Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 6

 

Page 69 of 103
PDF/HTML Page 81 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૯
અમને પણ દર્શાવો. જ્યારે અમને અસ્તિત્વનો સાચો નિશ્ચય
થઈ જશે ત્યારે અમે શા માટે પરસંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને સાચો માનીશું? એ તો સહજ જ પોતાની મેળે જૂઠ થઈ
જશે.’ ત્યારે તેને કહીએ છીએ કેઃ
જો તમને સર્વજ્ઞના
અસ્તિત્વનો નિશ્ચય કરવાની અભિલાષા છે, તો તમને જે
અપ્રમાણનાં ચશ્મા લાગી રહ્યાં છે તેને ઉતારીને પ્રમાણનાં ચશ્મા
લગાવો; કારણ કે
અપ્રમાણજ્ઞાનમાં વસ્તુનો સાચો નિર્ણય
સર્વથા થાય જ નહિ પણ પ્રમાણજ્ઞાનથી જ યથાર્થનિર્ણય થવો
કહ્યો છે, શાસ્ત્રમાં એ જ કહ્યું છે કેઃ
‘प्रमाणादिष्टसंसिद्धिरन्यथातिप्रसंगतः
(પ્રમાણપરીક્ષા પાનું૬૩)
અર્થાત્પ્રમાણથી જ પોતાના ઇષ્ટની ભલા પ્રકારથી
સિદ્ધિ થાય છે. તથા જો એમ ન માનીએ તો પ્રમાણ અને
અપ્રમાણનો વિભાગ ન રહે અને તેથી સર્વને ઇષ્ટની સાચી
સિદ્ધિ થવાથી અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) નામનો દોષ આવે,
માટે વસ્તુની સાચી સિદ્ધિ પ્રમાણથી જ થવી માની અપ્રમાણનાં
ચશ્મા દૂર કરવા યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું કે
મને
અપ્રમાણજ્ઞાનનું સ્વરૂપ બતાવો કે જેને જાણીને હું દૂર કરું!
ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કે
અર્થ :પ્રમાણથી જ ઇષ્ટની ભલા પ્રકારે સિદ્ધિ થાય છે.
બીજી રીતે અનિષ્ટની પણ સિદ્ધિ થવાથી અતિપ્રસંગે દોષ
આવશે.

Page 70 of 103
PDF/HTML Page 82 of 115
single page version

background image
૭૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જે જ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ અયથાર્થ ભાસે તે જ્ઞાનનું
નામ જ અપ્રમાણજ્ઞાન છે, તેના ત્રણ ભેદ છે. સંશય, વિપર્યય
અને અનધ્યવસાય. ત્યાં વસ્તુનો નિર્ણય કરવામાં સાચા લક્ષણનો
આશ્રય તો ન આવે અને
સપક્ષ તથા પરપક્ષમાં નિયત જે
સાધારણધર્મ તેના આશ્રયથી નિર્ણય કરે, તો ત્યાં બંને પક્ષ
પ્રબલ ભાસે ત્યારે શિખિલ અર્થાંકિત થઈ બેતરફી જ્ઞાનનું રહેવું
તેનું નામ સંશયજ્ઞાન છે. વળી વિપરીત એટલે ઉલટા લક્ષણના
આશ્રયથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો અર્થાત્ અન્યથા
ગુણોમાં યથાર્થબુદ્ધિ કરવી તેનું નામ વિપર્યયજ્ઞાન છે. તથા જ્ઞેય,
જ્ઞાનમાં તો આવે પણ પછી અભિપ્રાય, સ્વરૂપ ઇત્યાદિનો
નિર્ણય ન કરવો તેનું નામ અનધ્યવસાયજ્ઞાન છે. એવા
દોષસહિત જ્ઞાન વડે વસ્તુના સાચા સ્વરૂપનો નિશ્ચય ન થાય.
ત્યારે તે કહે છે કેસર્વ વસ્તુઓનું સાચું સ્વરૂપ તો
કેવલજ્ઞાન વિના સર્વથા ન ભાસે, તો કેવલી વિના બધાનું જ્ઞાન
૧. સપક્ષ = જ્યાં સાધ્ય રહેવાનો નિશ્ચય હોય તેને સપક્ષ કહે છે.
દા.ત. લીલા બળતણથી મળેલી અગ્નિવાળું રસોઈઘર (જ્યાં
સાધ્ય ધૂમાડો હોવાની ચોક્કસતા છે).
૨. વિપક્ષ = જ્યાં સાધ્ય ન હોવાનો નિશ્ચય હોય. દા.ત. અગ્નિથી
તપેલો લોઢાનો ગોળો (જ્યાં સાધ્ય ધૂમાડો ન હોવાનો
નિશ્ચય છે.)
૩. નિયત = રહેનાર.
૪. સાધારણધર્મ = સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહેનાર.

Page 71 of 103
PDF/HTML Page 83 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૧
શું મિથ્યા જ છે? તેનો ઉત્તર શ્રી શ્લોકવાર્તિકજીમાં આ પ્રમાણે
કહ્યો છે કે
‘मिथ्याज्ञानं प्रमाणं न सम्यगित्यधिकारतः’ ।।३८।।
(પ્ર. અ. પાનું ૧૭૦)
મિથ્યાજ્ઞાન તો સર્વથા પ્રમાણરૂપ છે જ નહિ, કારણ કે
શાસ્ત્રોમાં તો સમ્યગ્જ્ઞાનની જ પ્રમાણતા કહી છે. ત્યાં જે
પ્રકરણમાં જે જાતિના જ્ઞેયના જ્ઞાનને બાધા ન લાગે તે પ્રમાણના
પ્રકરણમાં તે પ્રકારથી તે જ્ઞેયના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન જ કહીએ
છીએ. કારણ કે મિથ્યાજ્ઞાનથી તો કાર્ય સિદ્ધિ થતી નથી, કારણ
કે
એકેંદ્રિયાદિથી પંચેંદ્રિય સુધી સર્વ જીવોને પોતપોતાના ઇષ્ટના
સાધકરૂપ સમ્યગ્જ્ઞાન હોય છે, માટે કેવલજ્ઞાન વિના સર્વ જ્ઞાન
મિથ્યા જ છે, એમ કહેવું યોગ્ય નથી. પોતપોતાના પ્રકરણમાં
પોતપોતાના જ્ઞેયસંબંધિ સાચા જાણપણાનું અલ્પ વા વિશેષ જ્ઞાન
સર્વને હોય છે, કારણ કે
લૌકિકકાર્ય તો બધાય જીવો યથાર્થ
જ કરે છે, તેથી લૌકિકસમ્યગ્જ્ઞાન તો સર્વ જીવોને થોડું વા ઘણું
બની જ રહ્યું છે પણ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
આગમ આદિ પદાર્થો, તેનું સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય
છે તથા સર્વ જ્ઞેયનું જ્ઞાન કેવલીભગવાનને જ છે, એમ જાણવું.
અર્થ :સમ્યગ્જ્ઞાન પ્રમાણ છે એવો (શાસ્ત્રમાં) અધિકાર
હોવાથી મિથ્યાજ્ઞાન જ પ્રમાણ નથી. (એમ સિદ્ધ થાય છે.
કેવળજ્ઞાન સિવાય અન્યજ્ઞાન અપ્રમાણ છે, એમ નથી.)

Page 72 of 103
PDF/HTML Page 84 of 115
single page version

background image
૭૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
વળી લૌકિકકાર્યોમાં પણ જ્યાં સંશય આદિ ત્રણે જ્ઞાન
આવે છે ત્યાં લૌકિકકાર્યને પણ બગાડે જ છે, માટે જો તમારો
સર્વજ્ઞની સત્તા આદિના સાચા નિર્ણયનો અભિપ્રાય છે તો તમારા
જ્ઞાનમાંથી એ ત્રણે દોષોને દૂર કરી પોતાના જ્ઞાનને પ્રમાણરૂપ
કરો. ત્યારે તે કહે છે કે
ત્રણદોષ રહિત પ્રમાણજ્ઞાનના કેટલા
ભેદ છે, વા અમને કયું જ્ઞાન થવા યોગ્ય છે, વા આ પ્રકરણમાં
કયા ભેદનું પ્રયોજન પડશે? તે કહો. તેનો ઉત્તર
પ્રમાણજ્ઞાનના ૧૩ ભેદ છે, કેવલજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન,
અવધિજ્ઞાન, સ્પર્શનરસનાઘાણચક્ષુ અને શ્રોત્રજ્ઞાન,
સ્મૃતિજ્ઞાન, પ્રત્યભિજ્ઞાન, તર્કજ્ઞાન, અનુમાનજ્ઞાન અને
આગમજ્ઞાન આદિ, ત્યારે તે કહે છે કે
તેનું સ્વરૂપ શું છે? તે
સામાન્યરૂપથી અહીં કહેવામાં આવે છે તથા વિશેષરૂપથી
પ્રમાણનિર્ણયમાં લખીશું.
૧. ત્યાં લોકમાં રહેલાં જે સર્વ દ્રવ્યો વા અલોકાકાશ
તેમનાં ત્રિકાલવર્તી અનંત ગુણપર્યાયો સહિત એક કાલમાં
યથાવત્ જાણે, તેનું નામ કેવળજ્ઞાન છે.
૨. સરળરૂપ વા વક્રરૂપ ચિંત્વન કરતા જીવના ચિંતવનને
જાણે, તે જ્ઞાનનું નામ મનઃપર્યયજ્ઞાન છે.
૩. મૂર્તિક પુદ્ગલોના સ્કંધને વા સૂક્ષ્મપરમાણુઓને એક
કાળમાં એક જ્ઞેયને તેના (જ્ઞેયના) દ્રવ્ય, ક્ષેત્ર, કાલની
મર્યાદાસહિત સ્પષ્ટ જાણે, તેનું નામ અવધિજ્ઞાન છે.

Page 73 of 103
PDF/HTML Page 85 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૩
૪. મન અને પાંચે ઇંદ્રિયોથી જે જ્ઞાન થાય છે તેને
સાંવ્યવહારીકજ્ઞાન કહે છે, તે (જ્ઞાન), પુદ્ગલના અનંતાનંત
પરમાણુઓના
બાદર સ્કંધને પોતપોતાના વિષયની મર્યાદા
સહિત એકકાળમાં એક જ્ઞેયને કિંચિત્ સ્પષ્ટરૂપ જાણે છે, ત્યાં
સ્પર્શનઇંદ્રિય તો પોતાના આઠ (સ્પર્શરૂપ) વિષયોને જાણે છે.
૫. રસના ઇંદ્રિય, પાંચ રસોને જાણે છે.
૬. ઘ્રાણઇંદ્રિય, સુગંધ
દુર્ગંધરૂપ જે બે પ્રકારના ગંધ છે
તેને જાણે છે.
૭. નેત્રઇંદ્રિય, પાંચ પ્રકારના વર્ણોને જાણે છે.
૮. શ્રોત્ર (કર્ણ) ઇંદ્રિય, સાતપ્રકારના સ્વરોને જાણે છે.
૯. હવે પાંચ
પરોક્ષ (જ્ઞાન)ના ભેદોને કહે છે, ત્યાં
પૂર્વમાં જાણેલી વસ્તુ યાદ આવવી તે સ્મૃતિજ્ઞાન છે.
૧૦. પૂર્વમાં જાણેલી વસ્તુનું વર્તમાનમાં જાણેલા જ્ઞેયથી
બંને કાળના સદ્રશપણાપૂર્વક જોડરૂપ જે જ્ઞાન થવું તેનું નામ
પ્રત્યભિજ્ઞાન છે.
૧૧. સાધ્યસાધનની વ્યાપ્તિ અર્થાત્ આ સાધ્ય, આ
૧. બાદર = સ્થૂળ.
૨. સ્કંધ = પરમાણુનો જથ્થો.
૩. પરોક્ષજ્ઞાન = જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે.
૪. સદ્રશપણું = સમાનપણું, સરખાપણું.

Page 74 of 103
PDF/HTML Page 86 of 115
single page version

background image
૭૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સાધનથી જ સિદ્ધ થશે પણ અન્ય પ્રકારથી નહિ સિદ્ધ થાય એવા
નિયમરૂપ સહચારીપણાને જાણવું, તેનું નામ તર્ક પ્રમાણ છે.
૧૨. ચાર દોષો રહિત સાધનથી સાધ્યને જાણવું; જ્યાં
સાધ્ય તો અસિદ્ધ હોયસાધનગમ્ય ન (થયું) હોયત્યાં
ગમ્યમાન સાધન જે તર્ક તેનાથી નિશ્ચય કર્યો હોય તે વડે
અસિદ્ધ
સાધ્યને જાણવું, તેનું નામ અનુમાનપ્રમાણ છે.
૧૩. પ્રત્યક્ષઅનુમાનઅગોચરવસ્તુનો કેવલીસર્વજ્ઞના
વચનઆશ્રયથી જ પદાર્થનો નિર્ણય કરવો, તે આગમપ્રમાણ છે.
ત્યાં આ સમય આ દુઃષમપંચમકાલમાં કેવલજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન તો આ ક્ષેત્રમાં
છે જ નહિ તથા પાંચ ઇંદ્રિયજ્ઞાનમાં સર્વજ્ઞનું સ્વરૂપ ગ્રહણમાં
આવતું નથી, માત્ર નેત્રથી તેમની પ્રતિમાજીનો વર્ણ વા આકાર
વા આસનાદિક તો દેખાય છે પણ (તેથી) જે સર્વજ્ઞનું
સત્તાસ્વરૂપ જ્ઞાન. તે તો નિયમથી જાણી શકાતું નથી, વળી
મનમાં સ્મૃતિપ્રમાણ તો ત્યારે થાય કે જ્યારે પૂર્વમાં જાણ્યું હોય
તો યાદ આવે, પણ જેને પૂર્વમાં તેનું જ્ઞાન જ ન થયું હોય તેને
સ્મૃતિપ્રમાણ કેવી રીતે ઉપજે? તથા આગળ
પ્રથમ જાણ્યું હોય
તેને વર્તમાનમાં સપક્ષવિપક્ષ દ્વારા જાણીને સદ્રશ
વિસદ્રશપણાનું જોડરૂપ જ્ઞાન થાય, પણ જેણે પૂર્વમાં સર્વજ્ઞ
જાણ્યા જ નથી, વર્તમાનમાં પણ જાણ્યા નથી તથા જોડરૂપજ્ઞાન
જેને થયું નથી, તેને પ્રત્યભિજ્ઞાન પણ કેવી રીતે થાય? વળી
૧. વિસદ્રશપણું = અસમાનપણું

Page 75 of 103
PDF/HTML Page 87 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૫
આગમપ્રમાણમાં તો સર્વજ્ઞવચનના આશ્રયથી વસ્તુનું સ્વરૂપ
જાણી લેવાનું હોય છે. પણ જિનમતમાં તો આવી આમ્નાય
નથી, જિનમતમાં તો આ આમ્નાય છે કે
વસ્તુનાં નામાદિક અને
લક્ષણાદિક તો આગમના શ્રવણ દ્વારા જ જાણે પછી
મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
આગમપદાર્થાદિક તેના
સ્વરૂપને તો આગમથી જ સાંભળી પ્રતીતિમાં લાવે, તેનું તો
પ્રત્યક્ષ
અનુમાન દ્વારા નિર્ણયથી ‘આગમમાં લખ્યું છે’ એ સાચું
માનવું. હવે મૂળ પ્રયોજનભૂત રકમ જે અર્હંતસર્વજ્ઞ તેને (માત્ર)
આગમના સાંભળવાથી જ પ્રતીતિમાં લાવી જે સંતોષ માની લે
છે. તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
અર્હંત
સર્વજ્ઞનો નિશ્ચય થવામાં (માત્ર) આગમપ્રમાણનો અધિકાર
નથી. કહ્યું છે કેઃ
प्रत्यक्षानुमानागमैः परीक्षणमत्र विचारः
(શ્લોકવાર્તિક પાનું૮ લીટી ૧૩.)
અર્થઃપ્રત્યક્ષઅનુમાનના આશ્રય સહિત આગમમાં
લખેલી પ્રયોજનભૂત રકમની પરીક્ષા કરવી તેનું નામ વિચાર
છે. જે સર્વજ્ઞનું સ્વરૂપ છે તે તો મૂળ પ્રયોજનભૂત રકમ છે,
માટે પરીક્ષા કર્યા સિવાય કેવલ આગમના આશ્રયથી જ તેની
પ્રતીતિ કરતાં નિયમથી પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. માટે જો
સર્વજ્ઞદેવનો નિશ્ચય કરવો છે તો પહેલાં તેનાં નામ
લક્ષણાદિક
અર્થ :પ્રત્યક્ષ અનુમાન અને આગમ વડે પરીક્ષા કરવી, તેનું
નામ અત્રે વિચાર કહ્યો છે.

Page 76 of 103
PDF/HTML Page 88 of 115
single page version

background image
૭૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
આગમથી સાંભળીને પછી અનુમાનથી નિશ્ચય કરવો યોગ્ય છે.
તે કેવી રીતે કરાય તે કહીએ છીએઃ
પ્રથમ તો પ્રમાતા,
પ્રમાણ, પ્રમેય, પ્રમિતિ એમનું સ્વરૂપ ઠીક કરીને
(બરાબર ઓળખીને લક્ષમાં લાવીને) તમારે સર્વજ્ઞનો નિર્ણય
કરવો ઇષ્ટ છે.
હવે તમે પ્રમાતા બનો, ત્યાં તેર પ્રમાણમાં પાંચ
ઇંદ્રિયજ્ઞાન તથા પાંચ પરોક્ષ પ્રમાણ એ દશ પ્રમાણ તો તમારે
છે. લૌકિકકાર્યોમાં તો તમે તેને યથાયોગ્ય ઠેકાણે જોડી કાર્યસિદ્ધ
કરી લ્યો છો, પણ હવે જો તમારે સર્વજ્ઞનો નિશ્ચય કરવો છે
તો અનુમાનપ્રમાણરૂપ પોતાના જ્ઞાનને બનાવો તથા તમે પ્રમાતા
બની તમારા પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય તરફ લગાવો,
કે જેથી સાચો નિર્ણય થાય. અહીં અનુમાનપ્રમાણથી સર્વજ્ઞનો
નિશ્ચય થાય છે તે અનુમાનપ્રમાણનું સ્વરૂપ સમજી પોતાના
જ્ઞાનને પ્રમાણરૂપ બનાવવું. ત્યાં પ્રથમ સાધ્ય
સાધનની વ્યાપ્તિનું
જ્ઞાન જે તર્કપ્રમાણ તે પહેલાં થવું જોઈએ, કારણ કેતે થતાં
જ સાચું અનુમાન થાય છે. હવે પહેલાં સાધનના સ્વરૂપનો
નિર્ણય કરવો જોઈએ. ત્યાં સાધનનું મૂળ સ્વરૂપ તો આ પ્રમાણે
છેઃ
૧. પ્રમાતા = જાણનાર આત્મા.
૨. પ્રમાણ = સાચું જ્ઞાન.
૩. પ્રમેય = જ્ઞેય, જણાવા યોગ્ય પદાર્થ.
૪. પ્રમિતિ = પ્રમાણનું ફળ.

Page 77 of 103
PDF/HTML Page 89 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૭
જેના વડે સાધ્ય સિદ્ધ થાય પણ અન્ય બીજા પ્રકારથી
ન સધાય તેનું નામ સાધન છે, તેના અનેક ભેદ છેપરરૂપ,
સંયોગરૂપ, લક્ષણરૂપ, પૂર્વચરરૂપ, ઉત્તરચરરૂપ,
સહચરરૂપ, કર્તારૂપ, કર્મરૂપ, કરણરૂપ, ૧૦સંપ્રદાનરૂપ,
૧૧અપાદાનરૂપ, ૧૨અધિકરણરૂપ, ૧૩સંબંધરૂપ, ૧૪ક્રિયારૂપ,
૧૫સ્વામીરૂપ, ૧૬સ્વરૂપરૂપ, ૧૭દ્રવ્યરૂપ, ૧૮ક્ષેત્રરૂપ, ૧૯કાલરૂપ
તથા ૨૦ભાવરૂપ ઇત્યાદિ સાધનના ઘણા ભેદ છે. ત્યાં એટલાનું
તો કંઈક સ્વરૂપ લખીએ છીએ
૧. ભિન્ન પરદ્રવ્યથી પરદ્રવ્યનો નિશ્ચય કરવો. જેમ કે
મંદિરનાં ચિત્રો દેખી ‘આ મંદિર બંધાવવાવાળો ધણી રસીલો
હતો’ એવો નિશ્ચય કરવો; અહીં મંદિરથી તેના બંધાવવાવાળા
પુરુષનો નિશ્ચય થયો, તે પરરૂપહેતુ છે.
૨. એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ જે પરદ્રવ્ય, તેનાથી નિશ્ચય
કરવો તે સંયોગરૂપહેતુ છે; જેમ કેકોઈ ખુશમૂર્તિને જોઈને
અંતરંગ પ્રસન્નતાનું જ્ઞાન થવું, તે સંયોગરૂપહેતુ છે.
૩. લક્ષણને જોઈ વસ્તુનો નિશ્ચય કરવો; જેમ કે
ચેતનાલક્ષણને દેખી ચૈતન્યજીવનો નિશ્ચય કરવો, તે લક્ષણરૂપ
હેતુ છે.
૪. સાધ્યથી પ્રથમ થવારૂપ કર્મને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો તે પૂર્વચરહેતુ છે; જેમ કેકૃતિકાનો ઉદય દેખી
રોહિણીનો નિશ્ચય કરવો, તે પૂર્વચરહેતુ છે.

Page 78 of 103
PDF/HTML Page 90 of 115
single page version

background image
૭૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
૫. સાધ્યની પછી થવાવાળા હેતુને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કેરોહિણીનો ઉદય દેખી કૃતિકાનક્ષત્ર થઈ ગયાનો
નિશ્ચય કરવો, તે ઉત્તરહેતુ છે.
૬. જે સાધ્યની સાથેસાથે હોય તેને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો, જેમ કેપ્રકાશને દેખી સૂર્યના ઉદયનો નિશ્ચય કરવો, તે
સહચરહેતુ છે.
૭. કર્તાના સાધનથી સાધ્યભૂતકાર્યનો નિશ્ચય કરવો; જેમ
કેવગર ચાખ્યે લાડુના સારાપણાનો હલવાઈના નામથી નિશ્ચય
કરવો કે આ લાડુ ફલાણા કંદોઈના બનાવેલા છે માટે સારા
છે, તે કર્તારૂપહેતુ છે.
૮. કાર્યરૂપહેતુના સાધન વડે કર્તારૂપ સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કેસારા કપડાના તાકાને જોઈ તેને વણવાવાળા
કારીગરનો નિશ્ચય કરવો, તે કાર્યરૂપહેતુ છે.
૯. કરણના સાધન વડે તે દ્વારા થવાવાળા કાર્યરૂપ
સાધ્યનો નિશ્ચય કરવો; જેમ કેકોઈના બૂરા ભાવો જોઈને એમ
કહેવું કે ‘આ પુરુષ નર્કમાં જશે’, તે કરણરૂપહેતુ છે.
૧૦. સંપ્રદાનસાધન વડે નિશ્ચય કરવો તે સંપ્રદાનરૂપહેતુ
છે જેમ રસોઈ બનાવવાવાળા રસોઈયાને પૂછવું કેઆ રસોઈ
કોના માટે કઈ ક્રિયાથી બનાવો છો? ત્યારે તેણે કોઈ ક્રિયાને
બતાવી, તેથી આમ નિશ્ચય થવો કે
આ રસોઈ ઉજ્જ્વલતાથી
બની છે, તેનું નામ સંપ્રદાનહેતુ છે.

Page 79 of 103
PDF/HTML Page 91 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૯
૧૧. અપાદાનને સાધન કરી સાધ્યનો નિશ્ચય કરવો;
જેમ કેકોઈ લડાઈ કરીને ઘરે જતો હતો તેને દેખી નિશ્ચય
કરવો કે આ ઘરે જઈને લડશે, તેને અપાદાનરૂપહેતુ કહે છે.
૧૨. આધારને આધેયનો નિશ્ચય કરવો, જેમ કેકોઈ
સારા ખેતરનું નામ સાંભળી તેમાં ઉત્પન્ન થવાવાળા ચોખાના
સારાપણાનો નિશ્ચય કરવો, ઇત્યાદિ તે આધારરૂપ સાધન છે.
૧૩. સંબંધને સાધન કરી નિશ્ચય કરવો તે સંબંધરૂપ
સાધન છે; જેમકેખરાબ સંબંધ દ્વારા એવો નિશ્ચય કરવો કે
‘આ વસ્તુ ખાવા યોગ્ય નથી, વા આ પુરુષને ખરાબ મનુષ્યોનો
સંબંધ છે, તેથી આ વ્યસની છે’ ઇત્યાદિ સંબંધ સાધન છે.
૧૪. કાર્યની પ્રારંભરૂપ ક્રિયા દ્વારા કાર્યના ભલાપણા કે
બૂરાપણાનો નિશ્ચય કરવો; જેમ કે વીણા આદિની વાગવારૂપ
ક્રિયાથી ગાવારૂપકાર્યનો નિશ્ચય કરવો, તે ક્રિયારૂપ સાધન છે.
૧૫. સ્વામિરૂપ સાધન વડે વસ્તુનો નિર્ણય કરવો; જેમ
કેમુનિરાજને જોકે ભોજનના શુદ્ધઅશુદ્ધપણાનો નિશ્ચય નથી
આવ્યો તો પણ જૈનીશ્રાવકનું ઘર ઓળખી શ્રાવકના ઘરે આહાર
કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે
ભોજનની શુદ્ધતાનો નિર્ણય
કર્યા સિવાય મુનિ આહાર કેવી રીતે કરે? તેના ઉત્તરદાન
દેનાર જૈની છે. હવે જેને જિનદેવનો નિશ્ચય છે તથા જિનદેવ
જ જેના સ્વામિ છે, તેને ત્યાં આહાર અશુદ્ધ ન હોય. એ પ્રમાણે
સ્વામિરૂપ સાધન છે.

Page 80 of 103
PDF/HTML Page 92 of 115
single page version

background image
૮૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
૧૬. સ્વરૂપસાધન વડે વસ્તુનો નિર્ણય કરવો; જેમ કે
કોઈના પુત્રને સુંદર કપડાંબહુ મૂલ્યવાન ઘરેણાં પહેરેલાં
જોઈને વા ઉદારતાપૂર્વક તેને ધન ખર્ચતો જોઈને, એવો નિશ્ચય
કરવો કે આ ભાગ્યવાન પિતાનો પુત્ર છે; તેને સ્વરૂપસાધનહેતુ
કહે છે.
૧૭. દ્રવ્યરૂપ સાધન વડે વસ્તુનો નિર્ણય કરવો, જેમ કે
આ લાડુ બિલકુલ સારા નહિ હોય, કેમ કે તેમાં ખરાબ ચીની
(ખાંડ) પડી છે; તે દ્રવ્યરૂપ સાધન છે.
૧૮. ક્ષેત્ર દ્વારા વસ્તુનો નિશ્ચય કરવો, જેમ કેફલાણા
ઉત્તમક્ષેત્રમાં આ ધાન્ય ઉત્પન્ન થયું છે માટે આ ધાન્ય ઉત્તમ
છે, એ પ્રમાણે ક્ષેત્રરૂપ સાધન છે.
૧૯. કાલ દ્વારા વસ્તુનો નિર્ણય કરવો તે કાલરૂપ સાધન
છે. તથાઃ
૨૦. ભાવ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવો તે ભાવરૂપ
સાધન છે.
એ પ્રમાણે સાધનોનું સ્વરૂપ કહ્યું, પણ તે અસિદ્ધ,
વિરુદ્ધ, અનૈકાન્તિક તથા અકિંચિત્કરરૂપ ચાર દૂષણોથી
(હેત્વાભાસ) રહિત હોય, કે જેથી સાધ્ય નિશ્ચયથી અવશ્ય સિદ્ધ
થાય જ અને જેના વિના ન જ સિદ્ધ થાય તે સાધન છે; તેનાથી
વિપરીત સાધન પતિતરૂપ (સદોષ) છે. એવાં (નિર્દોષ) સાધન
વા દ્રષ્ટાંત ગ્રહણ કરવાં તે તર્કપ્રમાણ છે.

Page 81 of 103
PDF/HTML Page 93 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૧
વળી, સાધ્ય તો માલુમ ન હોય પણ સાધન માલુમ
હોય, તેથી એ સાધનથી સાધ્યનો નિશ્ચય કરવો તે
અનુમાનપ્રમાણ છે. આ અનુમાનપ્રમાણના સ્વાર્થાનુમાન તથા
પરાર્થાનુમાનરૂપ બે ભેદ છે. ત્યાં પ્રમાણના અનુમાનરૂપ
પરિણમેલા જ્ઞાનનું નામ સ્વાર્થાનુમાન છે, તેનાં ત્રણ અંગ છે
ધર્મી, સાધ્ય અને સાધન. તેનું (આ ત્રણનું) જ્ઞાન થતાં
સ્વાર્થાનુમાન થાય છે. ત્યાં જે વસ્તુમાં સાધ્યપણું હોય તેને ધર્મી
કહે છે અને તે પ્રસિદ્ધ જ છે. વળી શક્ય, અભિપ્રેત અને
અપ્રસિદ્ધ એવા ત્રણ લક્ષણોને ધારણ કર્યા હોય તે સાધ્ય છે.
જે પ્રમાણતાનો નિર્ણય થવા યોગ્ય હોય તે શક્ય છે, જે
પ્રમાતાને ઇષ્ટ હોય તથા પ્રમાતાનો અંતરંગઅભિપ્રાય લગાવી
નિર્ણય કરવા યોગ્ય હોય તે અભિપ્રેત છે, તથા જે પ્રગટ ન
હોય તે અપ્રસિદ્ધ છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ જેમાં હોય તે
સાધ્ય છે. જેનાથી સાધ્યનું જ્ઞાન થાય અને અન્ય પ્રકારથી ન
થાય તે સાધન છે. ત્યાં પોતાના જ્ઞાનમાં સાધનના બળથી
ધર્મીમાં સાધ્યનો નિશ્ચય કરવો તે સ્વાર્થાનુમાન છે, તથા અન્યને
પોતાના વચન દ્વારા અનુમાનનું સ્વરૂપ કહેવું વા અનુમાન વડે
સિદ્ધ કરવા યોગ્ય વાક્ય અન્યને કહેવું, તે પરાર્થાનુમાન છે.
તેમાં પંડિતોના સંબંધમાં બે અંગ અંગીકાર કરવા યોગ્ય
છે, પ્રતિજ્ઞા અને હેતુ. ત્યાં સાધ્યસહિત ધર્મીનાં વચન છે તે
પ્રતિજ્ઞા છે. જેમ કે
‘આ પર્વત અગ્નિ સંયુક્ત છે, તથા જેનાથી
ધર્મીમાં સાધ્યનો દ્રઢ નિશ્ચય થઈ જાય એવાં જે સાધનનાં

Page 82 of 103
PDF/HTML Page 94 of 115
single page version

background image
૮૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
વચન તે હેતુ છે; જેમ કે‘આ પર્વતમાં ધૂમાડો જણાય છે માટે
આ પર્વત અગ્નિવાળો છે.’ વળી અલ્પજ્ઞાનવાળાને બે અંગ તો
એ તથા ઉદાહરણ, ઉપનય અને નિગમન એમાંથી એક, બે વા
ત્રણ શિષ્યના અનુરોધથી કહેવાં, ત્યાં જે સાધ્યને પોતે સાધન
આપી સાચો નિર્ણય ઇચ્છે તેનાં દ્રષ્ટાંતનાં વચન કહેવાં (એ)
અન્વય વા વ્યતિરેકરૂપ બે ઉદાહરણ છે. જેમ કેપર્વતને
અગ્નિવાળો સિદ્ધ કરવા માટે અગ્નિસહિત ધૂમાડાવાળા
રસોઈનાં ઘરનાં દ્રષ્ટાંતનું વચન કહેવું. વળી દ્રષ્ટાંતની
અપેક્ષાપૂર્વક સાધ્યનું વચન કહેવું તે ઉપનય છે. જેમ કે
રસોઈ ધૂમાડાવાળી છે તેવો પર્વત પણ ધૂમ્રવાન છે. તથા
હેતુના આશ્રયે સાધ્યના નિશ્ચયનું વચન કહેવું તે નિગમન છે,
જેમ કે
આ પર્વત ધૂમ્રવાન છે માટે અગ્નિમાન છે જ, એ
પ્રમાણે હેતુપૂર્વક નિશ્ચયવચન કહેવું તે નિગમન છે. એ પ્રમાણે
તમને અનુમાનનું સ્વરૂપ વા ભેદ કહ્યા તેને જાણી તમારા
જ્ઞાનને અનુમાનરૂપ પ્રમાણ બનાવો.
૧. અન્વયદ્રષ્ટાંત = જે દ્રષ્ટાંતથી સાધનની હૈયાતિથી સાધ્યની હૈયાતિ
બતાવાય, તેને અન્વયદ્રષ્ટાંત કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો
છે ત્યાં ત્યાં અગ્નિ છે, જેમ કે
રસોડું.
૨. વ્યતિરેક દ્રષ્ટાંત = જે દ્રષ્ટાંતથી સાધ્યના ન હોવાપણાથી સાધનનું
ન હોવાપણું બતાવાય તેને વ્યતિરેક દ્રષ્ટાંત કહે છે. દા.ત. જ્યાં
જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય, જેમ કે
તળાવ.
અહીં રસોડું તે અન્વયનો દાખલો છે ને તળાવ તે વ્યતિરેકનો
દાખલો છે.

Page 83 of 103
PDF/HTML Page 95 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૩
હવે, અમને સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય જેવી રીતે થયો છે
તે સ્વરૂપ તમને કહીએ છીએ, તે તમે રુચિપૂર્વક સાંભળો! તે
નિશ્ચય કરવાનો માર્ગ આ છે
ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે કેઉદ્દેશ,
લક્ષણનિર્દેશ અને પરીક્ષા એ પ્રમાણે વસ્તુનો નિર્ણય અનુક્રમથી
ત્રણ પ્રકારથી કરે છે. ત્યાં વસ્તનું નામમાત્ર કહેવું તે ઉદ્દેશ છે
તે તો પ્રથમ કહેવો જોઈએ, કારણ કે
નામ કહ્યા વિના કોનું
લક્ષણ કહી શકાય? માટે પહેલાં નામ જ કહેવાશીખવા યોગ્ય
છે; પછી અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષ
રહિત લક્ષણ કે જેનાથી વસ્તુનું સ્વરૂપ જુદું ભાસી જાય, તેને
કહેવું વા જાણવું. કારણ કે
લક્ષણ કહ્યા વા જાણ્યા વિના પરીક્ષા
શા વડે કરાય? માટે નામ પછી લક્ષણ કહેવા વા જાણવા યોગ્ય
છે, ત્યાર પછી લક્ષણનો આશ્રય લઈને પરીક્ષા કરવી યોગ્ય છે,
ત્યાં વાદી
પ્રતિવાદી નાના પ્રકારની વિરુદ્ધ યુક્તિ કહે તેના
પ્રબલ વા શિથિલપણાનો નિશ્ચય કરવા અર્થે પ્રવર્તેલો જે વિચાર
તે પરીક્ષા છે. કારણ કે
એ પ્રમાણે પરીક્ષા વિના વસ્તુનું સાચું
સ્વરૂપ જાણવું વા યથાર્થ ત્યાગગ્રહણ થતું નથી. લૌકિકમાં વા
શાસ્ત્રમાં એવી જ વસ્તુના વિવેચનની મર્યાદા છે. હવે તમારે
સર્વજ્ઞની સત્તા-અસત્તાનો નિશ્ચય કરવાનું આવ્યું, ત્યાં પ્રથમ તો
નામ જાણો, પછી અનેક મતોના આશ્રયે લક્ષણાદિક કરો. પછી
સર્વ મતોમાં કહેલાં જે લક્ષણ તેનો પરસ્પર નિર્ણય કરો તે પછી
તમને પ્રબલરૂપથી જે સાચું ભાસે તે ઉપર પાકો નિશ્ચય લાવવા
યોગ્ય છે, આ માર્ગ છે. જો કોઈ કહે કે
‘સર્વજ્ઞ નથી’ તો તેના
કથનને તો પહેલાં જ જ્ઞાપકાનું પલંભહેતુને તો અસત્ય દર્શાવ્યો

Page 84 of 103
PDF/HTML Page 96 of 115
single page version

background image
૮૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જ હતો. હવે ફરી તેને (અમે) પૂછીએ છીએ કેતમે સર્વજ્ઞની
નાસ્તિ કહો છો તો તે કોઈ ક્ષેત્રકાળની અપેક્ષાથી કહો, તો
એ તો અમે પણ માનીએ છીએ પણ જો તમે સર્વ ક્ષેત્રકાળની
અપેક્ષાએ સર્વથા નાસ્તિ કહેશો તો તમને અમે કહીએ છીએ
કે
જે સર્વથા અભાવરૂપ હોય તેની વસ્તુસંજ્ઞા કેવી રીતે થાય?
વા તેની નામસંજ્ઞા પણ નિયમથી ન પ્રવર્તે; તમે સર્વજ્ઞની
અસ્તિપૂર્વક વિધિરૂપ વાક્ય તો કહેતા નથી, પરંતુ તમે તો આમ
કહો છો કે ‘સર્વજ્ઞ નથી.’ હવે તમે સર્વજ્ઞના સર્વથા અભાવ
માન્યો તો સર્વજ્ઞની સંજ્ઞા કોના આશ્રયે પ્રવર્તશે? ન્યાયશાસ્ત્રમાં
તો આવી મર્યાદા છે કે
જે સર્વથા અભાવરૂપ હોય તેની સંજ્ઞા
જ હોતી નથી. જેમ કોઈ નાસ્તિરૂપ વચન કહે કે‘આકાશનું
ફૂલ નથી’ તો ત્યાં આમ આવ્યું કે‘વૃક્ષને તો ફૂલ છે’ તેમ તમે
લૌકિક દ્રષ્ટાંત આપો કે જેનો સર્વથા અભાવ હોય, તેની વિધિ
વા નિષેધમાં સંજ્ઞા ચાલી હોય; પણ લૌકિકમાં તો એવું કોઈ
દ્રષ્ટાંત છે નહિ, માટે સર્વથા અભાવની નામસંજ્ઞા સર્વથા હોય
નહિ. તેથી તમે ‘સર્વજ્ઞ’ એવું વચન કહીને પાછા તેની
‘નાસ્તિ’રૂપ વચન કહો છો, એ વાત અસંભવરૂપ છે.
શ્રીદેવાગમસ્તોત્રમાં પણ એમ જ કહ્યું છે કે
संज्ञिनः प्रतिषेधो न प्रतिषेध्यादृते क्वचित् ।।२७।।
(આપ્તમીમાંસા)
અર્થ :સંજ્ઞાવાનનો, (નામવાળા પદાર્થનો) નિષેધ, નિષેધ્ય
(નિષેધવા યોગ્ય પદાર્થ) વિના કદી હોય નહિ.

Page 85 of 103
PDF/HTML Page 97 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૫
અર્થઃજેની સંજ્ઞારૂપ પ્રતિષેધની વાક્યરૂપ સંજ્ઞા
કહેવામાં આવે તે વાક્ય કથંચિત્ સદ્ભાવરૂપ જે સંજ્ઞાનો સ્વામી
પ્રતિષેધ્યપદાર્થ, તેના આશ્રય વિના પ્રવર્તે નહિ. તેથી જે વસ્તુ
કથંચિત્ અસ્તિરૂપ હશે તેની જ નાસ્તિની કથની કથંચિત્
સંભવશે પણ સર્વથા અભાવરૂપની સંજ્ઞા લઈને (વળી) તેની
નાસ્તિની કથની સર્વથા જ બનતી નથી. તમે સર્વજ્ઞનું નામ
લઈને (વળી પાછા તેની) નાસ્તિ કહી, પણ ‘સર્વજ્ઞ’ એવી નામ
સંજ્ઞા તો સર્વજ્ઞની કથંચિત્ અસ્તિતાને જણાવે છે; માટે અમે
તો તમારી પાસે સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરીએ છીએ, કે તમે
સર્વજ્ઞનું નામ લઈને નાસ્તિ કહો છો પણ તેમાં તો આમ આવ્યું
કે
સર્વજ્ઞનો સદ્ભાવ કોઈ પ્રકારથી છે જ અને ત્યારે તો
સર્વજ્ઞની સંજ્ઞા બને છે. એ પ્રમાણે સંજ્ઞાના સ્વામીનો પ્રતિષેધ
જ પોતાની પ્રતિષેધ્યવસ્તુની સિદ્ધિ કરે છે.
વળી તમે કહેશો કે‘અમે તો સર્વજ્ઞથી નાસ્તિનું વચન
કહ્યું છે તે તો આસ્તિક્યવાદી સર્વજ્ઞની અસ્તિ માને છે, તેના
અભિપ્રાયને ખંડન કરવા માટે કહ્યું છે.’ તેને અમે કહીએ
છીએ કે
‘સર્વજ્ઞ નથી’ એવું બાધાસહિત વચન તો કહેવું
નહોતું, અગર કહેવું હતું તો સર્વજ્ઞવાદી એવું માને છે પણ
તેનું શ્રદ્ધાન જુઠું છે’ એ પ્રકારથી કહેવું હતું, એટલે તેને તો
પરસ્પર વાદ દ્વારા નિર્ણય થઈ જાય, પરંતુ તમારે આવી
૧. પ્રતિષેધ = નિષેધ.
૨. પ્રતિષેધ્ય = નિષેધવા યોગ્ય.

Page 86 of 103
PDF/HTML Page 98 of 115
single page version

background image
૮૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
અસંભવતિ વાત વગર વિચાર્યે કહેવી યોગ્ય નહોતી કે ‘સર્વજ્ઞ
જ નથી.’ એ તો તમે જૂઠા મતપક્ષ વડે જ વચન કહ્યું છે,
પરંતુ આસ્તિક્યવાદી તો તમારો નાસ્તિરૂપ વચનને જ
સાધનરૂપ બનાવી સર્વજ્ઞના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. એ
પ્રમાણે તમારા વચનથી જ પોતાની (અમારી) રકમ જે
સર્વજ્ઞની અસ્તિ, તેની સિદ્ધિ કરી.
તથા અમે જે સાધન દ્વારા અનુમાન વડે સર્વજ્ઞની સત્તા
જાણી છે તે તમને દર્શાવીએ છીએઅહીં ચાર પ્રકારના
અનુમાનથી સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય થવો દર્શાવીશું. એક તો
એકદેશ આવરણની હાનિને સાધન કરવી, બીજુંથોડા ઘણા
જ્ઞેયનું પણ પ્રત્યક્ષ છે તેને સાધન કરવું, ત્રીજુંસૂક્ષ્મ આદિ
પદાર્થોને સાધન કરવાં, ચોથુંસૂક્ષ્મઆદિ પદાર્થરૂપે જે
ઉપદેશવાક્યો છે તેને સાધન કરવા; એ પ્રમાણે ચાર પ્રકારનાં
સાધન છે. હવે તેનું વિશેષ (વર્ણન) વા એ સાધનોના
આશ્રયથી કેવી રીતે સર્વજ્ઞનું અનુમાન કરીએ છીએ, તે અહીં
લખીએ છીએઃ
ત્યાં દોષ અને આવરણની હાનિ કોઈ જીવને સંપૂર્ણ થઈ
છે, કારણ કેસંસારમાં જ્ઞાનની વિશેષતા તથા કષાયની મંદતા
ઉત્તરોત્તર વધતી વધતી જોવામાં આવે છે, તેનાથી આ
સર્વજ્ઞતાની સિદ્ધિ કરી. જેમ ગોળથી
*સક્કર વધારે મીઠી છે,
સક્કરથી ખાંડ, ખાંડથી બૂરૂ અને બૂરાથી મિશ્રી (પત્રીસાકર)
* સક્કર શેરડીમાંથી પરબારી સંયુક્તપ્રાંતમાં કાઢવામાં આવે છે.

Page 87 of 103
PDF/HTML Page 99 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૭
વધારે વધારે મીઠી છે, જેને જાણીને સ્વજાતિ એકદેશ ગુણના
ઉત્તરોત્તર વૃદ્ધિપણાને સાધન બનાવી અમૃતના સંપૂર્ણ
મીઠાપણાનો નિશ્ચય કરીએ છીએ; અથવા
બાહ્યાભ્યંતર કારણો
વડે એકદેશ દોષની હાનિને સાધન બનાવીને કોઈનામાં સંપૂર્ણ
દોષની હાનિ સાધન વડે સાધીએ છીએ. એ પ્રમાણે એકદેશરૂપ
વાનગીથી સર્વદેશવાતનો નિશ્ચય કરવો એ પણ એક અનુમાનની
જાતિ છે. શ્રીદેવાગમસ્તોત્રમાં પણ કહ્યું છે કે
दोषावरणयोर्हानिर्निश्देषास्त्यतिशायनात्
क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।।।
(આપ્તમીમાંસા)
અહીં, જીવોને એકદેશ આવરણ વા રાગાદિકની હાનિ
ઉત્તરોત્તર વૃદ્ધિવૃદ્ધિરૂપ થતી જાણી (તેને) સાધન બનાવી,
કોઈને સંપૂર્ણ પણ આવરણ વા રાગાદિકની હાનિ થઈ છે, એ
પ્રમાણે અનુમાનથી સિદ્ધ કર્યું.
વળી, જે જે જ્ઞેય અનુમેય અર્થાત્ અનુમાનમાં આવવા
યોગ્ય છે તે નિયમથી કોઈને પ્રત્યક્ષગોચર અવશ્ય હોય જ. જેમ
અગ્નિઆદિ છે તેને અનુમાનથી પણ જાણીએ છીએ, ત્યારે કોઈ
અર્થ :જેમ જીવોને દોષ અને આવરણનો ઘટાડો હોય છે,
તેમ પોતપોતાના કારણે બાહ્ય અને આંતરિક મળનો (અર્થાત્)
આવરણો અને દોષનો) સંપૂર્ણ ક્ષય અતિશાયન હેતુથી (ઘટતાં
ઘટતાં સર્વથા નાશ થાય એ હેતુથી) સિદ્ધ થાય છે.

Page 88 of 103
PDF/HTML Page 100 of 115
single page version

background image
૮૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
તેને પ્રત્યક્ષ પણ જાણી લે છે; એ જ પ્રમાણે જ્ઞેય, અનુમેય છે
તેને પ્રત્યક્ષ થવા માટે દ્રષ્ટાંતથી આ અનુમાન સાધ્યું.
સૂક્ષ્મ,
અંતરિત અને દૂરવર્તિપદાર્થ હેતુઅનુમેય છે માટે તે કોઈને
પ્રત્યક્ષ છે જ, જેને તે પ્રત્યક્ષ છે તે જ સર્વજ્ઞ છે. એ પ્રમાણે
અનુમાનદ્રષ્ટાંતથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રી દેવાગમસ્તોત્રમાં
પણ કહ્યું છે કે
सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा
अनुमेयत्त्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः ।।।।
(આપ્તમીમાંસા)
અર્થ :જે સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તિ પદાર્થ
છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે, તેનું દ્રષ્ટાંતજેમ અગ્નિ અનુમેય
છે. તેને પ્રત્યક્ષ (પણ) જોઈ જ લે છે. એ પ્રમાણે બીજું
અનુમાન સિદ્ધ કર્યું.
૧. સૂક્ષ્મપદાર્થ = પરમાણુ વગેરે સૂક્ષ્મ પદાર્થો.
૨. અંતરિતપદાર્થ = રામ, રાવણ વગેરે કાળથી દૂર એવા પદાર્થો.
૩. દૂરવર્તિપદાર્થ = મેરૂપર્વત વગેરે ક્ષેત્રથી દૂર એવા પદાર્થો.
અર્થ :જેમ અગ્નિ વગેરે પદાર્થો અનુમાનના વિષય હોવાથી
કોઈને તેઓ પ્રત્યક્ષ હોય છે તેમ સૂક્ષ્મ, અંતરિત [કાળ
અપેક્ષાએ અંતર પડ્યું હોય એવા] અને દૂર પદાર્થો પણ
અનુમાનના વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ હોય છે, એ રીતે
સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.