(નવપદાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર — એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં
વ્યવહારનયના વિષયભૂત છે.
૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય ( – જુદાં પ્રરૂપવામાં આવે) તે અહીં વ્યવહારનય છે;
જેમ કે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત)
વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થસંબંધી શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર
વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે (મોક્ષરૂપ) સાધ્ય સ્વહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય
મોક્ષમાર્ગરૂપ) સાધન સ્વપરહેતુક પર્યાય છે.
૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ
સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે.
અન્વયાર્થઃ — [ धर्मादिश्रद्धानं सम्यक्त्वम् ] ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ,
[ अङ्गपूर्वगतम् ज्ञानम् ] અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને [ तपसि चेष्टा चर्या ] તપમાં ચેષ્ટા
( – પ્રવૃત્તિ) તે ચારિત્ર; — [ इति ] એ પ્રમાણે [ व्यवहारः मोक्षमार्गः ] વ્યવહારમોક્ષમાર્ગ છે.
ઉત્તરઃ — જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત
નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી
જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવાયોગ્ય છે કે — જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી
બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ નિરૂપણ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
[અહીં એક ઉદાહરણ લેવામાં આવે છેઃ —
સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા
ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે’ — એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે
‘જે શુદ્ધિના સદ્ભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’, તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’.
न करोति किञ्चिदप्यन्यन्न मुञ्चति स मोक्षमार्ग इति ।।१६१।।
અંગપૂર્વગત જ્ઞાન અને મુનિ-આચારમાં પ્રવર્તનરૂપ ૧વ્યવહારમોક્ષમાર્ગ વિશેષ વિશેષ શુદ્ધિનું
વ્યવહારસાધન બનતો થકો, જોકે નિર્વિકલ્પશુદ્ધભાવપરિણત જીવને પરમાર્થે તો ઉત્તમ સુવર્ણની જેમ અભિન્નસાધ્યસાધનભાવને લીધે સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોય છે તોપણ, વ્યવહારનયથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
[અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિનું અંતરંગ લેશ પણ સમાહિત નહિ હોવાથી અર્થાત્ તેને
(દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે) શુદ્ધિનો અંશ પણ પરિણમ્યો
નહિ હોવાથી તેને વ્યવહારમોક્ષમાર્ગ પણ નથી.] ૧૬૦.
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે.૧૬૧.
અન્વયાર્થઃ — [ यः आत्मा ] જે આત્મા [ तैः त्रिभिः खलु समाहितः ] એ ત્રણ વડે
ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર
— અભેદ થયો થકો) [ अन्यत् किञ्चित् अपि ] અન્ય કાંઈ પણ [ न करोति न मुञ्चति ]
કરતો નથી કે છોડતો નથી, [ सः ] તે [ निश्चयनयेन ] નિશ્ચયનયથી [ मोक्षमार्गः इति भणितः ]
‘મોક્ષમાર્ગ’ કહેવામાં આવ્યો છે.
૧. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહારમોક્ષમાર્ગ
કહ્યો છે. ત્યાં વ્યવહારમોક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ — ‘વીતરાગસર્વજ્ઞપ્રણીત
જીવાદિપદાર્થો સંબંધી સમ્યક્ શ્રદ્ધાન તેમ જ જ્ઞાન બંને, ગૃહસ્થને અને તપોધનને સમાન હોય છે; ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત-પંચસમિતિ-ત્રિગુપ્તિ-ષડાવશ્યકાદિરૂપ હોય છે અને ગૃહસ્થોને ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજા-ઉપવાસાદિરૂપ અથવા દાર્શનિક-વ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (
વિનયાદિ ભાવરૂપ અને નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોય છે તથા કોઈ કારણે ઉપાદેય ભાવોનો ( – વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન
અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે.]
૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ. ૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (
અર્થાત્ ખાસ શુદ્ધ ભાવના); વિશિષ્ટ પ્રકારની ઉત્તમ
ભાવના.
૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ.
જવાથી) સુનિષ્કંપપણે રહે છે, તે કાળે અને તેટલા કાળ સુધી આ જ આત્મા જીવસ્વભાવમાં
નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી ‘મોક્ષમાર્ગ’ કહેવાય છે. આથી, નિશ્ચયમોક્ષમાર્ગ અને ૨વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે.
ભાવાર્થઃ — નિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ, જ્ઞપ્તિ અને નિશ્ચળ
અનુભૂતિરૂપ છે. તેનો સાધક (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગનું વ્યવહારસાધન) એવો જે
ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ તેને જીવ કથંચિત્ ( – કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી)
પોતાના સંવેદનમાં આવતી અવિદ્યાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, જ્યારે ગુણસ્થાનરૂપ સોપાનના ક્રમ પ્રમાણે નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન નિત્યાનંદ- લક્ષણવાળા સુખામૃતના રસાસ્વાદની તૃપ્તિરૂપ પરમ કળાના અનુભવને લીધે નિજ- શુદ્ધાત્માશ્રિત નિશ્ચયદર્શનજ્ઞાનચારિત્રરૂપે અભેદપણે પરિણમે છે, ત્યારે નિશ્ચયનયથી ભિન્ન સાધ્ય-સાધનના અભાવને લીધે આ આત્મા જ મોક્ષમાર્ગ છે. માટે એમ ઠર્યું કે સુવર્ણ અને સુવર્ણપાષાણની માફક નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધકપણું (
વ્યવહારનયથી) અત્યંત ઘટે છે. ૧૬૧.
૧. તેમનાથી = સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ૨. અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે જીવ વ્યવહારમોક્ષમાર્ગને પણ અનાદિ અવિદ્યાનો નાશ કરીને
જ પામી શકે છે; અનાદિ અવિદ્યાના નાશ પહેલાં તો (અર્થાત્ નિશ્ચયનયના — દ્રવ્યાર્થિકનયના —
વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ભાન કર્યા પહેલાં તો) વ્યવહારમોક્ષમાર્ગ પણ હોતો નથી.
વળી, ‘નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે’ એમ જે કહેવામાં
આવ્યું છે તે વ્યવહારનય દ્વારા કરવામાં આવેલું ઉપચરિત નિરૂપણ છે. તેમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુદ્ધિના અંશને અને સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગને ખરેખર સાધન-સાધ્યપણું છે’. છઠ્ઠા ગુણસ્થાને વર્તતો શુદ્ધિનો અંશ વધીને જ્યારે અને જેટલા કાળ સુધી ઉગ્ર શુદ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ વર્તે છે ત્યારે અને તેટલા કાળ સુધી સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે.
અભેદને લીધે નિશ્ચિત છે. આથી (એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે
આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ
જીવસ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે). ૧૬૨.
છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી ૧તેનો અભાવ જેનું કારણ
છે એવા ૨અનાકુળતાલક્ષણવાળા પરમાર્થસુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે.
— આ પ્રમાણે ભવ્ય જીવ જ ૩ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય
જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે) કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય
साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ।।१६४।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि ।
साधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा ।।१६४।।
૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે
શ્રદ્ધે છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’
[શાસ્ત્રોમાં ક્યારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુક્ત હોય તો,
કથંચિત્ બંધનાં કારણ કહેવામાં આવે છે; વળી ક્યારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત્
મોક્ષના પરંપરાહેતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્નભિન્ન પદ્ધતિનાં કથનો ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે — જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય
વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે આસ્રવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આસ્રવ-બંધના કારણભૂત હોય છે.]
भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ]
જ્ઞાની [ मन्यते ]૨માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે.
[‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને લીધે ( – શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું)
વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
ટીકાઃ — આ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે.
સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી ૩અનુરંજિત
गान्मोक्षो भवतीत्यभिप्रायेण खिद्यमानस्तत्र प्रवर्तते तदा तावत्सोऽपि रागलवसद्भावात्पर- समयरत इत्युपगीयते । अथ न किं पुनर्निरङ्कुशरागकलिकलङ्कितान्तरङ्गवृत्तिरितरो जन
इति ।।१६५।।
अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो ।
बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ।।१६६।।
अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः ।
बध्नाति पुण्यं बहुशो न खलु स कर्मक्षयं करोति ।।१६६।।
ચિત્તવૃત્તિ તે અહીં ‘શુદ્ધસંપ્રયોગ’ છે. હવે, ૧અજ્ઞાનલવના આવેશથી જો જ્ઞાનવાન પણ ‘તે
શુદ્ધસંપ્રયોગથી મોક્ષ થાય છે’ એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં (શુદ્ધસંપ્રયોગમાં) પ્રવર્તે, તો ત્યાંસુધી તે પણ ૨રાગલવના સદ્ભાવને લીધે ૩‘પરસમયરત’ કહેવાય છે. તો
પછી નિરંકુશ રાગરૂપ ક્લેશથી કલંકિત એવી અંતરંગ વૃત્તિવાળો ઇતર જન શું પરસમયરત ન કહેવાય? (અવશ્ય કહેવાય જ.)૪ ૧૬૫.
૧. અજ્ઞાનલવ = જરાક અજ્ઞાન; અલ્પ અજ્ઞાન. ૨. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ. ૩. પરસમયરત = પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. ૪. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ —
કોઈ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં
સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચનાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્યગ્દ્રષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને ‘શુભોપયોગથી જ મોક્ષ થાય છે’ એમ એકાંતે માને, તો તે સ્થૂલ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ થાય છે.
૩. સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અર્હંતાદિ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં
આવ્યો છે. તેમાં ‘શુદ્ધ’ શબ્દ હોવા છતાં તે ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ છે. [‘શુભ’ એવા અર્થમાં જેમ ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત્ વપરાય છે તેમ અહીં ‘શુદ્ધ’ શબ્દ વપરાયો છે.]
રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં ( – ચિત્તનું
ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું
મૂળ રાગરૂપ ક્લેશનો વિલાસ જ છે.
ભાવાર્થઃ — અર્હંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું
ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે.૨ ૧૬૮.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર; ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની ચંચળતા. ૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ —
માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે જીવ ભાવતો નથી, તે જીવને
માયા-મિથ્યા-નિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી
એમ ઠર્યું કે સમસ્ત અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે.
[ च ] અને [ निर्ममः ] નિર્મમ [ भूत्वा पुनः ] થઈને [ सिद्धेषु भक्तिं ] સિદ્ધોની ભક્તિ
( – શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) [ करोति ] કરે છે, [ तेन ] જેથી તે
[ निर्वाणं प्राप्नोति ] નિર્વાણને પામે છે.
ટીકાઃ — આ, રાગરૂપ ક્લેશનો ૧નિઃશેષ નાશ કરવાયોગ્ય હોવાનું નિરૂપણ છે.
રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય
છે એમ (પૂર્વે) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં આવતાં, જેને ૨નિઃસંગતા અને ૩નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મ-
૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો. ૨. નિઃસંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અભ્યંતર પરિગ્રહ તેનાથી રહિત પરિણતિ તે
નિઃસંગતા છે.
૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની
ઉત્પત્તિમાં નિમિત્તભૂત હોય છે એવા મમકાર-અહંકારાદિરૂપ વિકલ્પસમૂહથી રહિત નિર્મોહપરિણતિ તે નિર્મમતા છે.
અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો ૨સદ્ભાવ દર્શાવ્યો છે.
૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઇ છે એવો. [જે જીવ
રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ.]
૨. ખરેખર તો એમ છે કે — જ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે
છે તે તો માત્ર દેવલોકાદિના કલેશની પરંપરાનો જ હેતુ છે અને સાથે સાથે જ્ઞાનીને જે (મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ- આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા સહિત
મોક્ષપ્રાપ્તિના હેતુભૂત કહેવામાં આવ્યા છે. આ કથન આરોપથી (ઉપચારથી) કરવામાં આવ્યું છે
એમ સમજવું. [આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બિલકુલ પ્રગટ્યો જ નથી — વિદ્યમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ
કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત્ શુદ્ધાત્મભાવનાને અનુકૂળ,
જીવાદિપદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઈ રામચંદ્રાદિ
પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે છે અને તેમને દાન આપે છે તેમ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર- રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત્ ગૃહસ્થ-
અવસ્થામાં ભેદાભેદરત્નત્રયપરિણત આચાર્ય-ઉપાધ્યાય-સાધુનાં પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે છે — ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે
સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પ-
સમાધિવિધાન વડે વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા નિજશુદ્ધાત્મામાં સ્થિર થઇ તેને (મોક્ષને) પ્રાપ્ત કરે છે.]
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ निर्वृत्तिकामः ] મોક્ષાભિલાષી જીવ [ सर्वत्र ] સર્વત્ર
[ किञ्चित् रागं ] કિંચિત્ પણ રાગ [ मा करोतु ] ન કરો; [ तेन ] એમ કરવાથી [ सः भव्यः ]
તે ભવ્ય જીવ [ वीतरागः ] વીતરાગ થઈ [ भवसागरं तरति ] ભવસાગરને તરે છે.
ટીકાઃ — આ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે
(અર્થાત્ અહીં સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ
ઉપસંહાર કર્યો છે).
સાક્ષાત્મોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર ૧અર્હંતાદિગત
રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતર્દાહનું કારણ સમજીને, સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને
છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે કર્માગ્નિ વડે તપ્ત, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીઘ્ર નિર્વાણને પામે છે.
— વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર