Sattasvarup (Gujarati). Sarvagnya sattAswaroop.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 6

 

Page 49 of 103
PDF/HTML Page 61 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૪૯
રોગને મટાડવા ઇચ્છે છે, એ પ્રમાણે રોગાભાવઇચ્છા પ્રબલ
થતાં કષાયઇચ્છા ગૌણ થઈ જાય છે.
વળી ભૂખ લાગે, તરસ લાગે, શીતતા લાગે, ગરમી લાગે
તથા પીડા ઇત્યાદિ રોગ ઉત્પન્ન થઈ જાય ત્યારે સારી
-નરસી, મીઠી
ખારી અને ખાદ્યઅખાદ્યનો પણ વિચાર કરતો
નથી, બૂરી અખાદ્ય વસ્તુને ભક્ષણ કરીને પણ રોગ મટાડવા
ઇચ્છે છે. જેમ પથ્થર વા વાડના કાંટા વગેરે ખાઈને પણ ભૂખ
મટાડવા ઇચ્છે છે, એ પ્રમાણે રોગાભાવઇચ્છા થતાં ભોગઇચ્છા
ગૌણ થઈ જાય છે.
એવી રીતે એક કાળમાં એક ઇચ્છાની મુખ્યતા રહે છે
અને અન્ય ઇચ્છાની ગૌણતા થઈ જાય છે, પરંતુ મૂળમાં તો
ઇચ્છા નામનો રોગ સદાય કાયમ રહે છે.
જેને નવીન નવીન વિષયોની ઇચ્છા છે તેને દુઃખ,
સ્વભાવથી જ થાય છે, જો દુઃખ મટી ગયું હોય તો તે નવીન
વિષયો અર્થે વ્યાપાર શા સારું કરે? એ જ વાત શ્રી
પ્રવચનસારમાં કહી છે કેઃ
जेसिं विसयेसु रदी तेसिं दुक्खं वियाण सब्भावं
जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ।।६४।।
(શ્રી પ્રવચનસારઅધિ૧)
અર્થ :જે જીવોને ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે તેમને દુઃખ
સ્વાભાવિક જ જાણ; કારણ કે જો તેમને સ્વાભાવિક દુઃખ ન
હોય તો તેમને વિષય સેવન અર્થે વ્યાપાર પણ ન હોય.

Page 50 of 103
PDF/HTML Page 62 of 115
single page version

background image
૫૦ ]
[ સત્તાસ્વરૂપ
અર્થ :જેમ રોગીને એક ઔષધિ ખાવાથી આરામ
થઈ જાય તો તે બીજી ઔષધિનું સેવન શા માટે કરે? તે
જ પ્રમાણે એક વિષયસામગ્રી પ્રાપ્ત થતાં જ દુઃખ મટી જાય
તો તે બીજી વિષયસામગ્રી શા માટે ઇચ્છે? કારણ કે ઇચ્છા
તો રોગ છે અને એ ઇચ્છા મટાડવાનો ઇલાજ વિષયસામગ્રી
છે, હવે એક પ્રકારની વિષયસામગ્રીની પ્રાપ્તિથી એક પ્રકારની
ઇચ્છા દબાય છે, પરંતુ તૃષ્ણા
ઇચ્છા નામનો રોગ તો
અંતરંગમાંથી મટતો જ નથી, તેથી બીજી અન્ય પ્રકારની
ઇચ્છા વળી ઉપજી આવે છે. એ પ્રમાણે સામગ્રી મળતાં
મળતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને ઇચ્છા તો બરાબર
ત્યાં સુધી કાયમ જ લાગી રહે છે. ત્યાર પછી બીજી પર્યાય
પામે છે ત્યારે તે પર્યાય સંબંધી ત્યાંનાં કાર્યોની નવીન ઇચ્છા
ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે સંસારમાં દુઃખી થયો થકો ભ્રમણ
કરે છે.
વળી, અનિષ્ટસામગ્રીના સંયોગના કારણોને તથા
ઇષ્ટસામગ્રીના વિયોગના કારણોને વિઘ્ન માનો છો પણ તમે
કાંઈ (એનો) વિચાર સન્મુખ થઈને કર્યો છે? જો એ જ
વિઘ્ન હોય તો મુનિ આદિ ત્યાગી-તપસ્વી તો એ કાર્યોને
અંગીકાર કરે છે, માટે વિઘ્નનું મૂળ કારણ અજ્ઞાન
રાગાદિક
જ છે; એ પ્રમાણે દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ જાણ. તથા તેનો
ઇલાજ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્ર છે તેના સ્વરૂપનો ઉપદેશ
આપી પ્રવૃત્તિ કરાવવાવાળા શ્રીઅર્હંતદેવાધિદેવ છે. એ પ્રમાણે

Page 51 of 103
PDF/HTML Page 63 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૫૧
દુઃખ વા વિઘ્નના હર્તા જાણી તેમને પૂજવા યોગ્ય છે. પણ
કદાચિત્ તમે તેમને વિષયસુખના કર્તા તથા રોગાદિક વિઘ્નના
હર્તા જાણી પૂજશો તો એ કાર્યો તો પૂર્વોપાર્જિત કર્મોને
આધીન છે, તેથી તમને જિનદેવને પૂજવા છતાં પણ એ
લૌકિક દુઃખ
વિઘ્ન આદિ અશાતાના ઉદયથી તો થાય છે,
હવે એવી હાલતમાં તમને જિનદેવની આસ્તિક્યતા કયા
પ્રયોજનના આશ્રયે ટકશે તે બતાવો? માટે સર્વથી પહેલાં
દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ નિશ્ચય કરી પછી એ પ્રયોજનના અર્થ
પૂજવા યોગ્ય છે, એમ તમે શાસ્ત્ર અનુસાર ગુણનું વર્ણન કરો
છો, પરંતુ તમને ગુણોનું વા ગુણધારક ગુણીનું સાચું સ્વરૂપ
જ્ઞાનમાં તો નિશ્ચય થયું નથી, માટે પહેલાં તેનું સ્વરૂપ નિશ્ચય
કરી સેવક બનવું યોગ્ય છે.
પ્રશ્નઃઅર્હંતદેવનું સાચું સ્વરૂપ શું છે તે કહો?
ઉત્તરઃનિશ્ચયરૂપ અંતરંગલક્ષણ તો કેવલજ્ઞાન
વીતરાગતાદિપણું છે તથા બાહ્યલક્ષણ સ્વયં જીવાદિપદાર્થોનું
સાચું મૂળ વક્તાપણું છે એ કેવલજ્ઞાન
વીતરાગપણાનું આ
સામર્થ્ય છે. વળી સાચું મૂળ વક્તાપણું છે તે કેવલજ્ઞાન
વીતરાગપણાનું સામર્થ્ય છે તથા સાચા મૂળ વક્તાપણાનું
યુક્તિથી પ્રત્યક્ષ અને વચનના અવિરુદ્ધપણાથી સમર્થન થાય
છે. માટે જેને તેમના વચનમાં યુક્તિથી, પ્રત્યક્ષથી અવિરુદ્ધપણું
સાચું ભાસ્યું છે તેને જ તેમનું કેવલજ્ઞાનપણું તથા વીતરાગપણું
નિર્દોષ ભાસ્યું છે, એમ જાણવું.

Page 52 of 103
PDF/HTML Page 64 of 115
single page version

background image
ત્યાં અહીં સંયોગરૂપકાર્યરૂપ સાધન જે સત્યવચન
તેનાથી સર્વજ્ઞનો સ્વરૂપનિશ્ચય થયો છે તથા દ્રવ્યરૂપ
અર્હંતદેવનું સ્વરૂપ પરમ ઔદારિક શરીરને ધારનાર, અઢાર
દોષોથી રહિત, દિગંબર, આભરણાદિ રહિત અને શાંતમુદ્રાના
ધારક ઇત્યાદિરૂપ છે.
£તિ સત્તાસ્વરુપ
૫૨ ]
[ સત્તાસ્વરૂપ

Page 53 of 103
PDF/HTML Page 65 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૩
સર્વજ્ઞ સત્તાસ્વરુપ
હવે શ્રી અર્હંતદેવનો નિશ્ચય, પોતાના જ્ઞાનમાં થવાનો
ઉપાય લખીએ છીએઃઆ જીવ અનાદિથી મિથ્યાદર્શન
અજ્ઞાનકુચારિત્રભાવથી પ્રવર્તતો થકો ચતુર્ગતિરૂપ સંસારમાં
પરિભ્રમણ કરે છે, ત્યાં કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે
અસમાનજાતિયદ્રવ્યપર્યાયમાં અહંબુદ્ધિ ધારી ઉન્મત્ત બની
વિષયકષાયઆદિ કાર્યરૂપ પ્રવર્તે છે. તેમાં અનાદિથી ઘણો
કાળ તો નિત્યનિગોદમાં જ વ્યતીત થયો વા પૃથ્વી આદિ
પર્યાયોમાં વા ઇતરનિગોદમાં વ્યતીત થયો. એ નિત્ય-
નિગોદમાંથી નીકળ્યા પછી પાંચ
સ્થાવરમાં ઉત્કૃષ્ટ રહેવાનો

૧. અસમાનજાતિદ્રવ્યપર્યાય = ભિન્ન જાતિવાળા દ્રવ્યો મળીને જે
એકરૂપ સંયોગ બને છે તેને અસમાનજાતિદ્રવ્યપર્યાય કહે છે.
દા.ત. જીવ અને પુદ્ગલો મળીને મનુષ્યદેવાદિ અવસ્થારૂપે
એકરૂપ વ્યવહાર થાય છે તે.
૨. નિગોદ = જે શરીરમાં અનંતાનંત જીવો એકી સાથે રહે છે,
જન્મે છે અને મરે છે, તે શરીરને સાધારણ કહે છે અને તેમાં
રહેતા જીવોને નિગોદ કે સાધારણ વનસ્પતિકાય કહે છે.
૩. સ્થાવર = (૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪)
વાઉકાય (૫) વનસ્પતિકાય. એ પાંચ સ્થાવરના ભેદ છે.

Page 54 of 103
PDF/HTML Page 66 of 115
single page version

background image
૫૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
કાળ અસંખ્યાત કલ્પકાળ પ્રમાણ છે ત્યાં તો એક સ્પર્શનઇંદ્રિયનું
જ કિંચિત્ જ્ઞાન હોય છે, હવે એ પર્યાયોમાં જે દુઃખ આ જીવ
ભોગવે છે તેને તો જે ભોગવવાવાળો જીવ છે તે જ જાણે છે
વા કેવલીભગવાન જાણે છે. કોઈ પ્રકારથી કર્મનો ક્ષયોપશમ
કરી વા ત્રસ આદિ પ્રકૃતિના ઉદયથી બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય,
ચાર ઇંદ્રિય, અસંજ્ઞીપંચેદ્રિય તથા લબ્ધ્યપર્યાપ્તક પર્યાયોમાં
ઉત્પન્ન થાય છે ત્યાં વિશેષરૂપથી દુઃખની જ સામગ્રી હોય છે.
ત્યાં પણ જ્ઞાનની મંદતા જ છે એટલે એ પર્યાયોમાં તો
આત્મહિતકારી ધર્મનો વિચાર થવાનો પણ સર્વથા અભાવ છે.
બાકી તિર્યંચપર્યાય રહી, તેમાં નાની
અવગાહના અને
અલ્પઆયુષ્યવાળા જીવો તો ઘણા છે તથા મોટી અવગાહના
અને દીર્ઘઆયુવાળા જીવો થોડા છે, તેમાં સિંહ, વાઘ અને સર્પ
આદિ ક્રૂર જીવોમાં તો ધર્મની વાસના જ હોતી નથી, અને
કદાચિત્ કોઈ તિર્યંચને એ વાસના હોય તો ઘણું કરીને પૂર્વની
દેવમનુષ્યોમાંની ધર્મવાસનાના બળથી થાય છે. વળી કોઈ જીવને
લબ્ધિના બળથી ઉપદેશાદિકનું
નિમિત્ત પામતાં વર્તમાન તિર્યંચ
સંજ્ઞીપર્યાપ્તક ગર્ભજ મોટી અવગાહના વા દીર્ઘ આયુના ધારક
બળદ અને હરણાદિ જીવોને ઉત્પન્ન થાય છે, પરંતુ એવા જીવ
ઘણા થોડા છે.
નરકપર્યાય દુઃખમય જ છે ત્યાં ધર્માવાસનાદિનું ઉત્પન્ન
૧. અવગાહના = શરીરની ઉંચાઈ.
૨. નિમિત્ત = હાજરીરૂપ બાહ્યસંયોગ.

Page 55 of 103
PDF/HTML Page 67 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૫
થવું મહા દુર્લભ છે, કોઈ જીવને મનુષ્ય-તિર્યંચ પર્યાયોમાં
થયેલી વાસના કિંચિત્ રહી જાય તો તે બની રહે છે.
દેવપર્યાયમાં ઘણા દેવ તો ભવનત્રય અર્થાત્ભવનવાસી,
વ્યંતર અને જ્યોતિષિઓમાં હલકા પદના ધારક છે, તેમને તો
મિથ્યાત્વ, વિષયકષાય અને ભોગોપભોગસામગ્રી આદિનો
વિષયરૂપથી અનુરાગ હોય છે, તેથી ઘણા જીવ તો ત્યાંથી મરીને
એકેન્દ્રિય થાય છે, તથા કોઈ ઉચ્ચપદના ધારક જીવ તો પ્રથમ
મનુષ્યપર્યાયમાં ધર્મ સાધ્યો છે તેના જ ફલથી થાય છે, પણ
એવા જીવ થોડા હોય છે.
મનુષ્યપર્યાયમાં ઘણા જીવ તો લબ્ધ્યપર્યાપ્તક છે તેમનું
શ્વાસના અઢારમા ભાગપ્રમાણ આયુષ્ય છે, કારણ કે સંસારી
જીવરાશિમાં સર્વ મનુષ્ય ઓગણત્રીસ અંકપ્રમાણ છે, તેથી
એકેંદ્રિયાદિ સર્વ જીવરાશિથી (તેઓ) અત્યંત થોડી સંખ્યામાત્ર
છે. ત્યાં પણ ઘણા જીવ તો ભોગભૂમિયા છે. એટલે ત્યાં તો
દેવઆદિનો વા ધર્મકાર્યોનો સંબંધ જ નથી. વળી કર્મભૂમિમાં
ઘણા જીવ તો ગર્ભમાં જ અલ્પઆયુના ધારક મરતા જોઈએ
છીએ તથા કદાચિત્ ગર્ભમાં પૂર્ણ અવસ્થા થાય તો જન્મ થયા
પછી ઘણા જીવ અલ્પઆયુના ધારક મરતા જોઈએ છીએ, વળી
કોઈ દીર્ઘ આયુષ્ય પામે તો ઉચ્ચકુલ પામવું મહા દુર્લભ છે,
તેનાથી પાંચે ઇંદ્રિયોની પૂર્ણતા પામવી વા શરીરાદિ સર્વ સામગ્રી
ઉત્તમ પામવી મહા દુર્લભ છે, તેનાથી ઉત્તમ સંગતિનો સંબંધ
મળવો વા વ્યસનાદિકથી બચ્યા રહેવું મહા દુર્લભ છે, તેનાથી

Page 56 of 103
PDF/HTML Page 68 of 115
single page version

background image
૫૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
અંતરંગમાં ધર્મવાસના થવી વા પરલોકથી અને પાપથી ભયભીત
થવું ઉત્તરોત્તર મહા દુર્લભ છે, કદાચિત્ તેની પણ પ્રાપ્તિ થઈ
જાય તો મિથ્યાધર્મવાસનાનો અભાવ તથા તેનાથી બચ્યા
રહેવારૂપ કાર્ય અત્યંત દુર્લભ છે, વળી તેનાથી પણ બચી જાય
તો
જૈનાભાસી જે શ્વેતામ્બરસંવેગી, રક્તામ્બર, પીતામ્બર,
કાષ્ટાસંધી તથા આ કળિકાળમાં ઉત્પન્ન થયેલી મિથ્યાધર્મ
સમાન જૈનધર્મમાં પણ પ્રતીતિ તેનાથી બચવું મહા દુર્લભ છે,
કદાપિ તેનાથી બચવું બની જાય તો કુલક્રમથી અને પંચાયતિના
ભયથી મિથ્યાદેવાદિકોથી બચવું બની જાય તો મોટું ભાગ્ય!
પરંતુ સાચાદેવાદિકની તેવી યથાવત્ વિનયાદિરૂપ પ્રવૃત્તિ ન થઈ.
વળી ત્યાં પણ કોઈ જીવ તો પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યા વિના
જ અજ્ઞાનીસાધર્મીના સંગમાં મગ્ન બની (તેનો) વિનય વા
ઉજ્જવલતા વધારવાવાળી દ્રવ્યરૂપ પૂજા-તપ
-ત્યાગ આદિ બાહ્યક્રિયામાં જ નિમગ્ન થઈ રહે છે. વળી કોઈક
જીવ, વક્તાના ઉપદેશ આદિ કથનથી સ્વરૂપ નિર્ણય પણ કરે
છે; ત્યાં પોતાના જ્ઞાનમાં આગમના આશ્રયથી તે
શિક્ષા યાદ
રાખે છે અને પોતાને વસ્તુસ્વરૂપનો જ્ઞાની માની સંતુષ્ટ થઈ રહે
છે પણ યુક્તિ
હેતુપૂર્વક તેનું જ્ઞાન કરતો નથી, તથા કોઈ હેતુ
યુક્તિ પણ શીખી લે છે તો ત્યાં આગમમાં કહ્યો છે તેવો જ
નિશ્ચય કરી વસ્તુસ્વરૂપનો નિર્ણય થયો માની લે છે, પણ
૧. જૈનાભાસી = વાસ્તવિક જૈન નહિ પણ જૈન જેવા દેખાતા.
૨. શિક્ષા = ઉપદેશ.

Page 57 of 103
PDF/HTML Page 69 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૭
જિનમતમાં આગમઆશ્રયહેતુ અને સ્વાનુભવ વિના, કઈ
અપેક્ષા અબાધ વા સબાધ છે એવો નિર્ણય કરતો નથી. તથા
કોઈ જીવ, બાહ્યગુણોથી (માત્ર) વ્યવહારરૂપ વસ્તુનો યુક્તિપૂર્વક
નિર્ણય પણ કરી લે છે, પરંતુ નિશ્ચયાશ્રિત સાચું સ્વરૂપ ન
ભાસ્યું તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
એ પ્રમાણે આ સંસારમાં અનંતાનંતકાળ પરિભ્રમણ
કરતાં કરતાં જ વ્યતીત થયો છે, તેથી હવે તમને કહીએ છીએ
કે
હવે તો આટલી વાતોનો અવશ્ય નિર્ણય કરી લ્યો કે
આગમથી, યુક્તિથી વા સ્વાનુભવથી સંસારમાં પરિભ્રમણ આ
જ પ્રમાણે થાય છે કે નથી થતું? વા સંસારમાં ઉપર કહેલી
સર્વ વાતો દુર્લભ છે કે નથી? હવે તમારે
અનધ્યવસાયી રહેવું
યોગ્ય નથી, આ મનુષ્યપર્યાયરૂપ રસ પામવો મહા દુર્લભ છે,
નહિ તો પછી પસ્તાશો અને કાંઈ ગરજ સરશે નહિ. અનંતાનંત
જીવો આ જ પ્રમાણે દુઃખી થયા થકા કાળ પૂર્ણ કરે છે પણ
હવે તમે તો આ અવસર પામ્યા છો! મનુષ્યપર્યાય, ઉચ્ચકુલ,
દીર્ઘઆયુ, પાંચે ઇંદ્રિયોની પરિપૂર્ણતા, રૂડા ક્ષેત્રમાં વાસ,
સત્સંગની પ્રાપ્તિ, પાપથી ભયભીતપણું, ધર્મબુદ્ધિની પ્રાપ્તિ,
શ્રાવકકુલની પ્રાપ્તિ, સત્યશાસ્ત્રોનું શ્રવણ, સત્ય ઉપદેશદાતાનો
સંબંધ મળવો, સત્યમાર્ગનો આશ્રય મળવો, સત્યદેવ આદિના
૧. અબાધ = દોષ વગરની, વિરોધ વગરની.
૨. સબાધ = દોષવાળી, વિરોધવાળી.
૩. અનધ્યવસાયી = બેખબરૂં.

Page 58 of 103
PDF/HTML Page 70 of 115
single page version

background image
૫૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
નિકટ દર્શનપૂજન ઇત્યાદિનું કરવું, તથા ભક્તિરૂપ વા
આસ્તિક્યતારૂપ પરિણામોનું થવું, ઇત્યાદિ ઉત્તરોત્તર મહાદુર્લભ
છે; છતાં આ કાળમાં પણ મહાભાગ્યના ઉદયથી એ બધી વાતો
પ્રાપ્ત થઈ છે.
પણ હવે તમને પૂછીએ છીએ કેતમે હમેશાં મંદિરમાં
આવો છો ત્યાં તમે મંદિરમાં જે પ્રતિમાજી બિરાજે છે, તેને
જ દેવ જાણી સંતુષ્ટ થઈ રહ્યા છો કે તમને પ્રતિમાજીનો
નાનો
મોટો આકાર, વર્ણ વા પદ્માસનકાર્યોત્સર્ગાસન આદિ
જ દેખાય છે, કે જેની આ પ્રતિમા છે તેનું પણ (કાંઈ)
સ્વરૂપ ભાસ્યું છે? તે તમે તમારા ચિત્તમાં વિચારી જુઓ.
જો નથી ભાસ્યું તો જ્ઞાન વિના કોનું સેવન કરો છો? તેથી
તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ
કારણ જે ‘આપ્ત’ તેનો સાચો સ્વરૂપનિર્ણય કરી જ્ઞાનમાં
લાવો. કારણ કે
સર્વ જીવોને સુખ પ્રિય છે, સુખ કર્મોના
નાશથી થાય છે, કર્મનો નાશ સમ્યક્ચારિત્રથી થાય છે,
સમ્યક્ચારિત્ર, સમ્યગ્દર્શન
જ્ઞાનપૂર્વક થાય છે, સમ્યગ્જ્ઞાન
આગમથી થાય છે, આગમ કોઈ વીતરાગપુરુષની વાણીથી
ઉપજે છે અને એ વાણી કોઈ વીતરાગપુરુષના આશ્રયે છે,
માટે જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું
મૂળકારણ જે આપ્તઅર્હંત સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે
સર્વથી પ્રથમ નિર્ણય કરી (તેમનો) આશ્રય લેવો યોગ્ય છે.
કહ્યું છે કેઃ

Page 59 of 103
PDF/HTML Page 71 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૫૯
सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात्
सद्वृतात्स च तच्च बोधनियतं सोप्यागमात् स श्रुतेः ।।
सा चाप्तात् स च सर्वदोषरहितो रागादयस्तेऽप्यत्
स्तं युक्त्या सुविचार्य सर्वसुखदं सन्तः श्रयन्तु श्रियै ।।।।
(આત્માનુશાસન)
એ પ્રમાણે રાગાદિ સર્વ દોષરહિત જે આપ્ત, તેનું
નિશ્ચયપણું જ્ઞાનમાં કરવું. ત્યાં તે તો અજ્ઞાનરાગાદિ
દોષરહિત છે જ, પ્રતિમા પણ તેમની જ છે વા શાસ્ત્રોમાં
નિર્બાધરૂપથી તેમનું સ્વરૂપ લખ્યું છે જ પણ હવે જેનો ઉપદેશ
સાંભળીએ છીએ, જેના કહેલા માર્ગ ઉપર ચાલીએ છીએ, વા
જેની સેવા, પૂજા આસ્તિક્યતા, જાપ, સ્મરણ, સ્તોત્ર,
નમસ્કાર અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંતસર્વજ્ઞ,
તેમનું પ્રથમ પોતાના જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી, તો
તમે નિશ્ચય કર્યા વિના કોનું સેવન કરો છો? લોકમાં પણ
આ પ્રમાણે છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી
અર્થઃસર્વ જીવો ભલા સુખની પ્રાપ્તિને ઇચ્છે છે; તે પ્રાપ્તિ
સર્વ કર્મના ક્ષયથી થાય છે, સર્વ કર્મનો ક્ષય ચારિત્રથી થાય છે;
ચારિત્ર જ્ઞાનમાં નિયત છે; જ્ઞાન આગમથી થાય છે; આગમ
યથાર્થ ઉપદેશમાંથી પ્રવર્તે છે; યથાર્થ ઉપદેશ આપ્તપુરુષ દ્વારા
હોય છે; અને આપ્ત રાગાદિ સર્વ દોષથી રહિત છે, માટે
સત્પુરુષો તે સર્વ સુખના દાતા આપ્તને યુક્તિથી ભલી રીતે
વિચારીને કલ્યાણને માટે તેનો આશ્રય કરો.

Page 60 of 103
PDF/HTML Page 72 of 115
single page version

background image
૬૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
પ્રવર્તે છે અને આત્મહિતના મૂળ આધારભૂત જે અર્હંતદેવ,
તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તો છો એ મોટું આશ્ચર્ય
છે! વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી
પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો.
આળસ આદિ છોડી તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી
તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિકનું સ્વરૂપ, સ્વ
પરનું
ભેદવિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, હેયઉપાદેય અને શુભ
અશુભ શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદઅપદનું સ્વરૂપ એ
બધાનું સર્વ પ્રકારથી યથાર્થજ્ઞાન થાય. માટે સર્વ મનોરથ સિદ્ધ
થવાનો ઉપાય જે અર્હંતસર્વજ્ઞનું યથાર્થજ્ઞાન જે પ્રકારથી થાય
તે પ્રથમ કરવા યોગ્ય છે. કહ્યું છે કેઃ
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्यत्तेहिं
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्य लयं ।।८०।।
અર્થ :જે દ્રવ્યગુણપર્યાયો વડે અર્હંતને જાણે છે
તે જ આત્માને યથાર્થ જાણે છે અને તેના જ મોહનો નાશ થાય
છે. કારણ કે
જે અર્હંતનું સ્વરૂપ છે તે જ પોતાનું સ્વરૂપ છે
પણ વિશેષતા એટલી છે, કે તેઓ પહેલા અશુદ્ધ હતા અને
૧. ભેદવિજ્ઞાન = આત્મા અને જડની જુદાઈનું ભાન.
અર્થ :જે જીવ અર્હંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે ને
પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે; અને તેનો
મોહ ખરેખર નાશ પામે છે.

Page 61 of 103
PDF/HTML Page 73 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૧
રત્નત્રયના સાધનથી વિભાવોને નાશ કરી શુદ્ધ થયા છે અને
તમને રત્નત્રયનું સાધન નથી થયું, તેથી
બહિરાત્મપણું બની
રહ્યું છે.
એ પ્રમાણે શ્રીગુરુ પરમ દયાળુ છે, તેથી તમને આ
વાતમાં ચિત્ત લગાવવાની પ્રેરણા કરે છે. તમે પણ દર્શનાદિક
કાર્ય તો કરો છો જ પણ તેમાં આટલું વિશેષ કરવું કે
અનધ્યવસાયી ઘેલી પાગલપણાની આદત છોડી પ્રથમ નિર્ણય
કરી દર્શનાદિક કરો. જેમાં ચિત્ત પણ સારી રીતે સ્થિર થાય,
સુખ પણ વર્તમાનમાં ઉપજે તથા આસ્થા પણ કાયમ રહે
ત્યારે પોતે અન્યનો ચલિત કર્યો ચલિત થાય નહિ. માટે
સર્વથી પ્રથમ અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું, એ
જ શ્રીગુરુની મૂળ શિક્ષા છે.
ત્યાં જે જીવ, પ્રમાણજ્ઞાન દ્વારા અર્હંતદેવના આગમનું
સેવન, યુક્તિનું અવલંબન, પરંપરાગુરુઓનો ઉપદેશ તથા
સ્વાનુભવ વડે નિર્ણય કરીને જૈની થશે તે જ મોક્ષમાર્ગરૂપ
સાચું ફળ પામશે તથા સાતિશય પુણ્યબંધ કરશે. તથા જે આ
વાતો દ્વારા નિર્ણય તો નહિ કરે અને કુલક્રમથી, વ્યવહારરૂપ
વા બાહ્યગુણોના આશ્રયથી, શાસ્ત્રોથી સાંભળીને તેનાથી
પોતાનું ભલું થવું જાણીને તથા પંચાયત સંબંધના આશ્રયથી
તેમનો સેવક થઈ અજ્ઞાનવિનયાદિરૂપ પ્રવર્તશે, તેને સાચું
નિશ્ચયસ્વરૂપ ફળ તો આવશે નહિ પણ માત્ર પુણ્યબંધ થઈ
૧. બહિરાત્મપણું = આત્માના સ્વભાવથી વિમુખપણું.

Page 62 of 103
PDF/HTML Page 74 of 115
single page version

background image
૬૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જશે. વળી જે કુલાદિ પ્રવૃત્તિ વડે, પંચાયતપદ્ધતિથી, રોગાદિ
મટાડવા અર્થે અવિનયાદિરૂપ અયથાર્થ પ્રવર્તે છે વા
લૌકિકપ્રયોજનની વાંછા પૂર્વક યથાર્થ કે અયથાર્થ પ્રવર્તે છે
અને (ઉપરથી) આત્મકલ્યાણનું સમર્થન કરે છે, તેને તો
પાપબંધ જ થાય છે. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે
તો આ દશ વાતો દ્વારા નિર્ણય કરીને જે સાચા દેવ ભાસે
તેમના, આસ્તિક્યતા લાવી સેવક થવું યોગ્ય છે. એ દશ
વાતો કઈ છે તે કહીએ છીએ
સત્તા, સ્વરૂપ, સ્થાન,
ફળ, પ્રમાણ, નય, નિક્ષેપસંસ્થાપના, અનુયોગ,
આકારભેદ અને ૧૦વર્ણભેદ. હવે તેનું સામાન્ય સ્વરૂપ
કહીએ છીએઃ
૧. અન્ય કોઈ કહે કે અર્હંતદેવ નથી વા પોતાના
દિલમાં જ એવો સંદેહ ઊપજી આવે, તો યુક્તિ આદિથી વા
અન્યના ઉપદેશ આદિથી અર્હંતદેવના અસ્તિત્વની આસ્થા
લાવવાનું બળ પોતાના ચિત્તમાં પ્રાપ્ત થવું અથવા અર્હંતના
અસ્તિત્વની સ્પષ્ટ ભાવના થઈ જવી, તેનું નામ સત્તાનિશ્ચય
છે.
૨. અર્હંતદેવનું બાહ્યઅભ્યંતર સ્વરૂપ જેવું છે તેવો
જ તેનો સાચો નિશ્ચય થવો, તેનું નામ સ્વરૂપનિશ્ચય છે.
૩. વળી સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, નાસ્તિક,
મીમાંસક, ચાર્વાક અને જૈન એ મતોમાં વા વર્તમાનકાળમાં
શ્વેતામ્બર, રક્તામ્બર, પીતામ્બર, ઢુંઢિયા અને સંવેગી આદિ

Page 63 of 103
PDF/HTML Page 75 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૩
જૈનાભાસોમાં વા અન્ય પણ જેટલા મતો છે તેમાં એવા
સર્વજ્ઞદેવ કયા મતમાં હોય છે? એવો સત્ય સ્થાનનિર્ણય
કરવો તે સ્થાનનિર્ણય છે.
૪. એવા સત્યદેવને સેવન કરવાથી કયા ફળની પ્રાપ્તિ
થશે? તેનો નિર્ણય કરવો તે ફળનિશ્ચય છે.
૫. વળી એવા દેવનો નિશ્ચય કઈ જાતિના જ્ઞાનથી થશે?
તેનો નિર્ણય કરવો તે પ્રમાણનિશ્ચય છે.
૬. તથા ભગવાનનાં એકહજાર આઠ નામ છે તે કયા
નયની વિવક્ષાથી કહ્યાં છે? તેનો નિશ્ચય કરવો તે નયનિશ્ચય છે.
૭. ભાવનાની અપેક્ષા કરીએ કે તેમની પ્રતિમાનાં દર્શન
આદિ શા માટે કરવામાં આવે છેક્યા પ્રયોજનથી કરવામાં
આવે છે? તેનો નિશ્ચય કરવો તે (નિક્ષેપ) સંસ્થાપનાનિશ્ચય
છે.
૮. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને
દ્રવ્યાનુયોગનું સ્વરૂપ ક્યાં ક્યાં રહ્યું છે? તેનો નિશ્ચય કરવો તે
અનુયોગનિશ્ચય છે.
૯. મૂળ ભાવોથી પ્રતિમાજીનો આકાર નાનોમોટો શા
માટે હોય છે? તેનો નિશ્ચય કરવો તે આકારનિશ્ચય છે તથાઃ
૧૦. મૂળ ભાવોની અપેક્ષાએ પ્રતિમાજીનો વર્ણ અને
અનેક પ્રકારની કાય કેવી હોય છે? તેનો વિચાર કરવો તે
વર્ણનિશ્ચય છે.

Page 64 of 103
PDF/HTML Page 76 of 115
single page version

background image
૬૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
એ પ્રમાણે પોતાને પ્રથમ સ્વરૂપનિશ્ચય થયો હોય તો
પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે તથા પોતાની
આસ્તિક્યબુદ્ધિ પણ ટકી રહે. પણ જો એ પ્રમાણે ન હોય
તો
પ્રતિપક્ષીની યુક્તિનું ખંડન પણ ન કરી શકાય તથા
(પોતાને) સંશયાદિક કાયમ રહે ત્યારે તેને આસ્તિક્યતા ક્યાં
રહી? માટે પહેલાં ઉપરની વાતો દ્વારા અવશ્ય નિર્ણય કરવો
એ જ ધર્મનું મૂળ છે.
હવે, એ વડે અર્હંતસર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે કરી
શકાય તેનો ઉપાય દર્શાવીએ છીએઃત્યાં પ્રથમ જ સત્તા
નિશ્ચય જો ‘અર્હંતદેવ છે જ’ એવો નિશ્ચય થવાનો પ્રબંધ આ
પ્રમાણે કરીએ છીએઃ
કોઈ વાદી કહે વા પોતાના મનમાં
જ સંશય ઉપજી આવે કેતમે સર્વજ્ઞ કહો છો પણ એ જ
સર્વજ્ઞ જ નથી. તેનો ઉત્તરજો તમે સર્વજ્ઞની નાસ્તિ કહો
છો તો શા ઉપરથી કહો છો? ત્યારે તે કહે છે કેહું સર્વજ્ઞને
શા ઉપરથી જાણું, કોઈ એવું પ્રમાણ ભાસતું નથી કે જેથી
સર્વજ્ઞ જાણી શકાય. માટે નિશ્ચય વિના વસ્તુનું સંસ્થાપન કરવું
તે આકાશના ફૂલ સમાન છે. તેનો ઉત્તર
તેમને અજ્ઞાન
અંધકારનો સમૂહ ફેલાયેલો છે, જેથી પ્રમાણથી સિદ્ધ જે સર્વજ્ઞ
તે પણ તમને ન ભાસ્યા અને તમે (એકાએક)
નાસ્તિકપણાનું
વચન કહ્યું. એ જ શ્રી શ્લોકવાર્તિકમાં કહ્યું છે. યથાઃ
૧. પ્રતિપક્ષી = વિરુદ્ધ અભિપ્રાયવાળા.
૨. નાસ્તિકપણું = સર્વજ્ઞનું ન માનવાપણું.

Page 65 of 103
PDF/HTML Page 77 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૫
तत्र नास्त्येव सर्वज्ञो ज्ञापकानुपलंभनात्
व्योमांभोजवर्दित्येतत्तमस्तोगविजृभितम् ।।।।
(પ્રથમ અધ્યાયપાનું૧૧)
ત્યાં તેને અમે આ પ્રમાણે પૂછીએ છીએ કેસર્વજ્ઞને
જાણવાવાળું પ્રમાણજ્ઞાન તમને નથી જ તેથી તમે સર્વજ્ઞની
નાસ્તિ કહો છો? કે અન્યમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? કે
સર્વ મતવાળાઓમાં સર્વજ્ઞ નથી તેથી કહો છો? ત્યારે તે કહે
છે કે
‘મને (તેનું જ્ઞાન) નથી, કારણ કે મેં સર્વજ્ઞ દીઠા નથી
તેથી નાસ્તિ કહું છું’ ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કેતમને
ન દેખવાથી સર્વજ્ઞની નાસ્તિ કહો છો, તો હવે જે જે વસ્તુ
તમને ન ભાસે તે બધાની નાસ્તિ કહો ત્યારે તો તમારો હેતુ
સિદ્ધ થાય ત્યાં સમુદ્રમાં જળ કેટલા ઘડા પ્રમાણ છે?’ હવે એ
ઘડાની ગણત્રી તમારા જ્ઞાનમાં તો આવી નથી, પરંતુ સમુદ્રમાં
જળ તો સંખ્યાની મર્યાદાસહિત અવશ્ય છે, તથા તમારાથી ઘણા
ચતુર વા જ્ઞાનીના જ્ઞાનમાં એ સમુદ્રના જળની પ્રમાણતા આવી
જ હશે કે ‘આમાં આટલા ઘડાપ્રમાણ જળ છે.’ હવે એ પ્રકારે
તો તમારામાં સ્વસંબંધી જ્ઞાપકાનુપલંભ નામનો હેતુવ્યભિચાર
આવ્યો.
અર્થ :જેમ આકાશના ફૂલનાં અસ્તિત્વને જણાવનારું કોઈ
પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી આકાશનું ફૂલ નથી. તેમ સર્વજ્ઞના
અસ્તિત્ત્વને જણાવનારું કોઈ પ્રમાણ પ્રાપ્ત નહિ હોવાથી સર્વજ્ઞ
પણ નથી, આમ માનવું તે અંધકારના સમૂહનો ફેલાવ છે.

Page 66 of 103
PDF/HTML Page 78 of 115
single page version

background image
૬૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જેમ કોઈ પુરુષે દિલ્લી ન દેખી તો તેના ન દેખાવાથી
કાંઈ દિલ્લીનો અભાવ તો કહી શકાય નહિ, અર્થાત્ દિલ્લી તો
છે જ. તે જ પ્રમાણે તમને સર્વજ્ઞને દેખવાનો ઉપાય તો ન
ભાસ્યો વા સર્વજ્ઞ ન દેખ્યા તો તમે અજ્ઞાની છો, તમને ન
ભાસવાથી કાંઈ સર્વજ્ઞનો અભાવ તો કહી શકાય નહિ. સર્વજ્ઞ તો
છે જ. એ પ્રમાણે શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે. યથાઃ
स्वसंबंधि यदीदं स्याद्ब्यभिचारि पयोनिधेः
अंभः कुंभादिसंख्यानैः सद्भिरज्ञायमानकैः ।।१४।।
(પ્ર. અ. પાનું૧૩)
વળી, જે પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામના હેતુને ગ્રહણ
કરે અર્થાત્ પર જે અન્ય, તેમને સર્વજ્ઞ જાણવાનો ઉપાય ન
ભાસ્યો વા તેણે સર્વજ્ઞ ન દીઠા, તેથી એ પરની અપેક્ષાએ
સર્વજ્ઞની નાસ્તિ કહે છે. ત્યાં તેને પૂછીએ છીએ કે
તમારાથી
પર તો અમે પણ છીએ, હવે અમે કહીએ છીએ કે ‘અમને
સર્વજ્ઞને જાણવાના ઉપાયરૂપ જ્ઞાન ભાસ્યું છે તેનાથી સર્વજ્ઞને
અમે જાણ્યા છે, તેથી તમે પરઅપેક્ષાએ સર્વજ્ઞની નાસ્તિ કેવી
રીતે કહો છો? કારણ કે અમે તમને તમારા વચનથી સર્વજ્ઞનો
આસ્તિક્યતારૂપ નિર્ણય કરાવી આપશું અને ફરી તમે
અર્થ :‘સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ મને પોતાને ઉપલબ્ધ
નથી, તેથી સર્વજ્ઞ નથી.’ એમ માનવામાં આવે તો સમુદ્રના
જળની (ચોક્કસ) ઘટસંખ્યા જે તને પોતાને અજ્ઞાત હોવા છતાં
વિદ્યમાન છે, તેની સાથે વ્યભિચાર આવે છે.

Page 67 of 103
PDF/HTML Page 79 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૭
વિરુદ્ધવચન કહેતા જશો અને ન્યાય થયેલ જો અમારી વાત
સાચી રહી જાશે તો એમાં મતપક્ષરૂપ પરસ્પર વ્યાઘાત થશે,
તથા જો ન્યાયમાં પ્રમાણ દ્વારા તેનાથી સિદ્ધ ન કરવામાં આવે
તો અમારી સિદ્ધિ જૂઠ્ઠી પડી. માટે અમને જેમ (તેની સિદ્ધિ)
ભાસી છે તેવી તમને પ્રમાણ દ્વારા સિદ્ધ કરાવી આપશું, ત્યારે
તમારો પરસંબંધિ જ્ઞાપકાનુપલંભ નામનો હેતુ સર્વજ્ઞની નાસ્તિ
સાધવામાં જૂઠો પડ્યો. માટે તમારે પરની અપેક્ષાએ સર્વજ્ઞની
નાસ્તિ માનવી યોગ્ય નથી. એ જ વાત શ્રી શ્લોકવાર્તિકજીમાં
કહી છે. યથાઃ
परोपगमतः सिद्धस्स चेन्नास्तीति गम्यते
व्याघातस्तत्प्रमाणत्वेडन्योन्यं सिद्धो न सोऽन्यथा ।।२७।।
(પ્ર. અ. પાનું૪૧ફૂટનોટ)
વળી તમે કહેશો કે‘જગતમાં સર્વને જ સર્વજ્ઞ દેખવાનો
ઉપાય ભાસ્યો નથી વા સર્વજ્ઞ દીઠા નથી, તેથી સર્વસંબંધી
સર્વજ્ઞની નાસ્તિ કહીએ છીએ’ તેને પૂછીએ છીએ કે
તમને
સર્વને સર્વજ્ઞ ન દેખવાનો નિશ્ચય કેવી રીતે થયો? ત્યારે તે કહે
અર્થ :‘સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ પરને (મારાથી અન્ય
વ્યક્તિને) ઉપલબ્ધ નથી, માટે સર્વજ્ઞ નથી’; એમ કારણ
આપવામાં આવે તો તારાથી અન્ય વ્યક્તિ તો હું પણ છું કે જેને
સર્વજ્ઞને જણાવનારું પ્રમાણ ઉપલબ્ધ છે. એ રીતે અન્ય
વ્યક્તિઓની માન્યતામાં પરસ્પર વ્યાઘાત થતો હોવાથી અન્ય
વ્યક્તિની માન્યતા દ્વારા પણ સર્વજ્ઞનો અભાવ થતો નથી.

Page 68 of 103
PDF/HTML Page 80 of 115
single page version

background image
૬૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
છે કે‘હું સર્વના ચિત્તનો નિર્ણય કરીને કહું છું’ ત્યાં અમે
કહીએ છીએ કેજે સર્વના ચિત્તને જાણે તે જ સર્વજ્ઞ, તો તમે
સર્વના ચિત્તને જાણ્યું!
હવે તમારી સર્વના ચિત્તને જાણવાની શક્તિની પરીક્ષા
કરી લઈશું. જો તમે દૂરક્ષેત્રની તથા ઘણા કાળની જો તમે દેખ્યા
વગરની સ્થૂલ વાત પણ બતાવી દેશો, તો તમારું સર્વના ચિત્તનું
જાણવાપણું સાચું માની લેશું. જો તમારાથી દૂર ક્ષેત્રની તથા
ઘણા કાળની વાત બતાવી શકાતી નથી તો તમને સર્વના ચિત્તનું
જ્ઞાન થયું છે, એમ કેવી રીતે માનીએ? અને જો થયું છે તો
તમારો સર્વસંબંધિજ્ઞાપકાનુલંભ નામનો હેતુ તો સદોષ થયો.
કહ્યું છે કે
सर्वसम्बंधि तद्बोद्धं किंचिद्बोधैर्न शक्यते
सर्वबोद्धास्तिचेत्कश्चित्तदवोद्धा किं निषिध्यते ।।१५।।
(શ્લોકવાર્તિક પ્ર. અ. પાનું૧૪)
એ પ્રમાણે તમારા સર્વ સંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને જૂઠ ઠરાવ્યો. ત્યારે તે કહે છે કે‘એ તો જાણ્યું, પરંતુ
પરસંબંધિજ્ઞાપકાનુપલંભ તો ત્યારે જૂઠા થાય કે જ્યારે તમને જે
પ્રકારના પ્રમાણ દ્વારા સર્વજ્ઞનું અસ્તિત્વ ભાસ્યું છે, તે પ્રકારથી
અર્થ :જો સર્વજ્ઞના અસ્તિત્વને જણાવનારું પ્રમાણ સર્વને પ્રાપ્ત
નથી, એમ કહો તો તે સર્વ સંબંધી જાણવું. અલ્પજ્ઞાનથી થઈ શકે
નહિ; અને જો તે સર્વ સંબંધી જાણવું થઈ શકે, તો પછી કોઈ સર્વજ્ઞ
હોઈ શકે એ વાતનો નિષેધ કેમ કરવામાં આવે છે?