજાનું વ્યાપવું અશકય છે. તેમ નિશ્ચયથી આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનવસ્તુ એક જ છે. આ મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર, શુભભાવના અસંખ્ય પ્રકાર તથા અુશભભાવના અસંખ્ય પ્રકાર-એમ જે સમગ્ર રાગગ્રામ છે તે આત્મા નથી કેમકે તે
PDF/HTML Page 574 of 4199
single page version
રાગગ્રામમાં આત્માનું વ્યાપવું અશકય છે. આનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ભગવાન નિત્ય ધ્રુવ પ્રભુ અસંખ્ય પ્રકારની અશુદ્ધતામાં, વિકારમાં કેમ આવે? અશુદ્ધતાને કરે, વિકારને કરે એવો કોઈ આત્મામાં ગુણ, સ્વભાવ કે શક્તિ નથી. પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે સ્વતંત્ર અશુદ્ધ ઉપાદાનથી થાય છે. અશુદ્ધ ઉપાદાન કહો કે વ્યવહાર કહો. શુદ્ધ ઉપાદાનભૂત વસ્તુ કાંઈ અશુદ્ધ ઉપાદાનનું કારણ નથી, પણ નિમિત્ત છે. તેથી જેમ સેનામાં રાજા રહ્યો છે એમ કહેવાનો વ્યવહારી લોકોનો વ્યવહાર છે તેમ વિકારમાં જીવ રહ્યો છે એમ કહેવાનો વ્યવહારીજનનો વ્યવહાર છે. વસ્તુ ખરેખર રાગમાં આવી જ નથી.
અજ્ઞાનીઓને સમજાવવા વ્યવહારથી ઉપદેશ કરવામાં આવે છે. પણ વ્યવહારને જ ચોંટી પડે, વળગી પડે એ ઉપદેશને પાત્ર નથી. અરે ભાઈ! આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે!! એ તો ભગવત્સ્વરૂપ પરમાત્મારૂપ સમયસાર છે. ત્રિકાળ ધ્રુવ પરમાનંદસ્વરૂપ ચિદ્ઘન વસ્તુ છે તે ભૂતાર્થ છે, સત્ય છે. અને તે જ આત્મા અને સમયસાર છે. શ્રી સમયસાર ગાથા ૧૧માં આવે છે કે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તે ભૂતાર્થ છે અને અસંખ્ય પ્રકારના વિકારો, પર્યાયભેદો છે તે ત્રિકાળીની અપેક્ષાએ અસત્યાર્થ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તે અસત્યાર્થ છે. રાગાદિના અસંખ્ય પ્રકારમાં આત્મા ઉપાદાનભૂત નથી, નિમિત્ત તરીકે છે. નિત્ય એકરૂપ સત્યાર્થ પ્રભુ આત્મા ચિન્માત્રમૂર્તિ પવિત્રતાનો પિંડ છે. તેને અસંખ્ય પ્રકારના રાગમાં વ્યાપેલો કહેવો તે વ્યવહારનય છે.
વસ્તુ તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ છે. તેમાં અશુદ્ધતાની ગંધ નથી. માટે અશુદ્ધતાની દશામાં ફેલાઈને રહે તે અશકય છે. છતાં પર્યાયમાં જે રાગાદિ અસંખ્ય પ્રકારે અશુદ્ધતા છે તેમાં અશુદ્ધ ઉપાદાન કારણ છે. તે સ્વતંત્ર છે. દ્રવ્યનું તો માત્ર તેમાં નિમિત્તપણું છે એટલે માત્ર હાજરી, ઉપસ્થિતિ છે. તેથી વ્યવહારથી એટલે અભૂતાર્થનયથી એમ કહેવામાં આવે છે કે રાગાદિના અસંખ્ય પ્રકારોમાં આત્મા વ્યાપ્યો છે.
ભાઈ! આ વાત ઝીણી છે. પણ પ્રયત્ન કરે તો સમજાય તેવી છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં આ વચનો છે તે સંતોએ પ્રસિદ્ધ કર્યાં છે. તેનું વાચ્ય બહુ ઊંડું અને રહસ્યમય છે. ગંભીર કથન છે! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ ધ્રુવ પ્રભુ વિકારના, રાગના વિસ્તારમાં વ્યાપે તે અશકય છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધાદિ અશુભભાવો તથા અસંખ્યાત મિથ્યાત્વના ભાવો-એમ અસંખ્ય પ્રકારના જે વિકારી ભાવો તેમાં સત્યાર્થ શુદ્ધ જીવવસ્તુ વ્યાપતી નથી કેમકે તે અનાદિ અનંત ધ્રુવ એકસ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય આ વાત બીજે કયાંય મળે એમ નથી. અહો! દ્રવ્યસ્વભાવ શું અદ્ભુત પરલૌકિક ચીજ છે!!
PDF/HTML Page 575 of 4199
single page version
પરમાર્થે જીવ એક જ છે. અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. અશુદ્ધતાને કરે એવી જીવમાં કોઈ શક્તિ કે ગુણ નથી. પર્યાયમાં જે અશુદ્ધતાના વિકારી ભાવો થાય છે તે જીવમાં છે એમ વ્યવહારથી કહેવાય છે, ખરેખર એ મૂળ વસ્તુમાં નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ- શાસ્ત્રની માન્યતાનો વિકલ્પ, નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો રાગ, શાસ્ત્ર ભણવાની રુચિનો વિકલ્પ, પાંચ મહાવ્રત પાળવાનો વિકલ્પ, છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ-એ બધામાં આત્મા વ્યાપતો નથી છતાં એ બધામાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.
આત્મા તો તેને કહીએ જે એક શુદ્ધ ચિદ્ઘન છે. જેમ રાજા એક છે તેમ આત્મા એક જ છે. પાંચ યોજનમાં ફેલાએલો રાજા છે એમ કહેવું એ તો સેનામાં રાજા કહેવાનો વ્યવહાર છે. તેમ રાગગ્રામમાં આત્મા વ્યાપ્યો છે એમ કહેવું એ તો પર્યાયમાં આત્મા કહેવાનો વ્યવહાર છે. ખરેખર પર્યાયમાં આત્મા વ્યાપતો નથી. આમ કહી શું કહેવા માગે છે? કે અનાદિની જે પર્યાય પ્રપંચ ઉપર દ્રષ્ટિ છે, અશુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ છે તેનું લક્ષ છોડી ભગવાન આત્મા જે એકરૂપ છે તેના ઉપર દ્રષ્ટિ કર. તેથી પર્યાયમાં નિર્મળતા થશે. અહાહા? શું દિગંબર સંતોની વાણી!
જે પુણ્ય-પાપરૂપ વિકાર છે તે ભૂતાવળ છે. ભગવાન આત્મા ભૂતાર્થ છે. ભૂતાવળમાં ભગવાન ચૈતન્યમૂર્તિ આવે એમ કદીય બનતું નથી. છતાં એ પુણ્ય-પાપના ભાવોની ભૂતાવળમાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.
PDF/HTML Page 576 of 4199
single page version
यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह–
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४९ ।।
जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४९ ।।
_________________________________________________________________
હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
ગાથાર્થઃ– હે ભવ્ય! તું [जीवम्] જીવને [अरसम्] રસરહિત, [अरूपम्] રૂપરહિત, [अगन्धम्] ગંધરહિત, [अव्यक्तं] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [चेतनागुणम्] ચેતના જેનો ગુણ છે એવો, [अशब्दम्] શબ્દરહિત, [अलिङ्गग्रहणं] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [अनिर्दिष्टसंस्थानम्] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [जानीहि] જાણ.
ટીકાઃ– જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિધમાન નથી માટે અરસ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદ્રાત્મ્યનો (-એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે.
PDF/HTML Page 577 of 4199
single page version
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધ-વેદનાપરિણામને પામીને ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યનાં ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદનાપરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી
PDF/HTML Page 578 of 4199
single page version
સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. ૧. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદનાપરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે.
(હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન’ વિશેષણ સમજાવે છેઃ-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર)થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદ્રાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી (-સંબંધથી) રહિત નિર્મળ (જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.
(હવે ‘અવ્યક્ત’ વિશેષણને સિદ્ધ કરે છેઃ-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. પ. પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
PDF/HTML Page 579 of 4199
single page version
स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्।
इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।। ३५ ।।
_________________________________________________________________
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવને) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ (અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ) સ્વભાવભૂત છે.
-આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ-
શ્લોકાર્થઃ– [चित्–शक्ति–रिक्तं] ચિત્શક્તિથી રહિત [सकलम् अपि] અન્ય સકળ ભાવોને [अह्नाय] મૂળથી [विहाय] છોડીને [च] અને [स्फुटतरम्] પ્રગટપણે [स्वं चित्– शक्तिमात्रम्] પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य उपरि] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्] આ [परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ [साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થઃ– આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩પ.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-
PDF/HTML Page 580 of 4199
single page version
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।। ३६ ।।
_________________________________________________________________
શ્લોકાર્થઃ– [चित्–शक्ति–व्याप्त–सर्वस्व–सारः] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः] આ ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬.
પ્રભુ! આપ જ્યારે એમ કહો છો કે પુણ્ય-પાપના ભાવ એ આત્મા નથી તો આત્મા છે કેવો? પાછલી ગાથામાં એમ કહ્યું કે અનેક પ્રકારના રાગમાં જીવ વ્યાપતો નથી, જીવ તો એકસ્વરૂપ જ છે. તો તે જીવનું સ્વરૂપ શું છે? પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પનાના ભાવ, કર્મ ને આત્મા બન્ને એક હોવાનો ભાવ ઇત્યાદિ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. તો એક, ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? આવો શિષ્યનો પ્રશ્ન છે તેના ઉત્તરરૂપે ગાથા કહે છે.
આ ગાથા શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપાહુડ તથા શ્રી ધવલ એમ અનેક શાસ્ત્રોમાં છે. ગાથામાં ‘जाण’ શબ્દ પડયો છે. એ શબ્દ દ્વારા શ્રી કુંદકુંદાચાર્યદેવ શિષ્યને એમ કહે છે કે હે ભાઈ! તું આત્માને આવો જાણ.
જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે. ખરેખર અર્થાત્ યથાર્થપણે આત્મા પુદ્ગલદ્રવ્યથી અન્ય એટલે જુદો છે. પરમાર્થે આત્માને પુદ્ગલ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. શરીર અને કર્મ સાથે આત્માને જે નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે તે વ્યવહાર છે. તે જ્ઞાન કરવા માટે છે પણ આશ્રય કરવા માટે નથી. આશ્રય કરવા માટે તો એક ત્રિકાળી (ધ્રુવ) આત્મા જ છે.
અહીં કહે છે કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મામાં અતીન્દ્રિય (આનંદનો, ચૈતન્યનો) રસ છે પણ પુદ્ગલનો જડ રસ આત્મામાં નથી માટે આત્મા અરસ છે.
વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવદ્રવ્ય પાંચ દ્રવ્યોથી ભિન્ન છે. પણ અહીં જીવદ્રવ્ય પુદ્ગલથી ભિન્ન બતાવવું છે કેમકે મુખ્યપણે જીવ પુદ્ગલમાં જ એકત્વ કરીને