Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 6

 

Page 9 of 103
PDF/HTML Page 21 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૯
+વ્યંજનપર્યાય, અસમાન જાતિવિભાવદ્રવ્યવ્યંજનપર્યાય,
સ્વભાવવ્યંજનપર્યાય, સ્વભાવઅર્થપર્યાય, શુદ્ધઅર્થપર્યાય,
અશુદ્ધઅર્થપર્યાય, સામાન્યગુણ અને વિશેષગુણ. એ પ્રમાણે
સત્તાનો નિશ્ચય કરી હવે તેનું સ્વરૂપ કહીએ છીએ
+વ્યંજનપર્યાય = પ્રદેશત્વ ગુણના પરિણમનને વ્યંજનપર્યાય કહે
છે. તેને દ્રવ્યપર્યાય પણ કહે છે.
૧. વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય = પરોપાધિ નિમિત્તથી થતા પ્રદેશત્વ
ગુણના ફેરફારને વિભાવવ્યંજનપર્યાય કહે છે. જેમ કે જીવની
નર-નારકાદિ પર્યાય અને પુદ્ગલની દ્વિ
અણુકાદિ પર્યાય. આ
વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય જીવ અને પુદ્ગલમાં જ હોય છે.
૨. સ્વભાવવ્યંજનપર્યાય = પરોપાધિ વગર પ્રદેશત્વ ગુણમાં જે
ફેરફાર થાય છે તેને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે; જેમ કે જીવની
સિદ્ધ પર્યાય.
૩. સ્વભાવઅર્થપર્યાય = અગુરુલઘુગુણના પરિણમનને સ્વભાવ-
પર્યાય કહે છે. તેને સ્વભાવઅર્થપર્યાય પણ કહી શકાય છે.
૫. શુદ્ધઅર્થપર્યાય, અશુદ્ધઅર્થપર્યાય = પરોપાધિની અપેક્ષા રહિત
પ્રદેશત્વગુણ સિવાયના અન્ય ગુણોના ફેરફારને શુદ્ધઅર્થપર્યાય
અને પરોપાધિની અપેક્ષા સહિતના પરિણમનને અશુદ્ધઅર્થ-
પર્યાય કહે છે. જેમ કે જીવનું કેવળજ્ઞાન; જીવના રાગદ્વેષ.
૬. સામાન્યગુણ = જે ગુણ બધાં દ્રવ્યમાં સાધારણરૂપથી મળી આવે
તેને સામાન્યગુણ કહે છે. દા.ત. અસ્તિત્વ.
૭. વિશેષગુણ = જે ગુણ બધા દ્રવ્યોમાં ન મળી આવે તેને વિશેષ
ગુણ કહે છે. દા.ત. જીવ દ્રવ્યમાં જ્ઞાન, પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ.

Page 10 of 103
PDF/HTML Page 22 of 115
single page version

background image
૧૦ ]
[ સત્તાસ્વરૂપ
ત્યાં સર્વજ્ઞને વ્યવહારનિશ્ચયરૂપ બે પ્રકારની કથનીના
આશ્રયથી બે જાતિના ગુણો હોય છે, વા બાહ્યઅભ્યંતરપણાથી
ગુણ બે પ્રકારના છે, અથવા નિઃશ્રેયસ અને અભ્યુદયના
ભેદથી ગુણ બે પ્રકારના છે, વળી વચનવિવક્ષાથી ગુણ
સંખ્યાતા હોય છે, તથા વસ્તુસ્વરૂપની અપેક્ષાએ અનંતગુણ હોય
છે, તેને સત્યાર્થજ્ઞાન વડે યથાવત્ જાણતાં સ્વરૂપ ભાસશે.
કારણ કે આ જીવ, અનાદિકાળથી સંસારમાં ભમતો
મિથ્યાબુદ્ધિ વડે પર્યાયના પ્રપંચને સત્યરૂપ જાણી તેમાં મગ્ન
થયો થકો પ્રવર્તે છે. પરંતુ દુઃખની પીડા તો બની જ (કાયમ
જ) રહે છે તેનાથી તરફડી તરફડી અનેક ઉપાય કરે છે, પરંતુ
આકુલતા
ઇચ્છારૂપ જે દુઃખ તે તો અંશમાત્ર પણ ઘટતું નથી.
જેમ મૃગીનો રોગ કોઈ વેળા તો ઘણો પ્રગટ થાય તથા કોઈ
વેળા થોડો પ્રગટ થાય, પણ અંતરંગમાં તો રોગ હમેશાં કાયમ
રહ્યા કરે છે; જ્યારે એ રોગીને પુણ્યોદયરૂપ કાળલબ્ધિ આવે,
પોતાના ઉપાયથી સિદ્ધિ ન થતી જાણે અને તેને (એ ઉપાયોને)
જૂઠા માને ત્યારે તે સાચો ઉપાય કરવાનો અભિલાષી થાય. ‘હવે
૧. નિઃશ્રેયસ = મોક્ષ. (નિતરાં શ્રેયઃ નિશ્ચિતં શ્રેયઃ = અત્યંત
કલ્યાણ, નિશ્ચય કલ્યાણ).
૨. અભ્યુદય = પુણ્યનો ઠાઠ.
૩. વચનવિવક્ષા = વચનથી કહેવાય એવા.
૪. પર્યાય = શરીર.
૫. પ્રપંચ = વિસ્તાર.
૬. વાયનો રોગ.

Page 11 of 103
PDF/HTML Page 23 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧૧
મારે સાચા ઉપાયનો નિશ્ચય કરી મારો રોગ જે પ્રકારથી મટે
તે ઔષધિ લેવી’ ત્યાં પહેલાં ઉપાય તો કર્યો હતો પણ તે સાચો
નહોતો, પછી સાચા ઉપાય વડે રોગ જેનો ગયો હોય તે વૈદ્યથી
સાચો ઉપાય જાણી શકાય. કારણ કે જેને રોગ, ઔષધિ, પથ્ય
અને નિરોગતાનું સ્વાશ્રિતસંપૂર્ણજ્ઞાન હોય તે જ સાચો વૈદ્ય છે.
અને તે જ બીજાને પણ સારી રીતે બતાવે. માટે જેને મૃગીના
દુઃખથી ભય ઉપજ્યો હોય, સાચો રોગ ભાસ્યો હોય, ‘સાચી
ઔષધિ વૈદ્યની દર્શાવેલી જ આવશે’ એવું જાંચપણું ઉપજ્યું
હોય વા જેને મૃગીનો રોગ ગયેલાની સુરત (મુદ્રાશીકલ) દેખી
ઉત્સાહ ઉપજ્યો હોય, તે આ ચાર અભિપ્રાયપૂર્વક વૈદ્યના ઘેર
જાય. ત્યાં પ્રથમ તો વૈદ્યની આકૃતિ, કુલ, અવસ્થા નિરોગીતાનું
ચિહ્ન વા પ્રકૃતિ વગેરે સર્વને પ્રત્યક્ષ જાણે અથવા અનુમાનથી
વા કોઈના કહેવાથી સારી રીતે નિશ્ચય કરે છે ત્યારે આમ ભાસે
છે, કે
પરમાર્થથી અન્યનું ભલું કરવાવાળો સાચો વૈદ્ય આ જ
છે અને ત્યારે પોતે તેને પોતાની સંપૂર્ણ હકીકત નિષ્કપટપણે કહે
છે, કે આ પ્રમાણે મારામાં રોગ છે વા મારામાં રોગની આ
અવસ્થા થાય છે પણ હવે એ રોગ જવાનો સાચો ઉપાય હોય
તે આપ કહો! ત્યારે તે વૈદ્ય, તેને રોગ વડે દુઃખી
ભયવાન
જાણી રોગ દૂર થવાનો સાચો યથાર્થ ઉપાય દર્શાવે છે. પછી
એ સાંભળી ઔષધિ લેવી શરૂ કરે. વૈદ્યને પોતાનો રોગ
દર્શાવવાથી તથા તેનો ઉપાય દર્શાવવાથી પાકો આસ્થાભાવ
૧. ખરાપણું, નક્કીપણું.

Page 12 of 103
PDF/HTML Page 24 of 115
single page version

background image
૧૨ ]
[ સત્તાસ્વરૂપ
લાવે. જ્યાં સુધી પોતાનો રોગ ન જાય ત્યાં સુધી એ વૈદ્યનો
સેવક
અનુચર થઈ પ્રવર્તે. નાડી દેખાડવા, ઔષધિ લેવા,
દુઃખીસુખી અવસ્થાની પૂછપરછ કરવા, ખાન-પાનાદિ પથ્યનો
વિધાન પૂછવા વા તેમને રોગ દૂર થયો છે, તેથી પોતાને ધૈર્ય
હર્ષ અને વિશ્રામ આપવા વા તેની મુદ્રા જોવા ઇત્યાદિ પ્રયોજન
અર્થે વારંવાર વૈદ્યના ઘેર આવ્યા કરે તથા તેની
સુશ્રૂષાપૂજા
કર્યા કરે અને તેઓ ઔષધિ દર્શાવે તે વિધિપૂર્વક લે વા
પથ્યાદિની સાવધાની રાખે. પછી જ્યારે તેને રોગ દૂર થાય
ત્યારે તે સુખઅવસ્થામાં પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિરોગતા થવાનું
મૂળ કારણ સાચો વૈદ્ય ઠર્યો. કારણ વૈદ્ય વિના રોગ કેવી રીતે
જાય તથા રોગ ગયા વિના સુખી કેવી રીતે થાય! માટે પ્રથમ
અવસ્થામાં
અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ
૧. સુશ્રૂષા = સેવા.
૨. અવ્યાપ્તિ = જ્યાં લક્ષણ લક્ષ્યના પૂરા ભાગમાં (ઓળખવા
યોગ્ય રીતે પૂરી વસ્તુમાં) ન મળી આવે ત્યાં અવ્યાપ્તિ દોષ આવે
છે. દા.ત. રોગ તે જીવનું લક્ષણ ગણવાથી રાગથી બધા જીવો
એટલે કે સિદ્ધ જીવો ઓળખાતા નથી, તેથી રાગ તે લક્ષ્ય જીવના
એક ભાગમાં રહેતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.
૩. અતિવ્યાપ્તિ = જો લક્ષણ અલક્ષ્ય (ન ઓળખવા યોગ્ય વસ્તુ)માં
પણ મળી આવે તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. દા.ત.
આત્માનું લક્ષણ અરૂપી ગણવાથી અરૂપી ગુણ આકાશાદિ
પદાર્થમાં પણ હોવાથી એકલું જીવ દ્રવ્ય જ ઓળખાતું નથી. પણ
તે લક્ષણ વડે બીજા દ્રવ્યો ઓળખાઈ જતા હોવાથી અતિવ્યાપ્તિ
દોષ આવે છે.

Page 13 of 103
PDF/HTML Page 25 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧૩
દોષ રહિત સ્વરૂપનો નિર્ણય કરવા યોગ્ય છે. ત્યાં રોગનું
નિદાન, રોગનું લક્ષણ, ચિકિત્સાનું પાકું જ્ઞાન હોય તથા રાગ-
દ્વેષરૂપ મતલબ જેને ન હોય તે પરમાર્થ (સાચો) વૈદ્ય છે. પણ
વૈદ્યના એ ગુણોને તો ન ઓળખે અને ઔષધિની જાતિ તથા
નાડી દેખવાનું જ જાણે, ઇત્યાદિ ગુણોના આશ્રયે વિષરૂપ
ઔષધિ જો તે લેશે તો તેનું બૂરૂં જ થશે. કારણ કે જગતમાં
પણ એવું કહેવાય છે કે ‘અજાણવૈદ્ય યમ બરાબર છે’, માટે
સાચા વૈદ્યનો જેટલો કાળ સંબંધ ન મળે તો ઔષધિ ન લેવી
તો ભલી છે પણ આતુર થઈ અપ્રમાણિક વૈદ્યની ઔષધિ
લેવાથી ઘણું દુઃખ ઉત્પન્ન થાય છે. તે તમે તમારા ચિત્તમાં
વિચાર કરીને જુઓ. જેને (રોગનો) ઇલાજ કરાવવો હોય તે
પહેલાં વૈદ્યનો જ નિશ્ચય કરે છે, ત્યાં પ્રથમ તો
બીજાના કહેવાથી વા અનુમાનથી તેના સ્વરૂપનો નિશ્ચય કરી
વૈદ્ય પ્રત્યે આસ્થા લાવે છે પછી તેની કહેલી ઔષધિનું સાધન
કરે છે તથા પોતાને રોગની મંદતા થતી જાય ત્યારે સુખી થાય
અને ત્યારે સ્વાનુભવજનિત પ્રમાણ દ્વારા વૈદ્યનું સાચાપણું
ભાસતું જાય.
એ જ પ્રમાણે આ જીવને આકુલતા ચિહ્ન સહિત
અજ્ઞાનજનિત ઇચ્છા નામનો રોગ બની રહ્યો છે. તેથી કોઈ
૧. અસંભવ = ઓળખવા યોગ્ય ચીજમાં લક્ષણનું હોવાપણું બીલકુલ
જોવામાં ન આવતું હોય ત્યાં અસંભવ દોષ આવે છે. જેમ કે
જીવનું લક્ષણ અચેતન કહેવું તે.

Page 14 of 103
PDF/HTML Page 26 of 115
single page version

background image
૧૪ ]
[ સત્તાસ્વરૂપ
વેળા વિશેષ આકુલતા થાય છે તથા કોઈ વેળા ઓછી
આકુલતા થાય છે, પરંતુ એ ઇચ્છા નામનો રોગ હંમેશાં બની
જ રહ્યો છે, જ્યારે કોઈ
ભવ્યજીવને મિથ્યાત્વાદિના
ક્ષયોપશમથી તથા ભલું થવું સર્જિત હોવાથી કાળલબ્ધિ નજીક
આવે છે ત્યારે ‘પોતાના કરેલા વિષયસેવનરૂપ ઉપાયોથી સિદ્ધિ
ન થઈ’ એમ જાણી તેને અસત્ય જાણે ત્યારે સત્ય ઉપાયનો
નિશ્ચય કરી મારો ઇચ્છા નામનો રોગ જે પ્રકારથી મટે એ
પ્રમાણે સત્યધર્મનું
સાધન કરવું. ત્યાં સત્ય ધર્મનું સાધન તો
ઇચ્છારોગ મટવાનો ઉપાય છે, પણ તે તો જે પહેલાં પોતે
ઇચ્છારોગસહિત હતો અને પાછળથી સત્યધર્મનું સાધન કરી
જેને એ ઇચ્છારોગનો સર્વથા અભાવ થયો હોય તેનાથી
દર્શાવ્યો જાણી શકાય છે, કારણ કે
રાગ, ધર્મ, સાચીપ્રવૃત્તિ,
સમ્યગ્જ્ઞાન વા વીતરાગદશારૂપ નિરોગતા તેનું આદિથી અંત
સુધીનું સાચું સ્વરૂપ સ્વાશ્રિતપણે તેને જ ભાસે છે, અને તે જ
અન્યને દર્શાવવાવાળા છે, માટે જેને અજ્ઞાનજનિત ઇચ્છા
નામના રોગથી ભય ઉત્પન્ન થયો હોય, સાચો રોગ ભાસ્યો
૧. ભવ્યજીવ = મોક્ષ પામવાને લાયકાતવાળો જીવ.
૨. કાળલબ્ધિ = સ્વકાળ (પોતાની પર્યાય)ની પ્રાપ્તિ, પોતાના
પુરુષાર્થને ફોરવવારૂપ અવસ્થા.
૩. સાધન કરવું = સેવવું, આદરવું.
૪. સમ્યગ્જ્ઞાન = સાચું જ્ઞાન, વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણવું
તે; પરથી ભિન્ન આત્માનું સાચું ભાન.

Page 15 of 103
PDF/HTML Page 27 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧૫
હોય, એ રોગને મટવાની સાચી ધર્મવાર્તા શ્રી સર્વજ્ઞવીતરાગ
ભગવાને બતાવેલી આવશે (એવો નિશ્ચય થયો હોય). વા જેનો
એ ઇચ્છારોગ મટ્યો છે, તેની મૂર્તિ દેખવાથી ઉત્સાહ ઉત્પન્ન
થયો હોય, તે જ જીવ રોગીની માફક વા યાચકની માફક
શાંતરસની રસિકતાથી ભગવાનરૂપ વૈદ્યનો આશ્રય લે. એ
પ્રમાણે શાંતરસની મૂર્તિનાં દર્શનના પ્રયોજન અર્થે કાય
વચન
મનનેત્ર આદિ સર્વ અંગથી યથાવત્ હાવભાવકટાક્ષ
વિલાસવિભ્રમ થઈ જાય, તેમ ચાર પ્રકારરૂપ પોતાના
પરિણામને બનાવી જિનમંદિરમાં આવે, ત્યાં પ્રથમ તો આગળ
અન્ય સેવક બેઠા હોય તેમને સુદેવનું સ્વરૂપ પૂછે વા
અનુમાનાદિથી નિર્ણય કરે તથા આમ્નાયને માટે દર્શનાદિ કરતો
જાય, પણ પોતે ત્યારે સેવક બને છે વા તેમનો ઉપદેશેલો માર્ગ
ત્યારે ગ્રહણ કરે છે વા તેમનાં કહેલાં તત્ત્વોનું ત્યારે શ્રદ્ધાન કરે
છે, કે જ્યારે પહેલાં આગમ સાંભળી વા અનુમાનાદિથી
સ્વરૂપનો નિશ્ચય સાચો થઈ ચુક્યો હોય. પણ જેને સાચો
સ્વરૂપનો નિર્ણય થયો જ નથી તથા વિશેષ સાધનનું યથાર્થ
જ્ઞાન થયું જ નથી, ત્યારે તે નિર્ણય વિના કોનો સેવક બની
દર્શન કરે છે વા જાપ કરે છે? કોઈ કહે ‘અમે તો સાચાદેવ
જાણી કુળના આશ્રયથી વા પંચાયતના આશ્રયથી પૂજા
૧. હાવભાવ = શરીર ને મનની ચેષ્ટા.
૨. કટાક્ષ = પ્રેમથી ભરેલી વક્ર દ્રષ્ટિ, પ્રેમથી ભરેલા વક્ર વચનો.
૩. પંચાયત
જનસમૂહ, આગળ પડતાં માણસો, જ્ઞાતિ, સંઘ.

Page 16 of 103
PDF/HTML Page 28 of 115
single page version

background image
૧૬ ]
[ સત્તાસ્વરૂપ
દર્શનાદિ ધર્મબુદ્ધિપૂર્વક કરીએ છીએ.’ તેને કહીએ છીએ કે
એ દેવ તો સાચા જ છે, પરંતુ તમારા જ્ઞાનમાં તેનું
સાચાપણું ભાસ્યું નથી, જેમ તમે પંચાયત વા કુલાદિના
આશ્રયે ધર્મબુદ્ધિથી પૂજાદિ કાર્યોમાં પ્રવર્તો છો તે જ પ્રમાણે
અન્યમતાવલંબી પણ ધર્મબુદ્ધિથી વા પોતાની પંચાયત વા
કુલાદિકના આશ્રયે પોતાના દેવાદિકની પૂજાદિ કરે છે, તો
ત્યાં તમારામાં અને તેમનામાં વિશેષ ફરક ક્યાં રહ્યો? ત્યારે
તે શંકાકાર કહે છે કે
અમે તો સાચા જિનદેવની પૂજાદિક
કરીએ છીએ, પણ અન્ય મિથ્યાદેવની પૂજાદિક કરે છે
એટલી તો વિશેષતા છે? તેને કહીએ છીએ કે
(વાસ્તવિક)
ધર્મબુદ્ધિ તો તમારામાં પણ નથી તથા એ અન્યમાં પણ
નથી, જેમ બે બાળક અજ્ઞાની હતા એ બંનેમાં એક
બાળકના હાથમાં હીરો આવ્યો તથા બીજાના હાથમાં એક
બિલોરી પથ્થર આવ્યો, એ બંનેએ શ્રદ્ધાપૂર્વક તેને
પોતપોતાના આંચળમાં (કપડાના છેડામાં) બાંધી લીધા, પરંતુ
બંને બાળકોને તેનું યથાર્થ મતિજ્ઞાન નથી એ અપેક્ષાએ તે
બંને અજ્ઞાની જ છે. જેના હાથમાં હીરો આવ્યો તે હીરો
જ છે તથા બિલોરી પથ્થર આવ્યો તેની પાસે બિલોરી
પથ્થર જ છે.
ત્યારે તે કહે છે કેઅન્યમતવાળાને ગૃહિતમિથ્યાત્વ
છે અને અમે તો સાચા દેવાદિની પૂજા કરીએ છીએઅન્ય
દેવાદિની નથી કરતા, તેથી અમને ગૃહિતમિથ્યાત્વ તો છૂટ્યું

Page 17 of 103
PDF/HTML Page 29 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧૭
છે, એટલો નફો તો થયો! તેને કહીએ છીએ કે
તમને ગૃહિતમિથ્યાત્વનું જ જ્ઞાન નથી કે
ગૃહિતમિથ્યાત્વ કોને કહેવાય? તમે તો ગૃહિતમિથ્યાત્વ આમ
માન્યું છે કે
‘અન્ય મિથ્યાદેવાદિનું સેવન કરવું, પણ એ
ગૃહિતમિથ્યાત્વનું (સાચું) સ્વરૂપ ભાસ્યું નથી. તેનું ખરૂં
સ્વરૂપ શું છે તે અહીં કહીએ છીએ
જે દેવગુરુશાસ્ત્રધર્મ ઇત્યાદિકનો બાહ્યલક્ષણોના
આશ્રયે સત્તા, સ્વરૂપ, સ્થાન, ફળ પ્રમાણ, નય
ઇત્યાદિકનો નિશ્ચય તો ન હોય અને લૌકિકતાથી તેનું
બાહ્યરૂપ જુદું ન માને, તેને બાહ્યરૂપથી પણ (તેનું) સ્વરૂપ
ભાસ્યું નથી, તે અન્યને સેવે છે તથા કુળ
પક્ષના આશ્રયે,
પંચાયતના આશ્રયે, સંગતિના આશ્રયે, પ્રભાવનાદિ ચમત્કાર
જોઈ વા શાસ્ત્રમાં અને પ્રગટમાં દેવાદિકની પૂજાદિકથી ભલું
થવું કહ્યું છે, એવી માન્યતાના આશ્રયે સાચા દેવાદિકનો જ
(માત્ર) પક્ષપાતીપણાથી સેવક બની પ્રવર્ત્તે છે તેને પણ
ગૃહિતમિથ્યાત્વ જ છે. એ પ્રમાણે તો અન્ય પણ પોતાના
જ દેવને માને છે અને જિનદેવને નથી માનતા. એ
ગૃહિતમિથ્યાત્વનું મટવું તો આ પ્રમાણે છે કે
અન્ય
દેવાદિના બાહ્યગુણોનું તથા પ્રબંધના આશ્રયપૂર્વક સ્વરૂપ
૧. પ્રમાણ = સાચું જ્ઞાન, આખી વસ્તુને યથાર્થપણે જાણવી તે.
૨. નય = વસ્તુના એક પડખાને પેટમાં રાખી બીજા પડખાને મુખ્ય
કરી જાણવું તે. શ્રુતજ્ઞાનનો અંશ.

Page 18 of 103
PDF/HTML Page 30 of 115
single page version

background image
૧૮ ]
[ સત્તાસ્વરૂપ
પહેલાં જાણી, સ્વરૂપવિપરીતતાકારણવિપરીતતા અને
ભેદાભેદ-વિપરીતતારહિત જ્ઞાનમાં નિશ્ચય કરી, પછી
જિનદેવાદિકનો બાહ્યગુણોના આશ્રયે વા વ્યવહારરૂપ નિશ્ચય
કરી પોતાનું મહાન પ્રયોજન સિદ્ધ ન થવાથી (એ બંનેમાં)
હેય
ઉપાદેયપણું માની અન્યની વાસના મૂળથી છૂટે અને
જિનદેવાદિકમાં જ સાચી પ્રીતિ ઉત્પન્ન થાય (તો
ગૃહિતમિથ્યાત્વ મટ્યું કહેવાય.)
ત્યાં પ્રથમ અવસ્થામાં ગૃહિતમિથ્યાત્વને માટે તન,
ધન, વચન, જ્ઞાન, શ્રદ્ધાન અને કષાય વગેરે લગાવતો હતો
તે વ્યવહારથી જિનદેવાદિકનો સેવક થઈ પ્રવર્તતાં હવે એ
દૂષણોથી રહિત હર્ષ પૂર્વક વિનયરૂપ બની સમ્યક્ત્વના
૧. સ્વરૂપવિપરીતતા = જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને
તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા
છે. દા.ત. રાગને આત્માનો સ્વભાવ જાણવો તે.
૨. કારણવિપરીતતા = જેને જાણે છે તેના મૂળ કારણને તો ન
ઓળખે અને અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે. દા.ત.
શુભને શુદ્ધનું કારણ જાણવું તે.
૩. ભેદાભેદવિપરીતતા = ‘એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી
અભિન્ન છે’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન
અભિન્નપણું માને તે ભેદાભેદવિપરીતતા છે. દા.ત. ગુણ ગુણી
સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન જાણવા તે.

Page 19 of 103
PDF/HTML Page 31 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧૯
પચીસમલને વિચારપૂર્વક નહિ લગાવતો તન, ધન, વચન,
જ્ઞાન, શ્રદ્ધાન અને કષાય વગેરે તેમાં લગાવવાને
સદ્ભાવરૂપ જ પ્રવર્તે છે, અન્યમાં પ્રવર્તતો નથી, અભાવને
સાધે પણ મિથ્યાસદ્ભાવને સ્થાન ન આપે વા તેનું સમર્થન
ન કરે વા તેના સહકારીકારણરૂપ ન બને.
ત્યાં દેવના કથનમાં તોદેવસંબંધી મિથ્યાસદ્ભાવ
કરતો નથી. અન્યદેવ અને જિનદેવમાં સમાનતારૂપ પ્રવૃત્તિ
રાખતો નથી, જિનદેવનું (અંતરંગ) સ્વરૂપ અને બાહ્યરૂપ
અન્યથા કહેતો નથી
સાંભળતો નથી, વીતરાગદેવની
પ્રતિમાનું રૂપ સરાગરૂપ કરતો નથી, અવિનયાદિરૂપ પ્રવૃત્તિ
કરતો નથી, તે રૂપ પોતે બનાવતો નથી, લૌકિકમાં
૧. સમ્યક્ત્વના પચ્ચીસમલ; આઠમદ = (૧) જાતિ, (૨) લાભ,
(૩) કુળ, (૪) રૂપ, (૫) તપ, (૬) બળ, (૭) વિદ્યા,
(૮) અધિકાર.
ત્રણ મૂઢતા = (૧) કુગુરૂ સેવા, (૨) કુદેવ સેવા, (૩) કુધર્મ
સેવા.
આઠ શંકાદિ દોષો = (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા,
(૪) મૂઢ દ્રષ્ટિ, (૫) અનૂપગૂહન, (૬) અસ્થિતિકરણ,
(૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના. એ આઠ શંકાદિ દોષો.
છ અનાયતન = (૧) કુગુરુ, (૨) કુદેવ, (૩) કુધર્મ,
(૪) કુગુરુ સેવક, (૫) કુદેવ સેવક, (૬) કુધર્મ સેવક. આ બધા
મળીને સમ્યક્ત્વના પચ્ચીસ દોષ છે.

Page 20 of 103
PDF/HTML Page 32 of 115
single page version

background image
૨૦ ]
[ સત્તાસ્વરૂપ
અતિશયોનું સ્વરૂપ અન્યથા કહેતો નથી, પોતે અવિનય
દેખે તો તેનો પ્રબંધ કરતો નથી તથા સાચા દેવાદિકના
પ્રતિમાજીનો અવિનયાદિ થતો હોય તો ત્યાંથી પોતે પોતાને
બચાવતો રહે છે. એ જ પ્રમાણે શાસ્ત્રાદિનું પણ જાણવું.
એ પ્રમાણે અન્યદેવાદિકથી સંબંધ છોડવો એનું જ નામ
ગૃહિતમિથ્યાત્વનું છૂટવું છે.
સાચા દેવાદિકથી સાચી પ્રવૃત્તિ વ્યવહારરૂપ વિષય
કષાયાદિના આશ્રયરહિત કરવાથી ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેથી
તમે અન્ય દેવાદિથી તો પરીક્ષા કર્યા વિના જ સંબંધ છોડ્યો,
પરંતુ સાચા દેવાદિકમાં તો જેવી આગળ બીજાઓથી સાચી
લગની હતી તેવી પ્રીતિ ન થઈ તે તમે તમારા પરિણામોમાં
વિચાર કરીને જુઓ! કારણ કે
અંતરંગ પ્રીતિનું કાર્ય બહાર
જણાયા વિના ન રહે. તેથી ગૃહસ્થી છે તેને આ સુગમમાર્ગરૂપ
કલ્યાણની વાત છે (કહીએ છીએ,) કે વર્તમાન ક્ષેત્ર
કાળમાં
બધાય પોતપોતાના દેવાદિકથી પ્રવૃત્તિ કરે છે, અને તમે પણ
ધન, કુટુંબાદિકનું પોષણ, ભોગ
રોગાદિક વા વિવાહાદિ કાર્યોમાં
જેવા પ્રવર્તો છો તેવા જ પદયોગ્ય નાના પ્રકારપૂર્વક તે જ રૂપે
પ્રવર્તો છો, જ્યાં સુધી તમારામાં વિશેષધર્મવાસના ન વધે ત્યાં
સુધી તેના હિસ્સા જેટલું ધનાદિક તો આના અર્થે લગાવ્યા કરો!
૧. અતિશય = ખાસ પ્રકારનું ઉત્કૃષ્ટ અલૌકિક પુણ્ય જે
સમ્યગ્દર્શનની ભૂમિકામાં બંધાય છે તે
૨. પ્રબંધ = સ્વીકાર.

Page 21 of 103
PDF/HTML Page 33 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૨૧
આગળ તમે પ્રથમ અવસ્થામાં ગૃહિતમિથ્યાત્વ માટે જે કરતા
હતા વા વર્તમાનમાં બીજા તમારી બરાબરીના ગૃહસ્થ અન્ય
દેવાદિકના માટે જે કરે છે, તેમના જેવું માયા મિથ્યાત્વ
નિદાનરહિત સાચા દેવાદિકના અર્થે તમે તેમને યોગ્ય હોય તેવું
કરશો તો જ ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેના હિસ્સા જેટલાં તન,
મન, ધન, વચન, જ્ઞાન, શ્રદ્ધાન, કષાય, ક્ષેત્ર અને કાલાદિક
અહીં લગાવશો તો જ તમે બાહ્ય જૈની બનશો, તમે બાહ્યરૂપ
સાચી આસ્તિક્યતા લાવતા નથી, જ્ઞાન કરતા નથી, ક્રિયા
સુધારતા નથી, ધન લગાવતા નથી, ઉલ્લાસપૂર્વક કાર્ય કરતા નથી
અને આળસાદિ કર્મ પણ છોડતા નથી અને માત્ર કોરી વાતોથી
પાંચ આળસુ અજ્ઞાની ભાઈઓનો સંબંધ રાખવા જૈની બન્યા છો
તો બનો પણ ફળ તો શાસ્ત્રમર્યાદાનુસાર પ્રવર્તતાં જ સાચું
લાગશે. આ અવસર ચાલ્યો જશે ત્યારે તમે જ પાછો પશ્ચાત્તાપ
કરશો અને કહેશો કે
‘આગળ મિથ્યાત્વનાં કાર્યોમાં હર્ષપૂર્વક
તનમનધન ખર્ચ કર્યાં હતાં,’ પણ હવે તમે સાચા જૈનમતના
સેવક બનો તો તે જાતિનાં કાર્યોમાં તનધનાદિ ન લગાવવામાં
આવે તો આ મતમાં આવવાથી પણ તમારી શક્તિ ઘટી ગઈ,
અથવા કપટ વડે લોકને દેખાડવાના સેવક થયા છો, વા તેનું
મહાનપણું તમને ભાસ્યું નથી, વા તમને તેમાં કાંઈ પણ ફળની
પ્રાપ્તિ થવી ભાસી નથી વા તમારા હૃદયમાં તેનું વાસ્તવિક રહસ્ય
જ ઉપજ્યું નથી. કે જેથી તમે સ્વયં ઉત્સાહરૂપ બની એ કાર્યોમાં
સુખરૂપ યથાયોગ્ય પ્રવર્તી શકતા નથી.
અથવા પંચાયત વા વક્તાના કહેવાથી વા પ્રબંધ

Page 22 of 103
PDF/HTML Page 34 of 115
single page version

background image
૨૨ ]
[ સત્તાસ્વરૂપ
બંધાવાના આશ્રયથી નિરાશ બની પ્રવર્તો છો, વા તમને આ
(ધર્મ) કાર્યો ફીકાં ભાસ્યાં હોય એમ લાગે છે, તેનું કારણ શું
છે? અહીં તમે કહેશો કે ‘રુચિ ઉપજતી નથી
ઉંમગપૂર્વક શક્તિ
ચલાવવાનો ઉદ્યમ થતો જ નથી ત્યાં અમે શું કરીએ?’ આ
ઉપરથી એમ જણાય છે કે
તમારું ભવિષ્ય જ સારું નથી, જેમ
રોગીને ઔષધિ અને આહાર ન રુચે ત્યારે જાણીએ છીએ કે
‘આનું મરણ નજીક આવ્યું છે’ તેમ તમારા અંતરંગમાં (ધર્મ)
વાસના ઉપજતી નથી અને માત્ર મોટા કહેવરાવવા માટે વા દશ
પુરુષોમાં સંબંધ રાખવા માટે કપટ કરી અયથાર્થ પ્રવર્તો છો,
તેનાથી લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે; પરંતુ
જેના તમે સેવક બનો છો તે તો
કેવલજ્ઞાની ભગવાન છે,
તેમનાથી તો આ કપટ છૂપું રહેશે નહિ વા પરિણામો અનુસાર
કર્મ બંધાયા વિના રહેશે નહિ અને તમારું બૂરું કરવાવાળું તો
કર્મ જ છે માટે તમને આ પ્રમાણે પ્રવર્તવામાં નફો શો થયો?
તથા જો તમે એનાથી (એ જિનદેવાદિથી) વિનયાદિરૂપ,
નમ્રતારૂપ વા રસસ્વરૂપ નથી પ્રવર્તતા તો તમને તેનું મહાનપણું
વા સ્વામિપણું ભાસ્યું જ નથી, ત્યાં તો તમારામાં અજ્ઞાન
આવ્યું! તો પછી વગર જાણ્યે સેવક શું થયા? તમે કહેશો કે
‘એ અમે જાણીએ છીએ, તો એ જિનદેવાદિકના અર્થે
ઉચ્ચકાર્યોમાં મિથ્યાત્વના જેવી ઉમંગરૂપ પ્રવૃત્તિ તો ન થઈ!
૧. કેવલજ્ઞાની = સંપૂર્ણજ્ઞાની, સર્વને સંપૂર્ણ રીતે એક સમયમાં
જાણનારા.

Page 23 of 103
PDF/HTML Page 35 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૨૩
જેમ કોઈ કુલટા સ્ત્રી પરપુરુષને પોતાનો ભરથાર જાણી તે રૂપ
કાર્ય કરતી હતી, તેને સારાં ભોજન જમાડતી હતી, પણ કોઈ
ભાગ્યોદયથી તેને પોતાના પતિનો લાભ થયો ત્યાં જેમ પહેલાં
પરપુરુષના અર્થે પોતાનું સ્વરૂપ વા
સારું કાર્ય બનાવતી હતી,
તેમ હવે પોતાના ભરથારના સંબંધમાં રસ વા સારું કાર્ય
બનવા છતાં પણ ન કરે તો તેને મોટી ભૂંડીકુલટા જ કહીએ
છીએ, તે જ પ્રમાણે તમે પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં
અન્યદેવાદિકના અર્થે રસરૂપ સારાં સારાં ઉમંગભર્યાં કાર્યો
કરતા હતા, અને હવે ઘણા જ મહાન ભાગ્યોદયથી તમને
તમારા સાચા સ્વામિ
જિનદેવની પ્રાપ્તિ થઈ તમે પણ તે જાણી
લીધું વા મુખથી પણ કહી ચૂક્યા છતાં તમને પેલી વનિતા જેવાં
અન્ય દેવના સંબંધથી રસ, ઉમંગરૂપ ચાકરી, ધનનો ખર્ચ,
પૂજાદિનું કરવું, યાત્રાદિએ જવું, ભયવાન થવું વા નીચે બેસવું
આદિ કાર્યો થતાં હતા અને હવે આ સાચા દેવાદિકના સંબંધમાં
તે રસ નથી આવતો. તે ઉમંગ વા તેવાં કાર્યો નથી થતાં, તેથી
જાણીએ છીએ કે
તમારામાં પેલી કુલટા સ્ત્રી જેવું જ મહાન
ગૃહિતમિથ્યાત્વ જ છે. કારણ કેઆ તો મહાન ભારે ગજબ
છે કેપોતાના ખરા સ્વામિના સંબંધમાં હર્ષરૂપ કાર્ય ન થાય!
તમે પોતે જ વિચાર કરી જુઓ, અમારે જોરાવરીથી તમને
દૂષણ લગાવવાં નથી. જો તમારામાં આ જ પ્રમાણે પ્રકૃતિ વા
પ્રવૃત્તિ બની રહી છે તો તમારા ઘરે દોષ અવશ્ય થશે, કારણ
૧. સારૂં = સુંદર, શરણાગતિ.

Page 24 of 103
PDF/HTML Page 36 of 115
single page version

background image
૨૪ ]
[ સત્તાસ્વરૂપ
કેપરપુરુષની અપેક્ષાએ નિજભરથાર પ્રત્યે અધિક રસસ્વરૂપ
કાર્ય થવાથી જ શીલવાનપણું રહે છે. એ જ પ્રમાણે કુદેવાદિકના
સંબંધ કરતાં સુદેવાદિકના સંબંધમાં સાચા રસરૂપ વધતાં કાર્યો
થતાં જ ધર્માત્માપણું આવશે.
વળી, તમે કહેશો કેઃ‘અમને વિશેષ ફળ તો કાંઈ
ભાસ્યું નથી.’ તેનું સમાધાનઃઅન્ય દેવાદિકથી તમને શું ફળ
થયું છે તે કહો! તેમનું સેવન કરી બતાવ્યાં તે ફળો જો
તેમનાથી થયા હોય તો બતાવી દ્યો અથવા;
આર્તધ્યાન સિવાય
બીજું કંઈ ફળ થયું હોય તો યુક્તિ દ્વારા પણ બતાવી દ્યો! એના
કરતાં સાચા દેવાદિકથી તો જે ફળ થાય છે તેનું વર્ણન, ફળ,
નિશ્ચયપ્રકરણમાં લખીશું.
ધનનું આગમન, શરીરની નિરોગતા, પુત્રાદિકનો લાભ,
ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ, પુત્રસ્ત્રી આદિની જીવનવાંચ્છા, સુંદર
સ્ત્રીનો સંબંધ મળવો, અને વિવાહાદિ કાર્યોમાં વિઘ્ન ન થવાં
ઇત્યાદિ કાર્યો વાસ્તે તું અન્ય દેવાદિકને પૂજે છે વા વિનયાદિ
કરે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે
અન્યદેવાદિકથી એ ઇષ્ટ
કાર્યોની પ્રાપ્તિ અવશ્ય થશે એવો સ્વાશ્રિત વા પરાશ્રિતપણે
નિશ્ચય તમે કેવી રીતે કર્યો છે, કે જેથી તમને તેની પ્રબળ આસ્થા
અને આશા છે તે કહો! પ્રત્યક્ષથી, અનુમાનથી વા દેશ-પરદેશની
વાતોથી નિશ્ચય કરી આવ્યા છો તો અમને પણ એ નિશ્ચય કરાવી
૧. આર્તધ્યાન = દુઃખમય થવાથી થવાવાળું ધ્યાન; ઇષ્ટાનિષ્ટ
સંયોગ-વિયોગની પ્રાપ્તિઅપ્રાપ્તિ વિષે થતી માઠી ચિંતા.

Page 25 of 103
PDF/HTML Page 37 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૨૫
દ્યો; ત્યાં પ્રત્યક્ષમાં તો પોતાના નેત્ર વડે એ બતાવો કે અન્ય દેવને
પૂજવાથી ઇષ્ટની પ્રાપ્તિ મને વા અન્યને અવશ્ય થઈ છે તથા
જિનદેવને પૂજવાવાળાને થવી
અનિશ્ચયાત્મક છે, અનુમાનમાં
એવું પાકું સાધન બતાવો કે જેથી એમ ભાસી જાય કેઅન્ય
દેવને પૂજવાવાળાને ઇષ્ટની પ્રાપ્તિ થાય જ થાય અને જિનદેવને
પૂજવાથી થાય પણ ખરી તથા ન પણ થાય, કાનોથી આ વાત
સાંભળવામાં આવી હોય કે દેશ-પરદેશમાં અન્ય દેવાદિકને
પૂજવાવાળાને તો ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ છે તથા જિનદેવને
પૂજવાવાળાને થઈ છે પણ ખરી તથા નથી પણ થઈ. પણ એવો
પ્રબંધ નિરપેક્ષ હોય છે; પરંતુ વિચાર કરતાં તો તે સત્ય ભાસશે
નહિ; કારણ કે જીવન
મરણ, સુખદુઃખ, આપત્તિસંપત્તિ,
રોગનીરોગતા, લાભઅલાભ ઇત્યાદિ તો જૈની તથા અન્યમતિ
સર્વને પોતપોતાના પૂર્વોપાર્જિત કર્મોદયના આશ્રયથી સામાન્ય
વિશેષરૂપથી થાય છે.
જેમ શીતલા પૂજવાવાળો તો પોતાના પુત્રના જીવન માટે
જ પૂજે છે, પૂજતાં છતાં પણ તે (પુત્ર) મરતો પ્રત્યક્ષ જોવામાં
આવે છે તથા અનુમાનથી પણ એમ ભાસતું નથી કે શીતલા
પૂજવાવાળાનો પુત્ર જીવશે જ, તથા દેશ
પરદેશથી સાંભળવામાં
પણ નથી આવ્યું કેશીતલાને પૂજવાવાળા સર્વના પુત્રો જીવ્યા
જ છે, એ પ્રમાણે સર્વ વાતો સમજી લેવીજગતમાં પણ એમ
જ કહે છે.
૧. અનિશ્ચયાત્મક = અચોક્કસ.

Page 26 of 103
PDF/HTML Page 38 of 115
single page version

background image
૨૬ ]
[ સત્તાસ્વરૂપ
જ્યારે શીતલાને પૂજતાંપૂજતાં પુત્ર મરી જાય ત્યારે
તેઓ કહે છે કે‘પ્રાણીની આયુસ્થિતિ હોય તેટલી જ તે
ભોગવે છે એક પળ પણ આગળપાછળ થઈ શકતી નથી,
શીતલા શું કરે! આ તો પૂજાદિકનો વ્યવહાર બનાવી રાખ્યો
છે’, પરંતુ એમાં તો જગતના કહેવામાં પણ જીવન-મરણ,
સુખ
દુઃખ, લાભઅલાભ, આદિના મૂળમાં તો કર્મ, આયુષ્ય,
શાતાઅશાતા વા અંતરાયાદિકનું અનુકૂળપણુંપ્રતિકૂળપણું જ
પ્રબળ કારણ થઈ રહ્યું. માટે સત્યાર્થદ્રષ્ટિ વડે નિર્ણય કરીને
સર્વ સંકલ્પ છોડી પોતાના સુદેવમાં જ
આસ્તિક્યબુદ્ધિ લાવવી
યોગ્ય છે. ‘કાર્ય તો કર્મના ઉદય આશ્રિત જે થવાનું છે તે જ
થશે.’ એવો નિશ્ચય રાખવો યોગ્ય છે પણ ધર્મ છોડવાથી
ઇષ્ટની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અન્ય મતવાળા પણ એ જ
પ્રમાણે કહે છે કે
પોતપોતાના ઇષ્ટને નમન કરે સૌ કોઈ,
ઇષ્ટ વિહુણા પરશરામ નમેં તે મૂરખ હોય;
વળી, તે કહે છે કે‘જે સાચા અંતઃકરણથી પૂજે છે
તેમને તો ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે જ.’ તેને ઉત્તરજ્યાં કર્મના
ઉદયથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે ત્યાં તો તું તેને કુદેવાદિકની કરી
બતાવે છે તથા જ્યાં ઇષ્ટની પ્રાપ્તિ નથી થતી વા અનિષ્ટની
૧. અંતરાય = વિઘ્ન કરવામાં નિમિત્ત થતું કર્મ.
૨. આસ્તિક્યબુદ્ધિ = વિશ્વાસ, ભરોસાનો ભાવ.

Page 27 of 103
PDF/HTML Page 39 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૨૭
પ્રાપ્તિ થાય છે ત્યારે તું કહે છે કે‘સાચા અંતઃકરણથી સેવા
ન કરી’ તો હવે તેમનું જ કર્યું આ થાય છે, એવો નિશ્ચય થાય
તે ઉપાય બતાવ? અહીં તું કહીશ કે
‘તો જિનદેવને
પૂજવાવાળાને પણ આ નિયમ દેખાતો નથી,’ એ તારું કહેવું
સત્ય છે; પરંતુ તું તો પોતાના દેવનો કર્તા કહે છે, જો અમે
પણ એમ કહીએ તો તો દૂષણ આવે, પરંતુ અમે (જિનદેવને)
કર્તા તો કહેતા નથી, પણ આ જીવ, તપ
ત્યાગાદિ વડે વા
વિષય કષાય વ્યસનાદિ વડે શુભઅશુભ કર્મને બાંધે છે તેના
ઉદયથી તેને બાહ્યનિમિત્તાદિકનું સહકારીપણું સ્વયં થતાં ઇષ્ટ
અનિષ્ટનો સંબંધ બને છે.
પ્રશ્નઃતમે તો ભલુંબૂરું થવું પોતાના
પરિણામોથી માન્યું તો પછી તમે દેવાદિકનું પૂજનાદિક શા
સારૂં કરો છો?
ઉત્તરઃઅમારે તો આ આમ્નાય છે કેપોતાનાં
શ્રદ્ધાનજ્ઞાનત્યાગતપાદિરૂપ કલ્યાણમાર્ગને ગ્રહણ કરવાં.
પણ જો તેના (જિનદેવાદિના) પૂજનાદિકથી જ લૌકિક ઇષ્ટની
પ્રાપ્તિ અને અનિષ્ટની અપ્રાપ્તિ માની તેને પૂજે છે તેમને તો
મુખ્યપણે પાપબંધ જ થાય છે, કારણ કે તેને દેવ વ્હાલા
લાગ્યા નથી પણ પોતાનું પ્રયોજન જ વ્હાલું લાગ્યું છે. જ્યારે
પોતાનું પ્રયોજન સાધ્ય થઈ જશે ત્યારે તે દેવનું સેવન છોડી
દેશે વા અન્યથા વચન બોલવા લાગશે, ત્યાં તેને દેવનું
આસ્તિક્ય વા વ્હાલપ ક્યાં રહ્યાં? તથા પૂર્વકર્મનો ભલો
બૂરો

Page 28 of 103
PDF/HTML Page 40 of 115
single page version

background image
૨૮ ]
[ સત્તાસ્વરૂપ
ઉદય આવવાનું કોઈ પ્રમાણ નથી માટે એવા પ્રયોજનને અર્થે
જિનદેવના સેવક થવાનું કહ્યું નથી. અમારે તો જિનદેવે,
સંસાર
મોક્ષમાર્ગનો સાચો નિષેધવિધિ તથા તેનું સત્ય સ્વરૂપ
દર્શાવ્યું છે, જેને જાણી ભવ્યજીવો પોતાનું કલ્યાણ કરે છે વા
સુખરૂપ જે શાંતિરસ તેનું અવલંબન ચિંતવે છે. એવા
પ્રયોજનની સિદ્ધિ થતી જાણી તેમના સેવક થવાનું કહ્યું છે;
એ બંને પ્રયોજન તેમનાથી જ (જિનદેવથી) સિદ્ધ થાય છે.
પ્રશ્નઃતો સ્તોત્રાદિકમાં વા પુરાણોમાં એવું પણ
કહ્યું છે કે તેમનાં પૂજનાદિથી રોગ દૂર થઈ જાય છે, ૠદ્ધિ
આદિ આવી મળે છે વા વિઘ્ન દૂર થાય છે?
ઉત્તરઃતમને નયવિવક્ષાનું જ્ઞાન નથી, સ્તોત્રાદિમાં
વ્યવહારનયથી તેનાથી રોગાદિ દૂર થવાં ઇત્યાદિ કહ્યું છે,
કારણ કે
ભલાં કાર્ય થાય છે તે શુભકર્મના ઉદયથી થાય છે
અને એ વાતો શાસ્ત્રોમાં, જગતમાં વા વિચાર કરતાં પોતાના
ચિત્તમાં પ્રગટ જણાય છે. હવે શુભકર્મનો ઉદય તો ત્યારે થાય
કે જ્યારે પ્રથમ શુભનો બંધ થયો હોય, અને શુભકર્મનો બંધ
ત્યારે થાય કે જ્યારે શ્રદ્ધાન
જ્ઞાનઆચરણત્યાગતપ અને
પૂજાદિ શુભકર્મનાં કાર્યોરૂપ પોતે પ્રવર્તે, તથા શુભકાર્યોમાં
પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે શુભકાર્યોનું સ્વરૂપ દેખાય. હવે
(તેનું) સાચું સ્વરૂપ વા માર્ગ, પૂર્વાપરવિરોધરહિતપણે
૧. પ્રમાણ = સાબિતી, માન્ય કરવા યોગ્ય કારણ.
૨. નયવિવક્ષા = નયની અપેક્ષા (નયોના પડખાં).