Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 6

 

Page 29 of 103
PDF/HTML Page 41 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૨૯
દર્શાવવાવાળા શ્રીસર્વજ્ઞવીતરાગજિનદેવ જ છે. માટે સર્વ
લૌકિક ઇષ્ટ કાર્ય પણ વ્યવહારનયથી સ્તોત્રાદિકમાં તેમનાં કર્યાં
કહ્યાં છે. કારણ કે
તેમણે જ્યારે સત્યમાર્ગ દર્શાવ્યો ત્યારે આ
જીવ શુભમાર્ગરૂપ પ્રવર્ત્યો, જ્યારે શુભમાર્ગરૂપ પ્રવર્ત્યો ત્યારે
નવીન શુભકર્મનો બંધ થયો, જ્યારે શુભકર્મનો બંધ થયો
ત્યારે તે શુભકર્મનો ઉદય આવ્યો અને જ્યારે શુભકર્મનો ઉદય
આવે છે ત્યારે આપોઆપ રોગાદિક દૂર થઈ જાય છે તથા
ઇષ્ટસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, એ પ્રમાણે વ્યવહારથી
શ્રીજિનદેવને ઇષ્ટના કર્તા તથા અનિષ્ટના હર્તા કહ્યા છે. જેમ
વૈદ્ય છે તે તો ઔષધાદિકનો બતાવવાવાળો છે, પણ એ
ઔષધાદિકનું સેવન જ્યારે રોગી કરે છે ત્યારે તેનાં રોગાદિક
દૂર થાય છે વા પુષ્ટતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેના ઉપકાર
સ્મરણ અર્થે વ્યવહારથી એમ કહીએ છીએ કે
‘વૈદ્યે અમને
જીવનદાન આપ્યું વા રોગની નિવૃત્તિ કરી’ એ જ પ્રમાણે
માર્ગનું સ્વરૂપ દર્શાવવારૂપ ઉપકારસ્મરણ અર્થે સ્તોત્રાદિકોમાં
એવી વાત કહી છે.
પણ જે આ નયવિવક્ષાને તો સમજે નહિ અને એને જ
(જિનદેવને જ) કર્તા માની પોતે તો કલ્યાણમાર્ગને ગ્રહણ ન
કરે અને તેનાથી જ સિદ્ધિ થવી માની
નિશ્ચિંત રહે તે તો
અજ્ઞાની પણ છે તથા પાપી પણ છે. તથા જે તેને કર્તાહર્તા
માને છે અને પોતે પણ શક્તિ અનુસાર શુભકાર્યોમાં પ્રવર્તે છે
૧. નિશ્ચિંત = નિઃશંક , બેફીકર.

Page 30 of 103
PDF/HTML Page 42 of 115
single page version

background image
૩૦ ]
[ સત્તાસ્વરૂપ
તે તો અજ્ઞાની શુભોપયોગી છે, અને જે તેને સત્યસ્વરૂપ વા
સત્યમાર્ગના દર્શાવવાવાળા જાણે છે
પોતાનું ભલુંબૂરૂં થવું
પોતાના પરિણામોથી માને છે, તે રૂપે પોતે પ્રવર્તે છે તથા
અશુભકાર્યોને છોડે છે તે જિનદેવના સાચા સેવક છે.
ત્યાં જેણે જિનદેવના સેવક થવું હોય વા જિનદેવે
ઉપદેશેલા માર્ગરૂપ પ્રવર્તવું હોય તેણે સર્વથી પહેલાં જિનદેવના
સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું,
ત્યાં દેવનું ત્રણ દોષ રહિત મૂળ લક્ષણ નિર્દોષ ગુણ છે, કારણ
કે
‘નિર્દોષ દેવ’ એવું વાક્ય છે. ‘દેવ’ નામ પૂજ્ય વા સરાહવા
(અનુમોદવા; વખાણવા) યોગ્ય છે. હવે અહીં દેવનો નિશ્ચય
કરવો છે, તે દેવ, જીવ છે. તેથી જીવમાં હોય એવા દોષ સર્વ
પ્રકારથી જેના દૂર થયા છે તે જ જીવ પૂજ્ય વા શ્લાધ્ય
(પ્રસંશવા યોગ્ય) છે. તેને જ ‘દેવ’ સંજ્ઞા છે, જેમ લૌકિકમાં
હીરા
સુવર્ણાદિકમાં કાંઈ દોષ હોય તો તેથી તેની કિંમત ઘટી
જાય છે, તે જ પ્રમાણે જીવને નીચો દર્શાવવાવાળા વા તેની
નિંદા કરાવવાવાળા અજ્ઞાન
રાગાદિક દોષ છે, તેનાથી જ
જીવની હીનતા થાય છે.
કારણ કેસારાં સારાં કપડાં પહેર્યાં હોય, રૂપાળી
મુખમુદ્રા હોય, ઉત્તમ કુળનો હોય, અને આભૂષણાદિક પહેર્યાં
હોય પણ જો બુદ્ધિ થોડી હોય વા
વિપરીત હોય વા ક્રોધ
માનમાયાલોભાદિ કષાયસહિત હોય તો જગત તેની નિંદા જ
૧. વિપરીત = ઉલટું.

Page 31 of 103
PDF/HTML Page 43 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩૧
કરે છે, તેમ જેનામાં જ્ઞાન થોડું હોય અને કષાય ઘણો હોય
તો તેની નિંદા જ કરે છે. માટે વિચાર કરતાં નિંદા કરાવવાવાળા
દોષ તો અજ્ઞાન
રાગાદિક જ છે અને ગુણ, સાચી વીતરાગતા
જ છે, કારણ કેપુણ્યવાનગૃહસ્થ પણ ત્યાગીતપસ્વીની પૂજા
કરે છે, તેથી જણાય છે કેસર્વ લૌકિક ઇષ્ટ વસ્તુઓથી પણ
ત્યાગ વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ત્યાં જેને સંપૂર્ણ સત્યજ્ઞાનવીતરાગતા
પ્રગટ થઈ છે તે તો સર્વોત્કૃષ્ટ પૂજવા યોગ્ય છે અને એને જ
પરમગુરુ કહીએ છીએ તથા જેને એ સત્યજ્ઞાન
વીતરાગતા પૂર્ણ
થયાં નથી તે પણ એકદેશ પૂજ્ય છે, એમ જાણવું.
પ્રશ્નઃતમારા દેવમાં જ જ્ઞાનની પૂર્ણતા થઈ છે
અને અન્ય દેવોને નથી થઈ, એમ કેવી રીતે જાણવામાં આવે
છે તે કહો?
ઉત્તરઃઅમે નિરપેક્ષ થઈ કહીએ છીએ કેજેના
વચનમાં વા મતમાં પ્રત્યક્ષ (પ્રમાણથી), અનુમાન (પ્રમાણથી)
૧. નિરપેક્ષ = નિઃસ્પૃહ
૨. પ્રમાણ = સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ = જે
પદાર્થને સ્પષ્ટ જાણે છે તે વિશદં પ્રત્યક્ષમ્ = સ્પષ્ટ જ્ઞાન તે
પ્રત્યક્ષ પ્રમાણ છે.
૩. અનુમાનપ્રમાણ = સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમનુમાનમ્ = સાધન
(હેતુ)થી સાધ્ય (સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ)નું જ્ઞાન થવું, તેને
અનુમાન પ્રમાણ કહે છે.

Page 32 of 103
PDF/HTML Page 44 of 115
single page version

background image
૩૨ ]
[ સત્તાસ્વરૂપ
આગમ (પ્રમાણથી) તથા ન્યાયરૂપ લૌકિક સ્વવચનથી વિરોધ
ન આવે તે જ સર્વજ્ઞવીતરાગ છે, કારણ કેતેને સર્વજ્ઞ-
વીતરાગપણું પ્રત્યક્ષ તો ભાસતું નથી, પ્રત્યક્ષ તો કેવલીને જ
ભાસે છે તથા આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ તો તેને
(પોતાના) જ્ઞાનમાં તો એ વિષય આવ્યો નથી માત્ર અન્યના
વચનથી માની લીધું, ત્યાં તેને વસ્તુનું યથાર્થજ્ઞાન તો ન થયું,
કેવલ વચન શ્રવણ થયું. એવા (માત્ર) આજ્ઞાપ્રધાનીને
અષ્ટસહસ્રી આદિ ગ્રંથોમાં અજ્ઞાની કહ્યો છે.
માટે પ્રયોજનભૂત જે વાતો આગમમાં કહી છે તેનો
પ્રત્યક્ષઅનુમાનાદિથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરી આગમ
ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય છે. એ પ્રશ્નોત્તરોનું વિશેષ વ્યાખ્યાન
પ્રમાણનિશ્ચયના કથનમાં લખીશું. અહીં અનુમાન દ્વારા
અર્હન્તના સ્વરૂપનો નિર્ણય થશે.
અનુમાન તો ત્યારે થાય કે જ્યારે સાધ્યસાધનની
વ્યાપ્તિરૂપ સત્ય તર્ક પહેલાં થાય. હવે અહીં
૧. આગમપ્રમાણ = આપ્તના વચનાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને
આગમ પ્રમાણ કહે છે.
૨. વ્યાપ્તિ = એકના (સાધનના) હોવાથી બીજાનું (સાધ્યનું) હોવાપણું
અને બીજાના ન હોવાથી એકનું ન હોવાપણું એવા સંબંધને વ્યાપ્તિ
કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો (સાધન) હોય ત્યાં ત્યાં અગ્નિ
(સાધ્ય) હોય, જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય,
એવા અગ્નિ અને ધૂમાડાના સંબંધને વ્યાપ્તિ કહે છે.
૩. તર્ક = અને તે સંબંધના જ્ઞાનને તર્ક કહે છે.

Page 33 of 103
PDF/HTML Page 45 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩૩
અસિદ્ધ વિરુદ્ધ, અનૈકાંતિક અને અકિંચિત્કર એ ચાર
દૂષણરહિત અન્યથાનુપપત્તિરૂપ સાધનનો પ્રથમ જ નિર્ણય
કરવો. ત્યાં તમે જે અર્હંતદેવને પૂજો છોહંમેશાં દર્શન કરો છો
૧. અસિદ્ધ = જે સાધનના અભાવનો નિશ્ચય હોય અથવા તેના
સદ્ભાવમાં સંદેહ હોય તેને અસિદ્ધ હેત્વાભાસ કહે છે, જે
સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ ન હોય તેને અસિદ્ધ
સાધન કહે છે. દા.ત. ચક્ષુનો વિષય હોવાથી શબ્દ અનિત્ય છે,
શબ્દ ચક્ષુનો વિષય ન હોવાથી ‘ચક્ષુનો વિષય’ એ સાધન ખરું
નથી.
૨. વિરુદ્ધ = સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિને
વિરુદ્ધ હેત્વાભાસ કહે છે. સત્ હોવાથી બધુંય નાશવાન છે.
સાધ્ય જે નાશવાન તેનાથી વિરુદ્ધ જે નિત્ય તેની સાથે સત્ની
વ્યાપ્તિ છે, તેથી ‘સત્’ તે વિરુદ્ધ હેત્વાભાસ છે.
૩. અનૈકાન્તિક = વિપક્ષ (સાધ્યના અભાવવાળું સ્થળવસ્તુ)માં
પણ જે મળી આવે તેને અનૈકાંતિક હેત્વાભાસ કહે છે. સાધન
હોવા છતાં કોઈ સ્થળે સાધ્ય દેખાય અને કોઈ સ્થળે સાધ્ય ન
દેખાય એવા સાધનને અનૈકાંતિક હેત્વાભાસ કહે છે. દા.ત. આ
ઓરડામાં ધૂમાડો છે, કેમ કે તેમાં અગ્નિ છે. અગ્નિ હોવા છતાં
ક્યાંક ધૂમાડો હોય છે અને ક્યાંક નથી હોતો, માટે અગ્નિને
અનૈકાંતિક હેત્વાભાસ કહે છે.
૪. અકિંચિત્કર = જે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ ન હોય
તેને અકિંચિત્કર હેત્વાભાસ કહે છે.
૫. અન્યથાનુપપત્તિ = સાધ્ય વિના ન મળી આવે એવું,
અવિનાભાવી.

Page 34 of 103
PDF/HTML Page 46 of 115
single page version

background image
૩૪ ]
[ સત્તાસ્વરૂપ
તે માત્ર કુલબુદ્ધિથી જ કરો છો કે લૌકિકપ્રદ્ધતિ વડે જ કરો
છો કે તેમની પ્રતિમા બિરાજે છે તેની આકૃતિ, નાનો
મોટો
આકાર વા વર્ણ ભેદ ઉપર જ તમારી દ્રષ્ટિ છે? અથવા કાંઈ
અર્હંતનું મૂળ સ્વરૂપ પણ ભાસ્યું છે?
ત્યારે તે કહે છે કે‘કુલપદ્ધતિમાં પણ તેનું જ નામ
કહેવાય છે, શાસ્ત્રમાં પણ સાંભળ્યું છે કેઅઢારદોષ રહિત,
છેંતાલીસ ગુણો સહિત બિરાજમાન, ધ્યાનમુદ્રાના ધારક,
૧. અઢાર દોષ = (૧) જન્મ (૨) જરા (૩) તૃષા (૪) ક્ષુધા (૫)
વિસ્મય (૬) આર્ત (૭) ખેદ (૮) રોગ (૯) શોક (૧૦) મદ
(૧૧) મોહ (૧૨) ભય (૧૩) નિદ્રા (૧૪) ચિંતા (૧૫) સ્વેદ
(૧૬) રાગ (૧૭) દ્વેષ (૧૮) મરણ એ અઢાર દોષ છે.
૨. ૪૬ ગુણો = અતિશય = ચમત્કાર, કોઈ વિશેષ વાત.
જન્મના ૧૦ અતિશય = (૧) મળમૂત્ર રહિત શરીર
(૨) પરસેવો ન થવો (૩) સફેદ લોહી (૪) વજ્રૠષભનારાચ
સંહનન (૫) સમચતુસ્ર સંસ્થાન (૬) અદ્ભૂતરૂપ (૭) અતિ
સુગંધ (૮) ૧૦૦૮ લક્ષણ (૯) અતુલબલ (૧૦) પ્રિયવચન.
કેવલજ્ઞાનના ૧૦ અતિશય = (૧) ઉન્મેષ રહિત નેત્ર
(૨) નખ અને વાળનું ન વધવું (૩) ભોજનનો અભાવ
(૪) વૃદ્ધ ન થવું (૫) છાયા ન પડવી (૬) ચૌમુખ દેખાવું
(૭) સો જોજન સુધી સુભિક્ષ (૮) ઉપસર્ગ અથવા દુઃખ ન
થવું (૯) આકાશ ગમન (૧૦) સમસ્ત વિદ્યામાં નિપુર્ણતા.
દેવકૃત ૧૪ અતિશય = (૧) ભગવાનની અર્ધમાગધી ભાષા ખરવી

Page 35 of 103
PDF/HTML Page 47 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩૫
અનંતચતુષ્ટય સહિત, સમવસરણાદિ લક્ષ્મીથી વિભૂષિત, સ્વર્ગ
મોક્ષના દાતા તથા દુઃખવિઘ્નાદિના હર્તા (અર્હંત) છે. ઇત્યાદિ
ગુણો શાસ્ત્રોથી સાંભળ્યા છે તથા સ્તોત્રાદિ પાઠો ભણીએ છીએ
તેમાં પણ એ જ વાર્તા કહી છે, તેથી અમે તેનું પૂજન કરીએ
છીએ, દર્શન કરીએ છીએ.’ તેને અમે કહીએ છીએ કે
તમે એ વાતો કહી તે તો બધી સત્ય છે, પરંતુ તમને
તો એ વાતોનું યુક્તિપૂર્વક જ્ઞાન, આસ્તિક્યતા વા રસરૂપ
સેવકપણું થયું ભાસતું નથી, કારણ કે
તમે કુલપદ્ધતિમાં તેના
જ કહેવાઓ છો તે તો સાચું, પણ તમે જૈની કહેવાઓ છો તેનો
તો આજ અર્થ છે કે
જેને જિનદેવનું જ સેવકપણું હોય તે જૈની,
જેમ પતિવ્રતા સ્ત્રી સુખદુઃખાદિ સર્વ અવસ્થામાં પોતાના
(૨) જીવોમાં મિત્રતા (૩) બધી ૠતુના ફળફૂલ ફળવા
(૪) પૃથ્વી દર્પણસમ થવી (૫) સુખદાયક પવન ચાલવો (૬)
સુખપ્રદ વિહાર થવો (૭) પૃથ્વી કાંકરા પથ્થર વગરની થવી (૮)
સુવર્ણ કમલ રચના (૯) પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી (૧૦) આકાશ
નિર્મળ (૧૧) દિશાઓ નિર્મળ (૧૨) જયઘોષ (૧૩) ધર્મચક્રનું
ચાલવું (૧૪) સુગંધિત જળની વર્ષા.
પ્રાતિહાર્ય ૮ = વિશેષ મહિમાબોધક ચિહ્ન; અર્હંતના સમવસરણમાં
આઠ પ્રાતિહાર્ય હોય છે. (૧) અશોકવૃક્ષ (૨) સિંહાસન
(૩) ત્રણ છત્ર (૪) ભામંડળ (૫) દિવ્યધ્વનિ (૬) પુષ્પ વૃષ્ટિ
(૭) ચમર ચોસઠ (૮) દુદુંભિ વાજાં વાગવા.
અનંતચતુષ્ટય = (૧) અનંતજ્ઞાન (૨) અનંતદર્શન (૩) અનંતસુખ
(૪) અનંતવીર્યએ ચારને અનંતચતુષ્ટય કહે છે.

Page 36 of 103
PDF/HTML Page 48 of 115
single page version

background image
૩૬ ]
[ સત્તાસ્વરૂપ
પતિના નામની જ કહેવાય છે અને પુત્ર છે, તે સુખદુઃખાદિ
સર્વ અવસ્થામાં પોતાનો જે જાતિનો પિતા છે તે જ જાતિનો
કહેવાય છે, તેમ તમને તો ‘જિનદેવ જ મારા સ્વામી છે’ એવો
તેનો આસ્તિક્યભાવ પણ સાચો ભાસતો નથી; કારણ કે
સર્વ
મતવાળા પોતપોતાના ઇષ્ટદેવના સેવક થઈ પ્રવર્તે છે. પરંતુ
તમારામાં તો એ પણ નથી તે તમે શાંતદ્રષ્ટિપૂર્વક વિચારી જુઓ.
વળી (તમે કહ્યું કે
) ‘શાસ્ત્રમાં સાંભળ્યું છે.’ પણ અમે પૂછીએ
છીએ કેશાસ્ત્રમાં તો લખ્યું જ છે, પરંતુ તમને ક્યાં ભાસ્યું છે
કે‘દેવ, અઢાર દોષ રહિત છે?’ અહીં કોઈ તર્ક કરે કે
શ્વેતામ્બરાદિક તો યુક્તિપૂર્વક ઉત્તર આપવાને સમર્થ છે અથવા
દોષ રહિત છે, તો તેને (દેવને) ફુલમાળા પહેરાવવી વા
શરદપૂર્ણિમાના ઉત્સવ કરવા ઇત્યાદિ દોષનાં કાર્યો શા માટે
બનાવો છો! વળી એ અઢાર દોષોમાં કેટલા દોષો પુદ્ગલાશ્રિત
છે એનો નિર્ણય કર્યો હોત વા અઢાર દોષ રહિતપણું થતાં જ
દેવપણું આવે છે, એવો નિશ્ચય કર્યો હોત વા આમના અઢાર
દોષ કેવી રીતે ગયા છે તેનો યુક્તિપૂર્વક નિશ્ચય કર્યો હોત અને
ત્યાર પછી દોષસહિતમાં દેવપણું નહિ માનતાં આમાં જ
(દેવપણું) માનતા હોત ત્યારે તો ‘અઢાર દોષરહિત અર્હંત છે’
એવાં વાક્યો બોલવાં તમારાં સાચાં હોય.
વળી, તમે કહ્યું કે‘છેતાલીસગુણ બિરાજમાન છે’ પણ
તે બધાય અર્હંતોમાં તો છે જ નહિ, તમે કાંઈ નિર્ણય પણ કર્યો
છે કે એમ કહે જ જાઓ છો? ત્યાં છેતાલીસ ગુણ તો આ
છે
જન્મના દશ અતિશય, કેવલજ્ઞાનના દશ અતિશય, દેવકૃત

Page 37 of 103
PDF/HTML Page 49 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩૭
ચૌદ અતિશય, આઠ પ્રાતિહાર્ય અને ચાર અનંતચતુષ્ટય. પણ
અર્હંતદેવ તો સાત પ્રકારના છે
પંચકલ્યાણયુક્ત તીર્થંકર, ત્રણ
કલ્યાણયુક્ત તીર્થંકર, બે કલ્યાણયુક્ત તીર્થંકર, સાતિશય કેવલી,
સામાન્યકેવલી, ઉપસર્ગકેવલી તથા અંતકૃતકેવલી. હવે એ સર્વને
વિષે છેતાલીશ ગુણ કેવી રીતે સંભવે? એ તો કેવલ એક
પંચકલ્યાણકયુક્ત તીર્થંકરમાં જ એ બધા હોય છે. એ સાત
પ્રકારના અર્હંતોનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
૧. જે પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બાંધી તીર્થંકર થાય છે
તેમને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ એ
પાંચે કલ્યાણક થાય છે, તેમને તો છેતાલીશ ગુણો હોવા
સંભવે છે.
૨. જે આ મનુષ્યપર્યાયના જ ભવમાં ગૃહસ્થાવસ્થામાં
જ તીર્થંકરપ્રકૃતિ બાંધે છે તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ
કલ્યાણક જ થાય છે એટલે તેમને જન્મકલ્યાણકના દશ
અતિશય હોતા નથી માત્ર છત્રીસ ગુણો જ હોય છે.
૩. જે આ મનુષ્યપર્યાયમાં જ મુનિદીક્ષા લીધા પછી
તીર્થંકરપ્રકૃતિ બાંધે છે તેમને જ્ઞાન અને નિર્વાણ એ બે કલ્યાણક
૧. પંચકલ્યાણક = (૧) ગર્ભ (૨) જન્મ (૩) તપ (૪) જ્ઞાન (૫)
નિર્વાણ. આ પાંચ માંગલિક પ્રસંગો ઉપર તીર્થંકરોની વિશેષ
ભક્તિ ઇંદ્રાદિ દેવો કરે છે. આ દરેક માંગલિક કલ્યાણકારક
પ્રસંગને કલ્યાણક કહે છે.

Page 38 of 103
PDF/HTML Page 50 of 115
single page version

background image
૩૮ ]
[ સત્તાસ્વરૂપ
થાય છે એટલે તેમને પણ જન્મના દશ અતિશય વિના છત્રીસ
ગુણો હોય છે
૪. જેમને તીર્થંકરપ્રકૃતિનો ઉદય નથી હોતો પણ જે
ગંધકુટીઆદિ સહિત હોય છે તેને સાતિશયકેવલી કહીએ છીએ.
૫. જેમને કેવલજ્ઞાન તો ઉત્પન્ન થયું હોય પણ
ગંધકુટીઆદિ ન હોય તેને સામાન્યકેવલી કહીએ છીએ.
૬. જે કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ લઘુઅંતર્મુહૂર્તકાળમાં
નિર્વાણ પ્રાપ્ત કરી લે છે તેને અંતકૃતકેવલી કહીએ છીએ
તથા
૭. જેમને ઉપસર્ગઅવસ્થામાં જ કેવલજ્ઞાન થયું હોય
તેમને ઉપસર્ગકેવલી કહીએ છીએ.
હવે, અતિશયકેવલીને જન્મના અતિશય તો હોતા નથી
માત્ર આઠ પ્રાતિહાર્ય, ચૌદ દેવકૃતઅતિશય, દશ કેવલજ્ઞાનના
અતિશય તથા ચાર અનંત ચતુષ્ટય હોય છે. સામાન્યકેવલી,
ઉપસર્ગકેવલી અને અંતકૃતકેવલીને પણ જન્માદિકના અતિશય
સંભવતા નથી, માટે નિર્ણય કર્યા વિના જ ‘છેતાલીસ
ગુણસંયુક્ત અર્હંતદેવ છે’ એ પ્રમાણે કહેવું (ઠીક) સંભવતું
નથી, કારણ છેતાલીસ ગુણ તો પંચકલ્યાણકસહિત તીર્થંકર હોય
તેમને જ હોય છે.
વળી, ધ્યાનમુદ્રા જોઈને પૂજો છો તો તેમાં આટલી વાત
પણ અન્ય જાણવી જોઈએ કેધ્યાનમુદ્રા આવી પૂજ્ય કેમ છે?

Page 39 of 103
PDF/HTML Page 51 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩૯
વા ધ્યાનમુદ્રા આવી જ છે, વા આવી ધ્યાનમુદ્રા જ શુદ્ધ વા
શુભ ચિંત્વનનો આધાર છે, વા આવી સાચી ધ્યાનમુદ્રા આમને
આવી જ સંભવે છે
અન્યને સંભવતી નથી તથા આવી
ધ્યાનમુદ્રાને હું શા માટે પૂજું છું? એ પ્રયોજન વિચારવું જોઈએ.
એ પ્રમાણે યુક્તિપૂર્વક નિશ્ચય કરી જે પૂજે છે
દર્શન કરે છે,
તેને જ સાચા પ્રયોજનની સિદ્ધિ થાય છે.
વળી, તમે કહ્યું કે‘અનંતચતુષ્ટય સહિત બિરાજમાન છે
તેથી તેને પૂજીએ છીએદર્શન કરીએ છીએ.’ એ તો સત્ય છે, તે
તો અનંતચતુષ્ટયસહિત બિરાજમાન છે જ તથા શાસ્ત્રોમાં પણ
લખેલ છે જ, પરંતુ તમારે તો તેનો તમારા પોતાના જ્ઞાનમાં નિર્ણય
કરવો હતો? અનંતચતુષ્ટયનું સ્વરૂપ શું છે? તથા તેને વિષે
પૂજ્યપણું કેવી રીતે આવે છે અને તેમને વિષે કેવી રીતે પ્રાપ્ત થાય
છે? વા અનંતચતુષ્ટયસહિતને અમે શા સારૂ પૂજીએ છીએ?
એવો પણ તમે કદી નિશ્ચય કર્યો છે? કે માત્ર લૌકિકપદ્ધતિથી જ
એ વચનો કહીને પૂજો છો? તે તમે સારી રીતે વિચાર કરી જુઓ
કે તેનું તમને કાંઈ જ્ઞાન થયું છે કે નહિ?
વળી, તમે કહ્યું કે‘સમવસરણાદિ લક્ષ્મીસંયુક્ત છે’ પણ
ત્યાં પ્રથમ તો સમવસરણાદિ લક્ષ્મી તેમને (પ્રાપ્ત) થઈ છે કે
નહિ એવું પ્રમાણ જોઈએ. તથા
સમવસરણમાં શું રચના છે
તે વિશેષ જાણવું જોઈએ વા તે રચના, વીતરાગદેવની નિકટમાં
ઇંદ્રે શા માટે બનાવી? એ રચનાથી સંસાર કેવી રીતે પોષી
૧. સમવસરણ = કેવલજ્ઞાનીની ધર્મસભા.

Page 40 of 103
PDF/HTML Page 52 of 115
single page version

background image
૪૦ ]
[ સત્તાસ્વરૂપ
શકાય? સમવસરણલક્ષ્મીથી તેમનામાં પૂજ્યપણું કેવી રીતે
આવ્યું? તથા સમવસરણાદિલક્ષ્મી સહિત જાણી અમે તેમને શા
માટે પૂજીએ છીએ? એનો નિશ્ચય કરી પૂજવા યોગ્ય છે.
વળી, સ્વર્ગમોક્ષના દાતાર જાણી પૂજાદિક કરો છો
પણ એ સ્વર્ગમોક્ષના દાતાર કેવી રીતે છે? જેમ કોઈ દાતાર
કોઈને કાંઈ વસ્તુ આવે છે વા જેમ કોઈને ધનાદિક પેદા
કરવાની સલાહ આપે છે અને તે પોતે તે કાર્યરૂપ પ્રવર્તે ત્યારે
તો તેને ધનાદિકની પ્રાપ્તિ થાય અને ત્યારે જ તે તેમનો ઉપકાર
માનીને કહે કે
આ ધન આપે જ મને આપ્યું;
બીજો એક પ્રકાર આ છે કેતે જીવ તો અયથાકાર્યરૂપ
ઇચ્છે, જેમ કે મિથ્યાત્વ અભક્ષ્ય અને અન્યાયાદિ કાર્યોમાં પ્રવર્તે
અને તે મંદિરાદિમાં આવે તથા જૂઠાં પૂજા, જાપ, નમસ્કારાદિ
લૌકિક-પદ્ધતિરૂપ કાર્યો કરે છે, તેને જ સ્વર્ગ
મોક્ષની પ્રાપ્તિ
કરી દે છે?
વળી, એક વિવક્ષા આ છે કેઆ જીવ તો અજ્ઞાની છે
પણ તેનાં (જિનદેવનાં) વચનોથી સ્વર્ગમોક્ષનો માર્ગ પ્રગટ
થયો તેને જાણી ભવ્યજીવને તે માર્ગ ગ્રહણ કરતાં સ્વર્ગમોક્ષની
પ્રાપ્તિ થઈ, તેથી તેમને મોક્ષમાર્ગના દર્શાવવાવાળા ઉપકારી
જાણી સ્વર્ગ
મોક્ષના દાતા કહીએ છીએ.
ત્યાં તમે નયવિવક્ષા સમજી તેમને માર્ગોપદેશક જાણી
પછી ‘‘તેમના કહેલા સાચા મોક્ષમાર્ગને જે ગ્રહણ કરશે તેને
સ્વર્ગ
મોક્ષની પ્રાપ્તિ થશે,’’ એવું જાણી ઉપદેશકનો ઉપકાર

Page 41 of 103
PDF/HTML Page 53 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૪૧
સ્મરણ કરી, તેને સ્વર્ગમોક્ષના દાતાર કહો તો તમારું કહેવું
સત્ય જ છે. પણ તેમને જ સ્વર્ગમોક્ષના દાતાર જાણી પોતે
નિશ્ચિત થઈ સ્વછંદી બની જે પ્રવર્તે છે, તેને શ્રીગોમટ્ટસારજીમાં
વિનયમિથ્યાદ્રષ્ટિ કહ્યો છે.
વળી, તમે કહો છો કે‘અમે તો ભગવાનને સુખસ્વરૂપ
નિર્ણય કર્યો છે.’ પણ તમે તો સુખનું સ્વરૂપ ભોગસામગ્રીનું
મળવું, નીરોગતા અને ધનાદિકની પ્રાપ્તિ થવી. એને માનો છો
પણ એ સુખ તો ભોજનાદિક, સ્ત્રી આદિક, અન્ય કુદેવાદિક,
રાજ્યાદિક તથા ઔષધ આદિકથી એ થાય છે, પરંતુ વિચાર
કરતાં આકુળતા નહિ મટવાથી એ દુઃખ જ છે પણ જે
સમ્યગ્જ્ઞાનપૂર્વક નિરાકુળતાજન્ય સુખ તેમનાથી થાય છે તે તમને
પ્રતિભાસિત થયું નથી વા તમને તેની ઇચ્છા નથી.
તમે એ દેવની પાસે કેવું સુખ ઇચ્છે છો કે જેથી તેને
કર્તા માની પૂજો છો? જેને તમે સુખ માનો છો તે લૌકિકસુખ
તો તેમના દર્શન કરવાથી
સેવક થવાથી તથા વચનો
સાંભળવાથી થોડું ઘણું તો અવશ્ય પ્રાપ્ત થશે જ. માટે તમારે
સુખનો વા જે સુખના તેઓ દાતાર છે તેનો નિર્ણય કરી પૂજવા
યોગ્ય છે.
જેઓ તેમના કહેલા માર્ગને પૂર્ણ પ્રકારથી ગ્રહણ કરે
છે તે તો સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત થાય છે તથા જેઓ એકદેશથી
૧. વિનયમિથ્યાદ્રષ્ટિ = સાચા તથા ખોટા દેવગુરુ તથા તેમના કહેલા
શાસ્ત્રોમાં સમાનબુદ્ધિ રાખવાવાળાને વિનય મિથ્યાદ્રષ્ટિ કહે છે.

Page 42 of 103
PDF/HTML Page 54 of 115
single page version

background image
૪૨ ]
[ સત્તાસ્વરૂપ
એ સાચામાર્ગને ગ્રહણ કરે છે, તેમને પુણ્યબંધ થવાથી એ
પુણ્યોદયથી સ્વર્ગને પામે છે.
એ પ્રમાણે જિનદેવ, નિઃશ્રેયસ (મોક્ષ) વા અભ્યુદયરૂપ
(સ્વર્ગાદિરૂપ) સુખને આપવાવાળા છે. વળી તમે દુઃખના હર્તા
વા વિઘ્નના નાશક જાણી જિનદેવને પૂજો છો પણ તમે દુઃખ
વા વિઘ્નનું સ્વરૂપ કેવું માનો છો તે કહો! જો તમે અનિષ્ટ
સામગ્રીને દુઃખનું કારણ માન્યું છે તો એવો નિયમ બતાવો
કે
‘આ સામગ્રી સુખનું કારણ છે તથા આ સામગ્રી દુઃખનું
કારણ છે.’’ કે જેથી અમે સામગ્રીને જ આધીન સુખદુઃખ
માનીએ, પણ વિચાર કરતાં તો એવો નિયમ સર્વથા ભાસશે
નહિ; કારણ કે
જે સામગ્રી કોઈ કાળમાં, કોઈ જીવને, કોઈ ક્ષેત્રમાં,
કોઈ અવસ્થામાં ઇષ્ટ લાગે છે તે જ સામગ્રી અન્ય
કાલાદિકમાં અનિષ્ટ લાગતી જોવામાં આવે છે, તેથી બાહ્ય
સામગ્રીને આધીન સુખ
દુઃખ માનવું એ ભ્રમ છે. જેમ કોઈ
પુણ્યવાનને અનેક ઇષ્ટસામગ્રી મળી છે છતાં મૂળ દુઃખ
ટળતું નથી, જો એ સામગ્રી મળતાં દુઃખ દૂર થઈ ગયું હોય
તો તે અન્ય સામગ્રી શા માટે અંગીકાર કરે છે? માટે તમે
દુઃખનું સ્વરૂપ અસત્ય માની રાખ્યું છે. સત્યસ્વરૂપ આ
પ્રમાણે છેઃ
અજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળી ઇચ્છા જ નિશ્ચયથી દુઃખ
છે, તે તમને દર્શાવીએ છીએ. આ સંસારી જીવ અનાદિથી

Page 43 of 103
PDF/HTML Page 55 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૪૩
આઠકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે અવસ્થા તે રૂપ પરિણમે
છે. ત્યાં ભિન્ન પરદ્રવ્ય, સંયોગરૂપ પરદ્રવ્ય, વિભાવ પરિણામ
તથા જ્ઞેય
શ્રુતના જ્ઞાનના ષડ્રૂપ (છ ખંડરૂપ પ્રકારના)
ભાવપર્યાયના ધર્મ તેની સાથે અહંકારમમકારરૂપ કલ્પના
કરી, પરદ્રવ્યોને મિથ્યા ઇષ્ટઅનિષ્ટરૂપ કલ્પી, મોહરાગ
દ્વેષને વશીભૂત થઈ, કોઈ પરદ્રવ્યને તો પોતારૂપ માની લે છે.
(તથા કોઈ પરદ્રવ્યને પરરૂપ માની લે છે). જેને ઇષ્ટરૂપ માની
લે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે તથા જેને પરરૂપ
અનિષ્ટ
માની લે છે તેને દૂર કરવા ઇચ્છે છે, એ પ્રમાણે આ જીવને
અનાદિકાળથી એક ઇચ્છારૂપ રોગ અંતરંગમાં શક્તિરૂપ
ઉત્પન્ન થયો છે, તેના ચાર ભેદ છે. ૧ મોહઇચ્છા, ૨
કષાયઇચ્છા, ૩ ભોગઇચ્છા, ૪ રોગાભાવઇચ્છા. ત્યાં એ
ચારેમાંથી પ્રવૃત્તિ તો એક કાળમાં એકની જ થાય છે, કોઈ
સમયે કોઈ ઇચ્છાની થયા જ કરે છે.
ત્યાં મૂળ તો મિથ્યાત્વરૂપ મોહભાવ એક સાચા જૈની
વિના સર્વ સંસારી જીવોને હોય છે, એ પ્રવૃત્તિરૂપ ચાર
પ્રકારની ઇચ્છાનું કાર્ય આ પ્રમાણે થાય છેઃ
પ્રથમ મોહઇચ્છાનું કાર્ય આ પ્રકારથી છેપોતે તો
કર્મજનિત પર્યાયરૂપ બન્યો રહે, તેમાં જ અહંકાર લાવતો રહે
કે
હું મનુષ્ય છું, તિર્યંચ છું આદિ, એ પ્રમાણે જેવી જેવી
પર્યાય થાય તે તે રૂપ જ પોતે થયો પ્રવર્તે છે, તથા જે
પર્યાયમાં પોતે ઉત્પન્ન થાય છે તે સંબંધી સંયોગરૂપ વા

Page 44 of 103
PDF/HTML Page 56 of 115
single page version

background image
૪૪ ]
[ સત્તાસ્વરૂપ
ભિન્નરૂપ પરદ્રવ્ય જે હસ્તાદિ અંગરૂપ વા ધન કુટુંબ મંદિર
ગામ આદિને પોતાનાં માની તેને ઉત્પન્ન કરવા માટે વા સંબંધ
કાયમ બન્યો રાખવા માટે ઉપાય કરવા ઇચ્છે છે, તથા એ
સંબંધ થઈ જતાં સુખી થઈ મગ્ન થવું વા તેના વિયોગમાં
દુઃખી થવું
શોક કરવો અથવા એવો વિચાર આવે કે મારે કોઈ
આગળપાછળ નથી, ઇત્યાદિરૂપ આકુલતા થવી તેનું નામ
મોહઇચ્છા છે.
વળી, કોઈ પરદ્રવ્યને અનિષ્ટ માની તેને અન્યથા
પરિણમાવવાની, તેને બગાડવાની તથા તેની સત્તાને નાશ
કરવાની ઇચ્છા તે ક્રોધ છે. કોઈ પરદ્રવ્યનું ઉચ્ચપણું અણગમતું
લાગે વા પોતાનું ઉચ્ચપણું પ્રગટ થવા માટે પરદ્રવ્યની સાથે દ્વેષ
કરીને, તેને અન્યથા પરિણમાવવાની ઇચ્છા થાય તેનું નામ માન
છે. કોઈ પરદ્રવ્યને ઇષ્ટ માનીને તેને ઉત્પન્ન કરવા અર્થે સંબંધ
બન્યો રાખવા અર્થે વા વિઘ્ન દૂર કરવા અર્થે જે છલકપટરૂપ
ગુપ્ત કાર્ય કરવાની ઇચ્છા થવી તેને માયા કહે છે, તથા અન્ય
કોઈ પરદ્રવ્યને ઇષ્ટ કલ્પી તેનાથી સંબંધ મેળવવાની વા તેનો
સંબંધ રાખવાની ઇચ્છા થવી તે લોભ છે. એ ચારે પ્રકારની
પ્રવૃત્તિનું નામ કષાયઇચ્છા છે.
પાંચઇંદ્રિયોને વ્હાલા લાગવાવાળાં જે પરદ્રવ્યો, તેને
રતિરૂપ ભોગવવાની ઇચ્છા થવી તેનું નામ ભોગઇચ્છા છે
તથાઃ
ભૂખતરસ, શીતઉષ્ણ આદિ વા કામવિકાર આદિને

Page 45 of 103
PDF/HTML Page 57 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૪૫
મટાડવા માટે અન્ય પરદ્રવ્યોના સંબંધની ઇચ્છા થવી, તેનું નામ
રોગાભાવઇચ્છા છે.
એ પ્રમાણે ચાર પ્રકારની ઇચ્છા છે, તેમાં (એક કાળમાં)
કોઈ એક જ ઇચ્છાની પ્રબલતા રહે છે અને બાકીની ત્રણ
ઇચ્છાઓની ગૌણતા રહે છે. જેમ
મોહ ઇચ્છા પ્રબલ થાય તો
પુત્રાદિકના માટે પોતે પરદેશ જાય, ત્યાં ભૂખતરસ અને ટાઢ
તપ આદિનું દુઃખ સહન કરે, પોતે ભૂખ્યો રહે, પોતાનું માન
મદ ગુમાવીને પણ કાર્ય કરે છે, પોતાનાં અપમાનાદિક કરાવે
છે, છલ આદિ કરે છે તથા ધનાદિ ખર્ચ કરે છે, એ પ્રમાણે
મોહઇચ્છા પ્રબલ રહેતાં કષાયઇચ્છા ગૌણ રહે છે.
પોતાના હિસ્સાનું ભોજન, વસ્ત્રાદિક પુત્રાદિક કુટુંબીઓને
સારાં સારાં લાવીને આપે છે, પોતાને સૂક્કોવાસી ખોરાક મળે
તો પણ ખુશ રહે છે તથા જે તે પ્રકારથી પોતાના ભાગને પણ
જબરજસ્તીથી આપીને તેમને ખુશ રાખવા ઇચ્છે છે, એ પ્રમાણે
ભોગઇચ્છાની પણ ગૌણતા રહે છે.
વળી, પોતાના શરીરાદિમાં રોગાદિ કષ્ટ આવતાં પણ
પુત્રાદિકના માટે પરદેશ જાય છે ત્યાં ભૂખતરસટાઢતાપ
આદિની અનેક બાધાઓ સહન કરે છે, પોતે ભૂખ્યો રહીને પણ
તેમને ભોજનાદિક ખવડાવે છે, પોતે શીતકાળમાં પણ ભીનાં
ખરડાયેલાં શયન કરીને પણ તેમને સૂકા અને કોમળ બિસ્ત્રામાં
(પથારીમાં) સુવાડે છે, એ પ્રમાણે રોગભાવઇચ્છા ગૌણ રહે છે.
એ પ્રમાણે મોહઇચ્છાની પ્રબલતા થાય છે.

Page 46 of 103
PDF/HTML Page 58 of 115
single page version

background image
૪૬ ]
[ સત્તાસ્વરૂપ
કષાયઇચ્છાની પ્રબલતા થતાં પિતાઆદિ ગુરુજનોને
મારવા લાગી જાય છે, કુવચન કહેવા લાગે છે, તેમને નીચા
પાડી દે છે, પુત્રાદિકને મારે છે, બડાઈ કરે છે, તેમને વેચી
દે છે, અપમાનાદિક કરે છે, પોતાના શરીરને પણ કષ્ટ આપીને
ધનાદિકનો સંગ્રહ કરે છે તથા કષાયના વશીભૂત થઈને પોતાના
પ્રાણ સુધી પણ આપી દે છે, ઇત્યાદિ એ પ્રમાણે કષાયઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
ક્રોધકષાય પ્રબલ થતાંસારાં ભોજનાદિક ખાતો નથી,
વસ્ત્રાભરણાદિ પહેરતો નથી, સુગંધઆદિ સૂંઘતો નથી, સુંદર
વર્ણાદિક દેખતો નથી,
સુરીલા રાગરાગણી આદિ સાંભળતો
નથી, ઇત્યાદિ વિષયસામગ્રીને બગાડી દે છેનષ્ટ કરી દે છે,
અન્યનો ઘાત કરી દે છે તથા ન બોલવાયોગ્ય નિંદ્યવાક્યો
પણ બોલે છે, ઇત્યાદિક કાર્ય કરે છે. માનકષાય તીવ્ર થતાં
પોતાને ઉચ્ચ થવાનો તથા અન્યને નીચા પાડવાનો ઉપાય
હંમેશા બન્યો રાખે છે, પોતે સારાં ખાણાં લેવા છતાં, સુંદર
વસ્ત્રો પહેરવા છતાં, સુગંધ સૂંઘવા છતાં, સારા વર્ણો જોવા
છતાં, સુરીલા રાગ સાંભળવા છતાં તેમાં પોતાના ઉપયોગને
લગાવતો નથી, તેનું કદી ચિંતવન કરતો નથી તથા પોતાને તે
ચીજો કદી વ્હાલી પણ લાગતી નથી, માત્ર વિવાહાદિ આવતાં
વા મોસાળાદિકના સમયમાં પોતાને એક ઉંચો રાખવા માટે
અનેક ઉપાય કરે છે. લોભકષાય તીવ્ર થતાં
સારાં ભોજન
૧. સુરીલા = મધુર સુરવાળા.

Page 47 of 103
PDF/HTML Page 59 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૪૭
ખાતો નથી, સારાં વસ્ત્રો પહેરતો નથી, સુગંધવિલેપનાદિક
લગાવતો નથી, સુંદર રૂપને દેખતો નથી તથા સારા રાગ
સાંભળતો નથી, માત્ર એક ધનાદિકસામગ્રી ઉપજાવવાની વાત
કરવાની જ બુદ્ધિ રહે છે
કંજુસ જેવો સ્વભાવ બની જાય
છે. માયાકષાય તીવ્ર થતાં સારુંસારું ખાતો નથી, સારાં
વસ્ત્રાદિક પહેરતો નથી, સુગંધિતવસ્તુને સૂંઘતો નથી, સુંદર
રૂપાદિકને જોતો નથી, અને સુંદર રાગાદિકને સાંભળતો નથી;
કેવલ અનેક પ્રકારના છલકપટાદિ માયાચારના વ્યવહાર
કરીને અન્યને ઠગવાનાં જ કાર્ય કર્યા કરે છે, ઇત્યાદિ
પ્રકારથી ક્રોધ
માન
માયાલોભકષાયની પ્રબલતા થતાં
ભોગઇચ્છા ગૌણ થઈ જાય છે તથા રોગાભાવઇચ્છા પણ
મંદ પડી જાય છે.
વળી, જ્યારે ભોગઇચ્છા પ્રબલ થઈ જાય છે ત્યારે
પોતાના પિતા આદિને પણ સારું ખવડાવતો નથી, સુંદર
વસ્ત્રાદિક પહેરાવતો નથી, ઇત્યાદિ માત્ર પોતે જ સારી સારી
મીઠાઈ બરફી આદિ ખાવાની ઇચ્છા કરે છે, ખાય છે, સુંદર
બારીક બહુમૂલ્યનાં વસ્ત્રાદિક પહેરે છે અને ઘરનાં વા અન્ય
કુટુંબાદિકજનો ભૂખે મરતાં રહે છે, એ પ્રમાણે ભોગઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
સારું ખાવું, પહેરવું, સૂંઘવું, જોવું, સાંભળવું વાંછે છે
ત્યાં કોઈ બૂરું કહે તો પણ ક્રોધ કરતો નથી, પોતાના
માનાદિક કોઈ ન કરે તોપણ તેને ગણતો નથી, અનેક પ્રકારની

Page 48 of 103
PDF/HTML Page 60 of 115
single page version

background image
૪૮ ]
[ સત્તાસ્વરૂપ
કપટાઈ કરીને પણ, દુઃખો ભોગવીને પણ કાર્ય સિદ્ધ કરવા
ઇચ્છે છે તથા ભોગઇચ્છાની પ્રાપ્તિ માટે ધનાદિક પણ ખર્ચે
છે, એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં કષાયઇચ્છા ગૌણ થઈ
જાય છે.
સારું ખાવું, પહેરવું, સૂંઘવું, દેખવું અને સાંભળવું
આદિ કાર્ય હોવા છતાં રોગાદિકનું થવું ભૂખતરસ આદિ
કાર્યો પ્રત્યક્ષ ઉત્પન્ન થતાં જાણવા છતાં પણ તે વિષય
સામગ્રીથી અરુચિ થતી નથી; જેમ કે
સ્પર્શનઇંદ્રિયની પ્રબલ
ઇચ્છાના વશ થઈ હાથી ખાડામાં પડે છે. રસના ઇંદ્રિયના વશ
થઈ માછલી કાંટામાં ભરાઈ મરે છે. ઘ્રાણઇંદ્રિયના વશ થઈ
ભમરો કમળમાં જીવન ગુમાવે છે, કર્ણઇંદ્રિયના વશ થઈ મૃગ
શિકારીની ગોળીથી મરે છે તથા નેત્રઇંદ્રિયના વશ થઈ પતંગ
દીપકમાં પ્રાણ હોમે છે. એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં
રોગાભાવઇચ્છા ગૌણ થઈ જાય છે.
વળી, જ્યારે રોગાભાવઇચ્છા પ્રબલ થાય છે ત્યારે
કુટુંબાદિકને છોડી દે છે, મંદિરમકાન, પુત્રઆદિને પણ વેચી
દે છે, ઇત્યાદિ રોગની તીવ્રતા થતાં મોહ ઉત્પન્ન થવાથી
કુટુંબાદિ સંબંધીઓમાંથી પણ મોહનો સંબંધ છૂટી જાય છે તથા
અન્યથા પરિણમે છે. એ પ્રમાણે રોગાભાવઇચ્છા પ્રબલ થતાં
મોહઇચ્છા ગૌણ થઈ જાય છે. તથાઃ
કોઈ બૂરા કહો અને અપમાનાદિક કરો છતાં પણ
અનેક છલપાખંડ કરીને વા ધનનું ખર્ચ કરીને પણ પોતાના