થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કંપપણે લીન કરે છે, ત્યારે તે યોગીને — કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મન-કાયાને
૧ભાવતો નથી અને સ્વકર્મોમાં ૨વ્યાપાર કરતો નથી તેને — સકળ શુભાશુભ કર્મરૂપ
ઇંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, ૩પરમપુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત
ધ્યાન પ્રગટે છે.
વળી કહ્યું છે કે —
*‘अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं ।
लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ।।’
‘अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा ।
तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणइ ।।’
[અર્થઃ — હમણાં પણ ત્રિરત્નશુદ્ધ જીવો ( — આ કાળે પણ સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપણું તથા
લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત
શ્રુતિઓનો અંત નથી ( – શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે ૧દુર્મેધ
છીએ; માટે તે જ કેવળ શીખવાયોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે.]
ભાવાર્થઃ — નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારમાં નિશ્ચળ પરિણતિ તે ૨ધ્યાન છે.
આ ધ્યાન મોક્ષના ઉપાયરૂપ છે.
જેમ થોડો પણ અગ્નિ પુષ્કળ ઘાસ અને કાષ્ઠના રાશિને અલ્પ કાળમાં બાળી નાખે
છે, તેમ મિથ્યાત્વ-કષાયાદિ વિભાવના પરિત્યાગસ્વરૂપ મહા પવનથી પ્રજ્વલિત થયેલો અને અપૂર્વ-અદ્ભુત-પરમ-આહ્લાદાત્મક સુખસ્વરૂપ ઘીથી સિંચાયેલો નિશ્ચય-આત્મસંવેદનરૂપ ધ્યાનાગ્નિ મૂલોત્તરપ્રકૃતિભેદવાળાં કર્મરૂપી ઇન્ધનના રાશિને ક્ષણમાત્રમાં બાળી નાખે છે.
આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે
શુક્લધ્યાનનો છે, ધર્મધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મધ્યાન કરીને દેવનો ભવ અને પછી મનુષ્યનો ભવ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી શકે એમ પણ નથી; સારભૂત અલ્પ શ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે. માટે મોક્ષાર્થીઓએ શુદ્ધાત્માનો પ્રતિપાદક, સંવરનિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ ગ્રહીને ધ્યાન કરવાયોગ્ય છે.
[અહીં એ લક્ષમાં રાખવાયોગ્ય છે કે ઉપરોક્ત ધ્યાનનું મૂળ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની (શુદ્ધાત્માની) સમ્યક્ પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ ક્યાંથી થઈ શકે? માટે મોક્ષના
ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનાર જીવે પ્રથમ તો જિનોક્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણપૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની સમ્યક્ પ્રતીતિનો સર્વ પ્રકારે ઉદ્યમ કરવાયોગ્ય છે; ત્યારપછી જ તે ચૈતન્યચમત્કારમાં વિશેષ લીનતાનો યથાર્થ ઉદ્યમ થઈ શકે છે.] ૧૪૬.
આ રીતે નિર્જરાપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
— इति निर्जरापदार्थव्याख्यानं समाप्तम् ।
૧. દુર્મેધ = ઓછી બુદ્ધિવાળા; મંદબુદ્ધિ; ઠોઠ. ૨. મુનિને જે શુદ્ધાત્મસ્વરૂપનું નિશ્ચળ ઉગ્ર આલંબન વર્તે તેને અહીં મુખ્યપણે ‘ધ્યાન’ કહ્યું છે.
(શુદ્ધાત્માલંબનની ઉગ્રતાને મુખ્ય ન કરીએ તો, અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ ‘જઘન્ય ધ્યાન’ કહેવામાં
વિરોધ નથી, કારણ કે તેને પણ શુદ્ધાત્મસ્વરૂપનું જઘન્ય આલંબન તો હોય છે.)
ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં (એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ
પરિણામ તે ભાવબંધ છે અને તેના ( – શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે
તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ ( – નિમિત્ત) યોગ છે કારણ કે તે
પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ ( – નિમિત્ત) જીવભાવ જ છે કારણ
કે તે (કર્મપુદ્ગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.
ભાવાર્થઃ — કર્મબંધપર્યાયના ચાર વિશેષો છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ
અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર ‘ગ્રહણ’ શબ્દથી કહેલ છે અને સ્થિતિ- અનુભાગબંધને જ ‘બંધ’ શબ્દથી કહેલ છે.
જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ‘ગ્રહણ’નું
નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ –
અનુભાગનું અર્થાત્ ‘બંધ’નું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને ‘બંધ’નું અંતરંગ
કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગને — કે જે ‘ગ્રહણ’નું નિમિત્ત છે
તેને — ‘બંધ’નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના.૧૪૯.
અન્વયાર્થઃ — [ चतुर्विकल्पः हेतुः ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ
[ अष्टविकल्पस्य कारणम् ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે;
[ तेषाम् अपि च ] તેમને પણ [ रागादयः ] (જીવના) રાગાદિભાવો કારણ છે; [ तेषाम् अभावे ]
રાગાદિભાવોના અભાવમાં [ न बध्यन्ते ] જીવો બંધાતા નથી.
નથી. જો જીવગત રાગાદિભાવોના અભાવમાં પણ દ્રવ્યપ્રત્યયોના ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા બંધ જ રહે ( – મોક્ષનો અવકાશ જ ન રહે), કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાનપણું
હોય છે.
૩. ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત
નથી પણ તેઓ તો નવા કર્મબંધમાં ‘અંતરંગ નિમિત્ત’ છે તેથી તેમને ‘નિશ્ચયથી બંધહેતુ’ કહ્યા છે.
આસ્રવનો હેતુ ખરેખર જીવનો મોહરાગદ્વેષરૂપ ભાવ છે. જ્ઞાનીને તેનો અભાવ
થાય છે. તેનો અભાવ થતાં આસ્રવભાવનો અભાવ થાય છે. આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું અને અવ્યાબાધ, ૧ઇન્દ્રિયવ્યાપારાતીત, અનંત સુખ થાય છે. તે આ ૨જીવન્મુક્તિ નામનો
ભાવમોક્ષ છે. ‘કઈ રીતે?’ એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છેઃ —
અહીં જે ‘ભાવ’ ૩વિવક્ષિત છે તે કર્માવૃત (કર્મથી અવરાયેલા) ચૈતન્યની ક્રમે
પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ છે. તે (ક્રમે પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને
અનાદિ કાળથી મોહનીયકર્મના ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે, દ્રવ્યકર્માસ્રવનો હેતુ છે. પરંતુ તે (ક્રમે પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ ભાવ) જ્ઞાનીને
મોહરાગદ્વેષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આસ્રવભાવનો નિરોધ થાય છે. તેથી આસ્રવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અત્યંત નિર્વિકારપણું થવાથી, જેને અનાદિ કાળથી અનંત ચૈતન્ય અને (અનંત) વીર્ય બિડાઈ
ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ જ્ઞપ્તિક્રિયારૂપે અંતર્મુહૂર્ત
પસાર કરીને યુગપદ્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી કથંચિત્
અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું [ ध्यानं ] ધ્યાન [ निर्जराहेतुः जायते ] નિર્જરાનો હેતુ થાય છે.
ટીકાઃ — આ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું
કથન છે.
એ રીતે ખરેખર આ ( – પૂર્વોક્ત) ભાવમુક્ત ( – ભાવમોક્ષવાળા) ભગવાન
કેવળીને — કે જેમને સ્વરૂપતૃપ્તપણાને લીધે ૧કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી
ગઈ છે તેમને — આવરણના પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુદ્ધજ્ઞાન-
ચેતનામયપણાને લીધે તથા અતીંદ્રિયપણાને લીધે જે અન્યદ્રવ્યના સંયોગ વિનાનું છે અને શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કંથચિત્ ‘ધ્યાન’ નામને યોગ્ય
છે એવું આત્માનું સ્વરૂપ ( – આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું ૨શાતન
અથવા તેમનું ૩પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે.
લીધે, શુદ્ધજ્ઞાનચેતનામય હોવાને લીધે તથા ઇન્દ્રિયવ્યાપારાદિ બહિર્દ્રવ્યના આલંબન વિનાની હોવાને લીધે અન્યદ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુદ્ધસ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ હોવાને લીધે કોઈ પ્રકારે ‘ધ્યાન’ નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્જરાના નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે. ૧૫૨.
૧. ઉત્તર કર્મસંતતિ = પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ = પહેલાંની ૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ ક્યારેક સ્વભાવથી જ (અર્થાત્ કેવળીસમુદ્ઘાત-
રૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને ક્યારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુ-
કર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ઘટીને આયુકર્મ જેટલી થવામાં કેવળીસમુદ્ઘાત નિમિત્ત બને છે.
૪. અપુનર્ભવ = ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો
ત્યાગ થાય છે; તેથી તેમના આત્માથી કર્મપુદ્ગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.)
૧. વિશેષચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્યચૈતન્ય તે દર્શન છે. ૨. નિયત = અવસ્થિત; સ્થિત; સ્થિર; દ્રઢપણે રહેલું. ૩. વૃત્તિ = વર્તવું તે; હોવું તે. [ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.]
નિયત ( – નિશ્ચળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને
પરિણતિ કરવાને લીધે ૧ઉપરક્ત ઉપયોગવાળો ( – અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે
(પોતે) ભાવોનું વિશ્વરૂપપણું ( – અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને લીધે તેને જે ૨અનિયત-
ગુણપર્યાયપણું હોય છે તે પરસમય અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ) જ્યારે અનાદિ
મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે ૩નિયતગુણપર્યાયપણું હોય છે
તે સ્વસમય અર્થાત્ સ્વચારિત્ર છે.
હવે, ખરેખર જો કોઈ પણ પ્રકારે સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને જીવ પરસમયને
છોડી સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી
થાય છે કે) જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ૧૫૫.
જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને,
તે સ્વકચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે.૧૫૬.
संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादि-
पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा तेन परचरित इति प्ररूप्यते । ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग
इति ।।१५७।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण ।
जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।।१५८।।
અન્વયાર્થઃ — [ येन भावेन ] જે ભાવથી [ आत्मनः ] આત્માને [ पुण्यं पापं वा ]
પુણ્ય અથવા પાપ [ अथ आस्रवति ] આસ્રવે છે, [ तेन ] તે ભાવ વડે [ सः ] તે (જીવ)
[ परचरित्रः भवति ] પરચારિત્ર છે — [ इति ] એમ [ जिनाः ] જિનો [ प्ररूपयन्ति ] પ્રરૂપે
છે.
ટીકાઃ — અહીં, પરચારિત્રપ્રવૃત્તિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો
નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે
મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપરક્ત ભાવ ( – શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસ્રવ છે
અને અશુભોપરક્ત ભાવ ( – અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા
પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છે — એમ (જિનેંદ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય
છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે.૧૫૮.
આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત્ અવસ્થિતપણે જાણે-દેખે છે, તે
જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે; કારણ કે ખરેખર ૪દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ પુરુષમાં
( – આત્મામાં) તન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર છે.
ભાવાર્થઃ — જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી
નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શનપરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે- દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ આત્મામાં માત્ર દ્રશિજ્ઞપ્તિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. ૧૫૮.
[ आत्मनः अविकल्पं ] આત્માથી અભેદપણે [ चरति ] આચરે છે, [ सः ] તે [ स्वकं चरितं चरति ]
સ્વચારિત્રને આચરે છે.
ટીકાઃ — આ, શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિના માર્ગનું કથન છે.
જે યોગીન્દ્ર, સમસ્ત ૧મોહવ્યૂહથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ
ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે.
આ રીતે ખરેખર ૨શુદ્ધદ્રવ્યને આશ્રિત, ૩અભિન્નસાધ્યસાધનભાવવાળા નિશ્ચય-
૧. મોહવ્યૂહ = મોહસમૂહ. [જે મુનીન્દ્રે સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના
સ્વભાવરૂપ ભાવોથી રહિત છે’ એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનીન્દ્ર સ્વચારિત્રના આચરનાર છે.]
૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો ( – પર
નિમિત્ત વિનાનો) શુદ્ધપર્યાય છે; જેમ કે, નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે.
૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે;